SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

દિલ્હીની વાત : પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે કેન્દ્રનું જૂઠાણું

નવી દિલ્હી : સરકારે કરવેરામાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવાનો ફરી ઈન્કાર કરી દીધો છે. નિર્મલા સીતારામને ડો. મનમોહનસિંહ સરકાર પર દોષનો ટોપલો ઢોળીને કહી દીધું છે કે, યુપીએ સરકારે બહાર પાડેલા ઓઈલ બોન્ડના કારણે ભાવોમાં ઘટાડો કરી શકાય તેમ નથી. નિર્મલાના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે દર વર્ષે ઓઈલ બોન્ડના વ્યાજ પાછળ જંગી રકમ ખર્ચવી પડે છે. છેલ્લાં સાત વર્ષમાં ૭૦,૧૯૦ કરોડ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવાયા છે ને મુદ્દલ પેટે ૩૫૦૦ કરોડ જ અપાયા છે. કેન્દ્રે ૨૦૨૫-૨૬ સુધીમાં ૧.૩૦ લાખ કરોડ ચૂકવવાના છે એ જોતાં હું ઈચ્છું તો પણ કરવેરા ઘટાડીને લોકોને રાહત આપી શકું તેમ નથી. નિષ્ણાતોના મતે, નિર્મલાની દલીલ લોકોને બેવકૂફ બનાવનારી છે. સરકારે છેલ્લાં ૭ વર્ષમાં પેટ્રોલ-ડીઝલના કરવેરા પેટે ૨૨.૩૪ લાખ કરોડ રૂપિયા લોકો પાસેથી ખંખેર્યા છે. સરકાર ઓઈલ બોન્ડનું મુદ્દલ સરળતાથી ચૂકવી શકી હોત પણ અણઘડ આયોજનના કારણે રકમ ના ચૂકવી. હવે અગાઉની સરકાર પર દોષ ઢોળી રહી છે. મમતા વડાપ્રધાન બનવા ખુલ્લેઆમ મેદાનમાં ભાજપને પછાડવા વિપક્ષોને એક કરવા મથતાં મમતા બેનરજીએ દેશના વડાપ્રધાનપદે બેસવાની મહત્વાકાંક્ષા ખુલ્લેઆમ વ્યક્ત કરી દીધી છે. મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ તૃણમૂલ છાત્ર પરિષદે મમતાને વડાપ્રધાનપદે પ્રોજેક્ટ કરતું સોંગ લોંચ કર્યું છે. શિક્ષણ મંત્રી બ્રત્યો બાસુની હાજરીમાં બંગાળી અને હિંદીમાં લોંચ કરાયેલા આ ગીતમાં મા, માટી ઔર માનુષની વાત કરીને મમતા વડાપ્રધાનપદે બેસવા કેમ લાયક છે તેની વાત કરાઈ છે. છાત્ર પરિષદ દ્વારા સબુજેર અભિજન એટલે કે યુવાઓની પહેલ નામે બ્લોગ પણ શરૂ કરાયો છે. આ બ્લોગ દ્વારા મમતાને વડાપ્રધાનપદે બેસાડવાની તરફેણમાં જનમત ઉભો કરાશે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ માત્ર બંગાળ પૂરતો મર્યાદિત પ્રાદેશિક પક્ષ નથી પણ રાષ્ટ્રીય સ્તરે પણ કામ કરી શકે એવો પક્ષ છે એવું સ્થાપિત કરાશે. ભાજપનાં સૂત્રો, મમતાના વડાપ્રધાનપદની વાતોને દિવાસ્વપ્ન ગણાવે છે પણ વિશ્લેષકો મમતાની પહેલને હકારાત્મક અભિગમ માને છે. મમતા સર્વસ્વીકૃત નેતા બને તેવી શક્યતા ઓછી છે પણ મમતાએ મહેચ્છા નહીં છૂપાવીને પારદર્શિતા બતાવી હોવાનો પણ તેમનો મત છે. ટિકૈતની ખુલ્લી ધમકી, યોગી માટે નાકનો સવાલ ભારતીય કિસાન યુનિયનના નેતા નરેશ ટિકૈતે કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાનને મુઝફ્ફરનગરમાં પગ નહીં મૂકવા દેવાની ખુલ્લી ધમકી આપીને ઉત્તેજના ફેલાવી દીધી છે. મુઝફ્ફરનગર પાસેના સિસૌલીમાં ભાજપના ધારાસભ્ય ઉમેશ મલિકની કાર પર હુમલો કરાયો હતો. પોલીસે આ કેસમાં કિસાન યુનિયનના નવ કાર્યકરો અને કેટલાક અજાણ્યા લોકો સામે ગંભીર કલમ લગાડીને કેસ ઠોકી દેતાં ટિકૈત બગડયા છે. ટિકૈતે સિસૌલીમાં જ કિસાન પંચાયત બોલાવીને એલાન કર્યું કે, સંજીવ ખરેખ બલિયાન હોય તો આ કેસ પાછો ખેંચાવડાવી લે નહિંતર એક શબ્દ પણ બોલવાની કોશિશ કરશે તો શહેરમાં પગ નહીં મૂકવા દઈએ. જેણે પણ ફરિયાદ કરી છે તેને ઈજ્જતથી સમજાવીને કેસ પાછો ખેંચાવડાવી લે, બાકી ગમે તે કરી લો, પોલીસ કોઈની ધરપકડ નહીં કરી શકે. ટિકૈતે હુમલાની ઘટના માટે મલિકને દોષિત ગણાવ્યા છે. ટિકૈતે આડકતરી રીતે યોગી સરકારને જ પડકાર ફેંકી દીધો છે. યોગીએ નાક બચાવવા માટે પણ હુમલાના દોષિતો સામે પગલાં ભરવાં પડે એવી સ્થિતી ટિકૈતે સર્જી દીધો છે. તૃણમૂલ-કોંગ્રેસ નેતાજીની પુણ્યતિથી મુદ્દે સામસામે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોડાણના ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે ત્યાં બંને ફરી સામસામે આવી ગયાં છે. કોંગ્રેસે બુધવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથી હોવાનું જણાવીને શ્રધ્ધાંજલિ આપતાં તૃણમૂલ કોંગ્રેસ ભડકી ગઈ. સોશિયલ મીડિયા પર તૃણમૂલને વ્યાપક સમર્થન આપીને કોંગ્રેસની ઝાટકણી કઢાઈ રહી છે. તૃણમૂલના દિગ્ગજ નેતા કુણાલ ઘોષે કોંગ્રેસને આડે હાથ લેતાં ટ્વિટ કરી કે, નેતાજી મૃત્યુ પામ્યા છે એ જ હજુ સાબિત થયું નથી. કોંગ્રેસ અને ભાજપ સરકારોએ નેતાજીની અંતિમ ક્ષણો વિશેની વાસ્તવિકતા શોધવા પ્રયત્નો જ ના કર્યા. બંગાળ અને ભારતની લાગણીઓ સાથે રમત ના કરશે. પહેલાં મૃત્યુ થયાનું સાબિત કરો, ગુપ્ત દસ્તાવેજો પ્રકાશિત કરો. આ પહેલાં ૨૦૧૯માં સરકારે ૧૮ ઓગસ્ટને નેતાજીની પુણ્યતિથી જાહેર કરતાં તૃણમૂલે ઉગ્ર વિરોધ કર્યો હતો. ચોતરફથી ટીકા થતાં છેવટે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોની ટ્વિટ પાછી ખેંચવી પડી હતી. ભાજપે નેતાજીના નામે બંગાળીઓને આકર્ષવા બહુ પ્રયાસ કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસ સામે નેતાજીના નામનો ઉપયોગ કરવાનો ભાજપનો પ્રયાસ સફળ થયો નથી. ભાજપ કાર્યકરે પૂણેમાં મોદીનું મંદિર બનાવ્યું આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્યે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનું મંદિર બનાવ્યું એ સમાચાર તાજા છે ત્યાં હવે મોદીના નામનુ પણ મંદિર બન્યું છે. મહારાષ્ટ્રના પૂણેના ઔંધ વિસ્તારમાં મયૂર મુંડે નામના ૩૭ વર્ષીય ભાજપ કાર્યકરે મોદીનું મંદિર બનાવ્યું છે. મંદિરમાં મોદીનું બસ્ટ એટલે કે અર્ધ પ્રતિમા મૂકાઈ છે. તેની બાજુમાં પથ્થરમાં કોતરેલી કવિતા પણ મૂકાઈ છે. રીયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા મુંડેનો દાવો છે કે, અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરનારા વડાપ્રધાન તરફ આદર બતાવવા મંદિર બનાવ્યું છે. જેણે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવ્યું તેનુ મંદિર બનવું જોઈએ એવું લાગ્યું તેથી મેં મંદિર બનાવ્યું. મુંડેએ મંદિર બનાવવા જયપુરથી લાલ આરસ મંગાવ્યો હતો. મંદિર બનાવવામાં રૂપિયા ૧.૬૦ લાખ ખર્ચાયા હોવાનો તેનો દાવો છે. વિશ્લેષકો આ પ્રકારની વ્યક્તિપૂજાને લોકશાહી માટે તંદુરસ્ત નથી માનતા. તેમના મતે, નેતાઓએ પોતે સામેથી આવી પ્રવૃત્તિઓ બંધ કરાવવી જોઈએ પણ તેમને પણ અંદરખાને ચાપલૂસી ગમે છે તેથી આંખ આડા કાન કરીને આડકતરી રીતે આવી પ્રવૃત્તિઓને પોષે છે. રામમંદિરના દાનનાં નાણાં વેપારમાં રોકી દેવાયાં ? અયોધ્યાનું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નવા વિવાદમાં ફસાયું છે. રામ જન્મભૂમિ સંકુલની જમીન હિંજુઓને અપાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવનારા ધર્મદાસે આક્ષેપ મૂક્યો છે કે, ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે દાનમાં મળેલાં નાણાંનો ઉપયોગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વેપાર કરવા કરી રહ્યા છે. જે લોકો ભગવાન સાથે ગદ્દારી કરી શકે એ શું ના કરી શકે એ વિચારજો. ધર્મદાસે ટ્રસ્ટ દ્વારા ચાર અલગ અલગ જમીન સોદામાં થયેલા કહેવાતા ભ્રષ્ટાચારની વિગતો પણ જાહેર કરી છે.ધર્મદાસ આ વિગતો સાથે રામ જન્મભૂમિ પોલીસ થાણામાં એફઆઈઆર નોંધાવવા ગયા હતા પણ પોલીસે ફરિયાદ ના લેતાં ધર્મદાસે કોર્ટમાં જવાનું એલાન કર્યું છે. ટ્રસ્ટનાં સૂત્રોનું કહેવું છે કે, આ લડાઈ સાધુ-સંત વિરૂધ્ધ અન્યની છે. કેન્દ્ર સરકારે બનાવેલા ટ્રસ્ટમાં છ સાધુ-સંત છે જ્યારે અન્ય ૯ છે. મહંત નૃત્યગોપાલદાસ ટ્રસ્ટના પ્રમુખ છે પણ અસલી વહીવટ ચંપત રાય અને નૃપેન્દ્ર મિશ્ર ચલાવે છે. બંને મોદીન ઈશારે વર્તે છે અને સાધુ-સંતોને પૂછતા નથી તેથી વિવાદ છે. * * * પેગાસસઃ કેન્દ્રના અપારદર્શી વલણથી અનેક સવાલો રાજધાનીના કોરિડોરમાં ચર્ચાઈ રહ્ છે કે શા માટે કેન્દ્ર પેગાસસ જાસૂસી કેસના મુદ્દે મહત્ત્વના સવાલોના જવાબો ટાળવા માંગે છે. સંસદમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેના બચાવમાં જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારે ગેરકાયદેસર રીતે આંતરવામાં કશું આવ્યું નથી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે આવા કોઈ સોફ્ટવેરનું સંપાદન કર્યુ નથી પણ સવાલ એ છે કે શું સરકારના બીજા વિભાગો કે એજન્સીએ આવુ કર્યુ છે. બીજા મંત્રાલયે જણાવ્યું હતું કે આ બાબત કોર્ટને આધીન છે. કેન્દ્રએ ચર્ચા ટાળતા ચોમાસાનું સમગ્ર સત્ર અવરોધાયેલું રહ્યું. સુપ્રીમ કોર્ટમાં પણ કેન્દ્રએે તેની સામે થયેલી અરજીમાં આરોપો નકાર્યાહતા. સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે સરકાર આ પ્રકારના સોફ્ટવેરની વિગતો આપી ન શકે. કેન્દ્રએ આ મુદ્દાના બધા પાસાને ચકાસવા માટે નિષ્ણાતોની સમિતિ રચવાની ઓફર કરી છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે કેન્દ્રએ જાહેર હિતની અરજી સામે સોગંદનામુ ફાઇલ કરવુ જોઈએ. તેણે કેન્દ્ર સરકારને આ મુદ્દે નોટિસ પાઠવી છે અને તે આ બાબતને દસ દિવસમાં હાથ પર લેશે. નિષ્ણાતોનું કહેવું છે કે જો કેન્દ્ર કહે છે કે તેની પાસે છૂપાવવું જેવું કશું નથી તો તેણે તેમ કહેતું સોગંદનામુ ફાઇલ કરવું પડશે કે તેણે પેગાસસનો ઉપયોગ કર્યો નથી. કેન્દ્રએ આ મામલે સંદિગ્ધતા દૂર કરવી જોઈએ, પછી ભલેને તેનો જવાબ પ્રતિકૂળ હોય. રાજ્યસભામાં વિપક્ષી સાંસદો સામે તાત્કાલિક પગલાં નહીં લેવાય રાજ્યસભામાં ૧૧મી ઓગસ્ટે હોબાળો કરવા બદલ વિપક્ષના સાંસદો સામે સરકાર શિક્ષાત્મક પગલાં તાત્કાલિક નહી લઈ શકે. તેની પાછળનું કારણ તેની સાથે સંકળાયેલી ફક્ત લાંબી પ્રક્રિયા જ નથી, પરંતુ તેના અંતિમ પગલાં માટે સત્ર ચાલુ હોવું જરુરી છે. રાજ્યસભાના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યસભાના ચેરમેન વેન્કૈયા નાયડુ આ બધા આરોપોને ચકાસી જોશે, નિષ્ણાતોની સલાહ લેશે અને તેમની સામે પગલા લેવા માટે પેનલ સ્થાપવાની જરુરિયાત છે કે નહી તેના અંગે કાયદાકીય અભિપ્રાય લેશે. તેના પછી નીમાયેલી પેનલને લાગશે તો તે આ સભ્યો સામે પગલાં લેવાની ભલામણ કરશે. પરંતુ સભ્યો સામે કોઈપણ પ્રકારનું પગલું રાજ્યસભામાં દરખાસ્ત દ્વારા લવાશે અને તેને ગૃહની મંજૂરી આપવી પડશે. આ બધુ ફક્ત આગામી સત્રમાં જ થઈ શકે, એમ લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પી શ્રીધરને જણાવ્યું હતું. આઇઆઇટી-ડીએ અફઘાન વિદ્યાર્થીઓ માટે રાહત લંબાવી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી-દિલ્હી)માં ૧૬ અફઘાની વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાથી એક જ વિદ્યાર્થી ્બ્દુલ ગફર નવ દિવસ પહેલા તેની પત્ની અને બાળકો સાથે દિલ્હી આવી ગયો હતો. અફઘાનિસ્તાનમાં હેરાત શહેરમાં હિંસા થવાના પગલે તેણે દિલ્હીના કેમ્પસમાં પરત ફરવું મુનાસિબ માન્યું. અફઘાનિસ્તાનની વણસતી રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખતા આઇઆઇટી દિલ્હીએ પરત ફરી રહેલા બાકીના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર અને ઇ-મેઇલ આઇડી બનાવ્યું છે. ભારતના ડ્રાય ફ્રૂટના વેપારીઓ અને મેડિકલ ટુરિઝમને પડેલો મોટો ફટકો અફઘાનિસ્તાને તાલિબાને કબ્જે કરતા ભારતના આયાત-નિકાસ વેપાર પર વિપરીત અસર પડશે. તેમા પણ ખાસ કરીને ડ્રાય ફ્રુટની આયાત કરતા વેપારીઓને ફટકો પડશે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવતા વેપારીઓના નાણાનો મોટો હિસ્સો અટવાઈ ગયો છે. સૂત્રોનું કહેવું છે કે અફઘાન કટોકટીની ભારતના મેડિકલ ટુરિઝમ પર જંગી આર્થિક અસર પાડી શકે છે. અફઘાનો માટે ભારત યોગ્ય દરે સારવાર પૂરી પાડતું સ્થળ હતુ. ભારત દર વર્ષે ૩૦ હજાર જેટલા મેડિકલ વિઝા અફઘાનોને જારી કરતું હતું. અફઘાનિસ્તાનની રાજકીય અશાંતિના લીધે વાર્ષિક ધોરણે કમસેકમ ૧.૫થી ૨ અબજ રુપિયાનો ફટકો પડશે, એમ પીએચ ડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ સંજય અગરવાલે જણાવ્યું હતું. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 19 Aug 2021 7:05 am

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વપરાશને તિલાંજલિ આપવાના ચક્રો ગતિમાન

- આવતા જુલાઇ મહિનાથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવાનો સરકારનો નિર્ણય - ગઇ સદીની ક્રાંતિકારી શોધ ગણાયેલું પ્લાસ્ટિક આજે દુનિયાભરના દેશો માટે માથાનો દુઃખાવો બની ગયું છે અને ધરતીને પ્રદૂષણમુક્ત બનાવવાના પ્રયાસોમાં સૌથી મોટા અવરોધસમાન બની રહ્યું છે ભારત સરકારે આવતા વર્ષે જુલાઇ મહિનાથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. પર્યાવરણ મંત્રાલયે જાહેર કરેલા નિર્દેશો મુજબ પ્લાસ્ટિકના ચમચી, પ્લાસ્ટિક સ્ટિકવાળા ઇયરબડ અને આઇસક્રીમની પ્લાસ્ટિક સ્ટિક પણ બેન કરવામાં આવશે. પોલિસ્ટાયરિન વપરાતું હોય એવા તમામ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના નિર્માણ, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાગુ થશે. આમ તો ૫૦ માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતી પ્લાસ્ટિક બેગ ઉપર પહેલેથી જ પ્રતિબંધ છે. હવે સરકાર તબક્કાવાર વધારે જાડાઇવાળી પ્લાસ્ટિક બેગ અને અન્ય સિંગલ યૂઝ પ્લાસ્ટિકના સામાનને બેન કરવાની યોજના પણ તૈયાર કરી રહી છે. આશીર્વાદ ગણાયેલું પ્લાસ્ટિક હવે અભિશાપ ઇસવીસન ૧૯૦૭માં બેલ્જિયમ મૂળના અમેરિકન વૈજ્ઞાાનિક લિયો બેકલેન્ડે જ્યારે પોતાના ઘરમાં બનાવેલી પ્રયોગશાળામાં દુનિયાના સૌપ્રથમ સિન્થેટિક પ્લાસ્ટિક બેકેલાઇટની શોધ કરી ત્યારે કહ્યું હતું કે તેમની આ શોધ ક્રાંતિકારી સાબિત થશે. તેમની એ વાત ખોટી પણ નહોતી કારણ કે ત્યારપછીના વર્ષોમાં પ્લાસ્ટિકની બનેલી અવનવી પ્રોડક્ટ્સે ઘરઘરમાં સ્થાન જમાવી લીધું. એક સમયે સદીની સૌથી મોટી શોધ ગણાયેલું પ્લાસ્ટિક આજે ધરતીને પ્રદૂષણમુક્ત બનાવવાની રાહમાં સૌથી મોટો અવરોધ બની ગયું છે. આંકડા જણાવે છે કે વર્ષ ૧૯૫૦થી અત્યાર સુધીમાં આખી દુનિયામાં ૮.૩ અબજ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે પરંતુ એમાંના ૨૦ ટકાનું જ રિસાઇકલિંગ થઇ શક્યું છે. આપણા દેશમાં એક જ દિવસમાં ૨૬ હજાર મેટ્રિક ટન કરતા વધારે પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. આમાં દેશના ૬૦ શહેરોનો આંકડો ૪૦૫૯ ટન છે. આ પ્લાસ્ટિકનો લગભગ ૪૦ ટકા હિસ્સો તો એક વખત વપરાશમાં લઇ શકાતા એટલે કે સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિકનો છે. આંકડા દર્શાવે છે કે છેલ્લા ૭૦ વર્ષોમાં જેટલા પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે એનું અડધોઅડધ ઉત્પાદન છેલ્લા બે દાયકામાં જ થયું છે. ભારતમાં પ્લાસ્ટિક દ્વારા થતું પ્રદૂષણ વિકરાળ સમસ્યા ભારતમાં પ્લાસ્ટિક દ્વારા થતા પ્રદૂષણની વાત કરવામાં આવે તો આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આજે દેશની દરેક સડકો, ગલીકૂંચીઓ, ગટરો, જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકનો કચરો નજરે પડે છે. નદીઓ અને સમુદ્રોમાં પણ પાણીની અસંખ્ય બોટલો તરતી જોવા મળે છે. પર્યટક સ્થળો પર તો જાણે પ્લાસ્ટિકના કચરાના ઢગેઢગ જામ્યા હોય એવું લાગે છે. આખી દુનિયા જાણી ગઇ છે કે પ્લાસ્ટિક ઝેર છે, તેમ છતાં તેનો ઉપયોગ કરવાનું લોકો છોડતા નથી. દર વર્ષે પ્લાસ્ટિકનો માથાદીઠ વપરાશ જ ૧૧ કિલો જેટલો થવા જાય છે. આજે પ્લાસ્ટિક પ્રદૂષણ દુનિયાભરના દેશો માટે સૌથી મોટી સમસ્યા બની ચૂક્યું છે અને એનો નિકાલ લાવવો લોઢાના ચણા ચાવવાસમાન નીવડી રહ્યો છે. વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિક સૌથી વધારે ખતરનાક છે. પ્લાસ્ટિક કચરામાં પણ સૌથી વધારે પ્રમાણ સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિકનું જ હોય છે. દેશમાં દર વર્ષે બનતા પ્લાસ્ટિકમાંથી માત્ર વીસ ટકાનું જ રિસાઇકલિંગ થઇ શકે છે. ૩૯ ટકા પ્લાસ્ટિક કચરો જમીનની અંદર દાટીને નષ્ટ કરવામાં આવે છે. ૧૫ ટકા પ્લાસ્ટિક કચરો બાળી નાખવામાં આવે છે. જોકે પ્લાસ્ટિકને બાળવાથી પ્રદૂષણમાં ભયંકર વધારો થાય છે. પ્લાસ્ટિકના કારણે ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ત્રણ ગણો વધારો થશે જેના પરિણામે હૃદયરોગ અને ફેફસાંના રોગોમાં ભારે ઉછાળો આવવાની શક્યતા છે. રોજબરોજની તમામ ચીજવસ્તુઓ દ્વારા પ્લાસ્ટિકનો શરીરમાં પ્રવેશ અભ્યાસમાં બહાર આવ્યું છે કે લગભગ તમામ બ્રાન્ડેડ બોટલબંધ પાણીમાં પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો મોજૂદ હોય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે પીવાના પાણીના સ્ત્રોતોમાં ભળી ગયેલા પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોના માધ્યમ દ્વારા લોકોના પેટમાં પહોંચે છે. વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર શરીરમાં જતાં પ્લાસ્ટિકના કણોમાં જેમનો વ્યાસ ૧૫૦ માઇક્રોમીટરથી વધારે હોય છે તેમને તો શરીર ઉત્સર્જિત કરી દે છે પરંતુ એનાથી નાના કણ પાચનતંત્રની દીવાલ પાર કરીને શરીરના બીજા અંગોમાં પહોંચી જાય છે. પ્લાસ્ટિકના આ અતિસૂક્ષ્મ કણો જ શરીરમાં ગંભીર બીમારી પેદા કરતા હોવાનું વૈજ્ઞાાનિકોનું માનવું છે. પીવાના પાણી ઉપરાંત અન્ય માધ્યમ દ્વારા પણ પ્લાસ્ટિક શરીરમાં પહોંચતું હોય છે. ખાસ કરીને વાતાવરણમાં જ પ્લાસ્ટિકનું એટલું પ્રદૂષણ છે કે માનવી દર અઠવાડિયે લગભગ પાંચ ગ્રામ પ્લાસ્ટિક શ્વાસ વાટે શરીરમાં લે છે. આ તો દર અઠવાડિયે એક ક્રેડિટ કાર્ડ આરોગવા જેટલું પ્લાસ્ટિક થયું. હકીકતમાં તો સવારમાં ઉઠવાની સાથે જ આપણે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોનું સેવન શરૂ કરી દઇએ છીએ. સૌથી પહેલાં તો દાંત સાફ કરવા માટે વપરાતી ટૂથ પેસ્ટમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિકના ગણો આપણા શરીરમાં પ્રવેશે છે. તો નિકાલ પામેલું પ્લાસ્ટિક ગટરો દ્વારા નદીઓ અને સમુદ્રોના પાણીમાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે. સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો જીવસૃષ્ટિની સાંકળને ખોરવી રહ્યાં છે મેકઅપની તમામ પ્રકારની ચીજવસ્તુઓથી લઇને દરેક ક્રીમમાં માઇક્રોપ્લાસ્ટિક મોજૂદ હોય છે જે પણ માનવીના શરીરમાં પહોંચે છે અથવા તો નિકાલ પામીને નદીઓ અને સમુદ્રોના પાણી સુધી પહોંચે છે. પાણીમાં ભળેલું માઇક્રોપ્લાસ્ટિક માછલીઓ અને અન્ય જળચર જીવોના પેટમાં પહોંચે છે. માછલી અને અન્ય સીફૂડ આરોગતા લોકોના પેટમાં આ માઇક્રોપ્લાસ્ટિક પહોંચે છે. વર્ષ ૨૦૧૭ના એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે ઇન્ડોનેશિયા અને કેલિફોર્નિયાની ૨૫ ટકા જેટલી દરિયાઇ માછલીઓમાં માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું. આહારચક્ર દ્વારા આ માઇક્રોપ્લાસ્ટિક છેવટે માણસોની હોજરીમાં પહોંચી જાય છે. દુનિયામાં મોટા ભાગના મીઠાનો સપ્લાય દરિયાનું પાણી પૂરું પાડે છે. સમુદ્રોમાં ભારે માત્રામાં પ્લાસ્ટિક ભળી ચૂક્યું છે. દર વર્ષે લગભગ ૧.૨ કરોડ ટન પ્લાસ્ટિક મહાસાગરો સુધી પહોંચે છે જે મીઠાના માધ્યમ દ્વારા દરેક ઘરના રસોડા સુધી પહોંચી જાય છે. દુનિયાભરમાં નળ દ્વારા સપ્લાય થતા પાણીના ૮૦ ટકા નમૂનામાં માઇક્રોપ્લાસ્ટિક મળ્યું છે જે દર્શાવે છે કે પ્લાસ્ટિક દરેક જગ્યાએ ભળી ચૂક્યું છે. આ પાણીનો ઉપયોગ પીવા ઉપરાંત રસોઇ બનાવવામાં પણ થાય છે અને ગાયભેંસ જેવા પાલતુ પ્રાણીઓ પણ આ જ પાણીનું સેવન કરે છે અને પરિણામે તેમના દૂધમાં પણ માઇક્રોપ્લાસ્ટિક ભળી જાય છે. સંશોધન અનુસાર સિન્થેટિક ટેક્સટાઇલથી બનેલા વસ્ત્રોને જ્યારે ધોવામાં આવે છે ત્યારે તેમાંથી મોટી માત્રામાં માઇક્રોપ્લાસ્ટિક નીકળે છે. એક રિસર્ચ અનુસાર આવા છ કિલોગ્રામ વસ્ત્રો ધોવાથી સાત લાખથી વધારે માઇક્રોફાઇબર નીકળે છે. મહાસાગરોમાં ૩૫ ટકા માઇક્રોપ્લાસ્ટિક સિન્થેટિક ટેક્સટાઇલ દ્વારા જ પહોંચે છે. તાજેતરમાં જ સંશોધનમાં એવું બહાર આવ્યું કે પાણી ઉપરાંત મધ જેવા ઉત્પાદનોમાં પણ માઇક્રોપ્લાસ્ટિક ભળી ગયું છે. યુરોપિયન યુનિયને પ્લાસ્ટિક વિરુદ્ધ તૈયાર કરેલી નીતિમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પર્યાવરણમાં સૌથી વધારે માઇક્રોપ્લાસ્ટિક વાહનોના ટાયરો દ્વારા ભળે છે. વાહનો ચાલે ત્યારે સડકો પર ઘસાતા ટાયર ભારે માત્રામાં સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણો છોડે છે જે પાણી અને હવાના માધ્યમ દ્વારા દરેક ઠેકાણે પહોંચી જાય છે. પ્લાસ્ટિક ઉપર બેનના કારણે લાખો લોકો બેરોજગાર થવાની શક્યતા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા ઉદ્યોગોની દલીલ છે કે આ ઉદ્યોગે લાખો લોકોને રોજગારી આપી છે. પ્લાસ્ટિકના કારણે લોકોનું જીવન સરળ બન્યું છે. પ્લાસ્ટિકના ભંડારથી ધરતીને નુકસાન નથી થતું પરંતુ લોકો પ્લાસ્ટિકને જ્યાં ત્યાં ફેંકી દે છે અથવા બાળે છે ત્યારે પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક બનાવવામાં એક પણ વૃક્ષ કાપવામાં નથી આવતું. પ્લાસ્ટિક ઉદ્યોગનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે ૧૪ હજાર ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જો પ્લાસ્ટિક બંધ કરી દેવામાં આવે તો લગભગ બમણા કાગળની જરૂરિયાત ઊભી થશે મતલબ કે એક વર્ષમાં ૨૮ લાખ ટન કાગળની ખપત થશે. એક સામાન્ય કદના વૃક્ષમાંથી બે હજાર કિલો જેટલો કાગળ બને છે. મતલબ કે પ્લાસ્ટિકની અવેજીમાં કાગળ વાપરવાનો થતાં દર વર્ષે ૧૪ લાખ વૃક્ષો વધારે કાપવાના થશે. ખરેખર તો પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમોએ ગુણવત્તાયુક્ત અને સરળતાથી રિસાઇકલ થઇ શકે એવા પ્લાસ્ટિકના ઉત્પાદનો બનાવવાની જરૂર છે. એ સાથે જ લોકોએ પ્લાસ્ટિકનો વપરાશ સમજદારીપૂર્વક કરવાની જરૂર છે. સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિકને સદંતર ત્યાગવાની જરૂર છે. એ સાથે જ પ્લાસ્ટિકના સસ્તા વિકલ્પ શોધવા પડશે. લોકોને પ્લાસ્ટિકના જોખમો વિશે જાગૃત કરવા માટે ખાસ અભિયાનો ચલાવવાની જરૂર છે અને ખાસ તો લોકોએ પોતાની આદતો બદલવાની તાતી આવશ્યકતા છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 7:00 am

ધ ડે આફ્ટરઃ ગોડ ફાધર લાદેનનું પૂતળું કાબુલમાં મૂકવાની તૈયારી

- અફઘાનના લોકો ફફડીને જીવી રહ્યા છે - પ્રસંગપટ - લાદેનને ફૂંકી માર્યો ત્યારે વિશ્વભરમાં અમેરિકાની જેટલી વાહ વાહ થઇ હતી તેનાથી બમણી બદનામી હવે થઇ રહી છે ધ ડે આફ્ટર... અફઘાનિસ્તાનને તાલિબાનોએ કબજે કર્યાને આજે ૭૨ કલાક થશે. અફઘાનિસ્તાનની પ્રજા તાલિબાનના શાસકોને પગે પડી ગઇ છે. ક્યાંય કોઇ અફઘાન નેતા નથી કે ક્યાંય કોઇ શેરી નેતા નથી. કોઇ પણ દેશ અફઘાન નાગરિકોની મદદે આવવા તૈયાર નથી. કોઇ તાલિબાનોને પડકારવા પણ તૈયાર નથી.માનવ અધિકાર પંચ વાળા તો ક્યાંય ખોવાઇ ગયા છે. ભારતના કહેવાતા અને બની બેઠેલા સુધારકો તાલિબાનોની ફેવરમાં કે વિરોધમાં સોશ્યલ નેટવર્ક પર કોઇ બાહોશી બતાવવા તૈયાર નથી. ભારતે હિંમતભેર તેના નાગરિકોને પાછા લાવવાનું કામ હાથમાં લીધું છે તેની પણ પ્રશંસા કરી શકતા નથી. હકીકત એ છે કે તાલિબાનોએ વૈશ્વિક રાજકીય સમિકરણો બદલી નાખ્યા છે. પાકિસ્તાનની કમનસીબી એ છે કે તે તાલિબાનની સરકારને ટેકો નહીં આપવાનો ઠરાવ કરે તો પણ કોઇ માનવા તૈયાર નથી. વુહાન વાઇરસ પછી ચીન ફરી એકવાર વૈશ્વિક તખ્તા પર બદનામ થયું છે. ચીન વારંવાર ખુલાસા કરતું હતું કે કોરોના વાઇરસ ચીનમાં તૈયાર નથી કરાયો છતાં કોઇ સ્વિકારવા તૈયાર નહોતું એવુંજ તાલિબાનોને ટેકો આપવામાં ચીન બદનામ થયું છે. ચીન અને પાકિસ્તાને ભેગા થઇને અફઘાનિસ્તાનનો ધડો લાડવો કરી નાખ્યો છે. જ્યારે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બીન લાદેનને ફૂંકી માર્યો ત્યારે વિશ્વભરમાં તેની જેટલી વાહ વાહ થઇ હતી તેનાથી બમણી બદનામી તેને અફઘાનિસ્તાનના પતનના કિસ્સામાં મળી હતી. પ્રમુખ જો બાઇડન ભલે એમ કહે કે અફઘાનિસ્તાને પોતે પોતાનું રક્ષણ કરવું જોઇએ તે પછી ત્યાં ૨૦ વર્ષ સુધી ડેરા તંબુ નાખવાની જરૂર નહોતી. મહાસત્તા તરીકે અમેરિકાની બેદરકારી સામે આવી છે. જંગલિયત ભર્યા તાલિબાની શાસનનો અનુભવ અફઘાનના લોકોને છે. તાલિબાનો મહિલાઓને ગુલામ તરીકે રાખતા આવ્યા છે. મહિલાએાને જાહેરમાં સજા કરીને ભય ઉભો કરનારા તાલિબાનોે પોતાનામાં કોઇ સુધારો કર્યો નથી. હવે અફઘાનિસ્તાનમાં શાસન કરવા મળતાં તે વધુ ત્રાસ ગુજારતા થશે તે નક્કી છે. અફઘાનિસ્તાનના લોકો એટલા પરેશાન થયા છે કે તે તાલિબાનોના નામ માત્રથી ભડકે છે. હવે અફઘાનના લોકો શિક્ષણથી વંચિત રહેશે, જાહેરમાં ક્રિકેટ કે ફૂટબોલ નહીં રમી શકે કે વૈશ્વિક ધટનાઓ ટીવીના અભાવે જોઇ નહીં શકે. લાઇટો વિના અંધારામા રહેવાનું લોકોને ટેવાવવું પડશે. તાલિબાનો ડર ફેલાવીને રાજ કરશે. તેમને ટેકોઆપનારા ચીન અને પાકિસ્તાન જેવાઓ તૈયાર બેઠા છે. પાકિસ્તાન તાલિબાનોનો વિરોધ કરીને નાટકબાજી કરી છે હકિકત એ છેે કે તેના ટેકા વિના તાલિબાનો અફઘાનમાં ધૂસવાની તાકાત ના બતાવી શક્યા હોત. પાકિસ્તાન વિશ્વને ખાસ કરીને અમેરિકાને મૂરખ બનાવતું આવ્યું છે. અફઘાનિસ્તાનની પ્રજાને તાલિબાનોના હવાલે કરનાર અમેરિકાએ હજુ પોતાના નિર્ણયને વળગી રહ્યું છે. ધ ડે આફ્ટર એ ૧૯૮૩ની અમેરિકી ફિલ્મ છે. અણુબોંબ ઝીક્યા પછી તે વિસ્તારની કેવી દશા થાય છે તે દર્શાવાયું હોય છે. વાવાઝોડાં કે ધરતીકંપ પછીની બીજા દિવસની વેરાન સ્થિતિ માટે પણ ધ ડે આફ્ટર વપરાય છે. અફઘાનિસ્તાનને આંચકીને તાલિબાન જેવું જંગલીયત ભર્યું શાસન ઉભું કરાયું તે પણ વૈશ્વિક રાજકીય ધરતી કંપ સમાન છે. અમેરિકા અને બ્રિટન અફઘાન મુદ્દે મળવાના છે. પરંતુ હવે ૭૨ કલાક પછી તાલિબાનો સમજી ગયા છે કે તેમનો વિરોધ ભલે આખું વિશ્વ કરતું હોય પણ જંગલિયતની તરફેણ કરનારાઓ પણ છે. રશિયા અને ચીન તાલિબાન શાસકોને ફ્રેન્ડ બનાવવા તૈયાર છેે પરંતુ હજુુ સુધી કોઇ કશું ખુલાસીને કહેતું નથી. પાકિસ્તાન પર કોઇ ભરોસો મુકવા તૈયાર નથી. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનને એકલું અટુલું પાડી દેવાની જરૂર હતી. તલિબાનોના મામલે વિશ્વ બે ભાગમાં વહેંચાઇ જશે એમ દેખાઇ રહ્યું છે. તાલિબાનો મહિલાઓને રાજકારણમાં આવવા કહે છે તે નરી બદમાશી છે. જેમના માટે મહિલાઓ ગુલામનું પ્રતિક છે તે તેમને આગળ લાવવાની વાત કરે છે તે જોઇને એમ કહી શકાય કે શેેતાન બાઇબલ વાંચી રહ્યો છે. હવે એ દિવસો દુર નથી કે જ્યારે તાલિબાનો તેમના ગોડફાધર ઓસામા બીન લાદેનનું પૂતળું કાબુલમાં મુકશે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 5:45 am

બંગડી વેચનારો વિકલાંગ રામુ કલેક્ટર બનવાનું સ્વપ્ન સેવવા લાગ્યો !

- ગરીબાઈના નસીબમાં તુમારશાહીની કાકલૂદીભરી કદમબોશી હોય છે ! ગરીબાઈના નસીબમાં સદાય ઠોકર સહેવાની હોય છે. ક્યારેક સમાજ એને નિર્દયતાથી ધક્કો મારીને બહાર ફેંકી દે છે, તો ક્યારેક બેતમા સરકારી અધિકારી એના લાખ પ્રયત્ન છતાંય એની વાત કાને ધરતા નથી! ઉપેક્ષા અને અવહેલના સહન કરવી, એ ગરીબને માટે રોજિંદી દિનચર્યા બની ગઈ હોય છે અને સરકારી તુમારશાહીની કાકલૂદીભરી કદમબોશી એ એની અનિવાર્યતા બની ગઈ હોય છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વારશી તાલુકાના મહાગાંવમાં વસતા રામુએ જોયું કે ગરીબો માટે સરકારની યોજનાઓ સતત જાહેર થતી રહે છે. એ ગરીબોને આવાસ આપે છે, પરંતુ એ આવાસ મેળવવા માટે એને અથાગ પ્રયત્નો કરવા પડે છે. રામુની માતા સરકારી યોજના હેઠળની ઈંદિરા આવાસ યોજના માટે ઘર મેળવવા સરકારી કચેરીમાં રોજ આંટા લગાવતી હતી. ક્યારેક એને પ્રવેશ ન મળે, તો ક્યારેક પ્રવેશ મળ્યા પછી એની વાત પર ઠંડુ પાણી રેડવામાં આવે. એમાં વળી કોઈ કાર્ડ કે સર્ટીફીકેટ ન હોય, તો ધમકાવીને જાકારો આપવામાં આવે. રામુની માતા પાસે બીપીએલ (બીલો પોવર્ટી લાઈન)નું કાર્ડ હતું, પરંતુ સરકારી અધિકારીને એ માન્ય લાગતું નહોતું. આથી રામુની માતાને કાકલૂદી કરવી પડતી, પણ માત્ર કાકલૂદીથી ક્યાં ચાલે? એની સાથે કલદારની જરૂર હોય! રામુ સસ્તા અનાજની દુકાને ગયો અને એને ધક્કો મારીને હાંકી કાઢ્યો. રામુએ જોયું કે દુકાનદાર જરૂરિયાતમંદ લોકોને કેરોસીન આપવાને બદલે એના છડેચોક કાળાબજાર કરતો હતો. દારૂના અતિ સેવનને કારણે રામુના પિતા ગોરખ ધોલપનું શરીર સાવ કૃશ થઈ ગયું. શરીરમાં કોઈ શક્તિ રહી નહીં, ટી.બી. થઈ ગયો અને રામુ સરકારી હૉસ્પિટલમાં એના પિતાને સારવાર અર્થે લઈ ગયો. એણે જોયું તો સરકારી હૉસ્પિટલમાં બિમારની કોઈ સંભાળ લેવાતી નહોતી. દર્દી પ્રત્યે તોછડું વર્તન કરવામાં આવતું હતું. આનાથી રામુ ખૂબ હતાશ થઈ ગયો. એનું હૃદય તો ત્યારે ઊકળી ઉઠયું કે એની માતા અને બીજી એક વિધવાને પેન્શન આપવાનાં ખોટાં વચનો આપીને એક ઑફિસર એમનું શોષણ કરતો હતો. આમ ચોતરફ એણે અન્યાયની આગ સળગતી જોઈ. ગળા પર ગરીબીનો ફાંસો હતો અને રોજના દુઃખ અને સંઘર્ષ સાથે જીવન જીવવાનું હતું. એ વિચારમાં પડયો. કોલેજના દિવસો દરમિયાન સ્ટુડન્ટ યુનિયનનો એ સભ્ય હતો, તેથી કોલેજની વિવિધ બાબતો માટે મંજૂરી લેવા એને કલેક્ટર ઓફિસે જવું પડતું. આ ઓફિસમાં માગણીઓ લઈને ઘણા લાચાર લોકોની હારબંધ કતાર જોઈ. કલેક્ટરની પરવાનગી વગર કોઈ કામ આગળ ચાલતું નથી એમ લાગ્યું. આ જોઈને એ વિચારમાં પડયો. એણે પોતે ગરીબ હોવાથી અને એથી વિશેષ એ વિકલાંગ હોવાથી જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એના કુટુંબને દર-બદર બટકવું પડયું હતું. રામુએ નક્કી કર્યું કે ગમે તેટલાં સંકટો આવે, પણૅ અભ્યાસ છોડવો નથી. ઘરની હાલત દુઃખદ હોય, તો પણ જે કોઈ કામ મળે તે કરીને પણ અભ્યાસમાં આગળ વધતા રહેવું છે અને આવો અભ્યાસ કર્યા બાદ મનમાં એ વિચારતો કે મારે કલેક્ટર બનવું છે. કલેક્ટર એ સૌથી વગદાર અને શક્તિશાળી અમલદાર એને લાગતો હતો. બસ, પછી તો આ સપનું સાકાર કરવા માટે રામુએ પ્રયત્નો કર્યાં. એના પિતા ગોરખ ધોલપ સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા હતા અને એના ચાર વ્યક્તિનાં કુટુંબ માટે આ એક જ આવકનો સ્રોત હતો, પણ બન્યું એવું કે એના પિતા ગોરખને શરાબ પીવાની લત લાગી ગઈ હતી. જે કંઈ થોડી ઘણી આવક મળે, એ દારૂમાં ડૂબી જતી. વળી દારૂના વ્યસનને કારણે એનું શરીર ક્ષીણ થવા લાગ્યું, એમની શક્તિ ઘટવા લાગી, ટી.બી. થયો અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડયા. રામુ બે વર્ષનો હતો, ત્યારે એના ડાબા પગમાં લકવો થયો હતો, આથી ચાલવામાં ભારે મુશ્કેલી રહે અને ઘરમાં બીજા કોઈ સહાય કરનાર નહીં. જોકે આવે વખતે રામુની માતા વિમલાએ હિંમત હારી જવાને બદલે વિપરીત પરિસ્થિઓ સામે લડવાનું વિચાર્યું. એની આંખો સામે આનંદભેર ખેલતા પોતાના બે સંતાનોનું ભવિષ્ય ઘડ્યું હતું. પિતાની બિમારીને કારણે પરિવારની આજીવિકાનો સઘળો બોજ રામુ અને એની માતા વિમલા પર આવી ગયો, પણ વિમલા ગમે તેટલી આપત્તિ આવે તો પણ પોતાનાં સંતાનોને ભણાવવામાં પાછા પગલાં ભરનારી નહોતી. એણે નક્કી કર્યું કે પોતાના બે સંતાનોના પિતાની મૃત્યુની અસર એમના અભ્યાસ પર પડવી જોઈએ નહીં. હવે કરવું શું? આજીવિકાનો આકરો સવાલ સામે ઉપસ્થિત થયો. વિમલાએ જોયું કે આવા કપરા સમયે સગા-સંબંધીઓને મદદ કરવાને બદલે મોં ફેરવી લીધું છે. ગામના લોકો પણ એની ઉપેક્ષા કરતા હતા. વિમલાએ વિચાર્યું કે સમાજથી ડરીને રહું કે મારા દીકરાઓની પ્રગતિ માટે હિંમત કરું? આથી વિમલાએ બંગડીઓ વેચવાનું શરૂ કર્યું. એની ક્યારેય સંભાળ નહીં લેનારા સગા-સંબંધીઓએ એની સખત ટીકા કરવા લાગ્યા અને કહ્યું કે આવું ઘેર-ઘેર જઈને બંગડી વેચવાનું કામ આપણને શોભે નહીં. આનાથી તો આપણી ખાનદાનીને કલંક લાગશે, પણ પોતાનાં બાળકોનાં અભ્યાસને માટે સઘળું કરી છુટનારી વિમલાએ લોકોની અણછાજતી ટીકા પર સહેજે ધ્યાન આપ્યું નહીં અને સંતાનોનાં યોગ્ય ઉછેર માટે સઘળું સહેવાની તૈયારી બતાવી. એના કામમાં એના બે પુત્રોનો સાથ હતો. રામુ અને એનો ભાઈ પણ 'બંગડી લ્યો, કોઈ બંગડી લ્યો'ની બૂમો પાડીને માતાના કામમાં મદદ કરતા હતા. પોતાના ગામમાં પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી રામુ ઉચ્ચ શિક્ષણ માટે એના કાકાના ગામ બર્શીમાં રહેવા ગયો. કલેક્ટર થવાના સ્વપ્નાં સેવતા રામુ બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે એના પિતા ગોરખનું અવસાન થયું. આ સમયે રામુની પરીક્ષા ચાલતી હતી અને એની પાસે વારશીથી મહાગાંવનું પિતાના અંતિમ સંસ્કારમાં પહોંચવાને માટે સાત રૂપિયા જેટલું ભાડું પણ નહોતું. જોકે એ વિકલાંગ હોવાથી એને ભાડા રૂપે માત્ર બે જ રૂપિયા આપવા પડે, પરંતુ ખિસ્સામાં બે રૂપિયા પણ નહોતા. આવે સમયે એના પડોશી મદદે આવ્યા અને રામુ મહાગાંવ જઈને એના પિતાની અંતિમ ક્રિયામાં સામેલ થઈ શક્યો. પિતાના અવસાનથી રામુને ઘણો મોટો આઘાત લાગ્યો. વળી ચાર દિવસ પછી જ રસાયણશાસ્ત્રના પેપરની પરીક્ષા હતી. બારમા ધોરણની આ પરીક્ષા આપવાની અનિચ્છા હોવા છતાં એની માતાએ એને આગ્રહ કર્યો અને રામુએ બારમા ધોરણની અંતિમ પરીક્ષા આપી. રામુ જાણતો હતો કે એની માતા વિમલા અને એનો પરિવાર જે ગરીબાઈનો ઠોકરોનો રોજેરોજ સામનો કરે છે એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો અને તે હતો - શિક્ષિત થવાનો. આથી રામુએ તમામ મહેનત કરીને બતાવી આપ્યું કે મનમાં રાખેલાં એક સંકલ્પની કેટલી મોટી તાકાત હોય છે! એની માતા પણ આ માટે પ્રોત્સાહન આપતી હતી. સમાજ તો એવો હતો કે એની માતા બાળકોને કામ-ધંધે લગાડવાને બદલે આમ ભણાવવા મોકલે, તે એમને પસંદ નહોતું. આવું વિચારવું એ ગુના સમાન ગણાતું હતું, પરંતુ એક સમયે પોતાની અભ્યાસ કરવાની ઇચ્છા સાથે વિમલાએ સંયોગોને પરિણામે સમાધાન કર્યું હતું, પરંતુ આવું કોઈ સમાધાન પોતાનાં સંતાનોની બાબતમાં થવા દેવા ચાહતી નહોતી. બારમા ધોરણમાં રામુએ સારા એવા ગુણ મેળવ્યા અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન કરવાનું નક્કી કર્યું, કારણ કે આ પ્રમાણમાં સરળ અભ્યાસક્રમ હતો અને એની ફી પણ એને પરવડી શકે તેમ હતી. રામુએ આ અભ્યાસ પૂરો કર્યો. સાથે આર્ટસમાં સ્નાતકની પદવી પણ મેળવી અને શિક્ષક તરીકેની નોકરીની યોગ્યતા પ્રાપ્ત કરી. રામુના પરિવારને માટે તો આ એક સપનું સાકાર થયું હતું. પરંતુ રામુના મનમાં તો પ્રગતિના કેટલાંય વિચારો આકાર લઈ રહ્યાં હતાં. ૨૦૦૯ના સપ્ટેમ્બરમાં ગામની સહકારી મંડળીમાંથી પ્રાપ્ત થયેલી લોનનો ઉપયોગ કરીને નોકરીમાંથી છ મહિના રજા લઈને રામુ યુ.પી.એસ.સી.ની તૈયારી કરવા માટે પૂના ગયો. પૂના તો આવ્યો, પણ કોચિંગ માટે પૈસા નહોતા. એ કોચિંગ ક્લાસના શિક્ષક અતુલ લાન્દેને મળવા ગયો. આ પરીક્ષા આપવાની એની લાયકાત એને ચકાસવી હતી. એ અંગે સલાહ અને માર્ગદર્શન લેવા હતા અને પછી એણે યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપી, જો કે આ પરીક્ષામાં એને સફળતા ન મળી. બીજી બાજુ એની માતાએ ગામમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી અને એમનું ધ્યેય તો એવું હતું કે સરપંચ થઈને સહુ કોઈ પીડિતોની મદદ કરવી, પરંતુ માત્ર થોડાં જ મતથી રામુની માતાની હાર થઈ. રામુના જીવનના મૂળગામી પરિવર્તનની આ ક્ષણ હતી. એણે નક્કી કર્યું કે હું આટલું મેળવીને અટકીશ નહીં. એણે ગ્રામજનો સમક્ષ જાહેર કર્યું કે એ ગામ છોડી રહ્યો છે અને હવે મોટો અમલદાર બન્યા પછી જ ગામમાં પાછો આવશે. કોઈ રામુને અટકાવી શક્યા નહીં, એણે નોકરીને તિલાંજલી આપી અને સ્કોલરશિપ સાથે હોસ્ટેલમાં રહેવા મળ્યું, પરંતુ હોસ્ટેલનો ખર્ચ કાઢવો એને માટે મુશ્કેલી બની ગયો. એનો ખર્ચ કાઢવા માટે એ લગ્નસરાની પેઇન્ટિંગ તેમજ પોસ્ટર બનાવીને અભ્યાસ માટેનાં પૈસા મેળવી લેતો અને આમ સાવ નિરક્ષર માતા-પિતાના જિલ્લા પરીષદની સ્કૂલમાં ભણેલા એના પુત્રને કોઈનાય કોચિંગ વિના ૨૮૭મો રેન્ક મેળવીને યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને ૨૦૧૨માં રામુની આઈ.એ.એસ. તરીકે પસંદગી થઈ. એના જીવનની એક કપરી અને દીર્ઘ મુસાફરી પૂરી કરી અને રામુ આઈ.એ.એસ. રમેશ ધોલપ સાહેબ બનીને પોતાના ગામમાં પાછો ફર્યો, ત્યારે ગામ લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું અને એની માતા વિમલાએ પુત્રની જ્વલંત સફળતા પર અત્યંત ખુશી પ્રગટ કરી અને હવે રમેશ ધોલપ સામે સેવા માટે પોતાનો આખો સમાજ હતો અને માતાએ સહેલી ઠોકરોને મનમાં રાખીને એણે સેવાકાર્યો શરૂ કર્યાં. આજની વાત બાદશાહ: બીરબલ, આજકાલ શા ખબર છે? બીરબલ: જહાંપનાહ, આ મહામારીના સમયમાં ઉદ્યોગપતિઓ ઉદ્યોગોમાં સ્પર્ધા કરવાને બદલે અવકાશી સ્પર્ધામાં સામસામા બાખડી રહ્યા છે. બાદશાહ: બીરબલ ! ક્યા ખૂબ ! બીરબલ: જહાંપનાહ, સત્તાવન વર્ષનાં બેજોસે એક્સો છ કિમી.ની ઊંચાઈએ કોમર્શિયલ અંતરિક્ષયાત્રા કરવા માટે અઢળક ધન વાપર્યું. જો આવી અંતરિક્ષાયાત્રાને બદલે વેક્સિન ખરીદીને ગરીબ દેશોને આપી હોત, તો ચાર અબજ વેક્સિનના ડોઝની ખરીદી થઈ શકી હોત અને બે અબજ લોકોને બે વાર વેક્સિન આપી શકાઈ હોત! પ્રસંગકથા દુર્ભાગ્યપૂર્ણ મોત માટે કોણ જવાબદાર? અબ્રાહમ લિંકન એકવાર હોટલમાં ચા પીવા ગયા હતા. આ સમયે અમેરિકામાં હબસીઓને ગુલામ રાખવાની ક્રૂર પ્રથા અમલમાં હતી. હૉટલના હબસી નોકરે શ્વેત વર્ણવાળા અબ્રાહમ લિંકનની સુંદર ખાતર-બરદાસ કરી. હૉટલમાંથી ચા પીને બહાર નીકળતા અબ્રાહમ લિંકન એની સામે હસ્યા અને સાથોસાથ બક્ષિશ આપી. એટલું જ નહીં, પણ માથા પરથી હેટ ઉતારીને એને આભારના શબ્દો કહ્યાં. પેલો હબસી તો આશ્ચર્યચકિત થઈ ગયો. એક તો કોઈ ગોરો માનવી હબસી સામે કદી જોતો નહીં અને બક્ષિસ તો ક્યારેય આપતો નહીં. આથી હબસીએ અબ્રાહમ લિંકનને કહ્યું, 'છેલ્લાં અઢાર વર્ષથી હું આ હોટલ ચલાવું છું, પણ કોઈ ગોરો ગ્રાહક મારા તરફ હસ્યો નથી કે મને હેટ ઉતારીને આદર આપ્યો નથી. આજ સુધી મને બક્ષિસમાં માત્ર 'નિગર', 'બગર' અને 'ઢેમ' જેવા અપશબ્દો જ મળ્યાં છે. આપના જેવાં ઉદાર દિલ શ્વેત માનવી મેં જોયા નથી.'' આમ કહીને વૃદ્ધ હબસીએ અબ્રાહમ લિંકનને લળી લળીને નમી રહ્યો. આ વાત અમને એટલા માટે યાદ આવી કે આ દેશમાં સામાન્ય માનવીની જીવલેણ વેદના પ્રત્યે દુર્લક્ષ સેવવાનું વલણ વધતું જાય છે. આપણા દેશમાં વારંવાર આપણે શૌચાલયની ટેંક કે સિવરની સફાઈ સમયે થતા મૃત્યુની ખબર સાંભળીએ છીએ. હાથથી મેલુ લઈ જવાની પ્રથા અમાનવીય ઘોષિત કરી છે. છતાં આવા ૬૬,૬૯૨ લોકો સરકારી દફતરે હાથથી મેલુ ઉઠાવે છે અને વળી કહેવાય છે કે હાથથી સફાઈ કરવાને કારણે કોઈ મૃત્યુ પામતું નથી, તો બીજી બાજુ શૌચાલય ટેંક અને સિવરની સફાઈ થાય, ત્યારે અંદર કર્મચારીના મૃત્યુની ખબર મળે છે. ગયા એક જ વર્ષમાં ત્રણસો પચાસ જેટલાં લોકો આવી રીતે મૃત્યુ પામ્યાં એમ ખુદ સરકાર કહે છે. સાચા આંકડા તો એનાથી ઘણા વધારે હશે. દલિત અને નિર્દોષ માનવીઓનાં આવા દુઃખદ મોતને અટકાવવા માટે લિંકન જેવા કોઈ હમદર્દ નેતાની રાહ જોવાઈ રહી છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 5:40 am

દયાપાત્ર અફઘાન પ્રજા .

સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનોના સમર્થક લોકોની સંખ્યા દેખાય તેના કરતા વધારે છે અને મોટાભાગના સમર્થકો એની સરકારમાં જ બેઠા છે. હવે ભાગેડૂ અશરફ ગની સરકારનું પતન થયું એટલે તાલિબાનોના શાસનમાં એ સમર્થકો દૂધમાં પાણી ભળે એમ હળીમળી ગયા છે. આ એ અધિકારીઓ છે જેણે તાલિબાનોને અત્યાર સુધી સરકારની તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડી છે. તાલિબાનો બહારથી લડવૈયા હતા, પરંતુ અંદરથી તેઓ રાજકીય કુનેહ ધરાવતા થયા હતા. દુનિયાના અનેક દેશોમાં આતંકવાદીઓનું રાજકીય રૂપાંતર થઈ રહ્યું છે અને અફઘાનિસ્તાન એનો છેલ્લામાં છેલ્લો નમૂનો છે. એક માન્યતા પ્રમાણે જે તાલિબાનો મૂળભૂત રીતે રશિયાના દુશ્મનો હતાં તે હવે રશિયાની ગુપ્તચર સંસ્થાઓના સંપર્કમાં છે અને તાલિબાનો પાસેના શસ્ત્રોમાંથી અનેક શસ્ત્રો એને રશિયન સૈન્ય પાસેથી પ્રાપ્ત થયેલા છે. હાલના ઘટનાક્રમમાં સૌથી વધુ જો કોઈ સાયલન્ટ હોય તો રશિયા છે. એનો બીજો અર્થ એ છે કે વરસો પહેલા અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરી ચૂકેલા રશિયાને હજુ પણ અફઘાનિસ્તાન ગળી જવાની મુરાદ છે. અફઘાનિસ્તાનમાં હવે અનેક લુચ્ચા દેશોનો જમેલો છે. અનેક દેશોના હિતો અહીં ટકરાઇ રહ્યા છે. ભવિષ્યમાં અફઘાનિસ્તાન એક નવું આંતરરાષ્ટ્રીય કુરુક્ષેત્ર બની જવાનું છે. તાલિબાનો સામે સૌથી મોટો પડકાર એ છે કે જેના પર એને શાસન કરવું છે એ પ્રજાનો સૌથી પહેલા વિશ્વાસ સંપાદન કરવો. એટલે બે દિવસથી તાલિબાનોએ સ્ત્રીઓની સુરક્ષા અને નાગરિકોના સુખ-શાંતિ અંગે વાતો કરવાની શરૂઆત કરી છે, પરંતુ આ વાતો પર કોઈ વિશ્વાસ રાખે એમ નથી. સમગ્ર અફઘાનિસ્તાનમાંથી સરહદી જમીનને રસ્તે અને હવાઈ માર્ગે પણ નાગરિકોની ભીષણ નાસભાગ મચી છે. આ દુર્ભાગી દેશમાં હવે કોઈ વસવા ચાહતું નથી. પોતાના વતનને છોડવા ઉતાવળા થયેલા નાગરિકો તાલિબાનોને સખત ધિક્કારે છે. તાલિબાનોનું શાસન થોડા દિવસોમાં થાળે પડી જશે પછી પણ નાગરિકો છાને પગલે વિદેશ જવા ઉતાવળા રહેશે અને એ રીતે તબક્કાવાર આખો દેશ ખાલસા થઈ જશે. પછી જે રહેશે તે દયાપાત્ર, નિર્ધન અને નિર્બળ પ્રજા રહેશે. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર અફઘાનિસ્તાન અને એની અશરફ ગની સરકાર માત્ર કાગળ ઉપર જ અસ્તિત્વ ધરાવતા હતા. ચારેબાજુ ભ્રષ્ટાચાર હતો. અફઘાન સૈન્યની સંખ્યા ઘણી મોટી હોવા છતાં બહુ ઓછી સંખ્યામાં લડતા તાલિબાનો સામે હારી જવા પાછળનું કારણ પણ મુખ્યત્વે તો ભ્રષ્ટાચાર જ છે. અફઘાની સૈન્યમાં રાષ્ટ્રપ્રેમ શૂન્ય ડિગ્રી પર હતો. ઉપરાંત સૈન્યમાં પણ વરિષ્ઠ પદાધિકારીઓ તાલિબાનો સાથે મળેલા હતા. હવે તાલિબાનો અને સૈન્ય બંને મળીને એક નવા લશ્કરી વ્યવસ્થા તંત્રની રચના કરશે પરંતુ એને લડાયક બનાવવા જતા અને યુદ્ધ લડી શકે તેવી ક્ષમતા સુધી પહોંચાડતા નવા શાસકોને વર્ષો લાગી જશે. સમગ્ર અફઘાનિસ્તાનની હાલત સદ્દામ હુસેનના જમાનાના ઈરાક જેવી જ નીવડી છે. અમેરિકી સૈન્યએ જ્યારે બગદાદ પર હુમલો કર્યો ત્યારે ત્યાં કેમિકલ વેપન્સ તો ન મળ્યા પરંતુ અમેરિકી સૈન્ય સામે ટકી શકે એવા સામાન્ય શસ્ત્ર પણ ઈરાકી સૈનિકો પાસે ન હતા. જે રીતે અત્યારે અફઘાન નાગરિકો ભાગે છે એ જ રીતે ઈરાકના સૈન્યમાં નાસભાગ મચી હતી અને તેમાંથી જ અબુ બકર અલ બગદાદીએ આઈએસઆઈ જૂથ માટે પોતાના લડવૈયાઓ તારવી લીધા હતા. સીરિયામાં અબુ બકરનું જે સૈન્ય તૈયાર થયું તેમાં ઈરાકમાંથી ભાગી છૂટેલા સંખ્યાબંધ સૈનિકો હતા. અફઘાનિસ્તાનના સૈનિકોમાં પણ હજુ નાસભાગ થવાની દહેશત છે. તાલિબાનોના ભયને કારણે તે થોડી મોડી શરૂ થશે એટલું જ. બ્રિટન સહિતના યુરોપીય દેશોએ અફઘાન નિરાશ્રિતોને પોતાનામાં સમાવી લેવા માટેની ઉદારતા જાહેર કરી છે અને દર વર્ષે ક્રમશઃ થોડા થોડા અફઘાન નાગરિકોને પોતાને ત્યાં આશ્રય આપશે. જો કે આ પ્રક્રિયા બહુ લાંબી છે. સમગ્ર અફઘાનિસ્તાનની સભ્યતા અને સંસ્કૃતિનું પતન થયું છે અને હવે અફઘાનિસ્તાન એવા લોકોના હાથમાં છે જેને સભ્યતા અને સંસ્કૃતિ સાથે કોઇ નિસબત નથી. કષ્ટરતાના મૂળમાં સત્તાના સ્વાર્થ સિવાય કંઈ હોતું નથી. દુનિયાભરની ટેલિવિઝન ચેનલો પર તાલિબાનો દ્વારા ઉજવાતો જે વિજયોત્સવ બતાવવામાં આવ્યો તે સાબિત કરે છે કે એમની બૌદ્ધિક ઉંમર દસ વર્ષથી વધારે નથી. એને કારણે જે તાલિબાનો સત્તા પર આવ્યા છે એની પાસે શસ્ત્રસંપન્નતા છે, પરંતુ બુદ્ધિધનનો કારમો દુકાળ રહેવાનો છે અને એને કારણે અફઘાનિસ્તાનનું હજુ વધુ પતન થવાનું છે. ધાર્મિક કટ્ટરતા એક એવો રાજરોગ છે જે આખરે પ્રજાને છિન્નભિન્ન કરી નાખે છે. છતાં એ એક એવું શસ્ત્ર પણ છે જેનાથી પ્રજાના દિલોદિમાગને બહેકાવી શકાય છે. તાલિબાનોએ નવયુવાન અફઘાની મુસ્લિમોને તરંગી કલ્પનાઓ અને જન્નતના સપનાઓ બતાવીને પોતાના સૈન્યમાં સામેલ કર્યા હતા. હવે જ્યારે તાલિબાનો પાસે સત્તા આવી ગઈ છે ત્યારે એના લડાયક યુવાનોની ડિમાન્ડ પણ એવી છે કે જેને કોઈ પહોંચી વળે એમ નથી. એને કારણે એમાં પણ ભવિષ્યમાં વિદ્રોહ થવાની શક્યતા છે. આંતરિક અફઘાન યુદ્ધ પૂરું થઈ ગયું છે અને એને કારણે યુદ્ધ જીતવાની જે સફળતા મળી એમાં એ લડાયક યુવાનો પોતાનો ભાગ ચાહી રહયા છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 5:30 am

તાલિબાનની ફિલોસોફી .

- અંધેરા કાયમ રહે - મહિલાઓને ભણવા પર પ્રતિબંધ અને પુરુષ તબીબોને મહિલાની નિદાન-સારવાર કરવા પર પ્રતિબંધ, આનો અર્થ શું સમજવાનો? - જોનાથન સ્ટીલે ઘોસ્ટ ઑફ અફઘાનિસ્તાન પુસ્તકમાં વર્ષો પહેલા ચીંધી બતાવેલું કે, અમેરિકા આમ અફઘાનીઓને તેમના સાથી બનાવવામાં નિષ્ફળ નીવડયું છે - એ થાઉઝન્ડ સ્પ્લેન્ડીડ સન્સ નવલકથામાં અફઘાની મહિલાઓની અવદશા વર્ણવવામાં આવી છે ધર્મ અને આતંકવાદ તદ્દન વિરોધી બાબત છે. ધર્મનો ઉદ્દેશ અંધકારથી ઉજાસ તરફ જવાનો હોય છે, આતંકનો ઉદ્દેશ ઉજાસથી અંધકાર તરફ. શક્તિમાનના પાત્ર તમરાજ ક્લિવિસનું તકિયાકલામ છે, અંધેરા કાયમ રહે. જીવનમાં એક વખત અંધકાર ઊતરી જાય પછી ઝડપથી તે ખસતો નથી. તેને ઉલેચવો ખૂબ અઘરો છે. અફઘાનીઓનું જીવન પણ કંઈક આવું જ છે. તેમના જીવનમાં ચાર-પાંચ દાયકાથી ઊતરેલા ઓળા આથમવાનું નામ લઈ રહ્યા નથી. વચ્ચે અજવાળાના કેટલાક ચમકારા થયા, પણ સરવાળે અંધારા વધુ ઘાટા થયા છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં કેવા-કેવા પ્રતિબંધ મૂકેલા છે તેના પરથી આ અંધકારની તીવ્રતાને વધારે સારી રીતે સમજી શકાશે. મીડિયા પર પ્રતિબંધ, ચિત્રકળા, ફોટોગ્રાફી અને ફિલ્મો પર પ્રતિબંધ, ડફલી સિવાયના સંગીતના સાધનો પર પ્રતિબંધ, મહિલાઓને શાળાએ જવા પર પ્રતિબંધ, પુરુષ ડોકટરને મહિલા દરદીનું નિદાન અને સારવાર કરવા પર પ્રતિબંધ, મહિલાઓએ સ્કૂલે પણ નહીં જવાનું અને પુરુષ ડોકટરે તેની સારવાર નહીં કરવાની આ કેવી વક્રતા? મતલબ મહિલાઓ તો તબીબી સેવાથી વંચિત જ રહે, તેમનું જીવન ઊંટવૈદા પર ચાલે. આવું હોય ત્યારે અફઘાનિસ્તાનમાં બાળમૃત્યુ દર વિશ્વમાં સૌથી ઊંચો હોય તેમાં શી નવાઈ? મહિલાઓએ ઘરના પુરુષ સભ્યને સાથે લીધા વિના બહાર નહીં નીકળવાનું, જો નીકળે તો તેને જાહેરમાં કોરડા પડે અથવા ફાંસીએ ચડાવે. ધ ઈકોનોમિસ્ટમાં કંદહારના એક રહેવાસી અબ્દુલનો ઈન્ટરવ્યૂ છપાયો છે. તેઓ નિવૃત્ત શિક્ષક છે. કહે છે કે હવે અફઘાનિસ્તાનમાં પુસ્તકો છુપાવી દેવાનો અને બુરખા બહાર કાઢવાનો સમય આવી ગયો છે. છેલ્લાં ૨૦ વર્ષથી કંદહાર અમેરિકાનો મિલિટરી બેઈઝ હતું. આ દરમિયાન અબ્દુલે ચિક્કાર પુસ્તક વાંચ્યાં. તેઓ અકરાંતિયા વાચક છે પણ કમનસીબે કંદહારમાં એક પણ લાયબ્રેરી નથી. કંદહારમાં કેટલાક વાંચન શોખીનોએ એક બુક કલબ ઊભી કરી છે. તેમની પાસે રહેલા પુસ્તકો તેઓ એકબીજા સાથે શેર કરે છે અને જ્ઞાાન વધારે છે. આ પુસ્તકો અમેરિકી સેનાની કૃપાથી મળેલા હોવાથી મોટા ભાગે વિદેશી લેખકોના હોય છે. ત્રાસવાદથી માંડીને રાજનીતિ સુધી વિવિધ વિષયો પરના હોય છે. અબ્દુલ પાસે અફઘાનિસ્તાનના કવિ અબ્દુલ બારી જહાનીના પુસ્તકો પણ છે. તેમના પુસ્તકો પર તાલિબાને પ્રતિબંધ મૂકેલો છે. અબ્દુલ બારી હાલ અમેરિકામાં આશ્રય મેળવી રહ્યા છે. જ્યારે તમે પુસ્તકો પર પ્રતિબંધ મૂકી દો ત્યારે, ભણતર પર પ્રતિબંધ મૂકી દો ત્યારે લોકોને અજ્ઞાાનના અંધકારમાં ધકેલી દો છો. તેઓ ઘેટા-બકરા જેવા બની જાય છે. તેમના પર શાસન કરવું સરળ બની જાય છે કિંતુ એ શાસન ક્યારેય શક્તિશાળી બનતું નથી. કારણ કે શાસનની શક્તિ લોકોના જ્ઞાાનવર્ધનમાં રહેલી હોય છે. અમેરિકા આજે દુનિયાની સૌથી મોટી શક્તિ છે તો તેનું સૌથી મોટું કારણ લોકોનું જ્ઞાાન, લોકોનું શિક્ષણ છે. અફઘાનિસ્તાનમાં તો હવે પુસ્તકો છુપાવવા પડી રહ્યાં છે પણ અન્ય દેશોના કેટલાક પ્રબુદ્ધ લેખકોએ એવા પુસ્તકો લખ્યાં છે જે અફઘાનિસ્તાન અને તાલિબાનના છુપા રહસ્યો ઉજાગર કરે છે. એ પુસ્તકો પર નજર ફેરવવા જેવી છે. સ્ટીવ કોલનું એક પુસ્તક છે, ડિરેકટોરેટ એસ: ધ સીઆઈએ એન્ડ અમેરિકાઝ સિક્રેટ વૉર્સ ઈન અફઘાનિસ્તાન એન્ડ પાકિસ્તાન. આ પુસ્તકમાં ૯/૧૧ના હુમલામાં અલ કાયદા અને તાલિબાન ઉપરાંત પાકિસ્તાનના ગુપ્તચરોની ભૂમિકા વિશે પણ વાત કરવામાં આવી છે. ૨૦૦૧થી ૨૦૧૬ દરમિયાન તાલિબાન અને બિન લાદેનને ખતમ કરવા માટે સીઆઈએએ અફઘાનિસ્તાનમાં કેવા-કેવા કારનામા કર્યા તેની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. તાલિબાન અમેરિકાનો જૂનો દોસ્તાર છે, અફઘાનિસ્તાનમાંથી સોવિયેત યુનિયનને હટાવવા તેમણે તાલિબાનની જ મદદ લીધેલી. ઓસામા બિન લાદેન પણ અમેરિકાનો જૂનો મિત્ર. અમેરિકી દૂતાવાસના કાર્યક્રમમાં તેને અચૂક આમંત્રણ મળતું. આ જ લેખકે ઘોસ્ટ વોર્સ નામનું પુસ્તક લખ્યું છે, જેને પુલિત્ઝાર પ્રાઈઝ મળ્યું છે. તેમાં અફઘાનિસ્તાનમાંથી સોવિયેત દળોને ખદેડવા માટે સીઆઈએના ગુપ્તચરોએ કરેલા કારનામા દર્જ કરવામાં આવ્યા છે. ઘોસ્ટ વૉર્સમાં જણાવાયુ છે કે ઓસામા બિન લાદેન અફઘાન મુજાહિદ્દીઓને ફંડ મેળવવામાં મદદ કરતો હતો. ત્યાર બાદ ૧૯૮૮માં તેણે અલ કાયદાની સ્થાપના કરી. માઈક માર્ટિનનું પુસ્તક છે, એન ઈન્ટીમેટ વૉર: એન ઓરલ હિસ્ટ્રી ઑફ હેલમન્ડ કોન્ફ્લિક્ટ, ૧૯૭૮-૨૦૧૨. માઈક પોતે બ્રિટિશ આર્મીના અધિકારી હતા અને એક સૈનિક તરીકે અફઘાનિસ્તાનની ધરતી પર લડયા હતા. તેમણે ઈતિહાસના દસ્તાવેજીકરણના ઉદ્દેશથી દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમન્ડ પ્રાંતના સંઘર્ષની કથા આ પુસ્તકમાં આલેખી છે. આમાં હેલમન્ડ પ્રાંતના ૩૪ વર્ષના સંઘર્ષને ત્યાંના લોકોના શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. લેખકે કિંગ્સ કોલેજ લંડન ખાતેથી વોર્સ સ્ટડીઝ પર પીએચ.ડી. કરેલું છે. તેમનું એક બીજું પુસ્તક પણ છે, બ્રીફ હીસ્ટ્રી ઓફ હેલમન્ડ. આ પુસ્તક હેલમન્ડમાં તૈનાત થતાં બ્રિટિશ સૈનિકો માટે વાંચવું ફરજિયાત હતું. આ પુસ્તકમાં જે હેલમન્ડ દર્શાવવામાં આવ્યું છે તે મીડિયાની માન્યતા કરતાં અલગ છે. લેખકે સૈનિક હોવા છતાં નિર્ભિકપણે લખ્યું છે કે બહારથી આવેલા લોકોએ હેલમન્ડ વિશે ગેરસમજ ઊભી કરી ત્યાં હિંસા વધારવાનું કામ કર્યું છે. બ્રિટિશ પત્રકાર જોનાથન સ્ટીલે ઘોસ્ટ ઓફ અફઘાનિસ્તાન: ધ હોન્ટેડ બેટલ ગ્રાઉન્ડ નામનું પુસ્તક લખ્યું છે. અત્યારે જે અંધકારમય ચિત્ર જોઈ રહ્યા છીએ તેનો આ લેખકે વર્ષો પહેલાં આગાહી કરી દીધી હતી. તેમણે લખ્યું છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ દળના સૈનિકો અફઘાન લોકોને પોતાના સાથી બનાવવામાં નિષ્ફળ નીવડયા છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના સૈનિકો અફઘાનીઓને પોતાના મિત્ર બનાવીને ચાલ્યા હોત તો આ રીતે તાલિબાનનું પુનરાગમન થાત નહીં. અમેરિકાના સૈનિકો અને આમ અફઘાનીઓ વચ્ચે મોટા ભાગે વેરભાવનું જ વાતાવરણ રહ્યું. તેનો પૂરેપૂરો ફાયદો તાલિબાને ઉઠાવ્યો. તેમાં અફઘાનિસ્તાનનો ઈતિહાસ પણ છે અને સામાન્ય અફઘાનીથી માંડીને અફઘાનિસ્તાનના પૂર્વપ્રમુખો, તાલિબાન નેતા સુધી ઘણાં બધાનાં ઈન્ટરવ્યૂ છે. વેસ્લી મોર્ગનનું પુસ્તક છે, ધ હાર્ડેસ્ટ પ્લેસ: ધ અમેરિકન મિલિટરી એડ્રિફ્ટ ઈન અફઘાનિસ્તાન્સ પેચ વેલી. આ પુસ્તકમાં લેખકે પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલી પેચ વેલીમાં અમેરિકી સૈન્યની પ્રવૃત્તિ પર સવાલ ઉઠાવ્યા છે. અમેરિકન સેનાના ટોચના અધિકારીઓમાં રહેલા ઉત્તરદાયિત્વના અભાવ તથા ભૂલમાંથી ન શીખવાના વલણ વિશે વાત કરવામાં આવી છે. પેચ વેલીના કરાડ ચઢાણો અને ગાઢ જંગલો છુપાવવાના પ્રાકૃતિક સ્થળો ઊભા કરે છે. આ વિસ્તાર ઓસામા બિન લાદેનથી લઈને ઇસ્લામિક સ્ટેટ્સ સુધીનાનો અડ્ડો રહી ચૂક્યો છે. ડ્રોન હુમલા કઈ રીતે કરવા? આઘે રહીને કેમ લડવું? તેનો સૌ પ્રથમ પ્રેક્ટિકલ અનુભવ અમેરિકન સૈનિકોએ અહીં મેળવ્યો છે. એન્ટોનિયો ગીર્સ્ટોઝનું પુસ્તક છે, ધ તાલિબાન એટ વોર : ૨૦૦૧-૨૦૧૮. લેખકે ૨૦ વર્ષ સુધી તાલિબાનનો અભ્યાસ કર્યા પછી આ પુસ્તક લખ્યું છે. તેમણે આ માટે અનેક આતંકીઓના ઈન્ટરવ્યૂ પણ કર્યા છે. તાલિબાનો કઈ રીતે યુદ્ધ કરે છે? ક્યાંથી તેનું ફંડ આવે છે? તેની આંતરિક રાજનીતિ શું છે? સમય સાથે તેની કાર્યશૈલીમાં શું પરિવર્તન આવ્યું છે? તેની વિગતવાર અને સચોટ માહિતી આપવામાં આવી છે. વિલિયમ ડેલરીંગ નામના સ્કોટિશ વિદ્વાને લખેલા પુસ્તકનું શીર્ષક છે, ધ રીટર્ન ઓફ એ કિંગ: ધ બેટલ ફોર ધ અફઘાનિસ્તાન, ૧૮૩૯-૧૮૪૨. શ્રીમાન ડર્લીમ્પન બ્રિટનના ઈતિહાસકાર છે. તેમણે આ પુસ્તકમાં અફઘાનિસ્તાનનો ૧૯મી સદીનો ઈતિહાસ આલેખ્યો છે. તેમાં પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધની વાત કરવામાં આવી છે. પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધમાં બ્રિટન તરફથી ભારતીય સૈનિકો પણ લડેલા, અને શહીદ થયેલા. ખાલિદ હુસેનીની એક અદ્ભુત નવલકથા છે, અ થાઉઝન્ડ સ્પ્લેન્ડીડ સન્સ. ખાલિદ હુસેની અફઘાનિસ્તાનના પ્રતિભાવંત લેખક છે. તેમની આ નવલકથામાં મરિયમ અને લૈલા નામની બે મહિલાઓની વાત કરવામાં આવી છે. જેમ-જેમ વાર્તા આગળ વધતી જાય છે તેમ અફઘાનિસ્તાનની ક્રૂર પિતૃ સરકાર, બળજબરીપૂર્વકના લગ્નો, આઝાદીની ચળવળમાં મહિલાઓ પરના નિયંત્રણ, મહિલાઓને શિક્ષણ અને વ્યવસાય પર પ્રતિબંધ, મહિલાઓની હોસ્પિટલ બંધ કરી દેવી, રોજબરોજની પજવણી, અપમાન અને માર જેવી બદીઓ ખુલ્લી પડતી જાય છે. આ પુસ્તકમાં અફઘાનિ મહિલાઓનું એટલું સાચું અને એટલું હૃદયદ્રાવક ચિત્રણ કરવામાં આવ્યું છે કે કાચા-પોચા હૃદયના લોકો તે વાંચી શકે નહીં. કારલોટા ગેલનું પુસ્તક છે, ધ રોંગ એનીમી: અમેરિકા ઈન અફઘાનિસ્તાન, ૨૦૦૧-૨૦૧૪. કારલોટાએ વર્ષો સુધી ધ ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકાર તરીકે કામ કર્યું છે. તેણે લખ્યું છે, કે તાલિબાન ક્યારનું ય ખતમ થઈ હોત, પાકિસ્તાની સેનાની કૃપાને કારણે બચી ગયું છે. અમેરિકાએ સૌથી મોટી ભૂલ એ કરી કે અફઘાનિસ્તાનમાં લડતું રહ્યું અને પાકિસ્તાનમાં અમેરિકાના શત્રુઓને ચીકન ખવડાવીને અમેરિકાના શત્રુઓને પુષ્ટ કરી રહેલા પાકિસ્તાનની ઉપેક્ષા કરતું રહ્યું. અમેરિકાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર એક સરખો મારો ચલાવ્યો હોત તો હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે એ થાત નહીં. આજની નવી જોક ડૉક્ટર: કયું ગ્રુપ છે તારું? લલ્લુ: નાઇટ આઉલ્સ. ડૉક્ટર: વોટ્સએપ ગ્રુપ નહીં, બ્લડ ગ્રુપ પૂછું છું. લલ્લુ: બી પોઝિટીવ.

ગુજરાત સમાચાર 19 Aug 2021 5:30 am

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાના કોઇ અણસાર નથી

- પેટ્રોપેદાશો ઉપરની એક્સાઇઝ ડયૂટી ઘટાડવાનો નાણા મંત્રીનો ઇન્કાર પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે નાણામંત્રીએ અગાઉની યૂપીએ સરકારને જવાબદાર ઠરાવતા કહ્યું કે એ સરકારે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવ મૂળ કિંમત કરતાં ઘણી ઓછા રાખ્યા હતાં એને એ માટે ઓઇલ બોન્ડ જારી કર્યાં હતાં અને એના પરિણામે વર્તમાન સરકાર ઉપર આર્થિક બોજ પડી રહ્યો છે છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નથી થયો પરંતુ એમાં ખુશ થવા જેવી કોઇ વાત નથી કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી ચૂક્યાં છે અને લોકોને હવે એમાં ઘટાડો થાય એવી અપેક્ષા છે. પરંતુ નાણા મંત્રી નિર્મલા સીતારમને લોકોની આ અપેક્ષા ઉપર પાણી ફેરવતા કહ્યું છે કે હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની કોઇ શક્યતા નથી. નાણા મંત્રીએ પેટ્રોલ-ડીઝલના હાલમાં વધી રહેલા ભાવ માટે પણ સાત વર્ષ અગાઉની યૂપીએ સરકારને જવાબદાર ઠરાવી છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે યૂપીએ જવાબદાર! પેટ્રો પેદાશોના ભાવ ઘટાડવા શક્ય ન હોવા પાછળ નાણા મંત્રીએ કારણ આપતા કહ્યું કે કોંગ્રેસના નેતૃત્ત્વવાની યૂપીએ સરકારે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનનું વેચાણ વાસ્તવિક કિંમત કરતા ઘણા ઓછા ભાવે કર્યું હતું. એ વખતે યૂપીએ સરકારે પેટ્રોપેદાશોને સસ્તા ભાવે વેચવા માટે ઓઇલ કંપનીઓને સીધી સબસિડી આપવાના બદલે ૧.૩૪ લાખ કરોડના ઓઇલ બોન્ડ જારી કર્યાં હતાં. એ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલ કરતા પણ વધી ગયાં હતાં . એ ઓઇલ બોન્ડ હવે પાકી ગયાં છે અને સરકારે એ બોન્ડ ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. સીતારમને કહ્યું કે છેલ્લા સાત વર્ષ દરમિયાન ઓઇલ બોન્ડ ઉપર સરકારે ૭૦,૧૯૫.૭૨ કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. વળી, ૧.૩૪ લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ સામે માત્ર ૩૫૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી થઇ છે અને બાકી રહેલા ૧.૩૦ લાખ કરોડ રૂપિયાની ચૂકવણી વર્ષ ૨૦૨૫-૨૬ સુધી કરવાની છે. હકીકતમાં સરકારે આ વ્યાજની ચૂકવણી માટે એક્સાઇઝ ડયૂટીમાં જંગી વધારો કર્યો છે. છેલ્લા એક જ વર્ષમાં સરકારે એક્સાઇઝ ડયૂટીમાં ૧૯.૯૮ રૂપિયાથી ૩૨.૯ રૂપિયાનો વધારો કર્યો છે. એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરીને પેટ્રોપેદાશોના ભાવ ઘટાડી શકાય એમ છે પરંતુ સરકાર એમ કરવા તૈયાર નથી. મોંઘવારીના કારણે લોકોની હાલાકીમાં વધારો કોરોના કાળમાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. ખાસ કરીને આર્થિક મુસીબતોનો પાર નથી. એવામાં અસહ્ય મોંઘવારી પડતાને માથે પાટા સમાન છે. દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે સો રૂપિયાને વટાવી ગયા છે, તો ડીઝલ પણ મોંઘું બન્યું છે. ડીઝલ મોંઘુ થવાના કારણે માલસામાનનું પરિવહન મોંઘું થાય છે અને પરિણામે રોજબરોજના ઉપયોગની તમામ ચીજવસ્તુઓ મોંઘી થઇ જાય છે. પરંતુ સરકાર મોંઘવારી પર ચર્ચા કરવાથી જ ભાગતી હોય તો પ્રજા ક્યાં જાય? રોકેટ ગતિએ ભાવ વધી રહ્યાં હોય તો સરકારે એ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી બને છે. પરંતુ લાગે છે કે સરકાર માટે ભાવવધારો અને પ્રજાની થતી હાલાકી કોઇ મુદ્દો જ નથી રહ્યાં, એટલા માટે તેને આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી નથી લાગતી. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વધેલા ભાવને લઇને લોકોમાં નિરાશાનો માહોલ છે. બળતણની કિંમત વધે છે તો એની સીધી અસર રોજબરોજની ચીજવસ્તુઓ પર થાય છે. કોરોના મહામારીના આ દોરમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે ત્યારે રાંધણ ગેસ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ભડકાએ લોકોની હાલાકીમાં ભારે વધારો કર્યો છે. એક જમાનામાં ડીઝલ પેટ્રોલ કરતા ઘણું સસ્તું હતું પરંતુ આજકાલ ડીઝલના ભાવ પણ પેટ્રોલના ભાવ સાથે રેસ કરી રહ્યાં છે. આમ પણ પેટ્રોલિયમે હંમેશા દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. ક્યારેક તેના ભાવ આભને આંબે છે અને લોકો ત્રાહિમામ પોકારી જાય છે તો ક્યારેક પાણી જેટલું સસ્તું થઇ જાય છે. પેટ્રોલિયમના ભાવ વધે તો અનેક દેશોની અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ જાય છે અને સસ્તુ થાય તો આવા દેશો રાહતનો શ્વાસ લે છે. અર્થવ્યવસ્થા ચલાવવા માટે પણ પેટ્રોપેદાશો અનિવાર્ય પેટ્રોલ-ડીઝલ માત્ર લોકોના વાહનવ્યવહારમાં જ નથી વપરાતાં, દેશનો બહુધા વ્યાપાર પણ પેટ્રોલિયમ બળતણ પર આધારિત છે. રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં પણ પેટ્રોલિયમ પેદાશો જ કામ લાગે છે. એટલે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે શરૂ થતું દુષ્ચક્ર સરવાળે તમામ ચીજવસ્તુઓના ભાવવધારા માટે કારણભૂત બને છે. ખેતીવાડીમાં તો ડગલે ને પગલે ડીઝલની જરૂર પડે છે એવામાં ડીઝલમાં થતા ભાવવધારાના કારણે ખેડૂતોનો ઉત્પાદનખર્ચ વધે છે. આ વધેલા ખર્ચની સરખામણી મુજબનો બજારભાવ ન મળે તો ખેડૂતોને ભારે નુકસાન જાય છે અને તેમના દેવામાં પણ વધારો થાય છે. ડીઝલના વધેલા ભાવોની સીધી અસર દેશના ખેડૂતો ઉપર થાય છે. ખેતીવાડીમાં તો ડીઝલની બચત કરવાનો સવાલ જ પેદા થતો નથી. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોની સીધી અસર માલસામાનના પરિવહન ઉપર પડી રહી છે. જેના કારણે ખેતપેદાશો તેમજ અન્ય ઉત્પાદનો ઉપરનો ખર્ચ વધી રહ્યો છે. અમદાવાદ, મુંબઇ, દિલ્હી કે કોલકાતા જેવા મોટા શહેરોમાં નોકરી કરતા કે સામાન્ય વ્યવસાય કરતા લોકોની પરિસ્થિતિનો વિચાર કરીએ તો એ લોકોને રોજિંદી અવરજવરમાં જ મોટો ખર્ચો થઇ જાય છે. મહિનાના અંતે જોતા ખ્યાલ આવે કે પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવનો તેમની બચત ઉપર સીધો પ્રહાર થાય છે. ડાઇનેમિક પ્રાઇસિંગનો પ્રજાને લાભ જ ન મળ્યો ગયા વર્ષે કોરોના વાઇરસની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર પણ થઇ અને આખી દુનિયામાં ઓઇલની ખપત ઘટી ગઇ. પરંતુ ભારતની કમનસીબ પ્રજાને આ ઘટાડાનો જરાય લાભ ન મળ્યો. જેમ જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમના ભાવ ઘટયાં તેમ તેમ સરકાર તેના પરની એક્સાઇઝ ડયૂટી વધારતી રહી. પરિણામ એ આવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમની કીંમત તળિયે હતાં ત્યારે પણ દેશની જનતા પેટ્રોલ-ડીઝલ માટે આસમાની ભાવ ચૂકવી રહી હતી. લૉકડાઉન દરમિયાન પેટ્રોલિયમના ભાવ ઘટતા રહ્યાં ત્યારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવની રોજિંદી સમીક્ષા કરવાનો બંધ કરી દીધી. લૉકડાઉન દૂર થતાં પેટ્રોલિયમના ભાવ પાછા વધવા લાગ્યાં ત્યારે ઓઇલ કંપનીઓએ પાછા ભાવ વધારવાના શરૂ કર્યાં. ચાર વર્ષ પહેલાં પેટ્રોલિયમની કીંમતોમાં રોજિંદી સમીક્ષા કરવાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. આ રીતની ડાયનેમિક પ્રાઇસિંગની વ્યવસ્થા અમલમાં મૂકતી વખતે સરકારનો દાવો હતો કે આ વ્યવસ્થા પ્રજાના ભલા માટે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં થતી પેટ્રોલિયમની વધઘટનો સીધો લાભ લોકોને મળશે. આ નિયમ કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓની પરસ્પરની સહમતિ બાદ અમલી બનાવવામાં આવ્યો હતો. કારણ એ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોપેદાશોના ભાવ રોજેરોજ વધઘટ થયા કરે છે એ સંજોગોમાં જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો જનતાને એનો સીધા લાભ મળી શકે. જોકે ડાયનેમિક પ્રાઇસિંગની વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રોજબરોજ વધારો થવા લાગ્યો. પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રોજિંદી વધઘટ કરવા માટેની ડાયનેમિક પ્રાઇઝની નીતિ અમલમાં મૂકીને સરકારે દેશની જનતા સાથે છેતરપિંડી જ કરી છે. ખરેખર તો પેટ્રોલ અને ડીઝલની કીંમતોનો ગ્રાફ જે રીતે ઊઁચે જઇ રહ્યો છે એ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે આ નિયમે લોકોના ખિસ્સા ખાલી કરવાથી વિશેષ કશું કર્યું નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારો ટેક્સ ઘટાડવા તૈયાર નથી સાચી વાત તો એ છે કે પેટ્રોલ-ડીઝલ એ સરકાર માટે સોનાના ઇંડા આપતી મરઘી સમાન છે. પેટ્રોપેદાશોને જીએસટી અંતર્ગત લાવી દેવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો એમાં મનમરજી મુજબનો ટેક્સ નહીં લગાવી શકે અને દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો એકસમાન થઇ જશે. હકીકતમાં પેટ્રોલ-ડીઝલ ઉપરના ટેક્સના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને એટલી તગડી આવક થાય છે કે એ આવક ગુમાવવી તેમને પોષાય એમ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને પેટ્રોલ ઉપર લગભગ ૯૦ ટકા અને ડીઝલ ઉપર ૬૦ ટકા જેટલો ટેક્સ વસૂલી રહી છે. સરકાર બેફિકર છે અને પ્રજા પાસે લાચાર મને મૂક થઇને મોંઘવારીમાં થઇ રહેલા અસહ્ય વધારાનો ભાર સહ્યા વિના છૂટકો નથી.

ગુજરાત સમાચાર 18 Aug 2021 7:00 am

ઓન લાઇન ગેમીંગનું વ્યસન નેટ પર જુગારના વૈશ્વિક અડ્ડા

- ઓન લાઇન ગેમીંગના વ્યસનની સમસ્યા - પ્રસંગપટ - તમિળનાડુએ કાયદો બનાવીને રમી અને પોકર જેવી ઓનલાઇન જુગાર કે સટ્ટાની સાઇટો પર પ્રતિબંધ મુકી દીધો છે ઓન લાઇન ગેમીંગ લોકપ્રિય બનતી જાય છે. ઓન લાઇન ગેમીંગ રમનારા તેમાં એટલા ડૂબી જાય છેે કે તેનું તેમને વ્યસન થઇ જાય છે. નાના છોકરાઓ પણ તેના વ્યસની થઇ જાય છે. તેના કારણે છોકરાઓ આઉટડોર ગેમ ભૂલી ગયા છે અને આખો દિવસ તેમાં ડૂબેલા રહે છે. તાજેતરમાં સુરત ખાતે એક નરાધમે એક બાળકીના નાના ભાઇની હાજરીમાં તેના પર બળાત્કાર કર્યો હતો. નરાધમે બંનેને મોબાઇલ પકડાવી દઇને ઓનલાઇન ગેમને રવાડે ચડાવી દીધા હતા. દેશમાં લાખો લોકો ઓન લાઇન ગેમ્સના વ્યસની બનેલા છે. નવરાશની પળોમાં કે ટાઇમ કિલીંગ જોબ તરીકે આવી ગેમનો પ્રારંભ થયો હતો પરંતુ હવે તે રોજીંદા જીવન સાથે વણાઇ ગઇ છે. હવે તો તેના પર ઓન લાઇન જુગાર પણ રમાઈ રહ્યો છે. અબજો ડોલરમાં રમતી ઓન લાઇન ગેમીંગ ઇન્ડસ્ટ્રીમાં ભારત એક અબજ ડોલર સાથે પાંચમા ક્રમે આાવે છે. ૨૦૨૩માં ભારતની ગેમીંગ ઇન્ડસ્ટ્રી બે અબજ ડોલરને વટાવશે એમ મનાય છે. ઓનલાઇન ગેમીંગ પ્રત્યે સરકાર મોં ફેરવીને બેઠી છે અને તેને કોઇ પ્રોત્સાહન નથી મળતું કે નથી તો તેના કોઇ ચોક્ક્સ કાયદા તૈયાર કરાતા. તાજેતરમાં તમિળનાડુ સરકારે કાયદો બનાવીને રમી અને પોકર જેવી ઓનલાઇન જુગાર કે સટ્ટો રમાડતી સાઇટ પર પ્રતિબંધ મુકી દીધો છે. એવીજ રીતે મદ્રાસ હાઇકોર્ટે પણ ગયા મહિને ઓનલાઇન ગેમીંગ પર કડક પગલાંનો આદેશ આપ્યો છે. ઓનલાઇન ગેમીંગ હવે મોટો બિઝનેસ બની જતાં સરકાર તેના માટે નવી નિતી ઘડવા અને તેને ટેક્ષના માળખામાં આવરી લેવા પ્રયાસ કરી રહી છે. ઓનલાઇન ગેમીંગને જીએસટીના માળખામાં આવરી લેવાની તૈયારી થતા મુક્ત પણે બિઝનેસ કરનારા કહે છે કે અમારા પર જીએસટી લદાશે તો અમારી પ્રગતિ માટે તે અવરોધ રૂપ સાબિત થશે. વિશ્વમાં ૨૦૧૯માં ઓનલાઇન ગેમીંગનો બિઝનેસ ૩૮ અબજ ડોલર પર પહોંચ્યો હતો. ૨૦૨૫માં તે ૧૨૨ અબજ ડોલર પર પહોંચશે એમ મનાય છે. ઓનલાઇન ગેમીંગ વાળા પ્લેયર્સને વિવિધ ગેમની ઓફર કરતા હોય છે જેમકે ફેન્ટસી સ્પોર્ટ, ઇ સ્પોર્ટ, સ્કીલ બેઝ સ્પોર્ટ, રમી અને પોકર જેની કાર્ડ આધારીત ગેમ્સનો સમાવેશ થાય છે. સાઉથ કોરિયાની એક ગેમિંગ કંપનીએ સબસ્ક્રીપશન ભરનારાઓને ઇ-સ્પોર્ટ ટુર્નામેન્ટ પણ રમાડી હતી. તેનું નામ બેટલ ગ્રાઉન્ડ ઇન્ડિયા સિરીઝ હતું. ગઇ ૧૯ જુલાઇથી તે શરૂ થઇ હતી અને તેમાં એક કરોડના ઇનામો પણ રખાયા હતા. ગયા મે માસમાં ઓનલાઇન ગેમીંગ કંપનીઓ પર ટેક્સ લાદવા તેમની વેલ્યુએશન નક્કી કરવા પ્રયાસ કર્યો હતો. જીએસટી કાઉન્સીલની ગૃપ ઓફ મિનીસ્ટરે વેલ્યૂએશન નક્કી કર્યું હતું. ઓન લાઇન ગેમીંગ ફર્મ પર ટેક્સ લાદવા કાઉન્સીલે છ મહિનાનો સમય આપ્યો છે. કહે છે કે ટેક્ષના બે મોડલ પર કામ થઇ રહ્યું છે. એક મોડલમાં આવક કરતી ગેમ્સ અને લોકોને પૈસા લઇને રમાડતી ગેમ અને બીજી ગેમ્સ બાળકો માટેની સાવ નિર્દોષ ગેમ .આ બંને મોડલ યુરોપીયન દેશો, યુકે અને અમેરિકામાં આવા બે ગૃપ પાડીને ટેક્ષ લેવાય છે એવુંજ સિંગાપુર અને સાઉથ આફ્રિકામાં છે. ભારત સરકાર ઓનલાઇન ગેમિંગ પર ટેક્ષ નાખવા વિચાર કરી રહી છે તેનો વિરોધ પણ થઇ રહ્યો છે. ટેક્ષ લાદવો સરકાર માટે આસાન નથી. ઓનલાઇન ગેમીંગ વાળા કહે છે કે માત્ર જુગાર અને સટ્ટાવાળી ગેમના કારણે અન્ય મનોરંજન આપતી અને બુધ્ધિ શક્તિ ખીલવતી ગેમ્સ પર બોજો વધશે. ઓન લાઇન ગેમીંગ ઘેર ઘેેર રમાય છે. કેટલીક ગેમ મોબાઇલમાં ઇનબિલ્ટ આવે છે તો ક્ટલીક ગેમ લોકો પાસા ખર્ચીને ઇન્સ્ટોલ કરાવે છે. હવેતો લોકો બર્થ ડે ગીફ્ટ તરીકે ઓનલાઇન ગેમ્સ આપે છે. એમેઝોન સહિતની ઇ કોમર્સ સાઇટ પર ગેમીંગ માર્કેટ જોવા મળે છે. મોટાભાગની ઓનલાઇન ગેમ્સનો ભાવ ૧૦૦૦ રુપિયા ઉપરનો હોય છે. ઓનલાઇન ગેમ્સનો ભાવ ભારતમાં ૧.૮૩ અબજ ડોલરનો છે છતાં તેને ટેક્ષ ભરતા ચૂંક આવે છે. ટૂંકમાં આ લોકો પણ ટેક્ષ નહીં ભરવા માટે સરકાર સાથે ગેમ રમી રહ્યા છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 5:45 am

વિપક્ષી એકતા માટે સિબ્બલના અર્થહીન પ્રયાસોની ટીકા થઇ

- વિપક્ષી નેતાઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે પ્રયાસ - ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલ એક સફળ વકિલ છે. લેટર બેંાબના એક વર્ષ પછી ફરી તે ઝળક્યા છે. પોતાના પક્ષની નેતાગીરી સામેજ તેમણે પ્રશ્નો ઉભા કર્યા હતા. જે લેટર બોંબ તરીકે જાણીતા થયા હતા. પક્ષ પરથી ગાંધી પરિવારની પકડ ઘટી રહી છે માટે નેતાગીરી બદલવાની વાત તેમણે કરી હતી. ૨૩ સિનિયરોએ કાગળમાં સહી કરી હતી. જે ગૃપ ઓફ ૨૩ તરીકે ઓળખાતા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વિરોધ કરનારાઓની બહુ દરકાર નહોતી કરી અને કોઇને મળવા પણ નહોતા બોલાવાયા કે પોતાના તરફથી સમાધાનની કોઇ પહેલ પણ નહોતી કરી. પત્ર લખવામાં જે મોખરે રહેવાનું મનાતું હતું તે કપિલ સિબલ હવે વિરોધ પક્ષોને ડીનર આપતા થયા છે. તેમના વિરોધ છતાં કોંગી કાર્યકરો એમ માનતા થયા છે કે સોનિયા ગાંધી ફરી સ્વસ્થ થયા છે અને નિર્ણયો લેતા થયા છે. પહેલાં એવું હતું કે ગાંધી પરિવારને પ્રશ્ન પૂછનારાઓને પક્ષમાં પનીશમેન્ટ થતી હતી. જોકે આ વખતે મોવડીમંડળે પત્ર લખનારાઓ સાથે બહુ વ્યવહાર નથી રાખ્યો. પત્ર લખનારાઓ માનતા હતા કે તેમના પત્રની કોઇ અસર થશે પણ બિમાર સોનિયા ગાંધી હોદ્દા પર ચાલુ રહ્યા હતા. સોનિયા ગાંધી બિમાર હતા ત્યારે લેટર બોંબ આવતા ગાંધી પરિવારના લોકો નારાજ થયા હતા. હવે જ્યારે લેટર બોંબને એક વર્ષ પુરું થયું છે ત્યારે કપિલ સિબ્બલે વિપક્ષી એકતા માટેની બેઠકનું નવું ગતકડું ઉભું કર્યું હતું. ૨૦૨૪ના લોકસભા જંગમાં મોદીને હરાવવા તેમણે વિપક્ષી નેતાઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે પ્રયાસ કર્યો હતો. કપિલ સિબ્બલની બર્થડે નજીક આવતી હોવાથી બર્થ ડે ના નામે તેણે દરેકને ભેગા કર્યા હતા.વિપક્ષના દરેક નેતાને જમાડયા હતા. સામાન્ય રીતે બર્થ ડે પાર્ટી જેવું હોય તો તેમાં પક્ષા પક્ષીનું રાજકારણ બહુ નથી હોતું પરંતુ અહીં તો ભાજપના કોઇ નેતા નહોતા દેખાયા તે તો ઠીક પણ કોંગ્રેસના મોટા નેતાઓ જેવાંકે રાહુલ કે પ્રિયંકા ગાંધી પણ નહોતા દેખાયા. તેમના મિત્રો મનાતા ગૃપ ઓફ ૨૩ વાળા પણ નહોતા દેખાયા. તેમ છતાં સિબ્બલે બોલાવેલી બેઠકમાં કેટલાક પ્રાદેશિક નેતાઓ જેવાંકે વાય એસ આર કોંગ્રેસ, ટીડીપી, ટીઆરએસ, બીજેડી, એસએડી વગેરેનો સમાવેશ થાય છે. આશ્ચર્ય તો એ વાતનું છે તે આ રાજકીય પક્ષો તેમના રાજ્યો માં કોંગ્રેેસ સાથે લડે છે અને જ્યારે ભાજપને વોટીંગની જરૂર પડે છે ત્યારે તેમની તરફ વળી જાય છે. ભાજપ વિરોધી મોરચો ઉભોે કરવાની વાત આ પક્ષો કેવી રીતે કરી શકે? આંધ્ર પ્રદેશ, ઓડિસા, પંજાબ વગેરેમાં તો આ પક્ષો કોંગ્રેસની સામે સીધી સ્પર્ધામાં ઉતર્યા હોય છે. સાચી વાત તો એ છે કે કેંાગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ કપિલ સિબ્બલ સાથે જોડાવા તૈયાર નથી. પંજાબના મુખ્ય પ્રધાનની ઇચ્છા વિરૂધ્ધ નવોજોત સિંહ સિધ્ધુને પ્રદેશ પ્રમુખ તરીકે મુક્યા છતાં તે સિબ્બલને ટેકો આપવા બહાર નથી આવ્યા. રાજસ્થાનના સચિન પાઇલોટ અને છત્તીસ ગઢના ટીએસ સિંહ પણ સિબ્બલના પક્ષે બેસવા કે કશું બોલવા તૈયાર નથી. આ લોકો પોતાનો વિરોધ કરે છે પણ ગાંધી પરિવારના વિરોધી તરીકે રહેવા તૈયાર નથી. એક હકિકત એ પણ છે કે લેટર બોંબ વાળા તમાંમ ૨૩ સભ્યો હાલમાં જે સ્થાને છે તે ગાંધી પરિવારના આશિર્વાદથી છે તેેમાં કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે. સિબ્બલના ડિનરમાં એવી ચર્ચા થઇ હતી કે કોરોના કાળમાં સરકારની થયેલી ભૂલોના કારણે અને અનેક તબક્કે નબળી કામગીરીના કારણે લોકો સરકાર બદલવા માંગે છે, મોંઘવારી વધવી, બેરોજગારી વધવી, પેગાસસ જાસુસી કાંડ વગેરેના કારણે પણ સરકાર સામેની નારાજગી વધી છે. જોકે આવી રજૂઆત કરનારા અંદર ખાને માને છે કે વિપક્ષો એક થાય તો પણ મોદી ત્રીજી ટર્મ માટે આવી જશે. વિપક્ષીનેતાઓને એ ખબર નથી પડતી કે શા માટે મમતા બેનરજી વડાપ્રધાનની પોસ્ટ માટે અને શરદપવાર રાષ્ટ્રપતિપદ માટે પ્રયાસ કરી રહ્યા છે?

ગુજરાત સમાચાર 18 Aug 2021 5:40 am

લુઈ ઝમ્પેરિનિને વિદાય આપવા આખું ગામ સ્ટેશને ઊમટી પડયું

- ઓલિમ્પિક માટેની સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવા ન્યૂયોર્ક જતા - લુઈની રોમાંચક જીવનકથા- ભાગ-6 - સારાંશ-વિનોદ ડી. ભટ્ટ - ઓલિમ્પિક સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેનાર લુઈ સૌથી નાની વયનો દોડવીર - પડોશીએ લુઈને સૂટકેસ ભેટ આપી, જેના પર લખ્યું'તુંઃ ''ટોરેન્સ ટોર્નાડો'' ઓલિમ્પિક રમતોત્સવના વિશ્લેષકોના મતે બર્લિનની ઓલિમ્પિકમાં લુઇ જ મેદાન મારી જવાનો હતો. લુઈને તો તેની જીતનો આત્મ વિશ્વાસ હતો જ, મોટોભાઇ પીટે પણ છાતી ઠોકીને કહેતો કે વર્ષ ૧૯૩૬ ની ઓલિમ્પિકમાં મારો નાનોભાઇ લુઇ જ જીતવાનો છે. ઓલિમ્પિકની ટ્રેક રેસમાં વિજય હાંસલ કરવાની નેમ સાથે લુઇએ પ્રેક્ટિસ વધારી દીધી. પીટેએ તેને તાલીમ આપવામાં જરાય કચાશ ન છોડી. રાત-દિવસ ૧૫૦૦ મીટરની દોડ અને બર્લિનની ઓલિમ્પિકના સ્વપ્નમાં જ લુઇ રચ્યોપચ્યો રહેતો હતો. પણ ઓલિમ્પિકના ત્રણેક મહિના અગાઉ કોણજાણે કેમ પણ તેને નિરાશાજનક વિચાર આવવા માંડયા કે ઓલિમ્પિકમાં તે કદાચ જીત નહીં મેળવી શકે. ટ્રેક રેસની તાલીમમાં રોજે રોજ તેની ઝડપ તો વધતી હતી પણ કર્નિંગહામ જેવા ઉંમરમાં તેનાથી સિનિયર દોડવીરો જેટલો સુધારો તેનામાં થતો નહોતો. લુઇને એવું લાગતું હતુ કે સિનિયરોની સરખામણીમાં તેના શરીરને તે ઝડપથી કેળવી શકતો નથી. એ પાછળનું કારણ વિચારતા લુઇને લાગ્યું કે મારા સિનિયરોની ઉંમર ૨૫ થી ૨૭ વર્ષની છે, જ્યારે મારી ઉંમર માંડ ૧૮ વર્ષની છે. હું તેમનાથી ઘણો નાનો હોવાથી કદાચ આમ થતું હશે. આવા વિચારના કારણે તે હતોત્સાહ થઇ ગયો. ઓલિમ્પિકના વિચારોમાં ડૂબેલા લુઇએ એક દિવસ અખબારમાં ૫૦૦૦ મીટરની દોડ સ્પર્ધાના સમાચાર વાંચ્યા. લોસ એન્જેલસના સ્પોર્ટસ સ્ટેડિયમમાં તા.૨૨ મી મે ના રોજ યોજાનારી એ ૫૦૦૦ મીટરની (૩ માઇલ ૧૮૮ યાર્ડસ) ટ્રેક કોમ્પિટિશનનું મુખ્ય આકર્ષણ નોર્મન બ્રાઇટ હતો. ૨૬ વર્ષનો આ સ્કૂલ ટિચર બે માઇલની દોડ સ્પર્ધામાં પહેલા નંબરે આવ્યો હતો. અગાઉ યોજાયેલી ૫૦૦૦ મીટરની એક દોડ હરિફાઇમાં પણ તેનો બીજો નંબર હતો. એ હરિફાઇમાં પહેલા નંબરે ઇન્ડિયાના યુનિવર્સિટીનો ૨૩ વર્ષનો ડોન લેસ આવ્યો હતો. કોઇ પણ દોડ સ્પર્ધામાં ડોન લેસ જૂના રેકોર્ડ તોડીને નવા-નવા રેકોર્ડ સર કરતો રહેતો હોવાથી રમત જગતમાં બધા તેને રેકોર્ડ-તોડ મશીન કહેતા હતા. આ બે ધુરંધર દોડવીરો લોસ એન્જેલસની ૫૦૦૦ મીટરની દોડ કોમ્પિટિશનમાં ભાગ લેવાના હતા, અને આવતા વર્ષે જર્મનીના પાટનગર બર્લિનમાં યોજાનારી ઓલિમ્પિકની ૫૦૦૦ મીટરની દોડ સ્પર્ધામાં અમેરિકા જે ત્રણ દોડવીરોને મોકલશે, તેમાં પણ આ બેના નામ તો લગભગ નક્કી થઇ જ ચૂકેલા છે. જોવાનું માત્ર એટલું જ બાકી રહે છે કે ઓલિમ્પિકમાં અમેરિકા તેના તરફથી ત્રીજા કયા દોડવીરને મોકલશે. પીટેએ નાનાભાઇ લુઇને સલાહ આપી કે અમેરિકા તરફથી ઓલિમ્પિકમાં જવા માટે તારે જો સિલેકટ થવું હોય તો લોસ એન્જેલસમાં યોજાનારી ૫૦૦૦ મીટરની દોડમાં તારે ભાગ લેવા જવું જ જોઇએ. એ દોડમાં જો તું નોર્મન બ્રાઇટની બરોબરી કરીશ તો ઓલિમ્પિક માટે સિલેકટ થવાના તારા ચાન્સ વધી જશે. પીટેની સલાહ તો સારી, વ્યાજબી અને વ્યવહારૂ હતી પણ લુઇ માટે આ સ્પર્ધામાં ભાગ લેવાનું જરા અઘરૂં એટલા માટે હતું કે અત્યાર સુધી તેણે ફક્ત ૧૫૦૦ મીટર કે તેથી થોડું આગળ વધીને ૧ માઇલની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ૫૦૦૦ મીટરની દોડ એટલે કે અત્યાર સુધીની દોડ સ્પર્ધાની સરખામણીમાં ત્રણ ગણી કરતાં વધારે લાંબી દોડમાં દોડવાનો આ સવાલ હતો. એક માઇલની દોડ સ્પર્ધામાં માત્ર ચાર રાઉન્ડ હોય છે, પરંતુ ૧૨ રાઉન્ડ દોડે ત્યારે ૫૦૦૦ મીટરની દોડ પુરી થાય છે...! ૫૦૦૦ મીટરની દોડ સ્પર્ધામાં બધા ૨૦ વર્ષ કે તેથી વધારે ઉમરના યુવાનો જ ભાગ લેતા હોય છે, જ્યારે લુઇ હજી માંડ ૧૮ વર્ષનો હતો. લોસ એન્જેલસની દોડ હરિફાઇને હવે માત્ર બે જ અઠવાડિયા બાકી હતા. તા.૨૨મી મેએ લોસ એન્જેલસની દોડ સ્પર્ધા પછી જુલાઇમાં ઓલિમ્પિક ટ્રાયલની કોમ્પિટિશનમાં તેણે ભાગ લેવાનો હતો. મોટાભાઈ પીટે અને બીજા ફ્રેન્ડસની સલાહ માની લુઈએ ૫૦૦૦ મીટરની દોડ સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી શરૂ કરી... લોસ એન્જેલસના સ્પોર્ટસ સ્ટેડિયમમાં ૧૦,૦૦૦ પ્રેક્ષકો તેજીલા તોખાર જેવા દોડવીરોને તેજ ગતિએ દોડતા જોવા માટે ઊમટી પડયા હતા. ટ્રેક પર બ્રાઇટ અને લુઇ એકબીજાને પરાસ્ત કરવા શરીરનું સમસ્ત જોર લગાવીને દોડતા હતા. ઘડીકમાં બ્રાઇટ તો બીજી ક્ષણે લુઇ આગળ નીકળી જતો હતો. બન્ને દોડવીરો દોડતા નહોતા, જાણે હવામાં ઉડતા હોય તેવું દર્શકોને લાગતું 'તું. બેમાંથી એકેયના પગ એકાદ ક્ષણથી વધારે વાર જમીન પર ટકતા જ નહોતા. દર્શકો સ્ટેડિયમમાં બેસવાને બદલે ઊભા થઇને ચીચીયારો પાડી દોડવીરોને તેમની ઝડપ હજીય વધારવા માટે પ્રોત્સાહિત કરતા હતા. કટોકટની આ રેસમાં સ્હેજ માટે લુઇ; બ્રાઇટની પાછળ રહી ગયો, પણ ૫૦૦૦ મીટરની દોડ સૌથી વધુ ઝડપે દોડનાર દોડવીરો તરીકે અમેરિકામાં બ્રાઇટ અને લુઇ એમ બન્નેનું નામ જાણીતું થઇ ગયું. આ દોડ સ્પર્ધા પછી લુઇમાં હિંમતનો પુનઃસંચાર થયો અને ઓલિમ્પિકમાં દોડવા માટે ફરી એકવાર તેના મનમાં આશા-ઉમંગનું મોજું ફરી વળ્યું. તે પછી તેરમી જૂને લુઇએ બીજી એક ૫૦૦૦ મીટરની રેસમાં ભાગ લીધો. પણ પ્રેકિટસ દરમિયાન તેના પગના અંગૂઠામાં થયેલી ઇજાના કારણે તે રેસમાં બરાબર દોડી ના શક્યો. આ રેસમાં પણ ૨૬ વર્ષનો નોર્મન બ્રાઇટ તેને ૪ યાર્ડ જેટલો પાછળ રાખીને ફિનિશ લાઇન ક્રોસ કરી ગયો. પણ લુઇ નામોશીમાંથી એટલા માટે બચી ગયો કે ભલે આ રેસમાં તે પહેલા કે બીજા નંબરે નહોતો આવ્યો, તેનો ત્રીજો નંબર હોવાથી ઓલિમ્પિક સિલેકશન ટ્રાયલમાં ભાગ લેવા માટે તેને આમંત્રિત કરાયો હતો. ત્રીજી જુલાઇ, ૧૯૩૬ની રાતે ટોરેન્સના ગ્રામજનો સ્ટેશન પર લુઇને વિદાય આપવા ઊમટી પડયા. ઓલિમ્પિક માટેની સિલેકશન ટ્રાયલમાં ભાગ લેવા લુઇ ન્યૂયોર્ક જઇ રહ્યો હતો. પોતાના ગામનો છોકરો ઓલિમ્પિક રમતોત્સવ માટે સિલેકટ થાય તેવી શુભેચ્છા સૌ તેને આપી રહ્યા હતા. ગામ લોકોએ ન્યૂયોર્કમાં રહેવા-જમવા અને ફરવા માટે લુઇને ઘણાં બધા ડોલર ભેટમાં આપ્યા. લુઇનો પડોશી નવા કપડાં, શેવિંગ કિટ અને અન્ય સામગ્રી ભરેલી સૂટકેસ લુઇને ભેટ આપવા માટે લઇ આવ્યો હતો. સૂટકેસ પર ''ટોરેન્સ ટોર્નાડો'' લખેલું હતું.

ગુજરાત સમાચાર 18 Aug 2021 5:35 am

રિયલ એસ્ટેટની હલચલ .

બીજી અને ત્રીજી લહેર વચ્ચેના આ સમયગાળામાં ભારતીય જનજીવનમાં આશાઓનો સાગર લહેરાય છે. બહાર સંક્રમણનો ભય અને ભીતર આર્થિક ચિંતાઓ ! વિવિધ બજારોમાં સુધારા તરફી વલણ જોવા મળે છે. દિવાળી ઉપર સામાન્ય તેજીનો અણસાર લોકોને જોવા મળશે પણ એને તેજી ન કહેવાય, એ તો પ્રાસંગિક ડિમાન્ડ જ કહેવાય. છેલ્લા બે વરસથી સ્થગિત થઈ ગયેલા શોપિંગ કામકાજ એક સાથે દેખાતા બજાર છલકાય એ સ્વાભાવિક છે. વધતી જતી મોંઘવારી અને નબળું પડી જતું અર્થતંત્ર દાઝયા પર ડામ જેવું સાબિત થઈ રહ્યું છે. તેની સીધી અસર રિયલ એસ્ટેટ પર પડી રહી છે. મકાનોના ખરીદ-વેચાણ ઉપર પણ ભારે અસર પડી છે. તાજેતરના સર્વેક્ષણ મુજબ છેલ્લા વર્ષમાં મકાનના ખરીદ વેચાણમાં પચાસ ટકાની પડતી આવી છે. જો કે નોઈડા, ગુરુગ્રામ અને કલકત્તામાં રિયલ એસ્ટેટમાં થોડોક વધારો જોવા મળે છે. પણ દેશના બીજા મહાનગરોમાં જમીન-મકાનની પડતી ચિંતાજનક છે. આ પરિસ્થિતિ માટે રિયલ એસ્ટેટને લગતા જે કડક નિયમો બનાવવામાં આવ્યા છે એ પણ કારણભૂત છે. બે નંબરની સંપત્તિની ખરીદી ઉપર બ્રેક અને તરાપ મારવાના સરકારના ઈરાદાની અસર જમીન-મકાનના વેચાણ પર પણ થઈ છે. સામાન્ય રીતે આ ચાતુર્માસ દરમિયાન જમીન મકાનમાં નવી લેવાલી નીકળતી હોય છે. ચોમાસુ સારું જશે એમ લાગે છે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખેંચાયેલો છે ને કિસાનો ઉદગ્રીવ દ્રષ્ટિએ આભને જોયા કરે છે. ઠંડક જ બાંધકામ ક્ષેત્રમાં ઘર કરી ગઈ છે. સરકારે આ ક્ષેત્રમાં કરોડો રૂપિયા ઠાલવ્યા છે જેનો લાભ ચપટીક લોકોને જ મળ્યો છે. નાણાં અને પોલિસીનો ભેદ એનડીએ સરકાર હજુ સમજી શકી નથી. આ બધાના લીધે રિયલ એસ્ટેટમાં એકદમ મંદી આવી ગઈ છે. ગયા વર્ષના આંકડા મુજબ જુદા જુદા શહેરોમાં હજારો મકાન રેડી પઝેશનમાં તૈયાર બેઠા છે, પણ ખરીદનારું કોઈ મળી રહ્યું નથી. સેલ્સ કોલનું પ્રમાણ તો ધૂમ છે પણ એક વાર સ્કીમ જોઈ ગયા પછી ગ્રાહકને ક્લોઝ કરવામાં બિલ્ડરોને નાકે દમ આવી જાય છે. બેન્કોના લોનના ધોરણો પણ ઉદાર છે તો પણ ભાડાના ઘરમાંથી ઘરના ઘરમાં જવાનો ઉત્સાહ નામશેષ થઈ ગયેલો દેખાય છે. જે લોકો રોકાણ કરવા માટે મકાન ખરીદતા એ લોકોએ પણ પાછીપાની કરી લીધી છે. આને લીધે અર્થવ્યવસ્થાને સારો ફટકો પડયો છે માટે રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા માટે સરકારે તજવીજ શરૂ કરી દીધી છે. પણ એનું કોઈ નક્કર પરિણામ મળી નથી રહ્યું. રિયલ એસ્ટેટની મંદી લાંબા ગાળાની અર્થવ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે. લોકડાઉન અને કોરોનાએ આ સેક્ટરને ગંભીર નુકસાન કર્યું છે. રિયલ એસ્ટેટનું ક્ષેત્ર લાખો લોકો માટે રોજગારી પેદા કરી આપે છે. કારીગર, એન્જિનિયર, માલસમાન બનાવતા ઉત્પાદકો સહિત હજારો એકમોને રિયલ એસ્ટેટ રોજગારી આપતું હોય છે. મકાન બની જાય પછી પણ તેના નિભાવ માટે સિક્યોરિટી સહિત ઘણી સેવાઓમાં રોજગારની તકો ઉભી થતી હોય છે. હવે અહીં મંદી આવે માટે બધા એકમોને ખરાબ અસર પડે જે અર્થતંત્રને સીધી અસર કરે. એવું નથી કે લોકોને નવું ઘર ખરીદવાની જરૂર નથી, પણ પ્રજાની ખરીદશક્તિ જ રહી નથી. મોંઘવારી વધી તેને કારણે લોકો કરકસર તરફ વળ્યાં છે અને મોટી ખરીદીને પાછળ ઠેલી રહ્યા છે. એની અસર જમીન-મકાન સિવાય વાહનના ઉદ્યોગ પર પણ પડી છે. આ વિષચક્ર ઘણા સમયથી ચાલતું આવ્યું છે. કોરોના પહેલા જેમ ઓટો ઉદ્યોગ માટે મંદીના વાયરા ચોતરફ વાતા હતા તેમ હવે કેટલાક બિલ્ડરો મંદીથી ઘેરાઈ ગયા છે. સરકારની ઘણી આર્થિક નીતિઓ આ દુર્વ્યવસ્થા માટે જવાબદાર છે. નોટબંધી અને જીએસટીની અણઘડ નીતિનો માર હજુ અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યો છે. લોકોના હાથમાંથી પૈસો ગાયબ થઈ રહ્યો છે અને રોજગાર છીનવાઈ રહી છે. માર્કેટમાં એક અસુરક્ષાનો માહોલ ફેલાઈ ગયો છે. માટે હવે કોઈ નવા રોકાણનું જોખમ ઉઠાવતા નથી. રિયલ એસ્ટેટમાં એક સમયે બહુ તેજી હતી, માટે તે સમયે તે ક્ષેત્રનું પણ અર્થતંત્રને બેકઅપ મળતું રહેતું. બે નંબરના નાણાંને સાચવવાની એક જગ જાહેર તિજોરી તરીકે રિયલ એસ્ટેટની ગુપ્ત ઓળખ હતી. સરકારે નોટબંધી પછી જે ફફડાટ ફેલાવ્યો એમાં રોકાણ કરનારા લાખો પંખીઓ ઉડી ગયા. એ રોકાણકારોએ પોતાના માળા ક્યાં ક્યાં બાંધ્યા તે તો અલગ વિષય છે પરંતુ બાંધકામમાંથી તો તેઓ ખસી ગયા. ઉપરાંત કેટલાક જૂના રોકાણકારો પણ અધવચ્ચે ફસાઈ ગયેલા છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 5:30 am

તાલિબાનઃ અમેરિકાની કૃપાથી ઊભું થયેલું સંગઠન

- 80ના દશકમાં અફઘાનિસ્તાનને ધમરોળનારા સોવિયેત યુનિયનના સૈનિકોની ફાઇલ તસવીર - અફઘાની નેતા અફઅહેમદ શાહ મસૂદે સાલ 2001માં યુરોપની સંસદને સંબોધન કરતી વખતે અમેરિકા પર મોટા હુમલાની ચેતવણી આપેલી - અફઘાનિસ્તાનમાં ઘૂસી ગયેલું રશિયા બલુચિસ્તાન પર હુમલો કરશે એવા ભયથી પાકે 1979માં યુએસની મદદ લઈ અફઘાન મુજાહિદ્દીન નામનું એક સંગઠન રચેલું, તે તાલિબાનનું મૂળ આ દુનિયા સ્ક્વૉશની રમત જેવી છે. તમે ફટકારેલો બોલ ક્યારેક ને ક્યારેક તમારી સામે આવે છે. જેટલો જોરથી ફટકો મારો એટલો વધુ ઝડપથી બોલ તમારી તરફ ધસી આવે છે. અમેરિકાએ પોતે જ શસ્ત્રો અને ડોલર આપીને તાલિબાન સંગઠન ઊભું કરેલું અને એ તાલિબાન સંગઠને અલકાયદાના ત્રાસવાદી કેમ્પો ઊભા કર્યા, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાનું કારણ બન્યા. અમેરિકાએ કરેલી સખાવત કેટલી પ્રબળ હશે કે એ પછી ૨૦ વર્ષ સુધી તેણે તાલિબાનને ખતમ કરવા લોહી, શસ્ત્રો અને ડોલર વહાવ્યા, પણ આ સંગઠન ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી. જેવા અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભર્યા કે તેણે પુનરાગમન કર્યું છે. માત્ર પુનરાગમન નથી કર્યું, સીધી સત્તા કબજે કરી લીધી છે. યુએસના હાથના કર્યા હૈયે વાગ્યા છે. તેણે દૂધ પાઈને ઉછેરેલો સાપ એટલો મહાકાય થઈ ગયો છે કે તેને મારવામાં તે સદંતર નીષ્ફળ નીવડયું છે. વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના સંકેતને સમજી લેવા માટે તાલિબાનના ઈતિહાસને જાણી લેવો અનિવાર્ય છે. * તાલિબ પશ્તુન શબ્દ છે. તાલિબ એટલે વિદ્યાર્થી. ફારસી ભાષામાં બહુવચન દર્શાવવા માટે તે શબ્દની પાછળ - આન - જોડવામાં આવે છે. જેમ કે સાહિબ તો સાહિબાન... એવીરીતે તાલિબનું તાલિબાન થયું. આ સંગઠન પાકિસ્તાનની સેના, આઇએસઆઈ અને પશ્તુનના બળવાખોરોએ મળીને રચ્યું. જ્યારે રચના થઈ ત્યારે તેમાં વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી. વિદ્યાર્થી એટલે તાલિબ. તેના પરથી જ આ સંગઠનનું નામ પડયું, તાલિબાન. અફઘાનિસ્તાનમાં આ સંગઠનને ગોરો-એ-તાલિબાન એટલે કે ગુ્રપ ઑફ તાલિબાન તરીકે ઓળખવામાં આવે છે. * ૧૯૭૯માં સોવિયેત યુનિયને (રશિયાએ) અફઘાનિસ્તાન કબજે કરી લેતા ઇસ્લામિક મુજાહિદ્દીન નામના એક સંગઠને બળવો કર્યો. તેઓ રશિયન સૈનિકો સામે યુદ્ધે ચડયા. સોવિયેત યુનિયનની શક્તિ જોઈને પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ મોહમ્મદ ઝિયા ઉલ હકને ફાળ પડી કે તે બલુચિસ્તાન પર હુમલો કરશે. આથી તેણે પહેલા સાઉદી અરેબિયાનો સંપર્ક સાધ્યો અને ત્યાર પછી અમેરિકાનો. પરિણામ એ આવ્યું કે સીઆઈએ, સાઉદી અરેબિયન જરનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (જીઆઈડી) અને આઈએસઆઈએ અફઘાન મુજાહિદ્દીનોને રશિયા સામે લડવા માટે તાલિમ, પૈસા, શસ્ત્રો બધું જ આપવાનું શરૂ કર્યું. તાલિબાનનો મુખ્ય વડો મોહમ્મદ ઉમર સહિત ૮૦,૦૦૦ અફઘાનોને આઈએસઆઈએ તાલિમ આપી. * અફઘાનિસ્તાનના ઈતિહાસમાં ૧૯૯૨નું વર્ષ બહુ મહત્ત્વનું સાબિત થયું. અત્યારે જેમ અમેરિકા સમર્થિત સરકાર ઊડી ગઈ તેમ ૧૯૯૨માં રશિયા સમર્થિત મોહમ્મદ નજિબુલ્લાહની સરકાર ધરાશાયી થઈ ગઈ. વિવિધ રાજકીય પક્ષો સત્તા માટે ખેંચતાણ કરવા માંડયા. અફઘાન મુજાહિદ્દીનમાંથી કેટલાય બીજા સંગઠનો બની ગયા. તેઓ પણ પોતાની રીતે સત્તા માટે હિંસક લડત ચલાવતા હતા. સોવિયેત યુનિયન પોતે વિઘટિત થઈ ગયું હોવાથી અહીં તે કશુું નિયંત્રિત કરવા સમર્થ નહોતું. એવામાં મોહમ્મદ ઉમરે ભ્રષ્ટ શાસનનો અંત આણી શુદ્ધ ઇસ્લામિક સમાજનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે તાલિબાન નામના સંગઠનની સ્થાપના કરી. * મુલ્લા મોહમ્મદ ઉમરે સપ્ટેમ્બર ૧૯૯૪માં કંદહારમાં ૫૦ વિદ્યાર્થીઓને જોડીને જે સંગઠન રચ્યું તે તાલિબાન. તેનો ઉદ્દેશ સામ્યવાદી શાસનનો અંત લાવીને ઇસ્લામિક કાયદા પ્રમાણેનું શાસન લાગુ કરવાનો હતો. થોડા જ મહિનાઓમાં આ સંગઠનમાં ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા. તેઓ રિયલ સેન્સમાં વિદ્યાર્થી જ હતા એટલે અહીં વિદ્યાર્થી લખ્યું છે. મોટા ભાગના વિદ્યાર્થી પાકિસ્તાનની મદ્રેસા જમાઇત-ઉલેમા-એ- ઇસ્લામમાં ભણેલા હતા. કંઈક જુદું શીખવા આવ્યા હતા અને હવે કંઈક જુદું કરવા લાગ્યા હતા. * અમેરિકા, રશિયા અને સામ્યવાદને દુશ્મન માનતું હોવાથી તેણે લાંબું વિચાર્યા વિના તાલિબાનનો સાથ આપવાનું શરૂ કરી દીધું. અમેરિકાએ અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓનું માનસ ઉશ્કેરવા મિલિટન્ટ ઇસ્લામિક ટીચિંગના પાઠયપુસ્તકો છપાવીને મોકલ્યા. પુસ્તકોમાં શસ્ત્રોના તથા સૈનિકોના ફોટા હતા. તેનો ઉદ્દેશ અફઘાની વિદ્યાર્થીઓના મગજમાં વિદેશી આક્રમણખોરો પ્રત્યે જેર પેદા કરવાનો હતો. ત્યારે અમેરિકાને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં તેમના જ સૈનિકો આ ધરા ધમરોળશે અને ત્યારે અમેરિકાના એ ચોપડા વાંચીને મોટા થયેલા ત્યાંના લોકો અમેરિકનો (વિદેશી આક્રમણખોરો) વિરુદ્ધ જેર ભરીને બેઠા હશે. * પાકિસ્તાને ૧૯૮૦માં અફઘાન મુજાહિદ્દીનને મદદ કરી હતી તેમ તાલિબાનની સ્થાપનામાં પણ ભરપૂર મદદ કરી. હવે તેની ગણતરી જુદી હતી. રશિયા બલુચિસ્તાન પર હુમલો કરશે એવો તેનો ભય તો ક્યારનો ઓસરી ગયો હતો. તેને હવે એવી ઇચ્છા હતી કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની કઠપૂતળી સરકાર બને. જેવી રીતે ઈરાન અત્યારે ઈરાકની રાજનીતિને નિયંત્રિત કરવાના મનસૂબા રાખે છે એમ. પાકિસ્તાનની ગણતરી ઊંધી પડી. તાલિબાન સંગઠન જોતજોતામાં તેમની કલ્પના બહાર મોટું થઈ ગયું અને તે કઠપૂતળી બનવાને બદલે આપખુદ બની ગયું. જોકે પાકિસ્તાન તે પછી પણ તેની સેવામાં સદૈવ તત્પર રહ્યું. * સપ્ટેમ્બર ૧૯૯૪માં તાલિબાને કંદહાર શહેર જીતીને બધાને ચકિત કરી દીધા. ચાર જાન્યુઆરી ૧૯૯૫માં તેમણે અફઘાનિસ્તાનના ૧૨ પ્રાન્ત કબજાવી લીધા. તાલિબાનને આટલા પ્રાન્તો કબજે કરવામાં ઝાઝું લોહી વહાવવું પડયું નહોતું. તેના બે કારણ હતા. ૧) તેમના સંગઠનમાં મોટા ભાગના કમાન્ડરો નાના-નાના બળવાખોર સંગઠનોમાંથી આવેલા હતા. એટલે અનુભવી હતા. મદ્રેસાના શિક્ષકો પણ તેમાં જોડાઈ ગયેલા. એટલે જ્યાં જરૂર પડે ત્યાં બળને બદલે કળથી, સમજાવટથી પણ કામ લેતા હતા. ૨) ત્યારે તેમની છાપ મસીહા જેવી હતી. અફઘાનિસ્તાનના લોકોને એમ હતું કે દેવદૂતો આવી રહ્યા છે. આથી તેઓ વિરોધ કરવાને બદલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી રહ્યા હતા. આઈએસઆઈએસનું પણ ઇરાકના ઘણા બધા પ્રોન્તોમાં આમ જનતાએ હાર્દિક સ્વાગત કર્યું હતું એવું જ કંઈક અહીં પણ બનેલું. * ત્યારે તાલિબાન ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા હતા, અરાજકતા સામે લડીને લોકોને સલામતી પૂરી પાડી રહ્યા હતા. સડકો અને વિસ્તારોનો સલામતી પૂરી પાડી રહ્યા હતા. ૧૯૯૫માં તેમની છાપ બગડી અથવા વાંચો કે તેમનો અસલી ચહેરો પ્રગટ થયો. ૧૯૯૫માં તાલિબાને કાબૂલની કૂચ કરી, પરંતુ ત્યાં અહેમદ શાહ મસૂદની સેનાના હાથે હારવું પડયું. હાર સહન ન થતા પાછા ફરતી વખતે તાલિબાને શહેર પર બોમ્બમારો કર્યો. પબ્લિકને સમજમાં આવી ગયું કે આ કોઈ મસીહા નથી. એક અન્ય સત્તા ભૂખ્યું બળવાખોર સંગઠન છે. * અફઘાનિસ્તાનની આમ જનતા ન તો તાલિબાનને ઇચ્છે છે ન પાકિસ્તાનને પ્રેમ કરે છે તેનો એક પુરાવો આ કિસ્સાથી મળે છે. પાંચમી સપ્ટેમ્બર ૧૯૯૫ના તાલિબાને હેરત શહેર કબજે કર્યું. અફઘાનિસ્તાનની તત્કાલીન સરકારે જાહેર કર્યું કે પાકિસ્તાન તાલિબાનને મદદ કરી રહ્યું છે. આ વિશે જાણ થયાની થોડી જ વારમાં અફઘાનિસ્તાનની આમ જનતાએ કાબૂલ ખાતે આવેલા પાકિસ્તાની દુતાવાસ પર હલ્લાબોલ કર્યો. * ૨૬મી સપ્ટેમ્બર ૧૯૯૬ના દિવસે તાલિબાને ફરીથી કાબૂલ પર હુમલો કર્યો. આ વખતે મસૂદની સેના ન ટકી શકી. ૨૭મી સપ્ટેમ્બરે તાલિબાને કાબૂલ કબજે કરી લીધું અને ઇસ્લામિક અમિરાત ઑફ અફઘાનિસ્તાનની સ્થાપના કરી. આવતાની સાથે તેમણે શરિયા કાનૂન લાગુ કરી દીધો. ૧૯૯૮ સુધીમાં તેમણે ૯૦ ટકા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો. * અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવી ત્યારે પણ તે આટલું જ તબાહ હતું જેટલું અત્યારે છે. કેમ કે ત્યાં દાયકાઓથી હિંસા ચાલુ જ હતી. પીવા માટે પાણીની તંગી હતી, વીજળી નહોતી, રોડ રસ્તા નહોતા, ટેલિફોન નહોતા, પેટ્રોલ-ડીઝલની અછત હતી. ખાવા ધાન નહોતું. રહેવા ઘર નહોતું. બાળ મૃત્યુદર આખા વિશ્વમાં સૌથી ઊંચો હતો. ૨૫ ટકા બાળકો પાંચ વર્ષના થાય એ પહેલા જ મરી જતા હતા. ૧૯૯૮માં ૯૮,૦૦૦ ઘરમાં માત્ર વિધવાઓ બચી હતી. આજની સ્થિતિ શું હશે તેની ફક્ત કલ્પના કરવી રહી. * ૧૯૯૪થી ૧૯૯૯ વચ્ચે આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાએ ૧,૦૦,૦૦૦ તાલિબાન ત્રાસવાદીઓને તાલિમ આપેલી. પાકિસ્તાની સેના અને આઈએસઆઈના અનેક અધિકારીઓ પોતે સ્વયં અફઘાનિસ્તાનમાં ઉપસ્થિત રહીને મોરચા પર કે પડદા પાછળ સક્રિય ભૂમિકા ભજવતા હતા. અમેરિકા અહીં સુધી ઘસઘસાટ ઊંઘતું હતું. ૨૦૦૧ પછી સફાળું જાગ્યું. * પરવેઝ મુશર્રફે તાલિબાન સાથે મળીને અહેમદ મસુદની સેના સામે લડવા માટે હજારો પાકિસ્તાની સૈનિકોને અફઘાનિસ્તાન મોકલ્યા હતા. ૨૦૦૧માં અફઘાનિસ્તાનની ધરતી પર ૩૦,૦૦૦ પાકિસ્તાની, ૧૫,૦૦૦ અફઘાની અને ૩,૦૦૦ અલકાયદા ત્રાસવાદી આતંક મચાવી રહ્યા હતા. તેમાંથી એક ઓસામા બિન લાદેન હતો. એ પાકિસ્તાની પાછા સૈનિકો નહોતા, આમ જનતામાંથી આવેલા મૂર્ખ છોકરા હતા. આઈએસઆઈએ ગુપ્ત રીતે ભરતી કરેલા આતંકીઓ હતા. * એક ગુપ્ત દસ્તાવેજમાંથી મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનમાં સામાન્ય માતાપિતાઓને ખબર પણ ન હોય કે તેના છોકરાઓને આઈએસઆઈએ ત્રાસવાદી સંગઠનમાં ભરતી કર્યા છે. જ્યારે તેની લાશ પાછી આવે ત્યાર જાણ થાય. અમેરિકાના વિદેશ વિભાગના દાવા પ્રમાણે તાલિબાન સંગઠનમાં ૨૦થી ૪૦ ટકા ત્રાસવાદીઓ પાકિસ્તાની રહેતા. * બ્રિટનની ગુપ્તચર એજન્સી એમઆઈ૬એ સાલ ૨૦૦૦માં ચેતવણી આપી હતી કે, પાકિસ્તાન અલકાયદાના આતંકવાદીઓને તાલિમ આપી રહ્યું છે. તાલિબાનના અફઘાનિસ્તાનની અંદર અલકાયદા પણ એક સ્ટેટ સરીખું બની ગયું હતું. પાકિસ્તાન અને તાલિબાનના પ્રોત્સાહન હેઠળ જ તેનો વિકાસ અને ઉછેર થઈ રહ્યાં હતાં. સાલ ૨૦૦૦માં પાકિસ્તાનની ભૂમિકા વિશે હ્યુમન રાઇટ્સ વૉચે કડક ભાષામાં ચેતવણી ઉચ્ચારેલી. * સાલ ૨૦૦૧માં અહેમદ શાહ મસૂદે બ્રસેલ્સમાં યુરોપિયન સંસદને સંબોધન કર્યું. તેમાં તેમણે કહ્યું, તાલિબાન અને અલકાયદાએ ઇસ્લામનું બહુ ખોટું અર્થઘટન કરી નાખ્યું છે. તાલિબાન પાકિસ્તાન અને બિન લાદેનના સપોર્ટ વિના એક વર્ષ પણ અફઘાનિસ્તાનમાં ટકી શકે નહીં. તેમણે એવી ચેતવણી પણ ઉચ્ચારી કે અમેરિકાની ધરતી પર બહુ મોટા હુમલાનું આયોજન થઈ રહ્યું છે. યુરોપિયન સંસદના પ્રમુખ નિકોલ ફ્રન્ટેઇને મસૂદને અફઘાનિસ્તાનમાં ઉદાર મતવાદનો ધુ્રવ તારક ગણાવ્યા હતા. નવમી સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ એક ત્રાસવાદી હુમલામાં મસુદનું મોત થયું. આ હુમલો ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧માં અમેરિકામાં થયેલા હુમલાની પૂર્વતૈયારીના ભાગ રૂપ હતો. આજની નવી જોક છગન (મગનને): શું કરે છે? મગનઃ સ્ત્રીદાક્ષિણ્ય દાખવી રહ્યો છું. છગનઃ એટલે? મગનઃ ફેસબુક પર બધી જ મહિલાઓની ફોટો લાઇક કરી રહ્યો છું. છગનઃ હેં!?

ગુજરાત સમાચાર 17 Aug 2021 7:05 am

દિલ્હીની વાત : ભાગવતે સરકારને આડે હાથ લીધી

નવીદિલ્હી : રાષ્ટ્રીય સ્વંયસંવેક સંઘના વડા મોહન ભાગવતે સ્વાતંત્ર્ય દિને ચીનના સંદર્ભમાં ટીપ્પણીઓ કરીને મોદી સરકારને આડે હાથ લીધી એ મુદ્દો ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો છે. ભાગવતે કહ્યું કે, ચીન પર નિર્ભરતા વધશે તો પછી આપણે ચીન સામે ઘૂંટણ ટેકવવા પડશે. આપણે ચીનના માલનો બહિષ્કાર કરવા ગમે તેટલી બૂમો પાડીએ પણ આપણા મોબાઈલમાં જે કંઈ છે એ બધું ક્યાંથી આવે છે ? ભાગવતે કહ્યું કે, સ્વદેશીનો અર્થ ભારતની પોતાની શરતે બિઝનેસ કરવો એવો થાય છે ને ભારતે સ્વ-નિર્ભર બનવું જોઈએ. મોદીએ ચીનના માલ પર નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભર બનવાની હાકલ કરી હતી તેના સંદર્ભમાં ભાગવતે આ ટીકા કરી છે. સરકાર માત્ર વાતો કરે છે પણ સાચા અર્થમાં આત્મનિર્ભરતા લાવી શકી નથી એવું ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. ભાજપનાં સૂત્રોના મતે, મોદી સરકારની આર્થિક નીતિઓ મુદ્દે સંઘ પહેલાં પણ નારાજગી બતાવી ચૂક્યો છે. કેન્દ્રની આર્થિક નીતિઓ તમામ લોકોનું ભલું કરી શકે તેમ નથી એવું સંઘનું માનવું છે. તૃણમૂલ-કોંગ્રેસ વચ્ચે વધી રહેલું અંતર તૃણણૂલ કોંગ્રેસના મુખપત્ર 'જાગો બંગલા'ના તંત્રી લેખમાં કોંગ્રેસનાં છોતરાં ફાડી નંખાતાં કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચેનું અંતર વધી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. લેખમાં કહેવાયું છે કે, તૃણમૂલ વિપક્ષી એકતા ઈચ્છે છે પણ તેને માટે ચોક્કસ નીતિ જરૂરી છે. તૃણમૂલે વિપક્ષી એકતાની તરફેણ કરી છે ને કોંગ્રેસને સાથે રાખવાની તૈયારી પણ બતાવી છે. તૃણમૂલે ભાજપના ઉદય માટે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળીને લખ્યું છે કે, કોંગ્રેસે કશું ના કર્યું તેથી ભાજપ સત્તામાં છે. કોગ્રેસે યોગ્ય લડત આપી હોત તો ભાજપને આટલી બધી બેઠકો ના મળી હોત. તૃણમૂલનાં સૂત્રોનું કહેવું છે કે, મમતા બેનરજી ભાજપને પછાડવા માટેચોક્કસ રણનીતિ સાથે આગળ વધવાની તરફેણમાં છે પણ રાહુલ ગાંધીના વર્તનથી અકળાયાં છે. તેમને લાગે છે કે, રાહુલ અપિરપક્વ રીતે વર્તી રહ્યા છે અને જૂના રાજકીય દાવપેચમાં જ વ્યસ્ત છે. રાહુલની સંસદથી વિજય ચોક સુધીની કૂચ જેવા પગલાંથી ભાજપને કોઈ ફરક ના પડે તેથી તેમાં સમય અને શક્તિ વેડફવાની જરૂર નથી. મોદીએ માતંગિનીને આસામી ગણાવતાં બંગાળમાં આક્રોશ મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા પ્રવચનમાં માતંગિની હાઝરાને આસામી ગણાવી દીધાં એ મુદ્દો બંગાળમાં ચગ્યો છે. તૃણમૂલ અને કોંગ્રેસ મોદીને બંગાળની અસ્મિતાનું ભાન નથી એવા આક્ષેપો સાથે તૂટી પડયાં છે તો ભાજપના નેતા બચાવમાં પડયા છે. પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે બચાવ કર્યો છે કે, આ બહુ નાની ભૂલ છે અને તેને મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. સામે તૃણમૂલ પ્રહાર કર્યો છે કે, મોદી બંગાળનું અપમાન કરે એ નાની ભૂલ કહેવાય ? મોદીએ પ્રવચનમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કિટ્ટ્રરનાં રાણી ચેન્નમ્મા, નાગાલેન્ડનાં રાણી ગાઈદિનલિયુનો ઉલ્લેખ કર્યા પછી માતંગિનીને આસામી ગણાવ્યાં હતાં. માતંગિની હાલના ઈસ્ટ મિદનાપોર જિલ્લાના તમલુકનાં હતાં. મહાત્મા ગાંધીના ચુસ્ત સમર્થક માતંગિનીનું ભારત છોડો આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં મોત થયું હતું. ભાજપના નેતા અંદરખાને સ્વીકારે છે કે, બંગાળની પ્રજા પોતાના વારસા વિશે અત્યંત સંવેદનશીલ છે. આ પ્રકારની ભૂલોના કારણે ભાજપ બંગાળની અસ્મિતાને સમજી શકતો નથી એવી છાપ પડે છે. મોદીએ પોતાનું જ્ઞાાન પ્રદશત કરવાના ઉત્સાહમાં ભાંગરો વાટી દીધો છે. બોમ્માઈ પણ યેદુરપ્પાને રસ્તે, પુત્રની દખલ શરૂ યેદુરપ્પાને હટાવીને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવાયેલા બસવરાજ બોમ્માઈ પણ યેદુરપ્પાના રસ્તે જઈ રહ્યા હોવાના અણસાર છે. યેદુરપ્પા મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પુત્ર વિજયેન્દ્રની સરકારમાં ભારે દખલગીરી હતી. વિજયેન્દ્ર સુપર સી.એમ. તરીકે વર્તતો હોવાના આક્ષેપો પણ થયા હતા. બોમ્માઈના પુત્ર ભરતે પણ વિજયેન્દ્રની જેમ સરકારી કામગીરીમાં દખલગીરી શરૂ કરી દીધી છે અને તાજેતરમાં ઉદ્યોગપતિઓ સાથેની મુખ્યમંત્રીની બેઠકમાં ગેરકાયદેસર રીતે હાજરી આપી હતી. અઝીમ પ્રેમજી, કિરણ મઝુમદાર શો, મોહનદાસ પાઈ સહિતના બેંગલુરુ સ્થિત ટોચના ઉદ્યોગપતિઓ બોમ્માઈની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન બેંગલુરૂમાં ઓદ્યોગિક અને આંતરમાળખાકીય સવલતોના વિકાસની ચર્ચા થઈ હતી. સરકારમાંથી ઉદ્યોગ મંત્રી મુરુગેશ નિરાની અને ઉદ્યોગ સચિવ સિવાય બીજું કોઈ હાજર નહોતું જ્યારે ભરત બોમ્માઈ હાજર હતા. ઉદ્યોગપતિઓની મુલાકાતની તસવીર વાયરલ થતાં ભરતની હાજરીનો ભાંડો ફૂટયો પછી ભાજપના નેતા જ સવાલ કરી રહ્યા છે કે, આવી હાઈ પ્રોફાઈલ બેઠકમાં ભરતને કઈ લાયકાતના આધારે હાજર રખાયો ? કોંગ્રેસે બોમ્માઈ વંશવાદી રાજકારણને આગળ ધપાવી રહ્યાનો આક્ષેપ મૂકી રહી છે. મમતાએ ત્રણ દિવસમાં સુસ્મિતાનો ખેલ પાડી દીધો મમતા બેનરજીએ આસામમાં તૃણમૂલ કોંગ્રેસનું વિસ્તરણ કરવા માટે બતાવેલી સ્ફૂર્તિની પ્રસંશા થઈ રહી છે. મમતાએ અપક્ષ ધારાસભ્ય તરૂણ ગોગોઈને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈને પ્રદેશ પ્રમુખપદ સંભાળવા ઓફર કરી હતી પણ ગોગોઈએ ઈન્કાર કરી દીધો હતો. ગોગોઈએ આસામની ઓળખ અને અસ્મિતા સાથે જોડાયેલો પક્ષ જ આસામમાં ચાલી શકે એવી વાતો કરી હતી. મમતાએ ગોગોઈ પાછળ સમય બગાડવાના બદલે કોંગ્રેસમાં સુસ્મિતા દેબને પકડીને ત્રણ દિવસમાં તો ખેલ પાડી દીધો. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસનાં પ્રમુખ રહી ચૂકેલાં સુસ્મિતા સાથે મમતાએ પોતે શનિવારે વાત કરીને આસામમાં તૃણમૂલનું પ્રદેશ પ્રમુખપદ સંભાળવા ઓફર કરી, સુસ્મિતાએ આ ઓફર સ્વીકારીને રવિવારે સ્વાતંર્ત્ય દિને કોગ્રેસથી આઝાદ થયાં ને સોમવારે તો કોંગ્રેસમાં જોડાઈ ગયાં. સુસ્મિતાના પિતા સંતોષ મોહન દેવ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. સાત વાર લોકસભામાં ચૂંટાયેલા દેવ આસામ અને ત્રિપુરા એ બે રાજ્યમાંથી લોકસભાની ચૂંટણી જીતવાની અનોખી સિધ્ધી ધરાવતા હતા. સુસ્મિતા પણ આસામ વિધાનસભા અને લોકસભામાં જીત્યાં છે. સુસ્મિતાની એન્ટ્રીથી તૃણમૂલને આસામમાં પગપેસારો કરવાની તક મળશે. પેગાસસ જાસૂસી, કેન્દ્ર પોતાની જ જાળમાં ફસાયું પેગાસસ જાસૂસી કાંડ મુદ્દે ભીંસમાં આવેલી મોદી સરકારે એકસપર્ટ્સની સમિતી બનાવવાની તૈયારી બતાવી છે. મોદી સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને આ તૈયારી બતાવી પણ સુપ્રીમ કોર્ટને તેનાથી સંતોષ નથી એ જોતાં આ મુદ્દે મોદી સરકારની હાલત બગડવાનાં એંધાણ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની એફિડેવિટને અધૂરી ગણાવીને કહ્યું કે, આ એફિડેવિટ પરથી એ સ્પષ્ટ થતું નથી કે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો છે કે નથી કરાયો. સુપ્રીમ કોર્ટે સૂચિત કમિટીનું કાર્યક્ષેત્ર શું હશે તેનો ઉલ્લેખ નથી એ મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે, મોદી સરકાર પેગાસસ જાસૂસી કાંડમાં પોતાની જ જાળમાં ફસાઈ રહી છે. એફિડેવિટમાં સરકારે દાવો કર્યો કે, પેગાસસ જાસૂસી મુદ્દે સ્વતંત્ર તપાસની માગણી કરતી જે પણ અરજીઓ કરાઈ છે એ બધી અટકળો, અનુમાનો અને મીડિયામાં આવેલા આધાર વિનાના સમાચારોના આધારે કરાયેલી છે. સવાલ એ છે કે, જાસૂસીની વાત ખોટી જ હોય તો સરકાર કમિટીની રચના કરીને તપાસ શાની કરવા માગે છે ? *** બાઝાર સમિતિ ફરીથી પુર્નજીવિત કરવાનો નીતિશનો નિર્ણય ભાજપ માટે યોગ્ય નહીં બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે સ્વતંત્રતા દિવસની જાહેરાતમાં જણાવ્યું હતું કે એગ્રિકલ્ચર બાઝાર સમિતિ પુર્નજીવિત કરવામાં આવશે, તેનું રિનોવેશન કરવામાં આવશે અને તેને રાજ્યમાં તબક્કાવાર ધોરણે વિકસાવવામાં આવશે. તેના લીધે ખેડૂતો ત્યાં જઈને તેના ઉત્પાદનો વેચી શકશે. અમે તેના પર ૨,૭૦૦ કરોડ રુપિયા ખર્ચીશું. અલગ બજાર અને કોલ્ડ સ્ટોરેજની સગવડો પણ બાઝાર સમિતિઓને પૂરી પાડવામાં આવશે. તેમા અનાજ, ફળો,શાકભાજીઓ અને માછલીઓનો સંગ્રહ કરી શકાશે. આમ રાજ્યમાં બાઝાર સમિતિને ફરીથી બેઠી કરવી તે નીતિગત ધોરણે એકદમ યુ-ટર્ન છે. નીતિશના આ પગલાંથી ભાજપ ઉશ્કેરાઈ શકે છે, પણ વિવિધ રાજ્યોમાં ત્રણ કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આ પગલાંનું સ્વાગત કર્યુ છે. કૃષિના ત્રણ કાયદામાં એક કાયદો ખેડૂતો મંડીની બહાર વેચાણ કરી શકે તેના માટેનો હતો. ખેડૂતોને ડર હતો કે તેના લીધે મોટી કંપનીઓ તેમનું શોષણ કરશે. નીતિશ સરકારે એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટિંગ કમિટી એક્ટને ૨૦૦૬માં સત્તા પર પરત ફરતા રદ કર્યો હતો. વિરોધ કરી રહેલા ખેડૂતો ખાતરી માંગે છે કે મંડીઓને ચાલુ રહેવા દેવામાં આવે. રાહૂલની કૂચમાં ટીએમસીએ ભાગ ન લીધો, મમતા સોનિયા સાથેની બેઠકમાં ભાગ લઈ શકે ટીએમસીના પ્રમુખ મમતા બેનરજી ૨૧મી ઓગસ્ટે વિપક્ષી નેતાઓની સોનિયા ગાંધી સાથે યોજાનારી બેઠકમાં ભાગ લઈ શકે છે. બાજપને વિપક્ષની તાકાત બતાવવા માટે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૪ની ચૂંટણી પૂર્વે વિપક્ષ ભાજપને તેની તાકાત બતાવવા માંગે છે. રાહુલ ગાંધીએ સંસદનું ચોમાસુ સત્ર પૂરુ થયા પછી સરકાર સામે વિરોધ કૂચ કાઢી હતી, પણ ટીએમસીના નેતાઓ આ વિરોધકૂચથી દૂર રહ્યા હતા. પક્ષના નેતાઓએ સૂચવ્યું છે કે તેઓ કોંગ્રેસની આગેવાની હેઠળ બીજા સ્તરની ભૂમિકા ભજવવા માંગતા નથી. મુખ્ય ન્યાયાધીશે લોમેકર્સની ટીકા કરી અને વકીલોને વખાણ્યા સ્વતંત્રતા દિનના દિવસે સુપ્રીમ કોટેના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે કાયદાઓ પર ચર્ચા કરવા પર ધ્યાન કેન્દ્રિત ન કરવા બદલ સંસદની આકરી ટીકા કરી હતી. તેમણે અગાઉના સમયની સાથે તુલના કરી હતી જ્યારે સંસદના બંને ગૃહો વકીલોથી ભરેલા હતા. તેમણે કાયદાકીય વર્તુળોને તેમનો સમય જાહેર સેવા પાછળ આપવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય છે. ગૃહમાં કોઈ યોગ્ય ચર્ચા જ થઈ નથી. કાયદાઓ અંગે કોઈ સ્પષ્ટતા નથી. સંસદના બંને ગૃહોમાં વકીલો અને બૌદ્ધિકોની ગેરહાજરીના લીધે આ સ્થિતિ જોવા મળી છે. આ વાસ્તવમાં જાહેર જનતાને થયેલું નુકસાન છે. આપણા સ્વતંત્રતા સેનાનીઓને જુઓ, બધા કાયદાકીય ક્ષેત્રના હતા. એક સમયે લોકસભા અને રાજ્યસભા વકીલોથી ભરેલી હતી. આજે દેશ ૭૫મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે નીતિઓ અને સિદ્ધિઓની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. સીપીએમે પહેલી વખત તેની ઓફિસ પર તિરંગો ફરકાવ્યો પહેલી વખત સીપીએમ દેશના સ્વતંત્રતા દિન સાથે જોડાયું અને તેણે તેની ઓફિસો પર તિરંગો ફરકાવ્યો. પરંતુ સીપીએમની ઉજવણી તેના રાજકીય હરીફોની ટીકા વગર પૂરી થઈ ન હતી. કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (કેપીસીસી)ના ચીફ કે સુધાકરને જણાવ્યું હતું કે મને સીપીએમના મનોવલણમાં આવેલા ફેરફારથી આનંદ થયો છે. આ પક્ષ અગાઉ ૧૫ ઓગસ્ટને જોખમી ૧૫ ઓગસ્ટ કહેતો હતો તેણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો શરુ કરી દીધો છે. સીપીએમે ગાંધીજીને નકાર્યા હતા. તેઓને હવે તેમની ભૂલો સમજાઈ છે. સીબીઆઇએ જજના મોતની માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ જાહેર કર્યુ ધનબાદના એડિશનલ જજ ઉત્તમ આનંદને ૨૮મી જુલાઈના રોજ ત્રિચક્રી વાહને કચડી નાખ્યા હતા તેના અંગે મહત્ત્વની માહિતી આપનારા માટે સીબીઆઇએ પાંચ લાખ રુપિયાના ઇનામની જાહેરાત કરી છે. માહિતી આપનારનું નામ ખાનગી રાખવામાં આવશે. ગુરુવારે સીબીઆઇએ તેનો પહેલો રિપોર્ટ ઝારખંડ હાઇકોર્ટમાં આપ્યો હતો. ઝારખંડ પોલીસે આ કિસ્સામાં ત્રિચક્રી વાહન ચલાવી રહેલા બેની ધરપકડ કરી છે. - ઇન્દર સાહની

ગુજરાત સમાચાર 17 Aug 2021 7:05 am

અફઘાનિસ્તાનમાં તાલિબાનના ક્રૂર શાસનની કાળરાત્રિની શરૂઆત

- તાલિબાને કાબુલમાં પ્રવેશ કરતાની સાથે જ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને નાસી છૂટયાં કબજો જમાવતાની સાથે જ કાબુલમાં - તાલિબાનની સત્તાવાપસી સાથે જ અફઘાનિસ્તાનમાં ભારતને અનેક પરિયોજનાઓ સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે, આમ તો તાલિબાને ભારત સાથે સારા સંબંધો રાખવાની ધરપત આપી છે પરંતુ ભૂતકાળને જોતાં તાલિબાન ઉપર વિશ્વાસ કરવો શક્ય નથી છેવટે આખી દુનિયાને જે ડર હતો એ સાચો ઠર્યો છે. અફઘાનિસ્તાનમાં કાળરાત્રિની ફરી શરૂઆત થઇ ગઇ છે. રવિવારે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપર કબજો જમાવતાની સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તાવાપસી નક્કી થઇ ગઇ છે. તાલિબાન લડવૈયાઓ કાબુલના એક પછી એક વિસ્તારો પર કાબુ મેળવી રહ્યાં છે અને દુનિયા ૨૦ વર્ષ પહેલાના બર્બર તાલિબાની શાસનને યાદ કરી રહ્યાં છે. કાબુલમાં ચોતરફ અફરાતફરીનો માહોલ રવિવારે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ કર્યો એ પછી રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને નાસી છૂટયાં. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ ખૂનામરકી અટકાવવા માંગે છે એટલા માટે દેશ છોડયો છે. બીજી બાજુ તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે યુદ્ધ પૂરું થઇ ગયું છે અને અફઘાનિસ્તાનના લોકોને ટૂંક સમયમાં જ નવી સરકારની રચના વિશે જાણકારી મળી જશે. રવિવારે તાલિબાનના કાબુલમાં પ્રવેશવાની ખબર ફેલાતા જ ચારે તરફ ભાગદોડ મચી ગઇ. અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોના હેલિકોપ્ટરો પોતાના કર્મચારીઓ અને નાગરિકોને બહાર કાઢવા માટે આકાશમાં ઊડી રહ્યાં હતાં. કાબુલના એરપોર્ટ ઉપર તો જાણે મેળાવડો જામ્યો હતો. સેંકડો લોકો દેશ છોડવા માટે પોતાનો વારો આવવાની રાહ જોઇ રહ્યાં હતાં. સ્થાનિક ટીવીમાં આવતા સમાચાર મુજબ રાત્રે શહેરમાં કેટલાંક વિસ્ફોટના અવાજ સંભળાયા પરંતુ દિવસે શાંતિ રહી. કેટલાંક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પણ લઇ જવાયા હોવાના સમાચાર હતાં પરંતુ જીવલેણ ઇજા હોય એવા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. અગાઉ આંતરરાષ્ટ્રીય ટીવી ચેનલો ઉપર તો તાલિબાન કમાન્ડરો રાષ્ટ્રપતિ ભવનમાં કબજો જમાવી ચૂક્યા હોવાના વીડિયો પણ આવી ગયા હતાં. અનેક હથિયારબંધ તાલિબાનો રાષ્ટ્રપતિ ભવનમાં ટહેલતા પણ જોવા મળ્યાં. તાલિબાને વીજળીવેગે દેશ પર કબજો જમાવ્યો હજુ તો ગત ૨૩ જૂને સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી હતી કે તાલિબાન અફઘાનિસ્તાનના ૩૭૦ જિલ્લાઓમાંથી ૫૦ ઉપર કબજો જમાવી ચૂક્યા છે. એ વખતે આખી દુનિયા ચકિત થઇ ગઇ હતી કારણ કે હજુ તો અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોની સેનાઓ અફઘાનિસ્તાન છોડવામાં વ્યસ્ત હતી અને તાલિબાન દેશ પર કબજો જમાવવા લાગ્યું હશે એનો કોઇને અંદાજ પણ નહોતો. એ પછી ગયા અઠવાડિયે જ અમેરિકાની ગુપ્તચર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે તાલિબાન ૩૦ દિવસની અંદર જ કાબુલની સરહદે પહોંચી જશે અને આવતા ૯૦ દિવસમાં આખા દેશ ઉપર કબજો જમાવી લેશે. પરંતુ તાલિબાન તો એના કરતા ક્યાંય વધારે ઝડપી નીકળ્યાં અને અમેરિકાની વૉર્નિંગના માત્ર એક અઠવાડિયામાં કાબુલ હાથમાં કરી લીધું. મહાસત્તાઓના કૂટનૈતિક ખેલનો ભોગ બનેલો દેશ અફઘાનિસ્તાન દાયકાઓથી મહાસત્તાઓની કૂટનૈતિક રમતોનો અતિશય ખરાબ રીતે ભોગ બનેલું રાષ્ટ્ર છે. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન સોવિયેત સેનાએ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો એ સાથે જ અફઘાનિસ્તાનની માઠી દશાની શરૂઆત થઇ હતી. એ સમયે સોવિયેત સંઘને ખાળવા માટે અમેરિકાએ જ અફઘાનિસ્તાનની ધરતી ઉપર આતંકી સંગઠનો ઊભા કરવામાં મદદ કરી હતી. સોવિયેત સંઘના વિઘટન બાદ રશિયન સેના અફઘાનિસ્તાનમાંથી હટી કે તરત જ તાલિબાને કબજો જમાવવાની શરૂઆત કરી દીધી હતી. વર્ષોથી માઠી દશામાં રહેલા અફઘાનિસ્તાનના લોકોને આશા હતી કે રશિયન સેના દૂર થયા બાદ તેમના દેશમાં શાંતિ સ્થપાશે અને તાલિબાન તેમને સુદૃઢ શાસન સ્થાપશે. પરંતુ તાલિબાને તો કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવાના નામે પ્રજા ઉપર કેર વર્તાવવાનો શરૂ કર્યો. એ પછી અમેરિકા ઉપર થયેલા ૯૧૧ હુમલા બાદ ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં છૂપાયેલો હોવાના દાવા સાથે અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં ઉતરી આવી. એ પછી ૨૦ વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે લડયા બાદ છેવટે અમેરિકાએ વિદાય લેવાનું નક્કી કર્યું અને ફરી વખત દેશ તાલિબાનના હાથમાં જઇ ચડયો છે. તાલિબાનના ક્રૂર શાસનની વાપસીના ભયથી થથરી રહ્યાં છે લોકો આમ તો તાલિબાને ધરપત આપી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સારા સંબંધો ઇચ્છે છે. ભલે તેઓ દેશમાં શરિયા કાનૂન લાગુ કરે પરંતુ છોકરીઓને અભ્યાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. તાલિબાને લોકોને ભૂતકાળ ભૂલવાની અપીલ કરી છે પરંતુ અફઘાનિસ્તાનના લોકો હજુ પણ તાલિબાનના ક્રૂર શાસનને ભૂલ્યાં નથી. સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલાઓના અધિકારોના ક્ષેત્રમાં જે થોડીઘણી પ્રગતિ થઇ છે એ પણ તાલિબાન સત્તામાં આવવાથી સંકટમાં આવી જશે. છેલ્લા ૨૦ વર્ષમાં અફઘાનિસ્તાનમાં લોકોનું આયુષ્ય ૫૬થી વધીને ૬૪ વર્ષ થયું છે. માતૃત્ત્વ મૃત્યુદર પણ અડધાથી વધારે ઓછો થયો છે. સાક્ષરતા દર આઠ ટકા વધીને ૪૩ ટકાએ પહોંચ્યો છે. બાળલગ્નમાં ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે આ બધા પર પાણી ફરી વળવાનો ભય છે. અમેરિકાની બે દાયકા લાંબા યુદ્ધમાં ભૂંડી હાર અફઘાનિસ્તાન અમેરિકાનું સૌથી લાંબો સમય સુધી રહેલું રણમેદાન બની ચૂક્યું છે. અનેક સંસાધનો અને હજારો લોકોના જીવની કિંમત ચૂકવ્યા બાદ પણ અમેરિકા આ યુદ્ધ જીતી શક્યું નહીં. યુદ્ધની સૌથી મોટી કિંમત અફઘાનિસ્તાનના લોકોએ ચૂકવી છે. છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનના આશરે ૪૭,૨૩૫ લોકોએ જીવ ગૂમાવ્યો છે. આ ઉપરાંત આશરે ૬૯ હજાર અફઘાન સૈનિકો પણ આ યુદ્ધમાં માર્યા ગયાનું અનુમાન છે. અમેરિકાએ ૨૪૪૨ સૈનિકો અને ૩૮૦૦ ખાનગી સુરક્ષાકર્મીઓ ગુમાવ્યાં છે. ઉપરાંત નાટોના ૪૦ સભ્ય રાષ્ટ્રોના ૧૧૪૪ સૈનિકો પણ માર્યા ગયાં છે. યુદ્ધના કારણે ૨૭ લાખ કરતા પણ વધારે અફઘાન લોકો બીજા દેશમાં જતાં રહ્યાં. આમાંના મોટા ભાગના ઇરાન, પાકિસ્તાન અને યુરોપ જતાં રહ્યાં. જે લોકો દેશમાં રહ્યાં એમાંનાં ૪૦ લાખ લોકો દેશની અંદર જ વિસ્થાપિત થઇ ગયાં. એક રિપોર્ટ અનુસાર અમેરિકાએ આ યુદ્ધ પાછળ ૨૨૬૦ અબજ ડોલર ખર્યી કાઢ્યાં છે. અમેરિકાના રક્ષા ખાતાના જણાવ્યા અનુસાર આમાંના ૮૧૫ અબજ ડોલર યુદ્ધ લડવામાં ખર્ચ થઇ ગયાં. યુદ્ધ બાદ અફઘાનિસ્તાનના નિર્માણ માટેની જુદી જુદી પરિયોજનાઓમાં ૧૪૩ અબજ ડોલર વપરાઇ ગયાં. ઇતિહાસમાં પહેલી વખત અમેરિકાએ આ યુદ્ધ માટે ઉધાર લેવાની જરૂર પડી અને હાલ પણ તે ૫૩૦ અબજ ડોલરનું વ્યાજ ચૂકવી રહ્યું છે. જોકે અફઘાનિસ્તાનના નવનિર્માણમાં અમેરિકાએ જે અબજો ડોલર ખર્ચ્યા એ બાતલ ગયા એટલું તો તાલિબાનના જોરને જોતાં લાગે છે. બીજા દેશોએ બંધ અને હાઇવે બનાવ્યા પરંતુ ઉપયોગમાં ન લેવાઇ શક્યાં. નવી હોસ્પિટલો અને શાળાઓ બન્યા પરંતુ એ ખાલી પડયાં છે. દેશમાં ભ્રષ્ટાચાર પણ ઘણો ફેલાયો છે. અફઘાનિસ્તાનમાં ભારતની પરિયોજનાઓ સામે પ્રશ્નાર્થ કાબુલ ઉપર તાલિબાનના કબજાની સાથે જ ડિપ્લોમેટિક એરિયાની સુરક્ષા વ્યવસ્થા પણ ખતમ થઇ ગઇ છે. ભારતે પણ પોતાના રાજદ્વારી કર્મચારીઓને પરત બોલાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે કાબુલ એરપોર્ટ ઉપર મચેલી અફરાતફરીના કારણે હાલપૂરતી તો તમામ ફ્લાઇટ રદ્ કરવામાં આવી છે. એ સાથે જ અફઘાનિસ્તાનમાં ભારતે અનેક યોજનાઓમાં કરેલા રોકાણ ઉપર પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે. છેલ્લા બે દાયકા દરમિયાન ભારતે અફઘાનિસ્તાનમાં આશરે ૫૦૦ જેટલી નાનીમોટી પરિયોજનાઓમાં રોકાણ કર્યું છે. જેમાં સ્કૂલો, હોસ્પિટલો, સ્વાસ્થ્ય કેન્દ્રો, હોસ્ટેલ અને પુલ સામેલ છે. અફઘાનિસ્તાનમાં લોકશાહીની નિશાનીસમાન સંસદભવન, સલમા બંધ અને ઝરાંજ-દેલારામ હાઇવેમાં પણ મોટું રોકાણ કર્યું છે. હવે આ પરિયોજનાઓનું શું થશે એ નક્કી નથી. જો તાલિબાન આ યોજનાઓને નુકસાન પહોંચાડશે તો છેવટે તો નુકસાન અફઘાન લોકોને જ થશે. પરંતુ ભારતને મોટું નુકસાન થઇ શકે છે કારણ કે અફઘાનિસ્તાનની સરકાર સાથે ભારતના સારા સંબંધો રહ્યાં છે અને તાલિબાનરાજ આવતાની સાથે ભારતનો પ્રભાવ ખતમ થઇ શકે છે. હાલ તો તાલિબાને ભારત સાથે સંબંધો સારા રાખવાની વાત ઉચ્ચારી છે પરંતુ ભૂતકાળને જોતાં તેના પર વિશ્વાસ થઇ શકે એમ નથી. એ સંજોગોમાં તાલિબાન ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે એના પર તમામ પરિયોજનાઓનો આધાર છે.

ગુજરાત સમાચાર 17 Aug 2021 7:00 am

આવ રે વરસાદ: ઇન્ટર લીંકીંગ પ્રોજેક્ટ ખેતી બચાવી શકશે..

- મેઘરાજાને રિઝવવા પ્રાર્થનાઓ અને યજ્ઞાો થઇ રહ્યા છે - પ્રસંગપટ - વરસાદ નહીં પડે તો? તે વિચાર માત્રથી ધ્રાસ્કો પડે છે. ગુજરાત સરકાર સામે કુદરતનો વધુ એક પડકાર આવરે વરસાદ..વરસાદ સંતાકૂકડી રમી રહ્યો હોય એમ લાગે છે. વાદળા ઘેરાયેલા રહે છે પણ વરસાદ પડતો નથી. કિસાનો નિરાશ છે કેમકે તેમનો ઉભો પાક બળી રહ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની દશા બહુ કફોેડી છે. મોટા ભાગના ડેમોમાં નવા નીર નથી આવ્યા. કેટલાક સૂકા ભઠ છે. હવામાન ખાતું,ખગોળ શાસ્ત્રીઓ, ભૂવાઓ, વરસાદ માટે કર્મકાંડ અને યજ્ઞા કરનારાઓ ઠંડા પવનના સૂસવાટા અનુભવે છે પણ વરસાદ નથી પડતો. લોકો ગમ્મત કરતાં કહે છે કે વરસાદને કોઇએ બાંધી રાખ્યો છે. વરસાદ નહીં પડે તો? તે વિચાર માત્રથી ધ્રાસ્કો પડે છે. ગુજરાત સરકાર સામે વધુ એક કુદરતી પડકાર ઉભો થયો છે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વરસાદ પડયો છે પરંતુ ઓવર ઓલ ગુજરાત તરસ્યું છે. શહેરોમાં લોકો પોતાની જીંદગીમાં વ્યસ્ત છે પરંતુ ટાઉન લેવલ અને ગામડાંમાં વરસાદ સિવાયની કોઇ ચર્ચા નથી. હવે કહે છે કે રક્ષા બંધન પછી વરસાદ પડશે. લોકો પાસે રાહ જોયા વિના છૂટકો નથી. આ એક એવી કુદરતી પ્રક્રિયા છે કે તેમાં કોઇ સરકાર પર આક્ષેપ મુકી શકે એમ નથી. એક તરફ ગુજરાત કોરૂં ધાકોડ છે તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગાના પાણી ઓસરવાનું નામ નથી લેતા. ફરી એકવાર પાણીનો સંગ્રહ કરવાનું યાદ આવ્યું છે. દિવંગત વડાપ્રધાન અને વર્તમાન વડાપ્રધાનના ગુરૂ એવા અટલ બિહારી વાજપેઇનો નદીઓ જોડવાનો આઇડયા હવે યાદ આવી રહ્યો છે. જેને રિવર લીંક પ્રોજેક્ટ નામ અપાયું હતું. તેની પાછળનો આઇડયા એ હતો કે દેશની દરેક નદીઓ બારે માસ ખળખળ વહેતી રહે. પાણીની તંગી ના પડે અને કિસાનોને સિંચાઇની તંગી ના પડે. દુકાળમાં પશુધન માટે પણ કપરો સમય ઉભો થાય છે. આવા કપરા સમયે રાજ્ય સરકારોને અગ્નિપરીક્ષા આપવી પડે છે. અટલજીનો ઇન્ટરલીંક પ્રોજેક્ટ સમજવા જેવો હતો. વેસ્ટ જતા વરસાદના પાણીને રોકવા આડબંધ વગેરે બાંધવામાં આવે છે પરંતુ આવું તો વરસાદ પડે ત્યારે કામ આવે છે હવે જ્યારે વરસાદ ના પડે તો આડબંધ પણ સૂકા ભઠ થઇ જાય છે. આ વખત જેવા વરસાદના ધાંધીયા ભૂતકાળમાં સરકારે અનેક વાર જોયા છે. સરકાર લીલા દુકાળને પહોંચી વળી શકે છે પરંતુ સૂકો દુકાળ તો આખા સમાજને આંખે પાણી લાવી દે એવો હોય છે. ગુજરાતના બંધો પણ ખાલી જોવા મળે છે ત્યારે તે પણ ચિંતા ઉપજાવી રહ્યા છે. અટલજીનો પ્રેાજેક્ટ દૂરંદેશી હતો. પરંતુ તેમની સરકાર બદલાયા બાદ તે અભરાઇએ ચઢાવી દીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ તે પ્રોજેક્ટ ફરી હાથ પર લીધો હતો. એટલે કે નદીઓના પાણીને અન્ય નદી સાથે જોડીને દરેકને ખળખળ વહેતી રાખી શકાય છે. જેના કારણે ખેત પેદાશો પણ વધી શકે. નદીઓને લીંક કરવાના પ્રજેક્ટને ત્રણ ભાગમાં પ્લાન કરાયો હતો. એક ભાગ ઉત્તર હિમાલયની નદીઓ, બીજો ભાગ દક્ષિણની નદીઓ જોડવાનો હતો, ત્રીજો ભાગ ઉત્તરની નદીઓને જોડવાનો હતો. દરેક રાજ્ય પોતાની નદીઓને જોડીને પાણી વેસ્ટ જતું અટકાવી શકે એવો આઇડયા હતો. ભારતની કમનસીબી એ છે કે તે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય છે, એટલેજ જ્યારે વરસાદ પડે છે ત્યારે ઇન્ટરલીંકીંગની વાત મંદ પડી જાય છે. ભારતમાં વરસાદની સિઝન ચાર માસ માટે હોય છે. તે ચારે માસ સતત નથી પડતો. તેમાંય સતત વરસાદ ભાગ્યેજ પડે છે. ક્યાંક વરસાદનો અતિરેક હોય છે તો ક્યાંક તે ભાગ્યેજ દર્શન આપે છે. ખેતી પ્રધાન દેશ ભારતમાં વરસાદના ધાંધીયા પોષાય એમ નહોતા એટલેતો નદીઓને લીંક કરવી જરૂરી હતી. ૨૦૨૦માં ગોદાવરી અને કાવેરીને લીંક કરવા ૬૦,૦૦૦ કરોડ ફાળવાયા હતા. એવીજ રીતે ૪૭ જેટલા ઇન્ટર સ્ટેટ લીંકીંગના કામ પર નજર રાખવા જલ શક્તિ બોર્ડ બનાવાયું હતું. નવ રાજ્યોમાંથી પણ રીવર લીંકીંગના પ્રોજેક્ટ માટેની ભલામણ આવ્યા બાદ મંત્રાલય કામે લાગી ગયું હતું. catch the rain, where it falls, when it falls જેવા અનેક સ્લોગનો સરકારે તૈયાર કર્યા છેે . લોકો પણ માને છે કે છાશવારે વરસાદના ધાંધીયાનો વિકલ્પ શોધવામાં સરકારે સાયન્ટિફીક એપ્રોચ અપનાવવો જોઇએ.નદીઓનું લીંકીંગ સરકારની મોટા ભાગની સમસ્યાઓ હલ કરી દેશે એમ લાગી રહ્યું છે. આ ખુબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આજકાલ મેઘરાજાને રિઝવવા પ્રાર્થનાઓ અને યજ્ઞાો થઇ રહ્યા છે. તેમાં એક પ્રાર્થના ઉમેરીને ભાગવાનને વિનવવા જોઇએ કે હે ભગવાન તું બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉભું કર..જેથી વરસાદ પડે..

ગુજરાત સમાચાર 17 Aug 2021 5:45 am

પ્રાણપંખેરું ક્યાંથી કેવી રીતે ઊડી જાય છે ?

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ - જીવમાત્રને એક માત્ર મૃત્યુનો ડર હોય છે. એ ડર નીકળી જાય તો એની અંતિમ પળો સુધરી જાય લગભગ દોઢ બે વર્ષ પહેલાં એક સરસ વિડિયો ક્લીપ વોટ્સ એપ પર ફરતી થઇ હતી. કદાચ તમે પણ જોઇ હશે. જેના જીવનની અંતિમ ઘડીઓ ગણાઇ રહી હતી એવા એક દર્દીના પરિવારની પરવાનગી સાથે આ પ્રયોગ હાથ ધરાયો હતો. કાચની પેટીમાં દર્દીને સુવડાવીને એના શરીરના કેટલાક અવયવો સાથે ઇલેક્ટ્રોડ જોડેલા હતા. એ ઓરડાની એક દિવાલ પારદર્શક કાચની હતી. એ તરફના બાજુના ઓરડામાં કેટલાક વિજ્ઞાાનીઓ કોમ્પ્યુટર્સ સાથે બેઠા હતા. દર્દીના શરીરમાંથી પ્રાણપંખેરું કે ચૈતન્ય શી રીતે બહાર નીકળે છે એ સમજવાનો આધુનિક વિજ્ઞાાનનો પ્રયાસ હતો. વિજ્ઞાાનીઓ એકીટસે દર્દીની કાચની પેટીને જોઇ રહ્યા હતા. અચાનક કાચની પેટીની એક દિવાલમાં તિરાડ પડી. કેટલોક હિસ્સો તૂટયો. કોઇ રહસ્ય ફિલ્મનું દ્રશ્ય હોય એમ દર્દીવાળો ઓરડાનો દરવાજો અંદરથી આપોઆપ ઊઘડયો. કશુંક પસાર થઇ ગયું. દર્દીના શરીરના કયા હિસ્સામાંથી પ્રાણપંખેરું ઊડી ગયું એની સમજ કોમ્પ્યુટર્સને કે વિજ્ઞાાનીઓને પડી નહીં. મહાભારતના યક્ષ પ્રકરણમાં યક્ષે યુધિષ્ઠિરને આ જ સંદર્ભમાં પ્રશ્ન પૂછયો હતો. સૃષ્ટિનું સૌથી રોમાંચક વિસ્મય કયું છે ? (શબ્દોમાં કદાચ આઘાપાછી હોઇ શકે.) યુધિષ્ઠિરે જવાબ આપેલો કે મૃતદેહને સ્મશાને લઇ જઇને અગ્નિદાહ આપ્યા પછી બહાર આવતો માણસ ફરી સંસારની આપાધાપીમાં મગ્ન થઇ જાય છે એ સૌથી મોટું વિસ્મય છે. માણસને ખ્યાલ આવતો નથી કે મારી પણ આ સ્થિતિ થવાની છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું, જાતસ્ય હિ ધુર્વો મૃત્યુ: લોકસાહિત્યની ભાષામાં કહે છે જન્મ્યા એટલા જાવાના. એક કવ્વાલીની પંક્તિ હતી- મૌત કિસ રૂપ મેં આકર તુઝે લે જાયેગી, યહ હકીકત તેરી તો સમજ મેં ન આયેગી... છેલ્લાં સો દોઢસો વરસમાં વિજ્ઞાાનની વિવિધ શાખાઓએ ગજબની શોધો કરી છે. ઇશ્વર તત્ત્વ (ગોડ પાર્ટિકલ)ની શોધનો પણ દાવો કરાયો હતો. માનવ શરીરના વિવિધ કૃત્રિમ અવયવો પણ બનાવ્યા. પરંતુ અંતિમ પળોમાં પ્રાણતત્ત્વ કે ચૈતન્ય શરીરમાંથી શી રીતે ઊડી જાય છે એ હજુ વિજ્ઞાાનને સમજાયું નથી. માની કૂખમાં બાળક શી રીતે પાંગરે છે એ કેટલેક અંશે સમજાયું છે પરંતુ ચૈતન્ય શી રીતે ઊડી જાય છે એ સમજાયું નથી. ઓશો રજનીશ કહેતા, મૈં મૃત્યુ સીખાતા હું... માણસ ગમે તેવો ચમરબંધી હોય, મૃત્યુના અણસાર માત્રથી રૂની પૂણી જેવો થઇ જાય છે. જીવમાત્રને એક માત્ર મૃત્યુનો ડર હોય છે. એ ડર નીકળી જાય તો એની અંતિમ પળો સુધરી જાય. ગાંધીવાદી કવિ કરસનદાસ માણેકનું એક અદ્ભૂત કાવ્ય છે. એ કાવ્યમાં કવિ મૃત્યુ માગે છે. કવિને કેવું મૃત્યુ જોઇએ છે ? માણવા જેવું છે- 'આ થયું હોત ને તે થયું હોતને, જો પેલું થયું હોત, અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત, હરિ હું તો એવું જ માગું મોત... ગિરિગણ ચડતાં, ઘનવન વીંધતાં તરતાં સરિતાસ્ત્રોત, સન્મુખ સાથી જનમજનમનો અંતર ઝળહળ જ્યોત, હરિ હું તો એવું જ માગું મોત...' ગાંધીજીએ કહેલું કે જો હું પથારીમાં ટાંટિયા ઘસતાં મરી જાઉં તો માનજો કે હું મહાત્મા નહોતો. બાય ધ વે, તમે વિચારજો. તમને કેવું મૃત્યુ ગમે ?

ગુજરાત સમાચાર 17 Aug 2021 5:45 am

અફઘાનમાં તાલિબાનોના સત્તારોહણથી વૈશ્વિક આંચકો

- અલ્પવિરામ - દુનિયામાં દક્ષિણપંથી કટ્ટર તાનાશાહો અને આતંકવાદી રાષ્ટ્રોનો અભ્યુદય સમગ્ર માનવજાતને કસોટીની નવી એરણે ચડાવીને અણધાર્યા વિનાશને નોંતરશે અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારનું પતન થયું છે અને સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાને પોતાનો ઝંડો લહેરાવ્યો છે. યોગાનુયોગ તાલિબાનોએ પંદરમી ઓગસ્ટે જ વિજયોત્સવ મનાવ્યો છે. મિસ્ટર ગની નાસીને કઝાકિસ્તાનમાં છુપાઈ ગયા છે. આમ તો આ આકસ્મિક ઘટનાક્રમ બતાવવામાં આવે છે પરંતુ ખરેખર તો તાલિબાનોએ સત્તા મેળવવાનું કાઉન્ટડાઉન ક્યારનુંય શરૂ કરી દીધું હતું. અમેરિકાની દગાબાજીને કારણે અફઘાન પ્રજાનું ભવિષ્ય તાલિબાનના જોખમી હાથમાં આવી ગયું છે. અમેરિકાએ ઓસામા બિન લાદેનને ખત્મ કર્યા પછી પણ અફઘાનિસ્તાન પર વેર વાળવાનું ચાલુ રાખ્યું છે. અફઘાન પ્રજા ઘણા લાંબા સમયથી અમેરિકી સૈન્યના વેન્ટિલેટર પર હતી. એ વેન્ટિલેટર ખસેડી લેવાની ટ્રમ્પે ચાલુ કરેલી પ્રક્રિયાને બાઈડને પણ ચાલુ રાખતા આખરે અફઘાનિસ્તાનમાંથી લોકશાહીનું પ્રાણપંખેરુ ઉડી ગયું છે. દુનિયાના નકશામાં વધુ એક આખા આતંકવાદી દેશનો ઉમેરો થયો છે. ભારત અણુશસ્ત્રસંપન્ન દેશ છે એટલે નિર્ભય તો છે પરંતુ દૂરના ભવિષ્યમાં તાલિબાનો સાથે સંઘર્ષ તો રહેવાનો નક્કી છે. અફઘાનિસ્તાનમાં ભારતનું ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ છે જેના પર હવે પાણી ફરી વળ્યું કહેવાય. શાસકોના દૂરંદેશીતા વિનાના રોકાણો પ્રજાના અઢળક ધનનો નિરર્થક વ્યય કરે છે એમ ચાણક્યે કહ્યું છે. દુનિયામાં કટ્ટર તાનાશાહો અને આતંકવાદી રાષ્ટ્રોનો અભ્યુદય સમગ્ર માનવજાતને કસોટીની નવી એરણે ચડાવીને અણધાર્યા વિનાશને નોંતરશે. સમગ્ર પ્રકરણ જાણે કે માત્ર અફઘાનિસ્તાનના હિતમાં હોય એ રીતે અમેરિકાએ પાર પાડયું છે જે ખરેખર તો ઈસ્લામિક સ્ટેટ સામે લડવા માટે તાલિબાનોને પોતાની પડખે લેવાની અમેરિકાની એક ચાલબાજી જ છે. ઉપરાંત અગાઉના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ પોતાના સૈન્યને ચારેબાજુથી સ્વદેશ પાછું બોલાવી લેવા ચાહે છે. પણ એનો પૂરો અમલ થઈ શક્યો ન હતો. અમેરિકાને અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી પોતાની શેતરંજી અને શતરંજ બન્ને સંકેલવાની ઉતાવળ છે. આ ઉતાવળને કારણે જ અફઘાન સરકાર અને તાલિબાનો વચ્ચે કતારના પાટનગર દોહામાં થયેલા શાન્તિ અને સત્તા ભાગીદારીના કરાર અસ્પષ્ટ, ઉતાવળા અને લાંબે ગાળે નિષ્ફળ નીવડનારા હતા જે હવે દેખાય છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોના રાજ અને સામ્રાજ્યને ઉખાડીને ફેંકી દીધું એને આજે અઢાર-વીસ વરસ થવા આવ્યા પછી એ જ અમેરિકાએ તાલિબાનોની મહત્ શરતો સ્વીકારીને શાન્તિ કરાર કર્યા હતા. જે આમ તો અશરફ ગનીને છેતરવાની આબાદ ચાલબાજી હતી. એ પણ ત્યારે કે જ્યારે અમેરિકા અરધું અફઘાનિસ્તાન હારી ચૂક્યું હતું. અમેરિકાને આ અફઘાનિસ્તાને ઓસામા બિન લાદેનની હયાતીમાં અને એના પછી પણ ઘોર નુકસાન કર્યું છે. અમેરિકાની તમામ પ્રકારની વિદેશનીતિએ અહીં શીર્ષાસન કરવાનો વારો આવ્યો છે. અફઘાનિસ્તાનની ચૂંટાયેલી સરકારની તકલીફો તરફ કોઈએ ધ્યાન આપ્યું ન હતું અને એટલે જ અફઘાન પ્રજા નિ:સહાય રીતે તાલિબાનોના ક્રૂર શાસનમાં આવી ગઈ છે. એની અસર ભારતને પણ થશે. યુદ્ધથી ધ્વસ્ત થયેલા એ દેશને બેઠો કરવામાં ભારતે અબજો રૂપિયાનું રોકાણ કરેલું છે. તાલિબાનોના સત્તારોહણથી અફઘાનિસ્તાનમાં ચાલતો આંતરિક લોહિયાળ જંગ તો અટકી ગયો છે. વળી એક રીતે તો અફઘાનિસ્તાનના ભૌગોલિક ટુકડા પણ હવે નહિ થાય. બીજી રીતે જુઓ તો અરધા અફઘાન પ્રદેશ પર સંપૂર્ણ તાલિબાન શાસન ઓલરેડી હતું જ. એટલે સરકારમાં જોડાવાથી તાલિબાનોને કંઈ વધારાનો કોઈ માણેકમોતી થાળ મળી જવાનો ન હતો. પરંતુ જ્યાં તેમની સત્તા હતી તે એક તો હવે આધિકારિક બની અને સમગ્ર દેશ સાથેના સંકલનમાં આવી. તાલિબાનો અને અફઘાન સરકાર વચ્ચે ધાર્મિક મતભેદ ન હતો, બન્ને એમના દેશને ઈસ્લામિક રાષ્ટ્ર તરીકે જ જુએ છે. પરંતુ ઉદારતા અને રૂઢિચુસ્તતાની ટક્કર હતી જેમાં કટ્ટરવાદ જીત્યો છે અને આધુનિકતાનો ઘોર પરાજય થયો છે. અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓ ઘણી સ્વતંત્રતા ભોગવતી હતી. જીન્સના પેન્ટ પહેરી યુવતીઓ કોલેજ જતી હતી. અફઘાન સરકારે મહિલાઓને આપેલા અધિકારો હવે તાલિબાનો આવતા પાછા ખેંચાઈ જવાના નક્કી છે. અફઘાન સરકાર હસ્તકના પ્રદેશમાં તો કોઈ કરાળ કાળ ઉતરી આવ્યો હોય એમ નાગરિકો ઉદાસ હતા. છાને પગલે છેલ્લા છ મહિનાથી નાસભાગ ચાલતી હતી. છેલ્લા ચારેક દિવસમાં એ નાસભાગ દુનિયાએ મીડિયા અને સોશિયલ મીડિયામાં પરાકાષ્ઠાએ પહોંચેલી જોઇ લીધી છે. આજ સુધી તાલિબાનોએ અફઘાન સરકારને અમેરિકાની કઠપૂતળી કહી હતી. તાલિબાનો અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ વચ્ચે પણ ગુપ્ત સમજુતી છે. અગાઉ અફઘાન સરકાર સામે લડવા માટે તાલિબાનોને પાકિસ્તાને જ શસ્ત્રો આપ્યા હતા. તાલિબાનો જો એક મ્યુઝિયમ બનાવે તો એમાં દુનિયાના અનેક દેશોના શો જોવા મળે અને એની શરૂઆત પણ અમેરિકાથી જ થાય જે એણે રશિયા સામે લડવા માટે તાલિબાનોને આપ્યા હતા. તાલિબાનો સત્તામાં આવ્યા પછી હવે અફઘાનિસ્તાનની વિદેશનીતિ ઉટપટાંગ થઈ જવાની છે. પાકિસ્તાન આ તાલિબાનો મૂળભૂત રીતે આતંકવાદી હોવાથી એનું સમર્થક છે. પાકિસ્તાનના કેટલાક જાસૂસી ઉપકરણોનો ઉપયોગ કરીને જ તાલિબાનોએ અફઘાન સરકાર પર ધાક જમાવી હતી. હજુ પણ તાલિબાનો પાસે મોટા શસ્ત્રાગાર છે જે હવે અફઘાન સૈન્યના શસ્ત્રો સાથે ભળી જશે. આંતરરાષ્ટ્રીય તખ્તા પર વાટાઘાટો અને સુલેહસંધિમાં તાલિબાનો સાથેના અગાઉના તમામ કરારોએ અમેરિકાની આબરૂનું પણ લીલામ કર્યું છે. કારણ કે આજથી વરસો પહેલા, અંદાજે ઈ. સ. ૨૦૧૦માં તાલિબાનોના એક ટોચના ખૂંખાર નેતા અબ્દુલ ગની બરદારે શાન્તિની વાટાઘાટો માટે જ ઉત્પાત મચાવ્યો હતો પણ ત્યારે અમેરિકા અને તત્કાલીન અફઘાન સરકારે એમાં કોઈ રસ ન લીધો અને પાકિસ્તાનની મદદથી એ અબ્દુલ ગનીને જેલમાં પૂરી દીધો. જે ઈ. સ. ૨૦૧૮માં પાકિ. જેલમાંથી મુક્ત થયો. દોહામાં યોજાયેલી બેઠકમાં એ અબ્દુલ ગની જ તાલિબાનો વતી વાત કરવામાં મોખરે હતો. કારણ કે સુલેહસંધિનું જે મોડેલ તૈયાર થયું છે તે આ અબ્દુલ ગનીની પ્રકાણ્ડ બુદ્ધિની જ નીપજ છે. અમેરિકાએ દસેક વરસ મોડા પણ એ જ અબ્દુલ ગનીની વાત સ્વીકારવી પડી એ બતાવે છે કે અમેરિકી વિદેશ મંત્રાલય હવે પહેલા જેવું રહ્યું નથી અને તાલિબાનોની લગભગ તમામ શરતો સ્વીકારવાની નાલેશી પણ એ મંત્રાલયે પચાવી લીધી હતી. અમેરિકાને ખબર પડી કે તાલિબાનોના મૂળ બહુ ઊંડા છે અને લાંબી લડાઈનો હવે કોઈ અર્થ નથી ત્યારે ઈ. સ. ૨૦૧૩નું વરસ ચાલતુ હતું. ત્યારથી દોહામાં અમેરિકાએ એક એવું વિશેષ કાર્યાલય જ ખોલ્યું હતું જ્યાં તાલિબાનોની અવરજવર રહેતી અને રાજકીય સમાધાન માટેની વાટાઘાટોની પૂર્વભૂમિકા તૈયાર થયા કરતી. જેમાં પણ અમેરિકાએ તાલિબાનોના અનેક અપમાનોમાંથી પસાર થવું પડયું હતું. અમેરિકા અને તાલિબાન હવે ફરી મિત્રો બની રહ્યા છે. પહેલા મિત્ર પછી દુશ્મન અને હવે ફરી મિત્ર. આ પરિસ્થિતિ સમગ્ર ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયામાં નવા જ સમીકરણો રચશે. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય હિતો પર એ રીતે હવે નવો પરોક્ષ અમેરિકન અંકુશ રહેશે. અગાઉ અફઘાન સરકાર પર પણ અમેરિકન અંકુશ હતો પરંતુ હવે તો અમેરિકાએ નવી જ ગેઈમની શરૂઆત કરી છે. પાકિસ્તાનથી હાથ ખંખેરીને તાલિબાનો તરફ ઢળવાના કારણો હજુ તરત તો નહિ ઓળખાય પરંતુ જે પાકિ. સરકાર અત્યારે આ નવા અફઘાન ઘટનાક્રમોથી રાજી છે એ જ પાકિસ્તાનને માટે આ સત્તારોહણ બહુ નજીકના ભવિષ્યમાં ભીષણ સંકટ પણ બની શકે છે.

ગુજરાત સમાચાર 17 Aug 2021 5:35 am

ચિકનગુનિયાનું પુનરાગમન

છેલ્લા ત્રણેક માસથી ગુજરાતના જન-જીવનમાં ચિકનગુનિયાનું અભૂતપૂર્વ આક્રમણ થયું છે અને રાજ્ય સરકારનો શાસક પક્ષ પોતાના વિવિધ સાંધાના અને વાંધાના દુ:ખાવાને દૂર કરવામાંથી ઊંચો આવ્યો નથી. આમ તો અત્યારે આ મહારોગ ઠેરઠેર જોવા મળે છે પરંતુ એનો વ્યાપ અને ઝડપ એટલા છે કે જો હજુ પણ સરકાર એના નિયંત્રણ પર સીધું ધ્યાન નહિ આપે તો ઈ. સ. ૨૦૧૭ની જેમ ફરી ઘેર ઘેર ચિકનગુનિયા જોવા મળશે. સૌથી મોટું સંકટ જે તબીબો ઉચ્ચારે છે તે એ કે આની સીધી કોઈ દવા નથી. પૂર્વ આફ્રિકાના દેશ તાન્ઝાનિયાથી આમ તો આ રોગ લાંબો પ્રવાસ કરીને ભારતમાં આવેલો છે. મૂળભૂત રીતે આ એક પશુરોગ છે. ગુજરાતના પશુપાલકો એક જમાનામાં પશુઓને થતા આ રોગને 'વલો' તરીકે ઓળખતા હતા અને પશુ ચિકિત્સકો સારવાર કરતા હતા. આ રોગ તાન્ઝાનિયાના જંગલોમાંથી પહેલા ભારતીય પશુઓમાં આવ્યો અને એને ગંભીરતાથી ન લેવાતા આગળ વધીને હવે એ જનસમૂહને પોતાના ભરડામાં લેવા લાગ્યો છે. મચ્છરો જ આ રોગના વાહક છે. કેરળમાં એક તરફ કોરોનાના નવા કેસોએ ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું છે અને બીજી તરફ ચિકન ગુનિયા અત્યારે પરાકાષ્ઠાએ છે. ઉપરાંત ત્યાં તો ઉંમર લાયક નાગરિકો મૃત્યુ પામવા લાગ્યા છે અને એ સંખ્યા પણ વધારે છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ માસમાં જે વૃદ્ધજનોના એકાએક મૃત્યુ થવા લાગ્યા છે તેમાંના પણ ઘણા ચિકનગુનિયાનો જ શિકાર બનેલા છે. અત્યારે જ ગુજરાતમાં હજારો પરિવારો એવા છે કે જેના આખા ઘરને ચિકનગુનિયાની યાતનામાંથી પસાર થવાનો પ્રસંગ આવ્યો હોય. રાજ્ય સરકારે મહામારી કક્ષાએ જઈ રહેલા આ રોગના સર્વેક્ષણ-સંશોધન પણ કરાવ્યા નથી અને કોરોનાની ત્રીજી લહેરની ચિંતામાં હતપ્રભ બની ગયેલા સરકારી વ્યવસ્થાતંત્રો પણ પ્રજાની આ યાતનામાં આશ્વાસન આપવા કામે લાગ્યા નથી. ગુજરાતના તબીબો બહુ શરૂઆતમાં ચિકનગુનિયા અને ડેંગ્યુ વચ્ચેનો ભેદ પારખી શકતા ન હતા પરંતુ આજે તો આ રોગના લક્ષણો જ એટલા લોકખ્યાત થઈ ગયા છે કે એના સાવ પ્રાથમિક ચિહ્નથી જ એને ઓળખી લેવાય છે, બીજી તકલીફ એ છે કે આ રોગના હુમલાની સમગ્ર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એને રોકી શકાતો નથી. ગુજરાતમાં આયુર્વેદ સહિતની જેટલી એલોપથીની વૈકલ્પિક તબીબી વિદ્યાઓ છે તે તમામ અત્યારે તો પ્રાયોગિક ધોરણે કામે લાગેલી છે. રાજ્ય સરકારના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં આની રાહત કરનારી દવાઓ પણ ઉપલબ્ધ નથી તો ઉપચારક ઔષધિની તો વાત જ ક્યાં કરવાની ! ચિકન ગુનિયામાં આખું શરીર જકડાઈ જાય છે ને પછી મહદઅંશે પગના સાંધાઓમાં લાંબા ગાળાનો દુ:ખાવો એવી રીતે પડાવ નાંખે છે કે કાયમી અસર છોડી જાય છે. આ રોગ નિર્મૂળ થાય છે ખરો પણ લાંબો સમય લાગે છે ને તેમાં પણ દર્દી જો પરેજી ન પાળે તો ફરીથી એની એ જ સ્થિતિ થતા વાર લાગતી નથી. એટલે કે એકવાર ચિકનગુનિયા થાય પછી લાંબા ગાળા સુધી એના આફ્ટરશોક આવતા રહે છે. દર્દી જકડાઈ જાય છે ત્યારે એની પીડા ખૂબ હોય છે પરંતુ સામે પક્ષે દર્શકોને સકરૂણા હાસ્ય ઉત્પન્ન થાય છે. વળી આ દર્શકો સ્વયં પણ થોડા સમયમાં એવી જ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે. પ્રજાના હાથપગ કોઈ પણ અકસ્માત વિના જ ભાંગી ગયા જેવી સ્થિતિ સર્જનારા આ રોગ સામે સરકાર હાથપગ જોડીને જે બેસી રહી છે તે પ્રજા માટે આ રોગ જેવી જ એક વધારાની યાતના છે. આ રોગ સામે લડવા માટે જેઓ ચાલવા જતા ન હતા તેઓ હવે ચાલતા થઈ ગયા છે. ઉપરાંત રાજ્યના ગ્રામ વિસ્તારોમાં તો ઘરગથ્થુ ઉપચાર તરીકે વિવિધ પ્રકારના ઉકાળાઓ અને પ્રાત:કાળે એના પરબ પણ સેવાભાવી લોકોએ શરૂ કર્યા છે. આટલા ઊહાપોહ વચ્ચે અંધશ્રદ્ધા થોડી છાની બેસી રહે ? એનાય ખેલ અંતરિયાળ વિસ્તારોમાં શરૂ થઈ ગયા છે ને એના પ્રકારો અને વિકારોની યાદી બહુ લાંબી છે. એકાદ નમૂનો યાદ કરવો હોય તો - એક ગામમાં ચિકનગુનિયા 'ઉતારવા' માટે દર્દીને ચાબુક મારવામાં આવે છે ! એક તો રોગની પીડા ને એના પર ચાબુકનો બેરહમ અભિષેક ! આપણા દેશમાં તો સામાજિક, ધાર્મિક, આર્થિક અને હવે તો રાજકીય અંધશ્રદ્ધાઓ સાથે તબીબી અંધશ્રદ્ધાના પણ હજારો દ્રષ્ટાન્ત જોવા મળે છે. આ આપણી અનુઆધુનિકતા (પોસ્ટ મૉડર્નિઝમ)નો બીજો કૌતુક પ્રેરક છેડો છે જ્યાં બુદ્ધિજીવીઓનું ડહાપણ સાંભળવા કોઈ તૈયાર નથી. દેશના અનેક રાજ્યોમાં ઝડપથી ફેલાતા જતા ચિકનગુનિયા પરત્વે કેન્દ્ર સરકાર પણ ઉદાસીન છે. ચિકનગુનિયા પ્રત્યક્ષ રીતે જીવલેણ ન હોય એટલે આપણી હવેના યુગની સરકારોનું ધ્યાન નથી જતું અને જ્યારે ધ્યાન જશે ત્યારે ગોરખપુરની જેમ ઘણું મોડું થઈ ગયું હશે. રોગના તબીબી વૈજ્ઞાાનિક વિશ્લેષણ સહિત ટોચના તબીબોની રાષ્ટ્ર કક્ષાએ અને તમામ રાજ્યકક્ષાએ ટીમો બનાવીને એન્ટી ચિકનગુનિયા મેડિકલ સ્ક્વોડના કાફલાઓ અત્યાર સુધીમાં સરકારે મેદાનમાં ઉતારવાની જરૂર હતી. શાસક પક્ષ માટે અસલ લોકસેવાનો એ મોકો પણ હતો પરંતુ પ્રચાર પેંતરામાંથી નવરાશ મળે તો ને ! સમય ઘણો વહી ગયો છે એની ફરિયાદ કરવાનો અર્થ નથી પરંતુ હજુ ય આ ફેલાતા જતા નિરંકુશ ચિકનગુનિયા પર તાત્કાલિક ધોરણે કાબુ પ્રાપ્ત કરી જેને ભરડો લીધો છે તેનો ઉપચાર અને બાકીનાઓ માટે આરોગ્ય કવચ કક્ષાની પ્રિકોશન પ્રણાલિકાની હાલ તાતી જરૂરિયાત છે. ચિકનગુનિયા રોગ નથી, રોગચાળો છે અને ગુજરાતમાં મચ્છરો જ એના પ્રમુખ વાહક છે. આ માટેનું રાજ્યવ્યાપી વ્યવસ્થાતંત્ર યુદ્ધના ધોરણે ગોઠવાઈ જાય એ આશા વધારે પડતી તો છે.

ગુજરાત સમાચાર 17 Aug 2021 5:30 am

અવનવી શોધખોળોથી જીવન આસાન કરનાર મહાનુભાવો

- વિચાર વિહાર-યાસીન દલાલ - જ્ઞાનની અને શોધખોળની પ્રક્રિયાની કોઇ સીમા રેખા હોતી નથી. જે પ્રશ્નો આજે અનુત્તર છે જે એકવીસમી સદીના ગુણગાન ગાતા આપણે થાકતા નથી અને દિનરાત વૈજ્ઞાનિક શોધખોળો વડે શક્ય એટલા આધુનિક યંત્રો અને ઉપકરણો વડે ભૌતિક સુખસગવડો માંગીએ છીએ, એનો પાયો છેક અઢારમી સદીમાં અને વિજ્ઞાનની બાબતમાં પંદરમી સદીમાં મંડાયો હતો. આજે આપણે માધ્યમોની જે ચળકાટભરી દુનિયામાં વિશ્વભરના ટેલિવીઝન કાર્યક્રમો માણીએ છીએ, અને મનગમતી ફિલ્મોનો આનંદ લઈએ છીએ, અને સોફામાં બેઠાબેઠા રીમોટ કંટ્રોલ વડે બટન દાબીને ચેનલો બદલીએ છીએ અને એરકન્ડીશન્ડ કમરામાં બેસીને વિશ્વના કોઈપણ ભાગમાં ઉપગ્રહની મદદથી વાત કરી શકીએ છીએ એ બધી શોધખોળો રાતોરાત કોઈ ચમત્કારથી થઈ નથી પણ સદીઓની મહેનત અને એમાં પણ જાતે ખુવારી વહોરીને દુનિયાને સુખી કરવાની મરજીવા જેવી શહાદત ભાવના કામ કરી ગઈ છે. આપણે જે શોધખોળની આંટીઘૂંટી પણ પૂરી સમજી શકતા નથી, એ શોધ કરવામાં એમને કેવું દિમાગ ચલાવ્યું હશે અને કેટલી મહેનત કરી હશે, એ વિચારવાની આજના ઝડપના યુગમાં આપણને કયાં ફુરસદ છે? એ વિરાટ પ્રતિભાઓ, એ મહાન કલાકારો, વૈજ્ઞાનિકો કોણ હતા? કોઈ બહારના ગ્રહના માણસો હતા? આજે માહિતીનાં વિસ્ફોટના યુગમાં આપણે જીવીએ છીએ પણ એની શોધ કરનાર મહાનજીવો સાથે વાત કરી શકતા નથી, કે એમને ધન્વયવાદ આપી શકતા નથી ૫૫૦ વર્ષ પહેલા જર્મનીના મેન્ઝ શહરમાં જહોન ગુટેનબર્ગ નામની એક માથાં ફરેલ ખોપરીએ ટાઈપની શોધ ન કરી હોત તો. આજે માહિતી અને માધ્યમોની એક પ્રચંડ પ્રગતિ શક્ય બની ન હોત. માધ્યમોની વિકાસ યાત્રાના પાયાના પથ્થર જેવા ગુટેનબર્ગે કઈ રીતે આ શોધ કરી? એ તો એક મામુલી સોની હતો, એણે એક સરખા અક્ષર પાડવા માટે સતત મથામણ કરી. પહેલાં પોલાદનો ઉપયોગ કર્યો અને લાકડાની મદદથી અક્ષરો કોતરવા માંડયા માટીનો ઉપયોગ કર્યો અને એમાં અક્ષરને કોતરીને આજુબાજુ ગરમ સીસું રેડયું. આ રીતે પડેલા અક્ષરનો વારંવાર ઉપયોગ થઈ શકે અને એનાથી બીબાઢાળ અક્ષરો પડી શકે. એ આકારોનો એક જ પંક્તિમાં ગોઠવો અને વાક્યો બનાવો એના પર શાહી રેડો અને કાગળ પર ઉતારો. આ શોધ એણે કરી બાઈબલ છાપવા માટે પણ લોકોએ આ પધ્ધતિથી છાપેલું બાઈબલ જોઈને કહ્યું, 'આ તો એક સરખું બીબાઢાળ ડુપ્લીકેટ બાઈબલ છે! આ તો જોવાની મઝા આવતી નથી.' આમ એક મહાન શોધનું મહત્વ ત્યારે લોકો પીછાણી શક્યા જ નહીં. ગુટેનબર્ગનું બહુમાન થયું કે એને આ શોધ માટે આર્થિક મદદ મળવી તો રહી પણ આ શોધ કરવામાં એ ખુંવાર બરબાદ થઈ ગયો. એ ભારે કરજમાં ડૂબી ગયો. એક વકીલ પાસેથી એણે નાણાં ઊછીના લીધેલા અને એની આ શોધની મદદથી પ્રથમ બાઈબલ છપાતું હતું ત્યાં જ વકીલે નાણાં પાછા માંગ્યા! અને ગુટેનબર્ગ પૈસા આપી ન શક્યો એટલે એના ઉપર કોર્ટમાં કેસ થયો એની દુકાન જતી રહી એનું પ્રેસ જપ્ત થયું અને બાઈબલની છાપેલી ૨૦૦ નકલો પણ અદાલતે લઈ લીધી! ગુટેનબર્ગ બરબાદ થઈ ગયો. ૧૦ વર્ષ દારૂણ ગરીબીમાં ગાળીને એ મરી ગયો. એને કોઈએ પૈસો ન આપ્યો, ન એની શોધ બદલ એની કોઈકદર કરી! આથી ઉલટું એણે છાપેલી બાઈબલની નકલોને 'સસ્તી નકલ' કહીને વખોડી કાઢી! આજે એણે છાપેલી 'બાઈબલ' ને દુનિયા અત્યંત કલાત્મક મુદ્રણના નમુના તરીકે પ્રશંસે છે! માર્કોનીનું નામ દુનિયામાં રેડિયો મોજાના પ્રસારણ માટે પ્રખ્યાત છે. ઈટાલીના એક નાનકડા ગામમાં એણે આ માટે વર્ષો સુધી વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતાં. પણ ઈટાલીની પ્રજા અને સરકારએ કશું જ ભયંકર શોધી રહ્યો છે એમ માનીને એને પરેશાન કરી રહી હતી. એ ઈટાલી છોડીને ઈંગ્લેન્ડ ગયો પણ સરહદ પર સરકારી માણસોને એનો સામાન તપાસ્યો અને એના બધા સાધનો તોડીફોડી નાંખ્યા તૂટેલા યંત્ર? અને તૂટેલા દિલ સાથે એ ઈંગ્લેન્ડ આવ્યો અને એ ભંગારમાંથી એક ક્રાંતિકારી શોધની ભેટ આપી ૧૯૦૧માં ન્યુ ફાઉન્ડેલેન્ડમાંતી એટલાંટિક સમુદ્ર ઉપર વિશ્વનો પહેલો વાયરલેસ સંદેશો પ્રસારિત કર્યો. પશ્ચિમી કલાસિકલ સંગીતની દુનિયાનું એક અમર નામ છે, મોઝાર્ટ, બે સદી પહેલાં મોઝાર્ટનું અવસાન થયું. વિયેનાના એક ખ્યાતનામ સંગીત વિવેચક કહે છે. 'જો વોલ્ફગાંગ આમાદુસ મોઝાટેનું મૃત્યું ૨૦૦ વર્ષ પહેલાં ન થયું હોત અને આજે પણ એ જીવતા હોત તો આજની દુનિયા તો એમને પરેશાન જ કરીને એમની સંગીત પ્રતિભાને ખતમ કરી નાખતા.' આ વાક્યમાં આજના સાંસ્કૃતિક અધઃપતનના જમાના ઉપર એક તીખો કટાક્ષ છે અને સંગીતની દુનિયામાં જે વ્યાપારીકરણ પ્રવેશી ગયું છે. ૧૭૯૨માં મોઝાર્ટનું અવસાન થયું એના છ વર્ષ પચી વિયેનામાના ડેન્માર્કના એલચી જયોર્જ નિકોલસ વોક નિસાન મોઝાર્ટની વિધવા કોન્રનાન્ઝને મળે છે. એને મોઝાર્ટનું ચરિત લખવું હતું. એણે મોઝાર્ટના જીવનની બધી જ માહિતી એકત્ર કરી અને એમાં એને મોઝાર્ટની સંગીત પ્રતિભાનું એક જબરદસ્ત કારણ મળી ગયું. એણે 'મેડિકલ રેકર્ડ' તપાસ્યું અને એમાંથી એને મોઝાર્ટના ખાસ પ્રકારના 'કાન'ની વિગત મળી આવી. એણે પોતાના ચરિતમાં નોંધ્યું છે. 'આમ તો મોઝાર્ટનો ચહેરો એના પિતાને મળતો આવતો હતો, પણ એના કાન ખાસ પ્રકારના હતા. એનો આકાર વિશિષ્ટ હતો. સામાન્ય માણસના કાનથી એ આકાર તદ્ન જુદો હતો. મોઝાર્ટના એક દીકરાને પણ આ કાન વારસામાં મળ્યા છે.' આ પ્રતિભાઓએ આપણને સૌને વધુ સુખી બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત મહેનત કરી, જીવનના બધાં આનંદો ભુલાવી દીધા, અને ઘરવખરી વેચીને પોતાની પ્રયોગશાળામાં પૂરાઈ રહ્યાં અને આટલી શોધખોળ પછી માણસ તો એના ઉપયોગ વડે જીવનને વધુ સમૃધ્ધ બનાવવાને બદલે વધુ વિનાશકારી વધુ ઘોંઘાટ ભર્યું, વધુ પ્રદૂષણયુક્ત જ બનાવે છે! આવું જુએ છે ત્યારે એ કલાકારોને, એ વૈજ્ઞાનિકોને આઘાત લાગે છે. એ આઘાતની અવસ્થામાં કાં એ કુદરતી મૃત્યુને ભેટે છે અને કાં આપઘાતના માર્ગે જાય છે. બીજા વિશ્વયુધ્ધનો વિનાશ જોઈને કંઈ કેટલાય કલાકારો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, નિરાશા અને વિકળતાના માહોલમાં ખતમ થઈ ગયા આવા એક કલાકારનું નામ હતું સ્ટીફન ઝવાઇંગ - ૧૯૪૨માં એણે પોતાની પ્રથમ પત્ની ફેડરિકને એક લખ્યો, ''આ પત્ર તને મળશે, ત્યાં સુધીમાં હું અગાઉ કરતાં વધુ સારી અવસ્થામાં હોઇશ.'' આ પત્ર ફેડરિકને મળ્યો, ત્યારે ઝવાઇંગ મૃત્યુ પામી ચુક્યો હતો. બાજુમાં જ એની બીજી પત્ની લોટેનો મૃતદેહ પડયો હતો. એણે પણ પતિની સાથે જ ઝેર ખાઇ લીધું હતું. મરતા પહેલા ઝવાઇંગે કેટલાક પત્રો તૈયાર કર્યા હતા, જેમાં યુધ્ધ દરમિયાન એ યુરોપના અનેક દેશોમાં રઝળતો રહ્યો. એ વખતે એને આશ્રય આપનાર બધાનો એણે આભાર માન્યો હતો. એણે લખ્યું હતું. ''મારા બધધા મિત્રો લાંબી અંધારી રાત્રિ પછી દિવસનો પ્રકાશ જોઇ શકે એવી શુભેચ્છા.'' એક નવી શોધ થાય છે અને આપણે અંજાઇ જઇએ છીએ. એક નવી વિચારસરણી પ્રગટે છે, અને આપણે ખુશ ખુશ થઇ જઇએ છીએ. હર્ષના આવેશમાં આવી જઇએ છીએ. આપણને થાય છે, બસ હવે જ્ઞાનની અને પ્રતિભાની સીમા આવી ગઇ. આનાથી આગળ હવે શું હશે? પણ, જ્ઞાનની અને શોધખોળની પ્રક્રિયાની કોઇ સીમા રેખા હોતી નથી. જે પ્રશ્નો આજે અનુત્તર છે. એનો આવતીકાલે જવાબ મળી જાય છે. જ્ઞાનમાં અને શોધમાં કશું છેલ્લું અને કહું અદ્યતન નથી. મુઠ્ઠીભર વિરાટ પ્રતિભાઓ દિમાગને તકલીફ આવે છે, અને અબજો મનુષ્યો એ વિરાટની વિશિષ્ટ સિધ્ધિનો ઉપયોગ અને ઉપભોગ કરીને સુખ માણે છે, સગવડ ભોગવે છે. આ થોડા અસામાન્ય માનવો ન હોત તો, આપણે કરોડો સમાન્ય માણસો હજી ભુતકાળના અંધકાર યુગમાં સબડતા હોત. આ બધી વિરાટ પ્રતિભાઓની સિધ્ધિઓનો સરવાળો એટલે આજનું આપણું મીની સગવડવાળું જીવન, આપણે સતત જીવન અસાર છે, સંસાર માયા છે, ઇચ્છા તો દુઃખની મા છે, જેવા સુત્રોનું રટણ કરીએ છીએ, અને થોડી માથા ફરેલી પ્રતિભાઓ આ સૂત્ર બાજુથી કંટાઇને, થોડી સ્વતંત્ર બુધ્ધિ ચલાવે છે, એ લોકો થોડા પ્રશ્નો કરે છે, થોડી શંકા કરે છે અને એ શંકામાંથી એક અદ્ભુત શોધ જન્મ લે છે. આ બધા વિરાટો જો શ્રધ્ધા અને આસ્થાના ઘોંઘાટમાં સપડાઇ ગયા હોત તો આપણી જેમ વામન જ રહેત.

ગુજરાત સમાચાર 14 Aug 2021 5:40 am

કેરળમાં સ્વૈચ્છિક લોકડાઉન

દેશમાં સામસામાં બે પ્રકારના પ્રવાહો જોવા મળે છે. એક તરફ કોરોના વાયરસના સંયોગોની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વિના નાગરિકોના ટોળેટોળા ઉત્સવોના આનંદમાં બહાર છલકાવા લાગ્યા છે. કુલુના સ્થાનિક સત્તાવાળાઓએ પ્રવાસીઓના પ્રવેશ પર જ પ્રતિબંધ ફરમાવ્યો છે છતાં લોકો છેક કુલુમનાલિ સુધી દોડે છે અને હેરાન થઈને પાછા આવે છે. આવા ભીષણ સંજોગોમાં ગુજરાતી પરિવારો આબુની સહેલગાહે ઉપડી ગયેલા છે. જાણે કે કોરોના જેવું કંઈ છે જ નહિ. દેશના ટોચના શહેરોમાં પણ આવા દ્રશ્યો જોવા મળે છે. તો બીજી તરફ દેશના કેટલાક ગામડાઓ અને અમુક શહેરોના ચોક્કસ વિસ્તારો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરીને એનું પાલન કરવા લાગ્યા છે. કોઈ પણ રીતે કોરોનાને અંકુશમાં લેવા માટે જેઓ સભાન છે તેમને માટે આયુષ્યની રેખા લંબાઈ શકે છે. લોકોને કોરોનાની ઉપેક્ષા કરવાનું શિક્ષણ રાજનેતાઓ આપે છે. તેઓ અવારનવાર પોતાના કાર્યકરોના ટોળાઓ એકત્રિત કરે છે. કોરોનાની બીજી લહેરમાં એવા હજારો કાર્યકરો પણ માર્યા ગયેલા છે પરંતુ એનું અલગ આંકડાશાસ્ત્ર જાહેર થયું નથી. કેરળ માટે માત્ર સરકાર પરનો આધાર કોઇ કામનો નથી. ભારતમાં કેરળ ત્રીજી લહેરના સંક્રમણનું નેતૃત્વ કરે છે. જ્યાં સામુદાયિક રીતે એક સમાન વિચારધારા શક્ય છે, તેવા વિસ્તારો અને તેવા ગામડાઓ નવેસરથી પોતે નક્કી કરેલા સમયગાળા માટે લોકડાઉનનું પાલન કરવા લાગ્યા છે. કેરળના ઘણા ગ્રામવિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રયોગ સફળ નીવડયો છે. કારણ કે કેરળના ગામડાઓમાં અનેક સરપંચો તો ડોક્ટર કે એન્જિનિયર છે અને છતાં પોતાના બાપદાદાની વારસાગત ખેતીવાડી સંભાળે છે. આમ પણ કેરળમાં અભણ માણસ શોધવો બહુ મુશ્કેલ છે. ભારતમાં કોરોનાનો પ્રવેશ કેરળથી થયો તો પણ વારંવાર કેરળે કોરોનાના કેસનો આંકડો શૂન્ય પર લાવી દીધેલો છે. અત્યારે ભલે આ રાજ્ય ફરી રોગચાળામાં ફસાઈ ગયું છે પણ કેરળના અનુભવ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન બહુ કીમિયાગર ઉપાય છે આ એક નવો પ્રવાહ છે જે દર્શાવે છે કે લોકો હવે પોતાની જાતને ઘરમાં વધુ સલામત માને છે. પરંતુ આવો સમુદાય બધો અને બધે નથી. કારણ કે લોકડાઉન એક લક્ઝુરિયસ જીવનશૈલી છે. એ કંઈ આમજનને પોસાય નહિ. બેઠાંબેઠાં જીવન શી રીતે નભે ? હશે એકાદ ટકા લોકો કે જેઓ વરસ બે વરસ રોટલો રળે નહિ તો ચાલે. અને રોજનું લાવીને રોજ ખાનારા અને મહિને લાવીને રોજ ખાનારા વચ્ચે અંતર બહુ ઓછું છે. એટલે હાથપગ બંધાઈ જાય એ નાના માણસને ન પોસાય. આતંકવાદને કારણે કાશ્મીરે વારંવાર જુદા જ અર્થમાં લોકડાઉન જેવા સન્નાટાનો અનુભવ કર્યો છે. આપણે જે સ્થિતિમાં થોડાક દિવસો પણ પસાર થતાં ન હતા, એમાં કાશ્મીરીઓએ દાયકાઓ વીતાવ્યા છે. તેઓ કેવી યાતનાઓમાંથી પસાર થયા હશે ! તેઓનામાંથી બધા જ ભલે નિર્દોષ ન હોય પરંતુ સતત બંધ રહેતી બજારો વચ્ચેનું ભયગ્રસ્ત જનજીવન કેવું હોય ! આ તરફ ગુજરાતમાં તો સાતમ-આઠમની રજાઓમાં હરવા-ફરવાના તમામ સ્થળોએ ધૂમ ગિરદી જોવા મળવાની છે. પહેલા લોકડાઉન વખતે જે મંદિરો બંધ રાખવામાં આવ્યા એના પટાંગણમાં પણ કેટલાક સ્થાનોએ તો લોકોના ટોળાઓ જોવા મળ્યા હતા. આ વખતે મંદિરો ખુલ્લા છે અને ભક્ત-ભગવાન વચ્ચે લોકડાઉન નથી. એટલે હૈયે હૈયું દળાય એવી ભીડ થવાની છે. ભીડ જ વાસ્તવમાં કોરોનાને આપવામાં આવતું નિમંત્રણ છે. કોરોના એક રાતોરાત આવી પડેલી આફત છે. લોકો છેલ્લા ત્રણેક વરસથી તેની સાથે કામ પાડી રહ્યા છે. પરંતુ વિવિધ પ્રયાસો કર્યા હોવા છતાં સરકાર કોરોના સંબંધિત શિસ્તના પાઠ પ્રજાને ભણાવી શકી નથી અને એ જ કારણ છે કે સંક્રમણ અને મૃત્યુના આંકડાઓ સતત ઊંચે જતા રહે છે. ત્રીજી લહેરની નોબત વાગી રહી છે. અમેરિકામાં નવા કેસોનો આંકડો લાખ-દોઢ લાખનો થતો જ રહે છે. હવે વૈજ્ઞાનિકો કહે છે કે ત્રીજી લહેરમાં હર્ડ ઈમ્યુનિટી શક્ય જ નથી. ભારત જેવો વિરાટ અને અતિશય જનસંખ્યા ધરાવતો દેશ હર્ડ ઈમ્યુનિટીની પ્રતિક્ષા કરી શકે નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નિરીક્ષણ પ્રમાણે ડેલ્ટા વેરિયન્ટ સામે હર્ડ ઈમ્યુનિટીની શરૂઆત પણ દુનિયાના કેટલાક દેશોમાં ત્રણ વર્ષ પછી થશે. ઉપરાંત બીજી લહેરે સાબિત કર્યું છે કે ભારતીય પ્રજાનું સરેરાશ સ્વાસ્થ્ય પણ એવું નથી કે કોરોના વાયરસનો પ્રતિકાર કરવાની શક્તિ આપોઆપ જ ભારતીય માનવ શરીરોમાં વિકસી જાય. આપણી સફર બહુ લાંબી છે.

ગુજરાત સમાચાર 14 Aug 2021 5:35 am

ઝિનજિયાંગની ક્રાન્તિ જ્વાળા .

જ્યાં સુધી સંયુક્ત રશિયાના ટુકડા ન થયા ત્યાં સુધી આખું જગત એમ જ માનતું હતું કે રશિયા તો સામ્યવાદી શાસકોની હકૂમતમાં એક રંગ અને એક રાગે એક શક્તિશાળી મહાન રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે. દુનિયા એને અજેય મહાસત્તા જ માનતી હતી. પરંતુ ભીતરથી રશિયા વિચ્છિન્ન થતું જતું હતું. વાસ્તવિકતા સાવ જુદી જ હતી. ગ્લાસનોસ્ત અને પેરસ્ત્રોઈકાના નવા વિચારો પછી રશિયામાં હવામાન બદલાઈ ગયું હતું અને પછી સમજણપૂર્વક એના ટુકડા થયા જેનો ઇતિહાસ બહુ લાંબો છે. જે રીતે સામ્યવાદી સંયુક્ત રશિયાએ જગતની સામે પોતાનો અડીખમ ચહેરો સજાવી રાખ્યો હતો એ જ હાલત અત્યારે ચીનની છે. કોરોના પછી ચીન આર્થિક રીતે પણ ચોતરફથી ઘેરાઇ ગયેલું છે. અમેરિકા સાથેના વ્યાપાર યુદ્ધના પરિણામો હવે તેણે ભોગવવાના આવ્યા છે. ચીનને આવતા દસ વર્ષ સુધી ભારતીય બજારની સખત જરૂર છે. જો બાઈડનના આગમન પછી પણ અમેરિકાના નકારાત્મક અભિગમને કારણે યુરોપની બજારમાં પણ ચીનની નિકાસ હવે ઘટવા લાગી છે. ચીનમાં લોકક્રાન્તિ ચાલે છે અને લગભગ દરેક પ્રાન્તમાં એના જુદા જુદા સ્વરૂપો છે. ચીનના જિનઝિયાંગ પ્રાંતમાં ઘણા લાંબા સમયથી અલગાવવાદી સ્વતંત્રતા આંદોલન ચાલે છે. ચીન પોતાનો ડેટા બે ચાર વરસ મોડો જાહેર કરે છે. હમણાં જ ચીને પોતાના એક સરકારી દસ્તાવેજમાં એવી કબૂલાત કરી કે ઇ. સ. ૨૦૧૪ સુધીમાં જિનઝિયાંગ પ્રાંતમાંથી કુલ ૧૩ હજારથી વધુ ક્રાંતિવીરોની ધરપકડ કરી જેલમાં રાખવામાં આવ્યા છે. ચીને આ તમામ વિરોધીઓને ઉગ્રવાદી કહે છે. જો કે એ તમામને જેલમાંથી તેમના પરિવારો સાથે વાત કરવા દેવામાં આવતી ન હોવાથી નાગરિકોને દહેશત છે કે એ ક્રાન્તિવીરો હયાત હશે કે નહિ. જિનઝિયાંગ પ્રાંત તુર્કસ્તાની મુસ્લિમોનો પ્રદેશ છે. જે રીતે ચીન તિબેટને ગળી ગયું છે એ જ રીતે ઈ. સ. ૧૯૪૧ના અરસામાં ચીને જિનઝિયાંગ પર પોતાનો કબજો જમાવી દીધો હતો. અહીંના મુસ્લિમો ઉઈઘુર તરીકે ઓળખાય છે. પરંતુ મૂળભુત રીતે તેમનું લોહી તુર્કી છે. જિનઝિયાંગનું પાટનગર ઉરુમચી છે પરંતુ મોટું શહેર કાશ્ગર છે. આ કાશ્ગરમાં બહુ જ ગુપ્ત રીતે ક્રાન્તિકારીઓ ચીન સરકાર સામે લડવાનો તખ્તો તૈયાર કરતા રહે છે. તુર્કી મુસ્લિમો દ્વારા જિનઝિયાંગના આંદોલનકારી નેતાઓને સમર્થન આપવામાં આવે છે. હવે આ નેતાઓ પાસે આધુનિક ટેક્નોલોજીયુક્ત અસ્ત્રશસ્ત્ર પણ આવી ગયા છે. ચીન માટે આ માથાનો દુ:ખાવો છે. આ ક્રાંતિકારીઓ ગમે ત્યારે ચીની અધિકારીઓ પણ હુમલો કરે છે. તેઓ રેલવે સ્ટેશનો પર પણ અંધાધૂંધ ગોળીબાર કરે છે. જિનઝિયાંગ પ્રાંતને તેઓ હવે તેઓ પૂર્વી તુર્કસ્તાન તરીકે ઓળખાવે છે. જે ઐતિહાસિક રીતે તો હકીકત જ છે. ચીન છેલ્લા ઘણા વરસોથી આ આંદોલનને કાબૂમાં લેવા પ્રયત્ન કરે છે પરંતુ ચીનનો તેના પર કોઈ અંકુશ નથી. આડેધડ ધરપકડો કરવાથી નાગરિકો બહુ ઉશ્કેરાયેલા છે. ચીન માટે આ વિશાળ પ્રાંતને લાંબા ગાળા સુધી સાચવવાનું મુશ્કેલ છે. ચીની રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ આમ તો સમગ્ર દેશમાં લોકશાહીની હિલચાલને કચડતા આવ્યા છે. ચીનમાં હવે સામ્યવાદ નામનો જ છે અને એક પ્રકારનું લશ્કરી શાસન જેવું વાતાવરણ છે. ચીનમાં અંદર જ સરકારના જાસૂસો ફેલાયેલા છે. ક્યાંય પણ લોકશાહી અંગેની ચર્ચાની ચિનગારી પ્રગટે તો એને બુઝાવવા કાયદા-કાનૂન અને આરોપોના આકરા કોરડાઓ વિંઝવામાં આવે છે. જિનઝિયાંગ આમ તો શુષ્ક અને રણપ્રદેશ છે. ચીનના અર્થતંત્રમાં એની કોઈ વિશેષ ભૂમિકા નથી. પરંતુ ચીનને મન દો ગજ જમીનનું જે મૂલ્ય છે તે તો અણમોલ છે. ચીન સામ્રાજ્યવાદી તો છે જ પરંતુ જમીન અંગેની એની ભૂખ આત્યંતિક છે અને એ માટે એ કંઈ પણ કરવા તૈયાર છે. જિનઝિયાંગ પ્રાંતની ક્રાંતિ હવે ચીનના અલગ અલગ પ્રાન્તમાં ફેલાવા લાગી છે. ચીની પ્રજા જિનપિંગને રાજાશાહીના સમર્થક એવા દુષ્ટ શાસક તરીકે જુએ છે. સૈન્યની મદદથી અત્યારે તો જિનપિંગ ટકી રહ્યા છે પણ આ જુલ્મી શાસકને ચીની પ્રજા ગમે ત્યારે મોકો મળતાં જ ઉથલાવશે એમાં કોઈ શંકા નથી. ચીનના ઉત્પાદન યુનિટો તબક્કાવાર બંધ પડતા જાય છે. હોંગકોંગ અને સિંગાપોરની આંતરરાષ્ટ્રીય અને કોર્પોરેટ કલ્ચર ધરાવતી બજારમાં ચીની કંપનીઓ પાછી પડી રહી છે. એનો લાભ લઈને આરબ દેશો પણ હવે તો ચીની ઉત્પાદકો સામે સ્પર્ધામાં ઉતર્યા છે. જો ભારત-પાકિસ્તાનનું પૂર્ણ કક્ષાનું યુદ્ધ થાય તો લડતા આ બન્ને પાડોશીઓ કરતાં એકલા ચીનને વ્યાપારિક જ અબજો ડોલરનું નુકસાન થાય. જિનપિંગની હાલત આમ પણ હવે ભૂલભરેલી થવા લાગી છે. પાકિસ્તાન જેવા એક આતંકવાદી રાષ્ટ્રમાં અબજો ડોલરનું રોકાણ ચીનને કઈ ઘડીએ રડાવે છે તે ભારતની જિજ્ઞાાસાનો વિષય છે. પાકિસ્તાન તો બધી જ બાબતોમાં ભૂખમરાનો સામનો કરે છે. એને શાંતિની ભૂખ છે અને શસ્ત્રોની પણ ભૂખ છે, કોઈ મહાન શાસક વિના એની પ્રજાને આ વિરોધાભાસી ભૂખનો ઉકેલ લાવી શકે એમ નથી અને ત્યાં સુધી તો ચીનનું છદ્મ શાસન એના પર ચાલતું જ રહેવાનું છે.

ગુજરાત સમાચાર 13 Aug 2021 5:30 am

રાજકીય કદની હરીફાઇ .

બીજી બધી રાજકીય પાર્ટીઓ પોતાને નસીબદાર માનતી હશે કારણ કે પાર્ટીની અંદર અધ્યક્ષની ખુરશીને લઈને વિવાદ થતા નથી. જેની પાર્ટી એ જ અધ્યક્ષ. પાર્ટી પણ એ જ બનાવે જેની પોતાની વોટબેન્ક હોય. પાર્ટીના બીજા નેતાઓને એ પણ ખ્યાલ હોય છે કે જો તે પોતે વળી અધ્યક્ષ બની ગયા તો તેને વોટ આપશે કોણ ? સ્થાનિક રાજકીય પાર્ટીઓમાં ઝઘડા પરિવારની અંદર ત્યારે જ થતા હોય છે જ્યારે પાર્ટીની ધૂરા સાંભળવાની વાત આવતી હોય છે. ઉત્તરપ્રદેશમાં મુલાયમ સિંહની પાર્ટી સંભાળવા માટે તેના ભાઈ અને દીકરા વચ્ચે તણાવ સર્જાયો હતો. હરિયાણામાં ચૌધરી દેવીલાલના પરિવાર સાથે પણ આમ જ થયું હતું. મહારાષ્ટ્રના શરદ પવારના પરિવારની પણ આવી જ કઇંક સ્થિતિ હજુ છે. તામિલનાડુમાં જયલલિતાના અવસાન બાદ તેમના અંગત ગણાતા શશીકલા અને પાર્ટીના બીજા નેતાઓ વચ્ચે ખેંચતાણ થઈ હતી. તામિલનાડુમાં કરુણાનિધિ પછી તેના દીકરા સ્ટાલિનને લઈને ખાસ કોઈ ધમાલ નથી થઈ. પંજાબના અકાલી દળમાં પણ એવી જ પરિસ્થિતિ છે. બિહારમાં રામવિલાસ પાસવાનના દીકરાએ પણ પાર્ટીની ધૂરા સંભાળી છે. પરંતુ રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓની વાત અલગ હોય છે. તેમાં બધા રાજ્યો અને જાતિઓ વચ્ચે સમન્વય જાળવવું પડતું હોય છે. ખાસ કરીને એવા એક ચહેરાની આવશ્યકતા હોય છે જે ચૂંટણી સમયે વડાપ્રધાનનો દાવેદાર બની શકે. ક્યારેક રબ્બર સ્ટેમ્પ અધ્યક્ષ કામચલાઉ ધોરણો ઉપર ચાલે પણ પ્રધાનમંત્રી માટેનો ચહેરો બહુ પ્રભાવક હોવો જોઈએ. ભારતીય પ્રજાની સંસ્કૃતિ અને સભ્યતાના અપાર વૈવિધ્ય છતાં એના પર એકસમાન ઈમ્પેક્ટ ઊભી કરી શકે એ ચહેરાની શોધ કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા છે. બહારથી એવું દેખાય છે કે કોંગ્રેસનું જહાજ અધ્યક્ષપદના અખાતમાં ફસાયું છે જ્યારે કે હકીકત એ છે કે મનુષ્ય દેહ ધારણ કરેલી કોંગ્રેસની મુદ્રા જ પક્ષમાં લુપ્ત છે. સમગ્ર કોંગ્રેસ લાપતાગંજમાં ખોવાઈ ગઈ છે. ઈ. સ. ૧૯૮૦ માં બનેલી ભારતીય જનતા પાર્ટી રામ મંદિરના આંદોલન સાથે રાષ્ટ્રીય રાજકારણના મેદાનમાં ઉતરે છે. પહેલી વખત તેર દિવસ અને પછી તેર મહિના જેટલો સત્તાકાળ ભોગવીને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપ પાંચ વર્ષ સરકાર ચલાવે છે. એટલો સમય માટે અટલ બિહારી વાજપેયી ભારતીય રાજનીતિનો પ્રમુખ ચહેરો બની ગયા હતા. એના જેટલો પ્રભાવ બીજા કોઈ નેતાનો પડતો ન હતો. રાજીવ ગાંધીની હત્યા પછી કોંગ્રેસ જાણે 'એડહોક' વ્યવસ્થા ઉપર ગતિમાન થઈ જાય છે. બિન કોંગ્રેસી અને બિન ભાજપી એટલે કે થર્ડ ફ્રન્ટ પાસે પણ વાજપેયી જેટલું કદાવર વ્યક્તિત્વ ન હતું. માટે ભાજપ માટે ક્યારેય એ ચિંતાનો વિષય રહ્યો જ નહીં કે પાર્ટીના અધ્યક્ષ કોણ બને. બંગારું લક્ષ્મણથી લઈને કૃષ્ણમર્તિ અને વેંકૈયા નાયડુ સુધીના ઘણા નેતાઓ અધ્યક્ષ બન્યા. ઈ. સ. ૨૦૦૪ માં વાજપેયી સરકારે શાઈનિંગ ઇન્ડિયાનો નારો આપીને ચૂંટણી પ્રચાર કર્યો. પણ ચૂંટણીના પરિણામોમાં ચમક ન આવી. કારણ ? ત્યાં સુધીમાં સોનિયા ગાંધી અધ્યક્ષ બનીને કોંગ્રેસનું સુકાન સંભાળી રહ્યા હતા. પ્રધાનમંત્રી તે બન્યા નહીં પણ લાગલગાટ બે વખત તેનો પક્ષ ચૂંટણી જીત્યો. પહેલી ચૂંટણી વખતે ભારતીય પ્રજા મનમોહન સિંહને ઓળખતી ન હતી પણ બીજી ચૂંટણી વખતે તેમનો જ ચહેરો લાલકૃષ્ણ અડવાણી ઉપર ભારે પડયો. મનમોહન સરકારના ઘણા નિર્ણયોએ મજબુર પ્રધાનમંત્રી બનામ મજબૂત પ્રધાનમંત્રીનો નારો નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતીય જનતા પાર્ટી આ વરસો દરમિયાન અધ્યક્ષ બદલાવતી જ રહી હતી. પરંતુ ભીતરથી ભાજપને એવા ચહેરાની શોધ તો હતી જ જે અડવાણી અને વાજપેયી પછી નવો સુકાની બને અને એનો ચહેરો જ ભાજપની રાષ્ટ્રીય ઈમેજનો સમાનાર્થી બની જાય. અડવાણી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને ફરી વખત રાજનાથ સિંહ ઉપર દાવ રમવામાં આવ્યો. અંતમાં એ ખ્યાલ આવ્યો કે સફળતા માટે હજુ એક વધુ પ્રભાવક ચહેરો આવશ્યક છે. એવા ચહેરાની ખોજ નરેન્દ્ર મોદી પર આવીને પૂરી થઈ. નરેન્દ્ર મોદી એ ચહેરો બન્યા જે લોકપ્રિયતાના શિખર ઉપર પહોંચ્યો અને ટકી રહ્યો. ભારતીય જનતા પાર્ટી ફક્ત બે ચૂંટણી જીતે છે એટલું જ નહીં પણ સ્થાનિક ચૂંટણીમાં પણ મોદીનો ચહેરો આગળ કરીને ચૂંટણીમાં વિજય હાંસલ કરે છે. મમતા બેનરજી સમળીની જેમ દિલ્હી પર ચક્કર લગાવી રહ્યા છે. વિપક્ષોની એકતાના તેઓ સૂત્રધાર છે. પરંતુ ભાજપની વિરુદ્ધના પલ્લામાં મૂકવાનો ચહેરો તેમની પાસે નથી. અહીંથી જ કોંગ્રેસની સમસ્યા શરૂ થાય છે. પાર્ટીની તમામ ગડમથલ રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ મોટું કરવામાં થાય છે. રાહુલ ગાંધીની સીધી હરીફાઈ નરેન્દ્ર મોદી સામે છે. રાજકીય કદની હરીફાઈમાં તેને શિકસ્ત મળે છે. ગાંધી પરિવાર સિવાય પણ કોંગ્રેસ પાસે કોઈ પ્રભાવક ચહેરો હોય એવું લાગતું નથી. આ હકીકત ભાજપ માટે સારી પણ કોંગ્રેસ માટે કડવી વાત છે. ભારત જેવી વિરાટ લોકશાહીમાં નબળા વિરોધપક્ષો એ પ્રજાનું સૌથી મોટું દુર્ભાગ્ય છે.

ગુજરાત સમાચાર 12 Aug 2021 5:35 am

આ રમત, આ ચિત્રપટ .

છેલ્લા થોડા વર્ષોથી સ્પોર્ટ્સ સ્ટોરી ઉપરથી હિન્દી ફિલ્મો બનાવવાનું પ્રમાણ વધ્યું છે તેના પરથી બે બાબતો ફલિત થાય છે - ક્રિકેટ સિવાયની બીજી રમતો તરફ પણ ભારતીયોનું ધ્યાન વળ્યું છે અને ફિલ્મ મેકરો પાસે સારી સ્ટોરી બનાવવાનું પ્રમાણ ઘટયું છે. કોરોનાએ ફિલ્મો અને સિરિયલના બે અલગ ભાગ પાડી નાખ્યા છે. સારી વાર્તા એટલે કે મજબૂત કન્ટેન્ટ ધરાવતી ફિલ્મો કે વેબસિરિઝ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થાય છે અને ખૂબ લોકપ્રિય કથાવસ્તુ હોય તો તે મુવી થિએટરોમાં રિલીઝ થશે. નવી ફિક્શન વાર્તા તો લોકપ્રિયતાની ખાતરી આપી શકે નહીં માટે પ્રખ્યાત વિષય ગોતવા માટે ફિલ્મમેકરોએ વર્તમાનપત્ર પર મદાર રાખવો પડે છે. બહુચર્ચિત વ્યક્તિત્વ કે વિવાદાસ્પદ ન્યૂઝ આઈટમ પરથી બાયોપિક ફિલ્મો બનાવવાનું ચલણ ખૂબ વધી ગયું છે. સ્પોર્ટ્સને સમાવતી ફિલ્મો પણ અખબારી કેટેગરીમાં આવે છે. ફિલ્મમેકરોને એટલી ખાતરી જોઈએ છે કે તેમની ફિલ્મોનો કોઈ પણ વિષય દર્શકોને મિનિમમ એક વખત થિએટર સુધી ખેંચી લાવશે. માટે દેશવિખ્યાત સ્પોર્ટ્સપર્સનનો આધાર લેવો પડે છે. મહેન્દ્રસિંહ ધોનીએ હજુ સંપૂર્ણ નિવૃત્તિ ન લીધી હોવા છતાં આજથી પાંચ વર્ષ પહેલાં તેની જીવની ઉપર એક ફિલ્મ બની ગઈ. તે ફિલ્મમાં ધોનીનું કિરદાર ભજવનાર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુની તપાસ ચાલુ હતી ત્યારે જ કોઈ એક વેપારીએ તેના નામની રોકડી કરવા તેની જિંદગી ઉપરથી એક અનામી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. કોરોના સંક્રમણ ન હોત તો કપિલ દેવ ઉપરની ફિલ્મ ઓલરેડી બની ગઈ હોત. સચિન વિશે આવશે તો એકસાથે ત્રણ ફિલ્મો આવશે. ક્રિકેટ તો અનેક દાયકાઓથી ફિલ્મી દુનિયાને પટકથા પૂરી પાડી રહ્યું છે. સફળ ક્રિકેટરોનો નિષ્ફળ અભિનેતા બનવાનો સિલસિલો પણ અવિરત ચાલુ છે. ભારતીયોએ એવા અનેક વર્ષો પસાર કર્યા જ્યારે મહિલા એથલીટ તરીકે પી.ટી.ઉષા સિવાય બીજી એક પણ સ્ત્રીનું નામ લોકજીભે ચડયું ન હતું. સાનિયા મિર્ઝાથી એ પરંપરા તૂટી. હવે કોઈ મહિલા વ્યક્તિગત રીતે સ્પોર્ટ્સમાં આગળ વધે છે તો તરત તેની ઉપર ફિલ્મ બની જાય છે. સાઈના નેહવાલ તેનું તાજું ઉદાહરણ છે. મિલખા સિંઘ અને પાનસિંહ તોમાર જેવા લિજેન્ડરી દોડવીરોને મોડું માન મળ્યું પણ સિનેમાના પડદાએ તેની કદર કરી એટલે ભારતના મોટા સમુદાયે પણ કદર કરી. ઇન્ડિયન ફૂટબોલનો જે સુવર્ણકાળ કહેવાતો તે સમય એટલે ૧૯૫૨ થી ૧૯૬૨ ના દસ વર્ષ. ત્યારની ભારતની ફૂટબોલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક બનશે પછી તેનું નામ પણ પોણી સદી પછી લોકપ્રિય થશે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલીસ્ટ અભિનવ બિન્દ્રા ઉપરથી તો બાયોપિક બની રહી છે. ગોલ્ડ મેડલીસ્ટ નિરજ ચોપરા ઉપરથી કે નિરજ ચોપરાને લઈને ક્યારે કોઈ ફિલ્મની જાહેરાત થશે તે જોવાનું રહ્યું. સ્પોર્ટ્સ અને ફિલ્મ વચ્ચેનું આ પરસ્પરનું અવલંબન અમુક સત્ય ઉજાગર કરે છે. અમુક સત્યમાંથી થોડા સત્ય મીઠા છે તો થોડા કડવા છે. તે સત્યની તારવણી કરતા પહેલા અમેરિકાનું ઉદાહરણ લઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરીકાની આર્થિક કમર ભાંગી ગઈ હતી. આમ પણ ઈ. સ. ૧૯૨૯ ની મહામંદીના જખ્મો સાવ રૂઝાયા ન હતા. અમેરિકાનો ડંકો આખી દુનિયામાં સતત વાગતો રહે છે તેનું કારણ ફક્ત તેની ચંદ્રયાત્રા નથી. તેનું એક મહત્વનું બીજું કારણ એ છે કે અમેરિકાએ તેની ફિલ્મો અને તેના સ્પોર્ટ્સ પર્સનને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવામાં સફળતા મેળવી. હોલીવુડની ગંજાવર સ્થાપના થઇ અને તેની ફિલ્મોએ જગતના બધા સિનેમાને ઢાંકી દીધા. ફૂટબોલ અને ક્રિકેટ જેવી બહુ ખ્યાતનામ રમતમાં જ ફોકસ ન કર્યું. તેને બદલે ગોલ્ફથી લઈને બોક્સિંગ સુધી અને ચેસથી લઈને સ્વિમિંગ સુધી બધી રમતોમાં અમેરિકન ખેલાડીઓએ કાઠું કાઢયું. દેશને દુનિયાના નકશામાં ચમકાવવો હોય તો તેની સંસ્કૃતિને પ્રદીપ્ત કરવી પડે. કોઈ પણ દેશની સંસ્કૃતિના ઢોલ વગાડવા માટે બે રસ્તા મુખ્ય છે - ફિલ્મો અને સ્પોર્ટ્સ. અમેરિકા તેમાં એક્કો છે. ભારત પણ આ બંને ક્ષેત્રે આગળ છે પરંતુ ઘણા બેન્ચમાર્ક સ્થાપવાના બાકી છે. ભારતીય ફિલ્મોને અચાનક સ્પોર્ટ્સમાં વધુ રસ પડવા લાગ્યો તેનું કારણ એ જ છે કે ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લેખકોને જરૂરી માન આપ્યું નથી. માન ફક્ત પ્રાસંગિક ન હોય, આર્થિક પણ હોય. માટે મૌલિક પટકથાઓના અભાવે સ્પોર્ટ્સ પર ફિલ્મો અને રિમેક ફિલ્મો બનાવવી પડે છે. ફિલ્મો બને પછી ઇન્ડિયન ઓડિયન્સ જે તે ખેલાડીની મહાનતાને સમજે છે. તેનો અર્થ એ કે ભારતમાં ક્રિકેટ સિવાયની બીજી રમતોને પણ ખૂબ મહત્વ આપવું ઘટે. ઓલિમ્પિકમાં ફક્ત એક ગોલ્ડમેડલ આપણે મેળવ્યો અને દેશ ખુશીના હિલોળે ચડયો છે. ભારતની વસ્તી જોતા એક ઓલિમ્પિકમાં આપણે ચાલીસ ગોલ્ડ મેડલ મેળવીએ તો પણ કોઈ આશ્ચર્યની વાત ન હોઈ શકે.

ગુજરાત સમાચાર 10 Aug 2021 5:35 am

અંતરીક્ષમાં ભેદી હિલચાલ : જગતના વિજ્ઞાાનીઓ અને વિકસિત દેશોની સરકારોએ સભાન રહેવું પડશે

જુદા જુદા સમયકાળ દરમિયાન પૃથ્વી પરની સાત અજાયબીઓ બનેલી પ્રત્યેક સૂચિને અતિક્રમી જાય એવી અદભુત કૃતિ પૃથ્વીના વાતાવરણમાં સૌથી ઉપર તરી રહી છે. અમેરિકા નિર્મિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ફૂટબોલના ઘણાં મેદાનો જેટલું વિશાળ છે અને માનવજાતની પ્રગતિનું પ્રતીક છે. સાયન્સ વન્ડર જેવું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન થોડા સમય માટે બેકાબુ બની જાય તે આખા જગત માટે ચિંતાની વાત છે. અમુક વિકસિત દેશોને કારણે આવી ઘટના ઘટી છે પણ તેના પર નજર આખી દુનિયાની છે. નાના-મોટા દેશોના ઘણાં કામ અવકાશમાં તરતા આ સ્ટેશન ઉપર આધાર રાખે છે. તે પિસ્તાલીસ મિનિટ માટે નિયંત્રણની બહાર ચાલ્યું જાય તો ઘણી આશંકાઓ જન્મે તે સ્વાભાવિક છે. કારણ કે ઇલેક્ટ્રોનિક, સુરક્ષા અને ઇન્ટરનેટ સંબંધિત ઘણા રોજિંદા વ્યવહારોના વ્યવસ્થાતંત્રના પાયામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. ઉપરાંત જો વધુ લાંબા સમય માટે આ સ્પેસ સ્ટેશન પૃથ્વી પરના વૈજ્ઞાનિકો કાબૂ બહાર જાય તો અવકાશમાંથી ખરતી ઉલ્કાનો એ ભોગ બને અને એક વિસ્ફોટ સાથે તેનો વિનાશ થાય. અંતરિક્ષમાં સંશોધન કરવાના હેતુથી ઘણા દેશો ચોક્કસ સમયગાળા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વાપરતા હોય છે. જુદા જુદા દેશોના ટેકનોલોજિકલ સંચાલનમાં એકસૂત્રતામાં અભાવ હોવાને કારણે જ કદાચ એવી ઐતિહાસિક દુર્ઘટના ઘટી કે પિસ્તાલીસ મિનિટ સુધી આ સ્પેસ સ્ટેશન કોઈના પણ કાબુમાં રહ્યું ન હતું. રશિયન મોડયુલને કારણે આવું બન્યું એવી વિગતો પ્રાથમિક તબક્કે બહાર આવી છે. નૌકા નામના રશિયન મોડયુલે જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને થોડા સમય માટે અનાથ કરી નાખ્યું હતું એવું કહેવામાં આવે છે. પણ રશિયન અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના માટે સોફ્ટવેરમાં ઊભી થયેલી ગરબડ જવાબદાર છે. અમેરિકન અવકાશ સંસ્થા નાસાના અંતરિક્ષ સ્ટેશન કાર્યક્રમના મુખ્ય કર્તાહર્તાના કહેવા મુજબ રશિયન જોડાણસ્થાપક મોડયુલ નૌકાના જેટ થ્રસ્ટરના અનિયમિત ફાયરિંગના કારણે આઈએએસે પોતાની દિશા બદલી નાખી હતી. મહામહેનતે આ સ્ટેશનને હવે પોતાની નિયત દિશામાં પુનઃ પ્રતિષ્ઠાપિત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે પણ કંઈક ટેક્નિકલ અરાજકતા સર્જાઈ છે તે પુતિન શાસિત દેશના મોડયુલ તરફથી પડયો છે. રશિયન અંતરિક્ષ એંજન્સીની કંપની એનર્જીયાના ડિઝાઈનર જનરલ વ્લાદિમિર સોલોવિઓવે કહ્યું કે બહુહેતુક પ્રયોગશાળાના મોડયુલના થ્રસ્ટર્સને ચાલુ કરવા માટે જે કમાન્ડ આપવામાં આવ્યો એ ખોટો હતો. સોફ્ટવેરમાં થયેલી ગરબડને કારણે સ્ટેશનની દિશામાં બદલાવ આવ્યો. રશિયન એજન્સીએ પોતાની ભૂલ સ્વીકારી એ સારી વાત છે પણ કોઈ નાનીશી ભૂલને કારણે મસમોટા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો ગતિમાર્ગ જ બદલાઈ જાય તે શક્યતાને ગંભીરતાથી ચકાસવી જોઈએ. આવા સ્ટેશન દાયકાઓની મહેનત અને અબજો ડોલરના ખર્ચ પછી મહાપરિશ્રમે નિર્માણ પામતા હોય છે. કોઈ એક પ્રયોગ કે સોફ્ટવેરની ચૂંક તેના અસ્તિત્વ ઉપર સવાલો ઉભા કરી દે તે કઈ રીતે ચાલે ? પોતાની ભૂલ સ્વીકારવા માટે રશિયન એજન્સીએ તરત જરૂરી પગલાં ભરવાનું ચાલુ કરી દીધું હતું. પણ રશિયન ભૂલ સુધારવામાં વધુ મહેનત નાસાએ કરી એવું માનવામાં આવે છે. સ્પેસ સ્ટેશનને ધરતી પર રહેતા વિજ્ઞાાનીઓએ પોતાના કાબુમાં લઈ લીધું. હવે સ્પેસ સ્ટેશન તેના ચોક્કસ ગતિમાર્ગમાં નિયત ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે. પણ હવે અમુક ગંભીર સવાલો ઊભા થયા છે. શું અમેરિકન અને રશિયન સ્પેસ એજન્સી વચ્ચે ફરીથી શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે ? શું બંને દેશોની એજન્સી આઈએસએસ ઉપર પોતાનું કાયમી પ્રભુત્વ સ્થાપવા ચાહે છે? રશિયાની સરકારી સમાચાર એજન્સી આરઆઈએએ હ્યુસ્ટન-ટેક્સાસના જ્હોનસન સ્પેસ સેન્ટરના નાસાના વિજ્ઞાાનીઓને ટાંકતા સ્પેસ સ્ટેશન ઉપર નિયંત્રણ લેવાની બંને દેશોના પ્રયાસ અને તેની પ્રક્રિયાને હુંસાતુંસીના સ્વરૂપમાં વર્ણવી છે. જગતના વિજ્ઞાાનીઓ અને વિકસિત દેશોની સરકારોએ સભાન રહેવું પડશે. અવકાશ કોઈ એક દેશની માલિકીનું નથી. જે અવકાશ મથક બા દેશોના સહિયારા પ્રયાસોથી બન્યું છે તેનું સંચાલન સહકારના ધોરણે જ થવું જોઈએ. પૃથ્વીવાસીઓએ એક વાત ન ભૂલવી જોઈએ કે કોઈ પણ સમયે અવકાશ મથકમાં સાતથી દસ જેટલા અવકાશયાત્રીઓ મૌજુદ હોય છે. નસીબજોગે આ વખતે કોઈ જાનહાનિ થઈ નથી. ઈ. સ. ૧૯૯૮ થી ૨૦૧૧ સુધી આ સ્પેસ સ્ટેશનનું અત્યંત કઠિન બાંધકામ થયું હતું. જેમાં હજારો નિષ્ણાતોએ આખી જિંદગીના જ્ઞાાન અને અનુભવનો નિચોડ ઠાલવ્યો હતો. આજ સુધીનો સૌથી મોટો કૃત્રિમ ઉપગ્રહ આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. તેના બાંધકામમાં અમેરિકાનો ફાળો ભલે મોટો હોય પણ સાથે સાથે જાપાન, રશિયા, કેનેડા અને યુરોપિયન દેશોનું પણ મહત્ત્વનું યોગદાન રહેલું છે.

ગુજરાત સમાચાર 9 Aug 2021 2:30 am

દુનિયાનો નકશો બદલી નાખનાર વિચારકો

- વિચાર વિહાર- યાસીન દલાલ - દુનિયામાં આટલી બધી ગરીબી અને બેરોજગારી કેમ છે? દુનિયામાં આટલી બધી લડાઈઓ કેમ થાય છે અને આટલું બધું શોષણ કેમ થાય છે? સ્ટીફન હોકિન્સ આધુનિક યુગના એક મહાન વૈજ્ઞાાનિક હતા. હમણાં એમણે એવી આગાહી કરી હતી કે માણસાજાત જો રોબોટ બનાવવામાં આગળ વધતો રહેશે તો માણસ જ માણસનો નાશ કરશે. એમણે અવકાશયાત્રાનો પણ વિરોધ કરેલો. એમણે આપેલી બ્લેક હોલની થિયરી જાણીતી છે. હમણાં યુરોપમાં એક મોટો વૈજ્ઞાાનિક પ્રયોગ થયો ત્યારે પૃથ્વીના ઉદ્ભવની એક નવી જ થિયરી બહાર આવી આ વૈજ્ઞાાનિક અપંગ હોવાથી વ્હીલચેરમાં જ બેઠા રહે છે અને ચિંતન કરતા. છેલ્લી દોઢ - બે સદીમાં દુનિયામાં ચારથી પાંચ એવા વિચારકો થઈ ગયા જેમણે દુનિયાનો નકશો બદલી નાખ્યો આ વિચારકોમાં કાર્લ માર્કસનું નામ પહેલું આવે એણે ૪૦ વરસ હાઈડલ બર્ગની યુનિવર્સિટીનાં પુસ્તકાલયમાં બેઠા રહીને દુનિયાભરનાં થોથાં વીંખી નાખ્યાં. એને સમજાતું નહોતું કે લાખો વરસ પછી પણ દુનિયામાં આટલી બધી ગરીબી અને બેરોજગારી કેમ છે? દુનિયામાં આટલી બધી લડાઈઓ કેમ થાય છે અને આટલું બધું શોષણ કેમ થાય છે? એણે બધા ધર્મગ્રંતો વાંચી નાખ્યા અને એવો નિષ્કર્ષ કાઢયો કે ધર્મ એ માણસને પાવામાં આવેલું અફીણ છે. રિલિજિયન ઈઝ ધી ઓપિયમ ઓફ ધી પીપલ. એણે દાસ કેપિટલ નામનું પુસ્તક લખ્યું જે દુનિયાભરની લાઈબ્રેરીઓમાં પહોંચી ગયું એણે લખ્યું કે ધર્મોએ માનવના શોષણનું મોટામાં મોટુ સાધન છે. ધર્મોએ જ પાપ પુણ્યની વિચારધારા ઊપજાવી કાઢી. ધર્મે જ જન્મ અને પુનઃજન્મની તદ્ન અતાર્કિક વિચારધારા ઊપજાવી કાઢી માણસનો સાચો દુશ્મન એની મૂડી છે. મૂડીનું યોગ્ય વિતરણ થાય તો શોષણનો પ્રશ્ન જ ન રહે. આમાંથી જ સામ્યવાદનો ઉદય થયો. ખૂબી એ થઈ કે સામ્યવાદનો ઉદ્ભવ જર્મનીમાં થયો અને માર્કસની વિચારધારાનો અમલ લેનિને રશિયામાં કર્યો અને ૧૯૧૭માં રશિયામાં ક્રાંતિ થઈ એને બોલ્સે વિક ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. રશિયા પછી ચીન પણ સામ્યવાદના માર્ગે થયું. પૂર્ણ યુરોપના બલ્ગેરિયા, ચેકોસ્લેવિકિયા, પોલેન્ડ અને હંગેરી જેવા દેશો પણ સામ્યવાદના રંગે રંગાયા. મતલબ કે અડધી દુનિયા લાલ થઈ ગઈ. એક પુસ્તક કેવા ચમત્કાર સર્જી શકે છે એનું આ એક અદ્ભુત અને અપ્રતિમ ઉદાહરણ હતું. એ પછી યુરોપમાં ફ્રોઈડની વિચારધારા આવી ત્યાં સુધી યુરોપની ખ્રિસ્તી વસ્તીમાં સેકસ એટલે કે જાતીયતા તરફ ભારે સૂગ પ્રવર્તતી હતી. લોકો સેકસની ચર્ચા કરતાં પણ ખચકાતા હતાં. ખ્રિસ્તી સાધ્વીઓને પરણાવાની મનાઈ હીત ફ્રોઈડે પહેલી વાર કહ્યું કે જાતીયતા મનુષ્યની સ્વાનભાવિક વૃત્તિ છે. જેમ મામસને પીવા માટે પાણી જોઈએ. ભૂખ છિપાવવા માટે ખોરાક જોઈએ. તેમ જ શારીરિક સુખ માટે સેકસ જોઈએ. જો સેકસ જ ન હોત તો મનુષ્યની ઉત્પતિ ન થઈ હોત. પ્રારંભમાં ફ્રોઈડની આ વિચારધારા સામે ભારે વિરોધ થયો. પણ પછી ધીમે ધીમે દુનિયાએ આ વિચારધારા સ્વીકારી લીધી. આજે દુનિયાભરની યુનિવર્સિટીઓમાં, મનોવિજ્ઞાાન ભવનોમાં ફ્રાઈડની વિચારધારા ભણાવાય છે. મતલબ કે, દુનિયાએ સેકસને સ્વાભાકિ પ્રક્રિયા તરીકે સ્વીકારી લીધી છે. હવે તો આપણે ત્યાં પણ શાળા અને કોલેજોમાં સેકસ એજ્યુકેશન આપવાની હિમાયત થાય છે. આવા જ ત્રીજા મહાન વિચારક આદમ સ્મિથ નામના અર્થશાસ્ત્રી હતા, એમણે દુનિયાને મુક્ત વેપાર અને ફ્રી માર્કેટ ઈકોનોમિક નામની સ્વતંત્રતાની વિચારધારા આપી. એનો આશ્રય લઈને આદમ સ્મિથે પૂછયું કે જો વાણી સ્વાતંત્રય હોય તો વેપારમાં અંકુશ શા માટે? એણે સાબિત કર્યું કે અંકુશ હટાવી લેવાય તો વેપાર ધંધા વિકસે અમેરિકાએ અને યુરોપના ઘણા દેશોએ આ વિચારધારા અપનાવી જો કે બ્રિટને મિશ્ર અર્થતંત્ર એટલે કે સમાજવાદ અપનાવ્યો. આવા એક મહાન વૈજ્ઞાાનિક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત આપીને દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો. એણે સાબિત કર્યું કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. એ ગુરુત્વાકર્ષણના નિયમને કારણે ફરે છે. આજે માણસજાતે સંખ્યાબંધ ઉપગ્રહો બ્રહ્માંડમાં ફરતા મૂક્યા છે. એને કારણે જ આપણે ઘેર બેઠા ટી.વી. ઉપર સંખ્યાબંધ ચેનલો જોઈ શકીએ છીએ. અમેરિકાએ તાજેતરમાં એક નવો ઉપગ્રહ તરતો મૂક્યો છે. જેનો ઉદ્દેશ બ્રહ્માંડમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધવાનો છે. આઈન્સ્ટાઈનની સાપેક્ષતાની વિચારધારાએ પણ જ્ઞાાનવિજ્ઞાાન વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એ જ રીતે ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો સિધ્ધાંત આપ્યો. એણે શોધ કરી કે મનુષ્યની ઉત્પતિ વાનરમાંથી થઈ છે. પછી કાળક્રમે વાનરની પૂછડી નાબૂદ થઈ અને ધીમે ધીમે આજના મનુષ્યનો ઉદ્ભવ થયો. દુનિયાભરના પ્રચલિત ધર્મો કહે છે કે મનુષ્યની ઉત્પતિ બેથી પાંચ હજાર વર્ષ પહેલા થઈ હતી. ખ્રિસ્તી ધર્મમાં માને છે કે મનુષ્યનો ઉદ્ભવ બે હજાર વરસ પહેલાં થયો. ભારતીય પુરાણો કહે છે કે સંસ્કૃતિ અને સભ્યતા ચારથી પાંચ હજાર વર્ષ પહેલાંની નીપજ છે. ધર્મગ્રંતો એમ પણ કહે છે. કે પૃથ્વી ચોરસ છે અને સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. ગેલેલિયો, કોપરનિક્સ અને ડાર્વિન જેવાની શોધખોળે આ બધી માન્યતાઓ તોડી પાડી. પરિણામે ધર્મ અને વિજ્ઞાાન વચ્ચે જબરૂ ઘર્ષણ થયું. કેટલાક વૈજ્ઞાનિકોને જેલમાં પૂરવામાં આવ્યા અને કેટલાક ને જીવતા સળગાવી દેવાયા અંતે આ ઘર્ષણમાંથી સેક્યુલારિઝમના સિધ્ધાંત જન્મ થયો. આ સિધ્ધાંતનો મર્મ એ છે કે જુદાં જુદાં પ્રાણીઓની ઓળખ કરી આપી અને સાબિત કર્યું કે સમાનતા અને અસમાનતાને સમજાવી કઠિન નથી. ઘણા દ્વીપોમાં રહેનારાઓના પૂર્વજો એક હતાં. જેઓ વિકસિત થતાં થતાં ધીરે ધીરે પરિવર્તન આવવા લાગ્યું. આ પરિવર્તનનું ચક્ર નિરંતર છે. જીવન માટે જે ઉપયોગી હોય એ રહેશે અને નકામું હશે એ નષ્ટ થશે. પરિણામે અત્યારે છે એના કરતાં પણ ભવિષ્યનો મનુષ્ય જુદો હશે. ૧૮૬૦માં બ્રિટિશ સમિયાકોમાં અનેક લેખો છપાયા જે ડાર્વિનના સિદ્ધાંતો ઉપર હુમલો કરતા હતાં. પણ હકસલીએ ડાર્વિનને ટેકો આપ્યો. એમણે મજાકમાં પૂછયું કે તમારા દાદાઓ વાનર હતા? ડાર્વિન જવાબ આપ્યો કે પસંદગી કરવાની હોય તો હું એક વાનરને દાદા સમજુ, નહી કે કોઈ ચર્ચના બિશપને આ બિશપે ડાર્વિનના સિધ્ધાંતોની ઝનૂનપૂર્વક વિરોધ કર્યો. અને ૧૮૨૫માં જહોન નામના શિક્ષક ઉપર ડાર્વિનના સિધ્ધાંતો ભણાવવા બદલ મુકદ્મો ચાલ્યો. જહોન દોષિત પુરવાર થયો, પણ સજા બીગલની યાત્રા પૂરી કર્યા બાદ તેમને આંચકીનો રોગ લાગ્યો. એમનું અવસાન ૧૮૮૨માં થયું. સમગ્ર વિશ્વ આ પ્રકૃતિવિદ્ને યાદ કરે છે. આવો જ એક વધુ વિચારક માર્સલ મેકલુહાન નામે થઈ ગયો. એનો જન્મ કેનેડામાં એડમન્ટન ખાતે થયો હતો. ૫૧-૫૨માં એણે ગ્લોબલ વિલેજ એટલે કે વૈશ્વિક ગામડાની કલ્પના કરી. એણે કહ્યું કે, એક દિવસ એળો આવશે કે દુનિયા ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનની દ્રષ્ટિએ એકદમ સાંકડી થઈ જશે. રાબેતા મુજબ એ જમાનામાં લોકોએ ગાંડો કહીને એને હસી કાઢયો. પણ આજે એને મીડિયા પ્રોફેટ કહીને એની પૂજા કરવામાં આવે છે. સુપરસોનિક વિમાન મુંબઈથી લંડન ચાર કલાકમાં પહોંચાડી દેશે. આ ટ્રાન્સપોર્ટની ક્રાંતિ કહેવાય. ઈન્ટરનેટની મદદથી દુનિયાની કોઈ પણ માહિતી ઘેર બેઠાં મળી શકે છે. લંડન કે ન્યૂયોર્કનો કયો વિસ્તાર કયાં આવેલો છે. એ બટનની ચાંપ દાબતા તમને ખબર પડી જાય છે. ફેકસની મદદતી કોઈપણ લખાણ કે તસવીર કે ચિત્ર ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી જાય છે. હવે ગુજરાતમાં અખબારની પાંચ, છ કે સાત આવૃત્તિઓ બહાર પડે છે. એમ ગ્લોબલ અખબાર પણ શરૂ થઈ ગયું છે. રૂપર્ટ મર્ડોકનું આઈ.એચ.ટી. એટલે કે ઈન્ટરનેશનલ હેરલ્ડ ટ્રિબ્યૂન દુનિયામાં આવું પહેલું અખબાર બન્યું છે. મોબાઈલ ફોનમાં વિડિયો કેમેરા પણ આવી ગયા છે. વિડિયો કેસેટમાંથી સીડી અને ડીવીડી સુધીની યાત્રા આપણે પાર કરી હવે તો આઈફોન ઉપર પાંચસોતી છસો જેટલાં ગીતો એક સાથે ઉતરી શકે છે. સ્ટીવન્સ અને આઈન્સ્ટાઈન પણ દુનિયાને આગળ લઈ જવામાં મદદરૂપ થયા. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદની થિયરી આપી તો સ્ટીવન્સને ચાની કીટલીનું ઢાકણું ઉછાળતું હતું. તે જોઈને વરાળથી શક્તિ પારખીને આગ ગાડીની શોધ કરી તો રાઈટ બ્રધર્સે ઊડતું પંખી જોઈને વિમાન બનાવ્યું. હજી વિજ્ઞાાનની શોધખોળો એટલી ઝડપતી આગળ વધી રહી છે કે આવતીકાલે કઈ શોધ થશે એ કોઈ કહી શકતું નથી આમ, આપણે યુરોપની જેમ અંધશ્રધ્ધા અને વહેમોમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી ૨૧મી સદીમાં પ્રવેશી ગયાની વાતો માત્ર ટેકનિકલ રહેશે.

ગુજરાત સમાચાર 7 Aug 2021 5:40 am

ટેલિકોમ સેક્ટરની નફાખોરી .

કોઈ પણ કંપનીનું સિમકાર્ડ હોય પણ ચાલુ વાતચીતે ફોન કપાઈ જવો એ આપણા દેશની સર્વાનુભવ સમસ્યા છે. ત્રણ મિનિટ વાત કરવામાં તમારે ત્રણ વાર નવેસરથી ફોન જોડવો પડે એવું બને. ભારતીય ટેલિકોમ કંપનીઓ લગભગ ઈજારાશાહીની બહુ નજીક પહોંચી ગઈ છે. બહુ જ મર્યાદિત કંપનીઓના હાથમાં દેશના કરોડો લોકોની સંચાર વ્યવસ્થા છે. સરકાર પાસે પોતાની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ છે પરંતુ એને ખાડામાં ધકેલવા માટે નવી દિલ્હીના ઉચ્ચાધિકારીઓની એક લોબી વરસોથી સક્રિય છે જેના દુઃખદ પરિણામો હવે દેખાવા લાગ્યા છે. દેશની તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓને કેન્દ્ર સરકાર અને એના સચિવ કક્ષાના અધિકારીઓ રહસ્યમય રીતે હૂંફ આપે છે, છાવરે છે અને કાયદા વિરુદ્ધ છૂટછાટો આપે છે, તે એટલી હદે કે સર્વોચ્ચ અદાલતના હુકમને પણ તેઓ ઘોળીને પી જવા લાગ્યા છે. એનડીએ સરકારની આ લીલા તરફ ન્યાયમૂર્તિઓનું ધ્યાન જતા સરકારને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે. સરકારી અધિકારીઓના મનઘડંત ફતવાનો આ એક નવો વિવાદ છે. ટેલિકોમ કંપનીઓને અનુકૂળ હોય તેવા નિયમો ઘડી આપવાની શરૂઆત હકીકતમાં યુપીએ સરકારથી થઈ છે. એ પરંપરા હવે રાક્ષસી કદે આગળ વધી ગઈ છે. કોલ ડ્રોપ સમસ્યા દસ વરસ જૂની છે. આ સમસ્યાને ટેલિકોમ કંપનીઓએ બિઝનેસ બનાવી લીધો છે. પૈસા માટે આ કંપનીઓ કોઈ પણ છેતરપિંડી ધરાવતા મેસેજ દેશના લાખો નાગરિકોને મોકલી આપે છે, જેમાંથી હજારો લોકો ફસાય છે. આજકાલ નવી ચોર ટોળકી દેશમાં સક્રિય બની છે. તમારા પર મેસેજ આવે કે અમારે બ્રિટનથી ભારતમાં નાણાં ટ્રાન્સફર કરવા છે. પાંચથી દસ ટકાની લાલચે આ ખેલની શરૂઆત થાય છે. છેવટે ભારતીય નાગરિક લૂંટાઈ જાય છે. આ તો એક નમૂનો છે. ટેલિકોમ કંપનીઓ પોતાને વેપાર મળે છે એ જોઈને દેશના લાખો લોકોને લૂંટાવા દે છે. સરકારનો આવી બે નંબરી પ્રવૃત્તિ પર કોઈ અંકુશ નથી. કારણ કે કેન્દ્રના વિવિધ મંત્રાલયોના જે અધિકારીઓની મોનિટરિંગ જવાબદારીઓ છે તેઓ ખાનગી કંપનીઓના જ હિત ધ્યાનમાં રાખે છે. ભારતીય ટેલિકોમ કંપનીઓ ભારત સરકારની દેવાદાર પેઢીઓ છે. સરકારે એમની પાસે અઢળક નાણાં લેવાના થાય છે. ઉતાવળે એ હિસાબ જુઓ તો આજથી છ મહિના પહેલા જે ચિત્ર હતું એમાંથી થોડીક જ રકમ ભરપાઈ થઈ છે. દેશના દૂરસંચાર વિભાગે ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, આર. કોમ અને અન્ય કંપનીઓ પર કુલ એક લાખ તેત્રીસ હજાર કરોડ રૂપિયાની બાકી રકમ ભારત સરકારને ચૂકતે કરવાનો આદેશ કર્યો હતો. આ રકમમાં બાણુ હજાર કરોડ રૂપિયા લાઇસન્સ ફી તરીકે અને એકતાલીસ હજાર કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ ફી તરીકે કંપનીઓએ સરકારને ચૂકવવાના થાય છે. આટલી ચપટીક કંપનીઓ કેન્દ્રના મંત્રાલયોમાં પોતાના પાલતુ કુત્તાઓ રાખે છે. જે એવા પરિપત્રો તૈયાર કરે છે જેનાથી કરોડો રૂપિયા ચૂકવવામાં રાહત કે વિલંબનો લાભ મળે. ટેલિકોમ કંપનીઓ ચિક્કાર નફો કરે છે પરંતુ સરકારના બાકી લ્હેણાં ચૂકવવામાં એમને રસ નથી. સર્વોચ્ચ અદાલતના હુકમ પછી પણ મુદત વીતી જાય તો પણ આ કંપનીઓ પૈસા ન ભરે તો વાંધો નહિ એવા અર્થનો એક પરિપત્ર જાહેર કરીને કેન્દ્ર સરકારે અદાલતના હુકમની અવમાનના કરી એનાથી સર્વોચ્ચ અદાલતે સરકારને ન કહેવાના શબ્દો કહેવા પડયા. પણ આ ઘટનાનો બીજો અર્થ એમ થાય છે કે કેન્દ્ર સરકારના અધિકારીઓ કાનૂની રીતે કામ કરતા નથી પરંતુ શાસક પક્ષની સૂચના પ્રમાણે ઘરની ધોરાજી હાંકે છે. આ એક ગંભીર રાજરોગ છે. દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં અનેક મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરો ભાજપના કાર્યકર જેમ વર્તે છે. ગરીબ લોકોના આવાસ મોટા બિલ્ડરોને વેચી મારવાનું અબજો રૂપિયાનું જે કૌભાંડ હાલ ગુજરાતમાં ચાલે છે એમાં સંડોવાયેલા કમિશનરો અને કલેકટરો માટે જો તેઓ ગુનાઈત કર્તા અને ફરજચૂકમાં સાબિત થાય તો કારમો કારાવાસ ભોગવવાનો વારો આવે એવી દહેશત છે. કેટલીક એનજીઓ સંસ્થા આ દિશામાં નક્કર કામ કરે છે અને સોશિયલ મીડિયામાં બધી જ વિગતો જાહેર કરે છે. ટેલિકોમ કંપનીઓ ખોટમાં ફસાયેલી છે. આ ખોટનું કારણ ગળાકાપ હરીફાઈ છે. પરંતુ આવા તકલીફના સમયમાં કંપનીઓએ બે નંબરનો રસ્તો અખત્યાર કરી મનગમતા જે પરિપત્રો ઈસ્યુ કરી અદાલતના હુકમને હાંસિયામાં ધકેલીને જે દુઃસાહસો કર્યા અને કંપનીઓનો પક્ષ લીધો તેના તરફ સર્વોચ્ચ અદાલતનું ધ્યાન જતાં એકાએક જ ન્યાયમૂર્તિઓની આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા છે. આ કિસ્સામાં કેન્દ્રના કેટલાક અધિકારીઓ હજુ સસ્પેન્ડ થવાના છે. સરકાર ગભરાઈ ગઈ છે. કારણ કે પ્રજાની યાદશક્તિ ઓછી હોય છે, અદાલતની નહિ.

ગુજરાત સમાચાર 7 Aug 2021 5:35 am

જંગલની આગ કે આગનાં જંગલ?

- ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયાભરમાં દાવાનળની સંખ્યા ખૂબ ઝડપથી વધતી જાય છે - અમેરિકી સંશોધકો જણાવે છે કે જંગલમાં લાગતી આગના ૯૦ ટકા બનાવ માટે માણસ જવાબદાર હોય છે - હાલ તુર્કી, ગ્રીસ, ઇટલી અને અમેરિકાના જંગલો ચીજવસ્તુઓના ભાવની જેમ ભડકે બળી રહ્યા છે કુદરતી આપદાઓ કુદરતી જ હોય એવું જરૂરી નથી. તેમાં માનવીય પ્રવૃત્તિઓનો ઈનડાયરેક્ટ હાથ રહેલો હોય છે. વાવાઝોડા પહેલાં પણ આવતાં, અને આજે પણ આવે છે પણ માનવસર્જિત પ્રદૂષણને કારણે તેની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. એવું જ પૂરનું છે, એવું જ અતિવૃષ્ટિનું છે, એવું જ અનાવૃષ્ટિનું છે, અને એવું જ જંગલની આગનું છે. દાવાનળ પહેલાય ફાટતા હતા, પણ ગ્લોબલ વોર્મિંગને કારણે તેની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. કોંગ્રેસ્નલ રીસર્ચ સર્વિસનો અહેવાલ જણાવે છે કે, સાલ ૨૦૦૦થી એકલા અમેરિકામાં દર વર્ષે દાવાનળના સરેરાશ ૭૦,૬૦૦ બનાવ બને છે. સરેરાશ ૭૦ લાખ એકર જંગલ દર વર્ષે રાખ થઈ જાય છે. ૧૯૯૦માં આ સરાસરી ૩૩ લાખ એકરની હતી. તેનો અર્થ એ થયો કે ૯૦ના દસકની તુલનાએ અત્યારે દાવાનળ બમણો વિનાશ વેરી રહ્યા છે. ૨૦૧૫માં ૬૮૨૦૦ આગ લાગી અને ૧,૧૩,૦૦,૦૦૦ એકર જંગલ સાફ થઈ ગયા. ૨૦૧૭માં ૭૧,૫૦૦ આગ લાગી અને ૧,૦૩,૦૦,૦૦૦ એકર જંગલ ખાખ થઈ ગયા. ૨૦૨૦માં ૫૯,૦૦૦ હજાર વખત દાવાનળ ફાટતા ૧,૧૨,૦૦,૦૦૦ એકર જમીન પરથી જંગલ ભુંસાઈ ગયા. ૯૦ના દસકની તુલનાએ દાવાનળની સંખ્યા ઘટી છે પણ તેની ઈન્ટેન્સિટી અનેકગણી વધી ગઈ છે. હવે લાગતી આગ એટલી ભીષણ હોય છે કે તેને નિયંત્રિત કરવી મુશ્કેલ બની જાય છે, નિયંત્રિત કરવામાં આવે ત્યાં બહુ મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. સંશોધકોએ તારણ કાઢ્યું છે કે અમેરિકામાં લાગતી જંગલી આગમાંથી ૯૦ ટકા કેસમાં માણસનો હાથ હોય છે. કેમ્પફાયર એમ જ છોડી દેવાના કારણે, પાવર લાઈનના કારણે, સિગારેટ ઠાર્યા વિના જમીન પર ફેંકવાના કારણે અથવા જાણીજોઈને કાંડી ચાંપવાથી દાવાનળ ફાટે છે. માત્ર ૧૦ ટકા જ દાવાનળ વીજળી અથવા લાવાને કારણે ફાટે છે. અમેરિકામાં પશ્ચિમી રાજ્યોમાં ૯૫ ટકા વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ છે. તેના કારણે ધારણા કરતાં ૧ મહિના વહેલા દાવાનળ ફાટવા શરૂ થઈ ગયા છે અને દાવાનળની સંખ્યા પણ વધી છે. જાન્યુઆરીથી જૂલાઈ ૨૦૨૧ સુધીમાં યુનાઈટેડ સ્ટેટસમાં દાવાનળ ફાટવાના ૩૬,૭૯૬ કિસ્સા નોંધાયા. ગયા વર્ષે આટલા જ સમયમાં ૩૦,૭૬૦ કેસ નોંધાયા હતા. ગયા વર્ષે આટલા સમયમાં ૧૯ લાખ એકર જંગલ રાખ થઈ ગયા હતા, આ વર્ષે ૨૮ લાખ એકર જંગલ બળી ચૂક્યા છે. સ્થિતિ કઈ હદે વણસતી જાય છે તેની કલ્પના કરી શકાય છે. યુ.એસ.માં ૪૫ લાખ ઘર જ્યાં દાવાનળ ફાટવાની સૌથી વધુ શક્યતા હોય એવા વિસ્તારમાં આવેલા છે. તેમાંથી ૨૦ લાખ માત્ર કેલિફોર્નિયામાં છે. અત્યારે તુર્કી, ગ્રીસ, ઇટલી અને અમેરિકાના દાવાનળ વર્લ્ડ મીડિયાની હેડલાઈન બન્યા છે. આ જંગલો ચીજવસ્તુઓના ભાવની જેમ ભડકે બળી રહ્યા છે. ભૂખમરાથી પીડાતા લોકોના પેટમાં જેવી આગ લાગે તેવી અનિયંત્રિત આગ લાગી છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં ૧,૦૦,૦૦,૦૦૦ પ્રાણી ભુંજાઈ ગયા હતા. એ સિવાય ૨૪ માણસોનાં મોત થયાં હતાં. ૧,૫૬,૦૦,૦૦૦ એકર જંગલ હતા ન હતા થઈ ગયાં હતાં, ૧,૪૦૦ ઘર બળી ગયા હતા. પ્રકૃત્તિ સંતુલનથી ચાલતી હોય છે. ધારો કે કોઈ વિસ્તારમાંથી બિલાડી નામશેષ થઈ જાય તો ત્યાં ઉંદરનો ઉપદ્રવ અનેકગણો વધી જાય છે. આ તો એક ઉદાહરણ થયું. જંગલની આગ લાગવાથી આવા તો કેટલાય અસંતુલન ઊભા થઈ રહ્યાં છે. તુર્કીમાં છેલ્લાં એક અઠવાડિયાથી જંગલની આગે આતંક મચાવ્યો છે. આ બાબતે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોવાનની બેફિકરાઈ તથા તેની સરકારની આગ રોકવા માટે અપૂરતી તૈયારીની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ઝડપથી ફુંકાતા પવનો અને આકરી ગરમીને કારણે દાવાનળ ફાટયો છે. ૨૮મી જૂલાઈથી લાગેલી આ આગમાં ૮ લોકોનાં મૃત્યુ થયાં છે. ૧૦ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવા પડયા છે. હજી સુધી આ આગ કાબુમાં આવી નથી. નાસા અર્થ ઓબ્ઝર્વેટરીના અહેવાલ પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં તુર્કીના ૩૦ પ્રાંતમાં આગના ૧૩૦ બનાવ નોંધાયા છે. તુર્કીના ૩૦ પ્રાંતમાં અલગ-અલગ આગ નથી. ૨૮મી જૂલાઈએ એક જ જગ્યાએ આગ લાગી હતી અને ત્યાંથી બધે ફેલાય છે. તુર્કીનો અંતાલિયા અને મોગલા વિસ્તાર વિદેશી પ્રવાસીમાં લોકપ્રિય છે. હાલ તે પણ દાવાનળના જડબામાં ફસાઈ ચૂક્યો છે. આગ લાગતા પ્રવાસીઓ અહીંથી કાર અથવા બોટમાં બેસીને જીવ બચાવવા ભાગ્યા હતા. તુર્કીની સરકાર બચાવ કરી રહી છે કે અમે દાવાનળ ઠારવા માટે ૧૬ વિમાન, ૫૧ હેલિકોપ્ટર તથા અગ્નિશામક દળના ૫ હજારથી વધુ કર્મચારીઓને કામે લગાડેલા છે તેમ છતાં આગ નિયંત્રણમાં આવી રહી નથી. તેની જ્વાળા સેંકડો મીટર ઊંચે ઊડી રહી છે. ગયા વર્ષે બ્રાઝિલમાં એમેઝોનના જંગલમાં આગ લાગી હતી ત્યારે પણ તેના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોએ ભયંકર બેદરકારી દાખવી હતી. ૨૦૨૦માં બ્રાઝિલમાં ૨,૫૦૦ મોટા દાવાનળ ફાટયા હતા. તેમાંથી ૪૦ ટકા આગ એમેઝોનના જંગલમાં લાગેલી. આગ ઠારવા બાબતે બ્રાઝિલિયન સરકારની ઉદાસીનતાની સમગ્ર વિશ્વમાં ટીકા થયેલી. જેમ આકાશને સરહદો નથી તેમ જંગલને પણ સરહદો નથી. એક જંગલ અનેક દેશોમાં ફેલાયેલું હોય એ તો ખરું જ, ન ફેલાયેલું હોય તો પણ તે અનેક દેશોને અસર કરે છે. જેમ કે ભારત પર વરસતા વાદળા આફ્રિકાના જંગલો ઉપર બંધાય છે. હવે માની લો કે કાલે આફ્રિકાના જંગલો નષ્ટ થઈ જાય તો ભારતને તેની નકારાત્મક અસર થવાની. એટલે જ એક દેશમાં ફાટેલી દાવાનળની ચિંતા વિશ્વના બીજા ઘણા દેશો કરતા હોય છે. તેમણે માત્ર ચિંતા કરવાને બદલે મદદરૂપ પણ થવું જોઈએ. વિશ્વની એક સર્વસામાન્ય અને સર્વમાન્ય વનનીતિ તૈયાર કરવી જોઈએ અને બધે જ લાગુ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. એક તો દુનિયામાં ગરમી વધતી જાય છે એમાં જંગલો બળીને રાખ થતાં જશે તો કેવા દિવસો આવશે? વિચારો જૂઓ. ગ્રીસમાં રાજધાની એથેન્સની બહાર જંગલોમાં આગ લાગી છે. આગના તાપ અને ધુમાડાના કારણે હજારો લોકોને ઘર છોડીને ભાગવું પડયું હતું. કેલિફોર્નિયાના જંગલોમાં ત્રણ સપ્તાહથી આગ ભડકી છે. તે ઠારી નાખવામાં આવ્યા પછી ગત મંગળવારે ફરીથી ભડકી ઊઠી. દાવાનળને લીધે ફુંકાતા ગરમ પવનો અને સૂકું વાતાવરણ નવા દાવાનળનું જોખમ ઊભું કરી દે છે. કેલિફોર્નિયાની આગમાં સેંકડો ઘર બળીને રાખ થઈ ગયા છે. સ્પેનમાં વોટર બોમ્બર વિમાન દ્વારા દાવાનળને અંકુશમાં લેવાની કોશિશ થઈ રહી છે. મેડ્રિડથી ૭૦ કિલોમીટર દૂર પૂર્વ દિશામાં સેનજુઆન જળાશય પાસે જંગલમાં આગ લાગી ગઈ હતી. હાલ આગ નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ વનતંત્રએ પ્રવાસીઓને સેન જુઆન જળાશયથી આઘા રહેવાની તાકિદ કરી છે. આ જળાશય પ્રવાસીઓમાં જબરદસ્ત લોકપ્રિય છે. ઇટલીમાં વિકએન્ડમાં ૮૦૦થી વધુ બનાવ નોંધાયા.સિસિલિમાં દાવાનળ ફાટી નીકળતા હજારો લોકોને ઘર રેઢા મૂકીને ભાગવું પડયું. કોટેનિયા એરપોર્ટને અસ્થાયીરૂપે બંધ કરવાની ફરજ પડી. ભારતમાં ૨૦૨૦માં આગના ૪૩,૦૩૧ બનાવ નોંધાયા હતા. ૨૦૨૧ના હજી સાત જ મહિના વીત્યા છે ત્યાં ૮૨,૧૭૦ દાવાનળ ફાટી ચૂક્યા છે. આગના સર્વાધિક બનાવ મધ્યપ્રદેશમાં નોંધાયા છે, ૨૨,૭૯૭. ઉત્તરાખંડ ૮૯,૦૩૪ દાવાનળ સાથે બીજા ક્રમ પર છે. ઓડિશા ૫ હજાર દાવાનળ સાથે ત્રીજા ક્રમે અને મહારાષ્ટ ૪૮,૦૩૫ દાવાનળ સાથે ચોથા ક્રમ પર છે. ઉત્તરાખંડમાં ૨૦૧૭માં ૮૧૯ દાવાનળ ફાટયા હતા. ૨૦૨૧માં ૮,૯૩૪ કેસ નોંધાયા છે. ઉત્તરાખંડમાં રાળના જંગલો આવેલા છે. રાળ જલદ પદાર્થ હોવાથી તે દાવાનળને વધારે ભડકાવે છે. ગ્લોબલ વોર્મિંગ, જંગલો કપાવાને લીધે ફુંકાતા વધુને વધુ સૂકા અને ગરમ પવનો, માનવીય પ્રવૃત્તિ વિલનની ભૂમિકા ભજવી રહી છે. આ આંકડા ગ્લોબલ ફોરેસ્ટ વોચ વીઆઈઆરએસ દ્વારા આપવામાં આવેલા છે. એક જાણીતી વાર્તા છે. એક વખત એક જંગલમાં આગ લાગી. બધાં પ્રાણીઓ આઘે જઈને બેઠા હતા અને ચૂપચાપ આગને જોઈ રહ્યા હતા. એક ચકલીને તે અનુકૂળ ન આવ્યું. તે ઊડીને સરોવરમાંથી ચાંચમાં પાણી ભરતી હતી અને એ પાણી આગ પર છાંટી રહી હતી. બધાં પ્રાણીઓ તેના પર હસવા લાગ્યા. એકે કહ્યું, હે મૂર્ખ ચકલી! આ જંગલની આગ છે, તારા એક-બે ટીપાં પાણીથી તે કેવી રીતે ઠરવાની? ચકલીએ જવાબ આપ્યો, મને ય ખબર છે કે આગ મારાથી ઠરવાની નથી પરંતુ હું યથાસંભવ કોશિશ કરી રહી છું જેથી આવનારી પેઢી એમ ન કહે કે અમારા પૂર્વજોએ જંગલ બચાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. એક ચકલી આગ ઠારી શકે નહીં પણ તેને જોઈને બધા પ્રાણીઓ કામે લાગી ગયા હોત તો જરૂર આગ કાબૂમાં આવી જાત. એક માણસ આ વિનાશને રોકી શકે એમ નથી પણ સમસ્ત માનવજાત ચકલી જેવી સમજણ કેળવીને પ્રકૃત્તિને બચાવવાની યથાસંભવ કોશિશ કરવા માંડે તો દાવાનળ સહિતની બીજી ઘણી બધી આપદાઓ નિયંત્રણમાં આવી શકે એમ છે. આજની નવી જોક લલ્લુ રડતો હતો. છગન (લલ્લુને): શા માટે રડે છે? લલ્લુઃ ૧૦૦ રૂપિયા આપો તો કહું. છગને ૧૦૦ રૂપિયા આપીને પૂછ્યું, બોલ હવે. લલ્લુઃ ૧૦૦ રૂપિયા માટે જ રડતો હતો. થેન્ક્યુ. છગનઃ હેં!? જીકે જંકશન - શેહરોઝ કાસિફ કેટુ શિખર સર કરનારા સૌથી યુવાન વયના પર્વતારોહક બન્યા છે. આ શિખર ૮૬૧૧ મીટર ઊંચું છે. હિમાલયની કારાકોરમ પર્વતમાળામાં આવેલું છે. - તાજેતરમાં લુસિયાનોર્વનિકે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, પુસ્તકનું શીર્ષક છે ધ મોસ્ટ ઇન ક્રેડિબલ ઓલિમ્પિક સ્ટોરીઝ. એક પુસ્તક લેપર્ડ ડાયરીઝ ધ રોસેટ ઈન ઈંડયા નામથી પ્રકાશિત થયું છે. તેના લેખકનું નામ છે સંજય ગુબ્બી. - યુરોપિયન સ્પેસ એજન્સીએ એક ક્રાંતિકારી રિપ્રોગ્રામેબલ ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહને યુટેલસેટ ક્વોન્ટમ નામ આપવામાં આવ્યું છે. વંદના કટારિયા ઓલિમ્પિકમાં હેટ્રીક ફટકારનારી ભારતની પહેલી મહિલા હોકી ખેલાડી બની છે. દક્ષિણ આફ્રિકા સામેની હોકી મેચમાં ભારતના કુલ ચારમાંથી ત્રણ ગોલ તેણે ફટકાર્યા હતા. - કેરળ રાજ્ય સરકારે દિવ્યાંગો માટે સહજીવમ પરિયોજના શરૂ કરી છે. તમિલનાડુ રાજ્ય સરકારે સરકારી શાળાના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક અભ્યાસ ક્રમોમાં ૭.૫ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. - કયુ.એસ. બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેકિંગમાં લંડને વિશ્વના તમામ શહેરોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ગુડ્ડો બેલિડો પેરુના નવા વડાપ્રધાન બન્યા છે. ઉત્તરાખંડે ભૂકંપ એલર્ટ એપ્લિકેશન લોન્ચ કરી છે. આવું કરનારું તે દેશનું પહેલું રાજ્ય બન્યું છે.

ગુજરાત સમાચાર 7 Aug 2021 5:30 am

પોલીસ કસ્ટડીમાં મોત .

કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહપ્રધાને લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વરસમાં પોલીસ કસ્ટડીમાં ૩૪૮ લોકોના મોત નીપજ્યાં છે અને અંદાજે ૧૨૦૦ લોકોને એવી યાતના આપવામાં આવી કે તેઓ ઘવાયા છે. આ સવાલ સાથે એમ પણ પૂછવામાં આવ્યું હતું કે પોલીસ કસ્ટડીમાં મોત માટે જવાબદાર પોલીસ કર્મચારીઓ કે પોલીસ અધિકારીઓ સામે શું પગલા લેવામાં આવ્યા ? પરંતુ એનો જવાબ કેન્દ્ર સરકાર પાસે નથી કારણ કે કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ સંબંધિત બાબતો રાજ્ય સરકાર અંતર્ગત આવે છે. નેશનલ ક્રાઈમ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે છેલ્લા દસ વરસમાં દેશમાં પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ અપરાધીઓના થયેલા મોતની સંખ્યા એક હજારથી વધુ છે. આ એવા કેદીઓ હોય છે જેનો અપરાધ હજુ પુરવાર કરવાનો બાકી હોય છે અને તેમને અદાલતમાં પણ રજૂ કર્યા હોતા નથી. દક્ષિણ ભારતીય વૈજ્ઞાાનિક જેમ કોઈ સાવ નિર્દોષ આરોપી પણ હોય છે. પોલીસ પાસે ધરપકડ પછી ચોવીસ કલાકના જ અધિકાર છે. એ ચોવીસ કલાક અંદર જ પોલીસ આરોપીને અદાલતમાં રજૂ કરી દે છે અને પછી અદાલત જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે અથવા જામીન આપે છે. અપરાધ પુરવાર થાય અને સજા પડે એ પહેલાનું આ આખું જે ચક્ર છે તે ઘણા માટે વિષચક્ર સાબિત થાય છે ને પોલીસ હસ્તકના પહેલા ચોવીસ કલાકમાં જ શંકાસ્પદ આરોપીનું પ્રાણપંખેરુ ઉડી જાય છે. આપણા દેશમાં પોલીસનો ધરપકડ કરાયેલાઓ સાથેનો વ્યવહાર જગખ્યાત છે. દેશની જેલોમાં પાંચ લાખ જેટલા અપરાધીઓ છે પરંતુ એમાંના ત્રણ લાખ તો એવા દુર્ભાગી છે કે જેમની સજાનો આખરી હુકમ હજુ થયો નથી છતાં તેઓ જેલ ભોગવે છે. દેશમાં એકલા ઉત્તર પ્રદેશની જેલોમાં દેશના કુલ અપરાધીઓમાંથી પચીસ ટકા કેદીઓ છે, એને આધારે સમજી શકાય છે કે ત્યાં ગુનાખોરીનું પ્રમાણ કેટલું વધુ છે. મિસ્ટર આદિત્ય યોગીને કારણે ગુનાખોરીમાં કોઈ ફેર પડયો નથી. કિસાન આંદોલનમાં કિસાનોને જતાં અટકાવવા વિવિધ મહેસૂલ અધિકારીઓ દ્વારા યોગીએ જે નાકાબંધી કરાવી તે તો સ્વયં સરકારને પક્ષે જ અપરાધ છે. આપણા દેશની જેલોની જે સ્થિતિ છે એની તપાસ માટેની કોઈ પદ્ધતિસરની પ્રવિધિ સરકારે વિકસાવી નથી. એને કારણે બહારનું જગત જાણતું જ નથી કે જેલના સળિયા પાછળની જિંદગી શું છે. જેલ સત્તાધીશો કેદીઓને એક તો બહુ જ ખરાબ અને અમુક હદે અમાનવીય રીતે રાખે છે અને આ સિક્કાની બીજી બાજુ એ છે કે ગુનેગાર જેલ બહાર સાદો મોબાઈલ વાપરતો હોય તો જેલમાં એન્ડ્રોઇડ વાપરતો થઈ જાય છે ! અગાઉ લુધિયાણાની જેલમાં કેદીઓએ અંદરો-અંદર જે જંગ લડયો તે ઘટનાએ ભારત સરકારના ગૃહખાતાની ઊંઘ ઉડાડી દીધી હતી અને કેન્દ્ર સરકારે ત્યારે નવા જેલ મેન્યુઅલ સાથે આકરા નિયમો બનાવવા સક્રિય થવાની વાત કરી હતી. પરંતુ એનડીએ સરકાર એવા કોઇ પગલા લઈ શકી નથી. હવે એવા નિયમોની જરૂર ઊભી થઈ છે કે કેદીને બદલે જેલના અધિકારીઓને સાણસામાં લેવા પડે. જેલમાં શું મળે છે એના બદલે હવે જેલમાં શું નથી મળતું એ પૂછવાનો સમય આવ્યો છે. લુધિયાણાની જેલમાં કેદીઓના બે જુથો વચ્ચે એવી અથડામણ થઈ હતી કે જેલ અધિકારીઓનો એમના પર કોઈ કાબુ રહ્યો ન હતો. કેદીઓએ ત્યાંના જેલમાં ફરજ બજાવતા પોલીસમેનોના હથિયારો આંચકી લીધા હતા, એમને બેરેકમાં પૂરી દીધા હતા. પછી જ્યારે બહારથી નવા પોલીસ કાફલાઓ આવ્યા ત્યારે એના પર કેદીઓએ એમના જ હથિયારોથી ગોળીબાર ચાલુ કરી દીધા. સામસામા કુલ નેવું રાઉન્ડ ગોળીબાર થયા હતા. એના પરથી અંદાજ લગાવી શકાય છે કે આપણે માનીએ છીએ કે જેલમાં એવો કડક બંદોબસ્ત હોય છે કે ત્યાં ચકલું પણ ફરકતું નથી એ વાત ખરેખર પોકળ અને હાસ્યાસ્પદ સાબિત થઈ જાય છે. લાખો વિચારાધીન કેદીઓ પણ ન્યાયિક પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી જેલવાસ ભોગવે છે. છલકતી જેલોની બાબતમાં ઉત્તર પ્રદેશ અને બિહાર ટોચના ક્રમે છે. દેશની દરેક જેલના દરેક કેદી પાસે સનસનાટીભરી એની આત્મકથા હોય છે એ તો ઠીક પણ આપણી દરેક જેલ એક નવલકથા જેવી દિલધડક બની ગઈ છે. રાજકારણીઓએ જ્યારે જ્યારે જેલની સફર કરી છે ત્યારે તેઓએ ત્યાં બેઠા બેઠા જેલના નિયમો નેવે મૂકવાનું જ કામ કર્યું છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં અપરાધી ઈતિહાસ ધરાવનારાઓની સંખ્યા નાની નથી. ઉત્તર પ્રદેશમાં તો એવી પ્રચલિત માન્યતા છે કે અપરાધી ઇતિહાસ ધરાવનારાઓ રાજકારણમાં વધુ સફળ નીવડે છે. આમ પણ દુનિયામાં ભારતીય જેલ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. બ્રિટિશ અદાલતો પણ તાજેતરની વિવિધ ઘટનાઓમાં ભારતીય જેલોની ટીકા કરી ચૂકી છે. અગાઉ ગુનેગારો પેરોલ પર છૂટી ભૂગર્ભમાં નાસી છૂટતાં હતા હવે તો જેલર પણ નાસીને ભૂગર્ભમાં છુપાઈ જતા હોવાની ઘટનાઓ ગુજરાત પોલીસના દફતરે ચડેલી છે.

ગુજરાત સમાચાર 6 Aug 2021 5:30 am

કોરોનાની કોને પડી છે ?

હકીકત એ છે કે કોરોનાના વધતા જતા કેસોની કોઈ નોંધ લેતું નથી. ન તો એનાથી રાજનેતાઓના જાહેર કાર્યક્રમોમાં કોઈ ફેર પડે છે અને ન તો કોઈ નાગરિકોની વ્યક્તિગત દિનચર્યામાં કંઈ ફેરફાર થાય છે. જેવી ઘોર ઉદાસી બીજી લહેર પહેલા હતી અદ્દલ એવી જ સંસારલીલા ત્રીજી લહેર પહેલા અત્યારે દેખાય છે. ગત મે મહિનામાં કોરોના કેસની સંખ્યા, યાતના અને મૃત્યુ પરાકાાએ પહોંચ્યા પછીથી સતત કેસો ઘટતા રહ્યા હતા. એ નિરંતર ઘટાડો કોઈ કોઈ રાજ્ય અને શહેરોમાં શૂન્ય સુધી પહોંચી ગયો હતો. પરંતુ ગયા સપ્તાહે કોરોનાએ યુ ટર્ન લીધો છે અને ફરી કેસ વધવા લાગ્યા છે. કોરોનાના સૌથી વધુ કેસ ભલે કેરળમાં હોય પરંતુ નવા કેસોમાં અભિવૃદ્ધિ તો દિલ્હી સહિતના દેશના તેર રાજ્યોમાં જોવા મળે છે. કેસ સતત ઘટવાનો સિલસિલો હવે ઈતિહાસ બની ગયો છે અને એ જ સાવચેતીની ઘંટડી છે. ત્રીજી લહેરની જે વાતો આપણા કાનમાં ઘણા સમયથી પડઘાય છે એ સમય હવે નજીક આવી ગયો છે. આ વખતે વિશેષ તો પહાડી પ્રદેશો પર કોરોનાનો પંજો વધુ આક્રમક છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો કેસોનો વધારો અનુક્રમે ૬૪ અને ૬૧ ટકા છે. દુનિયાના અન્ય અનેક દેશો કોરોનાના નવા વધતા કેસોમાં ફસાઈ ગયા છે. જાપાનમાં ઓલિમ્પિક ખેલ તો કાર્યક્રમ પ્રમાણે ચાલી જ રહ્યા છે પરંતુ કોવિડ કેસોની વધતી જતી સંખ્યાને કારણે દેશના અનેક પ્રદેશોમાં કટોકટી જાહેર કરવી પડી છે. ચીને તો એવું અભિમાન વ્યક્ત કર્યું હતું કે અમારે ત્યાં કોરોનાનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે. પરંતુ હવે ત્યાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. નાનજિંગ શહેર એનું નવું પ્રસ્તાર કેન્દ્ર છે. પચાસ ટકાથી વધુ નાગરિકોને વેક્સિન અપાઈ ગયા પછી પણ અમેરિકામાં સંક્રમણ વધી રહ્યું છે. યુરોપીય દેશોમાં પણ એવી જ સ્થિતિ હવે છે. મંથર ગતિને કારણે આપણા દેશમાં તો ટીકાકરણની જ ટીકા કરવી પડે એવા સંયોગો છે. ભારતમાં આ હમણાં પૂરા થયેલા જુલાઈ માસના અંતમાં વેક્સિનેશનના જે આંકડાઓ સરકારે જાહેર કર્યા છે એ ઓછા હોવાને કારણે ચિંતાજનક છે. પુખ્ત કે મોટી ઉંમરના કુલ ૯૪ કરોડ નાગરિકોમાં જુલાઇના અંત સુધીમાં માત્ર ૧૦.૩ કરોડ લોકોને જ વેક્સિનના બન્ને ડોઝ અપાયા છે. એનો અર્થ છે કે લગભગ અગિયાર ટકા નાગરિકો સુધી જ ડબલ ડોઝ પહોંચ્યા છે. થોડા સમય પહેલાના સિરો સર્વેક્ષણના તારતમ્યે રાહત આપી હતી. પરંતુ એ સર્વેક્ષણ અનુસાર દેશમાં ૪૦ કરોડ લોકો એવા છે કે જેમનામાં એન્ટી બોડિઝ વિકસ્યા નથી. એનો બીજો એક અર્થ એ પણ છે કે ત્રીજી લહેરનું જોખમ ઓછું હોવાનો જે બૌદ્ધિક વ્યાયામ દેશભરમાં ચાલી રહ્યો છે તે નાગરિકોને વ્યર્થ અને ભ્ર્રામક આશ્વાસન આપવાના ઉપક્રમથી વિશેષ કંઈ નથી. કોઈ પણ તર્ક લડાવીને ત્રીજી લહેરને હળવી બતાવવાનો ખેલ ખરેખર તો ખતરો સે ખેલને કા ખેલ હૈ. વર્તમાન સંજોગોમાં બચાવકારક ઉપાયોમાં ઝડપ આવે એ એક જ આરાધ્ય પુરુષાર્થ છે જે સરકાર અને પ્રજા એમ ઉભય પક્ષે અનિવાર્ય છે. ત્રીજી લહેરને ખાળવા માટે વેક્સિનેશનની કાર્યવાહીને યુદ્ધના ધોરણે પૂરી કરવી જરૂરી છે. સત્તાધારી અને વિપક્ષો વચ્ચેના વાકયુદ્ધને સાઈડમાં રાખીને જુઓ તો ગયા મહિને ભારત સરકારે અંદાજે ૬૬ કરોડ ડોઝ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. એના પરથી એટલી વાત તો નક્કી છે કે ગયા મહિને વેક્સિનની જે તંગી દેશના બહુધા રાજ્યોએ અનુભવવાની આવી તેવી તંગીનો અનુભવ આ વખતે નહિ લેવો પડે. સરકારી તંત્રને પોતાની એક મર્યાદા હોય છે અને એની સામે સામાન્ય નાગરિકોની બેદરકારી પણ મહત્વની છે. ચાલુ વર્ષના અંત સુધીમાં જો પુખ્ત અને વયસ્ક લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક પૂરો કરવો હોય તો દરરોજ લગભગ ૯૨ લાખ લોકોને વેક્સિન આપવી જોઇએ. હાલ વેક્સિનેશનનો જે કાર્યક્રમ ચાલે છે તેની ગતિ અત્યારે રોજના ૩૮ લાખ ડોઝની છે, જે વધારવાની તાત્કાલિક જરૂર છે. આ ઉપરાંત કોરોના નવા વેરિયન્ટ ઉપર વેક્સિનનો કેવોક પ્રભાવ પડે છે તે પણ જોવાનું છે. વેક્સિનેશનમાં સરકારની ભૂમિકા બહુ મહત્ત્વની છે પરંતુ એ સિવાય દરેક નાગરિકે કોરોના પ્રતિરોધક નિયમોનું તો ચુસ્ત રીતે પાલન કરવાનું જ રહે છે. કોરોના કેસ જ્યારે વધે છે ત્યારે શરૂઆતમાં જ તબક્કાવાર વધે છે, પરંતુ પછી તો એક સામટા વધી જાય છે. લોકોનું ધ્યાન જાય કે હવે ખરેખર સાવધાન થવાની જરૂર છે, ત્યારે તો કોરોના તેમના શરીરમાં પ્રવેશી ગયો હોય છે. આ બીજી લહેરનો અનુભવ છે. ત્યારે બધા એમ જ સમજતા હતા કે વાતાવરણ વધુ ગંભીર થશે ત્યારે આપણે ધ્યાન રાખીશું, પછી તેઓને ખ્યાલ જ ન રહ્યો કે વાતાવરણ અને તેઓ પોતે બંને ક્યારેય ગંભીર થઈ ગયા. એટલે કે અત્યારનો સમય જ સંપૂર્ણ સાવધાની દાખવવાનો સમય છે. જેઓ એમ માને છે કે હજી એ માટેનું મુહૂર્ત આવવાનું બાકી છે, તેમના પર કોરોનાનું જોખમ રહે છે. આ વાત થોડી ડરાવનારી લાગે, પરંતુ આગોતરું પ્રાપ્ત થતું કડવું સત્ય હંમેશા કલ્યાણકારી હોય છે એમ સુભાષિતકાર કહે છે.

ગુજરાત સમાચાર 5 Aug 2021 5:35 am

ડેન્ગ્યુના નવા પડાવ .

સુ ભાષિતકાર કહે છે કે પ્રજાને જો કોઈ રોગ થયો હોય તો એ રોગ રાજાને થયો છે એમ જ માનવું જોઈએ. જે રાજ્ય અને રાજા આમ ન માને તે પ્રજાનો ઝડપી ઉપચાર કરતા નથી. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડેન્ગ્યુ તાવનો રોગચાળો છે. ત્રીજી લહેરના આગોતરા ટ્રેઇલર જેવો આ રોગ છે કારણ કે ડેન્ગ્યુ ઈમ્યુનિટી ખતમ કરી નાંખે છે. રોગ જ્યારે રોગચાળો બની જાય છે ત્યારે સરકારની જવાબદારી હોય છે કે તાત્કાલિક પગલા લેવામાં આવે. ગુજરાત સરકારના આરોગ્ય ખાતાએ તો હજુ ડેન્ગ્યુની નોંધ જ લીધી નથી અને તત્ સંબધિત રાજ્યની સિવિલ હોસ્પીટલમાં કરવાના થતા હુકમોનો પણ વિચાર કર્યો નથી. આ વખતે અનેક બાળકો, કિશોરો અને યુવક-યુવતીઓ એવા છે જેઓ ડેન્ગ્યુને કારણે કોરોના જેટલા જ ગભરાઈ ગયા છે. અગાઉ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી કોંગો ફિવરના પણ અનેક કેસો નોંધાયા હતા. આ વખતનું ચોમાસુ હજુ તો જામી રહ્યું છે ત્યાં જ ડેન્ગ્યુએ માથું ઊંચક્યું છે. ડેન્ગ્યુ કરતાં ડેન્ગ્યુ છે કે નહિ એની પેથોલોજિકલ તપાસ અત્યારે નાગરિકોને ભારે પડી રહી છે. ખાનગી પેથોલોજી લેબના ભાવ-પત્રકો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. સરકારે એક વખત એ તપાસ કરવાની જરૂર છે કે આજકાલ આવી તમામ ખાનગી લેબોરેટરીમાં સવારથી સાંજ સુધીમાં કેટલા ટેસ્ટ રિપોર્ટ તૈયાર થાય છે અને ખાનગી લેબોરેટરીઓ કેટલો તગડો નફો કરે છે. ડોક્ટરો સમાજને વફાદાર હોય છે પરંતુ એમાંના કેટલાકની તો લેબ સાથે એવી માયાજાળ ગૂંથાયેલી હોય છે કે રિપોર્ટની સાથે સમાંતર ડોક્ટરોના ફાઈનાન્સિયલ રિપોર્ટ પણ અપગ્રેડ થતા હોય છે. સરકારે ખાનગી લેબોરેટરીના ભાવપત્રકો તપાસીને પ્રજા લૂંટાઈ ન જાય એ જોવાની જરૂર છે. ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રોકાણકાર તરીકે તબીબોનો બહુ મોટો સમુદાય છે. એમાં મહેનતનો રૂપિયો હોય તો ઠીક છે પરંતુ કોઈ દરદીઓના આંસુઓના તાજમહાલ કાળની કેડીએ ટકી શકતા નથી. રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં પેથોલોજી રિપોર્ટ સરકાર વિનામૂલ્યે કરાવી આપે છે. પરંતુ સિવિલ સુધી બધા પહોંચી શકતા નથી. ઉપરાંત દર્દીઓનો ધસારો પણ એટલો હોય છે કે સિવિલ પહોંચી ન વળે. જો કે આદર્શ સ્થિતિ એ છે કે સામાન્ય નાગરિકોએ સરકારી વિનામૂલ્યની તબીબી સેવાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ડેન્ગ્યુની કોઈ અક્સીર ઔષધિ હજુ ડોક્ટરોના હાથમાં આવી નથી. કેટલાક કારગત આયુર્વેદિક ઉપચારો પણ લોકો અજમાવે છે. પરંતુ અલ્ટીમેટ રેમેડી હજુ લાપતા છે. ગુજરાતી પ્રજા એની જીભની આસ્વાદ જિજ્ઞાાસાની ગુલામ છે. લોકો હજુ આજે પણ કહેવાતા હેલ્થ કોન્સ્યસના જમાનામાં પણ અવિચારી વર્તણુક કરીને આડેધડ સમી સાંજની જયાફતો માણે છે. જે સમયે એના પરિણામો દેખાવા લાગે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. વળી બાહરી ખોરાક અને ચટપટા સ્વાદના મોહ સાથે પચાસ ટકા ગુજરાતીઓ કોઈ ને કોઈ વ્યસનનું પાલન કરતા હોય છે અને એટલે તેઓ તો ઝડપથી પથારીમાં પડે છે અને પછી જ શરીર એનો બધો હિસાબ લેવાની શરૂઆત કરે છે. વ્યસન માણસને પરાધીન બનાવતું કરતબ છે. કરતબ એટલે કે ભલભલા વિદ્વાનો એમાં ડૂબી ગયેલા છે. માણસની સ્વતંત્રતા ભૌગોલિક હોઈ શકે, રાજકીય હોઈ શકે. પરંતુ પોતાની મસ્તીને કૃત્રિમ રીતે ઉદ્દીપ્ત કરવાની નિયમિત તલપ ગુલામી છે. વ્યસની માણસ પોતાની આદતોની ચુંગાલના વંટોળમાં એક વખત ફસાઈ ગયો પછી એ ભૂલભુલામણીમાંથી બહાર નીકળવું અતિકઠીન થઈ જાય છે. પૈસો પૈસાને ખેંચે એમ વ્યસન પણ વ્યસનને ખેંચે. વ્યસનનો ચેપ પોતાને ન લાગે તેના માટે માણસમાં આત્મશક્તિનું ઉચ્ચ પ્રમાણ જોઈએ. કોઈ એક પાન-પડીકી કે કોઈ એક પ્રવાહી કે ધુમાડાની અંદર કેટલીયે જિંદગીઓ હોમાઈ ગયેલી છે તેના સાક્ષી જગતભરના અનેક કબ્રસ્તાનો છે. વ્યસનથી કોઈ પણ રીતે માણસની ઉન્નતિ થાય એવું માનનાર માણસ માનસિક રોગી છે. અનારોગ્ય સદાય ભારે આર્થિક ઘસારો પણ પહોંચાડે છે. એક તો કામ થઈ શકે નહિ અને ખર્ચ વધે. એવું નથી કે કોઈ ગુજરાતી આ હકીકતો જાણતો નથી, પરંતુ જલસાખોરીના મોહમાં આ સામાન્ય જ્ઞાાનની ઉપેક્ષા કરે છે જે એને જિંદગીના એક અસામાન્ય જોખમ તરફ દોરી જાય છે. ઉકરડા પાસેની પાણીપુરીની લારી પર ગુજરાતી સિવાય કોણ ઊભા રહી શકે. અનેક દરોડાઓમાં સાબિત થયું છે કે અનેક આહાર આરોગ્યદાયી નથી તો પણ આપણી રસના એટલે કે જીભની તો રચના જ એવી છે કે જ્ઞાાન એની પાસે પાણી ભરે છે.

ગુજરાત સમાચાર 4 Aug 2021 5:30 am

ત્રીજી લહેરના ભણકારા : આખરે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની દુઃખદ શરૂઆત થઈ ગઈ છે

આખરે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની દુઃખદ શરૂઆત થઈ ગઈ છે. દરરોજના ચાલીસ હજારથી વધુ કેસ થવા લાગ્યા છે. આ આંકડો બહુ ઝડપથી ઊંચે જવાનો છે. અત્યારે કેરળ અને તમિલનાડુ કોરોનાની ત્રીજી લહેરનું વતન બની ગયા છે. આ વાયરસ એના સર્વ નવીન રૂપ સાથે બહુ ઝડપથી ભારતમાં ફેલાઈ જવાની વૈજ્ઞાાનિક તબીબોને આશંકા છે. સામાન્ય રીતે કોરોના પરાકાષ્ઠાએ પહોંચે પછી દેશમાં પગલાં લેવામાં આવે છે. આ વખતે સરકારે આગમચેતી રાખીને એક તો મેડિકલ વ્યવસ્થાતંત્રનો વિસ્તાર કરેલો છે અને દસથી વધુ રાજ્ય સરકારોને સૂચના આપી આપી છે કે બહુ એડવાન્સ પગલાં લેવા માટે તેઓ વિચાર કરવાની શરૂઆત કરે. ભારતમાં અત્યારે ચાર લાખથી વધુ લોકો સારવાર હેઠળ છે. એક અંદાજ પ્રમાણે પાંચ ટકાના દરે કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં એક તરફ કોરોનાથી મુક્તિનો રોમાંચ અનુભવતા લોકોના પ્રવાસ-પર્યટનનો વધી ગયા છે અને બીજી તરફ થાળે પડી રહેલા સામાન્ય જનજીવન દ્વારા પણ માથે લટકતી તલવાર તરફ ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. ગયા એપ્રિલ-મે માસ દરમિયાન ભારતમાં આવેલી કોરોનાની બીજી લહેરની તૈયારી તો કોઈએ કરી ન હતી અને એને કારણે મૃત્યુઆંક બહુ ઊંચે જતા રહ્યા હતા. બીજી લહેર વખતે એક કેસના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જો ત્રીજી લહેર આવશે તો બાળકો ખુદ તો હોસ્પિટલ જઈ શકતા નથી. તો કોરોના બાળકોને નિશાન ન બનાવે એ માટે ભારત સરકારે શું તૈયારીઓ કરી છે ? જો બાળકોને આઈસોલેશનમાં રાખવાનો પ્રસંગ આવે તો એ સાર સંભાળ ઘણી અઘરી પડી શકે છે. હજુ એ માન્યતાનું ખંડન થઇ શક્યું નથી કે ત્રીજી લહેર બાળકોને નિશાન બનાવશે. બાળકોને કોરોનાથી બચાવવા માટે કેન્દ્ર સરકારે શું તૈયારીઓ કરી છે ? એનો જવાબ કેન્દ્રના આરોગ્ય મંત્રાલય પાસે નથી. પરંતુ સાથોસાથ દેશના લાખો તબીબી કાર્યકર્તાઓને ત્રીજી સામે લડવા આરોગ્યલક્ષી તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત દેશની સંખ્યાબંધ હોસ્પિટલોમાં બેડ સુવિધા અભિવૃદ્ધ કરવામાં આવી છે. સરકારે કેટલાક નવા ઓક્સિજનના પ્લાન્ટ તૈયાર કર્યા છે અને કોર્પોરેટ જાયન્ટ કંપનીઓ પણ દરદીને પ્રાણવાયુ પૂરો પાડી શકે એવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. હવે એવી અનેક હોસ્પિટલો અસ્તિત્વમાં આવી છે કે જેની પોતાની પાસે જ ઓક્સિજન પ્લાન્ટ છે. આ સ્થિતિ એક રીતે તો સારી છે, પરંતુ જો બીજી લહેર જેવી જ ત્રીજી લહેર હોય તો આ તૈયારીઓ હજુ પણ અપૂરતી છે. સર્વોચ્ચ અદાલતે આજથી બે મહિના પહેલા ભારત સરકાર પાસે બાળકોને વેક્સિન આપવા અંગેના માસ્ટર પ્લાનની વિગતો ચાહી હતી, પરંતુ એ દિશામાં કોઈ નક્કર કામ થઈ શક્યું નથી. હા એવા વૃત્તાંત ચોક્કસ વહેતા થયા છે કે બાળકોને વેક્સિન આપવા માટેની વૈજ્ઞાાનિક ફોર્મ્યુલા ટૂંક સમયમાં જ ઉપલબ્ઘ કરાવવામાં આવશે. પરંતુ જ્યાં મોટેરાઓને વેક્સિન આપવા માટેનું વ્યવસ્થા તંત્ર હજુ ગોથા ખાઈ રહ્યું છે ત્યાં બાળકોનો અગ્રતાક્રમ સંપૂર્ણ રીતે લાપતા છે. અમેરિકન કંપની ફાઈઝરે બાળકો માટેની વેક્સિન તૈયાર કરી છે. પરંતુ એને ભારતમાં આવવાને બહુ લાંબો સમય લાગી જશે. અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ફાઈઝરે બનાવેલી વેક્સિન પણ ભારતમાં આવી નથી તો બાળકો માટેની વેક્સિન આવવાનો તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. કોરોનાની બીજી લહેર અને ત્રીજી લહેર વચ્ચે જે સમય પસાર થયો અને હજુ પણ થઈ રહ્યો છે એ સમયમાં બાળકો માટેની વેક્સિન તૈયાર થઈ જવી જોઈતી હતી. પરંતુ એમ થઈ શક્યું નથી. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર એની પરાકાષ્ઠાએ ક્યારે પહોંચશે એનું કોઈ અનુમાન થઈ શકે એમ નથી. પરંતુ દુનિયાના બીજા દેશોની સ્થિતિનું આંકલન કરીને એનો અંદાજ બાંધી શકાય છે. અમેરિકામાં બીજી અને ત્રીજી લહેર વચ્ચેનું અંતર માત્ર અઢી મહિનાનું હતું અને બીજી લહેરની તુલનામાં સૌથી વધુ મૃત્યુ ત્રીજી લહેરમાં થયા હતા. સૌથી ખતરનાક પણ ત્રીજી લહેર જ હતી. અમેરિકામાં આ ત્રીજી લહેર દોઢ મહિના સુધી ચાલી હતી. અમેરિકાને ખબર જ પડી ન હતી કે બીજી લહેર ક્યારે પૂરી થઈ ગઈ અને ત્રીજી ક્યારે શરૂ થઈ. ભારતમાં જોવા મળ્યું છે કે બંને લહેરો વચ્ચે ચોક્કસ અંતર હોય છે. એક લહેર પૂરી થઈ જાય છે, એટલે જાણે કે કોરોના હતો જ નહીં એવું વાતાવરણ થઇ જાય છે અને છેતરાઈને પ્રજા ખુશનુમા ખયાલમાં અહીં-તહીં રખડવા લાગે છે. ઉપરાંત કોરોના પ્રતિરોધક જે માસ્ક અને દો ગજ કી દૂરી જેવા નિયમો છે, એનું પાલન પણ ધીમું પડી જાય છે. પ્રજાની આ બેહોશીનો લાભ લઈને બરાબર ત્યારે જ કોરોનાની નવી નવી લહેર ત્રાટકે છે.

ગુજરાત સમાચાર 2 Aug 2021 2:30 am

ખાનપાનની આરોગ્યપ્રદ ટેવો કઈ ?

- વિચાર વિહાર-યાસીન દલાલ - બીજા વિશ્વયુધ્ધ પછી નોર્વેમાં એકાએક હૃદયરોગનું પ્રમાણ ઘટી ગયું એનું કારણ શોધવા માટે સંશોધન થયું, ત્યારે ખબર પડી કે યુધ્ધને લીધે માખણ અને માંસની મોટી અછત સર્જાઈ એને લીધે હૃદયરોગના કિસ્સા ઘટી ગયા છે! માણસે શું ખાવું જોઈએ અને શું પીવું જોઈએ એ બાબતમાં આજે માણસ જેટલો જાગૃત થયો છે એટલો ભૂતકાળમાં કદી નહીં થયો હોય. એક તરફ સખત ઉપવાસ, મિતાહાર અને પરેજીની બોલબાલા છે તો બીજી બાજું ખાવ, પીવો એને મોજ કરવાની ફિલ્સુફી પણ પ્રચલિત છે. આપણાં શહેરોના નવધનિક શિક્ષિત વર્ગમાં નવી જીવનશૈલી વિકસી છે. સાંજે દિવસની ઘટમાળ પૂરી થાય એટલે કયાંક બહાર જમવા નિકળી જવું પહેલા શહેરની હોટલોમાં લોકો જમા થતા હતા હવે શહેરની ભાગોળે આવેલી મોટેલોમાં ભીડ જામે છે. હોટલમાંથી મોટલ આવી, એ પછી વોટર પાર્ક શરૂ થયા, અને હવે હોલીડે રિસોર્ટ તથા ફાર્મ હાઉસની ફેશન ચાલી છે. મબલખ નાણું એકઠું થાય, પછી હાઈવે પરના ફાર્મ હાઉસમાં એ ઠલવાય છે. સૌરાષ્ટ્રમાં વાડીઓની બોલબાલા છે. પંજાબી શબ્દ 'ધાબા' હવે ગુજરાતમાં પણ માન્ય થઈ ચૂકયો છે. મોડી રાત સુધી લોકો મોટલથી વાડીના ચક્કર લગાવતા રહે છે. એક જમાનામાં આપણા ગામો અને શહેરોમાં દાળ - ભાતની થાળી પીરસતી લોજની બોલબાલા હતી એની જગ્યાએ હવે હાઈવે પર આવેલી મોટલોમાં પણ કન્ટીનેન્ટલ ફૂડની વાનગીઓ દર્શાવતા છાપેલા મેનુ કાર્ડ આવી ગયા છે. પંજાબી વાનગીઓ અને છોલે ભતુરે કે દમ આલુ તો કયારના મોટા શહેરોમાં લોકપ્રિય હતા પણ હવે હાઈવેની હોટલ પણ દેશી ફૂલકાની જગ્યાએ પંજાબી પરાઠા પીરસવા માંડી છે. કોલેજિયનો હવે પીઝા અને બર્ગર શબ્દથી પરિચિત થઈ ગયા છે. લોકો ફુરસદ હોય ત્યારે ઘરમાં બેસીને વાંચવાને બદલે બદલે બહાર ખાવાપીવા નીકળી પડે છે. મોંઘીદાટ હોટલોમાં પણ મફત ખાવાનું મળતું હોય એમ લોકો લાઈન લગાવે છે. જીંદગી જાણે ખાવા માટે જ હોય એમ ડાઈનિંગ ટેબલ પર બેસીને કોને શું ખાવું છે એ નક્કી કરવામાં કલાક નીકળી જાય છે. ગુજરાતમાં સીંગતેલનું મોટુ રાજકારણ છે અને તેલીયા રાજાઓની મોટી લોબી છે. પણ, આરોગ્યશાસ્ત્ર કહે છે કે તળેલી ચીજવસ્તુઓ તબિયત બગાડે છે, અને ચરબી વધારે છે. કદાચ, એટલે જ ગુજરાતીઓ ૩૦-૪૦ની ઉંમરમાં શરીરે એકદમ બેડોળ અને ફાંદાવાળા થઈ જાય છે. સીંગતેલ હૃદયરોગનો શિકાર બનવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે. ખાદ્યતેલમાં હૃદયરોગનો ઓછામાં ઓછો ખરો હોય એવું તેલ કરડીનું તેલ છે. અંગ્રેજીમાં એને 'સેફલાવર' કહે છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં લોકો સીંગતેલને બદલે અળસી કે કરડીનું તેલ ખાય છે. એક જમાનામાં ગામડાની ઘાણીમાં તલનું તેલ તાજે તાજું મળતું હતું. કેરળમાં લોકો નાળિયેરીનું તેલ ખાવામાં વાપરે છે, પણ આપણે ગુજરાતીઓ સીંગતેલથી એટલા ટેવાઈ ગયા છીએ કે સૂર્યમુખી, કપાસિયા કે પામોલિવનું તેલ અહીં સ્વીકાર્ય બનતું જ નથી. એક જમાનામાં લોકો ઠાંસીઠાંસીને પેટ ભરવામાં માનતા હતાં. આજે ડોકટરો કહે છે કે ભૂખ હોય એનાથી થોડું ઓછું ખાવામાં જ ડહાપણ છે. મોટા શહેરોમાં કામ કરતા બાબુસાહેબો બપોરે જમવાનું ટાળે છે, જેથી ખાધા પછી ઊંઘ ન ચડે અને કામ કરી શકાય. માનસિક આરોગ્ય કરતાં શારીરિક આરોગ્યની ચિંતા કરતો વર્ગ હવે વધી રહ્યો છે. દિવસમાં છાપું વાંચવા ન મળે કે કોઈ સારૂં પુસ્તક ન વંચાય તો ચાલે, પણ ગાંઠીયા - ભજીયા કે પાઉભાજી ખાવા ન મળે તો જીવન મિથ્યા છે એવી ફિલસુફીમાં માનનારા લોકો પણ છે. અને ગમે તે મળે તો પણ ચાલશે એવા ખૂલ્લા મોઢાના માણસો પણ છે. ચરબીવાળો ખોરાક નુકશાન કરે છે અને હૃદયરોગને નિમંત્રે છે એ વાતની ખબર માણસજાતને ખૂબ મોડી પડી. બીજા વિશ્વયુધ્ધ પછી નોર્વેમાં એકાએક હૃદયરોગનું પ્રમાણ ઘટી ગયું એનું કારણ શોધવા માટે સંશોધન થયું, ત્યારે ખબર પડી કે યુધ્ધને લીધે માખણ અને માંસની મોટી અછત સર્જાઈ એને લીધે હૃદયરોગના કિસ્સા ઘટી ગયા છે! એ પછી તો પશ્ચિમના દેશોમાં આ દિશામાં ખૂબ સંશોધનો થયા અને ત્યાં ખોરાકમાં મીઠું, ખાંડ અને ચટણી તથા વધુ પડતો દારૂ પીવાતો તે બધુ ઘટાડીને હૃદયરોગ પર કાબુ મેળવી લેવાયો. પરિણામે પશ્ચિમના દેશોમાં સરેરાશ આયુષ્યનો આંક ખૂબ જ ઊંચો ગયો છે. હવે તો ત્યાં લોકો ઘરમાં ચરબીનું પ્રમાણ કયાં કેટલું છે એ દર્શાવતા કોઠા રાખે છે, અને વધારાની કેલરી કાઢી નાખવા માટે શું કરવું જોઈએ એના નુસ્ખા અજમાવાય છે. સતત સીડી ચડવાથી એક કલાકમાં ૯૦૦ કેલરી ઓછી થાય છે, અને સાડા આઠ કલાકમાં એક કીલો વજન ઘટી જાય છે. એ પછી દોડવાનો અને એ પછી તરવાનો નંબર આવે છે. તરવાની કસરતથી બાર કલાકે એક કીલો વજન ઘટે છે. અને એક કલાકમાં ૬૪૧ કેલરીનો નાશ થાય છે. સાયકલસવારીથી અને ચાલવાથી પણ કેલરીને બાળવામાં મદદ થાય છે. પણ એની ગતિ ત્યાં ધીમી હોય છે. ચાલવાથી ૩૦ કલાકે એક કીલોગ્રામ વજન ઘટે અને કલાકમાં ૨૫૬ કેલરી નાશ પામે એવો આંકડો સંશોધનતી મેળવાયો છે. શું ખાવું અને શું પીવું એ વિષેના ખ્યાલો યુગોથી બદલાતા રહ્યાં છે. આરોગ્ય શાસ્ત્રમાં ઘણી બાબતો આજે પણ સાપેક્ષ રહી છે. જે આયુર્વેદમાં વર્જ્ય છે. એ એલોપેથીમાં માન્ય છે અને એલોપથીમાં માન્ય છે એ હોમિયોપેથીમાં વર્જ્ય છે. ગઈકાલે જે વસ્તુ ખોરાકમાં શ્રેષ્ઠ મનાતી હતી એ આજે નુકશાનકારક ગણાયું છે. એક જમાનામાં ચોખ્ખા ઘી - દૂધને લોકો આર્શીવાદ ગણતા હતા. આજે ઘી કોલેસ્ટોરલ પેદા કરવા માટે કારણભૂત મનાય છે. હૃદયરોગથી બચવું હોય તો તેલ ઘી અને ચરબી યુક્ત આહારથી દૂર રહેવું જોઈએ, એમ ડોકટરો સલાહ આપે છે અમે હોસ્ટેલમાં રહેતાં ત્યારે વિદ્યાર્થીઓ શિયાળામાં કાચા ઈંડા ખાતા પણ, આધુનિક તબીબી વિજ્ઞાાન કહે છે કે કોલેસ્ટોરલનું સૌથી ઊંચું પ્રમાણ (૪૨૦) ઈંડાની પીળી જરદીમાં છે એ પછી મટન અને ચીકન આવે છે. પણ, લીવર અને બ્રેઈનમાં એનાથી અનેક ગણું કોલેસ્ટોરલ છે. માંસાહાર સિવાયના ખોરાકમાં સૌથી વધુ કોલેસ્ટોરલ આઈસ્ક્રીમમાં (૩૭૫) છે. એ પછીનું સ્થાન માખણનું છે. આમ, ઘી, માખણ આઇસ્ક્રીમ એ તંદુરસ્તી વધારનારા ખોરાકમાં આવતા નથી. પશ્ચિમના લોકો ખોરાકની બાબતમાં વધુ પડતા સાવધ થઇ ગયા અને ચરબીયુકત આહારથી દૂર ભાગવા માંડયા, એનું એક માનસિક પરિણામ એ આવ્યું કે લોકો ખાવાપીવાની બાબતમાં અપરાધ ભાવ અનુભવવા લાગ્યા, પરિણામે એમનામાં હતાશા અને થાક વર્તાવા લાગ્યા. અમેરિકાની યુનિવર્સિટીના એક પ્રોફેસરએ પૂરવાર કર્યું કે ખાવાપીવાની બાબતમાં બહુ ચોખલીયા કે વેદીયા થવાની જરૂર નથી. પ્રોફેસર કહે છે કે ચોકલેટ ખાવાથી પણ લોકો હવે ગભરાવા માંડયા છે, પણ ચોકલેટ ખાવાથી હતાશા દૂર થાય છે અને આનંદ મળે છે. એમનું કહેવું છે કે ચિંતા અને હતાશાની બાબતમાં ઘણું સંશોધન થયું છે, પણ આનંદ અને સુખ ક્યાંથી મળે એનું સંશોધન થતું નથી. દરરોજ છ કપ કોફીની પીવાથી ચેતના અને જાગૃતિ વધે છે. આની સામે આપણી ભારતીય ઉપવાસ પરંપરાને આપણે ખાવાને બદલે ભૂખ્યા રહેવાનો મહિમા કર્યો છે. કેટલાંક ધર્મોની પરંપરા ઉપવાસ પર ભાર મૂકે છે, પણ તબીબી વિજ્ઞાાન કહે છે કે પેટ સતત ખોરાક કે પાણી વિના રહે તો એનાથી દાહ થાય છે અને એમાંથી એસિડિટી, અપચો અને મરડો થઇ શકે છે. હવે કુદરતી ઉપચાર પધ્ધતિ લોકપ્રિય થવા માંડી છે. જેમાં પરેજી રાખવી અને નિયમિત માફકસરનું ખાવા પર ભાર મૂકાય છે. દરરોજ ઉકાળા પીઓ, સુપ પીઓ અને તાજા શાકભાજી અને ફળ ખાવ તો આરોગ્ય સુધરે એમ કુદરતી પધ્ધતિના હિમાયતીઓ કહે છે. મુંબઇના ડો. ચંદન કહે છે કે માણસના શરીર અને મગજ બન્નેને કસરતની જરૂર રહે છે. માણસે વધુ પડતું વિચારવાનું હોય, ત્યારે પણ એને ભૂખ લાગે છે, કેમ કે મગજ પણ ગુલકોઝ અને ઓક્સિજન ખાય છે. કેટલાક ડોકટરો કહે છે કે ભારતીય ખોરાક ખૂબ સંતુલિત ખોરાક છે. ખોરાકમાં ૫૦ ટકા પ્રમાણ કાર્બોહાઇડ્રેટનું હોવું જોઇએ. બાકીનું પ્રમાણ પ્રોટિન કે ચરબીનું હોય તો ચાલે. આપણી ખીચડી એ દ્રષ્ટિએ આદર્શ ખોરાક છે. દાળ અને ભાત એ ખોરાકની સમતુલા જાળવે છે. દક્ષિણ ભારતની ઇડલીમાં કાર્બોહાઇડ્રેટ છે, જ્યારે સંભારમાં પ્રોટિન અને ખનીજ દ્રવ્યો છે ક્યો ખોરાક સારો ? સવારમાં નાસ્તો કરવો જોઇએ કે નહીં? બપોરે કેટલું ખાવું જોઇએ? આરોગ્ય વિભાગ કહે છે કે સવારે સૌથી વધુ અને રાત્રે સૌથી ઓછું ખાવું જોઇએ. પણ, આપણે મોટેભાગે એથી ઉલ્ટું જ કરતા હોઇએ છીએ!

ગુજરાત સમાચાર 31 Jul 2021 5:40 am

પેગાસસના ભેદભરમ .

દુનિયાના સત્તાધીશો રાષ્ટ્રહિતના નામે સ્વહિત અને સ્વપક્ષહિતમાં ગળાડૂબ છે ને એને કારણે વ્યક્તિસ્વાતંત્ર્યના વિવિધ બંધારણીય અધિકારો દ્વારા પ્રાપ્ત નાગરિકી અંગતતાનું ખંડન થઈ રહ્યું છે. સત્તાને ટકાવી રાખવા રાજા વિક્રમ ખુદ વેશ બદલાવીને પ્રજા વચ્ચે રખડતો હતો. છત્રપતિ શિવાજી પણ ઓળખ છુપાવીને પ્રજાસ્પંદન જાણી લેતા હતા. એ રાજાઓના હેતુ સુશાસન માટેના હતા. હવેના સત્તાધીશો જે જાસૂસી કરાવે છે તે પોતાના હરીફોને પાડી દેવા માટે અને સત્તા ટકાવવા માટે. ભારતના કોર્પોરેટ જગતમાં જાયન્ટ કંપનીઓ સામસામી જાસૂસી કરાવે જ છે. એ માટે પ્રોફેશનલ સેવાઓ ઉપલબ્ધ છે. કેટલાક શ્રીમંતોએ પત્નીની જાસૂસી કરાવી હોવાના વિધવિધ કિસ્સાઓ પણ પાછલા દાયકામાં મીડિયામાં ચમકેલા છે. હવે યુગ એ આવ્યો છે કે ક્યાંક એવું ત્રીજું નેત્ર પણ છે જે જાસૂસોની પણ જાસૂસી કરે છે. જાસૂસોની જાસૂસી કરવામાંથી હાથ લાગેલા નવા કોહીનૂરનું નામ છે પેગાસસ પ્રકરણ. આમ તો ઈ. સ. ૨૦૧૬થી પેગાસસ સોફ્ટવેર અસ્તિત્વમાં છે. ટોરેન્ટો યુનિવર્સિટીની કોમ્પ્યુટર લેબમાં યુએઈના એક એક્ટિવિસ્ટના ફોનનું વિશ્લેષણ કર્યું તેમાં પહેલીવાર પેગાસસ સોફ્ટવેર નજરમાં આવ્યું. ઈ. સ. ૨૦૧૭માં દુનિયામાં પેગાસસના અનેક યુઝર્સ જોવા મળ્યા. પાંચ ઓપરેટર એવા હતા જે એશિયાની જાસૂસીમાં રોકાયેલા હતા. એમાંથી એક જાસૂસે પોતાનું ઉપનામ ગંગા રાખ્યું હતું. ઈ. સ. ૨૦૧૮માં દુનિયાના ૪૫ દેશોની સરકારો અને કેટલીક ખાનગી કંપનીઓ પેગાસસનો ઉપયોગ કરતી થઈ. ચાલુ વરસે એટલે કે ઈ. સ. ૨૦૨૧માં રહી રહીને એ ઘટસ્ફોટ થયો કે ભારતના અનેક દિગ્ગજ લોકોની પેગાસસ દ્વારા જાસૂસી થઈ રહી છે. જાહેર થયેલી સૂચિ પરથી જાસૂસી કરાવનાર તરીકે શંકાની સોય ફરી ફરીને સત્તાધીશો તરફ જાય છે તો પણ એ સાબિત થઈ શકે એમ નથી એટલે રાજાશાહી જમાનાના અન્ય પ્રેમ પ્રકરણોની જેમ શંકા માત્ર નિશંક રીતે શંકા જ રહે છે. ભારતના લગભગ નિષ્ફળ નીવડેલા ચોમાસુ સત્રમાં સંસદે પેગાસસ મુદ્દે ઘણા ઊહાપોહ જોયા પણ એનું કોઈ પરિણામ આવે નહિ ને આવ્યું પણ નહિ. ભારતમાં જાસૂસી અમુક હદ સુધી તો પ્રતિબંધિત નથી. રાજ્યની અને કેન્દ્રની અનેક એટલે કે દસથી વધુ એજન્સીઓને જાસૂસી કરવાના અધિકારો પ્રાપ્ત છે. છેક ઈન્દિરા ગાંધીના જમાનાથી હરીફ પક્ષો અને નેતાઓના ફોન આંતરીને ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. ઇન્ફર્મેશન ટેકનોલોજી કાનૂન ૨૦૦૦ની કલમ ૬૯ અંતર્ગત આઈબી, રૉ સહિતની વિવિધ એજન્સીઓને ટેલિફોન ટેપ કરવાનો અધિકાર છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પાંચથી દસ હજાર ટેલિફોન ઈન્ટરસેપ્ટ કરવાના આદેશ આપતી રહેતી હોય છે. પેગાસસનો એક વિવાદ એ છે કે દેશની અંદર જાસૂસી કરવાનું કામ બહારના દેશોની એજન્સીઓને આઉટસોર્સિંગ તરીકે આપવામાં આવ્યું હોવાની વિપક્ષોને દહેશત છે. પરંતુ આ કામ કઈ રીતે કેટલા બજેટમાં કોને આપવામાં આવ્યું તે અંગે કોઈ નક્કર આધાર પૂરાવાઓ હજુ સપાટી પર આવ્યા નથી. પેગાસસ જાસૂસી પ્રકરણનો પરદાફાશ થયો એના બે-ચાર દિવસ પહેલા જ માઈક્રોસોફ્ટ કંપનીએ જાહેરાત કરી હતી કે ઈઝરાયેલની એક ખાનગી આક્રમક કંપનીના જાસૂસી કરનારા સાયબર વેપનને નાકામ કરી મૂક્યું છે. આ સાયબર વેપન એટલે મેગાસસ એમ પણ આંતરરાષ્ટ્રીય મીડિયા માને છે. આ સાયબર વેપન પર જ્યારે માઈક્રોસોફટના એન્જિનિયરોની નજર પડી ત્યારે દુનિયાના અનેક નેતાઓ, રાજદૂતો, પત્રકારો, તંત્રીઓ અને ઓપિનિયન લીડર કક્ષાના વિરોધીઓની જાસૂસી ચાલુ હતી. જેને અંગતતા કહેવાય એ હવે જાણે કે જાસૂસોએ ગામના ચોકમાં ખુલ્લી મૂકી દીધી છે. જેમ પહેલા શ્રીમંતો જ હતા તેમ હવે ડિજિટલ શ્રીમંતો પણ અસ્તિત્વમાં આવ્યા છે. આ ડિજિટલ કિંગ એટલી બધી ડેટાશક્તિ ધરાવતા હોય છે કે તેઓ કિંગ મેકર પણ બની શકે છે. આથી સત્તાધીશોને તેમનો ડર લાગે છે. પ્રશ્ન એ પણ છે કે ભારતીય એજન્સીઓ પોતે જ એવી ક્ષમતા કેમ વિકસાવતી નથી જે એને સ્વયં જાસૂસી કરવામાં ઉપયોગી થાય. એનએસઓ જેવી ઈઝરાયેલી કંપની પોતાના વિશિષ્ટ જાસૂસી સર્વરો સ્થાપિત કરીને આજે અબજો ડોલરમાં રમતી થઈ ગઈ છે. ઉપરાંત દેશની આંતરિક બાબતોની જાસૂસીનું કામ વિદેશમાં આઉટસોર્સ કરવાથી સૈન્ય અને સંરક્ષણને લગતી સંખ્યાબંધ ગોપનીયતા દેશની સરહદ બહાર છતી થઈ જવાની પણ ભીતિ રહે છે.

ગુજરાત સમાચાર 31 Jul 2021 5:35 am

કર-નાટકનો નવો અંક .

ભાજપે બી. એસ. યેદિયુરપ્પાને સન્માન સહિત કર્ણાટકના મુખ્યમંત્રીપદેથી વિદાયમાન આપ્યા પછી પણ રાજ્ય વિધાનસભાના ભાજપી ધારાસભ્યોમાં હજુ અસંતોષની જ્વાળા યથાવત્ રહી છે. નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ હવે રાજ તો સંભાળી લીધું છે પરંતુ આંતર-કલહની ધૂમ્રસેરો હજુ દેખાય છે. નવોદિત બસવરાજ આમ પણ નંબર ટુ ગણાતા હતા. તેઓ યેદિયુરપ્પાના સૌથી વધુ વિશ્વસનીય સાથીદાર છે. ઉપરાંત જે ભ્રષ્ટ આચરણને કારણે યેદિએ ઘરભેગા થવું પડયું એવી સર્વ ભ્રષ્ટતાઓથી બોમ્માઈ અદ્યાપિ મુક્ત છે. ભાજપે એક સ્વચ્છ પ્રતિભાને સુકાન સોંપીને કન્નડ પ્રજાને રાજી રાખવાની કોશિશ કરવી પડી છે. યેદિની જેમ જ બોમ્માઈ પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. દક્ષિણના ગઢમાં ભાજપને સુગમ પ્રવેશ અપાવનાર આ લિંગાયત સમાજ છે, એથી ભાજપ હજુ એની આમાન્યા જાળવે છે. યેદિ આજથી બરાબર બે વરસ પહેલા કુમાર સ્વામીની સરકારને તોડીને જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપ હાઈકમાન્ડે એમને સ્પષ્ટ ભાષામાં પારદર્શક અને બિન વિવાદાસ્પદ વહીવટ કરવા કહ્યું હતું. પરંતુ એમના રાજકીય ચરિત્રમાં કોઈ ફેરફાર ન હતો. તેઓ ખાણ અને ખનિજના વિવિધ પ્રકારના લાયસન્સની મિત્રલાબીમાં લ્હાણી કરતા રહ્યા જેનો હિસાબ એનો પુત્ર બી. વાય. વિજયેન્દ્ર રાખતો હતો. આ એક ખાનગી છતાં જાહેર પ્રવૃત્તિ હતી અને ઢાંકી ઢંકાય એમ ન હતી. યેદિયુરપ્પાના પતનનું એક કારણ એમની ખાણલક્ષ્મી અને ખનિજલક્ષ્મી પ્રત્યેની ગાઢ પ્રીતિ પણ છે. મિસ્ટર મોદીનો રાષ્ટ્રીય ક્ષિતિજે અભ્યુદય થયો એ પહેલા યેદિયુરપ્પા એક કુખ્યાત ખનિજ પ્રકરણમાં ચાલીસ કરોડ લેવાના કેસમાં ફસાયેલા હતા. કોંગ્રેસે નેતૃત્વ પરિવર્તનના આ ઘટનાક્રમમાં એવો કટાક્ષ કર્યો છે કે યેદિયુરપ્પા હવે ભાજપના રાજકીય વૃદ્ધાશ્રમમાં જોડાઈ ગયા છે, જ્યાં અનેક દિગ્ગજો સેવા નિવૃત્તિ ક્લબ ચલાવે છે ! પણ યેદિ શાન્ત બેસી રહે એમ નથી. કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે લાંચના ૪૦ કરોડ લેવાના કેસમાં યેદિ ફસાઈ ગયા હતા. સીબીઆઈએ સકંજો કસતા અને પોતે સ્વતંત્ર નવા રાજકીય પક્ષનો પ્રયોગ કરવા જતાં નહિ ઘરના ને નહિ ઘાટના જેવા સંયોગોમાં તણાઈ ગયા હતા. ઈ. સ. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનો ચડતી કળાનો ચન્દ્ર જોઈને યેદિ ફરી ભાજપ તરફ વળ્યા હતા. જો કે ભાજપને પણ એ ખબર હતી કે કર્ણાટકમાં યેદિયુરપ્પા વિના રાજકાજમાં રંગ જામશે નહિ. છેવટે તેઓ સુબહ કા ભૂલાની જેમ જિંદગીની સાંજે ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા અને અલિખિત નિયમ પ્રમાણે સીબીઆઈએ તેમને પછીથી દૂધે ધોયા ને ગંગાએ ન્હાયા જાહેર કર્યા હતા. બસવરાજ બોમ્માઈ આપણા એક જમાનાના અમરસિંહ ચૌધરી જેવા મુખ્યમંત્રી છે. બહારથી સીધા સાદા અને સહુને રાજી રાખવાની ફોર્મ્યુલા ધરાવનારા છે. જો કે એ ભય તો હજુ રહેવાનો કે તેઓ માત્ર યેદિના હાથનું રમકડું બનીને ન રહી જાય. યેદિના બન્ને દીકરાઓ અને જમાઈ ખાણ-ખનિજના એક્કાઓ છે અને તેમની ઈચ્છા વિના કર્ણાટકમાં કોઈ ખનન થઈ શકતું નથી. પ્રાકૃતિક અને સરકારી સંપદા લૂંટવામાં તેમનો કોઈ જવાબ નથી. હવે જોવાનું એ રહે છે કે નવોદિત બોમ્માઈ યેદિ પરિવારની કઠપૂતળી માત્ર બનીને ન રહી જાય. અમરસિંહ ચૌધરીએ જે સમયે હાલક-ડોલક ગુજરાતની ધુરા સંભાળી હતી ત્યારે એમને એક એવરેજ અથવા બિલૉ એવરેજ નેતા માનવામાં આવતા હતા. પરંતુ તેમણે ઉપરા ઉપરી ત્રણ દુષ્કાળ સામે ટક્કર ઝિલીને રાજ્યને પાટે ચડાવ્યું હતું. કર્ણાટક બહુ જ પ્રાચીન માન્યતાઓ ધરાવતું રાજ્ય છે. અહીં કથાઓ, ધર્મકથાઓ અને દંતકથાઓ પારાવાર છે. એમાંથી જ ગિરીશ કર્નાડ જેવા મહાન લેખકે નાગમંડલા અને હયવદન જેવા અુત નાટકો આપ્યા છે. કર્ણાટકના તમામ રાજકીય પક્ષો પ્રજાની પ્રાચીન ધર્મશ્રદ્ધા અને અંધશ્રદ્ધા બન્નેને પરિપુષ્ટ કરે છે. અહીંની પ્રજા કલાપ્રિય છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની એક વિશેષ શાખા કર્ણાટકી સંગીત છે. બોમ્માઈનું કામ ભાજપના આંતરિક વિખવાદને થાળે પાડીને ધારાસભ્યો સહિત પ્રજાના વિશ્વાસની પુન:સ્થાપનાનું છે. જે આરોપો યેદિ પરિવાર પર સમળીની જેમ ચકરાવા લઈ રહ્યા તેમાં હવે નવો ભ્રષ્ટાચાર ન થાય તે જોવાની જવાબદારી બોમ્માઈની છે કારણ કે બધાની નજર એમના પર રહેશે. પોતે યેદિના વફાદાર હોવા છતાં નીતિના રસ્તે ચાલવું નવા મુખ્ય પ્રધાન માટે આસાન નથી.

ગુજરાત સમાચાર 30 Jul 2021 5:30 am

અફઘાન ઘમરોળતા તાલિબાનો

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં અશરફ ગની ફરી એક વાર જીતી ગયા ત્યારથી આજ સુધીમાં તેઓ દેશ પાટે ચડે એવું એક પણ કામ કરી શક્યા નથી. અફઘાનિસ્તાન અનેક નીતિ વિષયક મુંઝવણો અને તાલિબાનોના વધતા પ્રભાવતળે સંકટમાંથી પસાર થઈ રહેલો દેશ છે. આર્થિક સાધનો અને સંસાધનોની મર્યાદાને કારણે અશરફ ગની ખુદ એક બાહોશ અને વિચક્ષણ રાજનેતા હોવા છતાં પ્રવર્તમાન પ્રવાહોમાં તેમનો પનો ટૂંકો પડે છે. પોતાના સત્તાકાળ દરમિયાન એમણે અફઘાન પ્રજાને સુખનો એ અનુભવ આપવાનો છે જેનાથી એ પ્રજા દાયકાઓથી વંચિત છે. ગની આજકાલના એ દિવસોમાં સુકાન સંભાળે છે જ્યારે બહુ નજીકના ભૂતકાળમાં અફઘાન, અમેરિકા અને તાલિબાનની ત્રિપક્ષીય મંત્રણાઓ નિષ્ફળ નીવડેલી છે. અફઘાન સરકારના નબળા દિવસોનો લાભ લઈને પાછલા થોડા વરસમાં તાલિબાનની તાકાત બહુ વધી ગઈ છે. અશરફ ગની હાલ તો કોઈ ચમત્કાર કરી શકે એમ નથી. તેઓ કહેવા ખાતર જ આખા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ છે, હકીકતમાં એક મહત્ ભૂભાગ પર તાલિબાનોનું શાસન છે. તાલિબાનો ફરીવાર રાજકીય સ્વરૂપ ધારણ કરીને અરધા અફઘાનિસ્તાનની સ્વતંત્રતા ચાહે છે. અફઘાનિસ્તાનના ટુકડા થવાના નક્કી જ છે પરંતુ એમાં ત્રિપક્ષીય સર્વસંમતિના અભાવે નાટક લાબું ચાલી રહ્યું છે. અમેરિકાનો આ વખતે એવો પ્રયત્ન છે કે ત્રિપક્ષીય સંધિ પર હસ્તાક્ષર થઈ જાય. અમેરિકાએ તૈયાર કરેલા તખ્તા પ્રમાણે અફઘાનિસ્તાનના ટુકડા ન થાય અને તાલિબાનોને સત્તામાં ભાગીદારી મળે તો પણ અશરફ ગની ખુદ ચાહે છે એવી કોઈ શાન્તિ અફઘાન પ્રજાને મળવાની નથી. અશરફ ગની ખુદ પખ્તુન છે અને એમની જ જાતિના પખ્તુન તાલિબાનો સાથે કામ પાડવાનું તેમને અઘરું થઈ પડયું છે. ઉપરાંત અફઘાનિસ્તાનની વિદેશનીતિ એવી ચકડોળે ચડેલી છે કે સૌથી પહેલી આપત્તિ પાકિસ્તાને ભોગવવાની હવે આવશે. છેલ્લા કેટલાક સમયથી તાલિબાનો - અફઘાનો વચ્ચે નવું યુદ્ધ ફાટી નીકળ્યું છે. અશરફ ગની પોતે ઈસ્લામિક પરંપરાના સંદર્ભમાં ઉદારમતવાદી અને સુધારાવાદી છે અને તાલિબાનો કટ્ટરપંથી છે એટલે એમની મિલિઝુલિ સરકાર કેમ ચાલશે એ એક કોયડો છે. તો પણ એક વાત નક્કી છે કે સમજુતી પછી પણ અશરફ ગની જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ બની રહેશે. કારણ કે અગાઉ યુદ્ધ વિરામ અને મંત્રણા વચ્ચેના દિવસોમાં અશરફને સત્તારોહિત કરવામાં આવ્યા હતા. તાલિબાન અને અમેરિકા વચ્ચે શાન્તિવારતાના ઘણા રાઉન્ડ પસાર થઈ ગયા છે. આ દરમિયાન એમ માનવામાં આવે છે કે અમેરિકી વિદેશ મંત્રાલયે તાલિબાન નેતાઓને એક વિશેષ પ્રણાલિકા સાથે અફઘાન સરકારમાં જોડાવાની તાલીમ આપી છે જેથી હાલની એક રીતે તો નવી સરકાર અને તાલિબાનો વચ્ચે તાલમેલ રહે. તાજિક, ઉઝબેક અને હઝારા જનજાતિના લોકો પણ અફઘાન સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. તાલિબાનો સાથેના સમાધાન પછી પણ આ ત્રણેય જાતિના સમુદાયોની ચાહનાઓ સંતોષવાનું કામ ગની માટે કોઈ રીતે આસાન નહિ હોય. કારણ કે આ જનજાતિઓ તાલિબાનોની ઘોર વિરોધી છે. તાલિબાનો સત્તામાં ભાગીદાર બનશે એટલે એ ટક્કર વધવાની છે. આ બધી જનજાતિઓને અશરફ ગનીમાં વિશ્વાસ છે. હમણાં સુધી તો અમેરિકા અને તાલિબાનોની વાટાઘાટો અંગે અગાઉથી જ ગનીની અસહમતી રહેતી. ખરેખર તો તાલિબાન સામે લડી લડીને થાકી જઈને એ સહમતી ગનીએ આપવી પડી છે. પરંતુ જે સમયે, એટલે કે ત્રિપક્ષીય મંત્રણાનું આખરી પરિરૂપ હમણાં ઘડાયું એ પહેલાં તો જનજાતિ સમુદાય અશરફ ગનીમાં બહુ વિશ્વાસ રાખતા હતા અને ગની જનજાતિઓનો પક્ષ તાણતા હતા પરંતુ હવે ચિત્ર બદલાઈ જવાનું છે અને એટલે જનજાતિઓ આક્રમક બનવાની નક્કી છે. ઉપરાંત આ જનજાતિઓની અંદરોઅંદરની લડાઈ પણ અત્યારે પરાકાષ્ઠાએ છે. તાજિક નેતા અમરુલ્લાહને અરધા જેમ્સ બોન્ડ માનવામાં આવે છે. અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય જાસૂસી સંસ્થાના તેઓ કેટલોક સમય વડા પણ રહ્યા છે. આ અમરુલ્લાહનો એક આગવો અવાજ અને વજન છે. તેઓ પાકિસ્તાનના કટ્ટર દુશ્મન જેવા છે. અમરુલ્લાહે જાહેર કરેલું છે કે તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચે ગાઢ સંબંધ છે. એમણે અફઘાન સરકારને ચેતવણી આપી છે કે તાલિબાનોને સત્તામાં ભાગીદાર બનાવશો એટલે અફઘાન સરકારનું રિમોટ સરહદને પેલે પાર પાકિ. જાસૂસી સંસ્થા આઇ એસ આઈ પાસે જતું રહેશે. દેશને દુશ્મનોના હાથમાં સોંપતા પહેલા કંઈક તો વિચાર કરો ! પરંતુ અમરુલ્લાહનું અરણ્ય રૂદન હવે કોઈને સંભળાય એમ નથી. અફઘાન પ્રજાનું લોહી વહેતું અટકાવવા માટે તાલિબાનોને આધીન થવાનું દુર્ભાગ્ય અફઘાન પ્રજાના ઘરે ઘરે ટકોરા મારી રહ્યું છે. સમગ્ર એશિયાને અશાન્ત કરવાની આતંકિત તાકાત ધરાવતા તાલિબાનોને અમેરિકા હવે આશ્ચર્યજનક અભિગમે પ્રમોટ કરે છે. ખેલ ખતરનાક છે અને એ જ અમેરિકાનો શોખ પણ છે.

ગુજરાત સમાચાર 29 Jul 2021 5:30 am

કચ્છના નાના રણમાં મોટું સરોવર બને?

- વિચાર વિહાર : યાસીન દલાલ - આ સરોવરથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના પાણી વિનાના વિસ્તારોને કાયમી ધોરણે પાણી મળશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી આગવી સંસ્કૃતિ અને વાતાવરણ ધરાવતો કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડતો એ એક જ માર્ગ છે. અને આ માર્ગ હરકિયા કીર્ક પર આવેલો સૂરજબારી પૂલ છે. સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી સૂરજબારી કીર્ક ઉપર ચાર પૂલ બન્યા છે. જેમાં સૌથી પહેલો પૂલ પચાસ વર્ષ પહેલાં બન્યો હતો. એ પછી રેલ્વેનો બીજો પૂલ બન્યો હાલ ત્રીજો પૂલ નવેસર બન્યો છે. પ્રથમ પૂલ ક્ષતિગ્રસ્ત હોવાથી વપરાશમાં લેવાતો નથી. લગભગ પાંચ દશકા અગાઉ બનેલા અને ક્ષતિગ્રસ્થ હોવાથી બિનઉપયોગી થઈ ગયા છે. એ બ્રીજ અને બીજા ત્રણ બ્રિજ સૂરજબારી ક્રિકમાં ભરતી ઓટ દરમિયાન આવતા જતા દરિયાના ખારા પાણી પર ઉભા છે. દરિયામાં ભરતી આળે ત્યારે બ્રિજના થાંભલાઓ વચ્ચેની પાણી વહેવાની જગ્યામાંથી ખારા પાણી ત્રણ હજાર કિલ્લોમિટર સુધી ફેલાય છે. જે સુરેન્દ્રનગરના પાટડી, ધ્રાંગધ્રા, હળવદથી છેક પાટણ સુધી પહોંચે છે. આ યોગ્ય વાત નથી. યોગ્ય નિર્ણય જરૂરી પગલા લેવાયતો કચ્છનું નાનું રણ આખું મીઠા પાણીના સરોવરમાં ફેરવી શકાય અને એશિયાનું સૌથી મોટું રણ સરોવર બની શકે. કચ્છમાં બે રણ છે. એક મોટું અને બીજું નાનું મોટા રણમાં રેતી પથરાએલી છે. પરંતુ નાના રણમાં રેતી નથી. ત્યાં કાપવાળી ખારી જમીન છે. આખો વિસ્તાર એરપોર્ટના રન-વે જેવો સપાટ છે. ઉનાળામાં ત્યાં બસો કિલો મિટરના ઝડપથી વાહન ચાલે છે. માનવ વસાહત વગરની હજારો કિલો મિટર જમીનમાં સૂકીભઠ્ઠ અને બંજર છે. આ નાનું રણ અંદાજે બાર લાખ એકર જમીનમાં પથરાયેલું છે. અમદાવાદથી એકસોત્રીસ કિલો મિટર અને ભૂજથી એકસો છપન કિલોમિટર દૂર આવેલા નાના રણમાં પાણી ભરાય ત્યારે ચાલીસ એકરથી માંડીને ચાર હજાર એકરના ૭૫થી વધુ બેટ બને છે. લગભગ ૪૦ ટકા વિસ્તારમાં ગાંડા બાવળનું સામ્રાજય છે. ૭૪ પૈકીના એક જ બેટ ઉપર માનવ વસાહત તેમજ ખેતર છે. સરકારે કચ્છના નાના રણને જાન્યુઆરી ૭૩માં ઘૂડખર અભ્યારણ જાહેર કર્યું છે. ભારત સિવાય કયાય જોવા ન મળે તેવું આ અભયારણ્ય છે. તેથી એની મુલાકાતે ઘણા પ્રવાસી આવે છે. આ ઉપરાંત બીજા બે પાસા મહત્વના છે. એક છે મચ્છીમારી બીજું છે મીઠું પકવાનો ઉદ્યોગ છે. આ બન્ને ઉદ્યોગ ખારા પાણી સાથે સંકળાયેલા છે. આપણને થાય કે રણમાં પાણી કયાંથી? તો જવાબ એ છે કે, ૧૨ લાખ એકરના પથરાયેલું નાનુંરણ નવથી વધુ જિલ્લાઓને સ્પર્શે છે. આ જિલ્લાઓમાં મોટી નદીઓ જેવી કે બનાસ સરસ્વતી, રૂપેણ, કંકાવટી, બાભણી, મચ્છુ, ચંદ્રભાગા, ઉપરાંત મુખ્યત્વે અગિયાર નદીઓ ઉપરાંત નાની મોટી એકસો દસ નદીઓ વોંકળા ચોમાસામાં ઉભરાય ત્યારે તેના પાણી કચ્છમાં નાના રણમાં ભેગા થાય છે. એક ડઝન જેટલી મોટી અને એકસો દસ જેટલી નાની નદીઓ ઠલવાઈ છે. પરિણામે ચોમાસામાં નાનો રણ ત્રણથી પાંચ ફૂટ મીઠું પાણી ભરેલું સરોવર બની જાય છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાળુ થઈ જાય છે. ચોમાસામાં દરિયાના ખારા પાણીનું ભેળસેળ થઈ જાય છે. કચ્છ સૌરાષ્ટ્રને જોડતા બ્રિજ જેના પર બન્યા એ સૂરજબારી પાસેની હરકિયા ક્રિકમાંથી હાઈટાઈડ વખતે બમણી માત્રામાં દરિયાનું ખારૂં પાણી મીઠા પાણીમાં ભળી જાય છે. આને લીધે ખારા અને મીઠા પાણીના સંગમથી દસ હજાર ટન જથ્થામાં મચ્છીમારી થાય છે. હાઈટાઈડ દરમિયાન કચ્છના નાના રણમાં આવતા ખારા પાણીના પ્રવાહથી અહીં મીઠા ઉદ્યોગ પણ સારો એવો વિકસ્યો છે. લગભગ પચાસ હજાર અગરીયા અહી મજૂરી કરીને ૨૮ લાખ ટન મીઠું પકવે છે. આ જથ્થો ગુજરાતના કુલ મીઠા ઉત્પાદન કરતા ૩૧% અને દેશ કુલ ઉત્પાદન કરતા ૨૧% થાય છે. ચોમાસામાં નાનું રણ પાણીથી છલકાઈ જાય ત્યારે ઘૂડખરોએ પોતાના અસ્તિત્વ માટે કેવી મથામણ કરવી પડે છે. નાના રણની સૂકી કાંપવાળી જમીન જેમ જેમ ગળાડૂબ થાય તેમ તેમ આ બેટપર સ્થળાંતર કરીને જીવન ટકાવી રાખે છે. કચ્છના અખાતનું ખારૂં પાણી હરકિયા ક્રિકમાંથી સૂરજબારી પૂલના પિલર્સ વચ્ચેની જગ્યામાંથી ધસી આવીને નાના રણમાં એકઠા થયેલા મીઠા પાણીને ખારૂં બનાવે છે. દરિયાના ખારા પાણીને કચ્છના નાના રણમાં પ્રવેશતું રોકવા માટે પિલર્સ વચ્ચેના નાળા બંધ કરવામાં આળે તો કચ્છના અખાતનું ખારૂં પાણી રણમાં પ્રવેશતું અટકે અને નાના રણમાં સંગ્રહ થયેલું મીઠું પાણી દરિયામાં ભરાતું અટકે અને વિશાળ મીઠાપાણીના સરોવરની રચના થશે. આમ દરિયાના ખારા પાણીને કચ્છના રણમાં ઘુસપેઠ કરતું રોકવામાં આવે તો કેટલી બધી વસ્તુઓ બને. સૂરજબારી પૂલ ઉપર અત્યારે ચાર પૂલ છે. અત્યારે પહેલો પૂલ ઉપયોગ વગરનો પડયો છે. આ પૂલની નીચેના બે પૂલ વચ્ચેની જગ્યામાંથી હાઈટાઈડ વખતે નાના રણમાં દરિયાનું ખારૂં પાણી ૫૦-૬૦ કિલો મિટર સુધી ઘુસે છે અને ચોમાસામાં એકઠા થયેલા મીઠા પાણીને પણ નકામું બનાવી દે છે. આ ખામી દૂર કરવા બે પિલર વચ્ચેની જગ્યા ભરી દઈને દિવાલ બનાવી દઈએ એટલે આડબંધ તૈયાર થઈ જાય. સૂરજબારીના આ બિનઉપયોગી બ્રિજને આડબંધ બનાવવો એ બધું સમય અને ખર્ચ પણ માગી લે તેમ નથી એક વરસથી ઓછા સમયગાળામાં આ કામ ૫૦-૧૦૦ કરોડમાં પુરૂ થઈ જાય એમનો એક છેડો કચ્છમાં અને બીજો છેડો સૌરાષ્ટ્રમાં આવે. આવાત કોઈ તરંગતુક્કા જેવી નથી પણ સરળ, સચોટ અને સમાજ ઉપયોગી છે. સામાન્ય રીતે આડબંધ નાની સાઈઝ હોય છે અને એ બનાવવો પડે છે. જયારે અહીતો એ સૂરજબારીના બિન ઉપયોગી પૂલ તૈયાર મળે છે. માત્ર તેના પિલર વચ્ચેની જગ્યા પૂરી દેવી પડે. કચ્છનો નાના રણનો વિસ્તાર એકદમ સપાટ હોવાથી દરેક ચોમાસે અહી એક ડઝન મોટી નદી અને ૧૧૦ જેટલી નાની નદી અને વોકળાનું પાણી ૪ હજાર ૯૦૦ કિલો મિટરમાં પથરાયેલું મીઠા પાણીનું સરોવર કાયમી ધોરણે બની જાય. વિસ્તારની દ્રષ્ટિએ આ સરોવર એશિયાનું સૌથી મોટું રણ સરોવર હશે. રાજકોટથી વેરાવળ અને રાજકોટથી વિરમગામ જેટલું મોટું સરોવર ગુજરાતને મળે. જે નળ સરોવર કરતા ૩૦ ગણું મોટું હોય. બાયધ-વે આ પાણીનો જથ્થો નર્મદા ડેમ જેટલો હશે. આ સરોવરનો સૌથી મોટું પ્લસ પોઈંટ એ છે કે કુદરતી રીતે સપાટ રકાબી જેવા આકારમાં ૪૯૦૦ સ્કવેર કિલોમિટર જેટલો વિસ્તાર માનવ વસાહત વગરનો છે. અહી ડુબમાં કયાંય કોઈ જમીન જવાની નથી. બહુ ઓછા ખર્ચે આ કામ થવાનું છે. બીજું અહી કોઈ જાતની કુદરતી આફત આવવાની નથી. ઈકોલોઝિ મુજબ પણ આજે ચારથી પાંચ સુધી વરસાદનું પાણી ભરાય છે. અને બાકી સમયમાં રણ એકદમ સુકુ હોય છે. કચ્છનું નાનું રણ એકદમ સપાટ એરપોર્ટના રનવે જેવું હોય છે. અમુક જગ્યાએ ૭૫ વધુ નાની મોટી હાઈટ ધરાવત્તી ટેકરીઓ છે. જે ચોમાસા દરમ્યાન બેટ બની જાય છે. ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ અનેં મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટીટયૂટે પોતાના રિપોર્ટમાં આ વાતનો ઉલેખ કર્યો નથી. તેમણે તાકીદ જરૂર કરી છે કે રણને સરોવરમાં તબદિલ કરવું એ બહુ મોટી વાત છે. મોટામાં મોટો ફાયદો એ છે કે, એનાથી એશિયાનું સૌથી મોટું સરોવર ગુજરાતમાં બનશે. બીજો ફાયદો એ છે કે લાખો હેકટર બંજર જમીનનું ઉપજાઉ જમીનમાં પરિવર્નત થશે. બહુ ઓછા ખર્ચમાં કુદરતી કેનાલ દ્વારા બારમાસી પાણી મળશે. ચોથો ફાયદો એ છે કે આ સરોવરથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના પાણી વિનાના વિસ્તારોને કાયમી ધોરણે પાણી મળશે. પાંચમો ફાયદો એ છે કે અહીં એગ્રોબેયઝ ઉદ્યોગ વિકસે લાખો હેકટર જમીનની માર્કેટ વેલ્યુમાં પાંચથી દસ ગણો વધારો થશે. મચ્છી ઉદ્યોગને બહુ મોટો ફાયદો થાય. મીઠા પાણીનો સંગ્રહ થાય ઈકોટુરિઝમને રોજગાર મળે. પર્યાવરણને અને પ્રકૃતિને ફાયદો થાય. પશુપાલન અને ડેરી ઉદ્યોગને પણ ફાયદો મળે. સૌરાષ્ટ્ર કચ્છ ને ઉત્તર ગુજરાતને ખારા પાણીમાંથી મુક્તિ મળે. એક વધુ ફાયદો એ છે આ કામમાં સોલાર એનર્જિ મળી રહે છે. હાઈટેમ્પ્રેચર મળે છે. સોલાર પાવરમાં એક મેગાવોટ ઉત્પન કરવા પાંચ એકર જેટલી જમીનની જરૂરયાત રહે છે. આનો અર્થ એ થયો કે ખૂબ જ મોટી વિસ્તારવાળી જમીન આમાં જોઈએ છે. ગુજરાત ઓદ્યોગિક રાજય હોવાથી નવા ઉદ્યોગો આવશે. સૌથી પછાત અને આવક વાળા હજારો લોકોને નવી રોજગારી મળશે. આ ઉપરાંત પવન ચક્કીથી ચાલતો ઉદ્યોગ સ્થાપી શકાશે. પવન ચક્કીના ઉદ્યોગમાં એક મશીન માટે ૬થી ૭ એકર જમીન જોઈએ. જે મળી રહેશે. કોઈ મોટા વિસ્તારને કુદરતી લાભ મળે ત્યારે આખો વિસ્તાર વાઈબ્રન્ટ બની જાય. નવા રોડ રસ્તા તેમજ નવી જી.ઈ.બી. લાઈનો મળી રહેશે. મતલબ કે આ કોઈ હવાઈટૂચકો નથી પણ ગુજરાતને વિશ્વભરમાં ઈનોવેટિવ અને આદર્શ યોજના તરીકે ટેકનિકલ તેમજ બીજી રીતે અનિવાર્ય છે. પાણીનો પ્રશ્ન આખા ગુજરાતમાં પેચદો છે. આથી આ ગંભીર સમસ્યા છે. અને એના ઉકેલ માટે આપણે સૌ વહેલીતકે જાગીએ તે અતિ જરૂરી છે.

ગુજરાત સમાચાર 24 Jul 2021 2:30 am

સફળતા માટે પ્રચંડ પુરુષાર્થ જરૂરી

- વિચાર વિહાર- યાસીન દલાલ - લિંકન હોય, માર્કસ હોય કે આલ્ફ્રેડ નોબેલ હોય કે પછી સ્ટીવ જોબ્સ હોય, આ બધાં જ લોકો દારૂણ ગરીબીમાંથી આગળ આવ્યા છે. ૫૬ વરસના ટૂંકા આયુષ્યમાં અનેક જીંદગી જીવી જનાર સ્ટીવ જોબ્સનું જીવન તીવ્ર ઉતાર ચડાવ અને સફળતા અને નિષ્ફળતાના નાટકીય વળાંકોથી એમની હયાતીમાં જ એ દંતકથા બની ગયા હતાં. સ્ટીવ જોબ્સ લગ્ન બ્રાહ્ય સંબંધોનું સંતાન હોવાથી તેને દત્તક આપી દેવાનું નક્કી કર્યું. પોલ અને કાર્લાએ સ્ટીવને દત્તક લઈને એને જોબ્સ અટક આપી. ૧૯૬૯માં સ્ટીફન ફોર્જનિયાક સાથેનો એનો ભેટો એક વળાંક બની ગયો. એ વખતે એમની ઉંમર ૧૨ વરસની અને હોઝની ૧૯ વરસની. આ બંનેના મિલનથી જગતભરમાં કોમ્પ્યુટર અને કોમ્યુનિકેશનની દુનિયામાં ક્રાંતિ લાવનાર એપલ કંપનીના મૂળ નંખાયા. ૧૯૭૪માં વિડીયો ગેમ્સ બનાવતી કંપની અટારિમાં એણે નોકરી લીધી. અટારિનો માલિક જોબ્સ માટે આદર્શ બની ગયો. એણે જોબ્સને એપલ શરૂ કરવાની પ્રેરણા આપી. પર્સનલ કોમ્પ્યુટીંગમાં એપલ એક સીમાચિંહ્ન બની ગયું. ૩૦ વરસની ઉંમરે એ કરોડપતિ બની ગયો. 'ટાઈમ'ના મુખપુષ્ઠ ઉપર એને સ્થાન મળ્યું. આઈપોડ, આઈપેડ, આઈટયુન્સ અને સાક્લાઉડ જેવી સેવાઓ ાપીને ૨૧મી સદીના પહેલા કાયદાનું સુકાન તેણે પોતાના હાથમાં લીધું. છેલ્લા થોડા વરસ કેન્સરથી પીડાયા અને સિતારો બુલંદીને હતો ત્યારે નિવૃત્તિ લીધી. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વિશ્વના મહાન નેતા અબ્રાહ્મ લિંકનનો જન્મ ૧૮૦૯ માં એક તદ્ન ગરીબ કુટુંબની ઝૂંપડીમાં થયો હતો. એમના પિતા એક મામૂલી ખેડૂત હતાં. વારંવાર જીવનનિર્વાહ માટે એમને ગામ બદલવું પડતું. એમનો ખોરાક તદ્ન સદો હતો. એમના ઘર પાસેથી અવારનવાર ગુલામોનું ટોળુ પસાર થતું. આ ગુલામોના હાથ પાછળથી બાંધેલા હતાં. લિકંનની ઉંંમર સાત વરસની થઈ ત્યારે એમનું કુટુંબ રોજીરોટીની તલાશમાં ઈન્ડિયાનામાં આવ્યું. એમણે નદીકાંઠે લાકડાની એક કેબિન બનાવી. ધીમેધીમે જમીનનો એક ટુકડો સરકાર તરફથી એમને મળ્યો. ૧૭ વરસની ઉંમરે અબ્રાહ્મને નોકરીમાં જોડાવું પડયું. પગાર રોજનો માત્ર ૩૭ સેંટ હતો. ૧૮૩૦માં એમનું કુટુંબ ફરીથી હિજરત કરીને ઈલિનોઈસ આવ્યું. ૧૮૩૨ માં એમણે રાજકારણમાં જોડાવાનો નિર્ણય લીધો. વિધાનસભાની ચૂંટણી એમણે લડી પણ હારી ગયા. ૧૮૩૪માં એમણએ ફરીથી ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા એજ અરસામાં એક યુવતી સાથે એમણે લગ્ન પણ કર્યા. વિધાનસભામાં ચૂંટાઈને એમણે ગુલામીની પ્રથા નાબૂદ કરતો ઠરાવ મૂકયો. પણ એ ઠરાવ નામંજૂર થયો. દરમિયાન એક સારા વક્તા તરીકે એ ખ્યાતનામ બની ચૂકયા હતાં. એક વકીલ તરીકે પણ એમણે ખૂબ નામના મેળવી હતી. એમનો દેખાવ બિલકુલ આકર્ષક નહોતો. મિત્રોએ એમને દાઢી વધારવાની સલાહ આપી જે એમણે તરત સ્વીકારી પણ લીધી. ૧૮૬૦માં રિપલ્બિકન પાર્ટીએ એમને પ્રમુખ પદ માટે ઊભા રાખ્યા. દરમિયાન અમેરિકામાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે આંતરવિગ્રહ શરૂ થઈ ચૂકયો હતો. લિંકન ૬ નવેમ્બર, ૧૮૬૦ના રોજ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા. અમેરિકાના કેટલાંક રાજયોએ અમેરિકાની સાથે રહેવાનો નિર્ણય કર્યો, તો બીજા કેટલાક છૂટા પણ પડી ગયાં. લિંકન ફરીથી ચૂંટાઈ આવ્યા. આંતરયુધ્ધ સમાપ્ત પણ થઈ ગયું. એમણે યુધ્ધમાં પકડાયેલા કેદીઓને છોડી મુકવાનો હુકમ કર્યો અને આમ એક મહાન નેતા તરીકે ઈતિહાસમાં એમનું નામ અમર થઈ ગયું. ફરીથી ચૂંટાયા એના છ અઠવાડિયામાં જ એમની કરુણ હત્યા થઈ ગઈ. અમેરિકા અને વિશ્વના ઈતિહાસમાં એક મહાન મુત્સદ્દી નેતા તરીકે એમને આજે યાદ કરવામાં આવે છે. એમણે ઔપચારિક શિક્ષણ લીધું નહોતું, આપબળે જ એ મહાન વક્તા બન્યા હતાં એમની હ િંમત અને ધીરજ પણ અદ્ભુત હતી એમના મૃત્યુ પછી એમના પ્રત્યે સહાનુભૂતિનું પ્રચંડ મોજું ફરી વળ્યું. ઉત્તર અને દક્ષિણ અમેરિકાની પ્રજા વચ્ચે થોડી ઘણી કડવાશ હતી એ પણ ભૂલાઈ ગઈ. વિના વિચારોની દ્રષ્ટિએ બે છાવણીઓમાં સ્પષ્ટ રીતે વહેંચી દેવાની વિચારધારા આપનાર મહામાનવનું નામ હતું 'કાર્લ માર્કસ' એમણે વર્ષો સુધી જર્મનીમાં આવેલા હાઈડવર્ગના પુસ્તકાલયમાં બેસીને દુનિયાભરની ફિલસૂફીઓનો અભ્યાસ કર્યો હતો. માર્કસનો જન્મ ૧૮૦૮માં જર્મનીમાં રાહીનલેન્ડ ખાતે થયો હતો. ૧૮૩૫માં બોન યુનિવર્સિટીમાં દાખલ થયા હતાં. એમણે પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. પત્રકાર તરીકે એ સરકાર વિરોધી ઉગ્ર ટીકા કરતા હતાં. પરિણામે એમના અખબાર ઉપર સેન્સરશીપ લાદવામાં આવી હતી. એનાથી અકળાઈને એમણે દેશ છોડવાનો નિર્મય લીધો હતો. ૧૮૪૩માં પેરિસ જતા રહ્યા હતાં. ત્યાંથી ૧૮૪૭માં એ લંડન ખાતે સ્થાયી થયા હતાં. લંડનમાં જ રહીને એમણે સામ્યવાદનો ઢંઢેરો બહાર પાડયો હતો. અહીં એંજેલ્સ સાથે એમણે મૈત્રી થઈ હતી. એંજલ્સ સાથે દિવસો સુધી સામ્યવાદ અંગે એમણે લાંબી ચર્ચાઓ કરી હતી. ૧૮૪૮માં ફ્રાંસમાં બળવો ફાટી નિકળ્યો ત્યારે એ બેલ્જિયમમાં હતાં. ત્યાં એમની ધરપકડ કરીને એમને લંડન મોકલી દેવામાં આવ્યા. ૧૮૬૭માં એમણે 'દ કેપિટલ' ના ત્રણ ભાગ લખ્યા. આ પુસ્તકમાં એમણે સામ્યવાદની વિસતૃત ચર્ચા કરી છે. માર્કસને ખાતરી થઈ કે માનવ જાતનાં બધા દુઃખોનું મૂળ મૂડી છે. જયાં સુધી માણસને પેટભર ખાવાનું ન મળે ત્યાં સુધી બધું જ નકામું છે. એમણે એમ પણ કહ્યું કે, કોઈપણ કારખાનાનું ઉત્પાદ એના શ્રમજીવીઓની મદદથી થાય છે. આ શ્રમજીવીઓને એમન મહેનતનો બદલો મળવો જ જોઈએ. તો જ માલિક મજૂર વચ્ચેના સંબંધો સારા રહી શકે. ૫૬ વરસની ઉંમરે એમનું આરોગ્ય કથળી ગયું. એમને લિવરની બીમારી થઈ ગઈ, એમની પત્નીનું કેન્સરમાં અવસાન થતાં એ નૈતિક રીતે ભાંગી પડી. ૧૮૮૩ માં એમની મોટી દીકરી પણ મરી ગઈ. એમને વધુ એક આઘાત લાગ્યો, એ લંડન પાછા ફર્યા. ૧૮૮૩ માં જ ૭૭ વરસની ઉંમરે એમનું અવસાન થયું. પણ એમનો સામ્યવાદ વરસો સુધી અર્ધી દુનિયામાં ગાજતો રહ્યો. ડાયનેમાઈટના શોધક આલ્ફ્રેડ નોબેલનું જીવન અત્યંત વિરોધાભાસોથી ભરેલું છે. વિનાશક શાસ્ત્રોની શોધ કરનાર માણસ જ મરતાં પહેલા એમની અબજો રૂપિયાની મિલ્કત વિશ્વ શાંતિ માટે દાનમાં આપી જાય એ ઘટના જ વિરલ અને નવાઈજનક છે. આલ્ફ્રેડ નોબેલનો જન્મ સ્ટોકોહમમાં ૧૮૩૩માં થયો હતો. એમનું કુટુંબ ત્યારે સાવ સાધારણ સ્થિતિનું હતું. એમને પિતાએ દેવાળું કાઢયું હતું. આ પછી એ કમવા માટે ફીન્ડલેન્ડ જતાં રહ્યા હતાં. ચાર વરસ પછી એમણે સુરંગની શોધ કરી હતી. આ શોધ ખાણો માટે ખુબ ઉપયોગી હતી. રશિયાના રાજા ઝારે આ વાત સાંભળીને એને એમને રશિયા બોલાવી લીધા ત્યાં તેમણે સુરંગનું કારખાનું સ્થાપવામાં મદદ કરી. એમને ત્રણ પુત્રો હતાં. જેમાં આલ્ફ્રેડ સૌથી વધુ અણગમતો હતો. ઝાર તરફથી એમને એમની સેવાઓ બદલ ચંદ્રક મળ્યો. એવામાં યુરોપના એક દેશમાં યુધ્ધ ફાટી નીકળ્યું અને નોબેલ કુટુંબને શસ્ત્રો બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો. અચાનક એમનાં કારકાનામાં મોટી આગ લાગી અને કારખાનું એમાં ન્ષ્ટ થઈ ગયું. આ પછી નોબેલ કુટુંબ સ્ટોકહોમ પાછુ ફર્યું. આલ્ફ્રેડે સુરંગ બનાવવાના પ્રયોગો ચાલુ રાખ્યા. એણે નાઈટ્રોગ્સરીન નામનું નવું જ ઉત્પાદન તૈયાર કર્યું. આ ઉત્પાદનની વિશેષતા એ હતી કે, નાના પ્રમાણમાં કોઈ સ્ફોટક પદાર્થ ફોડવામાં આવે તો એને પગલે બીજા સંખ્યાબંધ ધડાકા થઈ શકે છે. આમાંથી જ એણે સંખ્યા બંધ શોધખોળો કરી અને એક મોટું કારખાનું સ્થાપ્યું. એક દિવસ આ કારખાનામાં અચાનક એક ધડાકો થયો, જેમાં ચાર માણસો માર્યા ગયા. આમાં એના નાના ભાઈનો પણ સમાવેશ થતો હતો. પણ આથી આલ્ફ્રેડ બિલકુલ ગભરાયો નહીં અને એણે પ્રયોગો ચાલુ જ રાખ્યા. પણ ધક્કાથી એના મનમાં પસ્તાવાનું બીજ રોપાઈ ગયું. દરમિયાન એને એના ઉત્પાદનની પેટન્ટ મળી ગઈ હતી. નોબેલ કુટુંબે આ દરમિયાન લાકડા ઉપરના પ્રયોગોથી પ્લાયવુડની શોધ પણ કરી દરમિયાન વિદેશ પ્રવાસ કરતાં કરતાં એને જાણવા મળ્યું કે એના ઉત્પાદનતી લોકો ખૂબ ગભરાઈ ગયા હતાં. દરમિયાન એણે એના ઉત્પાદનને ડાઈનેમાઈટ એવાર્ડ પણ મળ્યો. એ ખૂબ સમૃધ્ધ પણ બન્યું. બારથા નામની એની મિત્ર એને વરસોથી જાણતી હતી પણ એણે આર્થર નામના મિત્ર સાથે લગ્ન કરી લીધાં. વરસો પછી બારથા અને આર્થર એને ફરી મળ્યાં. ત્યાં સુધીમં બારથા વિશવશાંતિ માટે કામ કરતી થઈ ગઈ હતી. બારથા આલ્ફ્રેડને મળી ત્યારે કલાકો બંને વચ્ચે શાંતિની ચર્ચા થતી રહી અને એમાંથી જ નોબેલ પ્રાઈઝનો જન્મ થયો. આલ્ફ્રેડ ત્યાં સુધીમાં અબજો રૂપિયા કમાઈ ચુકયો હતો. આ બધી સંપત્તિ ટ્રસ્ટ બનાવીને એને સોંપી દીધી. આ સંપત્તિના પાંચ ભાગ પાડવામાં આવ્યા. સંપત્તિના વ્યાજમાંથી દર વરસે સાહિત્ય, શાંતિ, ફિઝિક્સ એમ જુદા જુદા વિષયો માટે ઈનામો જાહેર કરાયાં આલ્ફ્રેડના મૃત્યુ પછી વહીવટી કારણોસર ૫ વરસ સુધી કોઈ ઈનામ જાહેર થઈ શક્યું નહીં. એ પછી નિયમીત દર વરસે ઈનામો જાહેર થતાં રહ્યાં છે. એકવાર શાંતિ માટેનું ઈનામ મારથાને પણ મળ્યું હતું. કેટલીકવાર ઈનામોની બાબતમાં વિવાદ પણ થતો રહ્યો છે. ઓસિસ્કી નામના એક જર્મનને શાંતિ માટેનું ઈનામ જાહેર થયું ત્યારે નાજીઓએ એની સાથે ઉગ્ર વાંધો લીધો. પરિણામે એ ઈનામ લેવા કોઈ આવ્યું નહીં. નાઝીઓના જુલ્મથી ઓસિસ્કીનું અવસાન થયું. ટૂંકમાં, દરેક મહાપુરૂષોના જીવન પાછળ પ્રચંડ પુરૂષાર્થની એક કથા છુપાયેલી હોય છે. આ બધા મહાપુરૂષોએ ૧૯મી અને ૨૦મી સદીમાં વિશ્વભરમાં પ્રચંડ પ્રભાવ પાથર્યો છે. એમની આ કથા જાણીએ તો દરેકને જીવનમાં આગળ આવવાની પ્રેરણા મળે લિંકન હોય, માર્કસ હોય કે આલ્ફ્રેડ નોબેલ હોય કે પછી સ્ટીવ જોબ્સ હોય, આ બધાં જ લોકો દારૂણ ગરીબીમાંથી આગળ આવ્યા છે. એમને એક સૂત્રને બાંધનાર એક જ તત્વ છે અને એ તત્વનું નામ છે પુરૂષાર્થ અને મહેનત.

ગુજરાત સમાચાર 17 Jul 2021 5:35 am

સંપત્તિનો નહીં, વિચારોનો ઢગલો જમાવો

- વિચાર વિહાર- યાસીન દલાલ - ઘરમાં એકલા પડીએ તો કોઈ પુસ્તક વાંચી પણ શકીએ. ઘરમાં એક નાનકડી લાયબ્રેરી ઊભી કરી હોય તો એમાંથી જીવન વિષેની ઘણી ફિલ્સૂફી જાણવા મળી શકે જેમ કેટલીકવાર અખબારમાં છપાતા હજાર શબ્દ કરતાં પણ વધારે અસર એક નાનકડા કાર્ટૂન કે તસવીરથી થાય છે એમ કેટલીકવાર કોઈ નાનકડી કહેવત નાનકડો પ્રસંગ કે નાનકડો સુવિચાર પણ ઘણું બધું કહી જાય છે. બ્રિટીશ લેખક જી.કે. ચેસ્ટરને એકવાર કહેલું કે 'જો એક નકામી બપોરને તમે કશું પણ કામ કર્યા વિના ગાળી શકો તો સમજજો કે જીવન કેવી રીતે જિવાય એ તમે શીખી લીધું છે. મતલબ સાફ છે. કેટલાક લોકો પ્રવૃતિનો અર્થ તદ્ન ભૌતિક કરે છે. ખાવું, પીવું, ઓફીસમાં કામ કરવું, ઓફિસ છૂટે કે તરત બહાર ફરવા નીકળવું એમાં જ એમની જિંદગી પૂરી થઈ જાય છે. ઘરમાં નિરાંતે બેસીને વિચારવાને એ લોકો પ્રવૃત્તિ ગણતા જ નથી. મોટા ભાગના લોકોએ વિચારવાનું છોડી દીધું છે. ખરેખર તો નિરાંતે બેસીને વિચારીએ તો જ ભવિષ્યનું આયોજન થઈ શકે. ઘરમાં એકલા પડીએ તો કોઈ પુસ્તક વાંચી પણ શકીએ. ઘરમાં એક નાનકડી લાયબ્રેરી ઊભી કરી હોય તો એમાંથી જીવન વિષેની ઘણી ફિલ્સૂફી જાણવા મળી શકે. બહાર નિકળીને લોકો મોટે ભાગે હોટલમાં જતા હોય છે. એને બદલે નદીકાંઠે, દરિયાકાંઠે જઈને પ્રકૃતિને નિહાળી શકાય. આજકાલ ટી.વી. અને મોબાઇલે આપણા ઉપર એટલું આક્રમણ કર્યુ છે લોકો નવરા પડે ત્યારે ટી.વી. અને મોબાઈલ પર તદ્દન નકામા કાર્યક્રમો જોયા કરે છે. પુસ્તકની વાત નીકળી છે તો એ પણ જાણી લઈએ કે ઝવેરચંદ મેઘાણીએ કહ્યું હતું, 'ગુજરાતની લેખન સમૃધ્ધિ ઘણી છે. એ સમૃધ્ધિ જલ્દી જોવા અનુભવવામાં આવતી નથી. તેનું કારણ એની યથાસ્વરૂપ પિછાણ દેનારા પ્રયત્નોની કચાસ છે. સંપત્તિના ઢગલા માત્ર દેખાડવાથી એનું સાચું દર્શન કરાવી શકાતું નથી.' એ જ રીતે આંદ્રે મોરવાએ કહ્યું છે કે વીતેલા જમાનાઓ વિષે વાકેફ થવાનું એકમાત્ર રસ્તો પુસ્તકોનો છે અને જે માનવસમાજોની મુલાકાત આપણે કદી લેવાના નથી તેમને સમજવાની શ્રેષ્ઠ ચાવી પણ પુસ્તકો છે. કેટલીક કહેવતોમાં પણ જીવનમાં હંમેશ માટે ઉપયોગી થાય એવો ઉપદેશ મળી રહે છે. દા.ત. 'મન હોય તો માળવે જવાય' આ કહેવતનો અર્થ માણસ સમજે તો એનો ઉધ્ધાર થઈ જાય. અહી પુરુષાર્થનો મહિમા ગવાયો છે. આનો અર્થ તદન સીધો સાદો છે. કેટલાક માણસો મહેનત કર્યા વિના બેસી રહે છે. અને પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે નસીબને દોષ આપે છે. સાચી વાત એ છે કે કામમાં એમનું મન હોતું જ નથી. પછી કામમાં સફળતા કયાંથી મળે? સમાજમાં આવા નસીબવાદીઓની મોટી બહુમતી છે. જે લોકો ખૂબ અથાગ મહેનત અને પરિશ્રમથી જ પ્રગતિ કરી છે. શેકસપિયરનાં નાટકોમાં ઘણા વ ાક્યો કહેવત જેવાં જોવા મળે છે. આજે ઘણાં લોકો એને કહેવતની જેમ ટાંકે છે. એનું એક નાટક 'એઝ યુ લાઈક ઈટ' છે. એમાં એક રાજા સંજોગવશત્ રાજપાટ છોડીને જંગલમાં આવી ચડે છે. જંગલમાં એ બીજા વનવાસીઓની જેમ અત્યંત સાદું અને યાતનામય જીવન ગાળે છે. અત્યાર સુધી મહેલમાં રહેતો હોવાથી એને આ યાતનાઓની ખબર હોતી જ નથી. યાતનાઓ ભોગવ્યા પચી નાયાસ એ બોલી જાય છે, 'સ્વીટ આર ધી યુઝીસ ઓફ એડવર્સિટિ' મતલબ કે સંકટ પણ કેટલીકવાર મધુરાં હોય છે. આ એક જ વાક્ય એકદમ અર્થ ગંભીર છે. આવાં તો એનાં નાટકોમાં અનેક વાક્યો મળી આવશે. ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ આઠમાએ પ્રિયતમા માટે ગાદી છોડી દીધી અને સામાન્ય ઘરની દીકરી સાથેલગ્ન કરી લીધા. પ્રજો એ લગ્નનો અસ્વીકાર કર્યો. એ સ્ત્રીનું નામ સિમપસન હતું. સિમ્પસનને રાણી બનાવાય એમ એડવર્ડ ઈચ્છતો હતો પણ ચર્ચને મંજૂર નહોતું. ૧૯૩૬નાં ડિસેમ્બરની ૧૧મીએ એમણે રેડિયો ઉપર જે ભાષણ આપ્યું એ આજે પણ ઈતિહાસમાં અમર થઈ ગયું. એણે કહ્યું, જે સ્ત્રીને હું દિલોજાનથી ચાહું છું તેના સહારા વિના રાજયની ભારે જવાબદારી હું વહન કરી શકું એમ છું જ નહીં. 'મે રાજગાદી ધારણ કરી તે પહેલાં અને પછી બ્રિટનના લોકોએ મને ખૂબ હૂંફ અને વહાર આપ્યાં છે. હું તેમનો આભારી છું અને આજતી જાહેર જીવનનો સંપૂર્ણ ત્યાગ કરૂં છું અને તેનો બોજો આજથી ઉતારૂં છું. હું થોડા દિવસમાં મારે ગામ જઈશ પણ બ્રિટનના લોકોનું અને સામ્રાજયનું હિત હમેશાં મારે હૈયે હશે. આજથી શાસન સંભાળનારના નવા રાજવીને અને લોકોને સુખસમૃધ્ધિ મળે એવી પ્રાર્થના કરૂં છું. હું રાજયને જરૂર પડશે તો ગમે ત્યારે એક વ્યક્તિ તરીકે આવીને ઉભો રહીશ.' આ પછી રાજયના ત્યાગ બાદ તેઓ ફ્રાંસ ગયા તેમનાં પત્ની સ્મિપસને એક પુસ્તક લખ્યું જેનું નામ હતું, 'હૃદયને બુધ્ધિ હોતી નથી.' બટ્રાન્ડ રસેલ નોબેલ ઈનામ વિજેતા એક પ્રખ્યાત લેખક અને ફિલોસોફર હતા એમણે પોતાની આસપાસના સમાજમાં પ્રવર્તતી દારૂણ ગરીબી બિમારી જોઈને એકવાર બોલી ઊઠયા કે માણસ જે રીતે યુધ્ધે લડે છે અને એકબીજાને મારે છે અને સતત ખટપટમાં પ્રવૃત્ત રહે છે એ જોઈને મારૂં મન તો માની જ શકતું નથી કે આ દુનિયા ઈશ્વરે બનાવી છે. બીજા એક સ્થળે એમણે એમ પણ લખ્યું છે કે જયાં સુધી માનવ જરીપુરણા ગ્રંથોના ફરમાનોને માનતો રહેશે ત્યાં સુધી સંસ્કૃતિ બચવાની કોઈ આશા જ નથી. એ જ રીતે શોપ નહોવેર એકવાર કહ્યું હતું, 'જીવન એક અનિષ્ટ છે. વેદના છે. એનું કારણ એ જ કે જીવનમાં એક તીવ્ર સંઘર્ષ, કુદરતમાં સર્વત્ર રસાકસી, ખેંચતાણ, સ્પર્ધા, પરાજયના આતમઘાતી વારાફેરા જ ચાલ્યા કરે છે. પ્રત્યેક જીવ અન્ય જીવ સાથે વસ્તુ, સ્થળ કે સમય માટે નિરંતર ઝઘડા જ કરતો જોવા મળે છે. દરેક મહાપુરષના જીવનમાં આવતી કેટલીક ક્ષણો અત્યંત રોમાંચિત અને યાદગાર બની જતી હોય છે. સંસદસભ્ય પુરુષોત્તમ માળવંકરના જીવનમાં આવી એક યાદગાર ક્ષણ આવી હતી. શ્રીમતી ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે દેશના વિરોધપક્ષના બધા સભ્યોની ધરપકડ કરી હતી. માત્ર થોડા અપક્ષ સભ્યને બાકાત રાખ્યા હતાં. આમાં માળવંકરનો પણ સમાવેશ થતો હતો. શ્રીમતી ગાંધીએ બંધારણ સુધારાનો ખરડો રજૂ કર્યો ૨૫મી ઓકટોબર ૧૯૭૬ના દિવસે આ ખરડો રજૂ થયો હતો. એના ઉપર નવ દિવસ લોકસભામાં ચર્ચાચાલી હતી. મતદાન થયું ત્યારે ખરડાની તરફેણમાં ૩૫૫ મત પડયા. ત્યારે વિરોધમાં માત્ર માળવંકરનો એક જ મત પડયો. આમ લોકસભામાં એક ભારે વિરલ દ્રશ્ય સર્જાયું. માળવંકર એને પોતાના જીવનની સૌથી યાદગાર ક્ષણ ગણે છે. મતદાન પહેલાં માળવંકરે જે પ્રવચન કર્યું એ સંસદીય ઈતિહાસમાં આજે પણ અવિસ્મરણીય ગણાય છે. એમાં એમણે પ્રવચનના અંતે જે શબ્દો કહ્યા એ આજે પણ ઠેરઠેર ટાંકવામાં આવે છે. એમણે કહ્યું 'જે પાપો આચરવાની તૈયારીમાં તમે છો એ માટે ભગવાન માફ નહીં કરે.' કેટલાક સુવિચારો પણ જીવનમાં અપનાવવા જેવા હોય છે. થોરોએ કહ્યું છે કે 'જેઓ અતિવેગથી દોડે છે, તેઓ રસ્તામાં જ પડી જાય છે.' એ જ રીતે સેનેકાએ કહ્યું છે, 'ઉતાવળ ગોથાં ખવડાવે છે અને બંધન તથા અંતરાય કરે છે.' વિલિયમ ફોકનરને નોબેલ ઈનામ મળ્યું ત્યારે એ સ્વીકારતી વેળાએથે જે પ્રવચન કર્યું એ પણ ખૂબ મહત્વનું બની ગયું છે. એણે કહ્યું હતું, 'આ પારિતોષિકમને વ્યક્તિ તરીકે નથી મળ્યું. આ તો જિંદગીભર માણસે જે સંવેદના ભોગવી અને દુઃખ, પરસેવો, હિંમત, ધૈર્ય, કરુણા અને હૃદયમાં ઊઠતા ભાવોને અક્ષરોમાં ચિત્રિત કર્યાં છે. એ કાર્યને પુરસ્કાર મળ્યો છે. 'આજે તો આપણે સર્વનાશ થશે એવી બીકમાં જીવીએ છીએ. માણસનો સર્વનાશ નહી થાય. માણસ ફક્ત બચી જશે એટલું જ નહી પણ તે મનુષ્યત્વનો પ્રચાર પણ કરશે. એ હૃદયના ગુણોનો સંઘર્ષ બતાવશે. એ જો સંવેદના કાગળ ઉપર નહીં બતાવી શકે તો પ્રેમ અને લાલચ વચ્ચે ફરક, સહ અને અસદના પુષ્પો,કરુણા અને અમાપવિશાળ હૃદય પણ નહીં બતાવી શકે તો એ સાહિત્ય નહી ગણાય.' કાર્લાઈલે કહ્યું કે 'નીચામાં નીચા ઊંડાણમાં જ વધારેમાં વધારે ઊંચાઈએ જવાનો માર્ગ હોય છે.' એ જ રીતે જીન ઈજ્જલોએ કહ્યું કે, 'આપણે મહત્વાકાંક્ષા રાખીએ છીએ તે એકલી જ આપણી મહત્તા છે.' ઈમર્સને કહ્યું છે કે, ત્મારા વાચકથી દૂર જવાનું બહુ મુશ્કેલ છે. જો એ તમારા કામતી સંતુષ્ટ ન હશે તો તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તો પણ તમારા લેખનને વધુ સાર નહીં બનાવી શકે.' એ જ રીતે હેનરી એમિલે કહ્યું છે કે, 'પ્રતિભા એટલે જે બીજાની અત્યંત મુશ્કેલ લાગતું હોય એ સરળતાતી કરવાનીશક્તિ અને જિનિયસ એટલે જે અશક્ય હોયતે શક્ય બનાવવાની શક્તિ.' આ જ રીતે સર્વેન્ટીસે લેખન વિષે બહુ સરસ વાત કહી છે. એણે કહ્યું છે કે, કલમ એટલે દિમાગની જીભ.' વિનોબા ભાવેના કહેવા મુજબ, 'આજે આપણે દુનિયામાં ચોકમાં ઊભા છીએ. ચારેકોરથી વિચારોનો મારો ચાલી રહ્યો છે. સારા વિચારોનો તેમ ખરાબ વિચારોનો પણ. આ બધાની વચ્ચેથી આપણા વિચારો મુજબ આપણે કામ કરતા રહેવાનું છે અને આપણા વિચારને પરિશુધ્ધ કરતાં કરતાં આગળ વધારવાનો છે. આવા સંજોગોમાં અધ્યયન વગર તો આપણે માર ખાઈશું. અનેક વિષયોનું અધ્યન આપણે કરવાનું છે. જેમ અન્ન વિના દેહ ટકતો નથી તેમ જ્ઞાાન વિના આત્મા પુષ્ટ થતો નથી.'

ગુજરાત સમાચાર 10 Jul 2021 5:40 am

ભારતીય સિનેમામાં સત્યજીત રાયનું પ્રદાન

- વિચાર વિહાર- યાસીન દલાલ - સાચું ભારત એના રાજયોમાં અને ગામડાઓમાં વસે છે. આજની હિન્દી ફિલ્મોમાં બધું છે પણ કયાંય ભારત જ નથી આપણી ફિલ્મો સાચી રીતે પ્રાદેશિક ભાષાઓમાં જ બને પ્રાદેશિક ફિલ્મોનું સ્થાન ખૂબ અગત્યનું છે. આપણી ફિલ્મો સાચી રીતે પ્રાદેશિક ભાષાઓમાં જ બને.સિનેમામાં માત્ર સત્યજીત રાય નહિં પણ ઋત્વિક ઘટક, મૃણાલ સેન, બિમલ રોય, ઋષિકેશ મુકર્જી તથા બાસુ ચેટર્જી પણ સ્મરણિય નામો છે. આમાંથી બિમલ રોય ન્યૂ થિયેટર્સ સાથે સંકળાયેલા હતા. ઋષિકેશ મુખર્જી એમના સહાયક હતા. બિમલ રોયે પહેલીવાર ભારતમાં કળાત્મક સિનેમાની પ્રારંભ કર્યો. અને 'દો બીઘા જમીન'થી વિશ્વમાં અનેક ફિલ્મ મહોત્સવોમાં ઈનામો જીત્યા. મૂળ મુંબઈમાં બિમલ રોય ઉપરાંત ઋષિકેશ મુખર્જી તથા બાસુ ચેટર્જી આ બધા મિત્રો હતા. એક વખત જાપાનમાં અકીરા કુરોસાવાની ફિલ્મ 'રાસોમાન' જોઈને પાછા ફરતા હતાં, ત્યાં બધાને વિચાર આવ્યો કે આપણે પણ આવી ફિલ્મ કેમ ન બનાવીએ ? આમાંથી જ 'દો બીઘા જમીન' જેવી કલાસીક ફિલ્મનો જન્મ થયો, એમની પાસે વિકટોરીયો દ સિક્કાની 'બાઈસિકલ થીફ'નું મોડેલ પણ હાજર હતું. આ ફિલ્મ બહુ ઓછા ખર્ચે બની, એની વાર્તા અને સંગીત સલીલ ચૌધરીના હતા. સત્યજીત રાય મૂળ શ્યામ બેનેગલની જેમ વિજ્ઞાાપન કંપનીમાં કામ કરતા, એકવાર વિશ્વવિખ્યાત નિર્દેશક જયા રેનવાની ફિલ્મનું શુટીંગ કલકતામાં ચાલતું હતું એ જોવા ગયા અને મનોમન નક્કી કર્યુ કે આપણે પણ આવી ફિલ્મો બનાવીશું. ખૂબીની વાત એ છે કે એમણે ફોટોગ્રાફર તરીકે એક કંપનીના સ્ટીલ ફોટોગ્રાફરને લીધા એણે કહ્યું કે મે ફિલ્મની ફોટોગ્રાફી કદી કરી જ નથી. રાયે કહ્યું કે ચિંતા નહીં કરવાની હું કહું ત્યાં બટન દાબી દેજે આ રીતે વિશ્વની એક મહાન ફિલ્મ '' પાથેર પાંચાલી '' બની, 'પાથેર પાંચાલી'નો અર્થ રસ્તાનું ગીત એવો થાય છે. વિભૂતિ ભૂષણ બંદોપાધ્યાયની એ નવલકથા હતી. એમાં એક ડોશીની ભૂમિકામાં સત્યજીત રાય એક કોઠાવાળીને લઈ આવ્યા. આ ફિલ્મ બોકસ ઓફિસ ઉપર સફળ રહી, અને કાર્લો વીવોરી, રેનિસ તથા બોર્લેન જેવા ફિલ્મ મહોત્સવોમાં પણ સંખ્યાબંધ એવોર્ડ જીતી લાવી આ પછી સત્યજીત રાયે આ જ વાર્તાને આગળ વધારીને 'અપુર સંસાર' તથા 'અપરાજિતો' જેવી સિકવલ ફિલ્મો બનાવી આ પછી રાયનો સિક્કો દેશ અને દુનિયામાં ચલણી બન્યો. રાય કથા અને પટકવા સાથે ફોટોગ્રાફરને ચિત્રો પણ દોરીને આપતાં આને લીધે જ 'પાથેર પાંચલી'માં ભરપૂર ચિત્રાત્મકતા જોવા મળે છે. નદીકાંઠે ટ્રેઈન અને સિગ્નલનું દ્રશ્ય તથા અપ્પુ અને દુર્ગા કિશોરાવસ્થામાં વરસાદમાં ભિંજાતા હોય છે અને મિત્રો સાથે ધિંગામસ્તી કરે છે એ દ્રશ્યો લોકો હજી ભૂલ્યા નથી. ઉપરાંત બંનેની મા સર્વજયા તથા બાપના પાત્રો પણ યાદગાર બન્યા છે. દુર્ગા અચાનક તાવમાં મરી જાય છે. બાપ કલકત્તામાં મહેતાજીની નોકરી કરે છે. છેલ્લે દુર્ગાના અવસાન પછી આખું કુટુંબ ગાડામાં બેસીને હિજરત કરે છે. ત્યાં ફિલ્મ પૂરી થાય છે, અને પછી 'અપૂર સંસાર' તથા અપરાજીતો રૂપે આગળ વધે છે. સત્યજીત રાય ચિત્રકાર ઉપરાંત સંગીતકાર પણ હતા. પોતાની અનેક ફિલ્મોમાં એમણે જ સંગીત આપ્યું છે. ઉપરાંત કેટલીક ફિલ્મોમાં પંડિત રવિશંકરનું સંગીત પણ સાંભળવા મળે છે. ટાગોરની પાંચ કૃતિઓ ઉપરથી સત્યજીત રાયે ફિલ્મો બનાવી હતી. જેમાં સૌથી નોંધપાત્ર ફિલ્મી 'ચારુલતા' હતી. કેટલાક સમીક્ષકો આને શ્રેષ્ઠ ફિલ્મ ગણે છે. એમાં માધવી મુખર્જીનો અભિનય યાદગાર છે. આ ઉપરાંત ટાગોરની 'ઘરે બાહિરે' ઉપરથી એ જ નામની ફિલ્મ બનાવેલી ઉપરાંત ટાગોરની ત્રણ નવલિકાઓ ઉપર પણ એમની નજર ગઈ અને એને પણ એમણે રૂપેરી દેહ આપ્યો, 'તીન કન્યા' પોસ્ટ માસ્ટર 'મનિહાર' અને 'સમાપ્તિ' એ ત્રણ વાર્તાઓ 'તીન કન્યા' રૂપે જાણીતી છે. આ ત્રણેય વાર્તાઓ આપણા સામાન્ય નાગરિકના જીવનની ખાટીમીઠી કહી જાય છે. ઘણાને નવાઈ લાગતી કે આવા મહાન નિર્દેશક હિન્દીમાં ફિલ્મો કેમ નહીં બનાવતા હોય ? સાચી વાત એ હતી કે એમને અને અકિરા કુરોસાવને લાગતું કે સાચું ભારત એના રાજયોમાં અને ગામડાઓમાં વસે છે. આજની હિન્દી ફિલ્મોમાં બધું છે પણ કયાંય ભારત જ નથી. એમણે સાબિત કર્યું કે પ્રાદેશિક ફિલ્મો વડે પણ આંતરરષ્ટ્રીય તખ્તા ઉપર પહોંચી શકાય છે. ''પાથેર પાંચાલી''માં વિદેશી વિવેચકોને ખરેખર લાગ્યું કે ભારતની આ સાચી તસ્વીર છે. પણ કેટલાક કહેવાતા દેશપ્રેમીઓને ત્યારે પણ અત્યારની 'સ્લમ ડોગ મિલિયોનેર'ની જેમ આ ફિલ્મ ગમી નહોતી. રાજયસભામાં નરગીસ દત્તે આરોપ લગાવ્યો કે સત્યજીત રાય ભારતની ગરીબીને વેંચી રહ્યાં છે પણ આ વાત સાચી નથી. ગરીબી અને બેરોજગારી એ આજે પણ આપણી વરવી વાસ્તવિકતા છે એ આપણે સ્વીકારવું જ રહ્યું છતાં મ્હેણું ભાંગવા સત્યજીત રાયે 'શતરંજ કે ખિલાડી' બનાવી અને એમાં ''ગાંધી'' ફિલ્મના નિર્દેશક રી ચાર્ટ એટનબરોને એક ભૂમિકામાં લીધા. નવાબ વાજીદઅલી શાહ તરીકે અમજદ કોમેન્ટરી આપી અને સંજીવકુમાર તથા શાઈદ જાફરીને પણ લીધા નવાબ વાજીદઅલી શાહ તરીકે અમજદ ખાનને લીધા. મુનશી પ્રેમચંદની વાર્તા ઉપરથી આ ફિલ્મ બની હતી. પ્રેમચંદની જ વાર્તા ઉપરથી એમણે એક બીજી ટેલિફિલ્મ 'સદ્દગતિ' નામે બનાવી હતી. આ ફિલ્મમાં યુપીના શ્રમિકોનું જમીનદારો દ્વારા કેવું શોષણ થાય છે એની હૃદયદ્રવક વાત હતી. ફિલ્મમાં ઓમપુરી, સ્મિતા પાટિલ, મોહન આગાસે અને ગીતા સિધ્ધાર્થની ભૂમિકા હતી. મુંબઈમાં પટકથાઓ બનાવાય છે. લખાતી નથી. છતાં રાય, શાંતારામ, બિમલ રોય, ચેતન આનંદ, ગુરૂદત્ત તથા શ્યામ બેનેગલના ચાહક હતા. સત્યજીત રાયે 'અભિજાન' માં વહિદા રહેમાનને પણ ચમકાવી એના કહેવા મુજબ સત્યજીત પોતે અભિનય કળા જાણતાં હોવા છતાં તેઓ પોતે કદી પોતાની ઈચ્છા અભિનેતાઓ ઉપર લાદતા નહીં. ટાગોરની નોબેલ વિજેતા કૃતિ 'ગીતાંજલિ' પણ છે. 'ગીતાંજલિ'માં અંગ્રેજીમાં ૧૦૩ ગીતો છે. ત્યારે બંગાળીમાં ૧૫૭ ગીતો છે. બંગાળી 'ગીતાંજલિ' ૧૯૧૦માં રચવામાં આવી ટાગોરનું સમગ્ર કુટુંબ સાહિત્ય કળા અને સંગીતક્ષેત્રે જાણીતું હતું. જાણીતી ફિલ્મ અભિનેત્રી અને બોમ્બે ટોકિઝની સંચાલિકા દેવીકારાણી એમના ભાણેજ થાય. અભિનેત્રી શર્મિલા ટાગોર પણ એમના કુટુંબમાંથી જ આવે છે. ટાગોર અને રાય જેટલા જ જાણીતા બંગબંધુ મૃણાલસેનનો ૧૪મી મેના રોજ જન્મદિન હતો. એમણે પણ 'બાયસેર શ્રાવણ'થી શરૂ કરીને અનેક બંગાળી કલાસિક ફિલ્મો બનાવી છે. ઉત્પલ દત્તનેં પહેલુ ચિત્ર એમણે ગુજરાતમાં મહુવા ખાતે બનાવ્યું. એમણે 'ખંડહર' નામનું હિન્દી ચિત્ર પણ બનાવ્યું જેનું સ્ક્રિનીંગ ફાંસના કાન્સ ખાતેના ચલચિત્ર મહોત્સવમાં થયું. પણ આપણી કમનસીબી એ છે કે આવા મહાન ફિલ્મ સર્જકોની ફિલ્મોની પ્રિન્ટ સાચવવાના પ્રયાસ આપણે ત્યાં થતાં નથી. સત્યજીત રાયની સંખ્યાબંધ ફિલ્મોની પ્રિન્ટ બગડી ગઈ. એ રિ-સ્ટોર એટલે કે એમના પુનરોધ્ધાર કરાવવો પડયો. એ જ રીતે સમાચાર આવ્યા કે ફાળકે એવોર્ડ વિજેતા તપન સિંહાની ચાર ફિલ્મોની માસ્ટર પ્રિન્ટ ગાયબ છે. તેઓ પણ જાણીતા બંગાળી નિર્માતા નિર્દેશક છે અને જાણીતી નિર્દેશિકા અર્પણા સેનના પિતા છે. ૧૯૯૯ માં એમણે 'એક ડોકટર કી મોત' નામે એક અદ્દભૂત ફિલ્મ બનાવેલી. ઉપરાંત એમની એક બીજી મહાન ફિલ્મ હતી. 'સગીના મહાટો' જે ચાના બગીચામાં કામ કરતાં મજૂરોની વાત છે. આ ફિલ્મ બંગાળીમાં હતી. એ પછી દિલીપકુમાર અને સાયરાબાનુને લઈને 'સંગીના' નામની હિન્દી આવૃતિ પણ બની હિન્દી ફિલ્મ 'બાવરચી' તપન સિંહાની બંગાળી ફિલ્મની હિન્દી આવૃતિ હતી. તપન સિંહાએ નકસલવાદ ઉપર પણ અનેક ફિલ્મો બનાવી છે. એમની એક બંગાળી ફિલ્મ 'આરોહી' ઉપરથી ઋષિકેશ મુખર્જીએ હિન્દીમાં 'અર્જુન પંડિત' બનાવી હતી. એમણે પણ ટાગોરની વાર્તા 'કાબૂલીવાલા' ઉપરથી ફિલ્મ બનાવેલી બિમલ રોયની ફિલ્મ 'કાબૂલીવાલા' ૧૯૬૧ માં આવી પણ તપન સિંહાની 'કાબૂલીવાલા' ૫૬માં આવી હતી. જેને બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં રજત ચંદ્રક મળેલો આવા મહાન સર્જકની ફિલ્મોની પ્રિન્ટ ગુમ થઈ જાય એ ઘણી કમનસીબ ઘટના કહેવાય. પણ આપણે આવી મહાન કળા કૃતિઓની જાળવણી પ્રત્યે પ્રથમથી જ બેદરકાર છીએ. એમ પણ હવે જયારે ત્રણ બંગાળી સાહિત્યકાર અને ફિલ્મ સર્જકોની જન્મજયંતીથી ઉજવાઈ રહી છે ત્યારે આ બાબતમાં આપણે વહેલી તકે જાગવું જોઈએ.

ગુજરાત સમાચાર 3 Jul 2021 5:40 am

2030માં એક પણ પ્રાણીની હત્યા કર્યા વગરનું મીટ મળશે

- સંવેદના : મેનકા ગાંધી - ૨૦૩૦ સુધીમાં હેમ્પટન ક્રીક એવી કંપની બનશે કે જે એક પણ પ્રાણીની હત્યા કર્યા વગર ટનબંધ ચિકન મીટ બજારમાં મૂકશે - ફ્રાન્સ દર વર્ષે ૨૦,૦૦૦ ટન ફોઇગ્રાસ બનાવે છે . માત્ર પાંચ દેશો ફોઇ ગ્રાસ બનાવે છે જેમાં બેલ્જીયમ,રોમાનિયા, સ્પેન, ફ્રાન્સ અને હંગેરીનો સમાવેશ થાય છે - હંસ અને બતકના વજનદાર લિવર બહાર કઢાય છે ત્યારે તેના ગળા પર કાપો મૂકાય છે. લિવર બહાર કાઢીને બાકીના શરીરને ફંગોળી દેવાય છે કેટલાંક વર્ષો પહેલાં મેં મુંબઇની એક સ્ટાઇલીશ અને ઉંમર લાયક અભિનેત્રીને મારા એનિમલ વેલફેર ઓર્ગેનાઇઝેશન પીપલ ફોર એનિમલના એમ્બેસેડોર બનવાની ઓફર કરી હતી. હું તેમના ઘેર જઇને બે વાર જમી આવી હતી. ત્યારે તેમણે ટેસ્ટી શાકાહારી જમણ બનાવ્યું હતું. ત્યારે તેમણે માંસાહાર કેટલો ખરાબ છે તેવો બબડાટ પણ કર્યો હતો. તેમણે મને એમ્બેસેડોર બનવાની ના પાડવા પાછળનું કારણ એ આપ્યું હતું કે આમતો, હું મીટ(માંસ) નથી ખાતી પણ તે દરરોજ પેટ ફોઇ ગ્રાસ-ઘાસ (ૅચાી ર્કૈી યચિજ) ખાધા વગર રહી શકતી નથી. પેટ ફોઇ ગ્રાસ ફ્રેન્ચ આઇટમ છે. તે ફ્રેેંચલીવર પેસ્ટ તરીકે ઓળખાય છે. તે ખૂબ મેાંઘી અને લક્ઝરી આઇટમ કહેવાય છે. બહુ ઓછા દેશ તે બનાવે છે. કેમકે તે બનાવવા માટે ખુબ ઘાતકી પ્રોસેસ થાય છે. તે બતક અથવા હંસનું કેન્સર ગ્રસ્ત યકૃત હોય છે તેને બળજબરીથી ચરબી યુક્ત બનાવાય છે તે પ્રોસેસને ગેબેજ કહે છે. તે સમય દરમ્યાન પક્ષી તેની જીંદગી મોટા ભાગનો સમય થોડા અંધારામા રહીને વિતાવે છે. તેનો ઝડપી ગ્રોથ થાય એટલે તેને ઠાંસી ઠાંસીને ખવડાવાય છે. આ પક્ષીઓ આંઠ અઠવાડીયાના થાય ત્યારે તેમને પીંજરામાં પુરી દેવામાં આવે છે. ત્યાં તેમને ચરબીવાળો ખોરાક અપાય છે. રોજ તેને સતત અનાજ ખાવા અપાય છે તેથી તે વજનદાર થાય છે. તે ના ખાય તો ફીડીંગ ટયુબ દ્વારા તેના પેટમાં અનાજ ઘૂસાડાય છે. દિવસમાં ત્રણવાર તેમના પેટ સુઘી નળી નાખીને તેમને ખવડાવાય છે. લીવરમાં કાર્બોહાઇડ્રેટ જતાં તેની સાઇઝ રૂટીન કરતાં દશ ગણું વધે છે. ૧૨થી ૨૧ દિવસ સુધી આ પક્ષીઓને ખવડાવીને એટલા તગડા બનાવાયા હોય છે કે તે ચાલી પણ શકતા નથી. બહુ તગડા પક્ષીઓને રેાગ થયો હોવાનું મનાય છે જેને રીૅચૌબ જાીર્ચાજૈજ કહે છે. તગડા થયા પછી કેટલાક પક્ષી ચાલી શકતા ના હોઇ પેટના સહારે ચાલે છે. મોટાભાગના આ પક્ષીઓ બિમાર પડી જાય છે. બળજબરીથી ફિડીંગના કારણે તેમના ગળા પર ઉઝરડા પડી ગયા હોય છે. આ પક્ષીઓની લીવર રોજ મપાય છે. એક તો આ પક્ષીઓ વધુ પડતા ફિડીંગના કારણેે ત્રસ્ત હોય છે તો બીજી તરફ તેમને ઉંંચકીને વજન કરનારા પણ રફ બનીને વર્તતા હોય છે. તેમને ગળેથી પકડીને ઉંચકીને વજન કરાય છે. જ્યારે તેનું વજનદાર લિવર બહાર કઢાય છે ત્યારે તેના ગળા પર કાપો મુકાય છે. લિવર બહાર કાઢીને બાકીના શરીરને ફંગોળી દેવાય છે. ફ્રેંચ શેફ જોસેફે જ્યારે ૧૭૭૯માં આવા તગડા લિવરની વાનગી ફોઇ ગ્રાસ બનાવીને કિંગ લૂઇસ ૧૬માને જમાડી ત્યારે શેફનું ૨૦ પિસ્તોલ આપીને સન્માન કરાયું હતું. (વધુ પ્રાણીઓ મારવાની છૂટ આપી હતી). આ લિવરની ડિશ માટેની પેટન્ટ તેણે ૧૭૮૪માં મેળવી હતી. ૧૮૨૭ સુધીમાં તે સ્ટ્રાસબર્ગ ( હવે ટોઉલુઝ-તરીકે ઓળખાય છે) હંસના લીવર કેપિટલ તરીકે ઓળખાતું થઇ ગયું હતું. પેટન્ટ મેળવ્યા બાદ તેણે ફોઇ ગ્રાસ સપ્લાય કરવાનો બિઝનેસ કરીને પૈસાદાર થયો હતો. લિવર પેસ્ટ કેવી રીતે બને છે તે જોઇએ. લિવરમાંથી નસેા વગેરે કાઢી નાખવામાં આવે છે પછી તેના ટૂકડા કરીને છૂંદા જેવું બનાવાય છે. પછી તેમાં વાઇન, મશરૂમ અને કેટલાક વાર વીલ (ભૂખે મરતા વાછરડાનું મીટ) નાખીને પેસ્ટ બનાવાય છે. ત્યાર બાદ તેને પ્રેસ કરીને કેક બનાવીને તેને ટીનમાં ભરીને વિશ્વના વિવિધ ભાગોમાં મોકલાય છે. ફ્રાન્સ દર વર્ષે ૨૦,૦૦૦ ટન ફોઇગ્રાસ બનાવે છે .માત્ર પાંચ દેશો ફોઇ ગ્રાસ બનાવે છે જેમાં બેલ્જીયમ, રોમાનિયા, સ્પેન, ફ્રાન્સ અને હંગેરીનો સમાવેશ થાય છે. ૨૦૧૪ની જુલાઇમાં ભારતે ફોઇ ગ્રાસની આયાત પર પ્રતિબંધ મુક્યો હતો. ૩૫ દેશોમાં તેના ઉત્પાદન પર પ્રતિબંધ છે. પરંતુ આ દેશોમાં બહારથી ફોઇ ગ્રાસ મંગાવાય છે અને ડિસ્ટ્રીબ્યુટ પણ થાય છે. યુરોપના દેશોએ તો પ્રાણીઓને બળજબરીથી ખવડાવવાની વાત પર ૨૦૨૦થી પ્રતિબંધ મુકી દીધો હતો. કેલિફોર્નિયામાં તેના પર પ્રતિબંધ છે. કેટલાક ફાર્મમાં હંસ અને બતક રખાય છે. ફોઇ ગ્રાસ માનવ જાત માટે તંદુરસ્ત નથી હોતું. આજકાલ વિશ્વ ભરની કંપનીઓ એનિમલ સેલ્સ માંથી માસ બનાવવા પ્રયાસ કરી રહી છે. જેને ક્લિન મીટ કહેવાય છે. કલ્ચર્ડ મીટ બાયો ટેકનોલોજી સાથે સંકળાયેલું છે. જે ટીસ્યુ એન્જીન્યરીંગ તરીકે જાણીતું છે. એવો દાવો કરાઇ રહ્યો છે કે ૧૦ પોર્ક મીટમાંના સેલ્સમાંથી કલ્ચર્ડ મીટના બે મહિનામાં ૫૦,૦૦૦ ટન મીટ બની શકે છે. જ્યારે સંશોધનની કોસ્ટ વગેરે કઢાશે ત્યારે બજારમાં મળતા મીટના ભાવની જેમ કૃત્રિમ મીટ પણ મળતું થશે. ૨૦૧૧માં કેલિફોર્નિયા ખાતે કૃત્રિમ મીટમાંથી ફોઇ ગ્રાસ મેળવવા પર સંશોધન કરવા જોશ ટેટ્રીક અને જોશ બાલ્કેએ હેમ્પટન ક્રીક નામની કંપની ઉભી કરી હતી. તેની પ્રોડક્ટ બજારમાં વેચાતી થઇ હતી. જેમકે ઇંડાના વિકલ્પ તરીકે માયનોઇઝ જોવા મળતું હતું. જેના કારણે એગ આધારીત વાનગીઓમાં તેનો ઉપયોગ થવા લાગ્યો હતો. ૨૦૧૪માં કંપનીને ૩૦ મિલીયન ડોલરનું ફંડ મળ્યું હતું. આ ફંડ આપનારાઓમાં બિલ ગેટ્સ,જેરી યંગ (યાહુના ફાઉન્ડર), લી કા શીંગ વગેરેનો સમાવેેશ થાય છે. જેમાં કેટલાક સંશોધકો ભારતીય પણ છે. અપર્ના સુબ્રમણ્યમ સ્ટેમ સેલ બાયોલોજીસ્ટ છે. તે સ્થાનિક પારમમાંથી પક્ષીઓના સેલ્સ લે છે અને તેનો ઉપયોગ શરૂઆતના મટીરીયલ તરીકે કરે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ફોઇ ગ્રાસનું વેચાણ ત્રણ અબજ ડોલરનું છે. કેલિફોર્નિયામાં તેના વેચાણ પર પ્રતિબંધ છે. હવે જો હેમ્પટન ક્રીકનું કૃત્રિમ મીટમાંથી બનાવેલ ફોઇ ગ્રાસ ફરી કેલિફોર્નિયામાં મળશે ત્યારે લોકોને થશે કે કૃત્રિમ માંસ મોટા ફેરફારો લાવી શકે છે. ૨૦૩૦ સુધીમાં હેમ્પટન ક્રીક એવી કંપની બનશે કે જે એક પણ પ્રાણીની હત્યા કર્યા વગર ટનબંધ બલ્યુ ફીન ટયુના, કોબે બીફ,અને તમામ પ્રકારના ચીકન મીટ બજારમાં મુકશે. જો આરીતે કૃત્રિમ માસ બજારમાં ફરતું થશે ત્યારે પ્રાણીઓની હત્યા પર બ્રેક વાગશે. જ્યારે કૃત્રિમ માંસમાંથી બનેલું ફોઇ ગ્રાસ બજારમાં મળશે ત્યારે મને એમ્બેસાડોર બનવાની ના પાડનાર અભિનેત્રીને હું મેસેજ મોકલી આપીશ અને ફરી અમારી બ્રાન્ડ સાથે જોડાવવા અપીલ કરીશ.

ગુજરાત સમાચાર 28 Jun 2021 2:30 am

પુરુષાર્થનું મહત્વ આપણે સમજીએ છીએ?

- વિચાર વિહાર- યાસીન દલાલ - આપણે સામેથી આવતી મુસીબતને જોઈને જ શરણે થઈ જઈએ, અને પછી નસીબને, વિધાતાને દોષ દઈએ ત્યારે શું સમજવું? ઘણીવાર પ્રશ્ન થાય છે કે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ અને કાળી મજૂરી કરીએ છીએ એ સારૂં કે બધું નસીબ ઉપર છોડીને માથે હાથ મૂકીને બેઠા રહીએ એ સારૂં. ખરેખર તો મહેનત કરવી સારી. પુરૂષાર્થ એટલે મહેનત અને માથે હાથ રાખીને બેઠા રહીએ અને બધું ભગવાન ઉપર છોડી દઈએ એ નસીબ. સવાલ એ છે કે નસીબ ચડે કે મહેનત ચડે આપણો દેશ કૃષિ પ્રધાન છે. અને આ દેશનું ભવિષ્ય ખેડૂતો નક્કી કરે છે. વરસાદ ના આવે તો ખેડૂત માથે હાથ દઈને બોલે છે કે આ વખતે આપણા નસીબ સારા નહોતા. હમણાં એક લોકડાયરામાં એક વકતાએ એક સરસ વાત કહી. આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને કેળાની છાલ પર પગ આવી જાય એ આપણી કઠણાઈ કહેવાય. પણ, એ પછી આપણે ત્યાંથી ઉભા જ ન થઈએ. જમીન પર બેઠા રહીએ અન ેપછી પ્રારબ્ધને દોષ દેતા રહીએ એ આપણી મૂર્ખાઈ કહેવાય. આપણું જીવન એ સરસ મજાની ફૂલોની પથારી નથી. એમાં માર્ગમાં અનેક વિઘ્નો આવે, અંતરાયો આવે, મુસીબતો આવે, અને એ બધાનો સામનો આપણે પૂરા પુરુષાર્થથી, અડગ નિશ્ચય બળથી કરવો પડે. અને બદલે આપણે સામેથી આવતી મુસીબતને જોઈને જ શરણે થઈ જઈએ, અને પછી નસીબને, વિધાતાને દોષ દઈએ ત્યારે શું સમજવું? પ્રયત્ન કરવો નહીં, અને કરવો તો દિલચોરીથી કરવો, એ આપણી મોટી નબળાઈ છે. અને પછી કોઈ ટકોર કરે ત્યારે આપણી પાસે જાતજાતની એલિબી હાજર જ હોય છે. 'મારા નસીબમાં નહોતુંસ', 'કોશિષ તો બહુ કરી, પણ વિધાતાએ લેખ જ જુદા લખેલા,' વગેરે વગેરે લુલા બચાવ આપણી પાસે હાજર જ હોય છે. આજના બધા વિધિ ધર્મો, સંગઠીત ધર્મો, જયારે ઉદભવ્યા ત્યારે એમના મોટા ભાગના નિયમો અને આદેશો પાછળ શુભ ભાવના હતી. આ બધા જ ધર્મો પોતપોતાના સમય અને સ્થળના સંજોગોમાંથી જન્મેલાં હતાં. એ સંજોગો બદલાય એટલે કેટલાક નિયમો આપોાપ જ 'આઉટ ઓફ ડેઈટ' થઈ જાય. બજારમાંથી મળતી બધી જ દવાઓ ઉપર 'એકસપાયરી ડેઈટ' લખેલી હોય છે. સદીઓ પહેલાં ઘડાયેલા સંખ્યાબંધ આદર્શો ઉપર આવી 'એકસપાયરી ડેઈટ' લખવાની જરૂર હતી, પણ આવી તારીખ છાપેલી ન હોય એટલે એ આપોઆપ શાશ્વત બની જતા નથી. આપણે આ મહાન ભૂલ કરી અને પરિણામે મહાન ગુંચવાડાઓના ચક્રવ્યુહમાં સરી પડયા. જે વૈજ્ઞાાનિકોએ પહેલીવાર જાહેર કર્યું કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે અને એ સમયના ધર્મચક્ર પરિવર્તકોએ આકરી સજા કરી હતી. પોપ પોલે સદીઓ પછી એ વાતનો સ્વીકાર કર્યો કે વૈજ્ઞાાનિકોને એ સમયના ધર્માચાર્યોએ કરેલી સજા એ મોટી ભૂલ હતી! પણ કયારેક ચા કરતાં કીટલી વધુ ગરમ હોય છે. પોપ પોલના હજારો અનુયાયીઓને હજી આમા વૈચારિક જડતા જેવો અસાધ્ય કોઈ રોગ નથી, અને માનસિક ગુલામી જવી બૂરી કોઈ ગુલામી નથી. એસ્પ્રો ખાવાથી માથુ ઉતરી જાય, પણ મિથ્યા આદર્શોની આધાશીશી ઉતારવા માટેની કોઈ ગોળી બજારમાં મળતી નથી. ડગલે ને પગલે આપણા આસપાસ પુરૂષાર્થ ભૂલીને બધું પ્રારબ્ધ ઉપર છોડી દેવાની મનોવૃત્તિ હવે મહાવ્યાધિનું સ્વરૂપ લઈ રહી છે. આપણા ગામડાનો ખેડૂત દુકાળ પડે કે વરસાદ ઓછો પડે ત્યારે માથે હાથ દઈને નિસાસા નાખીને કહેશે, 'આપણે કંઈક પાપ કર્યા છે, એની કુદરત સજા આપે છે.' આમ બોલે ત્યાર ેએની નજર આકાશ તરફ હોય છે. આકાશ તરફ આપણી આંખ હોય ત્યારે આપણી બુધ્ધિ જાણે થીજી જાય છે. વિચારશક્તિ બુઠ્ઠી થઈ જાયછે. આકાશમાં ખોડાઈ ગયેલી આપણી આંખ આપણને કહે છે, બધુ ઉપરથી જ નક્કી થાય છે. આપણા હાથમાં કઈ જ નથી. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, પણ ઉપરવાળાની મંજુરી વિના બધુ જ વ્યર્થ છે. આપણા હાથમાં શું ખરેખર જ ંકઈ નથી? અને, ઉપરવાળો શું માણસને પાણી કે અનાજ મળે એવી સીધી સાદી, અસ્તિત્વ ટકાવનારી વાતમાં પણ પોતાની મંજૂરી આપવામાં હિચકિચાટ કરશે? શા માટે? માણસને ભૂખે મારવામાં ઉપરવાળાને શો રસ હોય? પણ, આવા પ્રશ્નો આપણે કરતા નથી. આપણે હવે પ્રશ્નો કરવાનું છોડી દીધું છે. વિચારવાનું છોડી દીધું છે. જો વિચારતા હોત તો જવાબ મળી જાત. મુશ્કેલીમાંથી માર્ગ નિકળી આવત વિચારીએ તો ખબર પડે કે પાણી વિનાના કૂવાને પણ 'રીચાર્જ' કરી શકાય છે. ઓછો વરસાદ આવે તોય વાંધો નહીં. જે બે પાંચ ઈંચ વરસાદ પડે એના એક એક ટીપાને સાચવવાનું શક્ય છે. કુવાની બાજુમાં એક ખાડો ખોદો, એમાં પાઈપલાઈન લગાવો. ખાડાને કૂવો ભરાશે અને આજુબાજુની જમીનનું તળ ઉંચું આવશે. આ તો એક તદ્ન નાનો, મામુલી દાખલો થયો. આ એક નમૂનો છે. પણ, આપણે વિચારવાની ટેવ પાડીએ, પ્રશ્નો પૂછવાની ટેવ પાડીએ તો આમ ઢગલા બંધ નવી માહિતી, નવા વિચાર, નવી ટેકનિકની માહિતી મળી આવે. આપણી કેટલીક જૂની કહેવતો જૂની હોવા છતાં એમાં કેટલાક સનાતન સત્યો સમાયેલા હોય છે. આવી એક કહેવત છે. 'સમય વર્તે સાવધાન' સમયની સાથે તાલ મિલાવે એ વ્યક્તિ, એ સમાજ, એ સંસ્થા અને એ દેશ ઉંચા આવે. આપણે સૌ સમયની સાથે રહેવામાં નિષ્ફળ નીવડયા છીએ. સમય મુજબ ધાર્મિક રીતરિવાજો બદલાવા જોઈએ, સમય મુજબ રૂઢિઓ બદલવી જોઈએ. જે રૂઢિઓ કાળક્રમે એનું મહત્વ ગુમાવી બેઠી હોય એને તિલાંજલી આપવી જ પડે. એમ.એન.રોયે સાચુ કહ્યું છે કે, માણસ વ્યક્તિગત રીતે અભિમાની હોય એ ચલાવી લેવાય. પણ પોતાની જ્ઞાાતિ કે પોતાનો ધર્મ સર્વશ્રેષ્ઠ છે એમ એ માનવા લાગે તો એમાંથી કલેક્ટિવ ઈગો (સામૂહિક અહમ) જન્મે છે. એમાંથી જ કોમ કોમ અને બે જ્ઞાાતિઓ કે બે જૂથો વચ્ચે સામુહિક અથડામણ થાય છે. પાકિસ્તાનની રચના ધર્મના આધારે થઈ, પણ હજી સુધી ત્યાંના ચાર પ્રાંતોની પ્રજા શાંતિ અને સુખચેનથી જીવી શક્તી નથી. ઈરાક હોય કે ઈરાન હોય, સાઉદિ અરેબિયા હોય કે મોરક્કો હોય બધા પ્રશ્ન ધાર્મિક રૂઢિચૂસ્તતાનો છે. આપણે બિનસાંપ્રદાયિક બંધારણ અપનાવ્યું પણ હજી સુધી આપણી પ્રજામાં ઉદારમતવાદી વલણ ઉતર્યું નથી. માત્ર બંધારણમાં સમાનતા અને એકતા શબ્દ લખવાની સમાનતા આવી જતી નથી. એને માટે આપણું માનસિક વલણ પાયાથી બદલવું પડશે. આરબ દેશો ભલે પોતાની જાતને ઈસ્લામિક કહેવડાવે, પણ એમણે તેલના કૂવાઓમાંથી પેટ્રોલ કાઢવા માટે પશ્ચિમના નિષ્ણાંતોને બોલાવવા પડે છે અને મોટાભાગના શ્રમિકો ભારતથી લાવવા પડે છે. આજના બદલાતા વિષયમાં કોઈ દેશને કોઈ એક ધર્મ કે કોઈ એક વિચારધારા ઉપર અવલંબન રાખવું પોસાય તેમ જ નથી. વૈશ્વિકરણમાં આ જ સાચો તકાજો છે. ધર્મ કે ઉપવાસના પધ્ધતિને આધારે માણસ સંગઠન રચે છે, એની કોમ કે જ્ઞાાતિ બને, અને પછી એ એકમેકના સહકારને બદલે ઘર્ષણમાં પરોવાય અને આવા કહેવાતા ક્રિયાકાંડોના રક્ષણ માટે લડાઈઓ કરે. એ વિજ્ઞાાનના વિકાસની હરણફાળના યુગમાં અત્યંત બેહુદુ લાગે છે. આપણે દિવાળી આવે એટલે ઘરનો સાફસુફ કરીએ છીએ. કચરો અને જાળાં દૂર કરીએ છીએ. દરરોજ આપણા ઘરના ફર્નિચર યંત્રો, ટી.વી. રેફ્રીજરેટર પર જામી ગયેલી ધૂળ દુર કરીએ છીએ. પણ, મગજનમાં સદ્દીઓ પુરાણા વહેમો અને માન્યતાઓના જામી ગયેલા થરની બિલકુલ પરવા જ કરતા નથી! ઘરની ગંદકી તો સ્થૂળ અને ભૌતિક છે, પણ મગજની ગંદકી તો માનસિક છે અને ભારે નુકસાનકારક નીવડી શકે છે. મનમાં સતત બહારના વાતાવરણથી ચીલાચાલુ માન્યતાઓ, પૂર્વગ્રહો અને રૂઢિઓની ધુળ દાખલ થતી રહે છે. એને રોકવા માટેનું કોઈ ફિલ્ટર હજી શોધાયું નથી, પણ આપણી વૈચારિક દ્રષ્ટાંતો અને ભય તેમજ લાલચ મિશ્રિત ધર્મ આદેશોને એકવાર મનમાં પ્રવેશવા દીધા પછી એને હટાવવામાં નાંકે દમ આવી જશે. એકવાર આવી ધૂળ અને આવો કચરો જામી જાય પછી એને ઉખેડવા માટે વૈચારિક યજ્ઞાો પણ ઓછા પડે. થોડું પણ ખુલ્લુ મન હોય એવા માણસના મનનો કચરો દૂર થવાની શક્યતા રહે છે. પણ એકવાર મગજ અને મનના દરવાજા બંધ થયા, પછી બહારના તાજા વિચારો અંદર આવશે નહિં. અને અંદરની ધૂળ બહાર નીકળશે નહીં. ઘરમાં જેમ દવાની અવરજવર માટે 'વેન્ટલેશન'ની ચિંતા કરીએ છીએ, એમ મગજના 'વેન્ટીલેશન'નું ધ્યાન રાખીએ તો વિચારોની સ્થગિતતાના ગુલામ બનવાના ભયમાંથી નીકળી જઈએ.

ગુજરાત સમાચાર 26 Jun 2021 5:40 am

દેશમાં વર્ષે 47 અબજ ઇંડાનું ઉત્પાદન

- સંવેદના : મેનકા ગાંધી - સરકાર ઇંડા ખાવા માટે પ્રોત્સાહન આપે છે પણ પરંતુ તેની ક્વોલિટી બાબતે અંધારપટ જેવી સ્થિતિ છે. - વિદેશમાં જતા દરેક ઇંડા પર તે ક્યા પોલ્ટ્રી ફાર્મમાંથી આવ્યું છે તે લખવું પડે છે. જેથી તેના પર ચોંટેલા તત્વો બાબતે કંપનીને પૂછી શકાય. ભારતમાં એવી કોઇ વ્યવસ્થા નથી... - જે મરઘી છૂટથી ફરી હોય અને જમીન ખોતરીને જીવાત ખાતી હોય, તેંમજ જમીન પરની ઇયળો અને અનાજ વગેરે ખાતી હોેય તે મરઘી સૌથી સારું ઇંડુ આપી શકે છે સામાન્ય રીતે ઇંડાને સ્વિકાર્ય અને પ્રમાણભૂત સલામત ફૂડ ગણવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે ઇંડા વિવિધ જાતના હોય છે તો ક્ટલાક માને છે કે બધા ઇંડા ખાવા લાયક હોય છે. ઇંડાએ આલ્બ્યુમન, યોલ્ક અને કેલ્શિયમ કાર્બોનેટના શેલ વાળું હોય છે. ઇંડાની અંદરનું કુદરતી મટીરીયલમાં ફેરફાર કરીને કંપેઝીશન બદલવામાં આવે છે. ઉદાહરણ તરીકે જાપાનમાં ઓમેગા-થ્રી અને આયોડીન ઉંમેરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે ઇંડાની ગુણવત્તા મરઘીને કેવી રીતે રાખવામાં આવે છે અને ઇંડાના લેયરને કેવી રીતે સાચવવામાં આવે છે તે પર રહેલો છે. ઇંડા પર ઘણા પરિબળો અસર કરે છે જેમકે ઇંડુ બહાર આવે અને ત્યારપછીના પરિબળો. જેમાં હવામાન, મરઘીને શું ખવડાયું, મરઘીએ કેટલું પાણી પીધું, મરઘી દિવસ દરમ્યાન કેટલો સમય બહાર રહી, તેની આસપાસ સ્વચ્છતા કેવી હતી, તે કેવી રીતે શ્વાસ લે છે નો સમાવેશ થાય છે. આ પરિબળો પરથી ઇંડાની ગુણવત્તા નક્કી થતી હોય છે. તમારા ખાવાની પ્લેટ સુધી ઇંડુ આવે ત્યાં સુધી તેને કેવી રીતે સાચવવામાં આવે છે તે પર પણ ધ્યાન આપવામાં આવે છે. મોટા ભાગે મરઘીનું ઇંડુ છ ગ્રામ પ્રોટીન અને છ ગ્રામ ફેટ (ચરબી) હોય છે. આવી ગુણવત્તાવાળું ઇંડુ મેળવવા માટે મરઘીને સમતોલ આહાર આપવો પડે છે અને તેને રહેવાની જગ્યાં સ્વચ્છ હોવી જોઇએ. તોજ ઇંડામાં યેાગ્ય પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, વિટામીન્સ અને મિનરલ્સ મેળવી શકાય છે. ઇંડા આપતી મરઘી માટે તાજું પાણી, સ્વચ્છ પાણીની પણ જરૂર રહે છે. નિષ્ણાતો એમ કહે છે કે ૧૬ થી ૧૮ ટકા પ્રોટીન અને સાડાત્રણ ટકા જેટલું કેલ્શિયમને સમતોલ પ્રમાણ કહી શકાય. હકિકત એ છે કે ઇંડાનું કુદરતી કંપોઝીન બદલી શકાય છે એ ધંધાધારી પોલ્ટ્રી ફાર્મ વાળાઓએ કરી બતાવ્યું છે. જે મરઘી છૂટથી ફરી હોય અને જમીન ખોતરીને જીવાત ખાતી હોય, તેંમજ જમીન પરની ઇયળો અને અનાજ વગેરે ખાતી હોેય તે મરઘી સૌથી સારું ઇંડુ આપી શકે છે. મરઘીને આપવાના ખોરાકમાં કેમિકલ ભેળવીને આપવાથી ઇંડુ મોટું અને સુંદર લાગે છે તે તો ઠીક પણ તેનો આકાર પણ સારો લાગે છે. તમે બજારમાંથી જે ઇંડા ખરીદો છો તે આવી મરઘીના નથી હોતા. પોલ્ટ્રી ફાર્મ વાળાઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે મરઘીને ખીચોખીચ ભરી રાખે છે, નથી તો તેમને કોઇ સૂર્ય પ્રકાશ મળતો કે નથી તેમની જગ્યા પર સ્વચ્છતા હોતી. તેમને વધુ ને વધુ એન્ટિબાયોટિક્સ આપવાનુ ફાર્મવાળા કાયમી સ્તરે કરી રહ્યા છે. તેમને સતત લાઇટ વાળા અજવાળામાં રખાય છે તેથી તે વધુ ઇંડા આપે. આવા તંગ વાતાવરણ અને ગંદી જગ્યા પર રહેતી મરઘી સારા ઇંડા કેવી રીતે આપે? આમ પણ, ભારતમાં ઇંડાની ગુણવત્તા બહુ સારી નથી હોતી. વિશ્વમાં ભારતના પેાલ્ટ્રી ઉત્પાદકો સૌથી ખરાબ છે તે લોકો મરઘીના આરોગ્યનું ધ્યાન નથી રાખતા કે નથી કોઇ સલામતીના ધેરણો અપનાવતા. આમ તે, લોકોના આરોગ્યની પણ ચિંતા નથી કરતા. આવા ફાર્મની તપાસ કરવામાં આવી ત્યારે તોે મરઘીને આડેધડ ખોરાક ્અપાતો હતો. મરઘી પોતાની અગાર(સ્ટૂલ-યુરીન) પરજ ઉભી રહેતી હતી કેમકે તેમને મુવમેન્ટ માટે કોઇ જગ્યાજ નહોતી અપાઇ, તેમના આસપાસ કરોળીયાના જાળા જોવા મળ્યા હતા. તેમના પીંજરા જીવાત અને કિડી મંકોડાથી ઉભરાતા હોય છે.જેના કારણે મરઘી બિમાર રહે છે અને તેથી ઇંડામાંના પોષક તત્વો નાશ પામે છે. સ્વચ્છતા વિહોણું વાતાવરણ, ક્વોલિટી કંટ્રોલના ધંાધિયા વગેરેના કારણે ઇંડા પોષક તત્વો વિહોણા બહાર આવે છે. વિશ્વમાં ઇંડા ઉત્પાદન કરતો ત્રીજા નંબરનો દેશ ભારત છે. દેશમાં વર્ષે ૪૭ અબજ ઇંડાનું ઉત્પાદન થતું હોવા છતાં તેની ક્વોલિટી માટે કોઇ વૈશ્વિક ધોરણો અપનાવાતા નથી. અનેક વાર ઇંડાની નિકાસ અટકે છે કેમકે ઇંડાના કોચલાની બહાર અને અંદર કેમિકલ્સ જોવા મળે છે. જો ઇંડાનું લેયર પાતળું હોય તો સમજવું કે મરઘી બિમાર હશે. તે બ્રોન્કાઇટીસ કે એવિયન ઇન્ફ્લ્યુએન્ઝા જેવા રોગથી પીડાતી હશે. જ્યારે ઇંડા આપતી મરઘી બહુ ટેન્શનમાં હોય ત્યારે સમજવું કે તેના ઇંડાનું કોચલું પાતળું હોય છે. ઇંડામાં ફોસ્ફરસ,વિટામીન ઓ, બી-૬, બી-૧૨,ફોલિક એસિડ, થિયામીન અને વિટામીન-ડી હોવા જોઇએ. પોલ્ટ્રી ફાર્મ વાળા બધી મરઘીઓને સતત લાઇટમાં રાખતા હોઇ તેનો ખોરાક ઓછો થઇ જાય છે. તેના કારણે તેનો ખોરાક ઓછો થઇ જાય છે એેટલે ખોરાકમાં કેલ્સિયમ જતું નથી જેના કારણે ઇંડાની ઉપરનું કોચલું બરાબર બનતું નથી. માંદલી મરઘીમાં વિટામીન ડી પણ ઓછું થઇ જાય છે. નાના પાંજરામાં તેને ફરવાની જગ્યા નહીં હોવાના કારણે તેનામાં ચરબી વધારતાં તત્વો વધે છે. તેના કારણે ઇંડાનો અંદરનો ભાગ તંદુરસ્ત નથી રહેતો. મરઘી શું ખાય છે તે બહુ મહત્વનું છે. દરેક હાઇબ્રીડને અલગ ખોરાક આપવો જોઇએ જે ભારતમાં શક્ય નથી. તેમને પોષણ વિનાનો ખોરાક ખવડાય છે પછી પોષણ આપી શકે એવા ઇંડાની આશા કેવી રીતે રાખી શકાય? જ્યારે તમે ઇંડુ ખાવ છો ત્યારે મરઘીને આપેલા એન્ટીબાયોટિક્સ પણ તમારા પેટમાં જાય છે.ઇંડા તૈયાર થયા પછી તેને માર્કેટમાં પહોંચાડતી વખતે પણ તેમાં બગાડ થાય છે. જેમકે ૬ ટકા જેટલા ઇંડા તૂટી જાય છે, કોચલાની તિરાડમાંથી બહાર રસ ઝર્યા કરે છે. જે બાકીના ઇંડાઓને પણ બગાડે છે. જેના કારણે તેના ઉપર ડસ્ટ ચોંટી જાય છે. આવા કોચલામાંથી ઝરતા રસ પર hexaxhlorocyclohexane (HCH) અને hexaxhlorocyclohexane (HCH) જેવા પ્રતિબંધિત રાસાયણિક ખાતરોના અવશેષો પણ ચોંટેલા જોવા મળે છે. આવા કેમિકલ્સ માનવ જાત માટે બહુ જોખમી છે. વિદેશમાં જતા દરેક ઇંડા પર તે ક્યા પોલ્ટ્રી ફાર્મમાંથી આવ્યું છે તે લખવું પડે છે. જેથી તેના પર ચોંટેલા તત્વો બાબતે કંપનીને પૂછી શકાય. ભારતમાં એવી કોઇ વ્યવસ્થા નથી, સરકાર ઇંડા ખાવા માટે પ્રોત્સાહન આપે છે પણ પરંતુ તેની ક્વેાલિટી બાબતે અંધારપટ જેવી સ્થિતિ છે. આ ફૂડ સેફ્ટીનો મુદ્દો છે સરકારે વિચારવું જોઇએ.

ગુજરાત સમાચાર 21 Jun 2021 2:30 am

કેટલીક ઘટનાઓ અંધવિશ્વાસથી પ્રેરિત છે

- વિચાર વિહાર- યાસીન દલાલ - મનુષ્યની કુતૂહલવૃત્તિ અને જીજ્ઞાાસા આવી વાતોને કોઈ જાતની ચકાસણી કે આધાર વિના સાચું માની લેવા પ્રેરે છે. ચકાસણીમાં મોટેભાગે આવી વાતો ખોટી પૂરવાર થાય છે આપણા દેશમાં ઠેર-ઠેર અંધશ્રધ્ધાનું સામ્રાજય હોય છે. એકવીસમી સદીમાં આવું ઠેરઠેર દેખાય ત્યારે અફસોસ થાય. આખી દુનિયા ૨૧મી સદીમાં પહોંચી ગઈ ત્યારે આપણે હજી ૧૩મી અને ૧૪મી સદીમાં જીવીએ છીએ. કોઈ પૂછે ત્યારે ભારત વિષે એવું કહેવાય છે કે, આતો ભૂતપ્રેતનો અને મદારીઓનો દેશછે. ભારતના એક મંદિરમાં લોકોની લાંબી લાઈન જોવા મળી. એ લોકો એમ કહેતા હતા કે આ મંદિરનું પાણી પીવાથી કોરોના મટી જશે. મધ્યપ્રદેશના ઓડરમા નામનું ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે. અને તાલુકા મથક છે. આ ગામમાં કેટલાક અધિકારી ઓના સરકારી બંગલા આવેલા છે. લાખો કરોડોના ખર્ચે બંધાયેલા આ બંગલામાં કોઈ અધિકારી રહેવા જતું નથી. ગામમાં વરસોથી એવી વાયકા ચાલે છે કે આ બધા બંગલાઓમાં ભૂત થાય છે. આ બંગલાઓમાં ભૂતકાલમાં જે સાહેબો રહેતા હતા એમનું પણ કહેવું આ જ છે. એમના નોકરો પણ કહે છે કે રાત્રે આ વિસ્તારમાં ભૂતપ્રેત દેખાય છે. અને દૂર દૂરથી ડરામણા અવાજો સંભળાય છે. આ વિસ્તારમાં આદિવાસી અને ગ્રામ્ય અશિક્ષિત વર્ગની બહુમતી છે. વરસોથી આ બંગલાઓ ખાલી રહેતા હતાં. દિવસોની તપાસ પછી એમને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં વરસોથી નકસલવાદીઓના અડ્ડા ચાલે છે. એ લોકો અવારનવાર આ બંગલાઓની આસપાસ વેશ પલ્ટો કરીને ભૂત થઈન ેઆવે છે. અને જાતજાતની ચીચીયારીઓ પાડીને આખા વિસ્તારમાં ભય ફેલાવે છે. જેથી અહીંયા અધિકારીઓ દૂર ભાગી જાય અને નકસલવાદીઓ મોકળાશથી પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી શકે. આમ ચકાસણીના અંતે કંઈક જુદું જ રહસ્ય જાણવા મળ્યું. આવી અનેક દંતકથાઓ દેશ અને દુનિયામાં ફરતી રહે છે. થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશમાં ચીનની સરહદે આવેલા એક બૌધ્ધ મઠમાં એક લામાની મમી મૂકાઈ હતી. આ મમીને કાચના બોક્ષમાં મૂકવામાં આવી છે. લોકવાયકા એવી છે કે, ૧૯૭૫માં પુરાતત્વ ખાતું ખોદકામ કરતું હતું. ત્યારે જમીનમાંથી આ મમી મળી આવેલી પુરાતત્વ ખાતાએ એને આ મઠ સુધી પહોંચાડી પછી મઠના અનુયાયીઓએ આ શબને એક કાચની પેટીમાં મૂકી દીધું છે. અને મઠમાં દર્શન માટે રાખ્યું. દરરોજ હજારો લોકો અહીં દર્શને આવે છે. ધીમે ધીમે એવી અફવા ફેલાઈ કે આ મમીના નખ અને વાળ વધે છે. દરરોજ જોનારા લોકો આ વાતની સાક્ષી પૂરે છે. ધીમે ધીમે આ ઘટના અને એનું કુતુહલ દૂર સુધી ફેલાઈ ગયું. એક ઈતિહાસકારે એમ કહ્યું કે આમ થવું શક્ય જ નથી. મરેલા માણસના બધા અંગો મરી જાય છે. કોઈ અંગ એ પછી વિકસી શકે જ નહીં. જો એ માણસ જીવતો હોય તો જ એના અંગો વિકસી શકે. ઈતિહાસમાં અત્યાર સુધી આવી કોઈ ઘટના નોંધાઈ જ નથી. એ જ રીતે એક પુરાતત્વવિદ પણ કહે છે કે ઈજીપ્તમાં હજારો વર્ષ પહેલાંની મમી મળી આવે છે. પણ એને સાચવવા માટે એ લોકો જુદા જુદા રસાયણો એના શરીરમાં ભરી દે છે. પરિણામે એનું શબ મૂળ હાલતમાં આજે પણ સચવાય છે. પણ એનું શરીરનું કોઈ અંગ વિકસતું નથી. આ મઠમાં રાખેલું શબ કોઈ જાતના રસાયણો વિનાનું છે. અને રસાયણોવાળું હોય તો પણ એના અંગ વિકસે છે એ વાત માત્ર અફવા છે. પત્રકારો આ બાબતની ચકાસણી કરવા ગામ લોકોને મળ્યા પણ એમને માત્ર અફવાઓ જ સાંભળવા મળી. હિમાલયમાં વારંવાર એવી અફવા ઉઠે છે કે ત્યાં હિમ માનવ ઉર્ફે યતિ વસે છે. નેપાળમાં અનેકલોકો એવું માને છે કે હિમ માનવના પગલાં ઘણા લોકોએ જોયા છે. ૧૯૨૫માં આવા પગલાં પહેલીવાર જોવા મળ્યા હતાં. એ પછી એવરેસ્ટ ઉપર ચડનાર તેનસીંઘ અને હિલેરી જેવા અનેક સાહસવીરોને આ પગલાં દેખાયેલાં આ પછી તો આખી દુનિયામાં આ લોકવાયકા ફેલાઈ ગઈ. પણ હજી સુધી હિમ માનવને કોઈએ નજરે જોયો નથી. પ્રશ્ન એ છે કે હિમ માનવ હોય તો એકલદોકલ ન હોય. એની વસતી સારા એવા પ્રમાણમાં હોવી જોઈએ. બીજો પ્રશ્ન એ છે કે હિમાલય ઉપર માત્ર બરફ જ હોય છે તો આ હિમ માનવ ખોરાક કયાંથી મેળવતો હશે? તાજેતરમાં અમેરિકાની એક સંશોધક ટીમ સંશોધન માટે ત્યાં ગઈ અને ટીમના કેટલાક સભ્યોને દૂરથી હિમ માનવ દેખાયો એવો એમને દાવો છે. એ લોકો કહે છે કે અમે દૂરથી એક આકૃતિ ટેકરી ઉપરતી સરકતી જોઈ.એ બરફ ઉપરથી સરકી ગઈ. એ ચાલતી નહોતી. પ્રશ્ન એ છે કે ચાલતી નહોતી તો પછી અવારનવાર હિમ માનવના મોટા પગલાં કેમ દાખાય છે? સાચી વાત એ છે કે જે સાહસવીરો એવરેસ્ટ ચડવા જાય છે એમના પગલાં બરફનાં પડે જ પછી બરફ હોવાથી એ થોડા રેલાઈ જાય અને પગલાં થોડા મોટા થઈ જાય. વાસ્તવમાં આ એક ભ્રમણા જ છે. કેટલાક અંધશ્રધ્ધાળુઓ એમ માને છે કે આ પગલાં ઉપરથી હિમ માનવની ઉંચાઈ આઠ ફૂટ હોવી જોઈએ. પણ ફરીથી પ્રશ્ન એ થાય છે હિમ માનવના પગલાં દેખાય તો એ પોતે આખે આકો કેમ ન દેખાડ? તાજેતરમાં કેરળમાં પણ આવી જ એક ઘટના બની. ત્યાં ક્રિષ્ના મૂર્તિ નામના એક નાગરિકનો દાવો કે મે એક ગુફાની બહાર હિમ માનવ જેવા વિશાળ પ્રાણીના પગલાં જોયા છે. એના ફોટા એણે પાડયા. પણ એ પગના નિશાન તાજા નહોતા. એ પત્થર ઉપર પડેલા હતાં. એ કોઈ પ્રાણીના છે કે વિશાળકાય માણસના છે કે ગોરીલાના છે એ નક્કી થાય? અમેરિકામાં જેમ બિગ ફટની અફવા ઉડેલી એમ ઈન્ડોનેશિયા અને મલેશિયામાં લિટલ ફૂટની અફવા ઉડી હતી. અમેરિકાની અફવા પાછળ એક તરંગી માણસનું કાવત્રુ હતું. એણે એક બેકાર મિત્રને આ માટે તૈયાર કર્યો. આ મિત્ર માટે ખાસ બખ્તર બનાવડાવ્યું. જે ચિમ્પાઝીને મળતું આવતું હતું. એના બૂટ મોટા બનાવડાવ્યા એ માણસ દરરોજ નિર્જન સ્થળોમાં આંટા મારીને ભાગી જતો પરિણામે આસપાસના વિસ્તારોમાં એની ધાક બેસી ગઈ. વૈજ્ઞાાનિકોએ એના પગના નિશાનનો અભ્યાસ કર્યો અને જાત જાતના તર્ક વિતર્ક કરતાં રહ્યાં અંતે પેલા ભાઈ ઉપર એક નાગરિકે ગોળીબાર કર્યો અને એમાંથી એ માંડ છટકયો. પછી એણે આ છેતરપિંડી બંધ કરી દીધી. અને સ્વીકાર્યું એક મિત્ર પૈસા આપીન ેમારી પાસે આ કામ કરાવતો હતો. ઈન્ડોનેશિયામાં આનાથી વિરૂધ્ધ લિટલ ફટની દંતકથા ચાલે છે. કેટલાક લોકો આવા નાનકડાં પંજાના નિશાન જોયા હોવાનો દાવો કરે છે. પણ હજી સુધી આ અંગેના કોઈ પાકા પૂરાવા હાથ લાગ્યા નથી. દરમ્યાન ત્યાંના વૈજ્ઞાાનિકો અને પ્રયોગશાળાઓ આ મામલામાં ઉંડાં ઉતરીને તપાસ ચલાવી રહ્યાં છે. પણ આમાં પણ શક્યતા એળી છે કે, કોથળામાંથી બિલાડું નીકળ્યો. બિગ ફટની જેમ લિટલ ફૂટ પણ એક દંતકથા સાબિત થશે એવી માન્યતા છે. મેકયાવેલીના કહેવા મુજબ આંખ તો બધાને હોય છે. પણ દ્રષ્ટિ કોકને જ હોય છે. મનુષ્યની કુતૂહલવૃત્તિ અને જીજ્ઞાાસા આવી વાતોને કોઈ જાતની ચકાસણી કે આધાર વિના સાચું માની લેવા પ્રેરે છે. ચકાસણીમાં મોટેભાગે આવી વાતો ખોટી પૂરવાર થાય છે. પણ બાળપણથી ગળથૂંથીમાં આપણને શિખવાડવામાં આવ્યું છે કે, જીવનની કેટલીક ઘટનાઓ રહસ્યમય છે. આ રહસ્યમાંથી ભયથી લાગણી પેદા થાય છે. કોઈપણ માન્યતા રેશનલ એટલે કે બુધ્ધિગમ્ય ન હોય ત્યાં સુધી એને માનવી જોઈએ નહી. બિગ ફૂટ હોય કે લિટલ ફૂટ હોય કે પછી ઉડતી રકાબી હોય, આ બધી વાતો અફવા પૂરવાર થઈ છે. જો બીજા ગ્રહો ઉપરથી એ ગ્રહના માણસો પૃથ્વી ઉપર આવતા હોય તો એના પૂરાવા કેમ નથી મળતાં? પરગ્રહના વાસીઓ જયાં કોઈ માણસ ન હોય ત્યાં ઉતરીને અદ્રશ્ય કેમ થઈ જાય છે? આ પ્રશ્નો એવા છે કે જેનો જવાબ વૈજ્ઞાાનિકો જ આપી શકે અને વૈજ્ઞાાનિકોએ અત્યાર સુધી આનો રદિયો જ આપ્યો છે. માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો એને ત્યાં વાતાવરણ જ નથી એ સાબિત થઈ ગયું. હવે મંગળ ઉપર કદાચ પાણી છે. એવું અનુમાન થયું છે. પણ એ પૂરવાર ન થાય ત્યાં સુધી બધી અફવાઓ જ રહેવાની. હિમ માનવ પણ હજી સુધી કયાંય સદેહે દેખાયો નથી. માત્ર એના પગલાં ના નિશાન જ મળ્યા છે. સામાન્ય સમજ કહે છે કે બરફ થોડો ઘણો પીગળે એટલે આપોઆપ એ નિશાન મોટા થઈ જાય. આઈન્સ્ટાઈને કહ્યું હતું કે કશું ક અગોચર તત્વ જ સર્વોચ્ચ પ્રબુધ્ધતારૂપે તથા ઉજવલતમ સૌંદર્યરૂપે પ્રગટે છે. અને જેને આપણી નિર્બળ ઈન્દ્રિયો કેવલ પ્રાથમિક સ્વરૂપે જ પામી શકે છે. એ ખરેખર અસ્તિત્વ ધરાવે છે. એમ સમજવું ખોટું છે.

ગુજરાત સમાચાર 19 Jun 2021 5:40 am

એન્ટિબાયોટિક્સની જગ્યાએ મેગોટસ થેરાપી આવશે

- સંવેદના : મેનકા ગાંધી - વધુ ને વધુ લોકો એન્ટીબાયોટિક્સની અસર વિહોણા બની રહ્યા છે તેના કારણે ઇજાના ધા રૂજાતા નથી - ૨૦૨૧ના અંત સુધીમાં મેગોટ્સ જાતે બનાવી શકાય એવી સ્ટર્ટર કીટ રીસર્ચરો બનાવી રહ્યા છે તેના કારણે દૂર ગામડામાં રહેતા લોકોને પણ તે ઉપયોગી બની શકે - લાર્વા બેક્ટેરિયાને મારે છે. તે ધામાં જઇને નેચરલ એન્ટી બાયોટિક્સ તૈયાર કરે છે અને ઘાને બેક્ટેરિયાથી રક્ષણ આપે છે તેમજ હીલીંગ પૂરું પાડે છે વધુ ને વધુ લોકો એન્ટીબાયોટિક્સની અસર વિહોણા બની રહ્યા છે તેના કારણે ઓપરેશન કે અન્ય કારણોસર થયેલી ઇજાના ઘા રૂજાતા નથી એટલે દર્દીના બચવાના ચાન્સ ઓછા રહે છે. જેના કારણે સર્જનો હજારો વર્ષ જુની હિલીંગ ટેકનોલોજી મેગોટ થેરાપી કે બાયો સર્જરી તરફ તરફ વળ્યા છે. જેમાં જીવતા અને વાઇરસ વિનાના મેગોટ્સને ઇજાગ્રસ્ત ભાગ પર લગાડવામાં આવે છે. જે ઘાને સાફ કરે છે અને હિલીંગને વેગ આપે છે. માણસ કે પ્રાણીના ખુલ્લા ઘા પર માખીઓ ઇંડા મુકે છે. આ ઇંડામાંથી નિકળતા લાર્વાની અંદરની પેશીઓ ખાવાની શરૂ કરે છે. મેગોટસ થેરાપીમાં આવીજ માખી વપરાય છે. આ થેરાપીમાં વપરાતી માખી ગ્રીન બોટલ ફ્લાય (લુસીલીયા સેરીકેટા) તરીકે ઓળખાય છે. આ થેરાપીમાં નોર્ધન બ્લો ફલાય(પ્રોટોફોર્મીયા ટેરાઇનોવી) વપરાય છે. એક સ્કેવર સેન્ટીમિટરના ઘા પરની સપાટી પર ૫-૧૦ લાર્વાનો ડોઝ વપરાય છે. તેના પર ડ્રેસીંગ કરીને ૪૮-૭૨ કલાક માટે રખાય છે. મેડિકલ મોગોટ્સની ખાસિયત એ હોય છે કે તે તંદુરસ્ત ટીસ્યુને પોષણ આપે છે અને ઘાની અંદર ફરીને તેને સાફ રાખે છે. ડોક્ટરોેએ નોંધ્યું છે કે મોટી સંખ્યામાં રહેલા નાના મેગોટ્સ ઘાને વ્યવસ્થિત રીતે સાફ કરી નાખે છે. તેમાંના બેક્ટેરિયાનોે નાશ કરે છે. સર્જન ઘાને જે રીતે સાફ કરે છે તેજ રીતે તે પણ કરે છે. લાર્વા બેક્ટેરિયાને મારે છે. તે ઘામાં જઇને નેચરલ એન્ટી બાયોટિક્સ તૈયાર કરે છે અને ઘાને બેક્ટેરિયાથી રક્ષણ આપે છે તેમજ હીલીંગ પુરું પાડે છે. જેમ જેમ તે ઘામાંનો બગાડ ખાય છે એમ મોટા થતા જાય છે એટલે તેને બે દિવસમાં બહાર કાઢી નખાય છે. લાર્વા બેક્ટેરિયાને મારી નાખે છે. તે એન્ટી બાયોટિક્સ જેવા એજન્ટ ઉભા કરે છે તેમાંથી બેક્ટેરીયાને ંમારે એવા પ્રવાહી ઝરે છે. તે એમેનિયા પણ છોડે છે જેથી ઘા વધુ આલ્કલાઇન બને છે. અભ્યાસ પરથી જણાયું છે કે મેગોટ્સ પેથોજનિક બેક્ટેરિયા મારે છે જેમાં મિથેસિલીન, સ્ટેફાયલોકોકસ, વગેરેનો સમાવેશ થાય છે. બેક્ટેરિયાને હટાવીને તે બીજી તંદુરસ્ત પેશીઓને વધુ વિકસવા દે છે. આવી વિકસતી પેશીઓ પગમાંના ચાંદા, ડાયાબીટીસ વાળો પગ, ઓસ્ટીયો માયલીટીસ, ઘા પર થયેલા ઇન્ફેક્શન વગેરેમાં ઉપયોગી બની રહે છે. ફ્રાન્સના ડોક્ટર ઓમ્બોરોઇસ પેરે પ્રથમ એવા ડોક્ટર હતા કે જેમણે નોંધ્યું હતું કે ઘા પર લાર્વા ઉપયોગી બને છે. નેપોલિયનના સર્જન બેરોન ડોમિનિક જીન લેરીએ નેપોલિયનના લશ્કરના અનેક સૈનિકોને મેગોટસની સારવાર હેઠળ રાખ્યા હતા. અમેરિકાની સિવિલ વોર દરમ્યાન મરિલેન્ડ ખાતે પ્રથમવાર જ્હોન ફોર્નીએ મેગોટ્સના ઉપયોગથી કરેલા સારવારને દસ્તાવેજ સાથે મુકી હતી. તેમણે એ લખ્યું હતું કે વર્જીનીયા ખાતે ડેનવેલી હોસ્પિટલમાં મારી સર્વિસ દરમ્યાન હોસ્પિટલમાં આવતા ગેંગરીનના કેસોમાં હું મેગોટ્સ વાપરતો હતો. પહેલા દિવસેજ ધા સાફ થઇ ગયો હતો. સેપ્ટીકેમિયા સિવાય બધાજ કેસોમાં મેં તેનો ઉપયોગ કર્યો હતો અને અસરકારક પરિણામો મેળવ્યા હતા. જો કે તેની સાથે એવી પણ માન્યતા હતી કે મેગોટ્સ ગંદા હોય છે અને ચેપગ્રસ્ત હોય છે. ૧૯મી સદીના અંત સુધીમાં ભાગ્યેજ કોઇ એવો ડોક્ટર હશે કે જેણે માખીઓના લાર્વાનો ઉપયોગ ના કર્યો હોય. પ્રથમ વિશ્વ યુધ્ધ દરમ્યાન ખુલ્લા ઘાના કારણે મૃત્યુ પામનાર સૈનિકોની ટકાવારી ૭૦ ટકા જેટલી વધી હતી. ત્યારે એન્ટિસેપ્ટીકની કોઇ દવાઓ કામ નહોતી કરતી. ત્યારે ૧૯૧૭માં ફ્રાન્સના લશ્કરના સર્જને વિલિયમ બેરે પેટ પરના ઘા અને ખુલ્લા ફ્રેક્ચર પર મેગોટ્સનો ઉપયોગ કર્યો હતો. યુધ્ધ પછી તે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં ઓર્થોપેડિક સર્જન બન્યા હતા. ૧૯૨૯થી તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી તે નિષ્ફળ ગયેલા કેસોમાં પણ મેગોટ્સનો ઉપયોગ કરતા હતા. ૧૯૩૧માં તેમણે ઘા ઉપર મેગોટ્સની ્અસર પર એક સાયન્ટિફિક અભ્યાસ પ્રસિધ્ધ કર્યો હતો. દર્દી કે સ્ટાફને કંઇ અજુગતું ના લાગે એટલે બેન્ડેજનો ઉપયોગ કરાયો હતો.૩૦ અને ૪૦ના દાયકામાં મેગોટ થેરાપીની બોલબાલા હતી. ૧૦૦૦થી વધુ અમેરિકન, કેનડીયન અને યુરોપની હોસ્પિટલોએ મેગેાટ થેરાપીને અમલમાં મુકી હતી. લેડરલી ફાર્માસ્યુટીકલ નામની કંપનીએ સર્જીકલ મેગેાટ્સ વેચતી હતી. પછી પેનેસિલીન અને અન્ય એન્ટિબાયોટિકસ આવતાં ડોક્ટરોએ મેગોટ્સ થેરાપીને પડતી મુકી હતી. ૧૯૫૦ સુધીમાં તો મેગેાટ્સ સાવ ભૂલાઇ ગઇ હતી. ૧૯૮૦ના દાયકામાં લાખો દર્દીઓ પેનેસિલીન અને અન્ય એન્ટિબાયોટિક્સની અસર વિહોણા બનવા લાગ્યા હતા. એટલે અલ્સર, ડાયાબીટીસ ફૂટ જેવા કેસો મોટા પાયે બનવા લાગ્યા હતા. વર્ષે ઓછામાં ઓછા ૭૦,૦૦ લોકોના પગ કપાવવા પડતા હતા. જે લોકોના ખુલ્લા ઘા પર એન્ટિબાયોટિક્સની અસર નથી થતી એવા લોકો પર મેગોટ્સ થેરાપી અપનાવવાની શરૂઆત ૧૯૮૯માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ડો.રોનાલ્ડ શેરમેન અને એડવર્ડ પીચરે કરી હતી. તેમણે નોંધ્યું હતું કે થેરાપી અસરકારક છે અને ચારેક અઠવાડીયામાં ઘા રુજવા લાગે છે. યુ.કેમાં સર્જન જ્હોન ચર્ચ અને સ્ટીફન થોમસે બાયો સર્જીકલ યુનિટ ઉભું કર્યું હતું અને સ્ટરાઇલ લાર્વા વહેંચવા શરૂ કર્યા હતા. ૧૯૯૬માં બાયોથેરાપી પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ હતી. જેના પગલે ઇન્ટરનેશનલ બાયોથેરાપી સોસાયટી બની હતી. ૨૦૦૪માં એફડીએ દ્રારા અમેરિકામાં મેડિકલ ડિવાઇસમાં મેગોટ્સનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી હતી. જેનો ઉપયોગ અલ્સર અને નહીં રૂજાતા ઘા પર સારવાર કરી શકાતી હતી. યુ.કેની સરકારે સિરિયા,યેમન અને દક્ષિણ સુદાનના યુધ્ધગ્રસ્ત વિસ્તારો માટે ૨,૫૦૦૦ ડોલરનો (૧૯૬૦૦૦ પાઉન્ડ) ખર્ચ કર્યો હતો અને ગ્રીન મેગોટ્સ મોકલી આપ્યા હતા. યુ.કેએ પ્રોજેક્ટ મેગોટ્સ માટે અન્ય મેગોટ્સ લોકેશનો પણ ઉભા કર્યા હતા. જ્યારે માંખી ઇંડા મુકે છે ત્યારે તેને સ્ટરાઇલ કરીને એક બે દિવસ માટે ઇનક્યુબેટરમાં મુકાય છે. જ્યારે મેગોટ્સને સીધા જ ઘા પર મુકાય છે ત્યારે કે બાયો બેગ્સમાં મુકીને ઘા પર મુકાય છે. કહે છે કે ૨૦૨૧ના અંત સુધીમાં મેગોટ્સ જાતે બનાવી શકાય એવી સ્ટર્ટર કીટ રીસર્ચરો બનાવી રહ્યા છે તેના કારણે દુર ગામડામાં રહેતા લોકોને પણ તે ઉપયોગી બની શકે. માણસ સિવાયના પૃથ્વી પરના દરેક જીવો ઉપયોગી છે.

ગુજરાત સમાચાર 14 Jun 2021 5:30 am

સમગ્ર દેશને પજવતી પાણીની સમસ્યા

- વિચાર વિહાર- યાસીન દલાલ - પ્રશ્ન પાણીની પ્રાપ્યતાનો નથી પણ એના સંગ્રહનો અને સંગ્રહેલા પાણીના વપરાશનો છે. આઝાદી પછી સરકારોએ પાણીની સમસ્યા ઉપર ધ્યાન જ નથી આપ્યું શહેર હોય કે ગામડું, બધેય પાણીનો પ્રશ્ન ઉગ્ર છે. હમણા વાવાઝોડાનો ૭૦% ભાગ પાણીથી ભરેલો છે. માત્ર ૩૦% ભાગમાં સુકી જમીન આવેલી છે. આ ૭૦% માંથી ૯૦% ભાગમાં સમુદ્રનું જળ છે. બાકીનાં ત્રણ ટકામાં મીઠું પાણી છે. એનાથી ઉલટી પરિસ્થિતિ હોત તો માણસે પાણીની તંગીનો સામનો કરવો જ ન પડત એમાંય રસપ્રદ વાત એ છે કે ૩% પાણી પ્રાપ્ય છે. એમાંથી ૧૯% બે ધુ્રવોમાં તેમજ પહાડો પર બરફ સ્વરૂપે રહેલું છે. બાકીનાં ૨૧% માંથી ૨૦% પાતાળમાં ભુગર્ભ જળ સ્વરૂપે સંઘરાયેલું છે. ફક્ત ૯% પાણી સપાટી ઉપરનાં પાણી તરીકે પ્રાપ્ય છે. આ પ્રાપ્ય પાણીમાં પણ ૫૨% સરોવરમાં રહેલું છે. ૩૮% જમીનમાં ભેજ તરીકે રહેલું છે. ૮% વાતાવરણના ભેજ તરીકે રહેલું છે. માત્ર ૧% પાણી નદીઓમાં રહેલું છે. બીજા શબ્દોમાં પૃથ્વીની કુલ જળસંપત્તિનો એકસોમાં ભાગ જ માણસના ઉપયોગ માટે પ્રાપ્ય છે. આમાંથી પણ બધું પાણી પૃથ્વી ઉપરથી એકસરખા ભાગમાં વહેચાયેલું નથી. દુનિયાની વસ્તીની વાત કરીએ તો ૨/૩ વસ્તી એવી જગ્યાએ વસે છે જયાં પૃથ્વીને માત્ર ૧/૪ જ વરસાદ પડે છે. ભારતની વાત કરીએ તો ચેરાપુંજીમાં ૪૦૦ ઈંચ વરસાદ પડે છે. અને સૌરાષ્ટ્ર - કચ્છમાં માત્ર ૧૫ થી ૨૦ ઈંચ વરસાદ પડે છે. ભારતમાં જોવા મળતા વૈવિધ્યમાં આ વૈવિધ્ય પણ નોંધપાત્ર છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્રમાં કાયમી દૂકાળ જેવી સ્થિતિ પ્રવર્તે છે. ત્યારે ઉત્તરભારતમાં દરવર્ષે ભારે વરસાદને કારણે પ્રચંડ પૂર આવે છે. ત્યારે બીજી બાજુ યુ.પી. બિહાર અને બંગાળમાં દરવર્ષે પૂરમાં સેંકડો માણસો તણાઈ જાય છે. હજારો માણસો બેઘર બને છે. કરોડો રૂપિયાની સંપત્તિને નુકશાન થાય છે. દેશની ૪૦% વસ્તી ગરીબીની રેખા નીચે જીવે છે. આ વસ્તી પાસે રહેવા માટે પાકું મકાન પણ હોતું નથી. પરિણામે પૂરની પરિસ્થિતિનો એ લોકો સામનો કરી શકવાની સ્થિતિમાં જ નથી. વિશ્વનો વિચાર કરીએ તો અમેરિકામાં પણ કેલીફોર્નિયા જેવા રાજયોમાં વર્ષે માત્ર ૧૦થી ૧૫ ઈંચ વરસાદ પડે છે. અને છતાં ત્યાં દૂકાળ પડતો નથી. મનુષ્યનાં પ્રચંડ પુરુષાર્થને લીધે આ શક્ય બન્યું છે. આપણા દેશને આઝાદીને અડધી સદીથી વધુ સમય વિતી ગયો હોવા છતાં ય પાણીની બાબતમાં આજે પણ અરાજકતા જેવી સ્થિતિ જોવા મળે છે. આઝાદી પછી સરકારે આ અત્યંત ગંભીર પ્રશ્નમાં કશો રસ લીધો નહીં. બીજીબાજુ દેશની વસ્તી સતત વધતી રહી. નવા નવા ઉદ્યોગો સ્થપાતા રહ્યા મહાનગરો આજે વસ્તીથી ઉભરાઈ રહ્યાં છે. પરિણામે ભુગર્ભમાંથી જળ ખેંચવાની માત્રા એકદમ જ વધી ગઈ છે. એની આડઅસર રૂપે ભુગર્ભમાં પાણીનું તળ સતત નીચું ઉતરી ગયું છે. એને પરિણામ રૂપે શહેરોમાં પીવાના પાણીનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ બની રહ્યો છે. આઝાદી પહેલાં દેશભરમાં જળનો સંગ્રહ કરવાની ઘણી દેશી પધ્ધતિઓ વપરાતી હતી. મોટા મોટા ઘરોમાં ભૂગર્ભમાં પાણીનાં મોટાં ટાંકા બનાવાતા હતાં. અમદાવાદથી માંડીને પોરબંદર સુધી આ પધ્ધતિ હતી. ટાંકા ભુગર્ભમાં હોવાથી એમાં તડકો પ્રવેશી શક્તો નહીં. પરિણામે પાણીનું બાષ્પીભવન પણ થઈ શકે નહીં. અને જીવાત પણ ઉત્પન્ન થઈ શકે નહીં. ચોમાસામાં વરસાદનું પાણી ભૂંગળા દ્વારા ટાંકામાં ઉતારી લેવાય મોટા ટાંકા ભાગ્યે જ કયાંક જોવા મળે છે. સ્વતંત્ર ટેનામેન્ટને બદલે ઠેરઠેર ફલેટ ઉભા થઈ ગયા છે. સરકાર પણ પાણી સંઘરવાની આ જૂની પધ્ધતિઓ તરફ બિલકુલ ધ્યાન આપીત જ નથી. અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં મોટાભાગનાં મકાનોમાં આવા ટાંકા આવેલા હતાં. સોસાયટીઓમાં સામુહિક ટાંકા પણ ઉભા કરી શકાય. એ જમાનામાં દરેક શહેરમાં બે પાંચ તળાવ પણ આવેલાં હતાં. વડોદરાથી માંડીને જામનગર સુધીના શહેરોમાં આજે પણ આવાં તળાવો જોવા મળે છે. તળાવ બાંધવાનો એક ફાયદો એ પણ છે કે એને લીધે આજુબાજુની સેંકડો એકર જમીનમાં પાણીના ંતળ ઊંચા આવે. એજ રીતે એક જમાનામાં ગામોગામ કૂવા પણ જોવા મળતાં હતાં એ સમયના રાજાઓ પણ ગામેગામ કૂવા બંધાવતા અથવા તળાવ ખોદાવતા કૂવા અને બોરને રીચાર્જ કરવાની પધ્ધતિઓ પણ અમલમાં આવી ચૂકી છે. સૌરાષ્ટ્ર - કચ્છની ભૌગોલિક રચના ઉંધી રકાબી જેવી છે. એને લીધે ત્યાં દર વર્ષે ૧૯ લાખ હેકટર મીટર પાણી દરિયામા ંજતું રહે છે. આ પાણીને રોકીને એ સંગ્રહી લેવામાં આવે તો પાણીની તંગી ઘણે ખરે અંશે હળવી થઈ જાય. દરિયામાં જતું પાણી અડધું રોકી શકાય તો પણ એટલાં પ્રમાણમાં જમીનની સિંચાઈ ક્ષમતા વધારી શકાય. આની માટે વ્હોકળા, નદીઓ પર નાના બંધ, પાળા અથવા ચેકડેમો બાંધીને પાણીનો સંગ્રહ કરી શકાય. દુનિયામાં લોકો દરરોજ પચ્ચીસ અબજ ગેલન જેટલાં પાણીનો ઉપયોગ કરે છે. તેમાંથી પીવા માટે માત્ર ૧૦% પાણી જ વપરાય છે. બાકીનો ૭૭% ભાગ ખેતીમાં વપરાય છે. એ સીવાયનું પાણી કારખાનાઓમાં વપરાય છે. એક ટન જેટલા તેલનાં ઉત્પાદન માટે દસ ઘન મીટર પાણીની જરૂર પડે છે. એક ટન પોલાદનાં ઉત્પાદનમાં વીસ ઘન મીટર પાણી જોઈએ છે. એક ટન સિમેન્ટ બનાવવા માટે પાંત્રીસ હજાર લીટર પાણી જોઈએ. પ્રશ્ન પાણીની પ્રાપ્યતાનો નથી પણ એનાં સંગ્રહનો અને સંગ્રહેલા પાણીનાં યોગ્ય વપરાશનો છે. યુનોના અંદાજ મુજબ વ્યક્તિ દીઠ દૈનિક સવાસો લીટર પાણી જરૂરી છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ વીસ ઈંચ વરસાદ પડે છે. એમાંથી માત્ર ૨૦% જથ્થો સંઘરી રાખવામાં આવે તો વર્ષે વ્યક્તિ દીઠ પંદરસો લીટર પાણી પ્રાપ્ત થઈ શકે. વરસાદને દર વરસે ઘટતા રહેવાનું એક કારણ એ છે કે દેશમાં જંગલો પણ આડેધડ કપાઈ રહ્યાં છે. જેમ જેમ જંગલો કપાઈ રહ્યા ંછે તેમ તેમ વરસાદ ઘટી રહ્યો છે. એમાં પણ રાજકારણીઓ અને બીજા હીત ધરાવતાં લોકો ગેરકાયદે જંગલો કાપીને લાકડું ચોરી જાય છે. એક બાજુ રાજકારણીઓએ આ પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. તો બીજી બાજુ સરકારે વૃક્ષા રોપણનો કાર્યક્રમ પણ મોટા પાયે હાથ ધરવો જોઈએ. સદભાગ્યે છેલ્લાં દાયકામાં આ અંગે ઠીક ઠીક જાગૃતિ આવી છે. પરંતુ હજી આ દિશામાં ઘણું કરવાનું બાકી છે. ગુજરાતમાં વરસાદની બાબતમાં પણ ભારે અસમાનતા પ્રવર્તે છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧૮૫ સે.મી. વરસાદ પડે છે. જયારે કચ્છમાં વરસાદનું પ્રમાણ માત્ર ૩૭૫ સે.મી. જેટલું છે. સમગ્ર રાજયમાં વ્યક્તિદીઠ વરસાદનું વાર્ષિક પ્રમાણ ૧૧૩૭ ઘનમીટર છે. એમાં પણ દક્ષિણ ગુજરાતમાં આ પ્રમાણ ૧૯૩૦ નું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં આ પ્રમાણ ૪૭૪ જેટલું છે. મતલબ કે સૌરાષ્ટ્રમાં પાણીની ઉપલબ્ધિ ૭૦% ની જરૂર સામે માત્ર ૩૦% છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ૩૦% જરૂર સામે ઉપલબ્ધિનું પ્રમાણ ૭૦% જેટલું છે. સૌરાષ્ટ્રના પેટાળમાં પાણીનો કુલ જથ્થો ૫.૭૦ લાખ હેકટર મિટરનો છે. તેમાંથી દર વરસે ૨.૯૦ લાખ હેકટર મિટર પાણી ખેંચવામાં આવે છે. કુદરતી વરસાદ દ્વારા માંડ ૨.૫૦ લાખ હેકટર મિટર પાણી જમીનમાં ઉતરે છે. આમ દર વરસે જમીનમાં પાણીના સંગ્રહમાં ૩૫થી ૪૦ હજાર હેકટર મીટર પાણીની ખેંચ રહે છે. પરિણામે દરવરસે જમીનનું તળ એકથી દોઢ મિટર ઊંડુ જતું જાય છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર ત્રણે બાજુથી દરિયાથી ઘેરાયેલું છે. આને લીધે દર વર્ષે દુનિયાનું ખારુ પાણી નદીઓના મીઠા પાણીમાં ભળે છે. પરિણામે સૌરાષ્ટ્રના કાંઠા પર આવેલા શહેરોમાં પીવાનું મીઠુ પાણી અદ્રશ્ય થતું જાય છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં પાણીના અનેક નાના મોટા ડેમ આવેલા છે. કેટલાક ડેમનું પાણી પીવા માટે અનામત રખાય છે. તો કેટલાંકનું પાણી સિંચાઈ માટે અનામત રખાય છે. શહેરોમાં પીવાના પાણીની તંગી ઉભી થાય ત્યારે સિંચાઈ માટેનું પાણી ના છૂટકે પીવા માટે વપરાય છે આને લીધે ગામડાં અને શહેરોની પ્રજા વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થાય છે. આ ઘર્ષણ નિવારવા માટે તાકીદના પગલાં લેવા જોઈએ અને પાણીની નીતિનું લાંબાગાળાનું આયોજન કરવું જોઇએ. આમ નહીં થાય તો ભવિષ્યમાં ભારે વિકટ સ્થિતિ સર્જાવાનો ભય છે. પાણીની સમસ્યા અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાત પુરતી મર્યાદિત લાગે છે. પણ ઉપર ઉલ્લેખ કર્યો તેમ ઉત્તરભારતમાં પણ ભૂગર્ભમાં પાણી ખૂટી રહ્યું છે. યુરોપમાં પણ પાણીની અછતની આગાહીઓ શરૂ થઈ ગઈ છે. પાણી અંગે વિશ્વના બધા દેશોની પરિષદો પણ યોજાવા માંડી છે. મોટા ભાગના લોકોને શુધ્ધ પાણી મળતું નથી. દર વરસે પ્રદુષિત પાણી પીવાને કારણે ૬ કરોડ લોકોના મોત થાય છે. આધુનિક જીવનશૈલીમાં પાણીનો વપરાશ વધુ થાય છે. આધુનિક શૈલીના બાથટબ હવે મોટાભાગમાં આવી ગયા છે. ખેતીમાં પણ ડાંગર અને શેરડીના પાકમાં પાણી ખૂબ વપરાય છે. આજે રાજયને અને દેશને જરૂર છે લાંબા ગાળાની જળનીતિની જો પાણીનો સમૂહચિત ઉપયોગ નહી કરાય તો આગામી વરસો અત્યંત કપરા હશે. ભુગર્ભ જળ સપાટી ઊંચે લાવવી પડશે, ગામેગામ ચેકડેમો બાંધવા પડશે અને કૂવા તથા તળાવો બાંધવાની જૂની પધ્ધતિ ફરીથી લાવવી પડશે.

ગુજરાત સમાચાર 12 Jun 2021 5:40 am

વેજીટેબલ જીલેટીન કેપસ્યુઅલ બનવા લાગી છે..

- સંવેદના : મેનકા ગાંધી નવા સંશોધનના કારણે ખોરાક માટે પ્રાણીઓની કતલ અટકશે અને તેમના પર યાતના નહીં ગુજારાય વિશ્વમાં ૪૦૦ મિલિયન જેટલા વેજીટેરીયન અને વિગન લોકો છે. હવે જ્યારે વેજીટેબલ જિલેટીન બનાવતી કંપની આવી છે ત્યારે તે કોઇ પણ શંકા રાખ્યા વગર કેપસ્યુઅલ ગળી શકશે... લાખો લોકો કેપસ્યુઅલ એટલા માટે નથી ખાતા કે તેનું જીલેટીન ગાય અને ડુક્કરના હાડકાના માવામાંથી બનાવાય છે. જીલેટીન એટલે કેપસ્યુઅલનું કવર. ખોરાકમાં લેવાની ચીજોના મોરચે નવા સમિકરણો રચાઇ રહ્યા છે. જોકે તેની વર્તમાન સિસ્ટમમાં કોઇ ફેરફાર નહીં થાય પણ જે કંઇ થશે તે અંતે તો પૃથ્વીને બચાવવા જ થઇ રહ્યું છે. પ્રાણીઓના માંસની જગ્યાએ સેલ મલ્ટીપ્લાય કરીને તૈયાર કરેલું માંસ આવી રહ્યું છે.જેના કારણે ખોરાક માટે પ્રાણીઓની કતલ અટકશે અને તેમના પર યાતના નહીં ગુજારાય. એવીજ રીતે દુધ બાબતે થઇ રહ્યું છે. એવીજ રીત મરઘી વિનાના યોલ્કસ એક કંપનીએ બનાવ્યા છે. આવો આજે જીલેટીન પર વાત કરીયે. છેલ્લા પાંચ વર્ષથી હું સરકાર પાસે એવો કાયદો લાવવા મથું છું કે ક્ેપસ્યુઅલનું જીલેટીન શાકાહારી હોવું જોઇએ. મારા જેવા લાખો લોકો કેપસ્યુઅલ એટલા માટે નથી ખાતા કે તેનું જીલેટીન ગાય અને ડુક્કરના હાડકાના માવામાંથી બનાવાય છે. જીલેટીન એટલે કેપસ્યુઅલનું કવર. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (ઘભય્ૈં) અનેક કમિટી બનાવી હતી. અનેક પ્રેઝન્ટેશન બનાવાયા હતા. અનેક મુદ્દે ચર્ચા થઇ હતી અને અંતે એવું નક્કી થયું હતું કે દરેક કેપ્સ્યુઅલ શાકાહારી હોવી જોઇએ. પરંતુ પછી તરતજ જિલેટીન ઉદ્યોગ વાળા સક્રીય થઇ ગયા હતા. જીલેટીન લોબી પ્રેસ વાળાને છાપવા મેટર આપવા લાગી હતી કે સરકાર દવાઓનો ભાવ વધારી દેવા માંગે છે. શાકાહાર વાળી કેપસ્યુઅલના વિરોધમાં જિલેટીન લોબીએ તેનો પાવર બતાવ્યો હતો. તેમણે એવું ચલાવે રાખ્યું હતું કે શાકાહારી કેપસ્યુઅફેરફાર લ મોંધી પડે જેથી દવાઓના ભાવો વધી જાય. આ બધી વાતો ખોટી હતી છતાં તે જીત્યા હતા. સરકારે એવો ઓર્ડર પાસ કર્યો હતો કે ચૂંટણીઓ પાસે હોવાથી આવા કોઇ ફેરફાર શક્ય નથી. ફરી મારે એક ડે એક ઘૂંટવો પડશે. આ કામ પાંચ વર્ષ પાછળ ધકેલાઇ ગયું હતું.મને આથી બહુ દુખ થયું હતું. જીલેટીન પદાર્થમાં કોઇ સ્મેલ નથી હોતી, તેનો કોઇ કલર નથી હોતો. પ્રાણીઓની ચામડી,હાડકાં,અને અંદરની માંસ પેશીઓને એસિડ કે આલ્કલાઇનમાં સાફ કરાય છે. ગાય અને ભૂંડના અંગોનો ઉપયોગ થાય છે. જીલેટીન ગરમ પાણીમાં ઓગળે છે. તેનો ઉપયોગ ચોકલેટ, ડેઝર્ટ, કેક બનાવવામાં વપરાય છે. ઓછી ફેટ વાળા ફૂડમાં તે ફેટ વધારવા વપરાય છે. તેનો ઉપયોગ સ્વિટ, ચોકલેટ,ડેઝર્ટ, કેક, જેલીસ વગેરે બનાવવમાં થાય છે. ફૂડ ્અને બિવરેજીસ જીલેટીનનું સૌથી મોટું માર્કેટ છે. ત્યારબાદ ન્યુટ્રાસ્યુટીકલ્સ(ડાયટરી સ્પ્લીમેન્ટ), ફાર્માસ્યુટીકલ્સ, ફોટોગ્રાફી અને ફેસક્રીમ,હેર સ્પ્રે,નેલ પોલીશ જેવા કોસ્મેટીક્સના માર્કેટનો વારો આવે છે. જેના કારણે આવી પ્રોડક્ટ થોડી મોંઘી પણ પડે છે. જીલેટીનના વિકલ્પ તરીકે અગાર-અગાર, પેક્ટીન, સ્ટાર્ચ વગેરે વપરાય છે. આ પદાર્થો મોંઘા પડતા હોઇ કંપનીઓ જીલેટીનનો ઉપયોગ કરે છે. પરંતુ ૨૦૧૫માં શરૂ થયેલી કંપની ગેલઝેને એનિમલ ફ્રી જીલેટીન શોધી કાઢી હતી. તેના કો-ફાઉન્ડર મોલીક્યુલર બાયોલોજીસ્ટ નિક ઓઝુનવો અને બેક્ટેરીયલ પેથોલોજીસ્ટ ભણેલા એલેકેસ લોરેસ્ટેની હતા. તેમના મનમાં એકજ પ્રશ્ન રહેતો હતો કે શા માટે મેડિસીનમાં સિન્થેટીક બાયોલોજીનો વપરાશ કેમ નથી કરાતો. આપણે હવે ડુક્કરને મારીને તેના પેનક્રીયાસમાંથી ઇન્સ્યુલીન કાઢવાની જરૂર નથી પડતી. ગેલ્ટર (અગાઉ તે ગેલઝન તરીકે ઓળખાતી હતી) કેલિફોર્નીયાની કંપની છે. આ કંપનીઓએ પ્રાણીઓ વિનાની જીલેટીન મુકીને મૂળ જીલેટીન માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો હતો. વિગન બ્યુટી માર્કેટમાં તે ઉપયોગી થઇ પડી હતી. ૨૦૧૮માં તેને ભઈઉ બ્યુટી ઇનોવેશન એવોર્ડ પણ મળ્યો હતો. ભઈઉ એટલે કોસ્મેટીક એક્ઝીક્યુટીવ વુમન. જેમાં ૮,૫૦૦ જેટલા બ્યુટી ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ છે જે માર્કેટમાં કઇ બેસ્ટ છે તે શોધે છે. સાનફ્રાન્સિસ્કો સ્થિત આ કંપનીને એનિમલ ફ્રી જિલેટીન માટેની મોટી ડિમાન્ડ મળવા લાગી હતી. પ્રાણીઓમાં કોલેજન (સાંધામાંનો માવો) તૈયાર કરીને તેને માઇક્રોબમાં ફેરવીને ગેલઝેન કંપનીએ સલામત, એનિમલ ફ્રી અને કિફાયત ભાવનું પર્યાવરણમાં મદદરૂપ એવી પ્રોડક્ટ બજારમાં મુકી હતી. ગેલઝેને પોતાની વેબસાઇટ પર ક્રૂઆલીટી ફ્રી જીલેટીન એમ લખ્યું હતું. પ્રાણીઓમાંથી કાઢેલા જીલેટીનના કારણે આર્થિક સમસ્યાઓ, પર્યાવરણની સમસ્યાઓ અને નૈતિકતાની સમસ્યાઓ ઉભી થતી હોય છે. ગેલઝન કંપનીમાં ઘણાએ રસ બતાવ્યો હતો અને રોકાણ પણ કર્યું હતું. મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે તે જે પ્રોડક્ટ મોંમા નાખીને ચગળતા ઉપરના સ્વિટ લેયરનો આનંદ ઉઠાવે છે તે હકીકતે ડુક્કરની અંદરની ચામડી છે એવી ખબર પડે તો તે આવી પ્રોડક્ટ ક્યારેય ના ખરીદે. જો આ લોકો માંસાહારી હોય તે પણ આવી પ્રોડક્ટ ના ખાય. તે માત્ર ધાર્મિક કારણોસર નહીં પણ પ્રાણીઓના રોગના કારણે આરોગ્ય માટે પણ ખતરનાક છે. શાકાહારી અને વિગન માર્કેટ વધી રહ્યું છે. વિગન માટે દરેકનો વિકલ્પ શોધાય છે. હાલમાં જીલેટીનનું માર્કેટ અંદાજે ત્રણ અબજ ડોલરનું છે. (હાલમાં એક કિલોનો ભાવ ૮ ડેાલર છે). એટલેજ કિંમતની દ્રષ્ટીએ પણ વિકલ્પ શોધાતો હતો. એપ્રિલ ૨૦૧૮માં એનિમલ ફ્રી કોલેજન શોધાયું ત્યારે (શ-ર્ભનનચયી) ૨૦૨૦ સુધીમાંં તેની જોઇતી ક્વોન્ટીટી મળી રહે તેવો પ્લાન કરાયો હતો. આમ પ્રાણીઓમાંથી મેળવાતા ખાદ્ય પ્રોટીન વગેરે જુનવાણી ભરી વાત બની જશે એમ લાગતું હતું. જો જીલેટીનનો વિકલ્પ આપતી કંપનીઓ એક સાથે પોતાનો માલ બજારમાં મુકવા તૈયાર થાય તો ૨૦ વર્ષ પછી લોકો એમ કહેવા લાગે કે આપણે શા માટે દવા તરીકે પણ બકરા કે અન્યનું માંસ ખાતા હતા? વિશ્વમાં ૪૦૦ મિલીયન જેટલા વેજીટેરીયન અને વિગન લોકો છે. હવે જ્યારે વેજીટેબલ જીલેટીન બનાવતી કંપની આવી છે ત્યારે તે કોઇ પણ શંકા રાખ્યા વગર કેપસ્યુઅલ ગળી શકશે.વેજીટેબલ જીલેટીન બનાવતી કંપનીનો સંપર્ક તમારે કરવો હોય તો ..Email : info@geltor.com

ગુજરાત સમાચાર 7 Jun 2021 5:30 am

વિગનને મળતા આવકારથી માંસાહારીઓ સ્તબ્ધ

- માંસાહારીઓ મારફતે વિગન અપનાવનારાની મશ્કરી થઇ રહી છે. જેમકu weird”, “arrogant”, “preachy”, “militant”, “uptight”, “stupid”, and – mysteriously – “sadistic..... - કેટલાક લોકો તે સોશ્યલ નેટવર્ક પર પણ શાકાહારીઓને વિગનના વિરોધી જોવા મળે છે. આવા લોકો એટલી બધી દલીલો કરે છે કે તમારો પ્રાણીઓ માટેનો પ્રેમ ભાંગીને ભુક્કો થઇ જાય... જ્યારે બ્રિટનની સૌથી મોટી બેકરી ગ્રેગ્સ વિગન સોસેજ રોલ માર્કેટમાં લાવી ત્યારે તેની ખૂબ ટીકા થઇ હતી. એક સિનીયર રિપોર્ટરે તેને સ્ટાલીનીસ્ટ કહ્યું હતું તો બીજાએ તેને ઉલટી થાય તેવા ગણાવ્યા હતા. આપણે ત્યાં આવી સમસ્યાઓ ભાગ્યેજ થાય છે કેમકે આપણે ત્યાં ટોચના લોકો જેવાંકે સમાજમાં, સમાચાર માધ્યમોમાં, સરકારમાં, સ્પોર્ટેસમાં કે ફિલ્મોમાં લોકો શાકાહારી છે. પરંતુ સમગ્ર વિશ્વમાં સેંકડો એવા વિગન અને વેજીટેરીયન તેમને થયેલા રૂઢીચુસ્તોની સાથે થયેલા વિચિત્ર અનુભવોની વાતો કરશે. એક અભ્યાસ અનુસાર અડધો અડધ શાકાહારીઓને તેમની સાથે ભેદ ભાવનો અનુભવ થયો હશે. જ્યારે દશ ટકા લોકો નોન વેજ નથી ખાતા એટલે તેમના માંસાહાર વાળા કુટુંબથી વિખુટા પડી ગયેલા છે. કેટલાક લોકોને તેમના ડાયટના કારણે જોબ નથી મળતી. વિગેનીઝમ વધતાં શા માટે માંસાહારીઓને જોખમ ઉભું થઇ રહ્યું હોય એમ લાગે છે તેજ ખબર નથી પડતી. મને લાગે છે કે આપણા સમાજ અને તેની સાથે સંકળાયેલા તમામ જીવો સાથે સજ્જન એપ્રોચથી સારું પર્યાવરણ અને સારું આરોગ્ય પુરું પાડી શકાય છે. પરંતુ સિક્કાની બીજી બાજુ પર નજર નાખવા જેવી છે. જે લોકો જીવોની બોડી રાંધીને ખાય છે એવા લોકો માટે નવા ફેરફાર ઉકળાટ ઉપજાવે એવા છે. ૨૦૧૯માં વિગન માર્કેટ અને વિગેનિઝમના વિરોધ કરનારાઓે ખિસકોલીને ડેડ બોડી ખાતા બતાવાતા હતા જેથી માંસ નહીં ખાનારાઓ આ જોઇને પસ્તાય. માસ ખાવું કે ના ખાવું તે એક તેજાબી ડિબેટ છે. એક વર્ગ પરંપરાગત રીતે માંસ ખાતો વર્ગ છે તો બીજો વર્ગ વિશ્વના તમામ લોકોના માંસ ખાતો વર્ગ છે તો બીજો વર્ગ વિશ્વના તમામ લોકોના આરોગ્યની સુખાકારી ઇચ્છતો વર્ગ છે. જે શાંતિ અને આરોગ્યના આગ્રહી છે.કેટલીક ધટનાઓમાં શેલ્ટર હોમમાંથી ડુક્કર ચેારીને કે હરણના પગ કાપીને વિગન અપનાવનારાઓના ઘરમાં નાખીને તેમને છંછેડાય છે. એવા આર્ટીકલ પણ લખાય છે કે શું વિગનીઝમ તમારા માટે યોગ્ય છે ખરૂં? વિગન અપનાવનારાઓને દંભી અને સાયકોપેથ કહેવામાં આવે છે. તેમને એમ પણ કહેવાય છે કે એમ તો છોડવામાં પણ જીવ હોય છે. વિગન અપનાવનાર એકાદને આગળ ધરીને એમ દર્શાવાય છે કે આ હોરર ફિલ્મનો હિરો છે અને તે બધાને અંદર ભૂત છે એમ કહીને ગેરમાર્ગે દોરતો હોય છે. ટૂંકમાં વિગન એટલે હોરર ફિલ્મનો હિરો એમ કહીને મશ્કરી થાય છે. સાયકોલોજીસ્ટો એમ કહે છે કે કેટલાક શાકાહારીઓ અનુસાર માંસ ખાવું એ કુદરતના નિયમ વિરૂદ્ધ છે. પોતાની ઇમેજ બગડતી જોઇને માંસાહારીઓ પણ શાકાહારીઓ પર આક્ષેપો કરતા હોય છે. કેટલાક લોકો પસંદ અપની અપની એમ કહીને એનિમલ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક દેશોમાં હોલીડે મીલ તરીકે મટન ખવાય છે. કેટલાક અભ્યાસ પરથી જાણવા મળે છે કે જે લોકો રૂઢીચુસ્ત છે એવા લોકો માંસાહારીઓથી ચોક્ક્સ પ્રકારનું અંતર રાખતા હોય છે. કેટલાક કહે છે કે અમને માંસ પ્રત્યે સૂગ છે માટે તે ખાનારા પ્રત્યે પણ સૂગ છે. જ્યારે માંસ ખાનારા કેટલાક એમ માને છે કે તે પ્રાણીઓ કરતાં પોતે સુપ્રીમ છે. આમ પોતાની જાતને માણસ વધુ જોરાવર છે એમ સમજીને તેની સાથે મનમાની કરી શકે છે. જ્યારે માણસ એમ માનતો થાય છે કે પોતે પ્રાણીઓનો ખોરાક પુરો પાડે છે એટલે તેનો ખોરાક તરીકે ઉપયોગ થઇ શકે છે. જે લોકો પ્રાણીઓ પર પોતાના હક સમજવા લાગે છે એવા લોકો પ્રાણીઓ પર થતા ટેસ્ટીંગ અને તેમના સરકસમાં ઉપયોગ બાબતે પણ ટેકો આપતા જોવા મળે છે. આ લોકો કૂતરા પાળે છે.(બચાવેલા નહીં પણ ખરીદેલા). જે તેમના પગ પાસે બેસી રહે છે આમતે પોતે સુપ્રીમ છે એવા તાનમાં ફર્યા કરે છે. શાકાહારીઓ આવી માન્યતાનો વિરોધ કરે છે અને માનવજાત સાથે પ્રાણીઓનું સહ અસ્તિત્વ યોગ્ય ગણવું જોઇએ એમ જણાવે છે. શાકાહારીઓ હવે વિગન બની રહ્યા છે .આવા લોકો પણ રૂઢીવાદીઓની ટીકાના ભોગ બની રહ્યા છે. આ લોકો અશ્વેત અને મહિલાઓ હોય એમ બંનેને પોતાનાથી નીચા ગણતા આવ્યા છે. જે લોકો પોતાની જાત સિવાયના અન્ય માણસોને નફરત કરે છે કે નીચા ગણે છે એવા લોકો પ્રાણીઓને પણ નફરત કરતા હોય છે તેમજ પર્યાવરણવાદીઓનો પણ વિરોધ કરતા હોય છે. કેટલાક લોકો તે સોશ્યલ નેટવર્ક પર પણ શાકાહારીઓને વિગનના વિરોધી જોવા મળે છે. આવા લોકો એટલી બધી દલીલો કરે છે કે તમારો પ્રાણીઓ માટેનો પ્રેમ ભાંગીને ભુક્કો થઇ જાય છે અને તમે એમ વિચારવા લાગો કે પ્રાણીઓને ખોરાકમાં લેવામાં કોઇ વાંધો નથી. હકીકત એ છે કે પશ્ચિમના દેશોમાં એવો વાયરો શરૂ થયો છે કે માંસ ખાવું ખરાબ છે. આપણું બ્રેન બચાવ માટેના કેટલાક બહાના શોધ્યા કરતું હોય છે. આમ માંસ ખાનારા એવી દલીલો કરે છે કે માંસ ખાવા સાથે તે સૈધ્ધાંતિક રીતે સંમત નથી. પછી તે એમ વિચારે છે કે માંસ અને પ્રાણી વચ્ચે કોઇ સંબંધ નથી. પછી તે એમ કહેતો થઇ જાય છે કે અમે તે ફાર્મ એનિમલ એટલેકે ખોરાકમાં લેવા માટે ઉછેરાતા ફાર્મના પ્રાણીઓનું માંસ ખાય છે. આવી બધી દલીલો વિગન લોકોના ઉદય પછી ઉડી ગઇ છે. માંસ ખાનારાઓ સામે અચાનક જ વિગન સિસ્ટમ આવી ગઇ છે. આમ માંસખાનારોની દલીલો સામે વિગન વધુ મજબૂત સાબિત થવા લાગ્યા હતા.પેન્સેલવેનીયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં ભાગ લેનારા માંસાહારીઓના સર્વે અનુસાર વિગન સિસ્ટમનો વિરોધ કરતી વખતે તેમણે અહીં દર્શાવેલા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. weird”, “arrogant”, “preachy”, “militant”, “uptight”, “stupid”, and – mysteriously – “sadistic...માંસાહારી લોકોના મનમાં ચાલતી આવી વાતોને વિગનની વધતી સંખ્યા બાદ વિગનીઝમને આવકાર મળી રહ્યો છે. આાવકારથી માંસાહારીઓને પેટમાં દુખે છે.

ગુજરાત સમાચાર 31 May 2021 5:30 am

વાવાઝોડું અને તેની વ્યાપક અસરો

- વિચાર વિહાર- યાસીન દલાલ - વાવાઝોડું અને વરસાદને કારણે રાજયમાં ત્રીસ લાખ ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે. ગુજરાતમાં પાંચ ઈંચ કરતાં વધારે વરસાદ પડી શકયો નથી. પણ નુકશાન મોટુ થયું છે. સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડું આવ્યું તેની શાહી હજી સુકાઈ નથી. ધીમે ધીમે તારાજીના સમાચાર પાકે પાયે મળતા રહે છે. વડાપ્રધાન શ્રી મોદી ગુજરાત આવ્યા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી એથી મહારાષ્ટ્ર સરકાર ઉશ્કેરાઈ ગઈ અને ભેદ ભાવ કહીને વાંધો લીધો. મૂળ કારણ એ છે કે અત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એન.સી.પી.ની સંયુક્ત સરકાર છે. એટલે વિરોધ પક્ષને બહાનું મળી ગયું કે અમારી સરકારની ઉપેક્ષા થઈ મૂળતો કોઈની ઉપેક્ષા થઈ નથી. આમાં મૂળ વાત એટલી કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેનાની સંયુક્ત સરકાર છે. પરિણામે આવી સરકારને ઓળખાવી કઈ રીતે? બીજુ મુળ શિવસેનાની બહુમતીની સરકાર છે. પરિણામે ભાજપ અને લઘુમતિમાં યેલા પક્ષની સરકાર છે. આ રીતે વિરોધ પક્ષ કહે છે આ ખોટું થયું છે. ટૂંકમાં આપણે સાથે રહીને આ બધું નક્કી કરીએ છીએ. આપણે આમાં કયાય નથી. અને છતાં બધેય છીએ. દરમ્યાન વડાપ્રધાને ગુજરાતનો પ્રવાસ પણ પૂરો કરી દીધો છે. આપણા વડા પ્રધાને આ પ્રવાસ કર્યો છે અને વિશ્વના અમુક ભાગોમાં એના પડઘા પણ પડવા માંડયા છે. દરમ્યાન ભાવનગર વિસ્તારમાં અંધારપટ ચાલું થઈ ગયો છે. એજ રીતે ઉના અને આજુબાજુનાં વિસ્તારમાં પણ અંધારપટ ચાલુ છે. સંખ્યાબંધ ઝાડ પડી ગયા છે. વિજળીના થાંભલા પણ પડી ગયા છે. મોટા પાયે નૂકશાન થયું છે. અનેક સ્થળોએ શાળા કોલેજો બંધ કરવા પડયા છે. અનેક સ્થળોએ હજારો માણસો બેઘર થઈ ગયા છે. આ લોકો જયાં પાકા બાંધકામ હોય ત્યાં આશરો લે છે. ટૂંકમાં આ હોનારત ભયાનક છે. અને ખેડુતોને સખત નૂકશાન થયું છે. એકંદરે સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આ સૌથી મોટી હોનારત છે. આ બાજુ મધ્યપૂર્વમાં આરબ અને ઈઝરાઈલ વચ્ચે ઘર્ષણ ચાલુ થયું છે. ઈઝરાઈલમાં હમાસ નામની એક ત્રાસવાદી સંસ્થા છે... એણે આરબો ઉપર હુમલા શરૂ કર્યા છે. બાજુમાં જ લેબેનોન આવેલું છે. અને સિરિયા વગેરે દેશો પણ નજીકમાં આવેલા છે. આ બધા દેશ અંદરો અંદર લડવા માંડયા છે. દરરોજ રોકેટ દ્વારા એક બીજા ઉપર હુમલા થાય છે. અત્યાર સુધી ૨૦૦ માણસોનો ભોગ લેવાયો છે. છેલ્લા સમાચાર પ્રમાણે યુધ્ધ વિરામ થઈ ગયો છે. અમેરીકા અને રશિયાએ આમા સારો ભાગ ભજવ્યો છે. અત્યારે આ સ્થિતિ છે. ભવિષ્યમાં શું થશે એ કહી શકાય નહીં. ભારત અને ઈઝરાઈલ વચ્ચે સંબંધો થોડા થોડા નાજુક ને થોડા સારા રહ્યાં છે. દરમ્યાન આપણે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાંથી બચ્યા છે. આપણે સમજવું જોઈએ કે ઈઝરાઈલ એની આજુબાજુ સાત અરબ દેશોથી ઘેરાયેલું છે. કોઈ પણ મૂલ્યાંકન કરતી વેળા આપણે આ વાત યાદ રાખવી જોઈએ. ભૂતકાળમાં આપણે અરબ દેશો સાથે ખાસ નકારાત્મક સંબંધો રાખ્યા નથી. આરબ નેતા યાસર અરાફત સાથે આપણે સારા સંબંધો રાખ્યા છે. યાસર અરાફતને ગરીબોના મસિહા કહેતા એમણે અનેક લડાઈઓ એકલા હાથે લડી છે. અને વિજય મેળવ્યો છે. જયારે ભૂતકાળમાં ભીષણ યુધ્ધ થયું છે ત્યારે ઈજિપ્તમાં નાસર સતા ઉપર હતા. આરબ દેશોની હાર થેયેલી એનો એમને આઘાત લાગેલો જો કે એ પછી વાટાઘાટો નો યુગ આવ્યો અને સમાધાન થઈ ગયું. જોર્ડન, સિરિયા અને બીજા આરબ દેશોએ સમાધાનનો રસ્તો લીધો. આ તરફ યાસર અરાફત એકલે હાથે લડતા રહ્યા. અત્યારે એ ભૂગર્ભમાં ગયા છે અને ત્યાંથી લડે છે. આ બાજુ હમાસ જેવી સંસ્થાઓ લડાયક પ્રવૃતિ ચલાવે છે. અને લડાઈ મેદાનમાં ઉતરચડ ચાલ્યા કરે છે. દરરોજ કોઈ જીતે છે તો કોઈ હારે છે. આમ આરબ ભૂમિ ફરીથી લોહીથી ખરડાઈ છે. આરબ દેશો ઈઝરાઈલને ઘેરીને બેઠા છે. એ લોકોની સંખ્યા સાતથી આઠની છે. ઈઝરાઈલ એકલું છે. અમેરિકા શું કરે છે એના ઉપર ઘણો આધાર રહેલો છે. દરમ્યાન વિશ્વની પરિસ્થિતિ જોતાં આ તંગદિલી નોંધપાત્ર છે. આરબ દેશોમાંથી કોઈ હજી મહાસત્તા બની શકયું નથી. સાઉદિ અરેબીયા અને ઈરાન જેવા દેશોમાં તેલના કૂવા નિકળ્યા છે. પણ હજી એ બધુ બાલ્યાવસ્થામાં છે. અમેરિકામાં દરિયાની નીચે પેટ્રોલ ભારે માત્રામાં છે. આ તરફ રશિયાની આજુબાજુના દેશોમાં પણ સારી માત્રામાંં પેટ્રોલ છે. ટૂંકમાં આરબ પેટ્રોલની દશા અતિશય ખરાબ છે. એક જમાનામાં આરબોના પેટ્રોલના કૂવાઓની હાલત અત્યંત ભંગાર હતી. બે રૂપિયાનો કૂવો હતો. પછી ઝાકીઅલીઅમની એ આઈડિયા આપ્યો અને એ લોકોએ યનિયન બનાવ્યું અને ભાવો ઉંચકાતા ગયા અને આરબ દેશો માલદાર થતા ગયા. આજે વિશ્વમાં સૌથી વધુ પૈસો આરબો પાસે છે. પણ મુશ્કેલી એ છે કે આરબો સત્તા દ્રષ્ટિએ વહેંચાઈ ગયા છે. એ લોકોનો ઓપેક સિવાઈ કોઈ સંગઠન નથી વેરવિખેર અવસ્થાને કારણે એ લોકોનો કોઈ સંગઠિત અવાજ આવતો નથી. પરિણામે કંઈ નક્કર પરિણામ આવતું નથી. આવું પરિણામ આવે તો તે માટે થોડી રાહ જોવી પડશે. દરમ્યાન ખળભળાટ વ્યાપી ગયો છે. એક વાત એવી આવી છે કે, કેટલા સિંહો અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરથી ગૂમ થયા છે. જો કે સિંહોની સંખ્યા ૧૮ હોવાનું કહે છે. અમરેલીના રાજુલા અને ઝાફરાબાદ તાલુકા ઉપરાંત ગીર સોમનાથના ઉના કોડીનાર તાલુકા અને ભાવનગરના મહુવા તાલુકામાંથી ૧૮ સિંહ ગૂમ થયા છે. એક તરફ ગૂમ થયેલા પ્રાણીઓ અંગે શંકા હતી તો બીજી તરફ ૬૭૪ સિંહોની વિસ્તૃત સર્વે કરવાનું બાકી છે. વાવાઝોડાએ મોટાભાગના અધિકારીઓને તપાસના આદેશ અપાઇ ગયા છે. ભૂતકાળમાં પૂર દરમ્યાન ૧૪ જેટલા સિંહ મૃત્યુ પામ્યા હતાં. આવી કુદરતી આફત કેમ આવી એ અધિકારીઓને સમજાતું નથી. ભાવનગર, પાલીતાણા રેંજના ક્ષેત્રુંજી કાંઠે વસવાટ કરતા અધિકારીઓને આ બાબતની જાણ નથી જો કે આપણે ત્યાં અધિકારીઓ મોટેભાગે કંઈ જાણતા નથી હોતા. દરમ્યાન વીજપુરવઠો શરૂ કરવા અપુરતી વ્યવસ્થા અને પૂરતા સાધનો વગર કર્મચારીઓને ગામડામાં મોકલી દેવાતા એ લોકોમાં કચવાટ જાગ્યો છે. આ અંગે ઉર્જા સંકલન સમિતિએ પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.ને પત્ર પાઠવ્યો છે. કારણ કે, વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગામડાનાં મોટા ભાગના થાંભલા ટ્રાન્સફોર્મર તથા લાઈનોને ભારે મોટું નૂકશાન પહોંચાડયું છે. કર્મચારીઓ રાત દિવસ એક કરી કામ કરી રહ્યાં છે. પણ કર્મચારીઓને કોઈ સગવડ અપાઈ નથી. ૬૦૦ જેટલા એપ્રેન્ટીસ ને કોઈ જાતના માલસામાન કે સાધનો વગર કે જમવા અને પાણી વ્યવસ્થા વગર એમને એમ મોકલી દેવાયા છે. કાયદેસર રીતે એપ્રેન્ટીસ પણ તાલીમાર્થી છે. એ લોકો પાસેથી કામ લેવામાં અકસ્માત થાય કોની જવાબદારી? એ જ રીતે એ લોકો બીમાર પડે તો શું થાય આમ જવાબદારી ગોઠવ્યા વિના કામ સોંપી દેવાયા છે. આમ કામનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે. તોકતે વાવાઝોડું અને વરસાદને કારણે રાજયમાં ત્રીસ લાખ ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે. ગુજરાતમાં પાંચ ઈંચ કરતાં વધારે વરસાદ પડી શકયો નથી. પણ નુકશાન મોટુ થયું છે. અત્યારે મીઠાની સીઝન ચાલી રહી છે.

ગુજરાત સમાચાર 29 May 2021 5:40 am

ગ્રીન ફ્યુનરલ...નો લાકડા, નો કોફીન

- સંવેદના : મેનકા ગાંધી - આપણા મૃત શરીરથી જમીનને નુકશાનના બદલે લાભ થવો જોઇએ એમ મારું માનવું છે - એક ધર્મ બોડી મૂકવા કોફીન વાપરે છે તે ખૂબ મોંઘું હોય છે. અમેરિકામાં વર્ષે તે માટે ૨૦ મિલિયન જેટલું લાકડાનું બોર્ડ વપરાય છે. તેમજ ૧૭,૦૦૦ ટન જેટલું કોપર અને બ્રોન્ઝ વપરાય છે... - બીજો ધર્મ અગ્નિદાહ આપે છે. જેના માટે લાખો વૃક્ષો કપાય છે.ખાસ કરીને કેરીના વૃક્ષો કપાય છે. - સૌથી વધુ કેરી ઉગાડતા આપણા દેશમાં ૨૦ વર્ષ પછી કેરી જોવા નહીં મળેે એમ કહી શકાય જે દિવસે કોવિડ ટેસ્ટીંગ ટીમ (આ ટીમ ક્યાંથી આવી તેની મને ખબર નહોતી કેમકે વિવિધ સરકારી ખાતા અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી લોકો આવતા હોય છે. મેં છેલ્લા કેટલાક સમયથી બહાર બહુ ફરવાનું બંધ કરી દીધું છે છતાં આ ટીમે મારા નાકમાં અને ગળામાં સ્ટીક નાખીને નિદાન કર્યું હતું) મારે ત્યાં આવી અને જાહેર કર્યું કે મને પોઝિટીવ વાઇરસ છે ત્યારે મને થયું કે મારે હવે મરી જવાનું છે. મેં જોયું છે કે ઘણા લોકોના મૃત્યુ થયા છે . બે લોકો તો એવા હતા કે તેમના માટે હું ઓક્સિજનની વ્યવસ્થા કરું તે પહેલા મોતને ભેટયા હતા. રોજ સવારે મને ઓળખતી એકાદ વ્યક્તિનું મૃત્યુ થયાનું જાણવા મળતું હતું. જ્યારે મને પોઝિટીવ હોવાની ખબર પડી કે તરત મેં ત્યાર પછી મારા શરીર વિશે વિચારવાનું શરૂં કરી દીધું હતું. જોે મારું કોવિડના કારણે મૃત્યુ થાય તો કંઇ ખાસ કરવાનું નથી હોતું. મોટાભાગે તે લોકો મને લઇ જશે, પ્લાસ્ટિકમાં બોડી વીંટાળીને બાળવા માટેની લાઇનમાં મુકી દેશે. પરંતુ મારે બળવું નથી. મારે એક્ટર લકી પેરીની જેમ મરવું છે. વર્ષોથી હું મારા ફેમિલીને કહેતી આવી છું કે મને મારા ગાર્ડનમાં કે જેને મેં વર્ષોથી કામ કરીને તેને એક શાંત જંગલમાં રૂપાંતર કર્યું છે ત્યાં મને દાટજો. જ્યારે હું સવારે જાગું છું ત્યારે બારણું ખોલીને જંગલના સુંદર નજારાને માણું છું. દિવસ રાત હું ત્યાં પક્ષીઓનો કલરવ સાંભળ્યા કરું છું. ઝાડ જીવંત દેખાઇ રહ્યા છે. ત્યંાનું પીપળાનું ઝાડ જાણે બધાનો ખ્યાલ રાખતું હોય એમ ઉભું હોય છે. મારી નાની પૌત્રી નાના છોડવાની સાથે રોજ કાલી ઘેલી વાતો કરતી હોય છે. હું કોઇ અતિશયોક્તિ નથી કરતી પણ હકીકત કહું છું. મને આ જંગલમાં દટાઇ જવું છે. મારે ખોટા લાગણી વશ થઇને સરકારી સ્મશાન ગૃહમાં લાકડા સાથે નથી બળવું. જો આવી સ્થિતિ આવશે તો મારા માટે તે બહુ શરમજનક હશે. મારે માત્ર સફેદ કપડામાં અને આસપાસ મીઠા સાથે પણ નથી દટાવવું. મારે એકટર લકી પેરીની જેમ મરવું છે. લકી પેરીનું મૃત્યુ ૫૨ વર્ષે થયું હતું. તેના મૃત્યુ પહેલાં હું તેમને નહોતી ઓળખતી. પરંતુ મૃત્યુ પછી જે રીતે તેમને દાટવામાં આવ્યા તે જોઇને મને તેમનામાં રસ જાગ્યો હતો.તેમના ફાર્મમાં તેમને મશરૂમની પથારી પાથરીને ઉપર કોફીન રખાયું હતું. મશરૂમના જાળામાંથી બનાવેલા કોફીનનો ઉપયોગ થયો હતો. જે ઝડપથી જમીન સાથે ઓગળી જાય છે. તે જમીનમાંના ટોક્સીનને ઓગાળી નાખે છે અને ત્યાં અન્ય છોડવા પણ રોપી શકાય છે. ર્ર્ભીૈ.ર્બસ નામની કંપની અમેરિકામાં આવા કોફીન બનાવે છે. ડેડ બોડીમાંના ટોક્સીનને જમીન માટેના ઉપયોગી પદાર્થમાં તે ફેરવી શકે છે. આમ એક વ્યક્તિ માટીમાં મળી જાય છે પણ બીજા જીવને ઉછેરવા માટે જગ્યા કરી આપે છે. લકી પેરીની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારા પિતાએ આવું કોફીન શોધી કાઢ્યું હતું. મશરૂમ આચ્છાદીત સ્યૂટમાં મરવાની તેમની છેલ્લી ઇચ્છા હતી. તેમની આ વાત ખુબ સુંદર છે તેને હું સૌ વાચકો સાથે શેર કરવા માંગુ છું. ડેનમાર્કના વિજ્ઞાાની બોબ હેન્ડ્રીક્સે આ કોન્સેપ્ટ શોધી કાઢ્યો હતો. જેમાં ફંગસના જાળા વેલાના તાંતણા વગેરે ભેગા કરીને તેમાં માટી ભેળવીને તેમાંથી કોફીનનો આકાર બનાવવામાં આવતો હતો. જેના કારણે કોફીનની માટીમાં ભળી જવાની પ્રોસેસ વધુ ઝડપી બની શકે છે. આ રીતના કારણે બોડી અને કોફીન કેટલાક વર્ષમાં જમીન સાથે ઓગળી જાય છે. કોફીનમાંનુ માયસીલીયમ એકાદ અઠવાડીયામાં કોફીનને ઓગાળવાનું શરૂ કરી દે છે. આ પ્રોસેસ કુદરતી હોય છે જેમાં કોઇ ગરમી કે પ્રકાશની જરૂર નથી પડતી. જેવું કોફીન તૂટવા લાગે છે કે તેના કારણે હેવી મેટલ્સ, પેટ્રોેલીયમ વાળા બળતણ,ફાર્માસ્યુટીક્લ્સ વગેરે ઓગળવાના શરૂ થાય છે. હેન્ડ્રીક્સ કહે છે કે આ સિસ્ટમના કારણે સ્થાનિક કોર્પોરેશનોને જમીનોના શુધ્ધિકરણમાં પણ ઉપયોગમાં આવી શકે છે. મૃત્યુના કારણથી પણ પૃથ્વીનો નાશ થઇ શકે છે. કેટલાક ધર્મમાં મૃતદેહને એવી રીતે બાંધી દેવામાં આવે છે કે જાણે તે સૂઇ ગયેલું હોય. માત્ર અમેરિકાની વાત કરીયે તો કોર્નલ યુનિવર્સીટીના સંશોધન પ્રમાણે દર વર્ષે ૪.૩ મિલિયન ગેલન એમ્બલેમીંગ (બોડીને સાચવતું) પ્રવાહી વાપરે છે. તેમજ ૮૨૭,૦૬૦ ગેલન ફોર્માલ્ડીહાઇડસ મિથેનોલ, બેન્ઝીન ગ્લુટાર્લેડીહાઇડ અને ફિનોલ વાપરે છે.બોડી મુકવા જે કોફીન આ લોકો વાપરે છે તે ખુબ મોંઘુંં હોય છે. તે માટે ૨૦ મિલિયન જેટલું લાકડાનું બોર્ડ વપરાય છે. તેમજ ૧૭,૦૦૦ ટન જેટલું કોપર અને બ્રોન્ઝ વપરાય છે. તેમજ હજારોે કિલો ટોક્સિક પ્લાસ્ટીક વપરાય છે. ફ્યુનરલ (અંતિમવિધિ સાથે સંકળાયેલી ચીજો વેચતી) ઇન્ડસ્ટ્રી ૨૦ અબજ ડોલરની છે. આવા કોફીન જમીનમાં ઓગળતા ૧૦ વર્ષ થાય છે. કોફીનમાંનું મટીરીયલ જમીનમાં ટોક્સીન ફેલાવે છે. બીજો ધર્મ અગ્નિદાહ આપે છે. જેના માટે લાખો વૃક્ષો કપાય છે.ખાસ કરીને કેરીના વૃક્ષો કપાય છે.સૌથી વધુ કેરી ઉગાડતા આપણા દેશમાં ૨૦ વર્ષ પછી કેરી જોવા નહીં મળેે એમ કહી શકાય. ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં અંતિમવિધી કરવાથી કોઇ ફેર નથી પડતો. ૧૯૦૦ ડિગ્રી ફેરનહીટ ગરમી બે કલાક આપીને થતા અગ્નિદાહથી હવામાં ડાયોક્સિન અને મરક્યુરી છૂટે છે. બાય પ્રોડક્ટ તરીકે નાઇટ્રોજન ઓક્સાઇડ અને એસિડ રેઇનમાં દેખાતા પાર્ટીકલ્સ છોડે છે. મારા કારણે પર્યારણને નુકશાન થાય અને તેનાથી અન્યને નુકશાન થાય તે મને પસંદ નથી. એટલેજ પર્યાવરણ ફ્રેન્ડલી રીત શેાધવી પડે. એટલેજ લોકોએ ગ્રીન ફ્યુનરલ માટે વિચારવું જોઇએ. મૃતદેહની રાખથી જમીન સમૃધ્ધ બને એવું કંઇક વિચારવાની જરૂર છે. આપણા મૃત શરીરથી જમીનને નુકશાન ના બદલે લાભ થવો જોઇએ એમ મારું માનવું છે. અત્યાર સુધી મારી સાથે રહેતા પ્રાણીઓ મારા પતિ જ્યાં રહે છે ત્યાં પહોંચી ગયા છે. તેમને જ્યાં દાટવામાં આવ્યા છે તેની ઉપર મેં ઝાડ ઉગાડયા છે. તેમણે ખાલી ખોળયું બદલ્યું છે. મારા મૃત્યુ પછી મને પણ આવી સુંદર જગ્યા આપજો. લેખક મેનકા ગાંધીનો સંપર્ક : gandhim@nic.in

ગુજરાત સમાચાર 24 May 2021 5:30 am

સ્વર્ગ શું છે ? નરક શું છે ?

- વિચાર વિહાર- યાસીન દલાલ - માર્ક ટ્વેઈને કહ્યું હતું, 'સ્વર્ગમાં પણ લાગવગથી પ્રવેશ મળે છે. જો ત્યાં ગુણદોષથી પ્રવેશ મળતો હોત તો માણસ બહાર રહી જાય' બાળપણથી આપણે જે કેટલીક વસ્તુઓ વિશે સતત વાંચતા, સાંભળતા આવ્યા છીએ, એમાંની એક છે સ્વર્ગ અને નરકની. સ્વર્ગની વાત આવે એટલે આપોઆપ નરક તો આવી જ જાય. સ્વર્ગ અને નરકની કલ્પના પ્રથમ વાર કયા મનુષ્યે, કયા સમયે કરી એનું કોઈ ચોક્કસ સંશોધન કોઈએ કર્યું હોય તે ખ્યાલમાં નથી, પણ એક વિસ્મયજનક યોગાનુયોગરૂપે દુનિયાના લગભગ દરેક ધર્મમાં સ્વર્ગ ને નર્કની વાત ઉચ્ચારવામાં આવી છે અને એનાં વર્ણનો પણ આપવામાં આવ્યા છે. માણસ આમ કરે તો સ્વર્ગમાં જાય, અને આમ કરે તો નરકમાં જાય મતલબ કે માણસ નામના પ્રાણીની મનોવૈજ્ઞાાનિક નબળાઈ દરેક ધર્મ સંસ્થાપકો સારી રીતે જાણતા હતા અને એનો એમણે પુરેપૂરો લાભ લીધો. માર્ક ટ્વેઈને કહ્યું હતું, 'સ્વર્ગમાં પણ લાગવગથી પ્રવેશ મળે છે. જો ત્યાં ગુણદોષથી પ્રવેશ મળતો હોત તો માણસ બહાર રહી જાય. 'ડોન માર્કીસે કહ્યું છે, લોકોને ખબર જ નથી હોતી કે એમને શું જોઈએ છે? તદન નકામી વસ્તુ માટે માણસ નરકની યાતનામાંથી પસાર થવા તૈયાર થઈ જાય છે.'' માણસ જીવનભર, મૃત્યુ પછીની દુનિયાની ચિંતા કરવામાં જ બુઢ્ઢો થઈ જાય છે. માણસની મૂંઝવણ પણ અજબ છે. એને કાળાબજાર, નફાખોરી, કાવાદાવા, ખટપટ, આ બધુ જ કરવું હોય છે અને સાથે સાથે સ્વર્ગમાં જવાની પેરવી પણ બાકી કરવી હોય છે. આ બેય ઘોડે ચડવા જતાં એ ગબડી પડે છે. કયારેક એ વિચિત્ર પ્રકારનાં સમાધાન અને સમજૂતી કરે છે, પોતે કરેલાં ખોટાં કામોને સરભર કરવા માટે પૂજા, પ્રાર્થના કરે છે. તીર્થ યાત્રાએ જાય છે, માનતાઓ કરે છે. છતાં પેલો ભય તો એને સતત સતાવે છે. મૃત્યુ પછી સ્વર્ગ નહી મળે તો? જીવ અવગતિએ જશે તો? આત્માને શાંતિ નહીં મળે તો? નરકમાં જવું પડશે તો? એક પ્રશ્ન ઉપર જ સ્વર્ગ ને નરક બંનેના મોડલો પ્રાપ્ત હોવા છતાં માણસ એની કલ્પના કથાઓમાંથી ઊંચો આવતો નથી. જર્મની કે સ્વિટ્ઝર્લેન્ડનું એક નાનકડું, નદીકાંઠે વસેલું ગામ જોઇએ એટલે પ્રશ્ન થાય, સ્વર્ગ શું આનાથી પણ વધુ સુંદર હશે? ફ્રેન્કફર્ટની પાસે એક ગામ છે, જેનું નામ મનહાઉસ. આવું એક ગામ એટલે સ્વર્ગનો એક નાનકડો નમૂનો અને આપણા વિદર્ભ કે બિહારનું એકાદ ગામ કે શહેર જોઈએ એટલે પ્રશ્ન ઉઠે, શું નરક આનાથી ખરાબ હોઈ શકે? પૃથ્વી ઉપર સ્વર્ગ ઊભું કરવું એ નરક, એ માણસના જ હાથમાં છે. સ્વર્ગ એ પણ એક વિચિત્ર અને વિશિષ્ટ વસ્તુ છે. એ જોઈ ન શકાય અને છતાં, રાતદિવસ એની કલ્પનાનાં ચિત્રો ઊપસતાં રહે. સ્વર્ગ જોવા માટે મરવું પડે. પણ મર્યા પછી ફરીથી જીવતા થઈ ન શકાય! કવિઓ, લેખકો, ચિત્રકારો અને ફિલ્મ સર્જકોએ પોતપોતાના ખ્યાલો મુજબ સ્વર્ગ અને નરકમાં ચિત્રો દોર્યા છે. દાંતેએ દોરેલાં સ્વર્ગ અને નરકમાં ચિત્રો બે નમૂન છે. હજારો વર્ષો પછી પણ એ ચિત્રોમાં માનવ જાતનો રસ ચાલુ છે. દાંતેનાં 'ઈન્ફર્નો'ના બિહામણાં ચિત્રો યુરોપ આખમાં જોવા મળશે. આ નરકનાં વર્ણનો વાચ્યાં પછી માણસ એની કલ્પનાથી જ ધુ્રજી જાય પણ, પછી વિચાર આવે છે કે, આ પૃથ્વી, આ દેશ, આ સમાજ, એ નરકથી કંઈ કમ છે? પૃથ્વી ઉપરનું જીવતું નરક જોવું હોય તો મુંબઈ જોવુંે જાઇએ. આટલો ત્રાસ, આટલાં જુલ્મો, નરકમાં પણ હશે ખરાં? સ્વર્ગ અને નરક એ તો નરી કલ્પના છે અને જીવન એ વાસ્તવિક સત્ય છે. પણ કલ્પનામાં રાચતા આપણે વાસ્તવિકતાથી દૂર ભાગીએ છીએ. નરકના ભય અને સ્વર્ગની લાલચથી આપણે આપણું દુન્યવી જીવન બગાડીએ છીએ, અને અનેક ભૌતિક સુખોથી વંચિત રહીએ છીએ. પરભવ સુધારવાની ચિંતામાં આ ભવ પણ આપણે ભોગવી શકતા નથી. સ્વર્ગ વિશે લખવામાં, કે સ્વર્ગનું ચિત્રણ કરવામાં એક લાભ છે. સ્વર્ગ કોઈએ જોયું નથી અને કોઈ જોવાનું પણ નથી. માટે એનું ચિત્રણ આપણી કલ્પના મુજબ, ગમે તે રીતે કરી શકાય છે. આપણા મનના બધા તરંગોનું અવતરણ સ્વર્ગના ચિત્રણમાં કરી શકાય. અને મોટાભાગના માનવીઓએ જીવનમાં એકાદ વાર તો, સપનામાં સ્વર્ગ જોયું જ હોય છે. આ વાતને આગળ વધારીને, હિન્દી ફિલ્મોના નિર્દેશકોએ સ્વપ્ન દ્રશ્યનું આયોજન કર્યું અને મોટાભાગનાં સ્વપ્ન દ્રશ્યોમાં સ્વર્ગ કે નરકની સફર પ્રેક્ષકને કરાવી આપી! કે આસિફે પોતાની ફિલ્મમાં પૃથ્વી ઉપરનું ઉત્તમ સ્વર્ગ બતાવવાનું બીડું ઝડપેલું અને એને માટે વિશ્વના ઉત્તમ સ્વર્ગ બતાવવાનું બીડું ઝડપેલું અને એની માટે વિશ્વના ઉત્તમ ટેકનિશિયનોની મદદ લીધી. પણ, એ કચકડા ઉપરનું સ્વર્ગ લોકો જોઈ શકે, એ પહેલા આસિફસાહેબ જ સ્વર્ગસ્થ થયા. પડદા ઉપર સ્વર્ગ જોવામાં કે પુસ્તકના વર્ણનો વાંચવામાં એક પ્રકારનું મનોરંજન છે અને ક્ષણિક મનોરંજન ખાતર આ બધું માણવામાં વાંધો નથી. પણ, એ સિવાય એને ગંભીર રીતે લેવામાં જોખમ છે. પૃથ્વી ને સ્વર્ગ ને નરક એ ધર્મગુરૂઓનાં સ્થાપિત હિતો છે. આવી બીકની લાકડીઓ અને સુખની લાલચો વડે લોકોને સહેલાઈથી મૂર્ખ બનાવી શકાય છે. માણસ જયારે બૌધ્ધિક રીતે પૂર્ણ રીતે વિકસ્યો નહોતો ત્યારે આ બધી કરામતો એને ગુનાઓ કરતા રોકવામાં અને સારે માર્ગે વાળવામાં મદદરૂપ થતી હતી. આમ, સ્વર્ગ નર્કનું ઐતિહાસિક મહત્વ છે. પણ, આજના યુગમાં એમાં કાળવિપર્યય જણાય છે. આજના કોમ્પ્યુટર યુગનું બાળક પૃથ્વીનો નકશો હાથમાં લઈને માબાપને પૂછશે, 'બતાવો, આમા સ્વર્ગ કયાં છે?' ભીષણ ગરીબી અને બેહાલીમાં સબડતા માણસને સ્વર્ગનો ગોળ કોણીએ ચોંટાડી દઈએ એટલે પરભવના સુખની લાલચમાં અભાવની યાતના આનંદપૂર્વક ઉઠવી લે. સ્વર્ગ-નરક ધાર્મિક કલ્પનાઓ ન હોત તો સામ્યવાદની ક્રાંતિ સેંકડો વર્ષ પહેલાં થઈ ગઈ હોત. માણસને વૈચારિક રીતે પછાત રાખવામાં પૂરી કલ્પનાઓ કામ લાગે છે. મર્યા પછી સ્વર્ગમાં જ પ્રવેશ મળે, એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ખરી? પાપ અને પૂણ્યના ખ્યાલ પણ કેટલા સાપેક્ષ છે! પ્રદેશ પ્રદેશ અને પ્રજા પ્રજાને આ બધા વિચારો બદલતા રહે છે. એક ધર્મમાં શરાબનુ ંસેવન થાય છે. અને બીજાનું પ્રણ્ય છે. એકમાં માંસાહાર પાપ છે અને બીજામાં પૂણ્ય છે. એકમાં બહુ પત્નીત્વ પાપ છે, બીજામાં સામાન્ય છે. એક જ પ્રદેશમાં એક જ ધર્મ પાળતી પ્રજામાં પણ મોટો તફાવત જોવા મળે છે. માર્ટિને લ્યૂથર એક જમાનામાં યુરોપના લોકોને સ્વર્ગમાં જવા માટેના પરવાના આપતો હતો! ધર્મને નામે, પાપ - પુણ્યના નામે, સ્વર્ગ નરકના નામે માનવજાત સાથે બહુ મોટી છેતરપિંડીઓ થઈ છે. દુનિયાની બધી પ્રજાઓ સ્વર્ગ - નરકને એકસરખું મહત્વ નથી આપતી. કદાચ, આપણા ભારતીઓને સ્વર્ગનું વળગણ છે. સ્વર્ગમાં રિઝર્વેશન પાકું કરાવવા માટે આપણે જાત જાતનાં કીમિયા કરીએ છીએ. લોકો આને માટે પૂજાપાઠ કરે છે, હોમ - હવન કરે છે અને યજ્ઞાો કરે છે. મૃત્યુ પામેલાં સગાવહાલાં માટે જાતજાતની વિધિઓ કરે છે. હોમ હવન કરે છે અને યજ્ઞાો કરે છે. કાગવાસ કરે છે, આત્માની શાંતિ માટે કેટકેટલાં ઉપાધાનો કરે છે. માણસ મરી જાય, પછી એના આત્મા શરીરમાંથી નિકળીને ઊંચે આકાશમાં જાય છે, એ સાબિત કરવા માટે લોકોએ પ્રયોગો કર્યા છે, પણ માણસની જેમ કીડી, મંકોડા, વંદાને આત્મા નહીં હોય? અનેક નિર્દોષ શ્વાનો ખાઈ જનાર સિંહ કે વાઘ સ્વર્ગમાં જતા હશે કે નરકમાં? માણસે દુન્યવી બાબતોમાં કેટલો રસ લેવો અને અદુન્યવી ચીજોનું કેટલું મહત્વ આંકવું? આ ગડમથલમાં માણસજાત ગોથાં ખાય છે. દુન્યવી અને અદુન્યવી, આ ભવ અને પરભવની વચ્ચે એક પાતલી રેખા છે. દુનિયામાં પૃથ્વીલોકમાં ચારે બાજુ દેખાતી નરી કડવી વાસ્તવિકતા ભૂલીને માણસ સ્વર્ગલોકની ચિંતામાં પડે છે, ત્યારે હોનારત સર્જાય છે. પરભવનું ભાથું બાંધવાના વળગણમાં એ આ ભવમાં જ પોતાના કુટુંબ, સમાજ, દેશને ભારરૂપ થઈ પડે છે. વાસ્તવમાં, બિનસાંપ્રદાયિકતાના સમગ્ર ખ્યાલની સાચી ભાવના જ આ છે. સાચો બિનસાંપ્રદાયિક એ, કે જે દૂન્યવી બાબતો ઉપર ભાર મૂકે, અને અદૂન્યવી કે અધિભૌતિક શક્તિઓ, ચમત્કારો વગેરેમાં વિશ્વાસ ન રાખે. હેલિયોકથી માંડીને માર્કસ સુધીના ફિલ્સૂફો આજ વાત સમજાવી ગયા છે. સ્વર્ગ નરક અને પાપ પૂણ્યને નામે આપણને સદીઓથી બનાવવામાં આવ્યા છે. આપણા દુઃખી પડોશીને મદદરૂપ થઈને એના જીવનમાં ઉજાસ પ્રગટાવીને એટલે એમાં ઘરની સાથે આપણા ઘરમાં પણ સ્વર્ગનું અવતરણ થાય. સ્વર્ગ - નરક જેવા આકાશી ખ્યાલોને છોડીને આપણે આપણી પૃથ્વીને, આપણ ાદેશને અને આપણા ઘરને સ્વર્ગ બનાવવાના પ્રયત્નમાં આપણી શક્તિ ખર્ચીએ તો કેમ? અને આવું સ્વર્ગ પૃથ્વી પર ઊભું કરવા માટે વૈરાગી થવાની જરૂર નથી. જીવનને રાગદ્વેષ, ખટપટ અને વેરઝેરથી મુક્ત કરીને સંપૂર્ણ આનંદમય બનાવીએ અને એને પૂર્ણ સ્વરૂપે માણીએ એનું જ નામ સ્વર્ગ.

ગુજરાત સમાચાર 22 May 2021 5:40 am

બકરી ઇદ પર થતી કતલ ચિંતાજનક

- સંવેદના : મેનકા ગાંધી - બલિદાન આપવા બાબતનો વિરોધ કરવા હવે સાચા મુસ્લિમોને જાહેરમાં આવવાની જરૂર છે.. - કુરાનમાં ક્યાંય લખ્યું નથી કે બકરા કાપીને બલિદાન આપો જ્યારે ઇદ આવે છે ત્યારે ઇસ્લામ ધર્મ માટેની તમામ સંસ્કૃતિની માન્યતા પર પાણી ફરી વળે છે અને ધર્મ જંગલીયત ભરી હિંસાને વરેલો છે એવું જણાય છે. પૃથ્વી પરના જે જીવ તેમની સાથે સંવાદ કરી શકતા નથી તેમની હિંસા થાય છે ઇસ્લામ એ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. અન્ય ધર્મની જેમ તેમાં પણ એક પ્રકારની જટિલતાનો પડછાયો જોવા મળે છે. તેમ છતાં તેના પર લઘુમતી વસ્તીનું લેબલ લાગેલું છે - ઇસ્લામ એ કોઇ પ્રાચીન સંસ્કૃતિ કે આધ્યાત્મિકતા નથી. તે ઇસ્લામની સંસ્કૃતિ છે. જેણે માણસના જ્ઞાાનમાં ધણો વધારો કર્યો છે. હવે તો તે સંસ્કૃતિનો પર્યાય બની ગયો છે. ભારતમાંના મુસ્લિમોએ ધર્મ સાથે સંકળાયેલી કળા, હસ્ત કળા અને ભાષાને જીવંત રાખી છે. સંવાદ માટે ઉર્દુ ભાષા નમ્ર અને સંસ્કારી માધ્યમ સાબિત થયું છે. પરંતુ જ્યારે ઇદ આવે છે ત્યારે ઇસ્લામ ધર્મ માટેની તમામ સંસ્કૃતિની માન્યતા પર પાણી ફરી વળે છે અને ધર્મ જંગલીયત ભરી હિંસાને વરેલો છે એવું જણાય છે. પૃથ્વી પરના જે જીવ તેમની સાથે સંવાદ કરી શકતા નથી તેમની હિંસા થાય છે. ઇસ્લામ એ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. અન્ય ધર્મની જેમ તેમાં પણ એક પ્રકારની જટિલતાનો પડછાયો જોવા મળે છે. તેમ છતાં તેના પર લઘુમતી વસ્તીનું લેબલ વાગેલું છે. તેમના માટે લોકોનો ઓપિનીયન પછાત અને આક્રમક હોવાનો છે. વિશ્વના લોકો ઓપિનીયન બદલે તેનાથી કશું નહીં થાય પણ મુસ્લિમોએ પોતેજ તે માટે પ્રયાસ કરવો પડશે. એક બીજાને માન આપવું અને સહકાર ભર્યા વલણથીજ તે શક્ય બની શકે છે. મુસ્લિમ દેશો પાસે ઓઇલ છે માટે દરેક તેમને માન આપે છે પરંતુ પછી શું તે વિશે પણ વિચારવા જેવું છે. ઇસ્લામનું ધાર્મિક નેતૃત્વ કરનારાઓને વિશ્વના લોકો ધ્યાન દોરવા માંગે છે કે ધાર્મિક દિવસની ઉજવણી માટે કરાતી પ્રાણીઓની કતલ એ ચિંતાનો વિષય છે. પ્રાણીઓનું બલિદાન એ ઇસ્લામનો આધાર સ્તંભ નથી. તે હજ યાત્રા દરમ્યાન પણ ફરજીયાત નથી. બલિદાન માટે પ્રાણીઓની કતલ એ ઇદના દિવસ સાથે જોડાયેલો છે. બકરી ઇદ પર થતા સંહારથી મને બહુ દુખ થાય છે. ઇસ્લામ મારા માટે એ માનવું બીજા લોકોને પણ આવું દુખ થતું હશે. ઇદના દિવસે જે સંહાર થાય છે તે આઘાત જનક હોય છે. અહીં એ જોઇએ કે ઇસ્લામના સ્કોલર શહીદ અલી મુત્તક્કી શું કહે છે. ૧...તે કહે છે કે કુરાનમાં લખેલી વાતો માનવ જાત માટે કોઇ બલ્યૂ પ્રિન્ટ સમાન મોકલેલો સંદેશો નથી. યુટોપિયન વર્લ્ડમાં તેનું અમલીકરણ આશ્ચર્ય જનક રીતે થયું છે. કુરાનની કેટલીક આયાતો રૂપાત્મક અર્થ હોવાનો ઉલ્લેખ કરે છે. ૨...પ્રી-ઇસ્લામિક કાળમાં આરબ લોકો તેમના ભગવાનને વિવિધ ભોગ ચઢાવતા હતા. એવીજ રીતે જ્યૂસ લોકો પણ ભોગ ધરાવતા હતા. ક્રિષ્ચન કોમ્ઘુનિટી પણ ઘેટાના બચ્ચાંને બલિદાન સાથે જોડતા હતા. આમ એવું સાબિત કરાતું હતું કે બલિદાન અગાઉ પણ અપાતા હતા પરંતુ પોતાના પાપ બીજાના લોહીથી કેવી રીતે ધોઇ શકાય? ૩...ભગવાનને ખુશ કરવા બલિદાન આપવાની પ્રથા ગણાઇ હતી પરંતુ તેમાં અલ્લાહમાં સમાઇ જવાની વાત પણ હતી. જોકે બીજાનું લોહી રેડવાની વાત કુરાનમાં ક્યાંય નથી. તેમાં પોતાના ઇગોનું બલિદાન આપવું એવો અર્થ હોવાનું મનાય છે. અલ્લાહ લોહીના બલિદાનથી ખુશ થાય છે કેમ કે તેનો પણ ઉલ્લેખ જોવા મળતો નથી. કુરાન બલિદાન બાબતે કોઇ ઉલ્લેખ કરતું નથી. જે ઇબ્રાહમનો ઉલ્લેખ છે તે બલિદાન સાથે સંકળાયેલો છે. જેને મહા બલિદાન કહેવાયું છે પરંતુ કુરાનમાં ક્યાંય એમ નથી કહેવાયું કે ઇબ્રાહમ તેના પુત્રનું બલિદાન આપે. કહે છે કે ઇબ્રાહમને સપનું આવ્યું હતું કે તેના પુત્રનું તે બલિદાન આપે. જ્યારે તે મોટો થાય છે ત્યારે તેના પિતા ઇબ્રાહીમ તેના બલિદાનની વાત કરે છે. ત્યારે પુત્ર કહે છે કે તેમને જે આદેશ મળ્યો છે તે પ્રમાણે કરો. ઇસ્લામ જો અલ્લાહની એવી ઇચ્છા હોય તો મને શું વાંધો હોઇ શકે. જ્યારે બંનેએ અલ્લાહની ઇચ્છા પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું ત્યારે તેનું માથું બલિદાન આપવા નીચું કર્યું હતું. તે સ્થિતિને ઓહ ઇબ્રાહમથી ઓળખાય છે. તે ક્ષણીક બલિદાન કહેવાય છે. અહીં ઉલ્લેખનીય છેકે કુરાનમાં ક્યાંય એમ નથી કહ્યું કે ઇબ્રાહમ તેના પુત્રનું બલિદાન આપે. ટૂંકમાં ઇબ્રાહમને સપનું આવ્યું કે પોતાના પુત્રનું બલિદાન આપી રહ્યો છે પરંતુ કુરાન નથી કહેતું કે તે સપનું કુરાનનું છે. કુરાન ક્યારેય કોઇ પિતાને એમ કહે ખરૂં કે તું તારા પુત્રનું બલિદાન આપ. આવી વાતો પાયા વિનાની છે. અહીં જ્યારે પ્રાણીઓના બલિદાન આપવાની વાત આવે ત્યારે તે ક્યા આધારે આપવામાં આવે છે તે પણ જાણવું જરૂરી છે. ધાર્મિક બલિદાન-કતલ મોટા પાયે થાય છે. કોઇનું લોહી બતાવીને અલ્લાહને ખુશ ના કરી શકાય. કેટલાક કહે છે કે અલ્લાહનો આભાર માનવા માટે બલિદાન અપાય છે. પરંતુ આવી કોઇ વાતનો ઉલ્લેખ કુરાનમાં જોવા મળતો નથી. બલિદાન વિશે કુરાન કશું કહેતું નથી પરંતુ અલ્લાહને ખુશ કરવાની પ્રથા ચાલી આવે છે જેમાં માણસ પોતાની કોઇ પ્રિય વસ્તુ અલ્લાહને આપે છે અને આભાર માનવા માટે શું વપરાયું તે પોતાના સમાજના લોકોને સાથે રાખીને તે કામ કરે છે. આ પ્રથા એ સમયે શરૂ થઇ કે જ્યારે માનવજાત સાથે પ્રેમીઓ રહેતા હતા અને તેમના જીવન સાથે વણાઇ જતા હતા. જે તેમના પ્રિય બની જતા હતા. આ પ્રિય પ્રાણીનું પોતાની કોમ્યુનિટીના લોકોને સાથે રાખીને બલિદાન અપાતું હતું. પરંતુ તેનો અર્થ એવો નથી કે કાયમ તે બલિદાનને પરંપરા બનાવી દેવી. દરેક મુસ્લીમના હૃદયમાં અલ્લાહ એક જ છે. પરંતુ બલિદાન આપેલા પ્રાણીનું મીટ ખાવું તેવું કુરાનમાં ક્યાંય લખેલું નથી તે સાથે સ્કોલરો પણ સંમત થાય છે. બલિદાન આપવા બાબતનો વિરોધ કરવા હવે સાચા મુસ્લિમોેને જાહેરમાં આવવાની જરૂર છે. પછી તે શિયા હોય, સુન્ની હોય સૂફી હોય કે અન્ય કોઇ હોય પણ દરેકે બલિદાન નામે થતી મૂંગા જીવોની કતલ અટકાવવા આગળ આવવું પડશે.

ગુજરાત સમાચાર 17 May 2021 5:55 am

મોબાઈલને લીધે પત્રલેખનની કળા લુપ્ત થાય છે?

- વિચાર વિહાર : યાસીન દલાલ - પત્રો હૃદયની અત્યંત નાજુક ઊર્મિઓ વ્યક્ત કરવાનું માધ્યમ છે. આજે એને બદલે ઇન્ટરનેટ ચેટિંગ થાય છે. પણ ટેલિફોન કે ઇન્ટરનેટ પત્રવ્યવહારનું સ્થાન કદી લઈ શકે નહીં. અત્યારે મોબાઈલનો જમાનો છે એની સાથે સાથે મોબાઈલની પરીભાષા પણ આવી ગઈ છે. ફેઈસબુક, ટ્વીટર, બ્લોગ, જીબી, મેમરી, એમ.પી.-૩ ઉપરાંત મોબાઈલમાં ઓડીયો રેકોર્ડીંગ અને વીડિયો રેકોર્ડીંગ પણ થાય છે. એસ.એમ.એસ. અને એમ.એમ.એસ.થી પણ વાતચીત થઈ શકે છે. લોકો વાતવાતમાં એસ.એમ.એસ. મોકલતા થઈ ગયા છે. જુદી જુદી મોબાઈલ કંપનીઓ એસ.એમ.એસ. માટે જુદી જુદી સ્કીમો કાઢે છે. કોઈ કંપની ૩૦ રૂા.માં મહિને ત્રણ હજાર એસ.એમ.એસ. આપે છે તો વળી કોઈ કંપની ૩૪ રૂા.માં ત્રણસો એસ.એમ.એસ. આપે છે. કેટલાક હરખઘેલા લોકોને આટલાથી પણ સંતોષ નથી થતો એટલે દરરોજ મોબાઈલ હાથમાં રાખીને આંગળીથી એસ.એમ.એસ. કરતા જ રહે છે. પરીણામે લોકો હવે લેખનની કળા ભૂલતાં જાય છે. કોમ્યુનિકેશનની આખી તરાહ બદલી ગઈ છે. ઘણા લોકોને એમ લાગે છે કે પત્રલેખનમાં જે ઉષ્મા અને લાગણી હતી તે મોબાઈલમાં નથી. મોબાઈલના ગેરલાભ પણ છે. એમાં તરત સામેની વ્યક્તિનો નંબર અને નામ પણ આવી જાય છે. પરિણામે લોકો અણગમતી વ્યક્તિના ફોન ઉપાડતા જ નથી. એ લોકો એટલું નથી વિચારતા કે ફોન કરનાર વ્યક્તિના બદલે સામેના છેડાથી વ્યક્તિનું પણ કામ હોઈ શકે છે. મોબાઈલમાં સાયલન્ટ મોડ હોવા છતાં કેટલાક લોકો ફોનને સ્વીચ ઓફ કરી દે છે. એ લોકો વિચારતા નથી કે એમનું કોઈ સ્વજન માંદુ પડયું હોય કે અવસાન પામ્યું હોય તો એના સમાચાર એમના સુધી કોણ પહોંચાડે? એકવાર ટેલિફોન બહુ ઓછા ઘરમાં જેવા મળતા જે ઘરમાં ટેલિફોન હોય એ ઘર બહુ સમૃદ્ધ ગણાતું. બહારગામ ટેલિફોન કરવો હોય તો પોસ્ટ ઓફિસમાં જવું પડતું. આજે ટેલિફોન પ્રમાણમાં ખૂબ સસ્તા અને વ્યાપક બની ગયા છે. આ ટેલિફોન ક્રાંતિનાં સારાં પરિણામ આવ્યાં છે, તેમજ કેટલાક દુઃખદ પરિણામ આવ્યાં છે. અગાઉ કહ્યું તેમ આજે પત્રલેખનની ટેવ તદ્ન ઘટી ગઈ છે. એક જમાનો એવો હતો કે જ્યારે મહાપુરુષોના પત્રોનો સંગ્રહ થતો અને પાછળથી એનું પુસ્તક પણ થતું. ગાંધી, નહેરૂ, જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓ દરેક પત્રનો જવાબ લખતાં. જેલમાંથી નહેરૂએ ઇંદિરા ગાંધીને લખેલા પત્રોનો એ સંગ્રહ પ્રગટ થયો છે. આ બધા પત્રોનું આજે દસ્તાવેજી મૂલ્ય છે. એમાં કેટલાક પત્રોમાં તો ઈતિહાસની અવિસ્મરણીય સામગ્રી સચવાયેલી પડી છે. વિશ્વના ઘણાં મહાન નેતાઓના પત્રો લંડનની ઇન્ડિયન લાઈબ્રેરીમાં આજે પણ સચવાયેલા પડયા છે. પત્રો લખવાની ટેવમાંથી પત્રમૈત્રીનો શોખ એક જમાનામાં દુનિયાના બધા જ દેશોમાં ફેલાયેલો હતો. એમાંથી કેટલાક લોકોએ પ્રેમમાં પડીને લગ્ન પણ કર્યા છે. કેટલાક કિસ્સા એવા છે કે બે મિત્રો દૂરદૂરના દેશમાં રહેતા હોય, એમની વચ્ચે પત્રમૈત્રી બંધાય. વર્ષો સુધી ચાલે પણ બેમાંથી કોઈ એકબીજાને કદી મળ્યા ન હોય. આવો એક કિસ્સો જાણવા જેવો છે. દિલ્હીમાં રહેતા રાજીવ સેન એક વખત અમેરિકામાં રહેતા માર્ટિનને પત્ર લખ્યો. રાજીવને હોલીવુડની ફિલ્મોનો શોખ હતો. એ વીડિયો ફિલ્મ ઉપર એક સામાયિક બહાર પાડતો હતો. એમાં કેટલીક ફિલ્મોની માહિતી ખૂટતી હતા. જે મેળવવા માટે એણે માર્ટિનને પત્ર લખ્યો હતો. માર્ટિને પત્રનો જવાબ ન આપ્યો. પણ એના એક સાથીદાર ડેરિકને જવાબ આપવા જણાવ્યું. ડેરિકે બહુ ઉષ્માભર્યો જવાબ આપ્યો. એટલું જ નહીં, પત્રના અંતે એમ પણ લખ્યું કે તમને ફિલ્મો વિશે બહુ માહિતી જોઈતી હોય તો વિના સંકોચે જણાવશો. આમ બંને વચ્ચે પત્ર વ્યવહારનો એક સિલસિલો શરૂ થઈ ગયો. બંનેએ એકબીજાના શોખ જણાવ્યા. બંને વોલ્ટ ડિઝની, આલ્ફેડ હિચકોક, ડેવિડ લિનના ખાસ ચાહક હતા. એમને બંનેને ગમતી ફિલ્મો પણ એક જ હતી. બંને લેખક હતા. બંનેને સંગીતનો પણ શોખ હતો. સ્વભાવની સમાનતાને લીધે બંને એકબીજાના ગાઢ મિત્રો થઈ ગયા. બંને પરણેલા છે. આજદિન સુધી એકમેકને મળ્યા પણ નથી. બંનેએ નક્કી કર્યું કે એકબીજાના કુટુંબ નાના રાખવા અને એક બાળક સુધી મર્યાદિત રાખવા. બંને વહેમ અને અંધશ્રદ્ધામાં માનતા નથી, તેમ યુદ્ધમાં પણ માનતા નથી. બંને વ્યક્તિગત ગરિમા સ્વતંત્રતાને માન આપે છે. કેટલાક મહાપુરુષો પણ એમણે લખેલા પ્રેમપત્રો બદલ ભારે વિવાદાસ્પદ બન્યા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ એમિલિ નામના ઓસ્ટ્રિયાની યુવતીને ચાહતા હતા. એમણે એમિલિને કેટલાક યાદગાર પ્રેમપત્રો પણ લખ્યા હતા. સુભાષબાબુનું વિમાન અકસ્માતમાં અવસાન થયું. એ પછી એમિલિનું શું થયું એ જાણવાની એમના મિત્રોમાં ઉત્સુકતા હતા. સુભાષબાબુના મિત્ર નાથાલાલ એમિલિને મળવા ગયા ત્યારે એમને જાણવા મળ્યું કે એમિલિ એક ભારતીયને પરણી હતી. એટલું જ નહીં પણ હિન્દી સંસ્કૃતિ પણ અપનાવી હતી. ૧૯૯૧માં એમિલિનું ૮૫ વર્ષની ઉંમરે જર્મનીમાં અવસાન થયું. તેઓ મૃત્યુ સુધી નેતાજીની સ્મૃતિમાં જીવ્યાં હતાં. સુભાષબાબુ અને એમિલિ વચ્ચે નિયમિત પત્રોની આપલે થઈ હતી. ૧૯૩૪થી ૧૯૮૨ વચ્ચે લખાયેલા ૧૬૨ પત્રો પુસ્તકરૂપે પ્રસિદ્ધ પણ થયા હતા. આઝાદ હિન્દ ફોજના વડા સુભાષબાબુનું આ પત્રોમાં એક બિલકુલ જુદું જ વ્યક્તિત્વ જોવા મળે છે. અહીં છે. અહીં સુભાષબાબુ કોઈ ફોજના વડા નહીં પણ એક અત્યંત ઊર્મિશીલ પ્રેમી તરીકે દેખાય છે. એલિમિ માંદી પડી અને હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું ત્યારે સુભાષબાબુએ અનેક પત્રો લખીને એની તબિયતની પૂછપરછ કરી હતી. એમિલિએ નાતાલ ઉપર એમને તસવીરોની એક કિતાબ ભેટ મોકલી હતી. એ બદલ એમણે એમિલિનો ખાસ આભાર માન્યો હતો. એમિલિએ બીમારીમાંથી કઈ દવા લેવી એનું માર્ગદર્શન પણ એમણે આપ્યું હતું. એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે એના સમાચાર આપતા એમણે લખ્યું હતું કે ભારત એ વિશિષ્ટ દેશ છે. અહીં લોકો સત્તા માટે પૂજાતા નથી પણ સત્તા છોડી દે છે ત્યારે પૂજાય છે. મારું લાહોરમાં રાજીનામુ આપ્યા પછી જે સ્વાગત થયું તે હું પ્રમુખપદે હતો એનાં કરતા પણ વધુ જોરદાર હતું. સુભાષબાબુ આઝાદ હિન્દ ફોજના વડા તરીકે જેટલા ખડતલ હતા તેટલા જ અંગત જીવનમાં સંવેદનશીલ હતાં. એકવાર તો એમણે લખ્યું હતું કે, 'આ ભવમાં નહીં તો આવતા ભવમાં આપણે મળીશું તો ખરા જ. હું ભલે તારાથી દૂર પડયો હોઉ છતાં તું તો મારા સાનિધ્યમાં જ છે. તું ચિરકાળ મારા અંતરમાં જ નિવાસ કરી રહી છે.' પત્રો હૃદયની અત્યંત નાજુક ઊર્મિઓ વ્યક્ત કરવાનું માધ્યમ છે. ટપાલની શોધ નહોતી થઈ ત્યારે એક જમાનામાં કબૂતર જેવા પંખીની ડોકમાં ચિઠ્ઠી લખી તરતી મૂકી દેવાતી. આજે એને બદલે ઇન્ટરનેટ ચેટિંગ થાય છે. પણ ટેલિફોન કે ઇન્ટરનેટ પત્રવ્યવહારનું સ્થાન કદી લઈ શકે નહીં. પત્રલેખન પણ એક કળા છે. કેટલાક નેતાઓ અને સાહિત્યકારો ખૂબ લાંબા અને વિગતપૂર્ણ પત્રો લખતા હતા. આ પત્રો આજે એ જમાનાના ઐતિહાસિક દસ્તાવેજ જેવા બની ગયા છે. આજે જે કળા લગભગ અલિપ્ત થઈ રહી છે એને એક જમાનામાં બહુ મોટું મહત્વ આપવામાં આવતું. ટેલિફોનના વાયર નિર્જીવ હોય છે પણ પત્રના શબ્દો લાગણી અને ભાવથી ભરપૂર હોય છે. ગમે તેટલી સંદેશાવ્યવહારની નવી ટેકનિક શોધાય તો પણ એ કદી પત્રનું સ્થાન લઈ શકશે નહીં. કેટલાક સાહિત્યકારોએ લખેલા પત્રો એમની બીજી સાહિત્ય કૃતિઓ જેટલા જ ચિરંજીવ અને અમર છે. સંશોધનમાં પણ આ પત્રો ખૂબ ઉપયોગી બની રહે છે. મોબાઈલ શબ્દ દરેક નાગરિકની જીભે ચડી ગયો છે. એ જમાનો મોબાઈલ ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિનો હતો. આપણે ટ્રન્કકોલ કરવા માટે પોસ્ટઓફિસ જતા અને કલાકો સુધી રાહ જોતા આજે ફક્ત બટન દબાવતા જ સામે છેડેથી અવાજ સાંભળવા મળે છે કારણ કે હવે કમ્યુનિકેશન ક્રાંતિ થઈ ગઈ છે. હવે તો ભારત બેઠાબેઠા અમેરિકા અને કેનેડા સુધી વાત કરી શકાય છે. બેંક એકાઉન્ટમાંથી ચોક્કસ રકમ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને અન્યને મોકલી શકે છે. ભારત રિઝર્વ બેન્કે પણ બેન્કોને મોબાઈલ ફોન પર બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે મંજૂરી આપી છે. વીજળી તેમજ સાક્ષરતાના નીચા સ્તર જેવી અડચણો હોવા છતાં મોબાઈલ ફોન અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પહોંચ્યો છે. ટેકનોલોજી અને નવી શોધોમાં સ્માર્ટ ફોન્સ એક એવી શોધ છે કે જેનાથી કોઈપણ બચીને નથી રહી શકતું. નાનાથી માંડીને મોટા સુધીના બધા જ લોકોના દિવસની શરૂઆત પણ સ્માર્ટ ફોનથી થાય છે અને દિવસનો અંત પણ સ્માર્ટફોનથી થાય છે. આજની આ મોબાઈલ દુનિયાનું એક દુઃખદ સત્ય એ પણ છે કે આપણે ફોનમાંથી બહાર જ નથી આવતા અને લોકો એકબીજાથી અને પત્ર લેખનની કળાથી વધુ દૂર થઈ રહ્યા છે.

ગુજરાત સમાચાર 15 May 2021 5:30 am

વિશ્વનું પહેલું એનિમલ ફ્રેન્ડલી કેમ્પસ

- સંવેદના : મેનકા ગાંધી - IIT Delhiએ તાજેતરમાં ઇન્સ્ટિટયૂટ ડોગ હેન્ડલરની જગ્યા માટે અરજીઓ મંગાવી હતી. આ પોસ્ટ માટેનો પગાર મહિને ૪૫,૦૦૦ અને ઉમેદવાર વેટરનરી ડૉક્ટર હોવો જોઇએ... પંજાબના પતિયાલામાં આવેલી થાપર ઇન્સટીટયુટ એન્ડ ટેકનોલોજીના અનુષ્કા,અભિષેક,સાર્થક,ગર્વિતા અને રીષભે કેટલાક મહિના પહેલાં મારી પાસે એનિમલ વેલફેર ગૃપ ઉભું કરવા માટે માર્ગદર્શન માંગ્યું હતું. યુનિવર્સિટીના કેમ્પસમાં સર કરેલા તેમના ગૃપનું નામ Puppers Helpers Tiet હતું. આ પરથી મને એક આઇડયા આવ્યો હતો કે દરેક કોલેજના કેમ્પસમાં આવા એનિમલ વેલફેર ગૃપ શરૂ કરવા જોઇએ. મારી પાસે એક બીજી અનુષ્કા વકિલ બનવા ઇન્ટર્નશીપ આવી હતી તેને મેં આ પ્રોેજેક્ટની ઇન્ચાર્જ બનાવી દીધી હતી. જો કોઇએ આવું એનિમલ ગૃપ શરૂ કરવું હોય તો તેને સંપર્ક કરી શકે છે. (ઇ મેલઃ anushkapfacampus@gmail.com) તેની પાસે હાલમાં ૩૦ કોલેજોના કેમ્પસ છે અને મારો ટાર્ગેટ ૫૦,૦૦૦ યુનિટોનો છે. દરમ્યાન હું દિલ્હીમાં વિધ્યાર્થીઓ દ્વારા ચલાવાતા સમાજ સેવાનું કામ કરતી સંસ્થા Enactus સંસ્થાના સંપર્કમાં આવી હતી. તેમણે પોતાની જાતે દિલ્હીની દરેક કોલેજમંા એનિમલ વેલફેર સેન્ટર ઉભું કર્યું હતું. આ ગૃપ પોતાને દેશી તરીકે ઓળખાવતું હતું. ઇનાક્ટસ મોતીલાલ નહેરૂ કોલેજના પ્રેસિડેન્ટ લક્ષીતા સંભાળતા હતા. તેમનો ઇમેલ નોંધી લો.enactusmlnc@gmail.com). પ્રાણીઓની સારવાર, તેમનું અડોપ્શન અને પ્રચાર બાબતે આ લોકો અદ્ભૂત કામ કરે છે. કોરોના કાળમાં ભારત ભરમાં હજારો વિધ્યાર્થીઓ પશુઓને ખવડાવવાનું કામ કરી રહ્યા છે.કેટલાક લોકો એ જોવા હોસ્ટેલમાં રહ્યા છે કે વસાહતના લોકો પ્રાણીઓને બરોબર ખવડાવે છે કે નહીં તે ચેક કરે છે. જિંદાલ યુનિવર્સિટીના સ્ટાફે જ્યારે કેમ્પસના પ્રાણીઓને બહાર કાઢી મુક્યા ત્યારે ૬૦૦ જેટલા વિધ્યાર્થીઓએ યુનિવર્સિટીને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ સત્તાવાળાઓ સામે વિરોધ શરૂ કર્યો હતો. અંંતે સત્તાવાળાઓને ઝૂકવું પડયું હતું. સૌથી ખરાબ કેસ તો આઇઆઇટી મદ્રાસનો હતો. આ એક એવું સ્થળ હતું કે જ્યાં બે ડાબેરી જૂથો કામ કરતા હતા. એક જૂથ તેનો ટાઇમ સરકારની ટીકાઓ કરવામાં પસાર કરતું હતું તો બીજું પ્રાણીઓ માટે નફરત વધારવાનું કામ કરતું હતું. સરકારના ઓર્ડર, કેમ્પસનો સ્ટાફ અને વિધ્યાર્થીઓના વિરોધ વચ્ચે આ લોકો એક ખૂણામાં ડોગ મરી જાય ત્યાં સુધી બાંધી રાખતા હતા. આવું આ લોકો એટલા માટે કરતા હતા કે તે કેમ્પસમાંના હરણોને બચાવવા માંગતા હતા. પછી આ હરણને તે લોકો ડોગના બિસ્કીટ ખવડાવતા હતા અને બિસ્કીટનું પ્લાસ્ટિકનું રેપર ગમે ત્યાં ફેંેંકી દેતા હતા. જેને હરણ ખાતા અને મોતને ભેટતા હતા. જોકે કોર્ટનો ઓર્ડર આવ્યો એટલે તે ઝૂક્યા હતા પરંતુ ત્યાં સુધી તેમણે ડોગને યાતના આપવાનું ચાલું રાખ્યું હતું. આ સંસ્થાએ મોઇનાબાદની કે.જી.રેડ્ડી કોલેજ ઓફ એન્જીન્યરીંગ પાસેથી બોધપાઠ લેવો જોઇએ.આ કોલેજનું કેમ્પસ વિશ્વનું પહેલું એનિમલ ફ્રેન્ડલી કેમ્પસ છે. તેમણે આ કેમ્પસનો ઉપયોગ જાહેરખબર માટે પણ કર્યો છે. છોડી મુકેલા અને રખડતા પ્રાણીઓ માટેના શેલ્ટર પણ આ કેમ્પસમાં બાંધ્યા છે. મોટા ભાગના યુવાનો પ્રાણીઓ પર આચરાતી ક્રૂરતાના વિડીયો સોશ્યલ મિડીયા પર જોતા હોય છે. પરંતુ આ કોલેજે વિધાાર્થીઓમાં પ્રાણીઓ પ્રત્યે અનુકંપા જાગે એટલે ટેકનીકલ સબ્જેક્ટ ઉપરાંત એનિમલ સેન્ટરની સાર સંભાળનો વિષય પણ રાખ્યો છે. પ્રાણીઓ પર ગુજારાતા અત્યાચારને વિડીયો જોઇને વિધ્યાર્થીઓમાં અનુકંપા ઉભી થઇ છે. આ કોલેજના કેમ્પસમાં સસલાં વાનર ડોગ, હરણ વગેરે છૂટથી ફરતા જોવા મળે છે. ઇન્સટીટયુટના કે. ક્રિશ્નારેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રાણીઓ પ્રત્યેના પ્રેમથી સમાજમાં બદલાવ આવશે અને વિધ્યાર્થીઓ તેમના ઘેર જઇને મેસેજ પ્રસરાવી શકે છે. પ્રાણીઓ પર પ્રેમ રાખવાથી ફીલ ગુડ અને ડુ ગુડનો મેસેજ પ્રસરાવી શકાય છે. પ્રાણીઓ સાથે સારો વ્યવહાર એ વિધ્યાર્થીઓની જવાબદારી છે. મોહમ્મદ ઝબી ખાન નામના કોલેજના વિધ્યાર્થીએ જણાવ્યું હતું કે કેમ્પસના પ્રાણીઓને ખવડાવવા તેમજ સારવાર માટે અમે વારા રાખ્યા છે. જ્યારે પ્રાણી સાજું થઇ જાય છે ત્યારે અમે તેને એડોપ્શન માટેના ટેન્ટમાં રાખીએ છીએ કે યોગ્ય વ્યક્તિને સોંપીએ છીએ. મુંબઇની કે.જે. સોમૈયા કોલેજ ઓેફ મેનેજમેન્ટ સ્ટડીઝ, અમદાવાદની સેન્ટઝેવિયર્સ કોલેજ અને પૂણેની સિમ્બાયોસીસ ઇન્સટીટયુટ ઓફ મિડીયા એન્ડ કોમ્યુનિકેશનના વિધ્યાર્થીઓ તેમના કોલેજ કેમ્પસમાં ફરતા પ્રાણીઓની ખવડાવવાની તેમજ વેક્સીનેશન માટેની જવાબદારી ઉઠાવે છે. અવારનવાર વેટરનરી ડોક્ટર તેમની તપાસ માટે આવે છે. આવા પ્રાણીઓને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ફરવા દેવાય છે. સિમ્બાયોસીસમાંતો ક્લાસ રૂમોમાં ફરવા દેવાય છે. ઇન્સટીટયુટના ડાયરેક્ટર વિધ્યા યેરવેડેકરે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ લાગણીઓની સમસ્યા, સંબંધોની સમસ્યા અને સ્ટ્રેસથી અટવાયા હોય છે ત્યારે તેમને પેટ (પાળેલા) થેરાપી-એનિમલ લવની થેરાપી બહુ કામ આવે છે. ઇન્સટીટયુટના વિધ્યાર્થીઓએ આ કેમ્પસને ડોગનું આશ્રય સ્થાન બનાવી દીધું છે. હેલ્પીંગ હેન્ડસ ફોર એનિમલ નામની એનજીઓ (HHFA)સાથે રહીને કેમ્પસના ડોગની સંભાળ રખાય છે. કેમ્પસમાં ૫૦ જેટલા કૂતરા રહે છે . વિધ્યાર્થીઓ તેમને રોજ ખવડાવે છે. કેટલાક ડોગને વિધ્યાર્થીઓેે દરવાજા પર રહેવાની સિક્યોરીટીની તાલીમ પણ આપી છે. હકીકતે તેIIM Indore અન્ય ઇન્સટીટયુટને પ્રાણીઓની સેવાનો રાહ ચીંધી રહી છે. IIT Delhi એ તાજેતરમાં ઇન્સટીટયુટ ડોગ હેન્ડલરની જગ્યા માટે અરજીઓ મંગાવી હતી. આ પોસ્ટ માટેનો પગાર મહિને ૪૫,૦૦૦ અને ઉમેદવાર વેટરનરી ડોક્ટર હોવો જોઇએ. જેનું કામ કેમ્પસમાંના ડોગનું ધ્યાન રાખવાનું છે. એક વિધ્યાર્થીએ કહ્યું છે કે મને આ પગલાંથી ગૌરવ છે કે IIT Delhi એ પૃથ્વી માત્ર માનવ જાત સિવાય અન્ય જીવો માટે પણ છે તે બતાવી દીધું છે. ડોગ હેન્ડલર્સની નિમણૂકથી ડોેગ લવર્સ અને ડોગ હેટર્સ એમ બંનેની સમસ્યા નિવારાશે. કોરોના દરમ્યાન જ્યારે વિધ્યાર્થીઓ તેમના ઘેર ગયા ત્યારે કોલેજ સત્તાવાળાઓ સિક્યોરિટીની મદદ લઇને ડોગને ખાવાનું આપતા હતા. દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના કેમ્પસમાં ૨૦ સ્પોટ એવાં છે કે જ્યાં ડોગ, નિલગાય,મોર વગેરે આવે છે.આ સ્પોટ પર વિધ્યાર્થીઓ ખાવાનું મુકે છે.કોરોના કાળમાં જ્યારે પ્રાણીઓને ક્યાંય ખોરાક નહોતો મળતો ત્યારે આ સ્પોટ પર તેમને ખાવાનું મળી રહેતું હતું. સંશોધકોએ નોંધ્યું છે કે જે લોકો પ્રાણીઓ પર અત્યાચાર કરે છે તેમનામાં અન્ય માણસ પર હિંસા કરવાની પ્રકૃતિ હોય છે. એવું પણ નોંધાયું છે કે કોઇ પણ ક્રાઇમ કરનારાની પ્રોફાઇલ જોશો તો તે પ્રાણીઓ પર અત્યાચાર કરનાર જણાશે. એટલેજ આપણે વહેલી તકે આપણી વૃત્તિ બદલવી જોઇએ. વિધ્યાર્થીઓ માટે મહત્વનું એ છે કે તેમની આસપાસ ડોગ, કેટ વગેરે હશે તો તેમનું બલ્ડ પ્રેશર કાબુમાં રહેશે અને તે હિલીંગ ટચ મેળવી શકશે. Puppers Helpers પાસે હાલમાં ૬૦ વોલિયન્ટીયર્સ . તે એક સત્તાવાર ક્લબ છે અને તેનું સંચાલન એક શિક્ષક કરે છે. મને આ લોકોની કામગીરીથી સંતોષ થાય છે.

ગુજરાત સમાચાર 10 May 2021 5:30 am

દેશનું આજનું ચિત્ર નિરાશાજનક

- વિચાર વિહાર-યાસીન દલાલ - મોટા ભાગના નેતાઓ ભ્રષ્ટ છે, બીનકાર્યક્ષમ છે અને દીર્ઘ દ્રષ્ટિ વગરના છે દેશના રાજકારણથી માંડી અને વિવીધ ક્ષેત્રોની વર્તમાન સ્થિતિ જોઈને લાખો સમજુ નાગરિકો સતત ચિંતા અને નિરાશા અનુભવી રહ્યા છે. રાજકારણ, અર્થકારણ, સિનેમા એમ અનેક ક્ષેત્રોમાં ચિત્ર તદ્દન નિરાશા જનક જોવા મળે છે. જયા જુઓ ત્યા મૂલ્યોનું મોટું પતન દ્રષટિગોચર થાય છે. જુની પેઢીના લોકો તો આ પરિસ્થિતિથી નિરાશ થાય જ પણ આશ્ચર્ય એ વાતનું છે કે નવી પેઢી પણ આજની પરિસ્થિતિથી સખત નારાજ છે એટલુ જ નહીં પણ એ ભારોભાર આક્રોશની લાગણી અનુભવે છે એક પ્રકારના ભ્રમનિરસનની લાગણીએ અનુભવી રહી છે. દેશની કેટલીક કોલેજના વિદ્યાર્થીઓના થયેલા સર્વેક્ષણથી આનો ખ્યાલ આવે છે. એમાંયે નેતાગીરીની બાબતમાં તો એ ભારે નિરાશ છે. એમને પૂછવામાં આવ્યુ કે, '' દેશની વર્તમાન નેતાગીરીની બાબતમાં તમને શું ખોટું જણાય છે ? '' જવાબમાં યુવાનોએ સામો પ્રશ્ન કર્યો કે, ''નેતાગીરીની બાબતમાં શુ ખોટુ નથી ? '' દેશની આઝાદીને આજે ૭૪ વર્ષ પૂરા થઈ ગયા છે. કોઈપણ દેશ આ ઉમરમા પુખ્ત અને પરિપકવ બનવો જોઈએ. પણ આ સર્વેક્ષણના પરિણામો ઉપરથી જણાયું કે આમ થયું નથી. બલ્કે દેશ અત્યારે ત્રિભેટે આવીને ઉભો છે. આ સર્વેક્ષણ વર્તમાન રાજકીય સમીકરણો કરતા વધુ તો લાંબા ગાળાની નેતાગીરીની જરૂરિયાત ઉપર આધારિત હતું. એમાં દેશની જુદી જુદી કોલેજોમાં ૪૦૦ વિદ્યાર્થીઓને આવરી લેવાયા હતા. આમા દિલ્હી, મુંબઈ, કલકતા અને બેંગ્લોરની કોલેજોનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓને એમના પ્રિય નેતાઓની યાદી આપવાનું કહેવામાં આવ્યું હતું. એમાં હાલની નેતાગીરી ઉપરાંત એ પણ પૂછવામાં આવ્યું હતું કે તમે કયા પ્રકારના નેતાઓને પસંદ કરશો ? પરિણામો ઉપરથી જણાયું કે આજે પણ ગાંધીજી લોકપ્રિય નેતાઓમાં પ્રથમ ક્રમે આવે છે એમને મળેલા મતોની ટકાવારી ર૩% હતી જે પ્રમાણમાં ઓછી કહેવાય આશ્ચર્ય એ વાતનું છે કે વિદેશોમાં આજે પણ ગાંધીજીની લોકપ્રિયતા વધુ ને વધુ ઉંચે જઈ રહી છે ત્યારે આપણા દેશમાં એ સતત નીચે જઈ રહી છે. સદી પૂરી થઈ ત્યારે અમેરિકા અને જર્મનીમાં થયેલા સર્વેક્ષણોમાં ગાંધીજી વિશ્વના ઉત્તમ નેતાઓના એક તરીકે ઉપસી આવ્યા હતા. પણ કમનસીબે એમના પોતાના જ વતનમાં આજે એ એટલા લોકપ્રિય નથી જેટલા હોવા જોઈએ. ગાંધીએ દેશને આઝાદી અપાવી હતી એટલું જ નહીં પણ અસ્પૃશ્યતા નિવારણ, કોમી ભાઈચારા, ગરીબી અને બેરોજગારી ક્ષેત્રે પણ એમણે નોંધપાત્ર પ્રદાન કર્યુ હતું. એમના બધા સિધ્ધાંતો સાથે સંમત ન થઈએ તો પણ એમની પ્રમાણિકતા, સાદગી અને લોકોને ખેંચવાની કુશળતાનો તો સ્વીકાર કરવો જ પડે પણ છેલ્લાં કેટલાંક સમયથી દેશમાં કેટલાક જથ્થો તરફથી સતત એમને જુદા ચિતરવાનો પ્રયાસ થાય છે. આ પ્રચારનો ભોગ યુવા પેઢી બની હોય એમ પણ બને.. પણ આશ્ચર્યની વાત એ છે કે ગાંધી અને પછી ત્રીજો ક્રમ હિટલરનો આવે છે. એને ૧૭% યુવાનોએ પસંદ કર્યો છે. એ લોકોએ હિટલરે જે ભયાનક ત્રાસવાદનું શાસન ચલાવ્યું અને વિશ્વ યુધ્ધમાં કરોડો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા એની ચિંતા કર્યા વગર હિટલર ઉપર પસંદગી ઉતારી છે. આજના યુવાનો માને છે કે નેતાગીરીમાં આક્રમકતા અને ક્રિયાશીલતા હોવી જરૂરી છે. એ લોકો કોઈ વિચારસણીને ગૌણ ગણે છે. અને માને છે કે રાષ્ટ્રો સત્તા એ વર્ચસ્વથી જ ટકે છે. આ પ્રશ્નાવલિમાં પસંદગીની વિશ્વનેતાગીરી અને ભારતીય નેતાગીરી એમ બન્ને વિષે પૂછવામાં આવ્યું હતું અને વિશ્વ નેતાગીરીની બાબતમાં વિદ્યાર્થીઓએ ગાંધીજી પછી હિટલર ઉપર પસંદગી ઉતારી હતી. દિલ્હી અને મુંબઈના વિદ્યાર્થીઓએ તો સર્વાનુમતે હિટલરને પસંદ કર્યા હતો અને એને મહાન દેશભકત તરીકે ઓળખાવ્યો હતો. એટલુ જ નહીં એની સિધ્ધિઓને ઉત્કૃષ્ટ ગણાવી હતી. એના બધા અપકૃત્યોને માફ કરી દીધા હતા. એમના મત મુજબ હિટલરમાં મહાન નેતા બનવાના બધા જ ગુણો હતા. એટલું જ નહીં પણ લોકોને બળપૂર્વક પોતાની પાછળ ચલાવવાની આવડત પણ હતી. કલકત્તા અને બેંગ્લોરમાં પણ હિટલરની પસંદગી થઈ હતી. કેમ કે એ લોકો માને છે કે હિટલરમાં આક્રમક રાષ્ટ્રવાદનું તત્વ હતું નેપોલિયનને પણ એ લોકો પસંદ કરે છે અને માને છે કે એનામાં ધ્યેય સિધ્ધ કરવાની આવડત હતી કેટલાક વિદ્યાર્થીઓએ તો હિટલરની સાથે બિસ્માર્ક અને મુસોલીનીની પણ પ્રશંસા કરી હતી કલકત્તાના વિદ્યાર્થીઓએ સુભાષબાબુને પસંદ કર્યા હતા ત્યાંની સેંટ ઝેવીયર્સ કોલેજના અનેક વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે સુભાષબાબુ જીવનના અંતિમ શ્વાસ સુધી લડી લેતા હતા. એમની જેમ જ કેટલાક લોકોએ ભગતસિંઘ ઉપર પસંદગી ઉતારી હતી અને એવું કહ્યું હતું કે દેશને આઝાદી ભગતસિંઘે જ અપાવી હતી. યુવાનોની પસંદગીમાં ઝડપી ગતિ અને મતલબ પૈસા કમાવવાની વૃતિ મુખ્ય હતી પરિણામે એમણે બીલ ગેઈટ્સને પણ પસંદ કર્યા હતા. પસંદગીનું કારણ પૂછવામાં આવતા એમણે સ્પષ્ટ કર્યુ હતું કે બીલ ગેઈટ્સને પૈસા કેમ કમાવા એ સારી રીતે આવડે છે. કેટલાંક વિદ્યાર્થીઓએ સોનિયા ગાંધીને પણ બીલ ગેઈટ્સની હરોળમાં મૂકયા હતા. બીન રાજકીય વ્યકિતઓની યાદીમાં મેઘા પાટકર, બાબા આમટે અને મધર ટેરેસા મોખરે રહતા હતા. એ પછી કે.આર.નારાયણમૂર્તિ, મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી, સુબતો રોય અને એકતા કપૂર મોખરે રહ્યા હતા. આ બધામાં એમણે વહીવટી આવડતનો ગુણ જોયો હતો. એકતા કપૂરની એમણે એટલા માટે પસંદગી કરી હતી કે એને પૈસા કમાતા આવડે છે. દેશમાં તમે કયા પ્રકારની નેતાગીરી પસંદ કરો છો એવા પ્રશ્નોના જવાબમાં યુવાનોએ કહ્યું હતુ કે, ભ્રષ્ટ નેતાગીરીને ઘરે બેસાડી દેવી જોઈએ. એમની જગ્યાએ યુવા અને ગતિશીલ નેતાગીરી આવવી જોઈએ. એક વિદ્યાર્થીએ કહ્યું હતુ કે વ્યવહાર નીતિથી દેશ એક રહી શકયો છે ભારતમાં નેતાગીરીની ખામીઓ કઈ એવા પ્રશ્નના જવાબમાં યુવાનોએ કહ્યું હતુ કે મહાન નેતાઓ ઈતિહાસમાં ગુમ થઈ ગયા છે. કોઈને દેશના હિતની પડી નથી. કેટલાક યુવાનો તો આ બાબતમાં ખૂબ આક્રમક હતા એ લોકોનો મુખ્ય ગુસ્સો એ હતો કે મોટા ભાગના નેતાઓ ભ્રષ્ટ છે, બીનકાર્યક્ષમ છે અને દીર્ઘ દ્રષ્ટિ વગરના છે. કેટલાંક યુવાનોએ તો ''નેતા''ને બદલે ''લેતા''શબ્દ વાપર્યો છે. રાજકારણમા અભણ લોકો અને ગુનેગાર લોકો પણ ઘુસી ગયા છે. એમનામાં કોઈ જ્ઞાાન પણ નથી. વિચારો નથી અને પ્રતિબધ્ધતા પણ નથી. આ લોકોએ કહ્યુ હતું કે નેતા એવો હોવો જોઈએ કે જે યુવાન હોય અને ચારિત્ર્યશીલ હોય, દેશના સંચાલનમાં એનો અભિગમ ઉદાર અને આધુનિક હોવો જોઈએ. એક વિદ્યાર્થીએ કહ્યુ હતું કે સારા નેતામાં બીનસાંપ્રાદાયિકતાનો ગુણ પણ હોવો જોઈએ. એણે કોમ, નીતિ કે ધર્મના સંકુચિત વાડામાંથી બહાર આવવું જોઈએ. એ નીડર હોવો જોઈએ. કેટલાક લોકોએ ઈતિહાસમાંથી નેતાની પસંદગી કરવાની આવી ત્યારે અબ્રાહમ લિંકનની પસંદગી કરી હતી અને એમને મહાન નેતા તરીકે ઓળખાવ્યા હતા તો બીજા કેટલાકે નેલ્સન મંડેલાને સર્વોચ્ચ નેતાના ગુણ આપ્યા હતા. અને એમણે એમના દેશવાસીઓ માટે જે સેવા કરી અને રંગભેદ સામે જે રીતે ઝઝુમ્યા એની પ્રશંસા કરી હતી કલકતાના વિદ્યાર્થીઓએ લેનિન અને ચેદગ્વેવારાની પસંદગી કરી હતી. એ બન્ને ડાબેરી વિચારસરણી ધરાવતા હતા. યાદીમાં કેટલાક લોકોએ અશોક અને સિકંદરનો પણ સમાવેશ કર્યો હતો. આ સર્વેક્ષણમાં એક વાત નિર્વિવાદ છે કે જુની પેઢીની જેમ નવી પેઢી પણ હાલની નેતાગીરીથી એકદમ નિરાશ છે. કેન્દ્ર અને રાજયોમાં જયાં નજર કરો ત્યાં ભ્રષ્ટ અને વામણી નેતાગીરી નજરે પડે છે. એક સમયે આ જ દેશમાં ગાંધી, સરદાર, મૌલાના આઝાદ, લાલા લજપતરાય, ગોખલે અને લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાઓ થઈ ગયા હતા. એમ માનવા પણ કોઈ તૈયાર ન થાય આ બધા નેતાઓ નખશીખ પ્રમાણિક, સજ્જન અને દેશપ્રેમથી ઉભરાતા હતા. એમની પધ્ધતિઓ કે વિચાર સરણીઓ ભલે જુદી જુદી હોય પણ એમની નિષ્ઠા અને પ્રતિબધ્ધતા શંકાથી પર હતી. અત્યારે એવા નેતાઓ નથી એમ નથી પણ એમનું પ્રમાણ અતિઅલ્પ છે. અત્યારની નેતાગીરી દરેક વસ્તુમા ધર્મની બીન જરૂરી ભેળસેળ કરે છે આપણને એવા નેતાની જરૂર છે કે જે ધર્મને એના સ્થાને રાખે, અર્થ કારણને એના સ્થાને રાખે આપણને એવા નેતાગીરીની જરૂર છે કે જે માત્ર ચુંટણી જીતવાના ટૂંકી દ્રષ્ટિના ધ્યેયને નહીં પણ દેશના વિકાસના ધ્યેયને નજર સામે રાખીને ચાલે આપણે ત્યાં નેતાઓની જેમ જ રાજકીય પક્ષોને પણ રાફડો ફાટયો છે. કેન્દ્રમાં જુદા જુદા પક્ષો વચ્ચે વિચારસણીમાં પણ મોટુ અંતર છે. કેટલાક પક્ષો તો એક બીજાથી તદ્દન વિરોધાભાસી વિચારસણી ધરાવે છે. દેશની પ્રગતિ માટે જરૂર છે રાજકીય પક્ષોની સંખ્યા ઘટાડવાની બીજી જરૂર છે પ્રમાણિક નેતાગીરીની.

ગુજરાત સમાચાર 8 May 2021 5:45 am

આપણે નાગરિક ધર્મ અપનાવવાની જરૂર છે

- વિચાર વિહાર-યાસીન દલાલ - નાગરિક ધર્મ એટલે જે સારા નાગરિક બનાવે તે. એક જવાબદાર નાગરિકની ફરજોનો આમાં સમાવેશ થાય છે માનવીના ઘડતરમાં ઘણાં પરિબળો કામ કરે છે. પણ એમાંથી કેટલાક પરિબળો વધુ મહત્વનાં છે. એક પરિબળ કુટુંબનું છે. માણસ જે કુટુંબમાં જન્મ્યો હોય એના ંસસ્કાર અને રીતરિવાજો એના સમગ્ર જીવન ઉપર છવાઈ જાય છે. અપવાદરૂપે કોઈક જ માણસ એમાંથી મુક્ત રહી શકે છે. એટલે જ આપણે કોઈ સાથે મૈત્રી કે પરિચય કેળવતાં પહેલાં એના કૌટુંબિક ઉછેરની જાણકારી મેળવી લઈએ છીએ. બીજું પરિબળ શાળા કે કોલેજમાં એણે કેવી તાલીમ મેળવી એના ઉપર પણ રહે છે. આવું જ ત્રીજુ પરિબળ ધર્મ કે જ્ઞાાતિનું છે દરેક માનવીના વ્યક્તિત્વ ઉપર એના ધાર્મિક તેમ જ જ્ઞાાતિગત સંસ્કારો છવાયેલા હોય છે. માણસ સદીઓ પહેલાં આદિમાનવની કક્ષામાં હતો ત્યારે આ પરિબળોએ જ એને સભ્ય અને સંસ્કૃત બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. એક સમયે યુરોપમાં ચર્ચનો પ્રભાવ પણ અત્યંત તીવ્ર હતો. આ પરિબળોમાં સમય પર ફેરફારો થતા રહે છે. યુરોપના દેશોમાં અને આપણે ત્યાં પણ મહાનગરોમાં કુટુંબપ્રથા હવે તૂટવા લાગી છે. નવયુગલો મોટે ભાગે હવે સંયુક્ત કુટુંબથી જુદાં રહેવાનું જ પસંદ કરે છે. એવું જ ધર્મ અને જ્ઞાાતિનું છે. યુરોપમાં તો આ પરિબળે લગભગ વિદાય લીધી છે. કમનસીબે આપણા દેશમાં ધર્મ અને જ્ઞાાતિ ફરી એક વાર વધુને વધુ મજબૂત થઈ રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિમા ધારણ કરે એ ધર્મ એવી વ્યાખ્યા અપાઈ છે. અહીં ધર્મનો અર્થ કોઈ સંપ્રદાય નહીં પણ માણસની નૈતિક ફરજ થાય છે. જો એનું પાલન થતું હોય તો એની સામે વાંધો પણ નથી. પણ આપણા સંપ્રદાયો વધુ ને વધુ સંકીર્ણ થતાં જાય છે. ધર્મનો વિશાળ અર્થ ભૂલીને રીતરિવાજો અને ટીલા ટપકામાં આણે અટવાઈ ગયા છીએ. વર્ષ પુરૂ થાય છે ત્યારે આપણે બધા નવા વર્ષની શુભેચ્છા એકબીજાને પાઠવીએ છીએ. પણ એ શુભેચ્છા હવે એક પરંપરા અને ઓપચારિકતા બનીને રહી ગઈ છે. એમાં અ બ ને શુભેચ્છા આપે ત્યારે સાચો અ અને સાચો બ કયાંક છૂપાયેલો હોય છે. જે દેખાય છે એ હકીકત નથી હોતી એ હકીકત હોય તો સમાજમાં કયાંય ઈર્ષ્યા દ્વેષ કે ખટપટ રહે જ નહીં. પણ એ રહે છે. એ બતાવે છે કે, આપણે એકબીજાને ભેટીએ છીએ તે માત્ર ઔપચારિકતા જ હોય છે. આપણને અત્યારે સાચી જરૂર નાગરિક ધર્મની છે. આખી દુનિયાએ અપનાવેલો ધર્મનો આ નવો પ્રકાર છે. નાગરિક ધર્મ એટલે જે સારા નાગરિક બનાવે તે. એક જવાબદાર નાગરિકની ફરજોનો આમાં સમાવેશ થાય છે. બે માણસો મળે ત્યારે કેમ વાતચીત કરવી ત્યારથી માંડીને રસ્તા ઉપર વાહન કેમ ચલાવવું એનો આમાં સમાવેશ થઈ જાય છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આપણને ત્યાં નાગરિક ધર્મમાં ઘણી ખામીઓ રહી ગયેલી દેખાશે. આપણાં મોટા ભાગનાં મહાનગરો આજે જંગલમાં ફેરવાઈ ગયાં છે. વસ્તી ફાટફાટ થઈ રહી છે. એટલું જ નહીં પણ દરેક શહેર માણસની ભીડથી ઉભરાઈ રહ્યાં છે. ભીડની પણ શિસ્ત હોય છે. પણ આપણા રસ્તાઓ ઉપર એ પણ જોવા મળતી નથી. મોટા ભાગનાં શહેરોમાં રસ્તો કેમ ઓળંગવા એની કોઈ વ્યવસ્થા દેખાતી જ નથી. પરિણામે વાહનોની ભીડમાં માણસ ગમે ત્યારે ગમે ત્યાંથી રસ્તો ઓળંગે છે. પરિણામે, એ ઘણી વાર વાહનની સાથે ભટકાઈ બેસે છે. આપણાં વાહનો પણ બેફામ ગતિથી મનફાવે તેમ દોડતાં હોય છે. ટ્રાફિક પોલીસ કાં તો હોતી જ નથી અને હોય છે તો એટલી અપૂરતી હોય છે કે ઊભા ઊબા તમાશો જોયા કરે છે. પરિણામે, આપણા દેશમાં વસ્તીની દ્રષ્ટિએ વાહનોની સંખ્યા ઓછામાં ઓછી હોવા છતાં જીવલેણ અકસ્માતોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ હોય છે. દર વર્ષે દોઢથી બે લાખ માણસો આવા અકસ્માતમાં માર્યા જાય છે. એનાથી અનેકગણી મોટી સંખ્યામાં મામસો અપંગ બને છે. આપણાં શહેરોમાં આંતરિક રસ્તા અને બે શહેરોને જોડતા રાજમાર્ગો પણ અત્યંત સાંકડા અને ભાંગેલા તૂટેલા હોય છે. એને પહોળા કરવા જોઈએ અને ભાંગેલા તુટેલા રસ્તા તાત્કાલિક રિપેર કરવા જોઈએ. પણ આમાંથી કાંઈ થતું નથી. ઊલટું ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે નવા રસ્તા બનાવવાના હોય કે જૂના રિપેર કરવાના હોય એ પણ ખૂબ ટૂંકા સમયમાં ફરીથી એ જ અવસ્થામાં આવી જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો રસ્તાઓની સ્થિતિ અત્યંત ભયજનક છે. આપણને સામે રસ્તો ચોખ્ખો દેખાતો હોય પરિણામે આપણે ઝડપતી વાહન હંકારતાં હોઈએ ત્યારે અચાનક ચારથી છ ફૂટ ઊંડો ખાડો આવે અને વાહન ઊથલી પડે આવી તો લાખો ઘટનાઓ રોજ દેશમાં બનતી હશે પણ, તંત્ર એટલું નિંભર થઈ ગયું છે કે આવી ફરિયાદોને ગાંઠતું જ નથી. આમાં એક વાત આશ્વાસન રૂપ જરૂર છે. જો રાજયપાલ, મુખ્યપ્રધાન કે બીજા કોઈ પ્રધાન એ રસ્તેથી પસાર થવાના હોય તો રાતોરાત રસ્તો રિપેર થઈ જાય છે. આપણાં મોટા ભાગનાં શહેરોમાં બહુમાળી ઈમારતોમાં સીડી ઉપર ચડીએ એટલે ચારેય બાજુ પાનની પિચકારીઓ મારેલી દેખાશે. ઉપરાંત ભાગ્યે જ કોઈ બિલ્ડિંગમાં સીડી ઉપર વીજળીનો બલ્બ જોવા મળશે. બિલ્ડિંગના રહેવાસીઓ કાં તો એનો ખર્ચ પણ ભોગવે એ માટે ઝઘડતા હશે. નહીં ઝઘડતા હોય તો બલ્બ ગણતરીની મિનિટોમાં ચોરાઈ જશે. કેટલીક બિલ્ડિંગોમાં ઉપર અત્યંત વૈભવી દુકાનો અને શોરૂમ જોવા મળશે આ બધી જવાબદારી લોકોની સામુહિક છે. પણ આવી સામુહિક જવાબદારીની ભાવના બહુ જ ઓછી જોવા મળે છે. રહેણાંક વિસ્તારોમાં પણ વધતા ઓછા અંશે આ જ સ્થિતિ જોવા મળે છે. લોકો ઘરનો કચરો એકઠો કરીને બાજુવાળાના ઘર પાસે ફેંકી આવે છે. મોટા ભાગનાં શહેરોમાં સુધરાઈ રસ્તા કે શેરી સાફ કરવાનું કામ જ કરતી નથી કેટલીક શેરીમાં મોટી કચરા ટોપલીઓ રાખવામાં આવે છે, પણ કચરો મોટે ભાગે એની બહાર ફેંકેલો હોય છે. અથવા તો નિયમિત સફાઈ નહીં હોવાને લીધે આખી કચરાટોપલી ભરાઈ જાય છે. આપણે પશ્ચિમની સંસ્કૃતિથી એટલા પ્રભાવિત થયા છીએ કે ત્યાં કોઈ શોધ એને તરત જ દેશમાં લાવવી જોઈએ. પણ એ શોધનો ઉપયોગ કરતી વખતે એની સાથે જે શિસ્ત રાખવી જોઈએ એ રાખતા નથી. કેટલાંક ગામમાં રસ્તા પહોળા થાય પણ રસ્તાની વચ્ચે ઉભેલા થાંભલા હાટાવતા નથી. પરિણામે એ થાંભલા સાથે વાહનો અથડાઈ જાય છે. અને અકસ્માત થાય છે. આપણા દેશમાં એ.સી. પ્રકારની વિજળી વપરાતી હોવાને કારણે વિજળીના થાંભલાને ખુલ્લા વાયર જીવલેણ નીકળે છે. યુરોપના મોટા ભાગના દેશોમાં આનાથી જુદી પદ્ધતિ હોવાથી સ્વિચબોર્ડમાં હાથ નાખવાથી કાંઈ થતું નથી. વિજળી વારંવાર રિસાઈ જવાના બનાવોથી તો આપણે રેવાઈ ગયા છીએ. સાત આઠ મિત્રો એકઠા થાય ત્યારે વાત કેમ કરવી તેમજ કોઈ સંસ્થાનું અધિવેશન મળે ત્યારે એનું સંચાલન કેમ કરવું એ પણ બેઠકમાં બેઠો હોઈએ એટલે આવી શિસ્ત જળવાતી નથી. એક માણસ બોલતો હોય ત્યારે વચ્ચે કોઈએ એને કાપીને દખલ ન કરવી જોઈએ એ માનવ સહજ શિસ્ત છે. એકવાર એક વ્યકિત આ શિસ્ત તોડે એટલે તરત બીજી વ્યકિત પણ કુદી પડે છે. અને પછી તો આખી બેઠક ઘોંઘાટમય થઈ જાય છે. આપણી સંસદ અને વિધાનસભાના સંચાલનના પણ ચોકકસ નિયમો હોય છે. પણ કમનસીબે આપણા લોકપ્રતિનિધિઓ એમાંથી કોઈ શિસ્ત પાળતા નથી. પરિણામે સતત ઘોંઘાટ અને શોરબકોર ચાલતો રહે છે. રસ્તા ઉપર કેમ ચાલવું, વાહન કેમ હંકારવું જાહેરમાં કેમ બોલવું એ બધામાં પણ એક પ્રકારની શિસ્તની અપેક્ષા રહે છે. વાહન ચાલકોએ સમજવું જોઈએ કે ચાલુ વાહને રસ્તા ઉપર થુંકાય નહીં. એમણે એ પણ સમજવું જોઈએ કે વાહનમાં હોર્ન માત્ર ઈમરજન્સી માટે હોય છે. ગમે ત્યારે ઘોંઘાટ કરવા માટે નહી. આજે આપણને સાચી જરૂર આવા નાગરિક ધર્મની છે. આપણા છાશવારે મોટા સરઘસો નીકળતાં રહે છે. અને ટ્રાફિકને નડતાં રહે છે. લોકો અંગત પ્રસંગોએ પોતાના ઘર પર મોટા મોટા લાઉડ સ્પીકર મૂકીને આખા વિસ્તારમાં ઘોંઘાટ કરતા રહે છે...... લોકોને ઉત્સવો મનાવવાની છૂટ છે, પણ એમણે જોવું જોઈએ કે એનાથી રસ્તા ઉપરની શાંતિમાં ખલેલ ન પહોંચે કયારેક આવા ઘોંઘાટના પ્રાસથી માંદા માણાસો થાકી જાય છે. ધર્મ એ માત્ર સાંપ્રાદાયિક ક્રિયાકાંટ નથી. એની સાથે નાગરિક ધર્મ પણ ભળે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય માણસને ઘડનારા પરિબળો ઘણો છે. પણ વિજ્ઞાાને જે અવનવી શોધો કરી એ પછી નાગરિક ધર્મે નવું મહત્વ ધારણ કર્યુ છે. આપણી પ્રજા જુદા જુદા વાડાઓમાં વહેંચાયી છે. હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ એમ પ્રવાહ આગળ ચાલે છે. ઉપરથી આ બધાના અનેક પેટા સંપ્રદાયો છે. અને આ બધા સંપ્રદાયો પરસ્પર પ્રેમથી રહેવાને બદલે અંદર-અંદર ઝઘડે છે. નાગરિક ધર્મની કોઈ સીમા નથી અને કોઈ વાડા નથી. સરહદોને અતિક્રમીને એ સમગ્ર દેશને આવરી લે છે. આમ આપણે જો વાસ્તવમાં નાગરિક ધર્મ અપનાવીએ તો સ્વચ્છતા સહિત ઘણાખરા પ્રશ્નો આપોઆપ જ ઉકલી જાય.

ગુજરાત સમાચાર 1 May 2021 5:40 am

પ્રાણીઓ પણ માણસ જેટલા જ સ્માર્ટ છે

- સંવેદના : મેનકા ગાંધી પૃથ્વી પરના તમામ જીવો કરતાં માણસ વધુ બુધ્ધિશાળી છે તે ભ્રમમાંથી બહાર આવો.. નાના કદના પ્રાણીઓ જેવાંકે વાનરના બચ્ચાં વગેરે કોઇ કામ કરવા માટે જમણા હાથનો ઉપયોગ કરે છે. પરંતુ આંચકીને ખોરાક લેવો હોય ત્યારે ડાબા હાથનો ઉપયોગ કરે છે.. ડોગ પોતાના પગ બીજા પગની ઉપર રાખવા ટેવાયેલો હોય છે. ડોગને તાલીમ આપતા લોકોેએ તેમની ટેવ બદલવા પ્રયાસ કર્યો હતો પણ ફાવ્યા નહોતા... આપણે માનવજાત એમ માનતા આવીએ છીએ કે પૃથ્વી પરના તમામ જીવો કરતાં જુદા પણ તરી આવીએ છીએ અને વધુ બુધ્ધિશાળી પણ છીએ. પરંતુ સમય જતાં જેમ જેમ નવા સંશોધનો થતા ગયા એમ એમ જોવા મળ્યું કે માનવ જાત પોતાને જે અદ્દભૂત અને બુધ્ધિની દ્રષ્ટીએ બહુ સુપર સમજતી હતી એવું નથી અન્ય પ્રાણીઓ પણ માણસ જેટલાજ સ્માર્ટ છે. પ્રાણીઓની સ્માર્ટનેસ અને બુધ્ધિ ચકાસવા માટેના પ્રયોગો જીવાણુઓ, ફીશ,કાગડા અને વાનર પર કરાયા હતા. આ સંશોધનનું એક પાસું સમજવા જેવું છે. બ્રેનના ગોળાર્ધ પર સંશોધનો થયા છે. તેમાં ડાબો ભાગ અને જમણો ભાગ એમ બંનેને સમાવાયા છે. બ્રેનનો ડાબો ભાગ શરીરના જમણા અંગનું સંચાલન કરે છે એમ જમણો ભાગ ડાબા અંગનું સંચાલન કરે છે.મોટા ભાગના લોકો જમણેરી-જમણા હાથનો ઉપયોગ કરનારા હોય છે. એટલેકે તેમના બ્રેનનો ડાબો ભાગ રાઇટ સાઇડને વધુ મજબૂત બનાવે છે. આમ પણ ૯૦થી ૯૨ ટકા લોકોમાં બ્રેનનો ડાબો ભાગ શરીર પર નિયંત્રણ રાખે છે. અહીં પ્રશ્ન એ છે કે શું પ્રાણીઓ માણસ કરતાં જુદા છે? પ્રાણીઓના વિવિધ આકારના કારણે ઘણા સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, ફીશ કે કરોડરજ્જૂ વિનાના પ્રાણીઓમાં પણ મગજના બે ભાગ હોવાનું મનાય છે. કેટલાક પ્રાણીઓ જમણીના બદલે ડાબી આંખ અને ડાબા કાનનો ઉપયોગ કરે છે. જે બતાવે છે કે તેમનું જમણી સાઇડનું બ્રેન એક્ટીવ છે. ડાબોડી એટલેકે ડાબા હાથનો ઉપયોગ કરનારા વધુ સંવેદનશીલ હોય છે. એવી રીતે જમણા હાથનો ઉપયોગ કરનારા પાસે રોગ પ્રતિકાર શક્તિ વધુ હોય છે. પ્રાણીઓની વર્તણૂક પર સાયન્ટિસ્ટ મેક નિલેજે કરેલા એક અભ્યાસ અનુસાર મકાઉ પ્રકારના વાનર ડાબી તરફના મગજનો ઉપયોગ કરે છે. જ્યારે તમને કશુંક શિખવાડાય છેે ત્યારે તે ડાબા હાથનો ઉપયોગ કરે છે અને જ્યારે કોઇ વસ્તુ લેવી હોય ત્યારે તે જમણા હાથનો ઉપયોગ કરે છે. નાના કદના પ્રાણીઓ જેવાંકે વાનરના બચ્ચાં વગેરે કોઇ કામ કરવા માટે જમણા હાથનો ઉપયોગ કરે છે. પરંતુ આંચકીને ખોરાક લેવો હોય ત્યારે ડાબા હાથનો ઉપયોગ કરે છે. યુવાન ઘોડા તેમના જમણા નસકોરાથી શ્વાસ લેવાનું રાખે છે. જે ઘોડામાં સંવેદનશીલતાની માત્રા વધુ હોય તે જોવા માટે ડાબી આંખનો ઉપયોગ વધુ કરે છે. તાજેતરમાં પ્રાણીઓની વર્તણૂક પર થયેલા એક અભ્યાસ અનુસાર ૫૩ ટકા જેટલા ઘોડા પહેલા જમણો પગ આગળ મુકે છે. ૪૦ ટકા પહેલાં ડાબો પગ આગળ મુકે છે. ૭ ટકાનું કઇ ચોક્ક્સ નથી હોતું. અભ્યાસ કરનારાઓએ પહેલા ક્યો પગ ઉપાડવો તે માટે ફોેર્સ કરવા પ્રયાસ કર્યા હતા પરંતુ કોઇ ફર્ક નહોતો પડયો. ડોગ પોતાના પગ બીજા પગની ઉપર રાખવા ટેવાયેલો હોય છે. ડોગને તાલિમ આપતા લોકોે તેમની ટેવ બદલવા પ્રયાસ કર્યો હતો પણ ફાવ્યા નહોતા. ડોગ ડાબી કે જમણી એમ કોઇ પણ દિશામાં તેના માલિક ચલાવે એમ ચાલે છે પશુઓ કોઇ પણ નવી ચીજ ડાબી આંખથી જુવે છે . એવુંજ ફીશ,મરઘીના બચ્ચાં વગેરે પણ કરે છે. ચામાચિડીયાં ઉપર ચઢવા કે ખોરાક આંચકી લેવા ડાબા હાથનો ઉપયોગ કરે છે. કાંગારૂ તેમના ડાબા પગનો ઉપયોગ કોઇ વસ્તુ પોતાની તરફ ખેંચવા કરે છે જ્યારે જમણા પગનો ઉપયોગ પોતાની શક્તિ બતાવવા કરે છે. મોટા ભાગના પોપટ કોઇ વસ્તુ પકડવા કે ખાવાનું પકડવા ડાબા પગનો ઉપયોગ કરે છે. રેઇનબો પ્રકારની ફીશ પોતાના ગૃપ તરફ જો જમણી આંખે જુવે છે તો ડાબી તરફ તરીને જાય છે અને જો ડાબી આંખેથી જુવે છે તો જમણી તરફ જાય છે. ૧૯૮૬માં કરેલા સંશોધન પ્રમાણે ઝિબ્રા મેલ જ્યારે ફિમેલ તરફ જુવે છે ત્યારે જમણી આંખે જુવે છે. એમી મ્યુઝિક પ્રકારના દેડકા સંવનન માટેના સિગ્નલનો અવાજ જમણા કાને પકડી લે છે અને કોઇ હુમલાખોરનો અવાજ ડાબે કાનેથી પકડી લે છે. કૂતરા અને બિલાડી કોઇ પણ પગનો ઉપયોગ કરે છે. જો ટકાવારી પ્રમાણે જોવા જઇએ તો ૪૬ ટકા બિલાડીઓ ખોરાક પકડવા પહેલાં જમણો પગ આગળ કરે છે. ૪૪ ટકા બિલાડી ડાબો પગ આગળ લાવે છે. ૧૦ ટકા બિલાડી ગમે તે પગ આગળ લાવે છે. બિલાડીની મોટાભાગની જાત તેમના સ્વભાવ અને મૂડ પ્રમાણે ખોરાકને ખેંચે છે. બિલાડી ક્યા પંજાનો ઉપયોગ કરે છે તે બાબતે અનેક સંશોધનો થયા છે. તે પ્રમાણે જોવા જઇએ તો તેમાં મેલ અને ફિમેલના પણ ભાગ પડાયા છે. ૯૫ ટકા ફિમેલ કેટ પહેલાં જમણો પગ ઉપાડે છે. જ્યારે ૯૫ ટકા મેલ કેટ પહેલાં ડાબો પગ ઉપાડે છે. જ્યારે બિલાડી ટેન્શનમાં હોય ત્યારે ક્યો પગ ઉપાડે છે તે પર પણ સંશોધન થયા છે. કેટલાક લોકો ડોગ ખરીદવા જાય ત્યારે તે ડાબોડી છે કે જમણેરી છે તે ખાસ જુવે છે. ડોગનો માલિક પોતે સ્ટ્રેસમાં હોય ત્યારે તેને ગમતા ડોગ હિલીંગ ટચ આપતા હોય છે. મરઘી જમીન પર ફૂડ શોધવા માટે તેનો જમણા પગથી જમીન ખોતરે છે.આ માટે તે તેની જમણી આંખનો ઉપયોગ કરે છે. ૧૯૮૦ના દાયકામાં થયેલા સંશોધન અનુસાર જમીન પર પડેલા દાણા શોધવામાં મરઘીની ડાબી આંખ કરતાં જમણી આંખ વધુ સારું કામ કરે છે. તે જ્યારે ખાવાનું શોધે છે ત્યારે તેની ડાબી આંખ હુમલાખોરો પર નજર રાખે છે. કબુતરમાં પણ જમણી આંખનું પ્રભુત્વ હોય છે. પરંતુ કબુતર ખોરાક શોધવા પગનો ઉપયોગ નથી કરતું એટલે તે જમણા પગના ઉપયોગનું મહત્વ તે સમજી શક્યું નથી. જ્યારે આકારની વાત આવે છે ત્યારે પક્ષીઓના બ્રેન અને માનવના બ્રેન એક સરખા લાગે છે. સંશોધકો એ જણાવે છે કે જમણેરી ડોગ કરતાં ડાબોડી ડોગ વધુ નિરાશાવાદી હોય છે. ડોગના માલિકો પણ ડોગ ડાબોડી છે કે જમણેરી તે જાણવા પ્રયાસ પણ કરે છે. ડોગની મુવમેન્ટ પરથી ખબર પડે છે કે તેના બ્રેનનો ક્યો ભાગ કામ કરે છે.આમ માત્ર ડોગની મુવમેન્ટ પરથી ક્યો ડોગ સારો સર્વિસ ડોગ બની શકે છે તે જાણી શકાય છે. આમ માણસ સુપીરીયર છે તે માન્યતા આ મુદ્દે પણ ખોટી પડે છે.

ગુજરાત સમાચાર 26 Apr 2021 5:30 am

આશાવાદ, નિરાશાવાદ અને વાસ્તવવાદ

- વિચાર વિહાર-યાસીન દલાલ - લોકશાહીની સાથે જ શાંતિમય સહઅસ્તિત્વનો સિધ્ધાંત આપોઆપ જોડાયો છે. પણ વાસ્તવમાં એ કયાંય દેખાય છે ખરો? આસપાસ બનતી ઘટનાઓ ઉપર નજર કરીએ તો કેવી પ્રતિક્રિયા આવે છે? આશાવાદી લોકો હંમેશાં સકારાત્મક પ્રતિક્રિયા આપે અને નિરાશાવાદી લોકો હંમેશા નકારાત્મક પ્રતિક્રિયા આપે, પણ આ બંને વચ્ચે એક પ્રતિક્રિયા છૂપાયેલી છે. એનું નામ છે વાસ્તવિક પ્રતિક્રિયા. આ વાસ્તવવાદ શું કહે છે? નિર્મમ અને તટસ્થ બનીને જોઈએ તો ચારે બાજુ નિરાશાજનક વાતાવરણ હતું અને છે. ગઈકાલે પણ નિરાશા જ હતી અને આજે પણ નિરાશા છે. પછી આપણે આંખ આડા કાન કરીને કહીએ કે કંઈ લાખો નિરાશામાં અમર આશા છૂપાયેલી છે. તો એનો અર્થ નથી મતલબ કે બેમાની છે. મનુષ્ય ઈતિહાસ આખો યુધ્ધ અને હિંસાથી ભરેલો છે. ઈતિહાસમાં આપણને ભણાવવામાં આવે છે કે, મનુષ્ય પાંચ હજાર વરસથી સભ્ય અને સંસ્કૃત બની ગયો છે. પણ એમાં આધી હકીકત અને આધા ફસાના છે. પ્રાચીન કાળમાં જયારે લોકશાહી નહોતી ત્યારે રાજા બાદશાહો શું કરતા? એકબીજા ઉપર હુમલા કરતા અને બળપૂર્વક પોતાનો વિસ્તાર વધારતાં ત્યારે બંદૂકો ન હોતી, તલવારથી કામ લેવાતું. યુધ્ધનાં મેદાનમાં હજારો લોકો તલવારથી ઘાયલ થઈને તરફડતા પડયા હોય, એમની ચીસો સાંભળનારૂં કોઈ ન હોય. પાણી પાણીના પોકારોથી મેદાન ગાજી ઉઠે પણ પાણીને બદલે ચારે તરફ લોહીનાં ખાબોચિયાં દેખાતા હોય. જે રાજા વિજયી બને એ એનો ઉત્સવ માણે પછી પરાજિત રાજાની દીકરી સાથે જબરદસ્તીથી પરણે. વિજેતા અને પરાજિત કોઈના મર્યા ગયેલા સૈનિકોનો લેશમાત્ર રંજ ન હોય કે એમનાં કુટુંબનું શું થશે, એની ચિંતા પણ ન હોય, અકબર અને અશોક ઈતિહાસના અપવાદો છે. અશોકે આમ્રપાલીને પ્રાપ્ત કરવા ભીષણ યુધ્ધ છેડયું. વિજેતા બનીને એ આમ્રપાલીને મળે છે ત્યારે માનવીઓનું લોહી વહેવડાવ્યું.અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને એ બૌધ્ધ બનીને અહિંસાનો માર્ગ અપનાવે છે. હવે આજની વાત કરીએ તો દુનિયાના મોટા ભાગના દેશોમાં લોકશાહી શાસન પ્રવર્તે છે. લોકશાહીની સાથે જ શાંતિમય સહઅસ્તિત્વનો સિધ્ધાંત આપોઆપ જોડાયો છે. પણ વાસ્તવમાં એ કયાંય દેખાય છે ખરો? સોફોકિલઝે સાચું જ કહ્યું છે કે વિશ્વમાં અનેક અજાયબીઓ ભરેલી છે પણ મનુષ્ય જેવી અજાયબી કોઈ નથી. આ અજાયબી માણસે પોતે જ સર્જી છે. મનુષ્ય ગમે એવો સભ્ય અને સંસ્કૃત હોવાનો દાવો કરે પણ એના બધાં લક્ષણો પશુ જેવાં છે. નિત્સેએ સાચું જ કહ્યું હતું કે માણસ સ્વભાવથી તો ખરાબ જ છે પણ સમાજમાં રહેવા માટે એણે સારા બનાવાનો દંભ કરવો પડે છે. બેસતા વર્ષને દિવસે માણસ એકબીજા સાથે હાથ મિલાવે ત્યારે કેટલા માણસોના હાથમાં સાચો અને સ્વયંભૂ અને દેખાડો જ હોય છે. મોટેભાગે તો આમાંય એક પ્રકારની યાંત્રિકતા અને દેખાડો જ હોય છે. તહેવારોમાં માણસ મળવા આવે ત્યારે એને સાકર ખવડાવવાનો રિવાજ છે. પણ એ સાકરની અંદર તો ભારોભાર કટુતા અને કડવાશ જ ભરેલા હોય છે. લાગણીનું ઉત્પાદન કોઈ લેબોરેટરીમાં થઈ શકતું નથી. હું ફલાણા માણસને ઓળખું છું. એ વાક્યમાં જ ખરેખર કોઈ ઓળખ નથી. માણસ જાતને ઓળખી શકયો નથી તો બીજા ને કેવી રીતે ઓળખશે? પતિ પત્નિ એકબીજા સાથે છૂટાછેડા લઈ શકે પણ લાગણીઓ અને ઉર્મિઓના છૂટાછેડા કોઈ અદાલતમાં નોંધાતા નથી. મહાભારત હજારો વર્ષો પહેલા લખાયું પણ આજે પણ કયાંક સૂક્ષ્મ રીતે અને કયાંક ખુલ્લી રીતે મહાભારત ચાલતું હોય છે. પહેલાનાં યુધ્ધો તલવારતી લડાતાં અને એમાં બસો પાંચેસો માણસોની ખુવારી થતી હવે માણસે ખુવારીમાં પણ એટલી પ્રગતિ સાધી છે કે એક પછી એક વિક્રમો સ્થપાતા જાય છે. બે વિશ્વ યુધ્ધોમાં જ દોઢ કરોડ માણસો માર્યા ગયા. લાંબો વિચાર કરીએ તો ઈશ્વર ઉપરથી જ વિશ્વાસ ઊઠી જાય. મરનારાઓમાં સ્ત્રીઓ હતી, બાળકો હતાં, વૃધ્ધો હતા અને સાધુ સાધ્વીઓ પણ હતી. આ બધાએ શું ગુનો કર્યો હતો? યુનોની સ્થાપના પહેલા પણ એક વિશ્વ સંસ્થા હતી, જે વિશ્વયુધ્ધને રોકી શકી નહીં. અત્યારના યુનોમાં પણ યુધ્ધ રોકવાની તાકાત નથી. વોલ્ટરે કહ્યું હતું કે, માનવજાત ઝૂકી, લૂચ્ચી, સ્વાથી અને પશુ જેવી ક્રૂર છે એ ઐતિહાસિક સત્ય છે. નિત્સે માનતો કે માણસ સભ્ય બન્યો ત્યારથી સમાજમાં સારા દેખાવા માટે એને સારા બનવું પડે છે, અંદરથી તો એ ખરાબ જ હોય છે. પણ અચાનક કોઈ આવી ચડે ત્યારે અચાનક જેન્ટલમેન બની જાય છે. સમાજમાં પણ ચારે બાજુ પાર્ટીઓ અને અધિવેશનો તેમજમેળાવડાઓ ચાલતા રહે છે. માણસો એકબીજા સાથે હાથ મિલાવે છે અને ભેટે છે. આ દેખાડાની પાછળ બંને માણસોના મનમાં તો ચતુરાઈ અન ેકપટ જ ચાલતા હોય છે. ંબને બિઝનેસમેન હોય તો વિચારે છે કે હું આના કરતા કેમ આગળ વધી જાઉં. બંને કર્મચારીઓ હોત તો વિચારે છે કે આને પાછળ રાખીને હું પ્રમોશન કેમ મેળવી લઉ જયાં જુઓ ત્યાં કાવાદાવા અને પ્રપંચ જ દેખાય છે. કેટલીક વાર તો માણસ કોઈ જાતના કારણ વિના બીજાની ઈર્ષા કરતો થઈ જાય છે. કારણ કે, પ્રકૃતિથી જ એ ઈર્ષાળુ છે. માણસ માણસ ઉપર વિશ્વાસ કરતો નથી. પણ એક અરબી કહેવત મુજબ તાળા-ચાવી ઉપર તાળું મારવાની જરૂર પડત ખરી ? સાચી વાત એ છે કે મનુષ્ય હજી સુધી સભ્ય અને સંસ્કૃત બન્યો જ નથી. લગ્નની પ્રથા કુદરતી નથી પણ માણસે બનાવી છે પણ લગ્નની પાછળ આડા સંબંધોનું સામ્રાજ્ય ચાલતું રહે છે. કેટલાક દંપતીઓ દામ્પત્ય જીવનમાં ખરેખર સુખી હોય છે. એ રહસ્ય સુક્ષ્મ દર્શક કાચથી પણ નહીં દેખાય પણ પરણ્યા એટલે પરાણે પડયું પાનું નિભાવી લેવું પડે છે. '' માણસ માત્રમાં સારાપણું અને માનવતા રહેલી છે. એવી સંત-માન્યતા બિલકુલ સાચી નથી. એમ ભાગલા પછીની ઘટનાઓએ સાબિત કર્યુ છે. '' આ વાકય ખુશવંત સિંઘનું છે. એમણે કહ્યુ છે કે ભણેલા-ગણેલા સુખી વર્ગ માટે આઝાદી હશે. બાકી અમારે તો શું ? આજ સુધી આપણે અંગ્રેજોના ગુલામ હતા હવે પછી શિક્ષિત અને સુધી વર્ગના ગુલામ હશુ. કોઈ પણ આરોપી પોતાના ધર્મગ્રંથ ઉપર હાથ મુકીને સોગંદ ખાવાનું કહેવામાં આવે છે. ત્યારે ન્યાયધીશને એ પૂછે છે ''શું આપને ખાતરી છે કે અદાલતમાં રજૂ થનારા બધા આરોપી અને સાક્ષીઓ પોતપોતાના ધર્મગ્રંથ ઉપર હાથ મૂકીને જે સોગંદ ખાય છે એ સાચા હોય છે ? જો એમ હોય તો આ બધી પ્રક્રિયાની જરૂર જ શું છે ? '' આ એક પ્રશ્નમાં આપણી સમગ્ર ન્યાય પદ્ધતિના ધજાગરા ઉડી જાય છે. અત્યારે દેશમાં ત્રણ કરોડ જેટલા કેસ પેન્ડિગ છે. બધા તહોમતદારો અને બચાવ પક્ષ તથા સાક્ષીઓ સોગંદ લઈને જ જુબાની આપે છે. જે દેશમાં ૯૯ ટકા લોકો ધાર્મિક હોય એ દેશમાં આટલા બધા કેસથી અદાલતો શા માટે ભરાઈ જાય છે ? અને બધા લોકો સાચું જ બોલતા હોય તો અદાલતોની જરૂર જ શી ? પણ એવું નથી. આપણા દેશમાં દુનિયામાં સૌથી વધુ સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થાય છે. ધર્મગ્રંથ ઉપર સોગંદ ખાઈને જે લોકો ફરી જાય છે. એ ધર્મની ભારનાની હત્યા શું નથી કરતા ? આપણી મુશ્કેલીઓ હજી એની એ જ છે. માણસ આજે પણ છુપાવેશે આદિમાનવ જ છે બધાંના સમયમાં કે કૃષ્ણના સમયમાં માણસની જે સમસ્યાઓ હતી તે આજે પણ ઉભી જ છે. વર્તમાન સમયમાં ગાંધીજી જીવનભર લોકોને સત્ય અને અહિંસાનો ઉપદેશ આપતા રહ્યા ? કારણ કે લોકો અતિશય ખોટું બોલતા હતા અને વાતવાતમાં હિંસા કરતા હતા. ભગવાન બુધ્ધ અને મહાવીર જીવનભર લોકોને સચ્ચાઈનો ઉપદેશ આપી આપીને થાકી ગયા એમની જ જન્મભૂમિ બિહાર આજે માફિયાઓનું તથા ગુનેગારોનું સ્વર્ગ બની ગઈ છે. ત્યાં દરરોજ લૂંટ, ખુન તથા અપહરણ સામાન્ય બની ગયા છે. આ સમસ્યાઓ ગઈકાલે પણ વિદાય નહોતી થઈ, અને આજે પણ વિદાય નથી થઈ ઉપર ઉપરથી લીંપણ કરી દેવાથી સમસ્યાઓ ઉકેલી નથી જતી. આજે પણ મનુષ્ય ઉપરથી દેખાય છે તેવો ભીતર નથી હોતો બધે પ્રોટોકોલની બોલબાલા છે. મહેમાન આવે ત્યારે કેવી રીતે હાથ મિલાવવો, એમની સાથે કેવી રીતે વાત કરવી ત્યાંથી માંડીને હોટલમાં જમીએ ત્યારે ચમચી નીચે પડી જાય ત્યારે કેવી રીતે ઉપાડવી તથા જમવામાં શું શું ધ્યાન રાખવું એના કૃત્રિમ નિયમો આપણને બાળપણથી જ શીખડાવવામાં આવે છે. કયારે હસવું એ પણ કૃત્રિમબંધન બની ગયું છે. ચીનના માઓ-ત્સે-તુંગ કોઈ વિદેશી મહેમાન સામે હસે એટલે આખી દુનિયામાં ખળભળાટ ફેલાઈ જતો વિશ્વના રાજકીય વિશ્લેષકો એનું અર્થઘટન કરવામાં લાગી જતાં.

ગુજરાત સમાચાર 24 Apr 2021 5:40 am

આપણો જીવ બચાવતા જીવાણુઓનો જાણે-અજાણે ખાત્મો

- સંવેદના : મેનકા ગાંધી - આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં માઇગ્રેનની સમસ્યામાં રાહત મેળવવા ઘાસ પર ફરતા તીતીઘોડાનો ઉપયોગ થાય છે. તીતીઘોડાનું ટોક્સિન દર્દીની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની નળીઓને પહોળી કરે છે રોજ આવા લાખો જંતુઓને મારીને પેસ્ટ બનાવાય છે. આવા જંતુઓ પર્યાવરણ માટે ખૂબ મહત્વના હોય છે. પરંતુ તેમનો ખાત્મો બોલાવાય છે જેના કારણે પર્યાવરણ પર સીધી અસર થાય છે.. કુદરતના કામકાજમાં જીવાતો કે નીંદણ જેવું કશું નથી હોતું. આ બધું માનવજાતે ખોરાક માટે અનાજ ઉગાડવા માટે ઉભું કરેલું છે. માનવજાતે પોતાના માટે વસાહતો ઉભી કરવા કે માનવજાત માટે સર્વિસ સેન્ટરો ઉભા કરવા જમીનોમાં રહેલા જીવાણુઓની સાફસૂફી કરીને સમસ્યા ઉભી કરી છે. પોતાના માટે જમીન સાફ કરવા માનવજાતે જંતુનાશકોનો ઉપયોગ કરીને અબજો જીવાણુઓનો ખાત્મો બોલાવ્યો છે. વિશ્વભરનો માનવ સમુદાયના વિવિધ જાતના લોકો મેડિસીન માટે જીવાણુઓનો ઉપયોગ કરે છે. સ્થાનિક સ્તરે ઉગાડાતી ચીજોનો મેડિસીન બનાવવામાં વાપરવાનું ક્યારેય વિચારાતું નથી. એન્ટોમોથેરાપી (જીવાણુનો ઉપયોગ કરાય) એ મેડિકલ ક્ષેત્રની એવી એક બ્રાંચ છે કે જે મેડિસીન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જીવાણુના સાયન્સ સાથે જોડાયેલી છે. એન્ટીબાયોટીકસ દવાઓ સામે વધતા રજીસ્ટન્સ િંચંતાનો વિષય બનતા ફાર્માસ્યુટીકલ પર સંશોેધનો કરતા લોકો કોઇ નવા વિકલ્પની શોધમાં છે. ઘણા જીવાણુઓ વિકલ્પ તરીકે વપરાતા હતા એવા જીવાણુ હવે મુખ્ય દવાઓના સંશોધનોમાં વપરાવા લાગ્યા છે. જેમકે ફલ્યૂ બ્લોક નામની ફલ્યૂ વેક્સિન જે મોથ પ્રકારના આર્મી વોર્મના ગર્ભાશયના સેલમાંથી લેવામંા આવે છે તેને એફડીએ એ મંજૂરી આપી છે. મધ, પરાગ રજ, રોયલજેલી જેવી મહત્વની ચીજો આપતી મધ માખીમાંથી સોજા મટાડવાની દવાનું તત્વ પેપ્ટાઇડ મેલિટીની ઉપયોગમાં લેવાય છે. મધનો ઉપયોગ અનેક રીતે થાય છે. જેમકે શરીર પરના ઉઝરડા પર લગાવવા,પાચનની સમસ્યા, કફ ટેબલેટ બનાવવા , ગળાના ઇન્ફેક્શનમાં કામમાં આવે છે. માનવ સમુદાય કેટલાક એવા જીવાણુ દવાઓ બનાવવા વાપરે છે કે જે બહુ જાણીતા નથી. જેમકે ૧...સાંધાના દુખાવા માટેની દવા બનાવવા યુનિવર્સિટી ઓફ મિયામીના રિસર્ચરો અમેરિકાના વૃક્ષો પર થતી કિડીઓની લાળનો ઉપયોગ કરે છે. ૩૦૦૦ વર્ષ પહેલાં ઇજાગ્રસ્ત સૈનિકોના ઘા પર ટાંકા લેવા કિડીઓને ઉપયોગ થતો હતો. ૨..આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં માઇગ્રેનની સમસ્યામાં રાહત મેળવવા ઘાસ પર ફરતા તીતીઘોડાનો ઉપયોગ થાય છે. તીતીઘોડાનું ટોક્સીન દર્દીની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની નળીઓને પહોળી કરે છે અને બ્લડને આસાનીથી ફ્લો થવા દે છે. દમ અને હિપેટાઇટીસના દર્દીની સારવારમાં પણ તે ઉપયોગમાં લેવાય છે. ૩.....પ્રાચીન સમયથી સમગ્ર દ.એશિયામાં હિલીંગ તરીકે બીટલ્સનો ઉપયોગ થાય છે. તે સ્પેનીશ ફ્લાય તરીકે પણ ઓળખાય છે. માનવજાતમાં શ્રિષ્ન ઉત્થાનની સમસ્યામાં વપરાનારી પ્રથમ દવા તરીકે ઉપયોગમાં લેવાતી હતી. બ્લિસ્ટર બીટલના સિક્રેશનનો ઉપયોગ બળતરા ખાસ કરીને યુરિન ટ્રેક ઇન્ફેક્શનમાં, જંતુ કરડી ગયું હોય તો , કિડનીના રોગો વગેરેમાં વપરાય છે. બ્લિસ્ટર બીટલ કેન્થેરીડીન નામનું તત્વનું સિક્રેશન કરે છે. કેન્થેડરીન કેન્સર સેલનો પણ નાશ કરી શકે છે. ૪....રિસર્ચ કરનારાઓ કહે છે કે સિલ્ક વોર્મનો એક્સટ્રેક્ટનો ઉપયોગ હાર્ટના રોગના દર્દીના ડાયટ સપ્લીમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ચીનની મેડિસીનમાં બોઇલ કરેલા સિલ્ક વોર્મનો ઉપયોગ શરદી, ખાંસીની દવા તરીકે થાય છે. ૫...પરંપરાગત દવા વાપરનારાઓ સેન્ટીપીડ્સ (કાનખજૂરા જેવી નાની જીવાત)નો ઉપયોગ ધનુરની (ટીટેનસ) સારવાર માટે વપરાય છે. ઉબકા અને ઉલટી મટાડવા માટે પણ તે વપરાય છે. સેન્ટીપીડ્સને સૂકવી દેવાય છે. પછી તેનો ભૂકો કરીને પેસ્ટ બનાવાય છે અને ખંજવાળ વાળા ભાગ પર લગાડાય છે. ૬...શરીર પરના ચાંદાનો ઇલાજ, સાંધાના દુખાવા,એનિમિયા વગેરેમાં ંઉધઇ અને તેના મડ (માટી)નો ઉપયોગ કરાય છે. ૭...કરોળીયાના જાળાનો ઉપયોગ સ્કીન પર લગાવવા લિગામેન્ટમાં એક મજબૂત ફાઈબર તરીકે ઉપયોગ થાય છે. આંખમાં ટાંકા લેવા માટે પણ વપરાય છે. ૮...જાત્રાફાના પાંદડા કાપતી નાની જીવાતની મેડિસીન વેલ્યૂ વધારે છે. આ જીવાતના લાર્વાની પેસ્ટ બનાવીને મેડિસીનમાં વપરાતી મહિલાને પ્રસૂતિ વખતે બેર્સટ મિલ્કની સમસ્યા હોય છે તેમના માટે ઉપયોગી બને છે. ૯...દક્ષિણ પશ્ચિમ નાઇજીરીયામાં નાની માખી જેવી જીવાતની પેસ્ટ બનાવી ને દુખતા પગ પર લગાડાય છે. ૧૦..તીતીદોડા જેવા નાની પાંખોવાળી જીવાતમાંથી દવા બનાવી તેનો ઉપયોગ નાના બાળકોના જન્મ પછી એનિમિયા, ફેફસાના રોગો અને કફ મટાડવા વપરાય છે. ૧૧... મે બિટલ (નાનાવંદા જેવી જીવાત)માંથી બનાવેલી દવા સાંધાના દુખાવા તેમજ એનિમિયાની દવા તરીકે વપરાય છે. ૧૨...પાંખો વાળી જીવાતને પીસીને બનાવેલી દવા માથાના દુખાવા તેમજ કાનના ઇન્ફેક્શનમાં વપરાય છે. ૧૩...રેડ વાલ્વેટ માઇટ ..(લાલ પીઠવાળી ગોકળગાય)એેટલા માટે ખવાય છે કે તે યુરીન ટ્રેક સાથેે જોડાયેલા અંગોની સારવાર માટે વપરાય છે. ૧૪...કેટલાક છોડ પર થતી સફેદ જીવાત મીલીબગ્સના નામે ઓળખાય છે. તેના પાંદડાઓ પરથી કાઢીને ઝાડા બંધ કરવા માટેની દવામાં વપરાય છે. ૧૫...વંદાના માથામાં એવું કેમિકલ હોય છે કે જે ઇ.કોલી અને મિથેસિલીનના રઝીસ્ટન્સ કરતા મોટા ભાગના નુકશાન કારક બેક્ટેરીયાનો નાશ કરવામાં વપરાય છે. વંદાના માથામાંથી લીધેલી નર્વસ સિસ્ટમના રેસા ખુબ ઉપયોગી બની રહ્યા છે. ૧૬...૧૯૮૩માં મેર્ગાટોક્સિન બનાવાઇ હતી.સેન્ટ્રલ અમેરિકામાં બનતા બાર્ક પ્રકારના વીંછીના ઝેરમાંથી બનાવાઇ હતી. મર્ક કંપનીએ તેના પર પેટન્ટ કરાવી હતી. વીંછીના ઝેરમાંથી નીકળેલા તત્વોથી કેન્સર સેલ નજરે પડી શકે છે. રોજ આવા લાખો જંતુઓને મારીને પેસ્ટ બનાવાય છે. આવા જંતુઓ પર્યાવરણ માટે ખુબ મહત્વના હોય છે. પરંતુ તેમનો ખાત્મો બોલાવાય છે જેના કારણે પર્યાવરણ પર સીધી અસર થાય છે. કેટલાક જીવાણુ જંતુનાશક દવાઓના કારણે સફાયો થાય છે તો ક્ેટલાક મેડિસીનની પેસ્ટ બનાવવા માટે વપરાય છે. જે જીવાણુ આપણેા જીવ બચાવી શકે છે છતાં તેમનો ખાત્મો આપણે જંતુનાશક દવાઓથી કરી રહ્યા છીયે. જ્યારે આપણને હકિકતનું જ્ઞાાન થશે ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે.

ગુજરાત સમાચાર 19 Apr 2021 5:30 am

ગાંધીજીની સ્વદેશીની ફિલસુફી એ જમાનામાં સાચી હતી

- વિચાર વિહાર- યાસીન દલાલ - ગાંધીજી જે યુગમાં હતા એ યુગ સ્વાવલંબીનો હતો. આજની દુનિયા પરસ્પરાવલંબી છે સંસદમાં અને બહાર, રાષ્ટ્રના 'સાર્વ ભૌમત્વ'ના રખેવાળો એકાએક ઉકળી ઉઠ્યા છે. અને વિદેશી સંસ્થાઓને શરણે દેશના હિતને ગિરવે મૂકી દેવામાં આવ્યું છે એવી એવી કાગારોળ શરુ થઈ છે. આ વિરોધમાં ડાબેરીઓ ખાનગીકરણમાં પણ વિરોધ કરે છે. નાણાં સંસ્થાઓની આપણે 'માનસિક ગુલામી' સ્વીકારી હોવાના આક્ષેપ થયા છે. ગરીબોના અને નીચલા વર્ગોના હામીઓને 'હાય હવે ગરીબોનું શું થશે ?' એની ઊંડી ચિંતા સતાવવા માંડી છે. વિદેશી કંપનીઓના આક્રમણ સામે ઝઝૂમવા માટે સ્વદેશીનું આંદોલન શરૂ થઈ ચૂકયું છે. વિદેશી સહયોગનો બહિષ્કાર કરવાના એલાનો થઈ રહ્યા છે. જે લોકો રાષ્ટ્રનું ગૌરવ અને સ્વમાન ભયમાં છે એવી બૂમરણ મચાવી રહ્યા છે. એમને દેશ અને દુનિયાની ઘટનાઓનું કાં તો જ્ઞાાન નથી અને કાં તો બધું જાણવા છતાં એમણે આંખ અને કાન બંધ કરી દીધા છે. સમાજવાદની દફનવિધિ થઈ રહી છે. એનાથી જે લોકો અકળાઇ રહ્યા છે. એમને ખબર નથી કે સો ટકા સમાજવાદી એવા ચીનમાં આપણા કરતાં છ ગણું વિદેશી મૂડી રોકાણ થયેલું છે. અને ચીન સરકાર હજુ વધુને વધુ વિદેશી મુડી આકર્ષવાના ઉપાયો કરી રહી છે. અને એનાથી ચીનનું સાર્વભૌમત્ત્વ બિલકુલ ખતમ થયું નથી આપણા એક રાજ્યની વસતી જેવડું તાઈવાન આપણા કરતાં ૨૧ ગણી નિકાસ કરે છે અને હુંડિયામણ મેળવે છે. જાપાનની સોની, નેશનલ અને સાન્યો કંપનીનો વાર્ષિક કારોબાર અબજો ડોલરનો છે અને એ બધાની એક ફેકટરી ટોકયોમાં છે, બીજી હોંગકોંગમાં છે, ત્રીજી સિંગાપુરમાં છે, ચોથી તાઈવાનમાં છે અને પાંચમી વોશિગ્ટનમાં છે. સિંગાપુરમાં ખનિજ તેલનું ટીપું નથી. છતાં પાંચ મોટી રિફાઈનરી છે. વિદેશથી ફ્રુડ તેલ મગાવી રિફાઈન કરી વિદેશમાં જ વેચી નાખે છે. કોનું સાર્વભૌમત્વ રહ્યંન અને કોનું લુંટાઈ ગયું ? આર્થિક બાબતોમાં દુનિયાની કોઈ દેશ સંપૂર્ણ સ્વાવલંબી નથી. સંપૂર્ણ સાર્વભૌમ નથી. ઉલટું ૧૨-૧૫ દેશો એકઠા થઈને મજિયારી બજાર બનાવે છે. અને સંગઠીત થઈને આયાત-નિકાસ કરે છે. આ બધી બે દાયકાની વૌશ્વિક ઘટનાઓ છે. વિશ્વના પ્રવાહો છે. ગાંધીજી જે યુગમાં હતા એ યુગ સ્વાવલંબીનો હતો. આજની દુનિયા પરસ્પરાવલંબી છે. આજની દુનિયાનો કોઈ દેશ પોતાને જરુરી બધી જ ચીજો જાતે બનાવતો નથી, બનાવી શકતો હોય તો પણ બનાવતો નથી. અમેરિકા જેવા સમૃધ્ધ દેશમાં જાપાનના યેને અને જાપાનની ઈલેકટ્રોનિક ચીજ વસ્તુઓનું આક્રમણ થયેલું છે. અને છતાં અમેરિકામાં કોઈ દેશ લૂંટાઈ ગયો સાર્વભૌમત્વ ખતમ થઈ ગયું એવી બુમો પાડતું નથી. જાપાન અને જર્મનીએ પોતાની ઈર્ષ્યા થાય અને આંજી નાખે એવી ઔદ્યોગિક પ્રગતિથી દુનિયાને સર કરી છે. પણ એ લોકો પણ ખેતીની બાબતમાં બહુ કડાકુટ કરતા નથી અને જોઈતું અનાજ વિદેશથી મંગાવી લે છે. જેમાં નફો થાય એ માલ વેચે છે અને એ નફામાંથી પોતાને જરૂરી માલ આયાત કરી લે છે. આ લેવડ-દેવડનો ચોખ્ખો હિસાબ છે. એમાં આવલંબન અને સાર્વભૌમત્વના કિતાબી આદર્શો ચાલે નહીં. એવા આદર્શોનું રટણ કર્યા કરીએ તો ભુખે મરવાનો વારો આવે. સિંગાપુર નામના ટચુકડા દેશમાં પીવાનું પાણી મુદ્લ મળતુ નથી. શું સિંગાપુરની પ્રજાએ સાર્વભૌમત્વ ટકાવવા પાણી વિના તરફડીને મરી જવું કે પછી બહારથી પાણી મંગાવી લેવું ? પાણી તો જીવન જરુરિયાતની પાયાની ચીજ છે. વર્ષોથી મલેશિયાથી પાઈપલાઈન વડે પાણી આવતું રહે છે. અને એ મુદ્દે કોઈ તંગદિલી થઈ નથી. સંબંધો બગડયા નથી કે કોઈએ કોઈ ઉપર દબાણ કર્યુ નથી. આપણે સર્વભૌમત્વ અને રાષ્ટ્રીય ગૌરવના મિથ્યા ખ્યાલોમાં રાખતા રહ્યા છીએ. દુનિયાને આપણી કોઈ જરુર નથી, આપણે દુનિયાની જરુર છે. એ સત્ય ગમે તેવું કડવું લાગે પણ આપણે પચાવવું પડશે. આપણે માની ન શકીએ એટલી ઝડપી વિશ્વ સાંકડું થઈ રહ્યું છે, એક દેશનો માલ બીજા દેશમાં ખડકાઈ રહ્યો છે. દુબઈ કે સિંગાપુરની ડયૂટી ફ્રી દુકાનોમાં કયાં દેશની માલ નહીં હોય એ જ પ્રશ્ન છે. લોકો માલની ગુણવતા અને કિંમત જોઈને ખરીદી કરે છે. નહીં કે કયાં દેશમાંથી આવ્યો છે એ જોઈને. આનો અર્થ એ નથી કે ગાંધીજીની સ્વદેશીની ફિલસુફી ખોટી હતી પણ એ ફિલસુફી તે સમયે અને તે સંજોગોમાં પ્રસ્તુત હોતા નથી તેમ દરેક સંજોગોંમા એ સફળ પણ થઈ શકે નહીં. રેટિયાની વિચારધારા પણ એક જમાનામાં સારી ઉપયોગી હતી પણ આજે નથી. લોકોની જરૂરિયાતો બદલાઈ ગઈ છે, રહેણી-કરણી બદલાઈ ગઈ છે. ગઈકાલે જે વસ્તુ વૈભવ ગણાતી હતી તે આજે અનિવાર્ય જરૂરીયાત બની છે. આજના મધ્યમ વર્ગના કોઈપણ ઘરમાં રેફ્રિજરેટર, મીક્સર, વોશિંગ મશીન, ટી.વી., કુકર અવશ્ય જોવા મળશે. આજથી બે દાયકા પહેલા આ બધી ચીજો શ્રીમંતોના ઘરમાં જ દેખાતી ડાઈનીંગ ટેબલ પણ હવે ઘેર ઘેર દેખાય છે. આ બધી ચીજોનું ઉત્પાદન વધે અને એને આનુસાંગિક ચીજો અને સ્પેરપાર્ટસના કારખાના થાય તો કેટલાને રોજી મળે ? સવાલ બેરોજગારી દુર કરવાનો અને લોકોની ખરીદશકિત વધારે છે. સરકારી સાહસો હવે વધુ નોકરીઓ ઉભી કરી શકે તેમ નથી. બલ્કે સરકાર બે માણસોથી ચાલે ત્યાં ૨૦ની ભરતી કરીને આડેધડ ખર્ચ વધાર્યુ છે. ઉપરથી આ નોકરીયાતોને નોકરીની જડબેસલાક સલામતી આપી અને ઉંચા પગારો તથા ભથ્થા આપ્યા. વહેલે મોડે આ વિષયક તોડીને ભરતી બંધ કરવી પડશે અને આ ખોટ કરતા એકમોને તાળા મારવા પડશે. જાહેરક્ષેત્રનું કદ ઘટે એ પછી રોજગારીની મોટી જવાબદારી ખાનગી ક્ષેત્રને શિરે આપવાની છે પણ આપણું ખાનગી ક્ષેત્ર અત્યાર સુધી ચેતન વિહોણું અને ગતિ વિહીન રહ્યું છે. એણે વિદેશી સ્પર્ધા વિના કામ કરવાનું હતું. આથી લગભગ ઈજારાશાહીની અવસ્થામાં એણે કામ કર્યુ અને ગુણવતા ઉપર કોઈ ધ્યાન ન આપ્યું. વિદેશી કંપનીઓની સ્પર્ધા આવશે ત્યારે દેશી કંપનીઓએ પણ કામગીરી સુધારવી પડશે અને જુની-પુરાણી ટેકનોલોજી અપનાવવી પડશે. આમ થવાથી બીજા લાભ એ થશે કે આપણી વિદેશોમાં નિકાસ વધશે આ સીધું-સાદું ગણિત છે. દેશનું સાર્વભૌમત્વ એ એવી સસ્તી ચીજ નથી જેને એકાદ બે વિદેશી કંપનીઓ લૂંટીને લઈ જાય. આજની દુનિયા કેવી પરસ્પર અવલંબિત થઈ ગઈ છે. એને માટે આપણી પોતાનો જ દાખલો લેવા જેવો છે. છેલ્લા દોઢ દાયકાથી આપણા દેશમાં જે વિદેશી હુંડિયામણ આવે છે એ કયાંથી આવે છે ? અમેરિકાથી માંડીને દુબઈ, કુવૈત, સાઉદી અરેબિયામાં કમાવા માટે ગયેલા ભારતીઓ જ ડોલર અને પાઉન્ડ મોકલે છે અને એનાથી આપણને હેંડિયામણ મળે છે. આ વિદેશી નાણાં આપણે ત્યાં ઠલવાય ત્યારે એને આવકારીએ છીએ અને મલ્ટીનેશનલ કંપનીઓ આપણા દેશમાં ઉત્પાદન કરવા આવે ત્યારે કોગારોળ કરીએ છીએ? દુનિયાના અનેક દેશોમાં ભારતીયો વર્ષોથી પહોંચી ગયા છે ને હજી જઈ રહ્યા છે. ત્યાં જઈને આપણા જ બંધુઓ વેપાર કરે છે., કારખાનાં સ્થાપે છે, કમાણી કરે છે. અને એ કમાણી ભારતમાં પણ મોકલે છે. માત્ર અમેરિકામાં પચ્ચીસ લાખ ભારતીયો વસેલા છે. ઉપરાંત વિશ્વમાં ઓછામાં ઓછા ચાર દેશ એવા છે. જયાં ભારતીયો લગભગ વર્ચસ્વ ભોગવે છે. મોરિશિયસમાં તો વડાપ્રધાન પણ મૂળ ભારતીય હોય છે ! ફીજી અને ગુમાનામાં ૫૦ ટકા કે એવી વધુ વસતી ભારતીઓની છે. કુવૈતમાં પાંચ લાખ ભારતીયો હતા જે યુધ્ધ દરમ્યાન પાછા આવતા રહેલા અને એમને કુવૈતની સરકાર અખબારોમાં જાહેરખબરો આપીને ફરીથી વિધિસર પાછા બોલાવી રહી છે. આ બધા દેશો શું બેવકુફ છે ! આપણે વિદેશી મૂડી પ્રત્યે આટલી બધી સુગ દર્શાવીએ છીએ પણ આ કિસ્સામાં તો વિદેશી નાગરિકો એમના દેશની કમાણીને બીજે વાળી રહ્યા છે અને છતાં અમેરિકા કે કુવૈત કોઈ ફરિયાદ કરતું નથી કે અમારૂ રાષ્ટ્ર ભારતીયોના ચરણે ગુલામ બની રહ્યું છે ! અમેરીકાનો દાખલો તો અભૂતપૂર્વ છે. આખી દુનિયાના લોકોએ એકઠા થઈને જ એ દેશ બનાવ્યો છે અને છતાં ત્યાં આટલા વર્ષોમાં એક વિશિષ્ટ અમેરિકી સંસ્કૃતિ વિકસી છે. અમેરિકાની સરકારને વિદેશમાં વસતાં એક અમેરિકનની ચિંતા છે એટલી આપણી સરકારને નથી. આજના વિશ્વમાં પ્રગતિ કરવા માટે સખ્ત મહેનત, પરિશ્રમ, ખંત અને આધુનિક ટેકનોલોજીની જરૂર પડે છે. રાષ્ટ્રીય ગૌરવના મિથ્યા ખ્યાલો વડે પ્રગતિ સાધી શકાતી નથી.

ગુજરાત સમાચાર 17 Apr 2021 5:35 am

એનિમલ વેલફેરનું મહત્વ લોકો સમક્ષ લાવવા પ્રયાસો

- સંવેદના - મેનકા ગાંધી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના વડાએ લો કોલેજોમાં એનિમલ વેલફેરનો સબ્જેક્ટ દાખલ ર્ક્યો... બેલાબગઢમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એનિમલ વેલફેર ઉભું કર્યું હતું. તે મકાન તૈયાર થયું ત્યારે કમનસીબી એવી થઇ કે વાજપેઇ સરકાર ઉથલી પડી હતી PGDAW programme...આ એક વર્ષનો કોર્સ છે. કોઇ પણ ક્ષેત્રના ગ્રેજ્યુએટ તે કરી શકે છે. તેની કુલ ફી ૫૪૦૦ રૂપિયા છે પાંચ વર્ષ પહેલા મેં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના વડાને વિનંતી કરી હતી કે લો કોલેજોમાં એનિમલ વેલફેરનો સબ્જેક્ટ દાખલ કરવો જોઇએ. તેમણે તરતજ મારા સૂચનનો અમલ કરી દીધો હતો. આનું પરિણામ પણ બહુ આશ્ચર્ય જનક આવ્યું હતું. આ સંવેદનશીલ વિષય પર વકિલોને જાણકારી મળવા લાગી હતી અને તે વિષયમાં વધુ જાણવા માટે વકિલો ઉત્સુક દેખાતા હતા. બેંગલોર એનએલયુ ખાતે તો આ વિષય પર વધુ જાણકારી બાબતે વાર્ષિક મૂટ કોર્ટ પણ યોજાવા લાગી છે. કેટલાકે એનિમલ વેલફેર પર પીએચડી પણ કર્યું (કટકની એનએલયુ ખાતે પ્રથમ પીએચડી) છે. એનિમલ વેલફેર માટે વધુ ને વધુ લોકો જાણકાર થવા લાગ્યા હતા. જેના કારણે ન્યાયમૂર્તિઓ પણ એનિમલ બાબતે વધુ સંવેદનશીલ થતા જોવા મળ્યા હતા. આ માટે શ્રી મનન કુમાર મિશ્રાનો ખુબ આભાર માનવો પડે. ૨૨ વર્ષ પહેલાં શ્રી અટલબિહારી વાજપેઇની નવા આઇડયાને પ્રેરણા આપવાની નિતીના કારણે અમે બેલાબગઢમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એનિમલ વેલફેર ઉભું કર્યું હતું. તે મકાન તૈયાર થયું ત્યારે કમનસીબી એવી થઇ કે વાજપેઇ સરકાર ઉથલી પડી હતી. કોંગ્રેસની સરકાર આવી એટલે તેણે આ ઇન્સ્ટિટયૂટ બંધ કરી દીધું હતું. હવે સાત વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ તેણે આ ઇન્સ્ટિટયૂટ ફરી શરૂ કર્યુ નથી. પર્યાવરણ મંત્રાલયે તેને જેએનયુને ચલાવવા આપી દીધી હતી. બે વર્ષ સુધી જેએનયુએ સરકારને ફેરવ્યા કરી અને પછી તે પરત પર્યાવરણ ખાતાને સોંપી દીધી હતી. સરકારે બે વર્ષ સુધી તેના પર કોઇ એક્શન ના લીધા અને પછી લાલા લજપતરાય યુનિવર્સિટી ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સને સોંેંપી દીધી હતી. આ લોકોએ પણ બે વર્ષ કશું ના કર્યું અને હજુ હાલમાં એક નિવૃત્ત વેટરનરી ડોક્ટરની નિમણૂક કરી છે. મેં આ મુદ્દે બધી આશા ગુમાવી દીધી હતી. ૨૦૦૨માં મેં કેટલીટ ટેક્સ બુક તેમજ કોર્સ બનાવવા ઓક્સફોર્ડ, કેમ્બ્રીજ અને યુનિવર્સિટી ઓફ એડીનબર્ગનો સંપર્ક કર્યો હતો. ટીચર્સ માટે તેમજ લાઇબ્રેરી માટે યુએનઇપીની ગ્રાન્ટ લેવા ચર્ચા કરી હતી. સાત એકરમાં પથરાયેલા આ સેન્ટરમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના દશ લોકોને રહેવા માટે મકાનો છે. ત્યાં ત્રણ દિવસનો એનિમલ અવેરનેસ કોર્સ કરી શકાય છે. એનિમલ વેલફેર ક્ષેત્રે નોકરીની વિશાળ તકો છે. જેમકે શેલ્ટર મેનેજર,ગૌશાળા મેનેજર, લેબોરેટરી મેનેજર, ફોરેસ્ટ અને વાઇલ્ડ લાઇફ ઓફિસર, સિટી મેનેજમેન્ટ ઓફ એનિમલ્સ. એલિફન્ટ રેસ્કયૂ સેન્ટર, શહેરોમાં સાપ બચાવવા,પોલ્ટ્રી, કતલખાના તેમજ આવી અનેક જગ્યાઓ પર નોકરી મળી શકે છે. મને એ ખબર નથી પડતી કે શા માટે આવા કોર્સ ચલાવવાનો નિર્ણય કરવામાં આટલો બધો સમય બગાડવામાં આવે છે. ભારતમાં એનિમલ વેલફેર માટેનો ડિગ્રી કોર્સ શરૂ કરવા બાબતે ઇગ્નૂ ના વાઇસ ચાન્સેલર પ્રો.નાગેશ્વર રાવ અને પ્રો. પીવીકે શશીધરનો આભાર માનવો જોઇએ. પ્રો.શશીધરે કોર્સનું માળખું તૈયાર કરવા ત્રણ વર્ષ મહેનત કરી હતી. તેના પહેલા સેશનમાં ૮૦૦ વિધ્યાર્થીઓ હતા.પીજી ડિપ્લોમાં ઇન એનિમલ વેલફેર (PGDAW) જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થયો છે. તેમાં ઓન લાઇન એડમિશન માટેની લીંક www.ignouadmission.samarth.edu.in/ ઉપયોગમાં લઇ શકાય. PGDAWનો મુખ્ય આશય ભારત ભરમાં એનિમલ વોલ્યન્ટર્સ અને પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે. તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુેટ એનિમલ વેલફેરના અભ્યાસ માટે તૈયાર કરાય છે. મેં આ લોકોના કોર્સનું માળખું જોયું છે અને મને તે પસંદ પણ પડયું છે. એનિમલ વેલફેર સાથે સંકળાયેલા તમામ પાસા પર મેં લખેલા ૩૦૦૦ કરતાં વધુ આર્ટીકલોનું મેં સંકલન કર્યું છે. તે પણ કોર્સનો એક ભાગ બની શકે છે. પરંતુ મેં જેને એડીટીંગનું કામ સોંપ્યું છે તે મને ફેરવે છે અને કહે છે કે પાંચ વર્ષમાં સાત વોલ્યુમ તૈયાર થઇ શકશે. તે ક્યારે બધું કામ પુરું કરશે તેની ખબર નથી પડતી. નેશનલ બુક ટ્રસ્ટ વાળા બધું છાપવા તૈયાર છે પણ હજુ સુધી એક પણ વોલ્યુમ તૈયાર નથી થયું. ઇગ્નુએ શરૂ કરેલો કોર્સ મુખ્યત્વે ચાર મુદ્દા સમાવી લે છે. જેમાં એનિમલ વેલફેર સાયન્સ અને એથિક્સ,એનિમલ વેલફેર ઇસ્યુ, એનિમલ વેલફેર લો અને પોલીસીઝ અને એનિમલ વેલફેર પ્રેક્ટીસીસ એન્ડ સ્ટાન્ડર્ડસનો સમાવેશ થાય છે. એનિમલ વેલફેર એ તમામ પ્રાણીઓની સુખાકારી સાથે સંકળાયેલો વિષય છે. જે મોટા ભાગે માનવજાતના હાથમાં હોય છે. ફાર્મ એનિમલ વેલફેર એટલે દૂધ અને માંસ માટે ઉછેરાતા પ્રાણીઓની સંભાળ રાખવી. આવા પ્રાણીઓને બહુ યાતના ભોગવવી પડે છે. વેલફેરના ક્ષેત્રમાં પ્રાણીઓની કામ કરવાની જગ્યા, તેમની સાથે રહેતા અન્ય પ્રાણીઓ,ઝૂ (પ્રાણી સંગ્રહાલય)માં રહેતા પ્રાણીઓ, લેબોરેટરી તેમજ શેરીઓમાં ફરતા પ્રાણીઓ વગેરે પર વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે તેમ બતાવાય છે. PGDAW programme માં ૮૫ જેટલા મુદ્દા આવરી લેવાય છે. જેમાં વેલફેર , સાયન્સ, એથિક્સ,ઇસ્યુસ, સ્ટાન્ડર્ડ્સ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાણીઓમાં ફાર્મ, દુકાળગ્રસ્ત વિસ્તારોમાં રહેતા જેવાંકે ભેંસ,બળદ, ઘેટાં-બકરાં, ભૂંડ, પોલ્ટ્રી ફાર્મના પ્રાણીઓ. જેમની પાસે મજૂરી કામ કરાવાય છે એવાં ગધેડા અને ઘોડાં જેવા પ્રાણીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ કોર્સ જેનું સિલેબસ ઇન્ટરનેશનલ સેન્ટર ફેાર એનિમલ વેલફેર એજ્યુકેશન, યુનિવર્સિટી ઓફ એડીનબર્ગ-યુ.કેના સહકારથી તૈયાર કરાયો છે. આ એક વર્ર્ષનો કોર્સ છે. કોઇ પણ ક્ષેત્રના ગ્રેજ્યુએટ તે કરી શકે છે. તેની કુલ ફી ૫૪૦૦ રૂપિયા છે. જો આપણે બેટર ઇન્ડિયાની વાતો કરતા હોઇએ તો આવા કોર્સ સ્કુલોમાં પણ રાખવા જોઇએ. તમે આ કોર્સ કરી શકો છે. જો આ કોર્સને વધુ ઉપયોગી બનાવવાનો કોઇ આઇડયા તમારી પાસે હોય તો પ્રો. શ્રીધરને લખી શકો છો. (e-mail: pvksasidhar@ignou.ac.in) મેં આ કોર્સ માટે શ્રીલંકા અને નેપાળમાં ચલાવવા ત્યાંની સરકારોને લખ્યું છે..

ગુજરાત સમાચાર 12 Apr 2021 5:30 am

મહાસત્તા બનતાં પહેલાં પાયાની સુવિધા આપો

- વિચાર વિહાર- યાસીન દલાલ - આપણા જ નાગરિકો મધ્યપૂર્વ, દક્ષિણ પૂર્વ અને સિંગાપુરમાં લાખો રૂપિયા રોકે છે. પણ ભારતમાં બહુ ઓછી રકમ રોકાય છે થોડા સમય પહેલાં આપણા જાણીતા ટેકનોક્રેટ અને દેશની ટેલીફોનક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડાએ એક ટકોર કરી હતી. એમણે કહ્યું હતું કે, પહેલા આપણે આપણી પ્રજાને પાણી, રસ્તા અને વિજળીની સુવિધા આપવી જોઈએ. આ પાયાની સુવિધાઓ વિના મહાસત્તા બનવાના સપના સેવવા એ ખોટું છે. એમની આ ટકોર સાચી છે. ૭૩ વર્ષની આઝાદી પછી દેશની પરિસ્થિતિ અત્યંત કંગાળ રહી છે. આપણને ન ગમે તેવું કરૂણ સત્ય છે. એને માટે આપણી પોતાની નબળાઈઓ જ જવાબદાર છે. કેન્દ્ર સરકારમાં ૮૦૦ રાજકારણીઓ છે અને ૩૦ રાજયોમાં ૬ હજાર રાજકારણીઓ છે. ઉપરાંત લગભગ ૨ કરોડ જેટલા સરકારી કર્મચારીઓ પણ છે. એ બધાને નિભાવવા માટે દરરોજ રૂા ૧૮૦૦ કરોડ અથવા દર વર્ષે ૬,૫૦,૦૦૦ કરોડ ખર્ચ થાય છે. બે કરોડ કર્મચારીઓ ૧૦૦ કરોડની પ્રજા ઉપર શાસન કરે છે.જે દેશમાં ઘરેલું ઉત્પાદનના ૩૦% જેવું થાય છે. દેશમાં આજે લગભગ ૩૦ કરોડ લોકો ગરીબીની રેખાનીચે જીવે છે. બે કરોડ લોકો સરકારી નોકરીમાં છે. ૩૨ કરોડ લોકો આ સુરક્ષિત નોકરીઓમાં લાગ્યા છે. ૩૦ કરોડ લોકો બેકાર છે. વિશ્વ બેંકની વ્યાખ્યા મુજબ વર્ષે વધુમાં વધુ ૬૫ ડોલર કમાતા હોય એવા લોકોને ગરીબ રેખા નીચે ગણવા જોઈ. આ ધોરણથી માપીએ તો ૭૫% લોકો ગરીબીની રેખાથી નીચે જીવે છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ શહેરી વિભાગમાં નાગરીકનો મહિનાનો સરેરાશ પગાર રૂા ૨૯૬/- છે. અને ગામડામાં રૂા ૨૭૬/- છે. આનો મતલબ એ થયો કે, આપણો સરેરાશ નાગરિક દરરોજના રૂા ૧૦/- માંડ કમાય છે. આ પગારમાંથી ૨૨૦૦ કેલેરી જેટલી માંડ ખરીદી શકાય. આ આવક એકદમ ઓછી અને અપૂરતી છે. એમાંથી શિક્ષણ, આરોગ્ય, કપડા કે રહેઠાણ, કંઈ પણ ખરીદી સક્ય એમ નથી. સરકાર માપદંડ મુજબ મહિને રૂા ૧૦૦૦/- થી ૧૨૦૦/- મળવા જોઈએ પણ નાગરિકની સરેરાશ માથાદીઠ આવક એનાથી ઘણી ઓછી છે. ૧૦૦૦ વર્ષ પહેલાં ભારત અને ચીન ઉપરાંત બીજા દેશોમાં વિશ્વ વહેંચાયેલું હતું અને આ ત્રણેય વર્ગો વિશ્વની કમાણીમાંથી ૩૩% હિસ્સો મેળવતા હતાં પણ ૧૯૪૭ માં આપણે આઝાદ થયા ત્યારે ૩૩% હિસ્સો ઘટીને ૩% પર આવી ગયો હતો. અને આજે ૦.૬% જેટલો નીચો આવી ગયો છે. જે વિશ્વના કુલ ઉત્પાદનમાં ૧.૪% છે. વસતીના પ્રમાણમાં વિશ્વની વસ્તિનો ૧૭% ભાગ ભારતમાં રહે છે. એ જોતાં આપણું સ્થાન કયાં છે એનો ખ્યાલ આવી જશે. વિશ્વના વ્યાપમાં ૯૯.૫% ભાગ ભારતની બહાર ઢસડાઈ જાય છે. આનો મતલબ એ થયો કે આવતા ૨૦ વર્ષમાં આપણે આપણી નિકાસ ૧૦ ગણી વધારવી પડે. આપણી પડોશમાં રહેલું ચીન આપણા કરતાં પણ મોટુ ંછે. એની સાથે સરખામણી કરવાથી ચિત્ર સ્પષ્ટ થશે. વિશ્વ બેંકના જણાવ્યા મુજબ ભારતની માથાદીઠ આવક ૪૪૦ ડોલર છે. ત્યાં ચીનની આવક એનાથી બમણી એટલે કે ૮૦૦ ડોલર છે. વિશ્વ બેંકની વ્યાખ્યા મુજબ વ્યક્તિદીઠ દરરોજનો ૧ ડોલર ગરીબીની રેખા માટે ગણવો જોઈએ આ માપદંડથી ચીનમાં માત્ર ૩% વસતી ગરીબીની રેખાની નીચે જીવે છે અને ભારતમાં ૩૦થી ૪૦% વસતી ગરીબીની રેખાની નીચે જીવે છે. અર્થતંત્રની વાત કરીએ તો ચીન આપણાં કરતાં ૩૦% ભાગ ખેતીમાં રોકાયેલો હોવા છતાં આપણું કૃષિ ઉત્પાદન વિશ્વના બીજા દેશો કરતાં ઘણું જ ઓછું છે. ચીનમાં ખેતી લાયક જમીન આપણા કરતાં ઓછી હોવા છતાં એનું ઉત્પાદન બમણું છે. આપણા દેશમાં જંગી નદીઓ અને તળાવો હોવા છતાં આ સ્થિતિ છે. જો પૂરતું ધ્યાન આપીએ તો ભારત કૃષિ ઉત્પાદનમાં પહેલો નંબરે આવી શકે. શિક્ષણની વાત કરીએ તો ચીનમાં ૯૯% બાળકો નવ વર્ષ માટે શાળા ેજાય મતલબ ત્યાં સાક્ષારતાનો દર લગભગ ૧૦૦% જેવો છે. ત્યારે આપણે ત્યાં એ દર માંડ ૫૦-૬૦% છે. ચીનનું પોલાદનું ઉત્પાદન વર્ષે ૧૩ કરોડ ટન છે. આપણે ત્યાં માંડ ૯.૫ કરોડ ટન થાય છે. આપણે ત્યાં ૩ કરોડ ટન ખનિજ તેલ નીકળે છે. ત્યારે ચીનનો આંકડો ૧૬ કરોડ ટનનો છે. કોલસાની વાત કરીએ તો ભારતમાં ૩૦ કરોડ ટન કોલસચો બને છે. ત્યારે ચીનનો આંકડો ૧૩૦ કરોડ ટનનો છે. આપણે ત્યાં ૨.૭ કરોડ ટેલિફોન લાઈનો છે. ત્યારે ચીનમાં ૨૪ કરોડ છે. આપણા દેશમાં ૭.૫ કરોડ ટી.વી. સેટ છે. ત્યારે ચીનમાં ૪૦ કરોડ ટી.વી.સેટ છે. આપણી નિકાસ ૪ અબજ ડોલરની છે. ત્યારે ચીનની નિકાસ ૨૬ અબજની છે. આપણા દેશમાં દર વર્ષે ૨૫ લાખ પ્રવાસીઓ આવે છે. ત્યારે ચીનમાં એ આંકડો ૬ કરોડનો આંકડો છે. આપણા દેશમાં ૪૮ અબજ રુપિયાની વિદેશી થાપણો છે. જયારે ચીનમાં એ આંકડો ૩૧૨ અબજનો છે. ચીનની વસતી દર વર્ષે ૧ કરોડ જેટલી વધે છે. આપણા દેશમાં ૨ કરોડ વધે છે. આપણી માથાદીઠ આવક ૪૪૦ ડોલરનાં છે. જયારે ચીનનો આંકડો ૯૯૦ ડોલરનો છે. ભારતમાં એક કુટુંબનાં સભ્યની સંખ્યા ૯.૫૨ ની છે. ત્યારે ચીનમાં એ જ સંખ્યા ૩.૬૩ની છે. આ આંકડાઓ બતાવે છે કે વિશ્વનાં અર્થતંત્રમાં આપણું સ્થાન કયાં છે ચીનની કક્ષામાં આવવા માટે આપણને ૧૦૦ વર્ષ લાગે એમ છે. અમેરિકાની માથાદીઠ આવક ૩૨૦૦૦ ડોલરની છે. એટલી અમેરિકાની સમકક્ષ બનવા માટે હજારો વર્ષ લાગી જાય. ચીનમાં દર વર્ષે આપણા કરતા ૩૦% વધુ પ્રવાસીઓ આવે છે. ભારત કરતાં ચીનમાં ૬૦ ગણા વધુ પ્રવાસીઓ આવે છે. ચીનમાં દર વર્ષે ૪ લાખ હોટલોમાં રુમો ઉમેરાય છે. ભારતમાં હોટલોની કુલ રુમ ક્ષમતા જ ૬ લાખની છે. આપણી વસતિ વધારાનો દર ચીન કરતાં ૩૦૦% વધુ છે. દર વર્ષે આપણેત્યાં એક ઓસ્ટ્રેલીયા જેટલી વસતિ ઉમેરાય છે. આરોગ્યની બાબતમાં પણ આપણી કામગીરી નિરાશાજનક છે. જેશમાં ૧૦,૦૦૦ સુધરાઈની હોસ્પિટલો હોવા છતાં એની ગુણવત્તા કેવી છે. એ આપણે જાણીએ છીએ. ૩૦ ઈલેકટ્રીસીટી બોર્ડ આપણા દેશમાં છે. પણ છતાં આખા દેશમાં વિજળીની તંગી રહે છે. દિલ્હીમાં ૫૫% જેટલી વિજળી ચોરાઈ જાય છે. જયાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કક્ષાની વ્યક્તિઓ રહેતી હોય ત્યાં આ દશા હોય તો બીજે શું થતું હશે. એની કલ્પના જ કરવી રહે. આપણા દેશમાં વિશ્વના કોઈ દેશ કરતાં વધુ શાકભાજી ઉગે છે. જેનું પ્રમાણ ૭.૫ કરોડ ટનનું છે પણ એમાંથી ૪૦% જેટલા શાકભાજીનો નાશ થઈ જાય છે. જેની કિંમત રૂા ૫૦,૦૦૦ કરોડની થાય છે. ભારત જેવા ગરીબ દેશમાં આ કયારેય પોસાય નહીં આપણા દેશમાં કરોડો લોકો બેકાર છે. કરોડો ખેત મજૂરોને લઘુત્તમ વેતન પણ મળતુ નથી. અનેક રાજયોમાં દરરોજ સેંકડો ખેડૂતો બેકારીમાં કારણે આપઘાત કરે છે. ત્યારે બીજી બાજુ સુરક્ષિત કર્મચારીઓ કામ ન કરે તો પણ તગડો પગાર મેળવે છે. અમેરિકા, બ્રિટન કે યુરોપના કોઈપણ દેશમાં આવી વિષમતા જોવા મળતી નથી. આપણી કોઈપણ સરકારે વસતિ નિયંત્રણ ઉપર ગંભીરતાથી ધ્યાન આપ્યું જ નથી પરિણામે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં લાખો લોકો ઝૂંપડામાં રહે છે. આઝાદી વખતે દેશની વસતી ૩૫-૪૦ કરોડ હતી. વધીને ૧૨૦ કરોડ થઈ ગઈ છે.એનો મતલબ એ થયો કે ગરીબોની સંખ્યા પણ વધી છે. વસતી વધે એનો વાંધો ન હય, પણ અનાજનું અને બીજી ચીજોનું ઉત્પાદન ન વધે તો તે વસતિ બોજારુપ જ બની જાય.ખેતીલાયક જમીન ઉપર પણ બોજો વધતો જાય છે. ૧૯૬૦માં વ્યક્તિ દીઠ ૦.૨૧ હેકટર ખેતીલાયક જમીન પ્રાપ્ય હતી. ૧૯૯૯માં આંકડો ઘટીને ૦.૧૦ નો થઈ ગયો છે. એ જ રીતે પીવાના પાણીનું પ્રમાણ ઘટી રહ્યુ ંછે. ભોપાલમાં પાણી માટે હિંસક અથડામણો થઈ ગઈ. ૨૦૪૫ માં આપણી વસતી ૫૫ કરોડ જેટલી વધી ગઈ હશે ત્યારે શું થશે એની કલ્પના થઈ શક્તી નથી. અઢી કરોડ ભારતીયો વિદેશમાં વસે છે. અને ચીનમાં વિદેશમાં વસતા નાગરીકોનું ૬૫% નું ફંડ સ્વદેશમાં આવે છે. ત્યારે આપણા દેશમાં એનું પ્રમાણ માત્ર ૧૦% છે. ચીનમાં ૩૧૨ અબજ ડોલર વિદેશી હુંડિયામણના જમા પડયા છે. જયારે આપણે ત્યાંનો આંકડો માત્ર અડતાલીસ અબજનો છે. આનો અર્થ એ થયો કે વિશ્વ કક્ષાના વહીવટને અપનાવવા સિવાય આપણે માટે કોઈ વિકલ્પ જ નથી. આપણા જ નાગરિકો મધ્યપૂર્વ, દક્ષિણ પૂર્વ અને સિંગાપુરમાં લાખો રૂપિયા રોકે છે. પણ ભારતમાં બહુ ઓછી રકમ રોકાય છે. આનું કારણ જાણવાની કોશિષ કરવી જોઈએ. ખોટ કરતા સરકારી કારખાના બંધ કરવા જોઈએ. સરકારી ઓફિસમાં કાર્યક્ષમતા લાવવી જોઈએ. નોકરશાહીના નિયંત્રણો હળવા કરવા જોઈએ. પ્રાથમિક શિક્ષણ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. શિક્ષણનો ડીગ્રી સાથેનો સંબંધ તોડવો જોઈએ. આ બધી સમસ્યા ઉપર દેશમાં વ્યાપક વિચારણા થવી જોઈએ. અને વ્યાપક જાગૃતિ લાવવી જોઈએ.

ગુજરાત સમાચાર 10 Apr 2021 5:40 am

ગાયનું માત્ર દૂધ નહીં છાણ પણ પૈસા કમાવી આપે છે

- મશીનમાં તાજુ છાણ મુકવામાં આવે ત્યારે તેમાં સુગંધ આવતા કેટલાક તત્વો નાખીને તેને સુગંધીત હવન સામગ્રીમાં ફેરવી શકાય છે - ગાયના છાણમાંથી છાણા બનાવવાનું મશીન આવે છે. મારી દિલ્હી ખાતેની ગૌશાળા માટે અમે બે વર્ષ પહેલાં આવું મશીન લાવ્યા છીએ. તેમાંથી બનાવેલા છાણા અમે નિગમબોધ સ્મશાનમાં મોકલી આપીએ છીએ. - કેટલાક મશીનો ગાયના છાણમાંથી સીધાજ નાના કુડા (પોટ) બનાવી શકે છે. જે નાના ફ્લાવર પોટની સાઇઝના બનેે છે. આવા નાના પોટ નર્સરીને વેચી શકાય છે ગાયની એક અલગ સમસ્યા છે. તે જ્યારે દૂધ આપતી બંધ થાય ત્યારે કિસાન તેને કસાઇઓને વેચવા તૈયાર નથી હોતો પણ તેની પાસે બીજો વિકલ્પ નથી હોતો. અથવા તો તે ગાયને છૂટી મુકી દે છે. તે રોડ પર ચારો મેળવવા રખડયા કરે છે. તે ખેતરોમાંં રખડે છે એટલે ક્યાં તો લાકડીઓના ફટકા ખાય છેે કે ખેતરોમાં ઉભી કરેલી ગેર કાયદે લોખંડની કાંટાળી જાળીમાં તેના પગ પર મોટા કાપા પડી જાય છે. આવી અનેક ગાયો લોહી ટપકતી અવસ્થામાં મારી રાયબરેલી ખાતેની હોસ્પિટલમાં રોજ સારવાર માટે લવાય છે. તેમની ચામડી ઉતરડી ગઇ હોય છે અને હાડકા બહાર દેખાતા હોય છે. નજીકમાંજ ગૌશાળા હોય છે. પરંતુ ગાય જેવા શાંત પ્રાણી માટે તે જેલ સમાન હોય છે. કેટલીક ગૌશાળામાંજ મોતને ભેટે છે. ગૌશાળાઓનું કોઇ વખાણવાલાયક મેનેજમેન્ટ નથી હોતું. દૂધ નહીં આપતી ગાયો પર કોઇ બહુ પ્રેમ નથી બતાવતું.આ સમસ્યાનું નિવારણ પણ છે જેમકે ગાય માત્ર દૂધ આપે છે માટે તે મહત્વની છેે તે માન્યતામાંથી બહાર આવવું જોઇએ. ગાયનું દૂધ મહત્વનું નથી પણ તેનું છાણ મહત્વનું છે. હિન્દુઓ માટે જેમ ગાય પવિત્ર છે એમ તેનું છાણ પણ પવિત્ર છે. જો આ રીતે જોવાય તો ગાય રખડતી જોવા નહીં મળે. હવે તો ગાયના છાણમાંથી છાણા બનાવવાનું મશીન આવે છે. મારી દિલ્હી ખાતેની ગૌશાળા માટે અમે બે વર્ષ પહેલાં આવું મશીન લાવ્યા છીએ. તેમાંથી બનાવેલા છાણા અમે નિગમબોધ સ્મશાનમાં મોકલી આપીએ છીએ. કરીએ છીએ. નિગમબોધ સ્મશાનને વધુ છાણાની જરૂર પડે છે. અમે ગાયની અન્ય સારવાર-સેવામાં ખુબ વ્યસ્ત હોવાના કારણે છાણા પર બહુ ધ્યાન ના આપી શકતા હોવા છતાં મહિને ૬૦,૦૦૦ રૂપિયાની આવક ઉભી કરીએ છીએ. નિગમબોધ સ્મશાનને વધુ છાણાની જરૂર રહે છે. ગાયના છાણમાંથી છાણા બનાવવા સસ્તાં પડે છે. અત્યાર સુધી એવી સમસ્યા હતી કે લોકો પોતાના સગાંના મૃતદેહને ગોળાકાર છાણાથી અગ્નિદાહ આપવા તૈયાર નહોતા. તેનો ઇલાજ પણ ટેકનીશ્યનોએ શોધી કાઢ્યો હતો. ગોળ છાણાના બદલે લંબચોરસ છાણા તૈયાર કરાયા હતા. જે બનાવવા આસાન હતા અને મજૂરી માટે કોઇની જરૂર રહેતી નહોતી. એકાદ મજૂરથી કામ ચાલી જતું હતું. મશીનમાં તાજુ છાણ મુકવામાં આવે ત્યારે તેમાં સુગંધ આવતા કેટલાક તત્વો નાખીને તેને સુગંધીત હવન સામગ્રીમાં ફેરવી શકાય છે. છાણા બનાવવાનું મશીન ૨૫ થી ૩૫,૦૦૦ રૂપિયાની આસપાસ આવે છે. છાણ અને ઘાસના ઠૂંઠા (ખેતરમાં પાકના પડી રહેલો કચરો)મશીનના હોપરમાં નાખવામાં આવે છે. મશીનમાં તે બરાબર મિક્સ થાય છે અને પછી તે પ્રેસ થઇને બહાર નિકળે છે. પછી તેને સૂર્ય પ્રકાશમાં સૂકવવા મુકાય છે. મશીનને ઇલેક્ટ્રીક મોટરથી કે હાથથી પણ ચલાવી શકાય છે. તે ચલાવવું બહુ આસાન હોય છે. મહિલાઓ પણ તે ઓપરેટ કરી શકે છે. દર મિનિટે ત્રણ ફૂટ લાંબા છાણીયા તૈયાર કરવાની તેની ક્ષમતા હોય છે. બાયોગેસ યુનિટમાંથી બહાર આવતો કચરો પણ છાણા બનાવવા વાપરી શકાય છે. લાંબા છાણાના નાના ટુકડા કરીને વેચી શકાય છે. દેશના દરેક ગામોમાં સ્મશાન ગૃહ હોય છે. ટાઉન લેવલે તો બે સ્મશાન ગૃહ જોવા મળે છે. આ સ્મશાનોમાં છાણા સપ્લાય કરવાનો કોઇ કોન્ટ્રાક્ટ લે તો ગૌશાળાને લાખો રૂપિયા કમાણી કરાવી શકે છે. મહત્વની વાત એ છે કે તેનાથી ગાયો ભૂખે મરતી બચે, અહીં તહીં રખડતી બચે અને તેના છાણમાંથી કમાણી થતી હોઇ તેને વધુ સારી રીતે સાચવવામાં આવે. ગાયના છાણનો બીજો પણ એક મહત્વનો ઉપયોગ છે. તે એક બીજી સમસ્યા પણ નિવારી શકે છે. જંગલ ખાતુ ભારત ભરમાં વૃક્ષા રોપણ કરે છે. તે દર વર્ષે કરોડો રૂપિયાના છોડવા ઉછેરે છે અને પછી વિવિધ સ્થળે તે પ્લાંટ કરે છે. જંગલ ખાતાના આંકડા અનુસાર માંડ બે ટકા છોડવાનું વૃક્ષમાં રૂપાંતર થાય છે. તેનું કારણ એ છે કે તે પાતળી પ્લાસ્ટિક બેગમાં છોડવા રોપે છે. આ બેગ તે ચાર રૂપિયામાં ખરીદે છે. આ તેને મોંઘી પડે છે પરંતુ તેનાથી મોટી કમનસીબી તો એ છે કે છોડવા રોપતા મજૂરો આડેધડ રીતે તેને પ્લાસ્ટીકની કોથળી સાથે રોપે છે તેથી ૧૦૦ ટકા કરમાઇ જાય છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશે ગયા વર્ષે એક કરોડ છોડવા રોપ્યા હતા. માંડ કેટલાક સો બચ્યા હતા. વિચારો કે તમારા ટેક્સના પૈસાનો કેવો ધૂમાડો થાય છે. કેટલાક મશીનો ગાયના છાણમાંથી સીધાજ નાના કૂંડા (પોટ) બનાવી શકે છે. જે નાના ફ્લાવર પોટની સાઇઝના બનેે છે. આવા નાના પોટ નર્સરીને વેચી શકાય છે. આ પોટમાં જંગલખાતું છોડવા રોપે અને તેને પોટ સાથેજ જમીનમાં રોપે તો પ્લાંટને પોષણ મળ્યા કરે અને છોડ મરે નહીં. આ પોટના કારણે તેમાંથીં વરસાદી પાણી પણ વહી જતા અટકે છે. છોડવાને આ છાણના પોટ સાથે રોપી શકાય છે. દરેક રાજ્યની સરકાર પોતાની પોલીસી બદલીને પોટ સાથે છોડવા રોપી શકે છે. જો તમે આ વાંચતા હોવ તો તેનું કટીંગ કાપીને તમારા રાજ્યના મુખ્ય પ્રધાન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સચિવને મોકલી શકો છો. (અહીં તમને એક સાચી હકીકત કહું છું....મેં એક રાજ્ય સાથે મંત્રણા કરી હતી. તેના મુખ્ય પ્રધાાન પોટમાં છોડવા રોપવા સંમત પણ થયા હતા. મેં તેમને પોટ બનાવવાનું એક મશીન મોકલી આપ્યું હતું. પરંતુ તેમના કોઇ લોકલ ફોરેસ્ટ ઓફિસરે કહ્યું હતું તે મશીન કામ નથી કરતું. કેમકે પ્લાસ્ટીકની થેલી વેચનાર તેમને એક થેલી પર રૂપિયો કમિશન આપતો હતો) છાણા બનાવવાનું અને પોટ બનાવવાનું મશીન અમદાવાદમાં મળે છે. લેખકનો ઇ મેલ.... gandhim@nic.in

ગુજરાત સમાચાર 5 Apr 2021 5:30 am

ડાયનોસોર પ્રકારની કિડી રીપ્રોડયુસ પ્રકારની સિસ્ટમ ઉભી કરી શકે છે

- સંવેદના : મેનકા ગાંધી - પૃથ્વી પર રહેતા તમામ જીવોમાં માણસ સૌથી વધુ ગંદકી કરતો આવ્યો છે. માણસ તેની અગાર (સ્ટૂલ) ની ગંદકી અને દુર્ગંધ ઠેરઠેર ફેેલાવે છે - ડ્રેક્યુલા પ્રકારની કિડી એ પૃથ્વી પરનું સૌથી વધુ ઝડપે ફરી શકતું પ્રાણી છે. માઇસ્ટ્રીયમ કેમીલી પ્રકારની કિડી એેક કલાકમાં ૩૨૦ કિ.મીટર ફરી શકે છે કોઇ એમ સરખામણી કરવાનું કહે કે આપણી અને કિડી વચ્ચે શું ફર્ક છે? તો કેવું લાગે પરંતુ હકીકત એ છે કે ગુલામો ઉભા કરવામાં, મેડિસિન શોેધવામાં, પાક ઉગાડવામાં વગેરે બાબતે કિડી અને માનવજાત વચ્ચે ઘણું સામ્ય જોવા મળેે છે. કદાચ કેટલાક મુદ્દે માણસ કરતાં કિડી વધુ ચબરાક સાબિત થઇ રહી છે. અહીં તેની મુદ્દા વાર સમજ આપી છે.. ..માનવ જાત જ્યાં ગીચ વસ્તીમાં રહે છે કે સસ્તન પ્રાણીઓ કે જીવાણુઓ જ્યાં ગીચમાં રહે છે ત્યાં સફાઇની સમસ્યા મોટા પાયે ઉભી થાય છે.પૃથ્વી પર રહેતા તમામ જીવોમાં માણસ સૌથી વધુ ગંદકી કરતો આવ્યો છે. માણસ તેની અગાર (સ્ટૂલ) ની ગંદકી અને દુર્ગંધ ઠેરઠેર ફેેલાવે છે. પોતાના સ્ટૂલની પર્યાવરણ પર શું અસર પડશે તે બાબતે તે ક્યારેય વિચારતો નથી. જર્મનીની યુનિવર્સિટી ઓફ રેજન્સબર્ગના જણાવ્યા પ્રમાણે લેસીયસ નીજર પ્રકારની કિડી તેના દરના ખૂણામાં કોમન ટોઇલેટ રાખે છે. સામાન્ય રીતે કિડીઓ પોતાનું દર એકદમ સ્વચ્છ રાખે છે. દરમાં રહેલું બાકીનું ફૂડ, ડેડબોડી જેવો અન્ય કચરો વગેરે ખૂણામાં ધકેલી દે છે. આ કચરાનો તે ખાતર તરીકે પણ ઉપયોગ કરે છે. ....લેસીયસ પ્રકારની કિડી દરમાં જંતુનાશક દવાઓ પણ છાંટે છે. તેમને કિડીઓને ખાઇ જતી ફંગસ નજરે પડે તો તેને મારી નાખે છે અને બધું સમતલ કરી નાખે છે. કઇ ફંગસ ચેપી છે અને કઇ ચેપી નથી તેને ઓળખીને તેનો સફાયો કરાય છે. તમે માનો કે ના માનો પણ ઓસ્ટ્રીયા અને પુપા પ્રકારની કિડી ચેપી ફંગસને ઓળખીને પોતાના દરને બચાવે છે. કિડીઓની કેટલીક જાતમાં એન્ટીબોડીસ પ્રકારના પ્રોટીન હોય છે . પોતાનામાં રહેલા એન્ટી માઇક્રોબીયલ કમ્પાઉન્ડ તે પોતાના શરીર પરજ છાંટે છે અને આમ રોગને રોકે છે. ...જ્યાં ગીચ વસ્તી છે ત્યાં રોગચાળાનું પ્રમાણ વધુ રહે છે. માનવની ગીચ વસ્તી હોય કે જીવાણુઓની ગીચ વસ્તી હોય બંનેને આ વાત લાગુ પડે છે. જ્યારે માનવજાતમાં કોઇ વાઇરસ પ્રવેશે છે ત્યારે તેનું શરીર રોગપ્રતિકાર કરતા પ્રોટીન અને એન્ટીબોડીસને સક્રીય કરે છે જે શરીરનું રક્ષણ કરે છે. કિડીની કેટલીક જાત એન્ટીમાઇક્રોબીયલ કેમિકલ કમ્પાઉન્ડનો ઉપયોગ કરીને રોગને શરીરમાં આવતો અટકાવે છે. નોર્થ કેરોલીના સ્ટેટ યુનિવર્સિટીએ પ્રસિધ્ધ કરેલા એક અહેવાલ અનુસાર આવા એન્ટીમાઇક્રોબીયલ કમ્પાઉન્ડ દરેક કિડી બહાર કાઢે છે અને તેમના મેટીંગ માટેના સાથીને તેમજ દરની અન્ય કિડીઓને પણ બચાવે છે. લિફ કટર એટલેકે પાંદડા ખાઉ કિડી પોતાના શરીર પર જ એન્ટી માઇક્રોબીયલ બેક્ટેરિયા ઉગાડે છે. જેને તે દરની અંદરની કિડીઓને પણ આપે છે. ...કિડીઓ પાસે વિવિધ પ્રકારના શસ્ત્રો હોય છે. કેટલીક વાર કિડીઓ શસ્ત્રોનો ઉપયોગ અન્ય કિડીઓના દરમાં ઘૂસવા માટે પણ કરે છે. જ્યારે દુશ્મન તેની સામે આવે છે ત્યારે તેના કકડા કરવા માટે પણ વાપરે છે. કેટલીક કિડીઓ થોેડી તોફાની અને અધમ પ્રકારની હોય છે. કેટલીક કિડીઓના માથા પર કે પેટના ભાગે ટોક્સીક કેમીકલ (ઝેરી)ની ગાંઠ હોય છે. જેના કારણે તે દુશ્મનને કન્ફયૂઝ કરી શકે છે. તેનો ઉપયોગ તે શારિરીક લડાઇથી માંડીને માનવ જાતની જેમ કેમિકલ શસ્ત્ર સુધી કરી શકે છે. કિડીઓની વેાર મોટા પાયે થાય છે. તે માનવ જાતની જેમ જોરદાર પણ હોય છે અને વ્યૂહાત્મક પણ હોય છે. કિડીઓની ૧૩૦ જાત એવી હોય છે કે જે રોમન આર્મી જેવી લાગે છે. તે ટોળામાં આવે છે , મોરચો સંભાળે છે તે દુશ્મનને આશ્ચર્ય ઉભું થાય તે રીતે વોર કરે છે. જેમ લશ્કર આગળ વધે છેે એમ તે વિસ્તારનું બધું ફૂડ ઝાપટી જાય છે. માણસના લશ્કરમાં હોય છે એમ યુવાન અને બીનઅનુભવીઓને ભૂમિ રક્ષક દળ તરીકે રખાય છે કે નાની કદની, બિમાર અને ઉંમર લાયક કિડીને આગલી હરોળમાં પણ રખાય છે. ખરા લડવૈયા પાછળ હોય છે. દુશ્મન જ્યારે આગલી હરોળને મારવામાં વ્યસ્ત હોય છે ત્યારે પાછળ રહેલી મજબૂત જડબાવાળી કિડી આગળ આવે છે અને દુશ્મનોને મારી નાખેે છે. કિડીઓ પોતાના દરના લોકો માટે મરવા પણ તૈયાર હોય છે. તે વ્યવહારૂ પણ હોય છે. મોફેટ કહે છેે કે કિડી પોતાના કામમાં વ્યસ્ત રહે છે તે નિયમ બહાર બીજી કિડીને બચાવવા નથી જતી. અન્ય કિડીઓને ગુલામ બનાવતી કિડીઓ અન્ય કિડીઓના દર પર હુમલો કરે છે અને તેમાંથી ઇંડા તેમજ લાર્વા ખેંચી લાવે છે અને પછી તેને સેવીને બચ્ચાંને મોટા કરે છે અને તેમને ગુલામ બનાવે છે. આવી રીતે ઉભા કરેલા ગુલામોેને ખબર નથી હોતી કે તેમનું દર બીજું છે. કેટલીક કિડીઓ ગુલામ તરીકે પુખ્ત વયની કિડીઓને પણ પકડી લાવે છે. ગુલામ તરીકે દરમાં ઉછરેલી કિડીઓ પોતાનું દર હોય એ રીતેજ સતત કામ કર્યા કરે છે. કેટલાક કેસોમાં ગુલામ તરીકે કામ કરતી કિડીઓ તેમને ગુલામ બનાવનાર કિડીઓ સામે બાંયો ચઢાવે છે અને મુક્તિ મેળવે છે. ... અન્ય કિડીઓની જેમ ડાયનોસોર પ્રકારની કિડી રિપ્રોડયુસ પ્રકારની સિસ્ટમ ઉભી કરી શકે છે. તે પોતાનામાંથી બીજી કિડી ઉભી કરી શકે છે.જો કોઇ રાણી કિડી અભિમાનમાં આવીને રિપ્રોડક્શન માટે આનાકાની કરે તો કિડીઓ પોતેજ રિપ્રોડક્શન શરૂ કરી દે છે. .....ડ્રેક્યુલા પ્રકારની કિડી એ પૃથ્વી પરનું સૌથી વધુ ઝડપે ફરી શકતું પ્રાણી છે. માઇસ્ટ્રીયમ કેમીલી પ્રકારની કિડી એેક કલાકમાં ૩૨૦ કિ.મીટર ફરી શકે છે. ....ઇકોફીલા સ્મારગ્દીન પ્રકારની કિડી પાંદડાઓના ઉપયોગથી ઘર બનાવે છે. લાર્વા જે ચીકાશ વાળો પદાર્થ બહાર કાઢે છેે તે પાંદડાને ચોંટાડી દે છેે. ...લીફ કટર્સ કિડીઓ ફૂલ ટાઇમની ખેડૂત જેવી હોય છે. તે તાજા પાંદડા કાપે છે અને તેને દરમાં ખેંચી લાવે છે અને તેમાંના બેક્ટેેરીયા ફંગસમાં રૂપાંતર થઇને અનેક કિડીઓ માટે ખોેરાક બનાવી દે છે.

ગુજરાત સમાચાર 22 Mar 2021 5:30 am

જીરાફના નિકંદનનો ખલનાયક અમેરિકા

- સંવેદના : મેનકા ગાંધી હજુ તો ચીનની નજર જીરાફ પર નથી પડી નહીંતર છ મહિનામાં બધું સાફ કરી નાખે ફિમેલ જીરાફ ઉભા ઉભા બચ્ચાંને જન્મ આપે છે. નવું જન્મેલું બચ્ચું છ ફૂટ ઉંચેથી જમીન પર પડે છે અને ૩૦ મિનિટ પછી તેની માતા સાથે દોડવા માટે તૈયાર થઇ જાય છે આફ્રિકાના પ્રવાસે જઇને આવતા અમેરિકનો તેમણે શિકાર કરવા જીરાફને લઇ આવવાનેા ટ્રેન્ડ શરૂ થયો છે. જીરાફ ટ્રોફી આપી શિકારીઓને પ્રોત્સાહિત કરાય છે ૧૯૯૦માં હું કોલક્તાના ગંદા અને ધૃણા ઉપજે એવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગઇ હતી. તેમણે આફ્રીકાથી એક ફિમેલ જીરાફ મંગાવ્યું હતું. (હુંતો આ રીતે વિદેશથી મંગાવાતી પ્રાણીઓની સિસ્ટમનેા વિરોધ કરતી આવી છું) આ ફિમેલ જીરાફ એકદમ સુંદર નમણું, ચમકતી આખો વાળું અને પાતળા લાંબા પગવાળું હતુ.મેં તેનું નામ તીસ્તા પાડયું હતું. (તીસ્તા એટલે જોવાલાયક તોફાની નદી). કોલક્તાના પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ અને પ્રધાને મને પ્રોમીસ કર્યું હતું કે અમે મોટી અને પ્રાણીઓ આસાનીથી ફરી શકે એવી મોટી જગ્યામાં પ્રાણી સંગ્રહાલય શિફ્ટ કરીશું. પરંતુ આજે ૩૦ વર્ષ પછી અને ૪૦૦૦ અબોલ પ્રાણીઓનો મોત પછી પણ હજુ હું તે પ્રાણી સંગ્રહાલય બીજે ખસેડાય તેની રાહ જોઉં છું. પેલી નમણી તીસ્તા મોતને વહાલી થઇ ચૂકી છે. ત્યારબાદ કોલકત્તા ઝૂના સંચાલકોએ બધા જીરાફને ઓડીસાના નંદનકાનન ઝૂ ખાતે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમને ખુલ્લી ટ્રકમાં લઇ જવાયા ત્યારે તેમના માથા ઉપરના ઇલેક્ટ્રીક વાયરો સાથે અથડાતાં તેમના મોત થયા હતા. સિંહ ગોરીલા અને હાથીઓની ઘટતી સંખ્યા બાબતે જ્યારે વિશ્વ ચિંતા કરે છે ત્યારે મોટાભાગના જીરાફના અસ્તિત્વ અંગે કોઇ વિચારતું નથી. તેમની વસ્તી ૪૦ ટકા થઇ ગઇ છે. હવે તે માંડ ૪૦,૦૦૦ બચ્યા છે અને રોજ ઘટતા જાય છે. ટૂંકમાં તે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે અને પછી ત્યાંથી પણ અદ્રશ્ય થઇ જશે. જીરાફની ઘટતી સંખ્યા પાછળનો જો કોઇ ખલનાયક હોય તો તે અમેરિકા છે. પ્રાણીઓને બચાવવા માટે ચાલતા સેન્ટર ફોર બાયોલોજીકલ ડાયવર્સીટી,હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ, બાયોલોજીકલ ડાયવર્સીટી,હ્યુમન સોસાયટી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર અને નેશનલ રિસોર્સ ડીફેન્સ કાઉન્સીલે અમેરિકાની સરકારને છેલ્લા બે વર્ષથી અરજીઓ કરીને જણાવ્યું હતું કે લુપ્ત થતી જાતિઓના કાયદા હેઠળ જીરાફને રક્ષણ આપો પણ બે વર્ષ સુધી કોઇ પગલાં લેવાયા નહોતા. અહીં મહત્વની વાત એ છે કે અમેરિકાના કાયદા હેઠળ આફ્રિકાના જીરાફનું રક્ષણ કેવી રીતે થાય? હકીકત એ છે કે આદિવાસીઓ જીરાફને મારે છે અને અમેરિકામાં તેના હાડકા પર કોતરણી કરાય છે. અમેરિકા રોજ એક જીરાફની આયાત કરે છે. તેના શિકાર માટેની ટ્રોફી અપાય છે. અત્યાર સુધીમાં અમેરિકાએ ૨૧૪૦૨ જીરાફના હાડકા પર કોતરણી કરી છે. જીરાફની ૩૦૦૮ જેટલી સ્કીન અને જીરાફના શિકારની ૩૭૪૪ જેટલા ટ્રોફી છેલ્લા કેટલાક વર્ષોથી વહેંચી હતી. જીરાફના હાડકામાંથી બનાવેલા ઘરેણાની અમેરિકામાં ડિમાન્ડ ઉભી થઇ છે. એટલે જીરાફના શરીરના તમામ ભાગ બજારમાં વેચાતા થયા છે. હજુ તો ચીનની નજર જીરાફ પર નથી પડી નહીંતર છ મહિનામાં બધું સાફ કરી નાખે. આફ્રિકામાં હાથી કરતાં જીરાફની સંખ્યા ઓછી છે. ૨૦૧૬માં પ્રાણીઓની જે જાતિ લુપ્ત થઇ રહી છે તેનું રેડ લીસ્ટ બનાવાયું હતું તેમાં જીરાફનો સમાવેશ હતો પરંતુ તે લીસ્ટ માટે કોઇ ગંભીરતા બતાવાઇ નહોતી. જીરાફ એ પૃથ્વી પરનું સૌથી લાંબુ સસ્તન પ્રાણી છે. કેટલાક માણસોની ઉંચાઇ જેટલા લાંબા તેના પગ હોય છે. તે કલાકના ૩૫ માઇલ દોડી શકે છેે પરંતુ શિકારીની બુલેટ કરતાં વધુ ઝડપથી કોણ દોડી કે? તે સૂકા પ્રદેશમાં રહે છે અને ખુલ્લામાં ફરે છે. સૂકા ડાળખા પણ ખાય છે. તેમનું ગળું નીચે પડેલું ખાતા તકલીફ અનુભવે છે પણ તે ઝાડની ટોચ સુધી પહોંચી શકે છે. તેમની લાંબી બલ્યૂ કલરની જીભ રોજના ૪૫ કિલો જેટલાં પાંદડા અને ડાળખા નીચે ઉતારી શકે છે. તેમની ઉંચાઇ અને દુર સુધી જોવાની નજરના કારણે તે સિંહ અને વરૂ જેવા હુમલાખોરને ઓળખી શકે છે. તેમની કીક એટલી ઘાતક હોય છે કે ેતે કોઇને મારી નાખી શકે છે. તે નાકમાંથી વાંસળી જેવો તીણો અવાજ કાઢી શકે છે. જીરાફ સોશ્યલ એનિમલ છે. તે ફિમેલ ગૃપની આસપાસ આંટા માર્યા કરે છે. મેલ જીરાફ દરેક ગૃપનું નેતૃત્વ કરે છે. જીરાફ ૪૦ વર્ષ સુધી જીવી શકે છે. તેના શરીરની ચામડી પરના ટપકાંથી તેની ઉંમર જાણી શકાય છે. જેટલા વધુ ટપકાં એટલી વધુ ઉંમરનો જીરાફ એમ કહી શકાય. તેની ફિમેલ ઉભા ઉભા બચ્ચાંને જન્મ આપે છે. નવું જન્મેલું બચ્ચું છ ફૂટ ઉંચેથી જમીન પર પડે છે અને ૩૦ મિનિટ પછી તેની માતા સાથે દોડવા માટે તૈયાર થઇ જાય છે. ફિમેલનો ગર્ભાવસ્થાનો ગાળો ૪૫૭ દિવસ એટલેકે ૧૫ મહિનાનો હોય છે. સામાન્ય રીતે એેકજ બચ્ચાંનો જન્મ થાય છે. ફિમેલ જીરાફ તેના જીવન દરમ્યાન પાંચ વાર બચ્ચાંને જન્મ આપે છે. જીરાફના પચાસ ટકા બચ્ચાં માંડ એક વર્ષ સુધી જીવે છે. વિસ્તારમાં કેટલા સિંહો છે તે પર તેમના બાળ મરણની ટકાવારી રહે છે. નોર્થ અને વેસ્ટ આફ્રિકા ઉપરાંત જીરાફ સહારા અને નિલ નદી સુધી પ્રસરેલા હતા. આજે જીરાફ સહારા આફ્રિકાના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળે છે. ૯૦ના દાયકામાં જીરાફનું ટોળું ૨૦થી ૩૦નું રહેતું હતું ેેેહવે જીરાફના ટોળામાં માંડ છ સાથીઓ હોય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના જણાવ્યા અનુસાર પૃથ્વી પરના કેટલાક જીવો બિલ્લી પગે અર્થાત સાયલન્ટલી ખતમ થઇ રહ્યા છે. જીરાફના મોટા પાયે નિકંદનના કારણે આફ્રીકાની ઇકો સિસ્ટમ ખતમ થઇ જશે તેના કારણે જીરાફ પછી સિંહોનો વારો આવશે. યુધ્ધ ગ્રસ્ત સોમાલીયા, કેનિયા, ઇથોપિયા અને સાઉથ સુદાન એર જીરાફનું મટન અનેકનું પેટ ભરી શકે છે અને તેની કિંમત માત્ર એક બુલેટ હોય છે. ૨૧ દેશોના ઝૂમાં જીરાફ જોવા મળે છે. પ્રાઇવેટ સફારી પાર્કમાં પણ જોવા મળે છે. ગયા ઓગષ્ટમાં એક ૧૨ વર્ષની છોકરી જીરાફની ડેડ બોડી પાસે બંદૂક લઇને ઉભેેલી બતાવાઇ ત્યારે લોકોને ખબર પડી હતી કે જીરાફને મારીને ઇનામ મેળવવામાં આવે છે. માનવ વસ્તી વધતાં જીરાફનો મૂળ ખોરાક બાવળ પણ લુપ્ત થઇ ગયો છે. જીરાફ એ કુદરતની બ્રાન્ડ સમાન પ્રાણી છે. પરંતુ હવે તેના અંતનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. જીરાફ ટ્રોફી પર પ્રતિબંધ પાછળનું મહત્વ અમેરિકાએ સમજવાની જરૂર છે. આફ્રિકાના પ્રવાસે જતો અમેરિકન પાછો ફરે ત્યારે સાથે મૃત જીરાફના અંગો લેતા આવવાનો ટ્રેન્ડ અટકાવવાની જરૂર છે. બાળકોને ભણાવાતા એબીસીડીના પુસ્તકોમાં જી ફોર જીરાફ આવે છે પરંતુ દશ વર્ષ પછી જ્યારે જીરાફનું નિકંદન નિકળી ગયું હશે ત્યારે જી માટે શું કહેશે?

ગુજરાત સમાચાર 15 Mar 2021 5:30 am

ડોગ બ્રિડીંગનો ગેરકાયદે વેપલો અટકાવો

- અમેરિકાના (કેલિફોર્નિયા) કાયદા અનુસાર કોઇ પણ પ્રાણીને 28 દિવસ માટે રાખવામાં આવશે, એડેાપ્ટ ના કરાય તો મારી નાખવામાં આવે છે - તરછોડી દીધેલા ડોગ પૈકી મોટા ભાગના પોમેરીયન અને સ્પિટ્ઝ જાતના હોય છે. બાકીના લેબ્રાડોર્સ અને મોટા વુલી સ્વિસ પ્રકારના હોય છે - લોકો વિદેશી નસ્લના ડોગ લાવે છે તે આરંભે શૂરા જેવા હોય છે. તેમને આખો દિવસ બાંધી રાખવામાં આવે છે. બાંધેલા ડોગને ચીડવ્યા કરે છે - સંવેદના-મેનકા ગાંધી આ લેખ એ લોકો માટે છે કે જે મને શેરીઓના રખડતા કૂતરાંના ત્રાસ બાબતે સતત ફરિયાદ કરતા કરે છે. તે મને ઇ મેલ કરે છે ત્યારે શરૂઆતમાં લખે છે કે અમે પ્રાણી પ્રેમી છીએ અને અમારી પાસે અમે પાળેલો ડોગ છે. તેમની ફરિયાદ એવી હોય છે કે બાળકોની પાછળ પડતાં, તેમને ડરાવતાં, સતત ભસ્યા કરતાં અને ગમે ત્યાં પીપી-છીછી કરી જતાં ડોેગના ત્રાસમાંથી અમને બચાઓ. અહીં સમસ્યા એ છે કે દરેક સરકાર અને કોર્ટે મ્યુનિસિપાલીટી અને જિલ્લા વહિવટી તંત્રને ડોગ સ્ટરીલાઇઝેશન (ખસીકરણ) માટે આદેશ આપ્યા હોવા છતાં માંડ દશ ટકાજ કામ થયું છે. વેટરનરી ડોક્ટરોની અછત, સ્ટરીલાઇઝેશન માટે પૈસાની અછત ઉપરાંત સૌથી મોટી સમસ્યા આ મુદ્દે લાંબુ વિચારવાનું કે આયોજન કરવાની સૂજ અને નિરસતા વગેરે કારણભૂત છે. ડોગના સ્ટરીલાઇઝેશનનું કામ પર્યાવરણ મંત્રાલય હસ્તકનું છે. તે વર્ષે માંડ ૫૦ લાખનું બજેટ રાખે છે જ્યારે આરોગ્ય મંત્રાલય ડોગ સ્ટરીલાઇઝેેશન પાછળ ૩૦૦ કરોડ ફાળવે છે. પર્યાવરણ મંત્રાલય આ કામ હાથમાં નથી લેતું જ્યારે આરોગ્ય મંત્રાલય આ મુદ્દે બહુ મહેનત નથી કરતું. આરોગ્ય મંત્રાલયના એક સચિવે મને કહ્યું હતું કે ડોગ સ્ટરીલાઇઝેશનનું કામ અમારૂં નથી. તેમની કામગીરી હડકવા નિયંત્રણ હેઠળ આવે છે. મેં તેમને એમ પણ પૂછ્યું કે તો પછી તમે મચ્છર શા માટે મારો છો? તે તમારી કામગીરીમાં નથી આવતું. હકીકત એ છે કે તે લોકો મેલેરિયા પર નિયંત્રણ લાવવા માંગે છે માટે મચ્છરો મારે છે. એટલેજ ડોગ સ્ટરીલાઇઝેશનનું કામ હાથમાં લેવું જોઇએ કેમકે તે પાંચ વર્ષમાં હડકવા નાબૂદ કરી શકે છે. અધિકારીઓ અહમથી ભરેલા હોય છે. તે એકજ દિશામાં વિચારતા હોય છે અને કશુંક નવું કરવા તૈયાર નથી હોતા માટે તેમને સમજાવવા બહુ મુશ્કેલ બની જાય છે. જોકે રોડ પર રખડતા કૂતરાં બિલાડાંને નાથવાનો બીજોે એક રસ્તો પણ છે. ગેરકાયદે બ્રીડીંગનું કામ કરતા (સંવર્ધન અને વેચવા માટે બચ્ચાં ઉછેેરનારા) બ્રિડરોના કારણે વિવિધ જાતના કૂતરાં પાળેલા પ્રાણીઓની દુકાનોમાં જોવા મળે છે. તેમાંથી મોટા ભાગના રોગિષ્ઠ, અવિકસિત હોય છે. આવી શોપ પણ રજીસ્ટર્ડ થયા વિનાની હોય છે. બ્રીડીંગ તેમજ પાળેલા પ્રાણીઓ વેચતી દુકાનો ગેરકાયદેસર હોય છે પરંતુ આપણે ત્યાં ભ્રષ્ટાચાર એટલો બધો છે કે કોઇ પગલાં લેવાતા નથી માટે ત્યાં પણ સુધારો શક્ય નથી. અમેરિકાની શેલ્ટર પોલીસી એકદમ કડક છે. શેલ્ટર્સ એટલે કે જ્યાં રખડતા ડોગ કે બિલાડીઓને થોડા દિવસ માટે રાખવામાં આવે છે. અમેરિકાના કાયદા અનુસાર કોઇ પણ પ્રાણીને ૨૮ દિવસ માટે રાખવામાં આવશે, ત્યાં સુધીમાં જો કોઇ તેને એડેાપ્ટ (દત્તક લેવા) કરવા તૈયાર ના થાય તો તેને મારી નાખવામાં આવે છે. પહેલાં એવું હતું કે જ્યાં સુધી ડોગને કોઇ એડોપ્ટ ના કરે ત્યાં સુધી એટલેકે તે મૃત્યુ ના પામે ત્યાં સુધી પાંજરામાં રખાતા હતા. ૨૦૧૭માં કેલિફોર્નિયામાં કાયદો એ.બી ૪૮૫ પસાર કરાયો હતો કે પાળેલા પ્રાણીઓ વેચતી શોપ હવેથી શેલ્ટર્સ અને રેસ્ક્યૂ સેન્ટરના ડોગ, કેટ, સસલાં અને તેના બચ્ચાંજ વેચી શકસે. જે દુકાનો વાળા આ કાયદાનો ભંગ કરે તેની દુકાન બંધ કરી દેવાશે અને ૫૦૦ ડોલરનો દંડ થશે. આ કાયદાની એવી અસર પડી હતી કે તેના કારણે ગેરકાયદે બ્રીડીંગ બંધ થઇ ગયા. ગેરકાયદે બચ્ચાં વેચવાનો ધંધોે પણ બંધ થઇ ગયો હતો. હજુ હાલમાંજ અમે થાણેના એક ડોક્ટરના મકાનના પાછલા વાડામાંથી ૧૧ ડોગને મુક્ત કરાવીને બચાવ્યાં હતા. આ ડોગ ભૂખે મરી રહ્યા હતા, મત્યુ પામવાની નજીક હતા, તેમની પોતાની અગારજ (સ્ટૂલ) ખાતા હતા અને અમે તેમ વને બચાવવા જઇ પહોંચ્યા હતા. આ કૂતરાઓેએ ઢગલો બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ બચ્ચાં વિદેશી ડોગના છે એવા ખોટા સર્ટીફીકેટો આપીને ડોક્ટર તેને વેચી મારતો હતો. અમેરિકામાં જ્યારે કૂતરાં વેચવાના ધંધા સામે કોર્ટમાં વિરોધ કરાયો ત્યારે સામે એવી દલીલ કરાઇ હતી કે જો આ બચ્ચાં વેચવાનો ધંધો બંધ કરશો તો બેરોજગારી વધશે. આ દલીલ અપેક્ષિત હતી. જોકે કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. ભારતમાં તો ડોગ કે કેટ વેચવાના ધંધામાં કોઇને નોકરી પર રખાતા નથી. આ ધંધામાં બે કૂતરાં રખાય છે. જેમને સેકસ માટે ફોર્સ કરાઇને દર છ મહિને બચ્ચાં લેવાય છે અને તેને વેચવામાં આવે છે. આમ જો તેના પર પ્રતિબંધ મુકાય તો કોઇની રોજગારી છીનવાય એમ નથી. ભારતમાં આવો કાયદો શા માટે ના લાવી શકાય ? હવે તો દરેક શહેરમાં એેનિમલ ગૃપ ચાલે છે. એનિમલ સેલ્ટર્સ પણ શહેરોમાં જોવા મળે છે. દિલ્હી ખાતેના મારા સંજય ગાંધી એનિમલ કેર સેન્ટરમાં લોકો રોજ દશેક કૂતરાં ધકેલી દે છે. જે લોકો વિદેશી નસ્લના ડોગ લાવે છે તે આરંભે શૂરા જેવા હોય છે. તેને બહુ ખરાબ રીતે રાખવામાં આવે છે. ને બિમાર રહે છે. તેમને આખો દિવસ બાંધી રાખવામાં આવે છે. બાંધેલા ડોગને ચીડવ્યા કરે છે. આ કૂતરાને તે મારા સેન્ટર પર સારવાર માટે લાવે છે. પછી કોઇ આસપાસ જોતું નથી તેની ખાત્રી કર્યા બાદ ડોગને મુકીને ભાગી જાય છે. અમે છોડી મુકેલા કૂતરાઓની સારવાર માટે ૧૫,૦૦૦ રૂપિયા લઇએ છીએ. આ રકમ ઉંચી નસ્લ માટેના કૂતરાની ખરીદી કરતાં ઓછા હોય છે છતાં લોકો તેમને મુકીને ભાગી જાય છે. કેટલાંક તો તેમને અમારા શેલ્ટરના દરવાજે બાંધી જાય છે તે કેટલાક દિવાલ પર ફેંકીને ભાગી જાય છે. આવા તરછોડી દીધેલા ડોગ પૈકી મોટા ભાગના પોમેરીયન અને સ્પિટ્ઝ જાતના હોય છે. બાકીના લેબ્રાડોર્સ અને મોટા વુલી સ્વિસ પ્રકારના હોય છે. આવા વુલી સ્વિસની એક સમયે ભારતમાંથી દાણચોરી થતી હતી. આ ઉપરાંત વોડાફોનની જાહેરાતમાં આવે છે એવા ડોગ પણ લોકો તરછોડી દે છે. અમે આવા તરછોડેલા કૂતરાને પ્રવેશ દ્રાર પાસે રાખીએ છીએ એેટલે સેન્ટર પર આવતા સેંકડો લોકો તેમને જોઇને એડોપ્ટ કરી શકે. કેટલાંક એડોપ્ટ કરે છે તો ક્ેટલાક તેમના માટે દયા બતાવે છે. આવા પચાસ જેટલા ડોગ મરતા સુધી અમારે ત્યાં રહેશે એમ લાગે છે. મારી બહેન સાવ બિમાર એવા ૧૭ ડોગ લઇ જઇને તેના નાના ઘરમાં રાખે છે મારા ઘરમાં આવા ૨૪ ડોગ છે. જ્યારે તે સાજા થઇને ફરી રમતાં થઇ જાય છે ત્યારે અમે તેમના માટે સારું ઘર શોેધતા હોઇએ છીએ. અમે તેમને વેેક્સીન આપીને, સ્ટરીલાઇઝેશન કર્યા પછી આપીએ છીએ જેથી શેલ્ટર્સનો ખર્ચો પણ નીકળે અને વિદેશી ડોગને સારો માલિક મળી રહે. બીજી વાત એ બનશે કે વિદેશી ડોગના બ્રીડીંંગ બંધ થઇ જશે. કેમકે શેલ્ટર્સમાં બ્રીડીગ નથી ચાલતું અને બહારના બ્રિડીંગના ધંધાને અટકાવી દેવાશે. આ પ્રકારનો પ્રચાર તમારા શહેરમાં શરૂ કરી દો અને આરીતે આપણે વિશ્વને દયાળુ અને રહેવા લાયક બનાવી શકીશું.

ગુજરાત સમાચાર 8 Mar 2021 5:35 am

ભારતમાં પ્રાણીઓનું પૂજન અને દેરી બનાવાતી હતી

- સંવેદનાઃ મેનકા ગાંધી - દેશમાંથી નિકાસ થતી ચીજો પૈકી ૫૨ ટકા તો મીટ,ફીશ કે લેધરની છે - બગલામુખી પણ ભૂત પ્રેતને ભગાડનાર દેવી તરીકે પૂંજાય છે. તે કોર્ટમાં ચાલતા કેસ જીતવા કે વિરોધીઓને ચૂપ કરવા કે તાકાત મેળવવા પૂંજાય છે. પ્રાણીઓ પરના વધતા હિંસાચાર જોતાં એમ કહી શકાય કે ભારત આટલું ઘાતકી તો ક્યારેય નહોતું. ભૂતકાળ પર નજર કરીએ તો ભારતની ગણત્રી મોટા ભાગે શાંતિ પ્રિય દેશ તરીકે થતી હતી. જ્યાં માનવજાત અને પ્રાણીઓ એક સાથે રહેતા હતા અને બંને એક બીજાની મર્યાદાને માન આપતા હતા. પરંતુ છેલ્લા પચાસ વર્ષમાં બધું બદલાઇ ગયું છે. હવે પ્રાણીઓને ક્યાં તો ન્યૂસંસ ગણવામાં આવે છે કે ધંધો કરવા માટેની પ્રોડક્ટ ગણવામાં આવે છે તેમજ તેમને પરેશાન કરવાની વાત તો સાવ સામાન્ય બની ગઇ છે. જે દેશની સરકાર ખુશીખુશી એમ કહેતી હોય કે દેશમાંથી નિકાસ થતી ચીજો પૈકી ૫૨(બાવન) ટકા તો મીટ,ફીશ કે લેધરની છે (તેમની સાથે ઇંડાનો પણ સામવેશ છે) આમને શું કહેવું? કેટલાક દાયકાઓ પહેલાં દરેક ગામ અને સમાજ માટે એક ગ્રામદેવ જોવા મળતા હતા. આ ભગવાન કે માતાજીના પ્રતિક સમાન હતા. તે સમગ્ર વિસ્તાર પર નજર રાખતા હતા. તેમની એક નાની દેરી બનાવાતી હતી. તે ગામના લોકો અને પ્રાણીઓનું ધ્યાન રાખતા હોવાનું મનાતું હતું. બ્રહમારી એક એવી માતા છે કે જે મધમાખી અને કીડીઓનો ખ્યાલ રાખતી હતી. તેને દુર્ગાનો અવતાર માનવામાં આવતી હતી. આવી દેરીની નિયમિત પણે પૂજા કરાતી હતી. તેમનો ઉલ્લેખ દેવી ભાગવતમાં પણ કરાયો છે. તે માતાજીના મુખ્ય મંદિર ટ્રીસરોટા,જલપાઇગુરી અને નાસિકમંા આવેલા છે. બ્રહ્માને ખુશ કરવા અરુનાસુરાએ દશ હજાર વર્ષ તપ કર્યું હતું. પ્રથમ દશ હજાર વર્ષ તે સૂકા પાંદડા ખાઇને રહ્યા હતા. બીજા તબક્કામાં તે માત્ર પાણીના ટીપા પર રહ્યા હતા. તે હવાને શરીરમાં ખેંચીને જીવતા હતા. ચોથા અને છેલ્લા તબક્કામાં તેમણે કશું લીધું નહોતું અને નક્કોરડા ઉપવાસ કર્યા હતા. તેમના શરીરમાંથી એવો ઝળહળતો પ્રકાશ બહાર નિકળ્યો કે પૃથ્વી બળવા લાગી હતી. ત્યારે ભગવાન બ્રહ્મા પ્રગટ થયા હતા અને વરદાન આપ્યું હતું કે તે બે અને ચાર પગના જીવો મારી શકસે નહીં. આવા વરદાનથી મજબૂત બનેલા અરૂનસુરાએ પોતાની ેએક નાની સેના તૈયાર કરી હતી અને ભગવાનને ખતમ કરવા પડકાર ફેંક્યો હતો. ભગવાન ઇન્દ્ર તેમની તાકાત જોઇને ધૂ્રજી ગયા હતા અને રક્ષણ માટે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પાસે ગયા હતા. અરૂનસુરાએ ચંન્દ્ર,સૂર્ય અને ભગવાન શિવની ગુફા કૈલાશ પર્વત પર ચઢાઇ કરી હતી. કોઇ તેને હંફાવી શક્યું નહોતું એટલે પાર્વતીજીને બોલાવાયાં હતા. પાર્વતીજી વિશાળ રૂપ ધારણ કરીને આવ્યા હતા. તેમને ચાર હાથ અને છ પગ હતા. તેમના એક હાથમાં લાંબી તલવાર હતી. તેમણે આંખો બંધ કરીને ધ્યાન ધર્યું હતું. તેમનો એક પગ મધ માખીનો, બીજો કીડીનેા અને ત્રીજો શિંગડા વાળા પ્રાણીનો તેમજ એક પગ કરોળીયાનો હતો. તેમાંથી બહ્રમારી દેવી પ્રગટ થયા હતા. બંનેએ અરૂનસુરાને મારી નાખ્યો હતો અને તેના ટુકડા કરી નાખ્યા હતા. વર્ષોથી વીંછીને પૂજવામાં આવે છે. વીંછીના વિશ્વની એક અલગ ઓળખ છે. તમિળમાં તેને ૅેાર ્રીન ેંનચંે કહે છે. બ્રહ્મપુત્રાના કાંઠે આવેલા ગુવાહાટીના પીકોક ટાપુપર તે વીંછીના રુપમાં પૂંજાય છે. કર્ણાટકના કંદાકૂર ગામમાં છેલીના જાત્રે નામે ઉજવાતા નાગપંચમીના ઉત્સવને વીંછીના ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. રસપ્રદ વાત એ છે કે આ વિસ્તારમાં ંવીંછી કરડયાની કોઇ ઘટના બનતી નહોતી. વીંંછીઓના દેવીને કોન્ડામાઇ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની આસપાસ વીંછી ફરતા જોવા મળતા હતા. આંધ્ર અને તેલંગાણા જેવા નજીકના રાજ્યના લોકો પણ વીંછીના ઉત્સવમાં ભાગ લેવા આવતા હતા. તેમના અનુયાયીઓ માનતા હતા કે તેમની ભક્તિ કરવાથી આપણને વીંછી નહીં કરડે. તો કોલાકના મંદીરમાં કોલારામા તરીકે પૂજાતા હતા.ત્યાં એક પ્રાચીન હૂંડી આવેલી છે જેમાં છેલ્લા એક હજાર વર્ષથી લોકો પૈસા નાખે છે. રાજસ્થાન, હિમાચલ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ગુજરાત વગેરે રાજ્યોમાં સાપના દેવ તરીકે ગોગાજી કે ગોગા મહારાજ પૂંજાય છે. તે ગોગા વીર કે ગોગા રાણા તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન કથા અનુસાર ગુરૂ ગોરખનાથના આશિર્વાદથી ગોગાજીનો જન્મ થયો હતો. ગાયોની સેવા કરવા તેમનો જન્મ થયો હતો. કહે છે કે ૧૨મી સદીમાં ગમગાનગર નજીક બગડા દેદગા નામે તેમનું સાસન ચાલતું હતું. તે ચૌહાણ સમાજના વંશજ ગણાતા હતા. ગોગા તેમના અનુયાયીઓને સાપ કે અન્ય ઝેરી જીવાતથી રક્ષણ આપતા હોવાનું મનાય છે. હિન્દુની સાથે તેમના મુસ્લિમ અનુયાઇઓ પણ હતા. તેમની દરગાહને એક રૂમમાં રખાતી હતી. તેના દરેક ખૂણે એેક નાની કબર રખાતી હતી. તેના ચારે ખૂણે વાંસની લાકડીઓ અને સફાઇ કરાતી હતી. તેમને સિમ્બોલ બ્લેક સ્નેક હતો. તે દિવાલ પર ચિતરવામાં આવતો હતો.રાજસ્થાનના હનુમાનગઢમાં તે જોવા મળે છે. ત્યાં લોકો પોતાના ગળેે સાપ વીંટાળેલો જોવા મળતા હતા. પંજાબ પ્રાંતના ગુગાજમાં આવેલા સ્થાનકમાં એવી લોકવાયકા ચાલતી હતી નજીકમાં આવેલી ઉજ્જડ જમીનમાંથી જે લાકડી ઉંચકી લાવે તો તે લાકડી સાપ થઇ જાય છે. ત્યાં સાપ રહે છે એટલે લોકો ત્યાં જમવાનું આપવા આવતા હતા . સ્નેકમાતા નાગછૈયામા એ રાઠોડ રાજપુત કોમના કુળદેવી છે. તેમના શરીરનો ઉપરનો અડધો ભાગ સ્ત્રીનો અને નીચેનો ભાગ સાપનો જોવા મળતો હતો. તેમનું મેઇન મંદિર જોધપુર નજીક નાગના ગામે છે. રાવ દુધાતે તે લીમડાના ઝાડ નીચેે તેમની સ્થાપના કરી હતી. જે જે ગામમાં રાઠોડ રહેતા હતા ત્યાં ત્યાં આ માતાના મંદિર જોવા મળતા હતા. ગુજરાતના ખાખરાચીમાં પણ તે પૂજાતા જોવા મળે છે. જ્યાં રાઠોડોએ માનસા દેવીનું મંદિર બનાવ્યું છે. જે મુખ્યત્વે બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતમાં પૂંજાય છે. તે વિષહારા તરીકે પણ ઓળખાય છે. એટલે કે વિષનો નાશ કરનાર. એવીજ રીતે બગલામુખી પણ ભૂત પ્રેતને ભગાડનાર દેવી તરીકે પૂંજાય છે. તે કોર્ટમાં ચાલતા કેસ જીતવા કે વિરોધીઓને ચૂપ કરવા કે તાકાત મેળવવા પૂંજાય છે. બગલામુખીનું મેઇન મંદિર પાટણ અને મધ્યપ્રદેશના દેતીયાગામમાં આવેલું છે. જુલાધાટ અને પંચેશ્વર ક્ષેત્રમાં તે પ્રાણીઓના રક્ષક તરીકે છાઅુમા પૂંજાય છે. તેમને ધંટ અને દૂધ ચઢાવાય છે આવાતેા અનેક પ્રાણીઓ છે કે જેમની પૂંજા થાય છે .તમારી પાસે આ બાબતે વધુ કોઇ વિગત હોય તો મને મોકલજો..યચહગરૈસજ્રહૈબ.ૈહ

ગુજરાત સમાચાર 1 Mar 2021 5:30 am

કીડીઓની દુનિયામાં સંઘર્ષ,સંઘર્ષ અને સંઘર્ષ

- જો કીડીઓ બિલાડીની સાઇઝની હોત તો સૃષ્ટિ પર તેનું રાજ હોત અનેે મંગળ પર જવાનો રસ્તો પણ શોધી કાઢ્યો હોત - કીડીઓએે બહુ સરળ રીતે તેમની દુનિયા બે ભાગમાં વહેંચી નાખી છે. એક પોતાના દરની કીડીઓ અને બીજી દર બહારની કીડીઓ. માનવ જાત પણ આવી રીતે જીવી રહી છે... - ફ્લોરિડા કીડીમાં મશીનગનની જેમ તેજાબ જેવું પ્રવાહી સ્પ્રે કરવાની ક્ષમતા હોય છે. તે દુશ્મન પર ટોક્સીક પ્રવાહીનો સ્પ્રે કરે છે આપણે નસીબદાર છીએ કે હજુ સુધી કીડીની ૧૩૦૦૦ જાતજ શોધી શક્યા છીયે, અને તે પણ ટચુકડી સાઇઝની કીડીની જાત. જો તે બિલાડીની સાઇઝની હોત તો સૃષ્ઠી પર તેનું રાજ હોત. તો તેમણે મંગળ પર જવાનો રસ્તો પણ શોધી કાઢ્યો હોત અને ચન્દ્ર પર દર પણ બનાવી નાખ્યા હોત. જો તે બિલાડીની સાઇઝની હોત તો ગણિતની અનેક સમસ્યાઓ કે ગુરુત્વાકર્ષણના અનેક કોયડા ઉકેલી નાખ્યા હોત અને ધાતુના ઉપયોગ વિનાના હથિયારો પણ બનાવી નાખ્યા હોત. જો તે બિલાડી જેવી મોટી સાઇઝની હોતતો દરિયો પણ ખેડી નાખત અને શક્ય હોય એટલા પ્રાણીઓની જાતને ખતમ કરી નાખત. તે સતત યુધ્ધમાં જોતરાયેલી રહેત પરંતુ તેમનું યુધ્ધ તેમની આસપાસની જમીનનો નાશ ના કરત કે પાણી અને હવાને પ્રદૂષિત ના કરત. કોણ જાણે કેમ પણ મને કીડી બહુ ગમે છે. કીડીમાં અને માનવજાત થોેડે ઘણે અંશે એક સમાન છે. આપણે કીડી અંગે ગમે તે માન્યતા રાખીયે પણ તેમની કાર્યક્ષમતાને તો સૌ આવકારે છે. કીડીઓ માટે હું બધુંજ કરી છૂટવા તૈયાર છું કેમકે તે રોજ મને કશુંક નવું શીખવાડી જાય છે. આપણામાં અને કીડીમાં અનેક વાતો એેક સમાન છે. માનવજાતની જેમ કીડીઓ પણ રોજ-સતત લડતી રહે છે. ક્યાં તો તે ખોરાક માટે લડે છે કે ક્યાં તો પોતાની સરહદ માટે લડતી રહે છે. પરંતુ કીડીઓની ખાસીયત એ છે કે એકજ જાત સાથે અંદરો અંદર પોતાના દર માટે લડે છે, અન્ય જાતની કીડીઓ સાથે પણ લડે છે. તેમનું આ લડવાનું માનવજાતના અસ્તિત્વ પહેલાથી ચાલુ છે. કહે છે કે ૯૯ મિલીયન વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પર ડાયનોસુરનું સામ્રાજ્ય હતું ત્યારે પણ કીડીઓ હતી. રગર્સ યુનિવર્સિટી ઓફ નેવાર્કના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજીકલ સાયન્સના જીવાણુઓના અવશેષોના નિષ્ણાતોે ઓનલાઇન પ્રસિધ્ધ થતી કરંટ બાયોલોજી જર્નલમાં જણાવ્યું હતું કે પ્રાચીન જમાનામાં કીડીઓ પાસે મજબૂત જડબાં હતા જેના કારણે તે પોતાના ખોરાકને પકડી શકતી હતી. હાલની કીડીઓમાં આવા કોઇ જડબા નથી હોતા. એડવેન્ચર એમંગ એન્ટસ નામના મોપ્ટેસે લખેલા પુસ્તકમાં લખ્યું છે કે કેલિફોર્નિયા ખાતે આર્જેન્ટીયન જાતની કીડીઓની બે જાત વચ્ચે પોતાની સરહદ માટે મોટી લડાઇ થઇ હતી. આગલી હરોળની કીડીઓ સતત લડતી રહી હતી. જાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેે યુધ્ધના પડકારા હોય એવું વાતાવરણ હતું. ચાર્લસ ડાર્વીને પણ આ કીડીઓના સંગ્રામ પર પુસ્તક લખી શકે એમ હતું. અહીં તે અંગેના કેટલાક સામ્ય દર્શાવાયા છે. ફ્લોરિડા એન્ટ ( ફોર્મીકા અર્ચબોલ્ડી) તેના દરને તેની ટ્રેપ જો એન્ટ પ્રકારની દુશ્મન કીડીઓની ખોપડીઓથી શણગારે છે. ટ્રેપ જો પ્રકારની કીડી સાઇઝમાં મોટી અને હુમલો કરી શકે એવી ક્ષમતા વાળી હોવા છતાં ફ્લોરિડા એન્ટે તેમને શિકાર કેવી રીતે કર્યો હશે? જીવાણુઓ પરના મેગેઝીન journal Insectes Sociaux માં જણાવાયું છે કે ફ્લોરિડા કીડીમાં મશીનગનની જેમ તેજાબ જેવું પ્રવાહી સ્પ્રે કરવાની ક્ષમતા હોય છે. તે દુશ્મન પર ટોક્સીક પ્રવાહીનો સ્પ્રે કરે છે. તે દુશ્મનનું માથું કાપી નાખેે છે અને ટ્રેાફી તરીકે તેને પોતાના દરમાં લઇ જાય છે. પરંતુ પહેલાં ટ્રેપડોરનું કામ કરતી કીડીઓ કરે છે. તે પોતાના દર પાસે ચિકાસ વાળી જમીન તૈયાર કરીને તેના પર દુશ્મનને ફસાવે છે. કીડીઓમાં કેમિકલ મહત્વનું કામ કરે છે. કીડીઓને આંખો હોય છે પણ તે ગંધ મારફતે પોતાનો સંવનન સાથી શોધે છે અને દોસ્ત કે દુશ્મનની જાણકારી પણ મેળવે છે. ...જો કે આ ફ્લોરિડા એન્ટની પોતાની પણ કેટલીક સમસ્યાઓ છે. પોલીરગ્સ પ્રકારની કીડી તેમનું અપહરણ કરે છે અને આખા દરની કીડીઓનું બ્રેનવોશ કરી નાખે છે. તેને ચાંચીયાગીરી પણ કહી શકાય. બ્રેનવોશની સ્ટાઇલ સમજવા જેવી છે. પોલીરગ્સની રાણી ફ્લોરિડાના ઘરમાં ઘુસીને તેની રાણીને મારી નાખે છે અને તેના લોહીમાં આળોટીને પોતાની ગંધ બદલી નાખે છે. રાણીની જગ્યા લીધા બાદ તે જે બચ્ચાં મુકે છે તે પોલીરગ્સના બચ્ચાં હોય છે આમ તે આખું દર પચાવી પાડે છે. ..જીવાણુ પર સંશોધન કરનારાઓએ શોધી કાઢ્યું છે કે પોતાની ચેઇન બનાવીને શિકારને ઝડપી લેવાનો. બ્લુઇશ લેપ્ટોજીન્સ પ્રકારની કીડીઓ ચેઇન બનાવીને કંબોડીયાના નેશનલ પાર્કમાંથી એક મીલીપેડ્સને (લાંબા અળસીયા જેવો જીવ)પકડે છે. શરૂઆતની કીડી શિકારનું મોં ટાઇટ પકડી રાખે છે અને તેની પાછળની કીડીઓ એક બીજાને ખેંચીને શિકારને તિરાડમાંથી બહાર ખેંચી લાવે છે. ..મોટા માથા વાળી કીડીની (Pheidole megacephala) જાતમાં દરની બહાર મોટા માથા વાળી કીડી અને જડબાવાળી કીડીઓ ચોકીદાર તરીકે રાખે છે. તે દર પાસે આવનાર જીવાત પર હુમલો કરે છે અને ખાઇ જાય છે. ... ટ્રેપ જો પ્રકારની કીડી મોટા માથાવાળી હોય છે. તેના અનેક દર હોય છે. જેમાં સંરક્ષણ, રીપ્રોડક્શન, ફૂડનો સંગ્રહ જેેવા દરનો સમાવેશ થાય છે. જો તેનો શિકાર સામનેા નથી કરતો તેમની સાઇઝ એટલી રહે છે પરંતુ જો શિકાર મજબૂત હોય તો તેમની સાઇઝમાં ત્રણ ગણો વધારો થતો જોવા મળે છે. ...ટ્રેપ જો એન્ટ બોક્સીંગ જેવી ફાઇટ કરે છે. તેમના દર જેટલું મોટું તેમનું માથું હોય છે. તે એન્ટેનાથી પણ ફાઇટ કરીને નક્કી કરે છે કે દરમાં કોણ રહેશે. ઇલીઓનિસ ખાતેના જીવાણુશાસ્ત્રીઓએ કહ્યું છે કે આ કીડીઓની એન્ટેના ફાઇટ બહુ ફાસ્ટ હોય છે. એક સેકન્ડમાં તે ૧૯.૫ વાર સ્ટ્રાઇક કરે છે. ...મેગાનોપોનેરા પ્રકારની કાળી કીડી મૂળ આફ્રિકાની જાત છે. તે ઉધઇના રાફડા પર રેડ પાડતી હોય છે. તેમાં જે ઇજાગ્રસ્ત થાય તેને ઉંચકીને દરમાં લઇ જવાય છે અને સિનિયર કીડીઓ તેમને હીલીંગ આપીને ફરી સાજી કરે છે અને ફરી રેડ કરવા તૈયાર કરે છે. ...ફાયર એન્ટ અન્ય કીડી પર ટોક્સીક તત્વ ફેંકે છે મોટા ભાગની કીડીઓ ટોક્સીક તત્વથી મોતને ભેટે છે. જોકે કેટલીક કીડીઓ વળતો કેમિકલ પ્રહાર કરે છે. તે પોતાના શરીરમાંથી કોસ્ટીક તત્વ બહાર કાઢીને હીલીંગ મેળવી લે છે અને ફરી લડવા તૈયાર થઇ જાય છે. આ વળતી લડત અસરકારક પુરવાર થઇ કે ફાયર એન્ટની વસ્તી ઘટવા લાગી હતી. કીડીઓએે બહુ સરળ રીતે તેમની દનિયા બે ભાગમાં વહેંચી નાખી છે. એક પોતાના દરની કીડીઓ અને બીજી દર બહારની કીડીઓ. માનવ જાત પણ આવી રીતે જીવી રહી છે...

ગુજરાત સમાચાર 22 Feb 2021 5:30 am