SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
... ...View News by News Source

મિર્ઝાપુર ફેમ બ્રહ્માના મિત્રનો ખુલાસો:બ્રહ્માને કોઈ ડિપ્રેશન નહોતું, દારૂનું વ્યસન નહોતું, છતાં બર્થ ડેના દિવસે તેનો ફોન બંધ આવતો હતો: મિત્રનો ઘટસ્ફોટ

1 ડિસેમ્બરના રોજ જ્યારે તેનો ફોન ન લાગ્યો તો તેના પરિવારે તેના મિત્ર શશિને કોલ કર્યો હતો

દિવ્ય ભાસ્કર 3 Dec 2021 12:54 pm

મૂવી રિવ્યૂ:અક્ષય કુમારની 'બેલબોટમ' કોરોનાકાળમાં ચાહકોને થિયેટર સુધી લાવવાની ક્ષમતા ધરાવે છે

ટાઇમ ડ્યૂરેશનઃ 2 કલાક 5 મિનિટ,મૂવી રેટિંગઃ 4/5

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 5:26 pm

વોઇસ ટેક્નોલોજીમાં બચ્ચન એલેક્સા:અમિતાભ બચ્ચન તમારા સવાલનો જવાબ આપશે, 149 રૂપિયા ચૂકવવા પડશે

અમિતાભ એલેક્સાનો અવાજ બનનારા પહેલા ઇન્ડિયન સેલેબ છે.

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:57 pm

ભાસ્કર ઇન્ટરવ્યૂ:ટીવી એક્ટ્રેસ નૂપુરના જીજાજી અફઘાનિસ્તાનમાં ફસાયા, કહ્યું- દાઢી વધારી દીધી છે, અવાજમાં ડર છે, ગોળીઓનો અવાજ સંભળાય છે

નૂપુરના જીજાજી 15 ઓગસ્ટે ભારત પરત આવવાના હતા,કૌશલે ઓફિસની બારીમાંથી તાલિબાન તથા અફઘાન સૈન્ય વચ્ચેની લડાઈ જોઈ

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 1:36 pm

સ્મોકિંગ હોટ:સિરિયલ 'ઉતરન' ફૅમ ટીના દત્તા સ્વિમસૂટમાં સેક્સી લાગી, ચાહકો ફિદા થયા

ટીના દત્તાએ પાંચ વર્ષની ઉંમરથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 5:39 pm

કમબેક:પતિની ધરપકડ થયા બાદ પહેલી જ વાર શિલ્પા શેટ્ટી જાહેરમાં જોવા મળી, ચહેરા પર ઉદાસી ને દુઃખ જોવા મળ્યાં

શિલ્પા શેટ્ટીએ મહિના બાદ પોતાનું કામ શરૂ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 3:37 pm

પોર્નોગ્રાફી કેસ:રાજ કુંદ્રાને હાઇકોર્ટે વચગાળાની રાહત આપી, ધરપકડ પર રોક, જામીન પર 25 ઓગસ્ટે સુનાવણી

મહારાષ્ટ્ર સાયબર સેલે 2020માં રાજ કુંદ્રા વિરુદ્ધ ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ બનાવ્યો હોવાનો આરોપ મૂકીને કેસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 2:53 pm

લાચાર એક્ટ્રેસ:સલમાન ખાનની કો-સ્ટાર સુનીતા શિરોલે આર્થિક મદદ માટે હાથ લંબાવ્યો, કહ્યું- હવે સર્વાઇવ કરવું મુશ્કેલ છે

85 વર્ષીય સુનીતા ત્રણ મહિનાથી ઘરનું ભાડું ના ભરી શકતા હવે તે બીજાના ઘરે રહેવા મજબૂર.

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 1:45 pm

સ્વરાએ ફરી ભડકો કર્યો:‘હિંદુત્વનો આતંક કંઈ તાલિબાની આતંક કરતાં કમ નથી’, એક ટ્વીટથી સ્વરા ભાસ્કરે વિવાદનો વોલ્કેનો સળગાવ્યો, અરેસ્ટની માગ થઈ

સ્વરા ભાસ્કરે અફઘાનિસ્તાનની પરિસ્થિતિની વાત કરતાં વચ્ચે હિંદુત્વનો મુદ્દો ઉઠાવ્યો.

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 12:40 pm

ટ્રોલ્સના નિશાને:દીપિકાએ જિયા ખાન અને પ્રિયંકા ચોપરાના પિતાના બેસણામાં પહેરેલા કપડાંની હરાજી કરી, વાંકદેખાઓને ચેરિટી સામે પણ વાંધો પડ્યો

દીપિકાએ કપડાંની હરાજીમાં જે કમાણી થઈ તે 'લિવ લવ લાફ' ફાઉન્ડેશનને ડોનેટ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 4:56 pm

અંતે પાછી ફરી:પતિ પોર્નોગ્રાફી કેસમાં હજી જેલમાં છે, પણ શિલ્પા શેટ્ટીએ મહિના બાદ 'સુપર ડાન્સર 4'નું શૂટિંગ શરૂ કરી દીધું

શિલ્પા શેટ્ટીના પતિ રાજની ધરપકડ 19 જુલાઈના રોજ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 3:59 pm

પાકિસ્તાનીઓએ તો હદ કરી:પાકિસ્તાની ઝંડા સાથે એક્ટ્રેસે તસવીર શૅર કરી, યુઝર્સ બ્રાના રંગ પર ચર્ચા કરવા લાગ્યા, મેહવિશે કહ્યું- આ શરમજનક

મેહવિશ હયાત પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ તથા સિંગર છે,મેહવિશનો પરિવાર સિનેમા સાથે જોડાયેલો છે.

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 1:28 pm

ચેતન આનંદની ફિલ્મ 'હકીકત':ક્લાસિક વૉર ફિલ્મનું કલર વર્ઝન વર્ષોથી રિલીઝની રાહમાં, ગલવાન યુદ્ધ પર 'હકીકત 2.0' બનાવવાનો પ્લાન

'કર ચલે હમ ફિદા..' જેવા સુપરહિટ ગીતો ડોલ્બી સાઉન્ડમાં, બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિકની થીમ તથા સાઉન્ડ ઇફેક્ટ પણ રિડિઝાઇન કરવામાં આવી

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 12:42 pm

લૉકડાઉનની ચિંતા:જ્યારે 'તારક મહેતા...'નું શૂટિંગ બંધ થયું ત્યારે 'ઐય્યર'ને EMI ભરવાનું ટેન્શન થયું હતું

તનુજ મહાશબ્દે સિરિયલ 'તારક મહેતા..'માં ઐય્યરનું પાત્ર ભજવે છે.

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 5:52 pm

કમાણી:સૈફ અલી ખાને જૂનું ઘર ભાડે આપી દીધું, મહિને 3.5 લાખ રૂપિયાનું ભાડું મળશે

સૈફ અલી ખાને 13 ઓગસ્ટ, 2021ના રોજ એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 3:53 pm

પ્રેગ્નન્સી બાઇબલ:કરીના કપૂરે કહ્યું, 'મેઇનસ્ટ્રીમ કલાકારો પ્રેગ્નન્સી દરમિયાન સેક્સ અંગે વાત કરે તે સાંભળવા લોકો ટેવાયેલા નથી'

કરીનાએ બુકમાં કહ્યું હતું કે સેકન્ડ પ્રેગ્નન્સી દરમિયાન તેને સરોગસીનો પણ વિચાર આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 3:13 pm

એકબીજાના થયા રિયા-કરન:પરિવારના સભ્યોની હાજરીમાં અનિલ કપૂરની બીજી દીકરીએ ઘરમાં જ લગ્ન કર્યા, તસવીરોમાં જુઓ

રિયા કપૂરની કઝિન જાહન્વી દિલ્હીમાં હોવાથી લગ્નમાં આવી શકી નહોતી.,અનિલ કપૂરે ફોટોગ્રાફર્સને સ્વીટ્સ વહેંચી હતી.

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 12:24 pm

પડદા પર કેવી રીતે ભજવાય છે બોલ્ડ સીન્સ?:ઇન્ટિમસી કો-ઓર્ડિનેટર સિલિકોન બ્રાથી લઈ પેનિસ કપ સહિતની વસ્તુઓ રાખે છે, ટેક્નિકથી કલાકારો ઇન્ટિમેટ સીન્સ ભજવે છે

2017માં ‘Me Too’ના વિવાદો પછી હોલિવૂડમાં ‘ઇન્ટિમસી કો-ઓર્ડિનેટર’ શબ્દ ચર્ચામાં આવ્યો છે.,બોલિવૂડમાં હાલમાં જ આ ભારતની પહેલી સર્ટિફાઇડ ઈન્ટિમસી કો-ઓર્ડિનેટર આવી,ઇન્ટિમસી કો-ઓર્ડિનેટરની હાજરીમાં બેડરૂમ સીન ફિલ્માવવામાં આવે છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 12:05 pm

સોશિયલ મીડિયા પર વાઈરલ:પેપરાજીને જોઈને કરિના-સૈફનો દીકરો જહાંગીર ડરી ગયો, ગુસ્સે થયેલા લોકોએ કહ્યું- બાળક ડરી ગયું છે, પ્રાઈવસીની ઈજ્જત કરો

યુઝર્સ કપલની પ્રાઈવસીમાં દખલ કરવા માટે પેપરાજી પર ગુસ્સે થયા,કરિના અને સૈફ અલી ખાન શનિવારે તૈમૂર અને જેહની સાથે પ્રાઈવેટ જેટમાં માલદીવ રવાના થયા

દિવ્ય ભાસ્કર 14 Aug 2021 4:44 pm

અક્ષયની કાર્બનકોપી:અક્ષય કુમારની એકદમ ડુપ્લિકેટ છે આ મહિલા, તેને જોઈને તમારી આંખો પણ એકવાર છેતરાઈ જશે

ગુલાબી ડ્રેસમાં ગીત ગાતી મહિલામાં લોકોને અક્ષય કુમારની ઝલક જોવા મળી,લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે ક્યાંક અક્ષય કુમાર મહિલાના રૂપમાં તો ગીત નથી ગાય રહ્યોને

દિવ્ય ભાસ્કર 14 Aug 2021 3:05 pm

રાજ કપૂરની ફિલ્મને સંગીતથી સજાવવાની સોનેરી તક

- સિનેમેજિક-અજિત પોપટ - રાજ કપૂર સંઘર્ષશીલ ગાયકના રોલમાં હોવાથી બે ત્રણ ગીતોમાં પરદા પર ઓરકેસ્ટ્રા પણ રજૂ કર્યું છે સુભાષ દેસાઇ અને મનમોહન દેસાઇની છલિયામાં કલ્યાણજી આણંદજીનું સંગીત હિટ નીવડયું એ વાત આપણે કરી ગયા. રાજ કપૂર પણ આ કચ્છી બંધુઓની પ્રતિભાથી પ્રભાવિત થયા. એ અરસામાં રવીન્દ્ર દવેએ રાજ કપૂર અને સાધનાને લઇને એક ફિલ્મ બનાવી- દૂલ્હા દૂલ્હન. એમાં પણ કલ્યાણજી આણંદજીને સંગીત પીરસવાની તક મળી. આ ફિલ્મના સંગીતની વાત કરવા અગાઉ એક આડવાત જરૂરી જણાય છે. દૂલ્હા દૂલ્હનની સ્ટોરીલાઇન થોડી નબળી હતી. એક સંઘર્ષશીલ ગાયક યુવાન, કોઇ સંગીતકારના સહાયક તરીકે કામ કરતો અન્ય યુવાન, આ બંને વાંઢા રહેતાં હોય એવા ઘરમાં યાદદાસ્ત ગુમાવી ચૂકેલી એક યુવતીનો પ્રવેશ થાય. બે અપરિણિત યુવાનો વચ્ચે એક સુંદર યુવતી આવે એટલે આડોશી પાડોશીના ભવાં તંગ થાય. એમનાં મહેણાંટોણાંથી ત્રાસીને પેલી યુવતી આપઘાત કરવા જાય. ગાયક એને બચાવે. બંને પરણવાનું વિચારે ત્યાં નવો ફણગો ફૂટે. આ યુવતીની યાદશક્તિ કેવી રીતે ગુમાઇ હતી એ વાત આવે... હિન્દી ફિલ્મોમાં બને એમ અહીં પણ સુખાંત લાવવામાં આવ્યો. ફિલ્મમાં ચારેક ગીતકારો હતા- આનંદ બક્ષી, ઇન્દિવર, ગુલશન બાવરા અને હારુન. યાદગાર ગીતોની માત્ર ઝલક જોઇએ તો લાયન્સ શેર (સિંહફાળો) મૂકેશનો હતો. રાજ કપૂર હીરો હોય એટલે એ મૂકેશ અનિવાર્ય ગણાય. ગાયિકાઓમાં લતા મંગેશકર, કમલ બારોટ અને સુધા મલ્હોત્રા વચ્ચે ગીતો વહેંચાઇ ગયાં હતાં. મૂકેશનાં ગીતો વધુ યાદગાર બન્યાં એ પણ સ્વાભાવિક હતું. રાજ કપૂર સંઘર્ષશીલ ગાયકના રોલમાં હોવાથી બે ત્રણ ગીતોમાં પરદા પર ઓરકેસ્ટ્રા પણ રજૂ કર્યું છે. ગઝલ જેવું એક સરસ વિરહગીત મૂકેશના કંઠે રજૂ થયું છે- 'જો પ્યાર તુને મુઝ કો દિયા થા, વો પ્યાર તેરા મૈં લૌટા રહા હું, અબ કોઇ તુઝ કો શિકવા ન હોગા, તેરી જિંદગી સે ચલા જા રહા હું...' રાજ કપૂરની શૈલીના આ ગીતને સંગીતકારોએ છ માત્રાના દાદરા તાલમાં નિબદ્ધ કર્યું છે.સ્ટેજ પ્રોગ્રામ જેવા એક દ્રશ્યમાં ઠીક ઠીક ફાસ્ટ કહેરવામાં રાજ કપૂર અને સાધના ડાન્સ કરી રહ્યાં હોય એવા દ્રશ્યમાં આનંદ બક્ષીનું એક ગીત મૂકેશ અને લતાના કંઠે રજૂ થયું છે-'બને તો બન જાયે જમાના દુશ્મન, મૈં તેરા દૂલ્હા, તું મેરી દૂલ્હન...' આ ગીતમાં જે લચકદાર કહેરવો સંગીતકારોએ વાપર્યો છે એ સંગીત નહીં જાણનારા દર્શકને પણ પગથી તાલ આપવા પ્રેરે એવો છે. આ ફિલ્મનું સૌથી યાદગાર ગીત આ છે. સુધા મલ્હોત્રા અને મૂકેશના કંઠે ગવાયેલા આ ગીતનો આરંભ પરદા પર જુદી રીતે થાય છે. બે અપરિણિત યુવાનો વચ્ચે એક યુવતી રહેવા આવે એ સામે સહાયક સંગીતકાર (અભિનેતા આગા) નારાજ થાય છે ત્યારે એેને મનાવવા માટે ગવાતું હોય એ રીતે ગીત શરૂ થાય છે. પછી જો કે દ્રશ્ય બદલાય છે. ગુલશન બાવરાના શબ્દો થોડા તાલમેલિયા લાગે એવા છે. તમે જ નક્કી કરજો. મુખડું છે-'મુઝે કહતે હૈં કલ્લુ કવ્વાલ, તેરા મેરા સાથ રહેગા...' જવાબમાં નાયિકા કહે છે-'મૈં હું ઠુમરી તો તૂ હૈ ખયાલ, તેરા મેરા સાથ રહેગા...' ઠુમરી અને ખયાલ બંને શાીય સંગીતના શબ્દો છે. મસ્ત ખેમટા તાલમાં અને ભૈરવી રાગિણીમાં નિબદ્ધ આ ગીત સૌને આકર્ષે એવું બન્યું છે. એવુંજ યાદગાર એક ગીત ઇન્દિવરનું છે. પહેલીવાર મૂકેશના અને બીજીવાર લતાના કંઠે રજૂ થયું છે. તર્જ-લયના કારણે ગીત યાદગાર બન્યું છે. તમને પણ અચૂક યાદ હશે-'હમને તુઝ કો પ્યાર કિયા હૈ જિતના, કૌન કરેગા ઇતના...' અંતરામાં કથાનાયક પોતાના દિલની વેદના રજૂ કરે છે-'રોયે ભી તો દિલ હી દિલ મેં, મહફિલ મેં મુસકાયે, તુઝ સે હી ગમ તેરા યે ગમ, બરસોં રહે છૂપાયે, પ્યાર મેં તેરે ચૂપકે ચૂપકે જલત રહે હમ જિતના, કૌન કરેગા ઇતના...' ફરી પરદા પર ઓરકેસ્ટ્રા અને સંઘર્ષશીલ ગાયક રાજ કુમાર (રાજ કપૂરના પાત્રનું પરદા પરનું નામ છે)નો વલોપાત. ઇન્દિવરની રચના છે-'તુમ સિતમ ઔર કરો, તૂટા નહીં દિલ યે અભી, હમ ભી ક્યા યાદ કરેંગે, ચાહા થા તુઝે કભી...' મૂકેશના ચાહકો માટે આ બધાં ગીતો સંઘરી રાખવા જેવાં બન્યાં. ૧૯૬૪માં આમ તો કલ્યાણજી આણંદજીના સંગીતથી સજેલી ચાર ફિલ્મો રજૂ થઇ હતી. એમાંની એક આ દૂલ્હા દૂલ્હન. રાજ કપૂર અને સાધના બંને સેલેબલ કલાકારો હતો એેટલે ફિલ્મ સર્જકે જોખમ લીધું હોય એમ બને. ફિલ્મ સુપરહિટ નહોતી પરંતુ સંગીત સારું એવું ગાજ્યું હતું.

ગુજરાત સમાચાર 13 Aug 2021 5:40 am

નાગિનના બીનનો જાદુ છેક સુનહરી નાગિન સુધી આકર્ષતો રહ્યો

- સિનેમેજિક-અજિત પોપટ - વક્ત સે પહલે ઔર તકદીર સે જ્યાદા કિસી કો કુછ નહીં મિલતા... નાગપંચમીમાં વાગેલા બીન તરફ બહુ ઓછાનું ધ્યાન ગયેલું. હેમંત કુમારના સંગીતમાં રજૂ થયેલી ફિલ્મ નાગિનમાં સંગીતકાર કલ્યાણજી વીરજી શાહે ક્લેવોયલિન નામના વાદ્ય પર ગારુડી- મદારીઓના બિનની અસર સર્જીને જે જાદુ સર્જ્યો એની અસર ખાસ્સા લાંબા સમય સુધી સંગીત રસિકોનાં મન પર રહી. ફિલ્મ સંગીતમાં ઝાઝો રસ ન હોય એવા બહુ ઓછા લોકો જાણતા હશે કે નાગિનની પહેલાં પણ કલ્યાણજીભાઇએ ચિત્રગુપ્તના સંગીતમાં ફિલ્મ નાગપંચમી માટે પણ ક્લેવોયલિન પર બીન છેડેલું. પરંતુ કહે છે ને વક્ત સે પહલે ઔર તકદીર સે જ્યાદા કિસી કો કુછ નહીં મિલતા... નાગપંચમીમાં વાગેલા બીન તરફ બહુ ઓછાનું ધ્યાન ગયેલું. નાગિન પછી એવુંજ બીનનું આકર્ષણ ૧૯૬૩માં રજૂ થયેલી ફિલ્મ 'સુનહરી નાગિન'માં સર્જાયું. પંડિત મધુર અને વિશ્વનાથ પાંડેએ લખેલી કથા પરથી સ્પેશિયલ ઇફેક્ટ્સના બેતાજ બાદશાહ બાબુભાઇ મિીએ આ ફિલ્મનું નિર્દેશન કરેલું. મહિપાલ અને હેલન આ ફિલ્મના મુખ્ય કલાકાર હતાં. આ ફિલ્મનાં ત્રણેક ગીત વિશે ખાસ વાત કરવી છે. લતાના કંઠે રજૂ થયેલું એક ગીત રાગ ચંદ્રકૌંસ પર આધારિત હતું. જાણકારો કહે છે કે માલકૌંસના કોમળ નિષાદ (ની)ને શુદ્ધ કરી નાખો એટલે ચંદ્રકૌંસ થઇ જાય. આપણે ટેક્નિકલ ચર્ચા બાજુ પર રાખીએ. અહીં રાગ ચંદ્રકૌંસ પર આધારિત એક સરસ પ્રણય ગીત છે- 'તુ હી તુ મૈં દેખા કરું, સામને બૈઠે હો તુ મેરે ઔર મૈં પૂજા કરું, તુઝે દેખા કરું....' મૂકેશના ચાહકો એક ગીત કેમ કરીને ભૂલી શકે. એ ફારુખ કૈસરે લખ્યું હતું. 'તુઝે ચાંદ કહું યા ફૂલ કહું, મેરે પ્યાર કા કોઇ નામ નહીં, મૈં તેરી નજર મેં બસ જાઉં...' સંગીતની દ્રષ્ટિએ એક અત્યંત સુંદર રચના તલત મહેમૂદ અને લતાના કંઠમાં રજૂ થઇ. રચના ગુલશન બાવરાની છે. રાગ પીલુ પર આધારિત આ ગીતના શબ્દો છે-'મિલ કે ભી હમ મિલ ન સકે, ક્યા મિલા ફિર પ્યાર મેં, હમ તો સનમ ફૂલ હૈં વો, લૂટ ગયે જો બહાર મેં...' ક્લેવોયલિનના સરસ સૂરો ધરાવતું ગીત ફારુખ કૈસરની રચના છે. લતાજીએ ગાયેલા એ ગીતના શબ્દો છે- 'બીન ના બજાના, વો જાદુ ન જગાના કે દેખેગા જમાના, બાજેગી મોરી પાયલ, જિયા જો હોગા ઘાયલ, કરુંગી ક્યા બહાના કે દેખેગા જમાના...' લગભગ આ જ અરસામાં ઔર એક ફિલ્મ રજૂ થયેલી- 'કહીં પ્યાર ન હો જાયે...'કલ્પતરુ નિર્દેશિત આ ફિલ્મમાં કોમેડિયન મહેમૂદ અને શકીલા મુખ્ય ભૂમિકામાં હતાં. ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં મૂકેશનાં ચોવીસ કેરેટની સોનાની લગડી જેવાં કેટલાંક ગીતો 'રેર જેમ્સ'નામના આલ્બમમાં એચએમવીએ રજૂ કર્યા હતાં. એમાં કલ્યાણજી આણંદજીનું કહીં પ્યાર ન હો જાયેનું એક અત્યંત મધુર ગીત હતું. તર્જ અને લય બંને દ્રષ્ટિએ આ ગીત ખરેખર વિરલ રત્ન સમું બન્યું હતું. ઇન્દિવરની રચના હતી. મુખડું વાંચીને તમને પણ જરૂર યાદ આવી જશે- 'ઠુમક ઠુમક મત ચલો, હાં જી મત ચલો કિસી કા દિલ તડપેગા, મંદ મંદ મત હંસો કોઇ રાહી ભટકેગા...' એવીજ એક મદમસ્ત રચના કમર જલાલાબાદીની છે. રફી અને લતાએ ગીતની જમાવટ કરી છે. 'તુનક તુન તુન બોલે જિયા, મેરા દિલ ખો ગયા હૈ, દિવાના હો ગયા હૈ...' આ બંને ગીતોએ એ દિવસોમાં રીતસર ધમાલ મચાવી હતી.

ગુજરાત સમાચાર 6 Aug 2021 5:40 am

મુકેશનાં સદાબહાર ગીતોમાં સ્થાન પામ્યું- 'ચાંદ આહેં ભરેગા'

- સિનેમેજિક-અજિત પોપટ - લશ્કરના જવાનોને બિરદાવતાં શબ્દોમાં ગૂઢાર્થ રૃપે શહીદીને વર્ણવવા કારુણ્ય પ્રગટાવતા સૂરોનો ખૂબીપૂર્વક ઉપયોગ શમ્મી કપૂરની બ્લફ માસ્ટરનાં ગીતો સાથે સ્પર્ધા કરે એવાં સદાબહાર ગીતોથી ભરેલી કલ્યાણજી આણંદજીની ૧૯૬૩ની બીજી ફિલ્મ એટલે ફૂલ બને અંગારે. નિર્માતા કેવલ સૂરી અને નિર્દેશક સૂરજ પ્રકાશની આ ફિલ્મમાં સંવાદોના બાદશાહ રાજકુમાર, માલા સિંહા, આશિષ કુમાર, જ્હોની વોકર અને રહેમાન મહત્ત્વની ભૂમિકામાં ચમક્યાં હતાં. ફૌજી જવાનને પ્રેમ કરતી ઉષા (માલા સિંહા) એને પરણી શકતી નથી. દરમિયાન, જવાન ભારત-ચીન યુદ્ધ વખતે લાપતા થાય છે. ઉષા પોતાના ભાઇને ઊછેરીને મોટો કરે છે અને પરણાવે છે ત્યારે આવેલી ભાભી ઉષાને જ ઘરમાંથી જવું પડે એવા સંજોગો સર્જે છે. ફૌજી જવાન તરીકે રાજ કુમાર અને ફૌજી અધિકારી તરીકે રહેમાન રજૂ થયા છે. ગીતો આનંદ બક્ષીનાં અને સંગીત કલ્યાણજી આણંદજીનું હતું. આ ફિલ્મમાં કલ્યાણજી આણંદજીએ પહેલીવાર પ્રાત:કાલીન રાગ તોડીનો કલાત્મક ઉપયોગ કર્યો હતો. ભારતીય લશ્કરના જવાનોને બિરદાવતું એ ગીત મુહમ્મદ રફીના કંઠમાં હતું. છ માત્રાના દાદરા તાલમાં નિબદ્ધ એ ગીત એટલે 'હિમાલય કી બુલંદી સે સુનો આવાજ યે આયી, કહો માઓં સે દે બેટે, કહો બહનોં સે દે ભાઇ, તન પે જો ફિદા હોગા, અમર વો નવજવાં હોગા, રહેગી જબતક દુનિયા, યે અફસાના બયાં હોગા...' રાગ તોડી કારુણ્યપ્રધાન રાગ છે. અહીં એની ખૂબી એ છે કે ભારતીય લશ્કરના જવાનોને બિરદાવતાં શબ્દોમાં ગૂઢાર્થ રૃપે શહીદીને વર્ણવવા કારુણ્ય પ્રગટાવતા સૂરોનો ખૂબીપૂર્વક ઉપયોગ કરાયો છે. મૂકેશના કંઠે રજૂ થયેલું ગીત એના ચાહકો માટે ખાસ કલેક્શન વેલ્યુ ધરાવે છે. નાયકના કંઠે નાયિકાના સૌંદર્યની પ્રશંસા કરતા આ ગીતને રાગ યમન કલ્યાણમાં સ્વરબદ્ધ કરાયું છે. સીધા સાદા કહેરવામાં શબ્દો વહ્યે જાય છે. 'ચાંદ આહેં ભરેગા, ફૂલ દિલ થામ લેંગે, હુશ્ન કી બાત ચલી તો, સબ તેરા નામ લેંગે...' ગીતના ઇન્ટરલ્યૂડ વાદ્યોનો જે રીતે ઉપયોગ થયો છે એની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી. વાદ્યોની વાત કરીએ તો લતાએ ગાયેલાં બે ગીતો પણ વિશિષ્ટ છે. પિયાનો, ગિટાર, વોયલિન, વાંસળી, સિતાર અને તબલાંએ જે સૂરાવલિ સર્જી છે એ ગીત 'સંભલ તો લે દિલ દિવાના, જરા ઠહર જાના, અભી ના સામને આના, જરા ઠહર જાના, સંભલ તો લે...' લતાના કંઠે માણવા જેવું ઔર એક ગીત કૃષ્ણલીલા પર આધારિત છે, 'ઓ રાધા ઓ રાધા, પૂછે તેરી સખીયાં. જમુના કે તીર હુયી ક્યા બતિયાં, કાન્હા કે સંગ હુયી ક્યા બતિયાં...' કૃષ્ણ હોય ત્યાં બાંસુરી તો હોય. આ ગીતમાં બાંસુરી જોડે સિતાર અને તબલાં જમાવટ કરે છે. લતાનાં બંને ગીતો મધુરતાથી ભરપુર છે. નટખટ કહી શકાય એવી એક રચના કોમેડિયન જોડી પર ફિલ્માવાઇ છે. પૂરેપૂરું હિંગ્લીશ ન કહી શકાય એવી આ રચનામાં રમૂજ વણી લેવામાં આવી છે. 'સુન ગોરી ખોલ જરા ઘુંઘટ કા ડોર, હોને ભી દે જરા અખિયાં ફોર (અંગ્રેજીમાં ફોર), યાદ હૈ તુઝે વો ચૌપાટી કા ફૂટપાથ, હુયી થી હમારી જહાં પહલી મુલાકાત...' કમલ બારોટ અને મુહમ્મદ રફીએ ગાયેલા આ ગીતની તર્જ પણ શબ્દો જેવી જ હલકીફૂલ બની છે. ૧૯૬૩ના વર્ષમાં કલ્યાણજી આણંદજીની રજૂ થયેલી ચારેચાર ફિલ્મો સંગીતની દ્રષ્ટિએ જોરદાર રહી. આપણે હજુ બીજી બે ફિલ્મોનાં સંગીતની વાત કરવાની છે. ચારે ફિલ્મોનાં દરેક ગીતની કોઇ ને કોઇ ખૂબી સંગીત રસિકોને આકર્ષતી રહી. મૂકેશ જાણે આ બંને ભાઇઓના અનિવાર્ય સાથી બની રહ્યા. દરેક ફિલ્મમાં એકાદ બે યાદગાર ગીતો મૂકેશના મળતા રહ્યા.

ગુજરાત સમાચાર 30 Jul 2021 5:40 am

બ્લફ માસ્ટરનાં ગીતોએ રીતસર તહલકો મચાવેલો

- સિનેમેજિક : અજિત પોપટ રાજ કપૂર અને શશી કપૂરની ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીત આપ્યા પછી કલ્યાણજી આણંદજીને શમ્મી કપૂર માટે એવું સંગીત પીરસવાની તક મળી. સુભાષ દેસાઇ સાથે ૧૧ ફિલ્મો કરવાના કરાર હતા. એમાંની એક ફિલ્મ એટલે બ્લફ માસ્ટર. આમ તો ૧૯૬૩માં કલ્યાણજી આણંદજીના સંગીતથી મઢેલી ચાર ફિલ્મો આવેલી. આપણે કપૂર નબીરાઓની વાત પહેલાં કરી લઇએ. મનમોહન દેસાઇ નિર્દેશિત આ ફિલ્મમાં જંગલીની સુપરહિટ જોડી શમ્મી કપૂર અને સાયરા બાનુ સાથે પ્રાણ અને લલિતા પવાર હતાં. ગીતો રાજેન્દ્ર કૃષ્ણનાં હતાં. આ ફિલ્મનાં ગીતોએ રીતસર દેકારો બોલાવ્યો હતો. એક તબક્કે મુંબઇ પોલીસે જન્માષ્ટમીના લોકગીત પર આધારિત ગીત પર પ્રતિબંધ લાદવો પડયો હતો. કલ્યાણજી આણંદજી એ દિવસોમાં જ્યાં રહેતા એ ગિરગામની મંગળવાડીથી માત્ર બે મિનિટના માર્ગે આવેલી મુગભાટ ગલીમાં મનમોહન દેસાઇએ ગોવિંદા આલા રે.. ગીતનું શૂટિંગ રાખેલું. શમ્મી કપૂરની લોકપ્રિયતા એટલી બધી હતી કે જબરદસ્ત ભીડ જામી હતી અને સડકની બંને બાજુનાં મકાનોમાં વસતા લોકોએ બાલદીઓ ભરી ભરીને ઊંચેથી પાણીનો ધોધ વર્ષાવ્યો હતો. મહારાષ્ટ્રની ગલી ગલીમાં દર જન્માષ્ટમીએ માખણ ભરેલી મટકી ફોડવા નીકળતા ગોવિંદા બે લીટીનું એક લોકગીત ગાતા. એની બીજી પંક્તિમાં પોતાના વિસ્તારનું નામ લઇને યુવાનોને બિરદાવાતા. એક દો તીન ચાર કાંદેવાડી ચે પોરે હુશ્યાર... એ રીતે પંક્તિ શરણાઇ અને ઢોલના તાલે ગવાતી. મનમોહન દેસાઇએ એને વ્યવસ્થિત રીતે રાજેન્દ્ર કૃષ્ણ પાસે આખું નવેસર લખાવેલું. એ ગીતની લોકગીતની મૂળ તર્જને સંસ્કારીને કલ્યાણજી આણંદજીએ મુહમ્મદ રફી તથા કોરસ પાસે ગવડાવેલું. રફીએ શમ્મી કપૂરની સ્ટાઇલમાં ગીતને બહેલાવેલું. આમ તો આ ગીતમાં આપણા ગુજરાતી ગરબાનો તાલ હીંચ વપરાય છે, પરંતુ મરાઠી લોકગીતોની શૈલીથી તાલનું વજન થોડું બદલાય છે. કલ્યાણજી આણંદજીએ એ મરાઠી શૈલીના તાલને અદ્દલ અજમાવ્યો હતો. આ ગીત એટલું તો ગાજ્યું કે મુંબઇ પોલીસે થોડા સમય માટે એના પર પ્રતિબંધ જાહેર કરવો પડેલો. શમ્મી કપૂરની શૈલીનું ઔર એક મસ્ત ગીત એટલે મુહમ્મદ રફીએ જમાવેલું સોચા થા પ્યાર હમ ના કરેંગે, સૂરત પે યાર હમ ના મરેંગે, ફિર ભી કિસી પે દિલ આ ગયા.... ખેમટા તાલમાં આ ગીતે પણ જબરી જમાવટ કરી હતી. શમ્મી કપૂર માટે આ બે ગીતોમાં રફીનો કંઠ લીધા પછી કલ્યાણજી આણંદજીએ એક અલગ પ્રયોગ કર્યો. પોતે છેલબટાઉ અને લોકોને છેતરનારો છે એવું જાહેર થઇ જતાં એક તબક્કે નાયિકા નાયકને તરછોડે છે ત્યારે પ્રણયભગ્ન જેવો નાયક જે ગમગીન ગીત ગાય છે ત્યાં સંગીતકારોએ હેમંત કુમારનો કંઠ વાપર્યો છે. અય દિલ અબ કહીં ન જા, ન કિસી કા મૈં, ના કોઇ મેરા... અહીં નાયિક બહુ સૂચક ફરિયાદ કરે છે- જબ ચલે હમ રાહ ઉલઝી, પ્યાર દુનિયાને કિયા, રાહ સીધી જબ મીલી તો સબને ઠુકરા દિયા... અહીં સંગીતકારોએ ખૂબીપૂર્વક ભૈરવી રાગિણી અજમાવી છે. આ ગીતની તર્જ હેમંત કુમાર માટે જ રચી હોય એવી સચોટ અસર કરે છે. એક સરસ ગીત રાગ બાગેશ્રીમાં છે. લતાના કંઠે રજૂ થયેલું એ ગીત સાયરાબાનુ પર ફિલ્માવાયું છે. બેદર્દી દગાબાજ જા, તૂ નાહીં બલમા મોરા જા જા જા રે જા... શાસ્ત્રીય સંગીતની તાલીમથી મંજાયેલા લતાના કંઠે આ ગીત ખૂબ સરસ બન્યું છે. એમાંય જે રીતે સોળ માત્રાના ત્રિતાલનો ઉપયોગ કરાયો છે એ કાબિલ-એ-દાદ છે. આમ તો આ ફિલ્મનાં બધાં ગીતો હિટ નીવડયાં હતાં. અત્રે આપણે માત્ર ઝલક માણી છે. શમ્મી કપૂર માટે શંકર જયકિસન, ઓ પી નય્યર, ઉષા ખન્ના વગેરેએ પણ સંગીત આપેલું. બ્લફ માસ્ટર અને બીજી ફિલ્મોનાં સંગીતને માણીએ ત્યારે ખ્યાલ આવે કે આ કચ્છી માડુ બંધુએ પણ શમ્મી કપૂર માટે યાદગાર સંગીત પીરસ્યું છે.

ગુજરાત સમાચાર 23 Jul 2021 2:30 am

એક પ્રેમિકાએ તેના પ્રેમી પાછળ ૧૦ વર્ષમાં ૪૬ લાખ રુપિયા ખર્ચ કર્યા

ભોપાલ,૧૫ જુલાઇ,૨૦૨૧,ગુરુવાર એક પ્રેમિકાએ તેના પ્રેમી પાછળ ૧૦ વર્ષમાં ૪૬ લાખ રુપિયા ખર્ચ કર્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. વિશ્વાસ,પ્રેમ અને પછી દગાની આ વાત કોઇ ફિલ્મ સ્ટોરી કરતા પણ વધારે પેચિંદી છે. પ્રેમીને એમબીબીએસ ના સ્ટડીથી માંડીને પીજીનો તમામ ખર્ચ પ્રેમિકા વેઢારતી હતી. આટલું ઓછું હોય તેમ બાઇક અપાવ્યું અને પાકુ મકાન પણ બનાવી આપ્યું હતું. પ્રેમી ડોકટર બનતા કાર લોન લીધી તેના હપ્તા પણ પ્રેમિકા ભરતી હતી. આ બધુ જ એક વ્યકિત માટે પ્રેમના કારણે કરતી હતી. એવું નથી કે પ્રેમિકા માલેતુંજાર હતી પરંતુ કહેવાય છે કે જેના માટે પ્રેમ હોય એના માટે માણસ ગમે તેવા પડકારો હોયતો પણ પાર કરી જાય છે. સૌથી નવાઇની વાત તો એ છે કે પ્રેમીએ તમામ પ્રેમિકાના તમામ ઉપકારો ભૂલીને જયારે પગભર થવા માંડયો ત્યારે બીજી સ્ત્રી જોડે લગ્ન કરી લીધા હતા. આથી ટીચર પ્રેમિકાએ પ્રેમી વિરુધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. પ્રેમીકાએ એવો દાવો કર્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષમાં પ્રેમીના જીવન ખાતર ૪૬ લાખ રુપિયાનો ખર્ચ કર્યો છે. આ બંને પ્રેમીઓ નાનપણથી જ એકબીજાને ઓળખતા હતા. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ધરમપુરી ગામની સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. બંનેને નાનપણથી જ એક બીજા માટે લાગણી હતી જે મોટપણે પ્રેમમાં પલટાઇ હતી. પ્રેમિકાને વર્ષ ૨૦૦૯માં ખૂબ ઝડપથી શિક્ષિકાની નોકરી મળી ગઇ હતી. જયારે પ્રેમી આગળ અભ્યાસ કરીને તબીબ બનવા ઇચ્છતો હતો. બંને એક સમાજના હોવાથી પરીવારના સભ્યો પણ એકબીજાના ઘરે છુટથી આવન જાવન કરતા હતા પરંતુ પ્રેમીના પરીવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. પ્રેમિકા વહેલા નોકરી લાગી ગઇ હોવાથી તેના પગારમાંથી પ્રેમીના મેડિકલ સ્ટડીથી માંડીને તમામ પ્રકારની આર્થિક જરુરીયાતો પુરી કરતી હતી. પ્રેમીએ કારર્કિદી બની જાય એ પછી લગ્ન કરવાનો કોલ આપ્યો હતો. બંને એક બીજા સાથે લગ્ન થયા હોય એ રીતે જ વર્તતા હતા. ૨૦૧૭માં પ્રેમીને એક ખાનગી હોસ્પિટલમાં તબીબ તરીકે નોકરી મળી ગઇ એ પછી ધીરે ધીરે સંબંધો ઓછા કરી નાખ્યા હતા. લગ્ન કરવામાં બહાના બતાવતો હતો. ૨૧ જુન ૨૦૨૧ના રોજ તો તબીબે પ્રેમિકાને દગો આપીને બીજી મહિલા જોડે લગ્ન પણ કરી લીધા હતા. આ વાતની જયારે પ્રેમિકાને ખબર પડી ત્યારે જાણે કે વીજળી પડી હોય તેવી વેદના થઇ હતી. છેવટે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૯ સુધી લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમ સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસ તપાસ કરીને ફરાર આપીને પકડવા પ્રયાસ કરી રહી છે. આરોપી પ્રેમીનું નામ દિલીપ હોવાનું જાણવા મળે છે.

ગુજરાત સમાચાર 15 Jul 2021 10:55 pm

ધીમી પણ મક્કમ ગતિથી બંને ભાઇઓ આગળ વધતા રહ્યા

- સિનેમેજિક-અજિત પોપટ સંગીતકાર તરીકે કલ્યાણજી આણંદજીની ૧૯૬૦ના વર્ષની છેલ્લી ફિલ્મ દિલ્હી જંક્શન હતી. ડાયરેક્ટર મુહમ્મદ હુસૈનની આ ફિલ્મ મસાલા-એેક્શન જોનારની ફિલ્મ હતી. પાછળથી વિલન તરીકે વધુ સફળ થયેલો અભિનેતા અજિત આ ફિલ્મનો હીરો હતો. શકીલા અને નીશી બે અભિનેત્રી હતી. ખરું પૂછો તેા એક્શન ફિલ્મમાં સંગીતને ઝાઝો સ્કોપ મળે નહીં. પરંતુ કલ્યાણજી આણંદજીએ મધુર સંગીત પીરસવાની પોતાની પ્રણાલી જાળવી રાખી. ત્રણ ગીતકારો વચ્ચે છ ગીતો વહેંચાયેલાં હતાં. ગુલશન બાવરા, ફારુખ કૈસર અને ગાયક સંગીતકાર પ્રેમ ધવન. પ્રેમ ધવને તો સરસ ગીતો ગાયાં છે અને ફિલ્મોમાં મધુર સંગીત પણ પીરસ્યું છે. અહીં એ ફક્ત ગીતકાર તરીકે જોડાયેલા છે. ચાર ગીતો લતાનાં સોલો અને બાકીનાં બેમાં મુહમ્મદ રફી અને ઉષા મંગેશકર જોડે યુગલગીત છે. આ ફિલ્મનાં બે ગીત વિશેષ ઉલ્લેખનીય છે. બંને લતાના સોલો છે. એવું પહેલું ગીત એટલે લતાનાં યાદગાર ગીતોમાં મૂકાયેલું 'જાલિમ જમાને ને ઇતના સતાયા હૈ, રોને લગી જિંદગી, ગમ મુસ્કુરાયા હૈ...' છ માત્રાના દાદરા તાલમાં નિબદ્ધ આ રચના મધુર પણ સાંભળનારને ગમગીન કરી દે એવી છે. શબ્દોને અનુરૂપ તર્જ બની છે. બીજું ગીત અરબી શૈલીનું ડાન્સ સોંગ છે જે એ સમયની પ્રસિદ્ધ ડાન્સીંગ અભિનેત્રી કુક્કુ પર ફિલ્માવાયું છે. 'નામ તેરા લેકે મોંહે છેડે હૈં જમાના, લૂટ ગઇ લૂટ ગઇ સૈયાંજી બચાના...' આ બંને ગીતો ઘણા વાચકોને પોતાની કિશોરાવસ્થા યાદ કરાવી દેશે. ૧૯૬૧નું વર્ષ શરૂ થયું અને કાળ કરવટ બદલતો હોય એવાં સંજોગો સર્જાયા. રામરાજ્યથી માંડીને બૈજુ બાવરા સુધીની યાદગાર મજલ કાપી ચૂકેલા અને સુપરહિટ સંગીતની સૂઝબૂઝ ધરાવતા વિજય ભટ્ટ અને શંકર ભટ્ટે કલ્યાણજી આણંદજીને તક આપી. જો કે ભટ્ટ ભાઇઓની આ ફિલ્મ ક્વીકી અને ઓછા ખર્ચે ઓછા સમયમાં બનાવાયેલી હોવાની છાપ પડે છે. હીરો કરતાં વિલન તરીકે વધુ ગાજેલા કશ્મીરી મૂળના કલાકાર જીવન સાથે અભિનેત્રી અમિતા, કોમેડિયન આગા, ચરિત્ર અભિનેત્રી લીલા મિશ્રા, મહેમૂદ વગેરે કલાકારો હતાં. હરસુખ યજ્ઞોશ્વર ભટ્ટ નિર્દેશિત આ ફિલ્મ એટલે પ્યાસે પંછી. શંકર જયકિસન સાથે હસરત જયપુરી અને શૈલેન્દ્ર હતા, નૌશાદ સાથે શકીલ બદાયૂની હતા અને મદન મોહન સાથે રાજા મહેંદી અલી ખાન હતા એમ કલ્યાણજી આણંદજી સાથે આ ફિલ્મથી ઇન્દિવર જોડાયા અને લાંબો સમય સાથે કામ કર્યું. જો કે પ્યાસે પંછીમાં કમર જલાલાબાદીનાં પણ ગીતો હતાં. આ ફિલ્મમાં સંગીતકારોએ જૂની-નવી પેઢીનાં ગાયકોને અજમાવ્યાં. એક તરફ શમસાદ બેગમ, ગીતા દત્ત તો બીજી તરફ મન્ના ડે, મુહમ્મદ રફી, હેમંત કુમાર, મૂકેશ અને સુમન કલ્યાણપુર હતાં. પ્યાસે પંછીનાં બે ત્રણ ગીતોની વાત કરવી છે. ટાઇટલ ગીત 'પ્યાસે પંછી નીલ ગગન મેં ગીત મિલન કે ગાયે..' આજે પણ તાજગીપૂર્ણ લાગે છે. જે ગીતની ખાસ વાત કરવી છે એ રાગ કીરવાણી પર આધારિત છે. હેમંત કુમાર અને સુમન કલ્યાણપુરના કંઠે ગવાયેલું એ ગીત એટલે 'તુમ્હીં મેરે મીત હો, તુમ્હી મેરી પ્રીત હો, તુમ્હીં મેરી આરઝૂ કા પહલા પહલા ગીત હો, તુમ્હીં મેરે મીત હો, તુમ્હીં મેરી પ્રીત હો, તુમ્હીં મેરી જિંદગી કી પહલી પહલી જીત હો...' કલ્યાણજી આણંદજી માટે ઇન્દિવરે રચેલું પહેલું યાદગાર ગીત એટલે મૂકેશના કંઠે રજૂ થયેલું 'બડા ખુશનસીબ હૈ જિસે તૂ નસીબ હૈ, ઉસે ઔર ચાહિયે ક્યા, જિસ કે તૂ કરીબ હૈ...' ઉત્તમ સંગીત પીરસવાની પોતાની પરંપરા કલ્યાણજી આણંદજીએ સતત જાળવી રાખી. દિલ્હી જંક્શન અને પ્યાસે પંછી ફિલ્મોનાં કલાકારો અને કથાને ધ્યાનમાં રાખીને ગીતો માણો તો ખ્યાલ આવે કે સંગીતકારો માત્ર પોતાના કામને સમર્પિત રહ્યા અને સંગીતના જોરે કામિયાબી હાંસિલ કરતા રહ્યા. પરિણામે ટોચના અને બી ગ્રેડના એમ તમામ કલાકારો સાથે કલ્યાણજી આણંદજીના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા. સંબંધ જાળવવાની એ કળા આ કચ્છી બંધુ બેલડીને સમગ્ર કારકિર્દી દરમિયાન કામ આવી.

ગુજરાત સમાચાર 9 Jul 2021 5:40 am

'એ ગીત મારા અંગત અનુભવ જેવું મને લાગ્યું હતું...'

- સિનેમેજિક-અજિત પોપટ - ભૈરવીમાં છ માત્રાના દાદરા તાલમાં આ ગીતની બંદિશ એવી અલૌકિક બની છે કે વાત ન પૂછો સીમાડા સાચવતા ભારતીય લશ્કરના જવાનો માટે વિવિધભારતી પર 'જયમાલા' નામે વીક એન્ડમાં કાર્યક્રમ આવતો. તમે પણ એ કાર્યક્રમના કેટલાક એપિસોડ્સ માણ્યા હશે. એવા એક એપિસોડમાં ધર્મેન્દ્રે હાજરી આપેલી. એણે પોતાની કારકિર્દીના કેટલાક પ્રસંગો વર્ણવ્યા હતા. એમાંના એકથી આજના એપિસોડનો આરંભ કરીએ. ઓવર ટુ ધર્મેન્દ્ર... 'ઘરેથી લાવેલી હાથખર્ચી પૂરી થવા આવેલી. મુંબઇમાં મને આવ્યાને ઠીક ઠીક સમય થઇ ગયો હતો. હતાશા ઘેરી વળે એ પહેલાં મને અર્જુન હિંગોરાણી તરફથી એક ફિલ્મની ઓફર મળી. મારી એ પહેલી ફિલ્મ. દિલ ભી તેરા હમ ભી તેરે. એ ફિલ્મના એક ગીતનું રેકોડગ હતું. હું ઉત્સાહથી થનગનતો હતો. એ ગીત મૂકેશજી ગાવાના હતા. 'કસરતથી કસેલી કાયા હતી. હું વાંદરામાં જ્યાં ઉતર્યો હતો ત્યાંથી વહેલી સવારે પદયાત્રા કરીને તારદેવ પર ફેમસ સિને લેબ પહોંચ્યો. ત્યાં પૂછપરછ કરી ત્યારે જાણ થઇ કે કોઇ કારણસર રેકોડગ મોકુફ રહ્યું હતું. હું ભયંકર નિરાશ થયો. મૂકેશજીનું ઘર નજીક હતું. હું ત્યાં પહોંચ્યો અને મૂકેશજી પાસે મારી નિરાશા વ્યક્ત કરી. મારી આંખોના ખૂણા ભીના હતા. મારી વ્યથા મૂકેશજી બરાબર સમજી ગયા. તેમણે મને પ્રેમથી જમાડયો, હિંમત બંધાવી કે જો ભાઇ, અમે પણ મુંબઇમાં સંઘર્ષ કર્યો છે. તું તો બહાદૂર જાટનો દીકરો છો. પંજાબી છો. હું પણ પંજાબી છું. આમ હતાશ થયે ચાલે નહીં. આ ગીતનું રેકોડગ થશે ત્યારે મારી ગાડી તને લેવા મોકલીશ. હું કલ્યાણજીભાઇની ગાડીમાં આવીશ. 'શમીમ જયપુરી લિખિત આ ગીતના શબ્દો મારી મનોદશાને આબેહૂબ વર્ણવતા હતા. માતાપિતા, પરિવાર અને સ્નેહી સ્વજનોથી સેંકડો માઇલ દૂર મોહનગરી મુંબઇમાં હું એકલો હતો. કોઇને પિછાણતો નહોતો. એટલે આ ગીત મને બહુ વહાલું થઇ પડેલું. ગીતનું મુખડું હતું- 'મુઝ કો ઇસ રાત કી તન્હાઇ મેં આવાઝ ન દો, જિસ કી આવાઝ રુલા દે મુઝે વો સાજ ન દો...' સંગીતકાર કલ્યાણજીએ એની તર્જ પણ એવી બનાવેલી જાણે હૈયું આક્રંદ કરી રહ્યું હોય. મારી સંખ્યાબંધ ફિલ્મોનાં ગીતો હિટ થયાં. એ બધાંમાં આ ગીત મને આજે પણ વહાલું છે...' એમ ધર્મેન્દ્રે કહેલું. હા, દોસ્તો. આ ગીત ખરેખર અદ્ભુત બન્યું છે. અંગ્રેજીમાં જેને હોન્ટેડ (ભૂતિયું કે અશરીરી તત્ત્વ) વોઇસ કે સાઉન્ડ કહે છે એવું આ ગીતમાં અનુભવી શકાયું છે. સદા સુહાગિન ભૈરવીમાં છ માત્રાના દાદરા તાલમાં આ ગીતની બંદિશ એવી અલૌકિક બની છે કે વાત ન પૂછો. તમે ખપ પૂરતું સંગીત જાણતા હો અને હાર્મોનિયમ કે કી બોર્ડ વગાડી શકતા હો તો ટ્રાય કરજો. મૂકેશજી 'આવાઝ ન દો...' રિપિટ કરે છે ત્યારે, કોમલ ધૈવત પરથી જે રીતે શુદ્ધ ગાંધાર પર જાય છે એ સ્વરો રૃંવાડાં ખડાં કરી દે એવી અનુભૂતિ થાય છે. આ ગીતની બંદિશ લતાજીને ગમી જતાં એમણે પણ આગ્રહ કરીને આ ગીત ગાયું. કલ્યાણજી આણંદજીએ ભૈરવીમાં આવા કેટલાક અદ્વિતીય પ્રયોગો કર્યા છે. આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમને ખ્યાલ આવશે કે ભૈરવી આધારિત કેટલાંક ગીતોમાં કલ્યાણજી આણંદજીએ ખૂબીપૂર્વક તીવ્ર મધ્યમનો પણ દિવ્ય ઉપયોગ કરીને ગીતને વધુ આસ્વાદ્ય બનાવ્યું છે. દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મ અર્જુન હિંગોરાણીની ફિલ્મ સર્જક તરીકે પહેલી ફિલ્મ. હીરો તરીકે ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ. આ બંને પહેલી ફિલ્મનાં સંગીતથી વ્યાવસાયિક સ્થિરતા મેળવી શક્યા એમ કહી શકાય. દિલ ભી તેરા હમ ભી તેરેનાં બધાં ગીતો હિટ હતાં. લતા અને મૂકેશ વચ્ચે આ ગીતો વહેંચાઇ ગયાં હતાં. અત્રે એ યાદગાર સંગીતની માત્ર એક ઝલક આપી છે. દરેક ફિલ્મના દરેક ગીતની વાત આપણે કરવાના નથી, માત્ર હિટ સંગીતની ઝલક માણવાના છીએ.

ગુજરાત સમાચાર 6 Jul 2021 5:45 am

છલિયાનાં ગીતોથી બોલિવૂડમાં બે સગ્ગા ભાઇઓની બીજી સંગીતકાર જોડી સ્થપાઇ

- સિનેમેજિક-અજિત પોપટ - એક જ રાગિણીનો આધાર હોવા છતાં જે વૈવિધ્ય સર્જાય છે એની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી પહેલા બે વર્ષ ધીરજપૂર્વક સંજોગોનો સામનો કરી રહેલા સંગીતકાર કલ્યાણજી વીરજી શાહ સામે વિધાતા મલકી હશે. ૧૯૬૦માં કલ્યાણજીના પુરુષાર્થે નવી ક્ષિતિજ સર કરી. આ વર્ષ બે ત્રણ રીતે મહત્ત્વનું ગણાય. નંબર એક, હુશ્નલાલ ભગતરામ પછી ફરીવાર બે સગા ભાઇઓની સંગીતકાર જોડી બની. આ વર્ષમાં આણંદજી પણ કલ્યાણજી સાથે જોડાયા. નંબર બે, આ વર્ષમાં ડાયરેક્ટર તરીકે મનમોહન દેસાઇએ કલ્યાણજી આણંદજીના સંગીત સાથે પદાર્પણ કર્યું. જો કે પહેલી ફિલ્મ હતી એટલે મનમોહનને બદલે મન્નુ દેસાઇ એવું નામ ડાયરેક્ટર તરીકે રાખેલું. નંબર ત્રણ, આ વર્ષમાં કલ્યાણજી આણંદજીએ પહેલીવાર રાજ કપૂર માટે મેલોડી સભર સંગીત આપ્યું, રાજ કપૂરને પોતાના કામથી પ્રભાવિત કર્યા. કલ્યાણજીભાઇની સુભાષ દેસાઇ સાથેની ત્રીજી ફિલ્મ એટલે રાજ કપૂર અને નૂતનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી છલિયા. આ ફિલ્મમાં પ્રાણ અને રહેમાનની પણ મહત્ત્વની ભૂમિકા હતી. કમર જલાલાબાદીએ ગીતો રચ્યાં હતાં. છલિયાનાં બધાં ગીતોએ ધમાલ મચાવી. એમાં પણ કેટલાંક ગીતો તો ગલીએ ગલીએ ગૂંજ્યા એમ કહીએ તો ચાલે. મૂકેશના કંઠે રજૂ થયેલું ટાઇટલ ગીત 'છલિયા મેરા નામ, છલના મેરા કામ, હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ, સબ કો મેરા સલામ...' પહેલીવાર સાંભળનારને એમ જ લાગે કે આ તો શંકર જયકિસનનું ગીત છે. અદ્દલ એજ સ્ટાઇલ. એજ ભૈરવીની બંદિશ. એ જ રીતે ખેમટા તાલમાં ફરી એકવાર મૂકેશના કંઠે ભૈરવીની ઝલક ધરાવતું ગીત 'ડમ ડમ ડિગા ડિગા, મૌસમ ભીગા ભીગા, બિન પીયે મૈં તો ગીરા, મૈં તો ગીરા, મૈં તો ગીરા, હાય અલ્લા, સૂરત આપ કી સુભાનલ્લાહ...' કેટલાક સ્ટેજ શોમાં રાજ કપૂરે પોતે આ ગીત પર ડાન્સ પણ કરેલો. આટલેથી ન ધરાયા હો તો હજુ સાંભળો. મૂકેશના કંઠે વધુ એક ભૈરવીનો આધાર ધરાવતું યાદગાર ગીત એટલે આ. 'મેરે તૂટે હુએ દિલ સે, કોઇ તો આજ યે પૂછે, કે તેરા હાલ ક્યા હૈ...' આ ગીતમાં કિશોર દેસાઇના મેંડોલીનના અત્યંત મધુર પીસીસ છે. ખરું પૂછો તો કલ્યાણજી આણંદજીએ પણ ભૈરવીને કેટલી હદે આત્મસાત કરી હશે એની આછેરી ઝલક આવાં યાદગાર ગીતોમાં મળે છે. વધુ એક ગીત એની સાક્ષી પૂરે છે- 'તેરી રાહોં મેં ખડે હૈં દિલ થામ કે હાય હમ દિવાને તેરે નામ કે...' આ બધાં ગીતો માધુર્યથી છલોછલ ભરેલાં છે. માત્ર તાલ અને લય (તાલની ગતિ) બદલાય છે. ઔર એક રચના એટલે 'ગલી ગલી સીતા રોયે, આજ મેરે દેશ મેં, સીતા દેખી, રામ દેખા આજ નયે ભેષ મેં...' આ તર્જનું વધુ સંસ્કારી અને સંવધત સ્વરૂપ પાછળથી જ્હૉની મેરા નામ ફિલ્મના 'છૂપ છૂપ મીરાં રોયે, દરદ ન જાને કોઇ..' ગીતમાં મળે છે. મજાની વાત એ કે સાત આઠ ગીતમાંથી અડધો અડધ ગીતો ભૈરવી પર આધારિત હોવા છતાં, એક જ રાગિણીનો આધાર હોવા છતાં જે વૈવિધ્ય સર્જાય છે એની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી. રાજ કપૂર તો રાજ કપૂર, ખુદ જયકિસને પણ કલ્યાણજીભાઇને અભિનંદન મોકલ્યા હતા કે કોમન મેનને રીઝવવાની અમારી સર્જન સ્ટાઇલ તમે આબ્બાદ પકડી છે. રાજ કપૂર તો અગાઉ કહ્યું એમ પક્કો વેપારી માણસ. એ તો સલિલ ચૌધરી (જાગતે રહો) અને ખય્યામ (ફિર સુબહ હોગી) થી પણ પ્રભાવિત થયો હતો. પરંતુ પોતાની એક કાયમી ટીમ જમાવી લીધી હોવાથી એ બીજા સંગીતકારોને તક આપવામાં માનતો નહોતો. એ તો જયકિસનના અકાળ અવસાનના પગલે એણે બીજાને તક આપી. અહીં ઔર એક વાત કરવી છે. રાજ કપૂર-નૂતનની છલિયા હિટ નીવડી હોવા છતાં તરત કલ્યાણજી આણંદજીને મોટાં બેનર્સની ફિલ્મો મળતી થઇ નહીં. કુદરત જાણે હજુ તેમને તાવવા માગતી હતી. જો કે અગાઉ કહ્યું એમ આ બંને ભાઇઓમાં અખૂટ ધીરજ હતી.

ગુજરાત સમાચાર 25 Jun 2021 5:40 am

Father’s Day 2021: કોરોના કાળમાં ઘરે જ છો તો આ રીતે સ્પેશિયલ બનાઓ ફાધર્સ ડે..!

નવી દિલ્હી, તા. 19 જૂન 2021, શનિવાર એકબીજા પ્રત્યેની લાગણીઓ રિલેશનશિપને મજબૂત બનાવે છે અને એકબીજાને પરસ્પર બાંધીને રાખે છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા લોકો માટેનો પોતાનો પ્રેમ, ચિંતા અને તેમના પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરીએ. ફાધર્સ ડે કંઇક એવો જ ખાસ દિવસ છે જ્યારે આપણે પોતાના પિતા માટે તેમના પ્રત્યેની આપણી લાગણીઓ, સન્માન વ્યક્ત કરી શકીએ. ફાધર્સ ડે એક એવો દિવસ છે જ્યારે આપણે પોતાના પિતાને આપણી ભાવનાઓ દર્શાવી શકીએ તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરી શકીએ. આ વર્ષે ફાધર્સ ડે 20 જૂને એટલે કે આવતીકાલે મનાવવામાં આવશે. જો કે હજુ પણ કોરોના વાયરસનું જોખમ યથાવત છે. તેથી આ વર્ષે પણ ઘરે રહીને જ તમારે તમારા પિતાને સ્પેશિયલ ફીલ કરાવવું પડશે. આ ફાધર્સ ડે પર જો તમે પણ પોતાના પિતાને સ્પેશિયલ ફીલ કરાવવા ઇચ્છો છો તો કેટલીક ખાસ રીત અજમાવીને તમે તમારા પિતા અને તમારી આ રિલેશનશિપને સેલિબ્રેટ કરીને યાદગાર બનાવી શકો છો. આ રીતે પિતાને ખુશ કરો ફાધર્સ ડે પિતાને સમર્પિત દિવસ છે તો આ દિવસને તેમના અનુસાર જ પસાર કરો. એટલે કે મોબાઇલ, લેપટોપની સ્ક્રીનથી દૂર રહીને આખો દિવસ આજે પોતાના પિતાની સાથે પસાર કરવાનો પ્લાન બનાઓ. હકીકતમાં તમારા પિતા તમારી પાસેથી તમારો સમય અને સાથ જ મેળવવા ઇચ્છતા હોય છે. એટલા માટે ફાધર્સ ડે પર સમગ્ર પરિવારની સાથે ક્વૉલિટી બોન્ડિંગ ટાઇમ સ્પેન્ડ કરો. એટલે કે આ દિવસે તમે પોતાના પિતાની પસંદગીની કોઇ ગેમ રમીને તેમની સાથે રમતની મજા લઇ શકો છો. તમારી સાથે સમય પસાર કરીને તમારા પિતા ખુશીનો અનુભવ કરશે. પપ્પા માટે થઇ જાય કંઇક સ્પેશિયલ આ દિવસને વધારે સ્પેશિયલ બનાવવાનો છે તો તમારે હાથે તમારા પિતા માટે કંઇક ખાસ બનાઓ, જે પણ તેમને ગમતું હોય તે જાતે તૈયાર કરો.. એટલે કે ફાધર્સ ડેના દિવસની શરૂઆત તમે પોતાના પિતા માટે કંઇક સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને કરી શકો છો. તમારા હાથે બનાવેલ બ્રેકફાસ્ટ તેમને સ્પેશિયલ ફીલ કરાવશે અને તેમનો દિવસ ખાસ બનાવશે. લાગણીઓને વ્યક્ત કરવાની આ પણ સારી રીત છે. વીડિયો કૉન્ફરન્સિંગથી કનેક્ટેડ રહો હજુ પણ કેટલીય જગ્યાએ લોકડાઉન છે. એવામાં આ ફાધર્સ ડે જો તમે પણ પોતાના પરિવારના સભ્યોથી દૂર છો તેમછતાં તમે પોતાના પિતાને તમારી હાજરીનો અનુભવ કરાવી શકો છો. વીડિયો કૉન્ફરન્સિગની મદદથી તમે એકસાથે સમગ્ર પરિવાર એકબીજાની નજીક આવી શકો છો. દૂર રહીને પણ પિતાની સામે બેસીને તમે ફાધર્સ ડે પણ વિશ કરી શકો છો. પિતા માટે પ્રેમ સંદેશો લખો જો તમે કવિતાઓ લખો છો તો તમારા પિતા માટે લખેલી કવિતા તેમના માટે અમૂલ્ય ભેટ સમાન સાબિત થશે. એટલા માટે આ અવસરે તમે પોતાના પિતાને કોઇ કવિતા લખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકો છો. અથવા કોઇ પ્રેમ ભર્યો પત્ર લખીને પણ તમે તેમને પોતાની લાગણીઓનો અનુભવ કરાવી શકો છો. તમારા દ્વારા લખેલા કેટલાક શબ્દ તમારા પિતાને ખુશ કરી દેશે. આ રીતે પિતાને સરપ્રાઇઝ કરો આ ફાધર્સ ડે જો તમે ઘરથી દૂર છો તો પિતાને કેકસી સાથે ફાધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી શકો છો. તેના માટે બસ કેક ડિલીવર કરતી વેબસાઇટ પરથી પોતાના પિતાના પસંદની કેક ઑર્ડર કરો. ફાધર્સ ડે પરની તમારી આ સરપ્રાઇઝ આ દિવસને વધારે ખાસ બનાવી દેશે. જૂની યાદો તાજી કરો આજના દિવસે તમે પિતાને તેમના ગમતા કામમાં મદદ કરીને સાથે સમય પસાર કરી શકો છો. જેમ કે તમારા પિતાને ગાર્ડનિંગનો શોખ છે તો તેમની સાથે નવા છોડ રોપો, પાણી આપો તેની કેર કરીને પિતા સાથે સમય પસાર કરી શકો છો. આ રીતે તેમનું ગમતું કામ પણ થશે અને તમને અને તમારા પિતા સાથે સમય વિતાવવા પણ મળશે. અથવા તો તેઓ ક્લાસિક મ્યૂઝિક સાંભળવાનું પસંદ કરે છે તો તેમની સાથે મ્યુઝિકની પણ મજા માણી શકો છો. આ ઉપરાંત તેમના અનુભવ અને જૂની યાદો પણ શેર કરી તેમનો અને તમારો દિવસ ખાસ બનાવી શકશો...

ગુજરાત સમાચાર 19 Jun 2021 6:01 pm

કલ્યાણજી વીરજીના આ બે ગીતોએ ધૂમ મચાવી !

- સિનેમેજિક-અજિત પોપટ ફિલ્મ સંગીતના બે ધુરંધરો (શંકર જયકિસન અને હેમંત કુમાર) સાથે કામ કરીને કલ્યાણજી વીરજીએ એક ખાસ ગુણ આત્મસાત કર્યો હતો. એ ગુણ એટલે કામ પ્રત્યેની નિષ્ઠા. ફિલ્મ કેવી છે, કોની છે, એના કલાકારો કોણ છે અને બેનર કેવુંક છે એની પરવા કરવી નહીં. પોતાને સોંપાયેલી જવાબદારી પૂરેપૂરી શક્તિ કામે લગાડીને પાર પાડવી. આ ગુણના કારણે જ ૧૯૫૯માં આવેલી ફિલ્મો પણ સંગીતની દ્રષ્ટિએ હિટ નીવડી. એ વિશે વરસો પછી એક મુલાકાત દરમિયાન કલ્યાણજીભાઇએ અત્યંત કામિયાબ એક સમકાલીન તંત્રીનો અનુભવસિદ્ધ મંત્ર યાદ કર્યો હતો. એ કહેતા, પહેલા થોડો સમય તમારું કામ બોલે છે, પછી લાંબા સમય સુધી તમારું નામ બોલે છે. ૧૯૫૯માં રજૂ થયેલી બેદર્દ જમાના ક્યા જાને અને પોસ્ટ બોક્સ ૯૯૯ના સંગીતની વાત આપણે કરી. અન્ય ફ્લોપ ફિલ્મો એટલે ચંદ્રસેના, ઘર ઘર કી બાત, મદારી, ઓ તેરા ક્યા કહના અને સટ્ટા બાજાર. આમાંની મોટા ભાગની ફિલ્મનાં નામ આજે ભાગ્યે જ કોઇને યાદ હશે. પરંતુ ગીતો ? લગભગ દરેક સંગીત રસિકોને હોઠે હશે. લતાએ ગાયેલાં બે ગીત 'દિલ ઝૂમ ઝૂમ લહરાયે, દિલ ઝૂમ ઝૂમ લહરાયે' અને 'જરા સા મુસ્કુરાદું તો રાસ્તા ભૂલા દું...' (ફિલ્મ ચંદ્રસેના), 'યે સમા, યે ખુશી, કુછ બોલો જી' (મૂકેશ-લતા ફિલ્મ ઘર ઘર કી બાત) રસિકોને ગમી ગયાં હતાં. આ ગીતોમાં મેંડોલીનનો રણકાર અત્યંત અસરકારક રહ્યો. એથી પણ વધુ તો મદારી જેવી ફિલ્મનાં ગીતોએ લોકપ્રિયતાનું શિખર સર કર્યું હતું. આ ફિલ્માં ટોચના કોઇ કલાકારો નહોતા. છતાં મદારીનાં લગભગ બધાં ગીતો દરેક સંગીત રસિકને યાદ હશે. એમાં પણ ચારેક ગીતો આજે સાંભળીએ તો પણ તરોતાજાં લાગે છે. મૂકેશ અને લતાએ ગાયેલા 'દિલ લૂટનેવાલે જાદુગર અબ મૈંને તુઝે પહચાના હૈ, નજરે તો ઊઠા કર દેખ જરા, તેરે સામને યે દિવાના હૈ..' ગીતે તો તહલકો મચાવ્યો હતો. વિવિધ પ્રાદેશિક ભાષામાં આ બંદિશ પરથી ઘણાં ભજનો રચાયાં હતાં. આ તર્જ પર રચાયેલું એક ભજન તો આજે છ દાયકા પછી પણ મંદિરોમાં ગવાય છે- યહ પ્રેમ સદા ભરપુર રહે ભગવાન તુમ્હારે ચરણોં મેં... , બે ગીતો લતાના કંઠમાં હતાં- ભૈરવી પર આધારિત 'પ્યાર મેરા મજબૂર, પરદેશી સૈયાં...' અને 'કોઇ કહે રસિયા, કોઇ મન બસિયા..' એક ગીત લતા અને કમલ બારોટના કંઠમાં હતું, અકેલી મોંહે છોડ ન જાના, ઓ મેરા દિલ તોડ ન એવાં જ યાદગાર ગીતો ફિલ્મ સટ્ટાબાજારનાં હતાં. રવીન્દ્ર દવેની સટ્ટાબાજાર ફિલ્મમાં બે મુખ્ય કલાકારો હતાં- બલરાજ સાહની અને મીનાકુમારી. સટ્ટાબાજારનાં એક ગીતના ઇન્ટરલ્યૂડમાં મનોહારી સિંઘના સેક્સોફોને રીતસર જાદુ કર્યો હતો. એ ગીત એટલે 'તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે, મુહબ્બત કી રાહોં મેં હમ તુમ ચલે થે, ભૂલા દો મુહબ્બત મેં હમ તુમ મિલે થે, સપના હી સમજો કે મિલ કે ચલે થે...' આ ગીત હેમંત કુમાર અને લતાનાં કંઠમાં હતું. ભૈરવીની આ રચના અત્યંત કર્ણપ્રિય અને ખરા અર્થમાં યાદગાર બની. આમ ફિલ્મો ચાલી કે ન ચાલી પરંતુ કલ્યાણજી વીરજી શાહનું સંગીત ચાલી નીકળ્યું. ગીતો મેલોડી આધારિત અને સહેલાઇથી ગણગણી શકાય એવાં હતાં.૧૯૫૮ અને ૧૯૫૯ બંને વર્ષમાં કલ્યાણજી વીરજીએ કરેલી મહેનત સફળ થઇ. ગીતો લોકજીભે ગવાતાં થયાં. બિનાકા ગીતમાલામાં એની સરસ નોંધ લેવાઇ. ખુદ લતાએે કલ્યાણજીભાઇને બિરદાવ્યા. મૂકેશ સાથેના સંબંધો વિકસ્યા, આત્મીય થયા અને કલ્યાણજી આણંદજીના મ્યુઝિક રૂમનું ઉદ્ધાટન પણ મૂકેશના હસ્તે થયું. કલ્યાણજી વીરજીએ જે પરસેવો રેડયો એનું મધુર ફળ તરત પછીના વરસે મળ્યું જેની વાત હવે પછી આપણે કરવાના છીએ.

ગુજરાત સમાચાર 18 Jun 2021 5:35 am

જો તમે પણ તમારી રિલેશનશિપમાં બ્રેક લેવા ઇચ્છો છો તો રાખો આ બાબતોનું ધ્યાન...!

નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર ઘણીવાર એકબીજા માટે ખૂબ જ પ્રેમ હોવાછતાં રિલેશનશિપમાં એક એવો સમય આવે છે જ્યારે પરસ્પર નાની-નાની વાત પર બહેસ અને લડાઇ-ઝઘડા થવા લાગે છે. ક્યારેક-ક્યારેક તો વાત એટલી વધારે વધી જાય છે કે કપલ રિલેશનશિપમાં બ્રેક લેવાનો નિર્ણય કરી લે છે. રિલેશનશિપ વધારે બગડી જવા પર બ્રેક લેવો તમારા માટે ઘણીવાર ફાયદાકારક પણ સાબિત થાય છે. રિલેશનશિપમાં બ્રેક લેતી વખતે યાદ રાખો આ બાબતો મોટાભાગે બ્રેક લીધા બાદ રિલેશનશિપમાં આવતા બંને વચ્ચેનો પ્રેમ પહેલા કરતાં પણ વધારે વધી જાય છે. તમે પોતના પાર્ટનરની રિલેશનશિપની શરૂઆતના સમયની જેમ પ્રેમ અને કેર કરવા લાગો છો. બ્રેક લેવાના કારણે એકબીજાના મહત્ત્વનો પણ અંદાજો થવા લાગે છે. જાણો, રિલેશનશિપમાં બ્રેક લેતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ બ્રેકઅપ થવું નથી હોતો. એક્સપર્ટ અનુસાર, અસ્થાયી બ્રેકઅપ લેવાથી તમે જાણી શકો છો કે તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો અને તેના વગર કેવું ફીલ કરો છો. કહેવાય છે કે તમને તમારા પાર્ટનરનું મહત્ત્વ સમજાવા લાગે છે. એકાંતમાં સમય પસાર કરીને પોતાના રિલેશનશિપ વિશે વિચારો રિલેશનશિપમાં બ્રેક લીધા બાદ એકાંતમાં સમય પસાર કરવો ખૂબ જ જરૂરી હોય છે. આમ કરવાથી તમને સમજ આવશે કે તમારા પ્રેમભર્યા રિલેશનશિપમાં એવું શું બન્યું કે જેના કારણે વાત બ્રેક લેવા સુધી પહોંચી ગઇ. આ દરમિયાન જો તમારી ભૂલ છે તો તમને તેનો પણ અનુભવ થશે. ફીલિંગ્સ પર ધ્યાન આપવું જરૂરી રિલેશનશિપમાંથી બ્રેક લીધા બાદ તમે શું અને કેવું ફીલ કરી રહ્યા છો તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે તમારી ફીલિંગ્સ પર ધ્યાન નથી આપી રહ્યા તો પછી તમારું તમારી રિલેશનશિપમાંથી બ્રેક લેવાનું વ્યર્થ છે. કોઇ અન્ય વ્યક્તિને ડેટ કરીને પોતાના પાર્ટનરને ચીટ ન કરશો બ્રેક લેવાનો અર્થ બ્રેકઅપ કરવાનો નથી હોતો. રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ પોતાના રિલેશનશિપના મહત્ત્વને સમજવાનો છે. આ દરમિયાન કોઇ અન્ય વ્યક્તિને ડેટ ન કરશો કારણ કે આમ કરવાથી તમારી રિલેશનશિપનો અંત આવી શકે છે. બીજાને ન કરશો પોતાના પાર્ટનરની નિંદા રિલેશનશિપમાં બ્રેક લેવા છતાં પોતાના પાર્ટનરની પહેલાની જેમ જ રિસપેક્ટ કરો. ક્યારેય પોતાના પાર્ટનરની કોઇની સાથે નિંદા ન કરશો. આમ કરવાથી તમારું રિલેશનશિપ પહેલાથી વધારે મજબૂત થાય છે.

ગુજરાત સમાચાર 17 Jun 2021 9:11 pm

એક સાથે છ ફિલ્મો કરી, માત્ર સંગીત ગૂંજ્યું, ફિલ્મોનો ધબડકો વળ્યો !

- સિનેમેજિક-અજિત પોપટ - શંકર જયકિસન કરતાં કલ્યાણજી આણંદજી માટે મૂકેશે વધુ ગીતો ગાયાં છે સુભાષ દેસાઇની સમ્રાટ ચંદ્રગુપ્તના પગલે રવીન્દ્ર દવેની પોસ્ટ બોક્સ ૯૯૯ ફિલ્મનું સંગીત પણ વખણાયું એટલે સંગીતકાર તરીકે કલ્યાણજી વીરજીની નોંધ લેવાઇ. પછીના વરસે એટલે કે ૧૯૫૯માં કલ્યાણજીને એક સાથે છ ફિલ્મો માટે સાઇન કરવામાં આવ્યા. જો કે બોક્સ ઓફિસ પર છમાંની એક્કે ફિલ્મે કોઇ ધાડ મારી નહીં. સમીક્ષકોની દ્રષ્ટિએ આ ફિલ્મો બી ગ્રેડની હતી. પરંતુ સંગીતકાર તરીકે કલ્યાણજી વીરજીની નિષ્ઠાને સલામ કરવી પડે. ફિલ્મ જેવી હોય તેવી, સંગીત આપવામાં કલ્યાણજીએ પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડી હતી. એટલે છએ છ ફિલ્મોનું સંગીત ગાજ્યું અને ગૂંજ્યું. છએ છ ફિલ્મનાં દરેક ગીતનો આસ્વાદ આપણે કરવાના નથી. આપણી પ્રણાલિ મુજબ દરેક ફિલ્મનાં યાદગાર ગીતોની ઝલક લેવાના છીએ. સુભાષ પિક્ચર્સની બાબુભાઇ મિસ્ત્રી નિર્દેશિત ફિલ્મ બેદર્દ જમાના ક્યા જાનેમાં એ સમયના સુપર એક્ટર અશોક કુમાર, નિરુપા રોય, સુદેશ કુમાર અને પ્રાણ જેવા કલાકારો હતાં. ફિલ્મ કેટલેક અંશે ટીઅર જર્કર એટલે કે મહિલાઓને રડાવે એવી ડ્રામેટિક કથા ધરાવતી હતી. ગીતો ભરત વ્યાસનાં હતાં. આ ફિલ્મનાં બે-ત્રણ ગીતો વિશેષ ઉલ્લેખનીય છે. એવું સદા યાદગાર ગીત એટલે મૂકેશના ચાહકોને સદા આકર્ષતું આ ગીત 'નૈના હૈ જાદુ ભરે ઓ ગોરી તોરે નૈના હૈ જાદુભરે, હો હમ પે છૂપ છૂપ જુલમ કરે, ઓ ગોરી તોરે નૈના હૈ જાદુ ભરે...' આ ગીત પિયાનો પર બેઠેલા સુદેશ કુમાર પર ફિલ્માવાયું છે. કેટલાક સમીક્ષકોની દ્રષ્ટિએ આ ગીતમાં સંગીતકારે રાગ સોહનીનો આધાર લીધો છે. તો લતાના કંઠે રજૂ થયેલા અન્ય એક ગીતમાં કલ્યાણજીએ બખૂબી શિવરંજનીનો ઉપયોગ કર્યો છે. એ ગીત આ રહ્યું- 'કૈદ મંુ હૈ બુલબુલ સય્યાદ મુસ્કુરાયે, કહા ભી ન જાયે, ચૂપ રહા ભી ન જાયે...' મૂકેશનું ગીત સીધાસાદા કહેરવા તાલમાં છે તો લતાએ ગાયેલું ગીત ખેમટા તાલમાં છે. બંને ગીતો આજે પણ તરો તાજાં હોય લાગે છે. સદા સુહાગિન ભૈરવીની ઝલક ધરાવતું ગીત મુહમ્મદ રફી અને લતાના કંઠમાં છે. બંને મુખ્ય કલાકારો પર ફિલ્માવાયું છે. એ ગીત એટલે આ -'મૈં યહાં, તૂ કહાં, મેરા દિલ તુઝે પુકારે, ઝુકી ઝુકી હૈ નજર, ઝૂમે ઝૂમે રે જિગર, કોઇ ક્યોં હમેં પુકારે...' આ ફિલ્મનાં બધાં ગીતો લોકપ્રિય થયાં હતાં અને ફિલ્મ જેટલી ચાલી એટલી સંગીતના જોરે ચાલી હતી. જો કે નિર્માતાએ ખર્ચેલાં નાણાં જેટલી આવક આ ફિલ્મ કમાઇ ખરી. સુભાષ દેસાઇ સાથેના કલ્યાણજીભાઇના કરાર મુજબ આ બંનેની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મનું સંગીત તૈયાર કરતી વખતે કલ્યાણજીભાઇએ એ સમયના મોટા ભાગના ગાયકોમાંથી પસંદ કરીને ગીતો તૈયાર કર્યાં હતાં. મૂકેશ અને લતા ઉપરાંત આ ફિલ્મમાં ગીતા દત્ત અને મુહમ્મદ રફીના કંઠનો પણ ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મથી મૂકેશ સાથેના કલ્યાણજી (તેમજ પાછળથી મોટાભાઇ સાથે જોડાયેલા આણંદજી)ના સંબંધો આત્મીય થયા. પાછળથી કલ્યાણજી આણંદજીએ મૂકેશના કંઠે સંખ્યાબંધ યાદગાર ગીતો આપ્યાં. તમને જાણીને કદાચ નવાઇ લાગશે પરંતુ શંકર જયકિસન કરતાં કલ્યાણજી આણંદજી માટે મૂકેશે વધુ ગીતો ગાયાં છે અને એમાંનાં મોટા ભાગનાં ગીતો યાદગાર બન્યાં છે. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ મૂકેશનાં યાદગાર ગીતોનો આસ્વાદ પણ આવશે.

ગુજરાત સમાચાર 11 Jun 2021 5:40 am

કર્ણપ્રિય સંગીત દ્વારા પહેલી જ ફિલ્મથી કલ્યાણજીએ ધમાકેદાર એન્ટ્રી મારી...!

- સિનેમેજિક-અજિત પોપટ - એ કોપી કે નકલ નહોતી, સફળ નીવડેલી ફોર્મ્યુલાને આગળ વધારવાનો પુરુષાર્થ હતો ૧૯૪૮-૪૯માં શંકર જયકિસનની કારકિર્દી શરૂ થઇ એના બરાબર એક દાયકા પછી ૧૯૫૮માં સ્વતંત્ર સંગીતકાર તરીકે કલ્યાણજી વીરજી શાહની ધમાકેદાર એન્ટ્રી થઇ. અહીં 'ધમાકેદાર' શબ્દ મહત્ત્વનો છે. એનું કારણ સમજવા જેવું છે. ૧૯૫૮માં દિલીપ કુમારની બે મહત્ત્વની ફિલ્મો રજૂ થઇ- મધુમતી (સંગીત સલિલ ચૌધરી ) અને યહૂદી (શંકર જયકિસન), રાજ કપૂરની બે ફિલ્મો રજૂ થઇ- પરવરિશ (દત્તારામ), ફિર સુબહ હોગી (ખય્યામ), દેવ આનંદની એક ફિલ્મ રજૂ થઇ- કાલા પાની (એસ ડી બર્મન). ઉપરાંત જબરદસ્ત કોમેડી ફિલ્મ ચલતી કા નામ ગાડી (એસ ડી બર્મન) અને અશોક કુમારની હાવરા બ્રિજ (ઓ પી નય્યર). આ તમામ ફિલ્મોએ ટિકિટબારી પર ધૂમ કમાણી કરી હતી. એની સામે સુભાષ દેસાઇની બાબુભાઇ મિસ્ત્રી નિર્દેશિત ફિલ્મ સમ્રાટ ચંદ્રગુપ્તના કલાકારો હતા ભારત ભૂષણ અને નિરુપા રોય. ગીતકાર ત્રણ હતા- હસરત જયપુરી, ભરત વ્યાસ અને ઇન્દિવર. શરૂમાં જણાવ્યા એ બધા ધુરંધરો વચ્ચે કલ્યાણજી વીરજીની સંગીતકાર તરીકે આ પહેલી ફિલ્મ. છતાં તમામ દાદુ સંગીતકારો વચ્ચે કલ્યાણજી વીરજી જુદા તરી આવ્યા. સુભાષ દેસાઇએ એમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. ફિલ્મનું સંગીત ફિલ્મ રજૂ થયા પહેલાંજ છવાઇ ગયું. શંકર જયકિસનની જેમ અહીં મુખ્ય ગીતો ભૈરવી અને શિવરંજની રાગિણી પર આધારિત હતાં. એમાંય લતા મંગેશકર અને મુહમ્મદ રફીએ ગાયેલા તથા શિવરંજનીમાં રજૂ થયેલા ગીતે તો રીતસર તહલકો મચાવ્યો. એ ગીત એટલે 'ચાહે પાસ હો ચાહે દૂર હો, મેરે સપનોં કી તુમ તસવીર હો..' બે ગીત ભૈરવી આધારિત હતાં. બંને ભૈરવી ગીતો લતાના કંઠમાં હતાં. પહેલું ગીત એટલે 'હાથ સે મેરે લે લે જામ, અય દિલદાર આજા... બીજું ગીત એટલે- 'કલ કલ ચલ ચલ બહતી જાઉં મસ્ત નદી કી ધાર...' એક ગીતમાં પ્રસિદ્ધ દત્તુ ઠેકો હતો 'યે સમા મેરા દિલ જવાં...' વાંકદેખા સમીક્ષકોએ તરત કલ્યાણજી વીરજીએ શંકર જયકિસનની કોપી કરી એવું લખી નાખ્યું. કલ્યાણજીભાઇ સાથેની સંખ્યાબંધ બેઠકોમાં આ વાત નીકળી ત્યારે જરાય અસ્વસ્થ થયા વિના કલ્યાણજીભાઇએ સ્પષ્ટતા કરી: 'શંકર જયકિસનની એક પણ બંદિશની મેં ઊઠાંતરી કરી નહોતી, તો કોપી શી રીતે કહેવાય ? આ વાત જરા જુદી રીતે સમજવાની છે. રફી, મૂકેશ, કિશોર કુમાર વગેરેએ શરૂમાં સાયગલની જેમ ગાવાનો પ્રયત્ન કરેલો ને ? એને સાયગલની કોપી કહેવાય ખરી ? ખરેખર તો સાયગલની લોકપ્રિય શૈલીમાં ગાવાનો પ્રયાસ હતો. પાછળથી આ દરેક ગાયકે પોતાની આગવી શૈલી વિકસાવી. એજ રીતે રાજેન્દ્ર કુમાર, શમ્મી કપૂર અને મનોજ કુમાર વગેરેએ શરૂમાં દિલીપ કુમાર જેવો અભિનય કરવાની કોશિશ કરેલી. એ કોપી કે નકલ નહોતી, સફળ નીવડેલી ફોર્મ્યુલાને આગળ વધારવાનો પુરુષાર્થ હતો. એને સફળતાનું અનુસંધાન કહી શકો, કોપી નહીં...તમે પોઝિટિવ દ્રષ્ટિકોણથી વિચારો છો કે નેગેટિવ દ્રષ્ટિકોણથી એના વાતનો આધાર છે....' વાત વિચારવા જેવી છે. હકીકતમાં શંકર જયકિસને જે પ્રણાલિ સ્થાપી એને કલ્યાણજી આનંદજી અને લક્ષ્મીકાંત પ્યારેલાલે આગળ વધારી. એ પ્રણાલિ એટલે તર્જની સરળતા, મધુરતા અને કોમન મેનને રીઝવે એવું સંગીત. સમીક્ષકોએ પણ એક વાત સ્વીકારવી પડી કે સમ્રાટ ચંદ્રગુપ્ત ફિલ્મ માત્ર અને માત્ર સંગીતના કારણે સફળ ગણાઇ. આરંભે કહેલી ફિલ્મોના સંગીત વચ્ચે પણ આ ફિલ્મનું સંગીત બિરદાવાયું. આ થઇ ધમાકેદાર એન્ટ્રી !

ગુજરાત સમાચાર 28 May 2021 5:40 am

આર્સેનલ છેલ્લા 25 વર્ષમાં પહેલી વખત યુરોપીયન ટુર્ના.માં ક્વોલિફાઈ થવામાં નિષ્ફળ

મેડ્રિડ: આર્સેનલ બ્રાઇટન સામે ૨-૦થી વિજય મેળવ્યા પછી પણ પ્રીમિયર લીગ સીઝનમાં આઠમાં સ્થાને આવવાના લીધે છેલ્લા ૨૫ વર્ષમાં પહેલી વખત યુરોપીયન સ્પર્ધામાં ક્વોલિફાઈ થવામાં નિષ્ફળ ગયું છે. આર્સેનલને સાતમું સ્થાન મેળવવા માટે ટોટનહામ અને એવરટન બંનેની સામે મેચ જીતવાની જરુર હતી. આમ કરવામાં તે સફળ રહ્યું હોત તો તે યુરોપીયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવામાં સફળ રહ્યું હોત. આર્સેનલે સળંગ બીજી સીઝનમાં નબળો દેખાવ કર્યો છે, પરંતુ આર્ટેટાની ખાતરી હતી કે ટીમ સળંગ પાંચ મેચ જીતીને તેની સ્થિતિ સુધારી શકી હોત. આર્સેનલનો ૨૦૧૮ પછી આ શ્રેષ્ઠ દેખાવ છે. આર્ટેટાએ જણાવ્યું હતું કે ાઆપણે પરિણામની વાતને બાજુએ મૂકીએ તો હું થોડા મહિના પહેલા ટીમ જોડે હતો ત્યારે જે પ્રકારની સ્થિતિ હતી અને હાલમાં જે પ્રકારની સ્થિતિ છે તેના વચ્ચે ઘણો ફેર છે. પરિણામને બાજુએ મૂકીને જોઈએ તો અમે ટીમની રીતે ઘણી સારી સ્થિતિમાં છીએ. ગઈ સીઝનમાં અમે ૬૧ પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને આવ્યા હતા, આ વખતે અમે આઠમાં સ્થાને છીએ. અમારે અહીં અમારી પરિસ્થિતિ ઓળખવાની જરૃર છે .રમતનું સ્તર એટલે ઊંચે ગયું છે કે આગામી સીઝન સારી નીવડે તેવી આશા જ રાખી શકીએ. અમારે આગામી સીઝનમાં વધારે સાતત્યસભર રમત દાખવવી પડશે અને આ જ અમારા માટે સૌથી મોટો પડકાર છે. આર્સેનલ તેની અંતિમ મેચ જીત્યું હોત તો પણ તે યુરોપીયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય તો થવાનું જ ન હતું. તેને ટોટનહામે ૪-૨થી હરાવ્યું હતું. આર્સેનલ તરફથી નિકોલસ પેપે બે ગોલ કર્યા હતા. લેસ્ટર ખાતે ટોટનહામે હોટસ્પર સામે ૪-૨થી વિજય મેળવીને યુરોપીયન ટુર્નામેન્ટમાં તેની એન્ટ્રી સુનિશ્ચિત કરી લીધી હતા. આ મેચ પછી રીયલ મેડ્રિડ પરત જનારા માર્ટિન ઓડેગાર્ડે દર્શાવ્યું કે શા માટે આર્સેનલ નોર્વેના આ આંતરરાષ્ટ્રીય ખેલાડીને જાળવી રાખવા માટે ઉત્સુક છે. આ ઉપરાંત મિડફિલ્ડમાં થોમસ પાર્ટી અને ગ્રેનિટનું મજબૂત પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું.

ગુજરાત સમાચાર 25 May 2021 4:45 am

કલ્યાણજી આનંદજીનો સખાવતી સ્વભાવ

- સિનેમેજિક-અજિત પોપટ - એ જરૂર કોઇ મુશ્કેલીમાં હશે એટલે આશાભર્યો આવેલો એક તરફ નર્ગિસ-સુનીલ દત્ત સાથે સીમાડા સાચવતા ભારતીય લશ્કરના જવાનો માટે કરેલા ખાસ સ્ટેજ પ્રોગ્રામ્સ અને બીજી તરફ પૂર, ધરતીકંપ અને બીજી કુદરતી આફતો વખતે દેશને સહાય કરવા કરેલા પાંચ હજાર ચેરિટી શો- સતત બીઝી રહેવા છતાં સંગીતકાર કલ્યાણજી આનંદજીએ આવાં કાર્યોે કરતા રહ્યા. ઠીક ઠીક સોંઘવારી કહેવાય એવા એ સમયગાળામાં પચીસ કરોડ રૂપિયા ભેગા કરી આપ્યા. આવો બીજો દાખલો ફિલ્મ સંગીતમાં શોધ્યો જડે એેમ નથી. સખાવત અને સમાજસેવાની એ ભાવના કેવી રીતે કેળવાઇ ? એ સવાલનો જવાબ આનંદજીભાઇના મોઢે સાંભળો. 'એકવાર મારા પિતા સાથે અમે દેવલાલી ગયેલા. થોડા દિવસ ત્યાં રહેવાની યોજના હતી. દેવલાલીમાં મારા પિતાનો પરિચય એક અંધ લાગે એવી વ્યક્તિ સાથે થયો. પેલા સાથેની વાતચીત દરમિયાન બાપુજીએ જાણી લીધું કે એ જન્મથી અંધ નથી. એ તો સાઇકલ રિપેર કરવાની દુકાન ચલાવતો હતો. કોઇ દુર્ઘટનામાં એણે દ્રષ્ટિ ગુમાવી અને એના પરિવારને બે ટંક ભોજનના સાંસા પડવા માંડયા. 'અમારા ઉતારે આવીને બાપુજી મને કહે, ચાલો, આપણે મુંબઇ જવું છે. હું તો વિચારમાં પડી ગયો કે હજુ તો થોડા કલાકો પહેલાં અમે દેવલાલી આવ્યા, એટલામાં બાપુજી પાછાં જવાનું કેમ કહે છે. મેં પૂછપરછ કરી ત્યારે બાપુજીએ પેલા સાઇકલવાળાની વાત કરી. મેં કહ્યું કે આપણે આઠ દસ દિવસ રોકાઇને પાછાં જઇએ ત્ચારે એને સાથે લેતાં જઇશું. બાપુજી કહે કે એમ નહીં, અત્યારે જ લઇ જવાનો છે. એની આંખનો ઇલાજ કરાવવાનો છે... એનાં બાલબચ્ચાં ભૂખે મરે છે. 'બાપુજીનો આદેશ ફાઇનલ હતો. અમે તરત એ ભાઇને લઇને મુંબઇ પાછાં ફર્યા. બાપુજીએ મુંબઇના બેસ્ટ કહેવાય એવા આંખના ડોક્ટર પાસે પેલાનો ઇલાજ કરાવ્યો. હવે એની દ્રષ્ટિ જરૂર પાછી ફરશે એવી ડોક્ટરની ગેરંટી પછી બાપુજીને સંતોષ થયો ત્યારે અમે એ ભાઇને લઇને પાછાં દેવલાલી ગયા. બાપુજીએ પેલાની દુકાન ચાલુ કરાવી આપી. પછી અમારી ખરી પિકનીક શરૂ થઇ... આવી એમના સ્વભાવની વિશેષતા હતી....' આમ વાત છે. માતાપિતાની સેવાભાવના આ બંને ભાઇઓમાં સાંગોપાંગ ઊતરી હતી. અરે, એકવાર રાત્રે કોઇ ગીતનું રેકોર્ડિંગ પતાવીને થાક્યા-પાક્યા આવ્યા ત્યારે એક તબલચી એમની વાટ જોતો બેઠો હતો. કલ્યાણજીભાઇને કહે, મેરા તબલાવાદન સુનિયે. આંખનો પલકારોય માર્યા વિના કલ્યાણજીભાઇએ હા પાડી. એક કલાક પેલો તબલાં વગાડતો રહ્યો. સાવ સામાન્ય કહેવાય એવું તબલાંવાદન હતું. પેલાએ વગાડવાનું બંધ કર્યું ત્યારે કલ્યાણજીભાઇએ એને એક હજાર રૂપિયા બક્ષિસ આપીને વિદાય કર્યો. એક મિત્ર હાજર હતા. એ કહે કલ્યાણજીભાઇ, આ તો સાવ સામાન્ય વાદક હતો. કલ્યાણજીભાઇએ કહ્યું કે એ જરૂર કોઇ મુશ્કેલીમાં હશે એટલે આશાભર્યો આવેલો. હું એના ચહેરા પરથી સમજી ગયેલો કે એ તકલીફમાં છે. એટલે એને વગાડવા દીધું. એના હાથમાં પૈસા મૂક્યા ત્યારે એના ચહેરા પર પ્રગટેલો આનંદ તમે જોયો હોત તો તમે આવું ન કહેત. આ હતા કલ્યાણજી આનંદજી. ફિલ્મ લાઇનમાં રહેવા છતાં શરાબ, શબાબ કે સિગારેટ-માંસાહારથી દૂર રહ્યા એ પણ બહુ મોટી વાત કહેવાય. આવતા સપ્તાહથી એમના સંગીતનો આસ્વાદ લેવાનું શરૂ કરીશું.

ગુજરાત સમાચાર 21 May 2021 5:45 am

આનંદજી મોટાભાઇ સાથે મોડા કેમ જોડાયા ?

- સિનેમેજિક-અજિત પોપટ તમે હોલિવૂડની મૂગી કોમેડી ફિલ્મો જોઇ હોય તો તમને લોરેલ-હાર્ડી યાદ હશે. એક કલાકાર પાતળો અને ઊંચો, બીજો સહેજ ભરાવદાર શરીરનો અને થોડો બેઠી દડીનો. કલ્યાણજીભાઇ અમિતાભ બચ્ચન જેવા ખાસ્સી ઊંચાઇ ધરાવનારા, જ્યારે આનંદજી એ રીતે જુઓ તો ઓછી ઊંચાઇ ધરાવનારા. જો કે બંને ભાઇઓ હાજરજવાબી અને શબ્દે શબ્દે ખડખડાટ હસાવનારા. માતા અને દાદીમાનો સંગીતનો વારસો તો બંને ભાઇઓને સરખો મળેલો. લગભગ ૧૯૪૪-૪૫ની આસપાસ બંને ભાઇઓ અન્ય સંગીતકારો માટે જુદાં જુદાં વાજિંત્રો વગાડતા થઇ ગયેલા. એ એમના ઘડતરનો સમયગાળો કહી શકાય. સંઘર્ષનો સમય પણ કહી શકો. એ દિવસોમાં પણ સગા ભાઇઓની એક જોડી હતી- હુશ્નલાલ ભગતરામ. કલ્યાણજીભાઇ શરૂથી સંગીતકાર બનવાનાં સ્વપ્નો સેવતાં હતા. આનંદજીની વાત જુદી છે. દેશના બીજા લાખ્ખો યુવાનોની જેમ આનંદજીને અભિનેતા બનવાની ઉત્કટ ઇચ્છા હતી. આજે તો તમે કદાચ માની નહીં શકો પરંતુ આનંદજીએ કેટલીક ફિલ્મોમાં નાના નાના રોલ પણ કરેલા. લિવિંગ લેજન્ડ જેવી સૌંદર્યમૂર્તિ બોમ્બે ટોકિઝની દેવિકા રાણીની મેઘદૂત જેવી થોડીક ફિલ્મો આનંદજીએ અભિનેતા તરીકે કરેલી. પછી એમના જ શબ્દોમાં કહીએ તો 'મારા પિતાએ મને સમજાવ્યો કે તારું કાઠું હીરો બનવા જેવું નથી એટલે તું ખોટી દોડાદોડ ન કર. એના કરતાં તારા મોટાભાઇ સાથે હાથ મિલાવી લે અથવા તને ગમે તે બીજો કોઇ વ્યવસાય કર... પિતાની આ વાત મને ગળે ઊતરી એટલે મેં પછી ફિલ્મોમાં રોલ શોધવાના બંધ કર્યા અને સંગીત પાછળ ધ્યાન આપવા માંડયું...' તો યહ બાત હૈ. કલ્યાણજી વીરજી શાહ તરીકે થોડીક ફિલ્મો રજૂ થયા પછી કલ્યાણજી આનંદજી નામ પ્રગટ થયું. હુશ્નલાલ ભગતરામ પછી આ બીજી બંધુબેલડી આવી. પાછળથી તો જો કે બાબલા અને વીજુ કલ્યાણજી તેમજ દીપક આનંદજી પણ સંગીત ક્ષેત્રે આવ્યા. આ બંને કચ્છીમાડુ સંગીતકારોના સર્જનની વાત કરવા પહેલાં ઔર એક મુદ્દો સમજી લેવા જેવો છે. શંકર જયકિસનની સર્જનકલાનો સઘન અભ્યાસ કલ્યાણજીભાઇએ મૂગે મોઢે કરી લીધેલો. એટલે જ પાછળથી કલ્યાણજી આનંદજીએ ભૈરવી અને શિવરંજની રાગિણીઓમાં જે ગીતો આપ્યાં એમાં ઘણાને શંકર જયકિસનની શૈલીનો અહેસાસ થયો હતો. ખુદ જયકિસને એક અનૌપચારિક મુલાકાતમાં કહેલું કે કલ્યાણજી આનંદજીએ મૂકેશના કંઠે અમારા કરતાં પણ સરસ ગીતો આપ્યાં છે. કોઇ પણ સંગીતકાર સાથે સ્પર્ધાની કે ઇર્ષાની ભાવના રાખ્યા વિના આ બંને ભાઇઓએ માતબર કામ કર્યું. શંકર જયકિસને આશરે ૧૮૦ ફિલ્મો કરી તો આ બંનેએ લગભગ અઢીસો ફિલ્મોમાં સંગીત પીરસ્યું. એમાં ડઝનબંધ ફિલ્મોએ સુવર્ણ જયંતી (પચાસ સપ્તાહ) ઊજવી અને આશરે પચીસ-ત્રીસ ફિલ્મોએ રજત જયંતી (પચીસ સપ્તાહ) ઊજવી. કેટલાય ફિલ્મ સર્જકોએ પોતાની પહેલી હિટ ફિલ્મ કલ્યાણજી આનંદજીના સંગીતથી આપી, કેટલાય ગાયકોએ પોતાની કારકિર્દી આ બંને ભાઇઓથી શરૂ કરી. એક જ નાનકડો દાખલો લઇએ તો છેક કોલકાતામાં એક છોકરીને ગાતાં સાંભળીને આ બંનેએ એને મુંબઇ આવવાની સલાહ આપી અને મુંબઇમાં પોતાની ફિલ્મમાં ગાવાની તક સુદ્ધાં આપી. એ યુવતીને આપણે અલકા યાજ્ઞિાક તરીકે ઓળખીએ છીએ. આવાં બીજાં ઘણાં નામ આપી શકાય. ફિલ્મોમાં સંગીત આપવા ઉપરાંત આ બંનેએ માતબર સામાજિક કાર્યો કર્યાં. નરગિસ અને સુનીલ દત્ત સાથે સરહદો સાચવતા જવાનો માટે અઢળક કાર્યક્રમો કર્યા તો પૂર, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ કે હોસ્પિટલ યા સ્કૂલ કોલેજ બનાવવા માટે પાંચ હજાર જેટલા ચેરિટી શો કર્યા. ઠીક ઠીક સોંઘવારી કહી શકાય એવા એ દિવસોમાં આ બંને રૂપિયા પચીસ કરોડ ભેગા કરી આપ્યા હતા. આ સખાવતી સ્વભાવ કઇ રીતે તેમનામાં કેળવાયો એની વાત આવતા શુક્રવારે કરીને પછી સંગીતનો આસ્વાદ શરૂ કરીશું.

ગુજરાત સમાચાર 14 May 2021 5:40 am

ઉત્તમ સંગીતકાર, ઉમદા માનવ,સાચા જિજ્ઞાાસુ, સાહિત્યપ્રેમી, સખાવતી....!

- સિનેમેજિક-અજિત પોપટ કલ્યાણજી આનંદજીના સંગીતની વાત શરૂ કરતા પહેલાં કલ્યાણજી નામના માણસને પિછાણવો જરૂરી છે. કલ્યાણજીભાઇ ખરા અર્થમાં બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. આલા દરજ્જાના સંગીતકાર તો હતા જ. એ એમનું બાહ્ય વ્યક્તિત્વ હતું. ભીતરથી તો એ અધ્યાત્મ અને ભક્તિરસના જિજ્ઞાાસુ હતા. ભાવનગરમાં રહેતા અને આવરદાના આઠેક દાયકા વટાવી ચૂકેલા વડીલોને જરૂર યાદ હશે. મસ્તરામ બાપાની જેમ ભાવનગરમાં જીવાબાપા નામે એક સિદ્ધ પુરુષ હતા. કિશોર વયના કલ્યાણજીને જોઇને એમણે ભવિષ્ય ભાખેલું કે આ છોકરો લલિત કલા ક્ષેત્રે અને અધ્યાત્મમાં ઘણો આગળ વધશે અને જબરદસ્ત નામના કમાશે. મુંબઇમાં આવનારા મોટા ભાગના સાધુસંતો, કવિ-સાહિત્યકારો, સંગીતકારો, અધ્યાત્મવાદીઓ સૌથી પહેલાં કલ્યાણજીભાઇના મ્યુઝિક રૂમ પર પહોંચતા. અધ્યાત્મના એવાં બે ત્રણ મોટા ગજાનાં નામ એટલે આચાર્ય રજનીશ ( જે પાછળથી ભગવાન અને ઓશો તરીકે ઓળખાતા થયા), કાનજી સ્વામી, (મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે જેવું માનવતાસભર ભક્તિગીત આપનારા) ચિત્રભાનુજી વગેરે લગભગ રોજ સાંજે અચૂક કલ્યાણજીભાઇના મ્યુઝિક રૂમ પર હોય. મુંબઇના પોશ વિસ્તાર પેડર રોડ પર જસલોક હોસ્પિટલની સામે વિમલા મહાલમાં પહેલા માળે કલ્યાણજીભાઇનો મ્યુઝિક રૂમ. તમે મ્યુઝિક રૂમમાં દાખલ થાઓ એટલે પેડર રોડ તરફ ખુલતી બારી નજીક સફેદ ગાદલામાં તેર સ્કેલના હાર્મોનિયમ પર કલ્યાણજીભાઇ બેઠેલા દેખાય. એમની બેઠકની બરાબર સામે ફ્લોરથી ચારેક ફૂટ ઉપર રામદેવજી પીરનો અખંડ દીવો પ્રગટેલો દેખાય. આખાય ઓરડામાં ગાદલા ઢાળેલા જોવા મળે. ભલભલા મહાનુભાવો આવે અને આ ગાદીઓ પર ભારતીય શૈલીથી બેસે. આજના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સંઘર્ષના દિવસોમાં રોજ સાંજે અહીં બેઠેલા દેખાતા. અહીં કવિ હરીન્દ્ર દવે પણ હોય અને સુરેશ દલાલ પણ હોય. હાસ્યકવિ શૈલ ચતુર્વેદી પણ હોય અને કાકા હાથરસી પણ હોય. કલ્યાણજીભાઇ ખરા અર્થમાં મહેફિલના માણસ હતા. રોજ સાંજે મહેફિલ જામે. કલાકો સુધી સંગીતની અને સાહિત્યની રસલ્હાણ થાય. આ લેખકડા જેવા પત્રકારોને સામેથી બોલાવે. સાંજે પાંચેક વાગ્યે સંગીતની બારીકીની ચર્ચા શરૂ થાય તે છેક બીજા દિવસે મળસ્કે સાડા ચાર પાંચ વાગ્યે પૂરી થાય. નીત નવા પ્રયોગો કરવાનું એમને ગમે. મુંબઇમાં ૧૯૪૦-૫૦ના દાયકામાં સૂર સિંગાર સંસદ અને સાજન મિલાપ જેવી સંસ્થાઓ ત્રણ ચાર રાત્રિની સંગીત પરિષદો યોજતી- સ્વામી હરિદાસ સંગીત સંમેલન. એમાં કલ્યાણજીભાઇની હાજરી અચૂક હોય. ઉસ્તાદી સંગીત સાંભળે. ધુરંધર કલાકારોની પોતાને રસ પડે એવી ખૂબી આત્મસાત કરી લે, મનગમતા રાગ મનોમન નોંધી લે અને ખપ પડે ત્યારે એની અજમાયેશ કરે. સૌથી મોટી વાત તો એ કે કલ્યાણજી અજાતશત્રુ હતા. ફિલ્મોદ્યોગમાં એમને બધાની સાથે ફાવે. ત્રણ પેઢીના ફિલ્મ સર્જકો અને ગીતકારો સાથે તેમણે હસતાં હસતાં કામ કર્યું. એ સમયના ત્રણ ધુરંધર કલાકારો દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદ સાથે જેટલી સહજતાથી કામ કર્યું એટલીજ સહજતાથી પછીની પેઢીના ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, મનોજ કુમાર અને ફિરોઝ ખાન માટે કામ કર્યું, તો બોલિવૂડના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન માટે પણ હિટ સંગીત પીરસ્યું. જીવન સંધ્યાએ લિટલ સ્ટાર નામે બાળકોની સંસ્થા શરૂ કરી અને પ્રતિભાવાન બાળકોને તૈયાર કર્યા. જાવેદ અલી, સાધના સરગમ, સોનાલી બાજપેયી, નિશા ઉપાધ્યાય (હવે કાપડિયા), જ્હોની લીવર... વગેરે કલ્યાણજીભાઇના નેજા તળે તૈયાર થયા. આ વાત થઇ કલ્યાણજીભાઇની. થોડોક પરિચય આનંદજીનો પણ લેવો જરૂરી છે. ત્યારબાદ આ બંનેના સંગીતનો આસ્વાદ લઇશું.

ગુજરાત સમાચાર 7 May 2021 5:40 am

યુવાન કલ્યાણજીએ નાગિનથી આગવી કેડી કંડારી

- સિનેમેજિક-અજિત પોપટ સાચા સંગીત રસિકો તો તરત પામી ગયેલા કે આ વાત કલ્યાણજી વીરજી શાહની છે જેમણે પાછળથી પોતાના નાનાભાઇ આનંદજી અને બાબલા સાથે મળીને ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં મબલખ પ્રદાન કર્યું. કલ્યાણજી સોલોવોક્સ શોધતા હતા. એ તો મળ્યું નહીં. પણ એવુંજ એક વિદેશી સેકંડહેન્ડ સાજ ક્લેવોયલિન મળી ગયું. આ ક્લેવોયલિનમાં ગારુડી-મદારી વગાડતા એ પૂંગી (બિન)ની ઇફેક્ટ સર્જીને કલ્યાણજીએ જે પાર્શ્વસંગીત તૈયાર કર્યું એ ફિલ્મ નાગિનના 'મન ડોલે મેરા તન ડોલે..' ગીતનું અનિવાર્ય અંગ બની ગયું.રાતોરાત કલ્યાણજી દેશના ખૂણે ખૂણે જાણીતા થઇ ગયા. આજે તો કેસિયો, યામાહા, રોલાન્ડ, કૂર્ગ, કવાઇ અને બીજી અર્ધો ડઝન બ્રાન્ડના કી બોર્ડ ઉપલબ્ધ છે. પરંતુ ૧૯૫૦ના દાયકામાં આવા ઇલેક્ટ્રોનિક સાજને અપનાવનારા કલ્યાણજી વીરજી શાહ પહેલા હતા. એ રીતે એમને કી ઇલેક્ટ્રોનિક સંગીતના પાયોનિયર કહી શકાય. એમના વિશે વધુ વાત કરવા પહેલાં થોડી પૂર્વભૂમિકા જોઇ લઇએ. કચ્છના મુંદ્રા તાલુકાના કુંદરોડી ગામના વેપારી વીરજી પ્રેમજી શાહના પુત્રોમાં કલ્યાણજી, આનંદજી અને બાબલાને ગળથૂથીમાં જ સંગીત મળ્યું હતું એમ કહી શકાય. વીરજીભાઇના બા અને વીરજીભાઇનાં પત્ની અત્યંત હલકદાર કંઠે લોકગીતો અને ભજનો ગાતાં. એ ગીતો સંતાનોનાં હૈયામાં ઘર કરી ગયા હતા. વેપાર ધંધા અર્થે વીરજીભાઇ મુંબઇ આવ્યા અને કલ્યાણજી તથા આનંદજીને મુંબઇના માટુંગા વિસ્તારમાં આવેલા જૈન છાત્રાલયમાં શિક્ષણ માટે મૂક્યા. પહેલેથી જ આ બંનેને શિક્ષણમાં ઝાઝો રસ નહીં. છાત્રાલયના વાદ્યવૃન્દ (જૈન બેન્ડ)માં કલ્યાણજી જોડાઇ ગયા અને જુદાં જુદાં વાદ્યો વગાડતા થયા. કલ્યાણજીનો એક મિત્ર પોતાના દોસ્તની હાજરી સ્કૂલમાં પૂરાવી દેતો. કલ્યાણજીને સ્વર સાધનામાં લીન રહેવાની સગવડ મળી રહેતી. એક વાર તો છાત્રાલયના કમ્પાઉન્ડમાં પડેલા નાનકડા ગોળ પથ્થરો ભેગા કરીને પાષાણ-તરંગ જેવું વાદ્ય બનાવવાનો પ્રયાસ પણ કલ્યાણજીએ કરેલો. છાત્રાલયમાં જી ડી વ્યાસ કરીને સંગીત શિક્ષક હતા. એ કલ્યાણજીની નવું નવું શીખવાની ધગશ પામી ગયેલા. એમણે પોતાની પાસે હતી એટલી તમામ વિદ્યા કલ્યાણજી-આનંદજીને આપી. આમ દાદીમા, માતુશ્રી અને જી ડી વ્યાસે ભાવિ સંગીતકારને તૈયાર કરી દીધેલા. પિતાને જો કે આ બધી પ્રવૃત્તિ ગમતી નહીં. પિતાનું મન રાખવા કલ્યાણજી આનંદજી મુંબઇના ગિરગામ ઠાકુર દ્વાર પર આવેલી પિતાની દુકાને બેસતા ખરા. બીજી બાજુ રાત્રે સરખે સરખી વયના કિશોરોનું એક નાનકડું ઓરકેસ્ટ્રા બનાવીને નાના નાના પ્રોગ્રામ કરતા થઇ ગયા. નાગિન ફિલ્મમાં ક્લેવોયલિન પર વગાડેલા બીને કલ્યાણજીની કારકિર્દીને જબરદસ્ત વેગ આપ્યો. ફિલ્મ સર્જક કીકુભાઇ દેસાઇના પુત્ર અને મનમોહન દેસાઇના ભાઇ સુભાષ દેસાઇનો એક દિવસ સંદેશો મળ્યો- મને મળી જાઓ. હસમુખા કલ્યાણજી સુભાષ દેસાઇને મળવા ગયા. સુભાષ દેસાઇ આ કચ્છી યુવાનમાં રહેલી પ્રતિભા પારખી ગયેલા. તેમણે કલ્યાણજીને ધરતીકંપના જેવો એક જોરદાર આંચકો આપતાં કહ્યું, મારે તમારી સાથે મારી આગામી અગિયાર ફિલ્મો માટે સંગીતકાર તરીકે કેાન્ટ્રેક્ટ કરવો છે. કોઇ પૂર્વાનુભવ વિના અગિયાર ફિલ્મોનું સંગીત ? પહેલા તો કલ્યાણજીએ રમૂજમાં કહ્યું, મને આ કામનો કોઇ અનુભવ નથી. હું કરી શકું કે કેમ એ વિશે વિચાર કરવો પડે. સુભાષ દેસાઇએ કહ્યું કે મને એક નિર્માતા તરીકે તમારામાં રહેલી પ્રતિભાનો ખ્યાલ છે. તમારે આ કોન્ટ્રેક્ટ સહી કરવાનો છે. કલ્યાણજીએ ઘેર પાછાં ફરીને અગિયાર ફિલ્મો સાઇન કરી હોવાની જાણ કરી. કલ્યાણજીએ તો કલ્યાણજી વીરજી શાહના નામે ફિલ્મ સંગીતમાં ઝુકાવી દીધું. શંકર જયકિસન અને હેમંત કુમાર સાથે કામ કરી ચૂક્યા હતા એટલે સાજિંદાઓ સાથે સારો સુમેળ હતો. (ક્રમશ:)

ગુજરાત સમાચાર 30 Apr 2021 5:40 am

સાગના સોટા જેવો પાતળો, લાંબો, હસમુખો યુવાન નમ્રતાથી સૌને જીતી લેતો

- સિનેમેજિક-અજિત પોપટ શંકર જયકિસને ફિલ્મ સંગીતના સુવર્ણયુગનો પાયો નાખવાની સાથોસાથ બીજા પણ બે ત્રણ કાર્યો કર્યાં. એક, ગોવાના કેથોલિક ક્રિશ્ચન સાજિંદાઓને ભારતીય સંગીતમાં રસ લેતા કર્યા, અગાઉ આંગળીના વેઢે ગણાય એટલા સાજિંદાને કામ મળતું. બે, શંકર જયકિસને સો સો સાજિંદા રાખીને વધુ રોજગાર પેદા કર્યો. ત્રીજું અને સૌથી મહત્ત્વનું પ્રદાન એ કે પ્રતિભાવાન સંગીતકારો તૈયાર કર્યા. એમની સાથે સાજિંદા તરીકે કામ કરીને ઘડાયેલા દત્તારામ, કલ્યાણજી વીરજી શાહ, વી બલસારા, કિશોર દેસાઇ, વિપિન રેશમિયા, લક્ષ્મીકાંત કુડાલકર, પ્યારેલાલ શર્મા... અલબત્ત, આમાંના સંગીતકાર તરીકે બધા શંકર જયકિસન જેટલા સફળ ન થયા. ખરેખરા પ્રતિભાવાન હતા અને જેમના પુરુષાર્થને પ્રારબ્ધનો સાથ હતો એવા ત્રણ ચાર સંગીતકારો શંકર જયકિસનની હાજરીમાં જ સફળ થયા. આ સંગીતકારોએ શંકર જયકિસનની સર્જનશૈલીને અપનાવી અને પોતાની રીતે કેડી કંડારી. કેડી રાજમાર્ગ બની અને આ સંગીતકારો પણ જબરદસ્ત કામિયાબીને વર્યા. મબલખ નામ-દામ કમાયા. એવા એક સંગીતકારની વાત હવે શરૂ કરવી છે. આશરે ૧૯૫૧ની આખરની વાત છે. સંગીતકાર હેમંત કુમાર પાસે એક યુવાનને લાવવામાં આવ્યો, સાગના સોટા જેવો પાતળિયો અને હસમુખો એ યુવાન નમસ્કાર કરીને ઊભો રહ્યો. એને લાવનાર સાજિંદા તરફ હેમંતદાએ પ્રશ્નસૂચક નજર કરી. પેલાએ માહિતી આપી. 'બહુ મીઠ્ઠું હાર્મોનિયમ, વાયોલિન, ગિટાર અને ડ્રમ વગાડે છે... ભારતીય નોટેશન સિસ્ટમ જાણે છે...' હેમંતદાએ હકારમાં માથું ધુણાવ્યું. નવો યુવાન પસંદ થઇ ગયો. હેમંત કુમાર જોડે એ દિવસોમાં અન્ય એક સહાયક સંગીતકાર હતો. આવેલા બીજાનો ઉમેરો થયો. એ સતત હસતો અને વાતાવરણને હળવુંફૂલ રાખતો. નિર્માતા એસ મુખરજી એ દિવસોમાં ફેન્ટસી કમ માઇથોલોજિકલ ટાઇપની એક ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હતા. બીજોન ભટ્ટાચાર્યે કથા લખી હતી. હમીદ બટ્ટ અને રાજેન્દ્ર કૃષ્ણે એની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. પરસ્પર લડી રહેલા બે આદિવાસી કબીલામાં પાંગરી રહેલી એક પ્રણયકથાની સંગીતપ્રધાન ફિલ્મ બને એવું હતું. હેમંત કુમાર એનું સંગીત તૈયાર કરી રહ્યા હતા. એમને એક લોકવાદ્યની સૂરાવલિ જેવી સ્પેશિયલ ઇફેક્ટ્સની જરૂર હતી. જંગલમાં રઝળતા અને ગમે તેવા ઝેરી નાગ-સાપને વશ કરતા વાદીઓ સિવાય એ લોકવાદ્ય કોઇ પાસે જોવા ન મળે. વાદીઓ પોતાની સ્થાનિક બરછટ બોલીમાં એને પૂંગી કહેતા. સભ્ય સમાજમાં એેને બિન કહેતા. જો કે શાસ્ત્રીય સંગીતકારો સિતાર જેવા એક પ્રાચીન સાજને બિન કહે છે. એ તદ્દન જુદી વાદ્ય છે. હેમંત કુમાર સાથે જોડાયેલા પેલા નવા યુવાનને એ જમાનામાં સોલોવોક્સ તરીકે ઓળખાતા એક ઇલેક્ટ્રોનિક વાદ્યની તલાશ હતી. એ વાદ્ય ભારતમાં સહેલાઇથી ઉપલબ્ધ નહોતું. મારા તમારા જેવા સંગીતરઘેલા લોકો પર ભાગ્યની દેવી રીઝી હશે એટલે આ યુવાનને સોલોવોક્સની ગરજ સારે એવું એક અન્ય સેકંડહેન્ડ વિદેશી સાજ મળી ગયું. નવરાશની પળે એ સાજ પર આ યુવાન જાતજાતના અખતરા કરતો. એક દિવસ એ આ રીતે પેલા વિદેશી સાજ પર આંગળીઓ ફેરવી રહ્યો હતો ત્યારે અનાયાસે એક વિશિષ્ટ સૂરાવલિ સર્જાવા માંડી. યોગાનુયોગે બરાબર એ જ ક્ષણે હેમંતદા આ ઓરડા પાસેથી પસાર થયા. પેલી સૂરાવલિ સાંભળીને એ ત્યાંજ અટકી ગયા. આ તો મને જોઇએ છે એજ ઇફેક્ટ... તરત હેમંતદા આ ઓરડામાં ધસી આવ્યા અને પેલા યુવાનને કહ્યું, બજાઓ બજાઓ... યહ મુઝે ચાહિયે... પહેલાં તો પોતાની ધૂનમાં મસ્ત એવા યુવાનને ખ્યાલ ન આવ્યો કે હેમંતદા શું કહી રહ્યા છે. પણ આંખના પલકારામાં એ સમજી ગયો અને તરત ઊઠીને હેમંતદાને નમસ્કાર કર્યા. હેમંતદાએ એને કહ્યું કે હમણાં તું જે વગાડી રહ્યો હતો એ મને જોઇએ છે. મારો એરેંજર તને ગીતની તર્જ આપશે. એમાં તારી આ સૂરાવલિ ફિટ કરી દે. હેમંત કુમારે જે ગીત તૈયાર કર્યું હતું એમાં યુવાને સર્જેલી સૂરાવલિ દૂધમાં સાકર ભળે એટલી સહજતાથી ભળી ગઇ. ગીત રેકોર્ડ થયું. રાતો રાત આ યુવાન અને એનું સાજ દેશના ખૂણે ખાંચરે ગૂંજતું થયું. એક નવો યુગ શરૂ થયો જેની વાત આવતા શુક્રવારથી આપણે કરીશું.

ગુજરાત સમાચાર 23 Apr 2021 5:40 am

કારકિર્દીના શ્રી ગણેશ અને સમાપન બંને ભૈરવીથી !

- સિનેમેજિક-અજિત પોપટ ઇતિહાસમાં 'જો' અને 'તો' હોતાં નથી એેમ કહેવાય છે. રાજ કપૂરના મૂળ સંગીતકાર રામ ગાંગુલી બરસાત ફિલ્મના સંગીત સર્જનની સાથોસાથ બીજી ફિલ્મના કામમાં વ્યસ્ત ન રહ્યા હોત તો ! કદાચ શંકર જયકિસનનો સૂર્યોદય ન થયો હોત...! એમ તો નૂરજહાં પાકિસ્તાન ચાલી ન ગઇ હોત તો લતાજીની કારકિર્દીને વેગ ન મળ્યો હોત... આવા જો અને તો ઘણા નોંધી શકાય. એટલે જ ચિંતકો કહે છે કે જ્યારે જે થવાનું હોય છે એ થઇને રહે છે. રાજ કપૂર પૃથ્વી થિયેટર સાથે સંકળાયેલા શંકર જયકિસન નામના બે સાજિંદાનું હીર પારખી શકેલો. રામ ગાંગુલીને પડતાં મૂકીને આ બંનેને બરસાતથી પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપી. ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના ઇતિહાસનું આ એક સોનેરી પ્રકરણ હતું. કપૂર ખાનદાનના ભૈરવી પ્રત્યેના અખૂટ પ્રેમને શંકર જયકિસન જોઇ શક્યા હતા. એેટલે બરસાતનું સંગીત તૈયાર કરવાની તક મળી એટલે ભૈરવીને આત્મસાત કરી લીધી. બરસાતનાં ૧૧ માંથી સાત ગીતો ભૈરવીમાં સર્જ્યાં. સાતે ગીતોમાં સાત અલગ અલગ સંવેદન પ્રગટ થયાં હતાં. જો કે બરસાતનાં તો બધાં ગીતો લોકપ્રિય નીવડયાં હતાં. અખબારી ભાષામાં કહીએ તો બરસાતના સંગીતે તહલકો મચાવી દીધો હતો. ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. સંગીત નહીં સમજનારા આમ આદમીને પણ આ ગીતોએ ઘેલું લગાડયું હતું. યોગાનુયોગ કહો કે અકસ્માત ગણો, શંકર જયકિસન ભૈરવીમાં રહેલા આમ આદમીને આકર્ષવાના ગુણને ઓળખી ગયા હતા. કદાચ એટલે જ, જ્યારે જ્યાં તક મળી ત્યારે ભૈરવી દ્વારા લક્ષ્યવેધ કરતા રહ્યા. પાંડવો-કૌરવોમાં માત્ર અર્જુને પક્ષીની આંખ વીંધેલી એમ આ બંને ભૈરવી દ્વારા ફિલ્મ રસિકોને ડોલાવતા રહ્યા. જયકિસને તો પોતાની પુત્રીનું નામ પણ ભૈરવી પાડયું. ફિલ્મ રાજ કપૂરની હોય કે બીજા કોઇની, આ બંને ભૈરવીને પોતાની રીતે અજમાવતા રહ્યા. ભૈરવી એમને કામિયાબી બક્ષતી રહી. ભગવાનદાસ વર્માની ફિલ્મ ઔરત (૧૯૫૨-૫૩)નાં નવમાંથી સાત ગીતો ભૈરવીમાં હતાં અને એ બધાં હિટ નીવડયાં હતાં. એ જ રીતે બી કે વર્માની રૂષિકેશ મુખર્જી નિર્દેશિત ફિલ્મ આશિકનાં પણ મોટા ભાગનાં ગીતો ભૈરવીમાં હતાં. એેમ તો આ બંનેએ સેંકડો ગીતો ભૈરવીમાં આપ્યાં. ભાગ્યની દેવી એમની સાથે સતત હતી. ભૈરવીનું લગભગ દરેક ગીત હિટ નીવડતું હતું. ભૈરવીની મદદથી આ બંનેએ વિવિધ લાગણીઓ-સંવેદનો પ્રગટાવ્યાં. આનંદનાં-ગમગીનીનાં, મિલન-વિરહનાં, જન્મદિવસની શુભેચ્છાનાં અને રંગ બદલતી દુનિયા સામે પરમાત્માને ફરિયાદ કરવાના (દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાયી...) આમ અનેકવિધ ભાવ ભૈરવીમાં પ્રગટાવતા રહ્યા. યોગાનુયોગ કેવો ! ૧૯૭૧ના સપ્ટેંબરમાં જયકિસનની અકાળ વિદાય પછી પણ શંકરે ભૈરવીનો પ્રેમ તજ્યો નહીં. એ તો પોતાને ફાળે આવેલી ફિલ્મોનાં સંગીતમાં પણ જ્યારે જ્યાં તક મળી ત્યાં ભૈરવી અજમાવતા રહ્યા. સંજોગો પારખીને સામા પૂરે તરી રહેલા શંકરે કારકિર્દીના સૂર્યાસ્ત સમયે મળેલી છેલ્લી થોડીક કહી શકાય એવી ફિલ્મોમાં પણ ભૈરવી પ્રત્યેનો પ્રેમ અકબંધ રાખ્યો. એનો સૌથી જાણીતો દાખલો ફિલ્મ સંન્યાસી હતી. સોહનલાલ કંવરની બોક્સ ઓફિસ પર ઠીક ઠીક સફળ કહી શકાય એવી ફિલ્મ સંન્યાસીમાં પણ મોટા ભાગનાં ગીતો ભૈરવીમાં આપ્યાં. શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં ભૈરવીથી કાર્યક્રમનું સમાપન થતું હોય છે. શંકર જયકિસને પણ જાણ્યે અજાણ્યે પોતાની સતત સફળ રહેલી કારકિર્દીનો ઉદય અને અસ્ત પણ ભૈરવીથી કર્યો એમ કહીએ તો ચાલે. ૧૯૪૮-૪૯થી ૧૯૮૭ આશરે ત્રણ દાયકાની આ કારકિર્દી સતત ઝળહળતી રહી. ટ્રેજેડી એ હતી કે જયકિસનની વિદાય ટાણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ હાજર હતો, શંકર ગયા ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો હાજર હતા. રાજ કપૂર જેવાને પણ શંકરના અવસાનની જાણ ચોવીસ કલાક પછી થઇ એવા અહેવાલો હતા. કોઇએ સાચું કહ્યુ છે, સફળતાના સૌ સગાં, નિષ્ફળતા સદૈવ એકલી ! (શંકર જયકિસન લેખમાળા સમાપ્ત.)

ગુજરાત સમાચાર 16 Apr 2021 5:45 am

અફઘાન સામે ઝિમ્બાબ્વેને એક ઇનિંગ્સના પરાજયથી બચાવતી વિલિયમ્સની સદી

અબુધાબી: અફઘાનિસ્તાન સામે બીજી ટેસ્ટમાં ઝિમ્બાબ્વેએ ફોલો-ઓન થયા પછી સીન વિલિયમ્સની સદીની મદદથી અફઘાનિસ્તાન સામે એક ઇનિંગ્સનો પરાજય ટાળ્યો હતો. અફઘાનિસ્તાને ૪ વિકેટે ૫૪૫ રન કર્યા તેના જવાબમાં પહેલી ઇનિંગ્સમાં ૨૮૭ રનમાં ઓલઆઉટ થઈ ફોલોઓન થયા પછી ઝિમ્બાબ્વેએ બીજી ઇનિંગ્સમાં વિલિયમ્સના અણનમ ૧૦૬ રનની મદદથી ૭ વિકેટે ૨૬૬ રન કર્યા છે. આમ અફઘાનિસ્તાને હવે બેટિંગમાં ઉતરવું પડશે. અફઘાનિસ્તાન તરફથી રશીદ ખાને પાંચ વિકટે ઝડપી હતી. ઝિમ્બાબ્વેએ ફોલોઓન થયા પછી ૭મીવિકેટ ૧૪૨ રનમાં ગુમાવ્યા પછી તે આજે જ મેચ હારી જાય તેમ લાગતું હતું, પણ તેના પછી વિલિયમ્સ અને અણનમ ૬૩ રન કરનારા તિરિપાનો વચ્ચે આઠમી વિકેટની ૧૨૪ રનની ભાગીદારી નોંધાવવાના પગલે ટીમનો એક ઇનિંગ્સનો પરાજય ટાળ્યો હતો. અફઘાનિસ્તાન વતી રશીદ ખાને ૧૦૫ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. રશીદ ખાને ચાર વિકેટ ઝડપતા ઝિમ્બાબ્વે પહેલી ઇનિંગ્સમાં ૨૮૭ રનમાં ઓલઆઉટ થઈ ફોલોઓન થયું હતું. અફઘાનિસ્તાને હસમતુલ્લાહ શાહિદીના અણનમ ૨૦૦ રન અને કેપ્ટન અશગર અફઘાનના ૧૬૪ રનના સથવારે ૪ વિકેટે ૫૪૫ રન કરી ઇનિંગ્સ ડીકલેર કરી હતી.

ગુજરાત સમાચાર 14 Mar 2021 3:31 am

લવ યૂ જીંદગી..! બ્રેકઅપ બાદની નિરાશાને દૂર કરવા માટે અજમાવો આ ટિપ્સ

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2021, શનિવાર જીવનમાં ઉતાર-ચઢાવ થતાં રહે છે. તેમાંથી એક પ્રેમ, લગાવ, રિલેશનશિપ પણ સામેલ છે. જ્યારે આપણને કોઇનો સાથ મળે છે તો આપણે ખૂબ જ ખુશ રહીએ છીએ, પરંતુ મોટાભાગે વિચાર ન મળવા પર બંને વચ્ચે અંતર વધવા લાગે છે જેના કારણે આપણે એકલતા, નિરાશાનો અનુભવ કરીએ છીએ. લોકો રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય તો કરી લે છે, પરંતુ તેને મોટાભાગે નિભાવી શકતા નથી. અથવા તો એમ કહી શકાય કે રિલેશનશિપમાં આવ્યા બાદ તેઓ એકબીજાના સારા પાસાંઓની સાથે સાથે તેમની ખામીઓથી પણ પરિચિત થવા લાગે છે ત્યારે રિલેશનશિપ વધુ સમય સુધી ટકી શકતુ નથી અને બ્રેકઅપ કરવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ જાય છે. એવામાં આપણે પોતાની જાતને તેમાંથી બહાર કાઢવાનું વધારે મહત્ત્વનું માનીએ છીએ. જો કે આ દર્દમાંથી બહાર આવવાનું સરળ નથી હોતું. આ દરમિયાન તમે કેટલોય સમય સાથે વિતાવ્યો હશે, કેટલુય લાઇફ પ્લાનિંગ કર્યુ હશે. જો કે, આ સમયમાં તમે કેટલાક ફેરફાર કરીને પોતાના બ્રેકઅપના દુખમાંથી બહાર આવી શકીએ છીએ. જાણો, કેટલીક એવી ટિપ્સ જે માનસિક તણાવમાંથી બહાર નિકળવવામાં તમારી મદદ કરી શકે છે.. મિત્રોનો સાથ જરૂરી છે બ્રેકઅપ બાદ તમને એકલતાનો અનુભવ થાય છે અને યાદો હાવી થવા લાગે છે. એવામાં પોતાની જાતને વધારેમાં વધારે બિઝી રાખવાનો પ્રયાસ કરીએ છીએ. પોતાના લોકોની સાથે અને મિત્રોની સાથે પોતાની તકલીફ શેર કરો. તેમની સાથે સમય પસાર કરો અને જૂના સારા સમયને યાદ કરો. કેટલીક જરૂરી વસ્તુઓ પરત કરી દો તમે તમારા એક્સ પાર્ટનરની તમામ વસ્તુઓ તેને પરત કરી દો જે તમને તેની યાદ અપાવે છે. જેમ કે તમને સ્પેશિયલ ફીલ કરાવવા માટે આપેલી કોઇ ગિફ્ટ અને રિંગ વગેરે. તમારી પાસેની રિંગ સાથે કેટલીય લાગણીઓ, યાદો સંકળાયેલી હોઇ શકે છે, એવામાં જો તે તમારી સાથે નથી તો તેમની કોઇ ખાસ વસ્તુઓને યાદગીરી સ્વરૂપે રાખવાથી તમારું દુખ વધશે જ. એટલા માટે તેને તમારી પાસે ન રાખશો. યાદોને ડિલીટ કરો જ્યારે તે ખાસ વ્યક્તિ જ ચાલ્યુ જાય જેની સાથે તમને ખાસ લગાવ હતો, ગાઢ સંબંધ હતો તો તેની સાથે સોશિયલ મીડિયા પર પણ કોઇ પ્રકારનું કનેક્શન રાખવું ન જોઇએ. નહીં તો તમે તેમને ભૂલી શકશો નહીં અને બ્રેકઅપનું દર્દ તમને હંમેશા પરેશાન કરશે. એટલા માટે સોશિયલ મીડિયા પર પણ તમે તેની સાથે ફોટો અને અન્ય વસ્તુઓની પોસ્ટ શેર કરી હશે, તેને પણ ડિલીટ કરી શકો છો. ટ્રિપ પ્લાન કરો શક્ય છે કે તમે હનીમૂનના જે સપના જોયા હતા તે પૂરા થયા ન હોય, પરંતુ પોતાના ફ્રેન્ડ્સ અને પરિવારની સાથે ટ્રિપ પર જવાની યોજના તો બનાવી જ શકો છો. એટલા માટે આ સમય, જે તમારી પસંદગીની જગ્યા છે ત્યાં ફરવા માટે જઇ શકો છો. કરિયર પર ફૉક્સ કરો સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પણ બન્યું હોય તેને ભવિષ્ય માટે સારું જ થયું છે તેમ માનીને સંપૂર્ણ ધ્યાન પોતાના કરિયર પર આપવું જોઇએ. આ કરિયર યોજના પર કામ કરો, જે કોઇ કારણોસર તમે છોડી દીધું હતું અથવા જેના પરથી તમારું ફોક્સ હટી ગયું હતું. કંઇક નવું કરવા માટે તમે જોબ બદલવા વિશે પણ વિચારી શકો છો. જો તેમછતાં પણ તમે તણાવનો અનુભવ કરી રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લો.

ગુજરાત સમાચાર 27 Feb 2021 2:50 pm

શું તમારે પણ ઑફિસના કામના કારણે પાર્ટનર સાથે બબાલ થાય છે?

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2021, મંગળવાર આજની ભાગદોડ ભરી લાઇફમાં મોટાભાગના બધા વ્યસ્ત છે. કોઇ પોતાના કામ પાછળ લાગ્યુ છે તો કોઇ ઑફિસના કામના કારણે કોઇને સમય આપી શકતા નથી. ત્યારે ઘણીવાર આ કામના બોજની અસર તમારા પરિવારના લોકો અથવા રિલેશન પર ડાયરેક્ટ પડે છે જે સંપૂર્ણપણે ખોટુ છે. પરંતુ જો તમે પણ આ વસ્તુઓ સામે લડી રહ્યા છો તેના કારણે તમે પોતાના લોકોને સમય આપી શકતા નથી. તો જાણો કેટલીક એવી બાબતો જેનું ધ્યાન રાખીને તમે પોતાના વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં પણ પોતાના પાર્ટનરનું ધ્યાન રાખી શકો છો. ઓછામાં ઓછા એક દિવસ તો બહાર જાઓ તમારી પાસે ઑફિસના ઘણા કામ છે જેના કારણે તમે પોતાના સ્વજનોને સમય નથી આપી શકતા ન હતા. પરંતુ તમારે કોશિશ કરવી જોઇએ કે ઓછામાં ઓછા અઠવાડિયામાં એકવાર તો સમય કાઢીને પરિવાર સાથે બહાર જાઓ. જ્યાં જઇને પોતાના પાર્ટનર સાથે વાત કરો, જો તમારા બાળકો અથવા પરિવારમાં બીજા લોકો છે તો તેના મનના વિચારો જાણો, નવી વસ્તુઓનો આનંદ લો, બધાની વાતો સાંભળો, પોતાની વાતો જણાવો વગેરે કેટલીય વસ્તુઓ તમે કરી શકો છો. તેનાથી તમારા રિલેશનશિપ સારી થશે. વાતચીત કરવાનું ન છોડશો તમે ઑફિસના કામમાં ઘણા વ્યસ્ત છો જેના કારણે તમે ઘરના સભ્યોને પૂરતો સમય નથી આપી શકતા. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે પોતાના પાર્ટનર અથવા ઘરવાળાઓ સાથે વાત જ ન કરશો. તમને જ્યારે પણ સમય મળે તેમની સાથે વાત કરો. ઑફિસમાં લંચ બ્રેકના સમયે ઘર પર એક કૉલ કરી લો અથવા તો જ્યારે તમે ઑફિસથી ઘરે જાઓ છો, તો બધાની સાથે બેસીને થોડીકવાર તો થોડીકવાર પરંતુ વાતચીત કરી શકો છો. તેનાથી તમે પોતાના પાર્ટનર અને ઘરના સભ્યોની નજીક આવશે. નિર્ણય હંમેશા મળીને જ કરો તમે ઑફિસમાં વ્યસ્ત છો, શક્ય છે કે કામના કારણે તમને કોઇ ટેન્શન હોય. પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો ગુસ્સો તમે ક્યાંય બીજે નિકાળશો. જેમ કે જો કોઇ નિર્ણય લેવાનો છે તો તે નિર્ણય એકલા લેવાની જગ્યાએ તમે તમારા પાર્ટનર અથવા ઘરના સભ્યોની સાથે મળીને તમારે હંમેશા નિર્ણય લેવો જોઇએ. તેનાથી તમે બધાને સમજશો અને બધા તમને સમજી શકશે. પરંતુ જો તમે નિર્ણય એક તરફથી લેશો તો તેનાથી રિલેશનશિપ પણ બગડી શકે છે. ઑફિસની વાતો/નારાજગી ઘરે ન કરશો આપણને ઘણીવાર ઑફિસના કામને લઇને મનમાં ઘણું ટેન્શન અને ગુસ્સો હોય છે. અને જ્યારે કામ વધારે હોય ત્યારે વર્કપ્રેશરમાં કારણ વગર મૂડ ચિડચિડયો થવો સ્વાભાવિક હોય છે. પરંતુ તમારે ભૂલથી પણ ઑફિસના કામના ટેન્શનને ઘરે ન લાવવું જોઇએ, અને ન તો ત્યાંની નારાજગીનો ગુસ્સો પોતાના ઘર પર નિકાળવાનો છે કારણ કે તેનાથી તમારી રિલેશનશિપ બગડી શકે છે. તેની જગ્યાએ તમારે તમારા પાર્ટનર પાસેથી અન્ય બાબતો વિશે વાતો કરવી જોઇએ.

ગુજરાત સમાચાર 23 Feb 2021 12:27 pm

કેટલાક બદલાવ તમારા અને તમારા પેરેન્ટ્સ સાથેના સંબંધને વધારે મજબૂત બનાવશે..!

નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર પરિવાર અને રિલેશનશિપ આપણા જીવનનો સુંદર ભાગ હોય છે. ખુશીનો સમય હોય અથવા તો આપણે દુખોમાં ઘેરાયેલા હોય, આપણો પરિવાર અને રિલેશનમાં બંધાયેલા લોકો દરેક એવા સમયે જ્યારે આપણને તેમની સૌથી વધારે જરૂર હોય છે તેઓ આપણી સાથે ઊભા હોય છે. તમારામાંથી કેટલાકને પોતાના માતા-પિતાની સાથે ઘણો સારો સંબંધ હશે. ત્યારે કેટલાક લોકો માટે પોતાના રિલેશનશિપને જાળવી રાખવું કોઇ ચેલેન્જથી ઓછુ નથી હોતું. પરંતુ સંબંધોની સુંદરતા ત્યારે જ જળવાઇ શકે છે જ્યારે આપણે તેને પ્રેમથી ઉછેરીએ અને સમજદારીથી કામ લેતા પોતાના લોકોનો સાથ જાળવી રાખવામાં સફળ રહીએ. તમે પોતાનામાં કેટલાક બદલાવ લાવીને તમે પોતાના પેરેન્ટ્સની સાથે પોતાનું રિલેશનશિપ વધારે મજબૂત બનાવી શકીએ છીએ. પોતાની ભૂલોની જવાબદારી લો સારા રિલેશનશિપ માટે જરૂરી છે કે તમે જે પણ ખોટુ કરો છો તે સ્વીકારી લો. હંમેશા બીજાને દોષ આપવો યોગ્ય નથી. પોતાની ભૂલોને સ્વીકારતા શીખો. જ્યારે તમારા પેરેન્ટ્સ તમને કોઇ વાત સમજાવે ત્યારે તેને શાંતિથી સમજવાનો પ્રયાસ કરો. હંમેશા ઉતાવળમાં કોઇ તર્ક આપવો અથવા હતાશાની સાથે પ્રતિક્રિયા આપવાથી રિલેશનશિપમાં કડવાહટ આવી જાય છે. તેમની સલાહ પર ચાલતા શીખો જ્યારે જીવન વિશે શીખવાની વાત આવે છે ત્યારે તમે પોતાના માતા-પિતાના અનુભવ અને જ્ઞાનથી ફાયદો ઉઠાવી શકો છો. અનુભવથી મોટો કોઇ શિક્ષક નથી હોતો. તમારા પેરેન્ટ્સની પાસે તમારા કરતાં વધારે અનુભવ હોય છે અને એટલા માટે તેમનામાં પરિસ્થિતિઓની ઓળખ કરવાની ક્ષમતા કેટલાય ઘણી વધારે હોય છે જે તમને યોગ્ય માર્ગ દર્શાવી શકે છે. એટલા માટે પોતાના વડીલોની વાતને માનો અને તેની સલાહ પર ચાલવાનો પ્રયાસ કરો. સાથે સમય પસાર કરવો જરૂરી આજની લાઇફમાં જ્યારે આપણી પાસે સમયનો અભાવ હોય છે. ત્યારે આપણા પેરેન્ટ્સને પણ એકલતાનો અનુભવ થતો હશે. એટલા માટે તેમને ખુશ રાખવા અને સંબંધમાં ખુશીઓ લાવવા માટે જરૂરી છે કે તમે પોતાના માતા-પિતા સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાનો પ્રયાસ કરો. તમારી વાતો અને તમારો સાથ ઘણો બધો બદલાવ લાવી શકે છે. તમે તેના મિત્ર બનીને પોતાના સંબંધમાં એકબીજાની લાગણીઓથી રંગ ભરી શકો છો. આપણા સગાઓને પ્રેમની જરૂર છે દરેક વ્યક્તિ પ્રેમ અને પ્રશંસા ઇચ્છે છે. તમારા પેરેન્ટ્સ પણ તેનાથી અલગ નથી.. તમારા માટે માત્ર પોતાના માતા-પિતા માટે પ્રેમનો અનુભવ કરવો પર્યાપ્ત નથી. તમારે તેમની સામે પ્રેમ વ્યક્ત કરવો પણ જરૂરી છે.. જ્યારે તમે તેમને જણાવો છો કે તમે તેમને ખૂબ જ પ્રેમ કરો છો અને તમે તે તમામ વસ્તુઓ માટે તમે તેમના આભારી છો જે તેમણે તમારા માટે કરી છે, તો તેનાથી તમારા સંબંધમાં તેની ઊંડી અસર થશે. પોતાના પ્રેમને વ્યક્ત કરવાની એક બીજી રીત પણ છે, તમે કેટલીય જગ્યાએ તેમના માટે સન્માન વ્યક્ત કરો. આ રીતે સંબંધ વધારે મજબૂત બનશે તેમાં કોઇ શંકા નથી કે તમે જીવનમાં ક્યારેકને ક્યારેક પોતાના પેરેન્ટ્સની વાતોથી નારાજ થયા હશો. આ જીવનનું અંગ છે કે ક્યારેક તમે કોઇનાથી સહમત થશો તો ક્યારેક અસહમત. પરંતુ તેના માટે કોઇને કડવાહટથી પ્રતિક્રિયા આપવી કોઇ પણ રિલેશનશિપમાં કડવાહટ ભરી શકે છે. એટલા માટે પોતાના સંબંધને પ્રેમથી સજાવી રાખો અને જે પણ તમે ખોટુ કરો તેના માટે ખુલ્લા મનથી ક્ષમા માંગો. વિશ્વાસ રાખો તમારા સંબંધ વધારે મજબૂત થશે અને સુંદર બનશે.

ગુજરાત સમાચાર 19 Feb 2021 5:04 pm

દૂબળી પાતળી છોકરીઓથી દૂર ભાગે છે યુવકો, આવી યુવતીઓ છે પહેલી પસંદ

ફેબ્રુઆરી, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર દુનિયાભરમાં પુરૂષોની પસંદ છોકરીઓને લઇ એક જેવી થતી જોવા મળી રહી છે. એક ઓનલાઇન સર્વેમાં પુરૂષોને પોતાની પસંદની છોકરીઓ અંગે ખુલ્લીને વાત કરી અને જણાવ્યું કે તેમને કેવી છોકરીઓ પસંદ છે. આ એક વિચિત્ર પ્રકારનો સર્વે છે. જેમાં પુરૂષોને જ સવાલો કરવામાં આવ્યા હતા. આ સર્વેની ખાસ વાત એ છે કે, તેમાં કોઈ ફોર્મ ભરવાની જગ્યાએ વીડિયો કોલના માધ્યમથી વાતચીત થઈ હતી પણ સર્વે ખતમ થયાં બાદ જે પરિણામ આવ્યા છે તે ચૌંકાવનારા છે. માનવામાં આવે છે કે, દૂબળી-પાતળી છોકરીઓને પસંદ કરે છે પણ આ સર્વેમાં માન્યતાના જરા જુદા જ પરિણામ આવ્યા છે. સર્વેમાં શામેલ મોટા ભાગના પુરૂષો સ્કિની ગર્લ્સ એટલે કે, દૂબળી-પાતળી છોકરીઓ સાથે ડેટ નહીં કરવાની વાત કહી છે. જો કે, લોકોની આ પસંદ પાછળ અલગ અલગ કારણો પણ જવાબદાર છે, પણ એક વાત એવી છે કે, જે આ સર્વેમાં ચોંકાવનારી છે. દૂબળી પાતળી છોકરીઓને ડેટ કરવાની ના પાડનારા યુવકોનું કહેવુ છે કે, પાતળી યુવતીઓ એટલે સ્લીમ બોડીવાળી છોકરીઓની જગ્યાએ ભરાવદાર યુવતીઓ વધારે પસંદ છે. તેમનું કહેવુ છે કે, પાતળી યુવતીઓને જ્યારે બાહોમાં લઈએ ત્યારે ખાસ ફિલીંગ આવતી નથી. એટલા માટે તે ભરાવદાર યુવતીઓને ડેટ કરવાનુ પસંદ કરે છે. આ સર્વેમાં શામેલ પુરૂષોનું કહેવુ છે કે, તેમને પાતળી યુવતીઓ એટલા માટે નથી પસંદ આવતી, કારણ કે, તેમના સ્તનમાં એ વાત નથી હોતી. જાણે કે, તેમની છાતીમાં કંઈક ફસાઈ ગયુ હોય. એક યુવકે તો ત્યાં સુધી કહ્યુ હતું કે, તે દુબળી પાતળી છોકરીને છોડીને ગમે તેની સાથે ડેટ પર જવા તૈયાર છે. આ સર્વેમાં શામેલ ઓછી ઉંમરના છોકરાઓનો મત ઠીક ઠીક રહ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, તેમને પાતળી યુવતીઓથી કોઈ વાંધો નથી. પણ 25 વર્ષથી વધારેના યુવકોએ ભરાવદાર યુવતીઓને પસંદ કરતા હોવાનું સામે આવ્યુ છે. ઘણા યુવકોનું માનવુ છે કે, તેમને પાતળી યુવતીઓ પસંદ તો છે, પણ તેને ડેટ પર લઈ જઈ શકાય નહીં.

ગુજરાત સમાચાર 16 Feb 2021 8:36 pm

વેલેન્ટાઇન પછી મનાઓ Anti Valentine's Week, જાણો ક્યારે કયો દિવસ આવે છે?

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર પ્રેમભર્યા વેલેન્ટાઇન વીક બાદ એન્ટી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ચુકી છે. વેલેન્ટાઇન વીકમાં આખા અઠવાડિયામાં સ્લેપ ડે, કિક ડે, કન્ફેશન ડે અને બીજા અન્ય ડેન્જોય કરવામાં આવશે. જો તમે સિંગલ છો તો આ અઠવાડિયુ તમારા માટે સારુ હોઇ શકે છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહીનાને પ્રેમનો મહીનો કહેવામાં આવે છે કારણ કે આ મહીનો વેલેન્ટાઇન્સ ડે અને વેલેન્ટાઈન્સ વીક મનાવવામાં આવે છે. જેમાં પ્રેમની ઉજવણી કરવામાં આવે છે. લોકો પોતાના પાર્ટનર સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં અલગ-અલગ રીતે વેલેન્ટાઇન્સ ડે મનાવે છે. સામાન્ય રીતે તો પ્રેમભર્યો વેલેન્ટાઇન વીક પરંતુ શું તમે જાણો છો કે વેલેન્ટાઇન વીકના ઠીક બીજા દિવસથી વેલેન્ટાઇન્સ વીકની શરૂઆત થઇ જાય છે. તમને સાંભળીને અજીબ લાગશે પરંતુ આ હકીકત છે કે હે રીતે વેલેન્ટાઇન વીક પર અઠવાડિયા સુધી રોઝ ડે, કિસ ડે, પ્રૉમિસ ડે વગેરે મનાવવામાં આવે છે તેવી જ રીતે એન્ટી વેલેન્ટાઇન વીક પણ 15 ફેબ્રુઆરીથી શરૂ થઇને 12 ફેબ્રુઆરી દરમિયાન 7 દિવસ માટે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત થાય છે વેલેન્ટાઇન્સ ડે અથવા 14 ફેબ્રુઆરીના બીજા દિવસ 15 ફેબ્રુઆરીએ સ્લેપ ડેથી. ત્યારબાદ કિક ડે, ફ્લર્ટિંગ ડે અને બ્રેકઅપ ડે પર ખત્મ થાય છે આ અઠવાડિયુ. જો તમને પણ પ્રેમમાં દગો મળે છે અથવા તમે સિંગલ છો અને આખો વેલેન્ટાઇન વીક બોર થયા છો તો તમારા માટે આ એક સારો અવસર છે ત્પ દિલ ખોલીને તેને એન્ટી-વેલેન્ટાઇન વીક તરીકે સેલિબ્રેટ કરો. જો કે આ વીકને ખૂબ જ વધારે સીરિયસલી લેવાની જરૂરત નથી. અને માત્ર મસ્તી માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. જાણો, એન્ટી વેલેન્ટાઇન ડેમાં કયા દિવસો આવે છે..? 15 ફેબ્રુઆરી :- સ્લેપ ડે 16 ફેબ્રુઆરી :- કિક ડે 17 ફેબ્રુઆરી :- પરફ્યૂમ ડે 18 ફેબ્રુઆરી :- ફ્લર્ટિગ ડે 19 ફેબ્રુઆરી :- કન્ફેશન ડે 20 ફેબ્રુઆરી :- મિસિંગ ડે 21 ફેબ્રુઆરી :- બ્રેકઅપ ડે

ગુજરાત સમાચાર 15 Feb 2021 5:53 pm

Valentine’s Day special : ચીનના કારણે થયું હતું રતન ટાટાનું બ્રેકઅપ, જાણો તેમની લવ સ્ટોરી વિશે...

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર ટાટા સન્સના ચેરમેન રતન ટાટા દરેક ઉંમરના લોકોના આદર્શ છે. રતન ટાટાએ લગ્ન નથી કર્યા તે વાત તો બધા જાણે છે પરંતુ શું તમે જાણો છો કે તેમની એક એવી લવસ્ટોરી પણ રહી જે અધૂરી રહી ગઇ છે.. રતન ટાટાએ એક ઈન્ટરવ્યૂમાં તેમની આ અધૂરી લવસ્ટોરી વિશે ઉલ્લેખ કર્યો હતો.. તેમના બ્રેકઅપનું કારણ હતું ચીન અને વર્ષ 1962ની લડાઇ તેમની રિલેશનશિપ તૂટવા પાછળનું કારણ બની હતી. રતન ટાટાના જીવને તેમના માતા-પિતાના છૂટાછેડા બાદ એક નવો વળાંક લીધો હતો. તેમની પર્સનલ લાઇફમાં તેમના દાદીનો પ્રભાવ રહ્યો હતો. માતા-પિતાના છૂટાછેડા થયા બાદ મુશ્કેલીઓ વધી રતન ટાટાએ ગત વર્ષે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું તેમના દાદી પાસેથી તેમણે જીવનના આદર્શ પ્રાપ્ત કર્યા છે જેમની સાથે તેમણે કેટલીય અમૂલ્ય ક્ષણો વિતાવી છે. રતન ટાટાના શબ્દોમાં, 'મારું બાળપણ ઘણુ ખુશહાલ હતું પરંતુ જેમ-જેમ મારો ભાઇ અને હું મોટા થઇ રહ્યા હતા, અમારે માતા-પિતાના ડિવોર્સના કારણે કેટલાય પ્રકારની મુશ્કેલીઓ અને વ્યક્તિગત અગવડતાનો સામનો કરવો પડતો હતો. આજકાલની જેમ તે દિવસોમાં છૂટાછેડા સામાન્ય વાત ન હતી. પરંતુ અમારી દાદીએ અમારું ભરપોષણ કરીને અમારો ઉછેર કર્યો છે.' તેમણે કહ્યું, 'તરત જ જ્યારે મારી માતાએ બીજા લગ્ન કરી લીધા ત્યારે શાળામાં છોકરાઓએ અમારા વિશે અલગ-અલગ પ્રકારની વાતો કરવાનું શરૂ કરી દીધું હતું.' ટાટાના શબ્દોમાં, 'એવા શબ્દો જે ઘણા આક્રમક હતા અમારે સાંભળવા પડતા હતા. પરંતુ અમારી દાદીએ અમને શિખવાડ્યું છે કે કેવી રીતે અમારે પોતાનું સન્માન જાળવી રાખવાનું છે, એક એવો આદર્શ જે આજ સુધી મારી સાથે છે.' દાદીએ જીવન જીવવાની શીખ આપી તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે આ પરિસ્થિતિઓથી દૂર રહેવાનું છે નહીં તો અમે તેના વિરુદ્ધ લડાઇ પર ઉતરી આવતા. તેમણે પોતાની દાદી પાસેથી નૈતિકતા અને સારું વર્તન જેવી બાબતો શીખી છે. ટાટાએ ત્યારબાદ દ્વિતીય વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ પોતાના ઈન્ટરવ્યૂમાં કર્યો. તેમણે કહ્યું હતું, 'મને આજ સુધી યાદ છે કે દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી મારી દાદી મને અને મારા ભાઇને રજાઓ માટે લંડન લઇને ગયા હતા. અહીં તેમણે અમને નૈતિકતા જે પાઠ શિખવ્યો હતો તે આજ સુધી મારી સાથે છે.' તેમના દાદી મોટાભાગે કહેતા હતા, 'આવું ન કહેશો' અથવા તો 'તે વિશે ચુપ રહો' અને ત્યાંથી તેમને જાણવા મળ્યું કે સન્માન બધાથી ઉપર છે અને આ જ વાત અમારા મગજમાં વસી ગઇ છે. ચીનના કારણે બ્રેકઅપ થયું ટાટાએ પોતાના ઈન્ટરવ્યૂમાં પ્રેમ અને લગ્ન વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ભારત-ચીન યુદ્ધના કારણે તેમની રિલેશનશિપ તૂટી ગઇ. તેમણે કહ્યું, 'કૉલેજ પછી લૉસ એન્જિલ્સની એક ફર્મમાં આર્કિટેક્ચરની નોકરી કરવા લાગ્યા. ત્યાં તેમણે બે વર્ષ સુધી કામ કર્યુ. આ ખૂબ જ સારો સમય હતો.' તેમણે આગળ કહ્યુ, 'મારી પાસે મારી કાર હતી અને મને પોતાની જોબથી ઘણો લગાવ હતો. લૉસ એન્જિલ્સમાં જ મને પહેલીવાર પ્રેમ થયો અને હું તેની સાથે લગ્ન કરવાનો જ હતો. પરંતુ તે સમયે મેં નિર્ણય કર્યો હતો કે હું થોડાક સમય માટે ઈન્ડિયા આવુ કારણ કે હું ઘણા સમયથી દાદીથી દૂર હતો અને સાત વર્ષોથી તેમની તબિયત પણ ઘણી ખરાબ હતી.' ટાટાએ આગળ જણાવ્યું, 'એટલા માટે હું તેમની પાસે પરત આવી ગયો અને મને હતું કે હું જે વ્યક્તિને પ્રેમ કરું છું તે મારી સાથે લગ્ન કરવા ઇચ્છે અને ભારત આવશે. પરંતુ વર્ષ 1962માં ભારત-ચીન યુદ્ધના કારણે તેના માતા-પિતા આ લગ્ન માટે તૈયાર ન થયા. તેઓ ઇચ્છતા ન હતા કે તેમની દિકરી લવ મેરેજ કરે અને આ કારણથી તે રિલેશનશિપ ખતમ થઇ ગઇ.' પિતાની ઇચ્છા એન્જીનિયર બનાવવાની હતી ટાટાએ કહ્યુ કે કહેવું ખૂબ જ મુશ્કેલ છે કોણ સાચું હતું અથવા તો કોણ ખોટું. તેમણે જણાવ્યું હતું, 'હું વાયોલિન વગાડવા ઇચ્છતો હતો, મારા પિતાની જીદ્દ હતી કે હું પ્યાનો શીખું, હું અમેરિકામાં કૉલેજ જવા ઇચ્છતો હતો પરંતુ તેમણે કહ્યું યૂકે. હું આર્કિટેક્ટ બનવા ઇચ્છતો હતો પરંતુ તેમની ઇચ્છા હતી કે હું એક એન્જીનિયર બનું.' ટાટાની માનીએ તો જો તેમના દાદી ન હોતા તો કદાચ તેઓ અમેરિકામાં કૉરનેલ યૂનિવર્સિટી ન જઇ શકતા. તેમના કારણે જ તેમણે મિકેનિકલ એન્જીનિયરિંગના અભ્યાસ માટે અહીં એડમિશન લઇ શક્યા હતા. ત્યારબાદ આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો. તેમના પિતા ખૂબ જ દુખી હતા પરંતુ તેઓ અંતમાં એક આત્મનિર્ભર વ્યક્તિ હતા અને દાદીએ તેમને શીખવ્યું હતુ કે કેવી રીતે પોતાની વાત રજૂ કરવા માટે હિંમત હોવી જોઇએ.

ગુજરાત સમાચાર 13 Feb 2021 9:52 pm

Happy Promise Day 2021 : જાણો, આ ખાસ દિવસે એકબીજાને શું વચન આપશો?

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2021, ગુરુવાર યુવાનોમાં વેલેન્ટાઈન વીક અથવા લવ વીકનો ઘણો ક્રેઝ જોવા મળે છે. 7 ફેબ્રુઆરી 2021એ રોઝ ડેની સાથે શરૂ થનાર પ્રેમ પર્વ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની સાથે ખત્મ થશે. ફેબ્રુઆરીના આ ખાસ અઠવાડિયામાં દરેક દિવસ ખૂબ જ ખાસ અને અલગ રીતે મનાવવામાં આવે છે. આજે, 11 ફેબ્રુઆરી 2021એ પ્રોમિસ ડે તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે લવ બર્ડસ અથવા જે પણ વ્યક્તિને તમે પ્રેમ કરો છો દોસ્ત કે કોઇ પણ પરિવારનું સભ્ય હોય તેને ખાસ વચન આપો છો. જાણો, પ્રૉમિસ ડે પર એકબીજાને શું વચન આપી શકાય છે. કેમ મનાવવામાં આવે છે પ્રોમિસ ડે? સામાન્ય રીતે એકબીજાને પ્રેમ કરનારા લોકોને પોતાના લવને સેલિબ્રેટ કરવા માટે કોઇ ખાસ દિવસની જરૂરત નથી હોતી. પરંતુ તેમછતાં પણ વેલેન્ટાઇન વીકની ઉજવણી કરવામાં કોઇ કમી રહેતી નથી. સામાન્ય રીતે તમે તમારા પાર્ટનરની સાથે જીવવા-મરવા અને હંમેશા દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું વચન આપી ચુક્યા હશો પરંતુ 11 ફેબ્રુઆરી 2021એ પ્રૉમિસ ડેના ખાસ અવસરે ફરીથી આ જ વચન આપીને તેમને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. જો તમે પણ પોતાના પાર્ટનરને કોઇ વચન આપવા ઇચ્છો છો તો આ લિસ્ટ તમને કામમાં આવી શકે છે. સારા સ્વાસ્થ્યનું વચન વર્ષ 2020માં ફેલાયેલા કોરોના વાયરસની મહામારીએ સ્વાસ્થ્યનું મહત્ત્વ સારી રીતે સમજાવી દીધું છે. આ પ્રોમિસ ડે પર તમે તમારા પાર્ટનર સાથે સારા સ્વાસ્થ્ય માટેનું વચન આપી શકો છો. આ વચનનો અર્થ છે કે હવેથી તમે બંને એકબીજાના ફિઝિકલ અને મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખશો. ઘણીવાર લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઇ જાય છે પરંતુ પાર્ટનરની કેર કરવાની ખાસ રીત કોઇને પણ હેલ્ધી રાખી શકે છે. એકબીજાને વચન આપો કે તમે પોતાની સાથે જ એકબીજાની ફિટનેસ અને ઇમોશન્સનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખશો. સાથ આપવાનું વચન જ્યારે તમે કોઇને પ્રેમ કરો છો તો સ્વાભાવિક છે કે તમે તેના સુખ-દુખની દરેક ક્ષણે તેનો સાથ પણ નિભાવતા હશો. આ પ્રૉમિસ ડે પર વચન મારફતે પરિસ્થિતિ કેવી પણ હોય, તમે બંને હંમેશા એકબીજાનો સાથ નિભાવશો, ભલે તે સમયે કોઇ અન્ય તેમની સાથે ન હોય. ક્યારેક ક્યારેક બસ એકબીજાનો હાથ થામી લેવાથી પણ કેટલીય મુશ્કેલીઓનું સમાધાન થઇ જાય છે. હરવા-ફરવાનું વચન માનવામાં આવે છે કે તમે બંને એકબીજાની સાથે ઘણો સમય પસાર કરો છો પરંતુ ક્યારેક ક્યારેક એમ જ ફરવા નીકળી પડવું પણ ખૂબ જ જરૂરી હોય છે. તેનાથી તમે ઘર-ઑફિસના સ્ટ્રેસથી દૂર થઇ જશો અને એકબીજાની સાથે ક્વૉલિટી ટાઇમ પણ પસાર કરી શકશો. જો કોવિડ કાળમાં તમે બહાર જવાથી ગભરાઇ રહ્યા છો તો થોડા-થોડા દિવસની અંદર શહેરમાં જ ક્યાંક હરી-ફરી લો. થોડુક ચેન્જ મળવાથી રિલેશનશિપમાં પણ તાજગી આવી જાય છે. સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું વચન ઘણીવાર કપલ્સ એકબીજાની સાથે હોવાછતાં પણ સાથે નથી હોતા. દિવસભરનો થાક અને એકબીજાથી દૂર રહ્યા બાદ બંને પોત-પોતાના ફોન, લેપટોપ અથવા સોશિયલ સાઇટ્સ પર વ્યસ્ત થઇ જાય છે. તેનાથી તમારા રિલેશનશિપમાં તિરાડ પડી શકે છે. દરરોજનો થોડોક સમય માત્ર એકબીજા માટે નક્કી કરો. તે સમયે માત્ર પોતાની વાત કરો અને પ્રેમથી રહો. પ્રેમ અને સન્માનનું વચન દરેક કપલે હંમેશા આટલુ ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ પરેશાની એટલી મોટી નથી હોતી કે તે તમને બંનેને દૂર કરી દે. પોતાના દિલમાં એકબીજા માટે પ્રેમ અને સન્માનને ખત્મ ન થવા દેશો. જો ક્યારેક કોઇ વાત પર લડાઇ થઇ જાય તો તેને ઝડપથી ઉકેલવાનો પ્રયાસ કરો. ધ્યાન રાખો કે કોઇનું એક સોરી, થેન્ક યૂ અથવા પ્રેમનો ઇઝહાર રિલેશનશિપ માટે વરદાન સાબિત થઇ શકે છે.

ગુજરાત સમાચાર 11 Feb 2021 5:13 pm

Teddy Day 2021 : જાણો, તમારી લાગણીઓ અનુસાર કયા રંગનું ટેડી બિયર આપી શકાય?

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર ફેબ્રુઆરીમાં મહિનામાં પ્રેમ અને ખુશીઓનું સેલિબ્રેશન કરવામાં આવે છે. લવ-બર્ડ્સ માટે આ મહીનો કોઇ ઉત્સવથી ઓછો નથી. એક અઠવાડિયા સુધી મનાવવામાં આવતાં વેલેન્ટાઇન વીકમાં દરરોજ કોઇ તહેવારની જેમ જ ટ્રીટ કરવામાં આવે છે. 10 ફેબ્રુઆરી 2021એ ટેડી ડે તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ પર લોકો એકબીજાને ટેડી બિયર ગિફ્ટ કરે છે. કેવી રીતે મનાવવામાં આવે ટેડી ડે? વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ ટેડી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દર વર્ષે 10 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પ્રેમ અને રોમાંસની લાગણીઓ વ્યક્ત કરવા માટે પોતાના પાર્ટનરને એક ટેડી ગિફ્ટ કરે છે. પોતાના પાર્ટનરને ટેડી ગિફ્ટ કરવું ન માત્ર એક રોમોન્ટિક ઑપ્શન છે, પરંતુ આ પાર્ટનરને સ્પેશિયલ પણ અહેસાસ પણ કરાવે છે. પાર્ટનરને ટેડી બિયર ગિફ્ટ કરવાથી તેના બાળપણની યાદો પણ તાજી થઇ જાય છે. ફીલિંગ્સનો ભંડારો છે ટેડી બિયર ટેડી બિયર ગિફ્ટ કરવાના કેટલાય ફાયદા હોય છે. આ પાર્ટનરને તમારા મનની લાગણીઓ વ્યક્ત કરવામાં તમારી મદદ કરે છે. આ ઉપરાંત તમારી ગેરહાજરીમાં પાર્ટનરને તમારી પાસે હોવાનો અહેસાસ પણ કરાવે છે. કેટલાય લોકો એકલામાં ટેડી બિયરને હગ કરે છે, તેની સાથે વાતો કરે છે તેને દરેક ક્ષણ પોતાની પાસે રાખવાનો પ્રયાસ કરે છે. દરેક રંગનો અર્થ હોય છે રંગોની ભાષા ઘણી સમૃદ્ધ અને સરળ હોય છે. જો એકવાર તેને સમજી લેવામાં આવે તો જીવન ઘણુ સરળ બની જાય છે. આ વર્ષે ટેડી ડે પર જો તમે કોઇને ટેડી બિયર ગિફ્ટ કરવા જઇ રહ્યા છો તો જાણો, અલગ-અલગ રંગના ટેડી બિયરનો અર્થ અને મહત્ત્વ.. 1. Blue Teddy Bear :- બ્લ્યૂ રંગના ટેડીનો અર્થ છે કે તમારો પ્રેમ ખૂબ જ સ્ટ્રોન્ગ છે. બ્લ્યૂ રંગનું ટેડી બિયર ગિફ્ટમાં મળે છે તો તમે ઘણા લકી છો. આ દર્શાવે છે કે ગિફ્ટ આપનાર વ્યક્તિ તમારા પ્રેમમાં ડૂબી ગયા છે. 2. Green Teddy Bear :- લીલા રંગના ટેડીનો અર્થ છે કે તમે તેની રાહ જોઇ રહ્યા છો. લીલો રંગ પ્રકૃતિ અને તાજગીથી સાથે સંકળાયેલ છે. જો તમને આ કલરનું ટેડી બિયર મળે છે તો સમજી જાઓ કે તમારો પાર્ટનર હંમેશા તમારી રાહ જોશે. 3. Red Teddy Bear :- લાલ રંગના ટેડીથી પ્રેમનો ઇઝહાર કરવામાં આવે છે. આ ક્યારેય સમાપ્ત ન થનારો પ્રેમ અને પાર્ટનર પ્રત્યેના સમર્પણની લાગણી વ્યક્ત કરે છે. 4. Pink Teddy Bear :- ગુલાબી રંગના ટેડીનો અર્થ છે કે ગિફ્ટ આપનાર એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.. 5. Orange Teddy Bear :- ઑરેન્જ કલરનું ટેડી ખુશી, આશા અને ધૂપનું પ્રતીક છે. તમે તમારા પ્રિયજનોને વિશ્વમાં ખુશીઓની કામના કરવા માટે એક ઑરેન્જ કલરનું ટેડી બિયર ગિફ્ટ કરી શકો છો. 6. White Teddy Bear :- સફેદ રંગનું ટેડી એક વિશેષ સંદેશ આપે છે. તેનો અર્થ છે કે તમે પોતાના પ્રેમ પ્રત્યે પહેલાથી જ પ્રતિબદ્ધ છો. 7. Yellow Teddy Bear :- પીળો રંગ સકારાત્મકતાનું પ્રતીક છે પરંતુ ટેડી ડેના ખાસ દિવસે આ રંગનું ટેડી બિયર મળવું સારી વાત નથી. આ દર્શાવે છે કે આ વ્યક્તિ તમારી સાથે બ્રેકઅપ કરવા ઇચ્છે છે. 8. Brown Teddy Bear :- બ્રાઉન રંગનું ટેડી બિયર દર્શાવે છે કે તમારા કારણે તેનું દિલ તૂટ્યુ છે. 9. Black Teddy Bear :- જો તમને તમારા પાર્ટનર પાસેથી કાળા રંગનું ટેડી બિયર મળે છે તો તેનો અર્થ થાય છે કે તેમણે તમારું પ્રપોઝલને રિજેક્ટ કરી દીધું છે. તેઓ પહેલાથી જ કોઇ અન્ય વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે.

ગુજરાત સમાચાર 10 Feb 2021 11:41 am

Happy Chocolate Day 2021 : કેવી રીતે તીખી ચૉકલેટ મિઠાસથી ભરપૂર બની ગઇ?

નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2021, મંગળવાર વેલેન્ટાઇન વીકનો આજે ત્રીજો દિવસ છે અને આ દિવસને ચૉકલેટ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ફેવરિટ લોકોને ચોકલેટ આપે છે અને રિલેશનશિપમાં મિઠાસ ભરે છે.. ચૉકલેટ માત્ર બાળકોને જ નહીં પરંતુ મોટા લોકોને પણ પસંદ છે. આ એક એવી વસ્તુ છે જે મોઢામાં મિક્સ થઇને દિલમાં વસી જાય છે અને મન ખુશ કરી દે છે. ચૉકલેટ ખાવી બધાને ગમે છે પરંતુ શું તમે જાણો છો કે આ ચૉકલેટ ક્યાંથી આવી અને કેટલી જૂની છે? ચૉકલેટની ઉત્ત્પતિ પ્રાચીન મેસો અમેરિકામાં તો ચૉકલેટને 'દેવતાઓનું ભોજન' કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ મીઠી ચૉકલેટ પોતાના શરૂઆતના સમયમાં તીખી હતી. તેને બનાવવા માટે કોકોઆના બીજને ફર્મેંટ કરીને રોસ્ટ કર્યા બાદ તેને દળવામાં આવતી હતી. ત્યારબાદ તેમાં પાણી, વેનીલા, મધ, મરચા અને બીજા મસાલા નાંખીને તેનું ફીણવાળુ પીણું બનાવવામાં આવતું હતું. તે સમયે તેને શાહી પીણું કહેવામાં આવતું હતું. પરંતુ ચૉકલેટને મિઠાસ યૂરોપમાં મળી. ચૉકલેટ યૂરોપમાં સૌથી પહેલા સ્પેનમાં પહોંચી હતી. સ્પેનના શોધક હર્નેન્ડો કોર્ટેસ અજટેકના રાજા માન્તેજુમાના દરબારમાં પહોંચ્યો હતો જ્યાં તેણે પ્રથમવાર ચૉકલેટ રજૂ કરી. ચૉકલેટનો ઇતિહાસ ઉલ્લેખનીય છે કે ચૉકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જુનો છે. કેટલાકનો મત છે કે ચૉકલેટ બનાવનાર કોકો વૃક્ષ અમેરિકાના જંગલોમાં સૌથી પહેલા મળી આવ્યો હતો. પરંતુ હવે આફ્રીકામાં વિશ્વભરના 70 ટકા કોકોનું વાવેતર કરવામાં આવે છે. ચૉકલેટ બનાવવાની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી.. વર્ષ 1528માં સ્પેને મેક્સિકોને પોતાના કબ્જામાં લીધુ અને જ્યારે રાજા પરત સ્પેન ગયા તો તે પોતાની સાથે કોકોના બીજ અને સામગ્રી લઇ ગયા. ત્યારબાદ તે ત્યાંના લોકોને પસંદ આયુ અને ત્યાંના અમીરોનું ફેવરિટ ડ્રિન્ક બની ગયું. કોકો પ્રેસનો આવિષ્કાર વર્ષ 1828માં ડચ કેમિસ્ટ કૉનરાડ જોહાન્સ વાન હૉટને કોકો પ્રેસનો આવિષ્કાર કર્યો. ત્યાંથી જ ચૉકલેટનો ઇતિહાસ બદલાઇ ગયો. આ મશીનની મદદથી કોકો બીન્સથી કોકો બટરને અલગ કરી શકાયુ. તેનાથી બનતા પાઉડરથી ચૉકલેટ બનાવવામાં આવી. કૉનરાડે પોતાના આ મશીન મારફતે ચૉકલેટમાં અલ્કેલાઇન સોલ્ટ મિક્સ કરીને કડવો સ્વાદ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વર્ષ 1848માં બ્રિટિશ ચૉકલેટ કંપની જે. એસ ફ્રાઇ એન્ડ સન્સે પ્રથમવાર કોકો લિકરમાં કોકો બટર અને ખાંડ મિક્સ કરીને ખાઇ શકાય તેવી ચૉકલેટ બનાવી. ચૉકલેટ ખાવાના ફાયદા એક અભ્યાસ અનુસાર, બે અઠવાડિયા સુધી દરરોજ ડાર્ક ચોકલેટ ખાવાથી ટેન્શન ઓછુ થાય છે. હકીકત, ચૉકલેટ ખાવાથી તણાવ વધારતા હૉર્મોન કંટ્રોલમાં રહે છે. વૈજ્ઞાનિકો અનુસાર ચૉકલેટમાં રહેતા કોકો ફ્લૈવનોલ વધતી ઉંમરના લક્ષણોને દૂર રાખે છે. વર્ષ 2010માં કરવામાં આવેલા એક શોધથી જાણવા મળ્યુ છે કે આ બ્લડ-પ્રેશરને ઘટાડે છે. યૂરોપની સોસાયટી ઑફ કાર્ડિયોલોજીના શોધમાં મળી આવ્યું છે કે વધારે પ્રમાણમાં ચૉકલેટ ખાઇને હૃદય સાથે સંકળાયેલી કેટલાય પ્રકારની બીમારીઓથી સુરક્ષિત રહી શકાય છે. દરરોજ હોટ ચૉકલેટના બે કપ પીવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને વિચારવાની ક્ષમતાનો વિકાસ થાય છે.

ગુજરાત સમાચાર 9 Feb 2021 11:14 am

Valentine's Day 2021: 7 ફેબ્રુઆરીએ રોઝ ડે મનાવવામાં આવે છે

નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી 2021, રવિવાર વેલેન્ટાઇન વીકની આજથી શરૂઆત થઇ ગઇ છે. વેલેન્ટાઇન વીકમાં પ્રથમ દિવસ રોઝ ડે હોય છે. આ એક એવો દિવસ છે જેમાં ગુલાબ આપીને પ્રેમનો ઉત્સવ મનાવવામાં આવે છે. ગુલાબ જેવું સુંદર આકર્ષક ફૂલ જે કોઇનો પણ દિવસ રોશન કરી શકે છે. વેલેન્ટાઇન વીકના પ્રથમ દિવસ એટલે કે રોઝ ડેના દિવસે પોતાના બેટર હાફને ગુલાબ આપીને પ્રેમનો ઇઝહાર કરવામાં આવે છે. શું તમે જાણો છો કે પ્રેમના આ પ્રથમ દિવસે આપવામાં આવતા તમામ રંગના ગુલાબમાં ક્યા રંગનો કયો અર્થ હોય છે? જાણો, પાર્ટનરને ક્યા રંગનું ગુલાબ આપવું જોઇએ? પીળા રંગનું ગુલાબ :- જો તમે કોઇના સારા મિત્ર છો અને પોતાના મિત્રને ખૂબ જ પ્રેમ કરો છો અને આ વેલેન્ટાઇન વીક પોતાની દોસ્તીને સ્પેશિયલ બનાવવા ઇચ્છો છો તો તમે પોતાના મિત્રને પીળા રંગનું ગુલાબ ભેટમાં આપી શકો છો. પીળો રંગ મિત્રતાની મજબૂતી દર્શાવનાર માનવામાં આવે છે. સફેદ ગુલાબ :- શું તમે જાણો છો કે લગ્નમાં સૌથી વધારે સફેદ ફૂલોનો ઉપયોગ થાય છે. હકીકતમાં સફેદ રંગનું ફૂલ પવિત્રતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે પોતાના શુદ્ધ પ્રેમને દર્શાવવા માટે તમે સફેદ ગુલાબ આપી શકો છો. પોતાની માતા, દાદીને તમે આ દિવસે આ ગુલાબ આપી શકો છો. ગુલાબી ગુલાબ :- જો તમારા જીવનમાં કોઇ એવું છે જે તમને ખૂબ જ ઈન્સ્પાયર કરે છે અથવા તો જેની તમે પ્રશંસા કરો છો તેમને તમે ગુલાબી રંગનું ગુલાબ આપી શકો છો. નારંગી ગુલાબ :- જો કે આ રંગના ગુલાબ બજારમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. પરંતુ જો તમે પોતાનો પ્રેમ દર્શાવવા માંગો છો અને આ સાથે જ તમે તેમના માટે કેટલા આભારી છો તે દર્શાવવા માટે તમે તેમને નારંગી રંગનું ગુલાબ આપી શકો છો. લાલ ગુલાબ :- લાલ ગુલાબ તો ખૂબ જ પ્રચલિત ફૂલ છે. આ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. લાલ ગુલાબનો લાલ રંગ પ્રેમની અતૂટતા દર્શાવે છે.

ગુજરાત સમાચાર 7 Feb 2021 1:15 am

Valentines Week : જાણો, વેલેન્ટાઇન વીકમાં કયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર ફેબ્રુઆરીનો મહીનો પ્રેમને સમર્પિત હોય છે. આ દિવસોમાં વાતાવરણ પણ ખુશનુમા હોય છે. લવ બર્ડ્સ આમ તો હંમેશા માટે એકબીજાને સમર્પિત હોય છે પરંતુ ફેબ્રુઆરીનો મહીનો લવ બર્ડ્સ માટે ઇઝહાર-એ-ઇશ્કની તક અને સમય બંને આપે છે. સાત દિવસ સુધી પ્રેમી અલગ-અલગ રીતે પોતાના પ્રેમની લાગણીઓ વ્યક્ત કરતા રહે છે. પ્રેમને અભિવ્યક્ત કરવા માટે જે પણ વસ્તુઓ અને વાતો જરૂરી છે તે આ સાત દિવસોમાં જ સમાવિષ્ટ થઇ જાય છે અને ત્યારબાદ આવે છે તે ખાસ દિવસ જેની પ્રેમીપંખીડાઓ આખુ વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે જેને 'વેલેન્ટાઇન ડે', 'પ્રેમ દિવસ', 'આશિકોનો દિવસ' વગેરે નામથી ઓળખવામાં આવે છે. જાણો, આ સાત દિવસમાં ક્યા દિવસનું શું મહત્ત્વ હોય છે, ક્યારે કયો દિવસ મનાવવામાં આવે છે. 7 ફેબ્રુઆરી :- રોઝ ડે પ્રેમની અભિવ્યક્તિ ગુલાબ વગર અધૂરી છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત ગુલાબની ખુશ્બૂ અને સુંદરતાની સાથે હોય છે. આ દિવસે પ્રેમ કરનારાઓ એકબીજાને લાલ ગુલાબ આપીને પોતાના મનની વાત કહે છે. જરૂરી નથી કે રોઝ ડે પ્રેમીઓ જ મનાવે તમે પોતાના ચાહકોને પણ આ દિવસે ગુલાબ આપીને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. તમે તમારા મિત્રોને પીળા અથવા સફેદ ગુલાબ આપીને સરળતાથી ખુશ કરાવી શકો છો. 8 ફેબ્રુઆરી :- પ્રપોઝ ડે વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ પ્રપોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે તમે પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને અલગ-અલગ અંદાજમાં પ્રપોઝ કરીને સ્પેશિય્લ ફીલ કરાવી શકે છે. જો તમે કોઇને પસંદ કરો છો અને પ્રપોઝ કરવા જઇ રહ્યા છો તો થોડીક સાવચેતી રાખો કારણ જે આ તમારા માટે થોડુક રિસ્કી હોઇ શકે છે પરંતુ પહેલાથી નકારાત્મકતા ન લાવશો, શક્ય છે કે તમને જવાબ હા મળી જાય. 9 ફેબ્રુઆરી :- ચૉકલેટ ડે ચૉકલેટ ખાવી કોને ન ગમે? પરંતુ છોકરાઓની સરખામણીમાં છોકરીઓને ચૉકલેટ વધારે પસંદ હોય છે. આ દિવસે તમે પોતાના પ્રેમીને ચૉકલેટ આપીને પોતાની રિલેશનશિપમાં પણ મિઠાસ લાવી શકો છો. પ્રયાસ કરો કે થોડોક સમય સાથે બેસીને પ્રેમભરી વાતો કરતાં ચૉકલેટ સાથે શેર કરીને જ ખાઓ. જો તમને ખબર છે કે તમારા સમવન સ્પેશિયલને કઇ ચૉકલેટ પસંદ છે તો તેને તે જ ચૉકલેટ ગિફ્ટ કરો. 10 ફેબ્રુઆરી :- ટેડી ડે છોકરીઓ ટેડી બિયરની દિવાની હોય છે. આ ટેડી બિયરનું રમકડું છોકરીઓને ખૂબ લલચાવે છે. મોટાભાગની છોકરીઓને મોટા ટેડી બિયરને ગળે લગાવવનું ખૂબ જ ગમતું હોય છે. એટલા માટે ટેડી ડે ના દિવસે તમે તમારી ગર્લફ્રેન્ડને એક સારું ટેડી બિયર આપો. જ્યારે પણ તમે તમારી ગર્લફ્રેન્ડથી દૂર રહેશો ત્યારે તે આ ટેડીને ગળે લગાવીને સ્પેશિયલ ફીલ કરશે. 11 ફેબ્રુઆરી :- પ્રૉમિસ ડે રિલેશનશિપમાં કેટલાય વચનો હોય છે, કેટલાક વચનઓ પૂરા કરી શકાય છે કેટલાક અધૂરા રહી જાય છે. આ પ્રોમિસ ડે તમે તમારા પાર્ટનરને ભલે નાના-નાના વચન આપો પરંતુ વચન એવા આપો કે જેને તમે નિભાવી શકો. વચન આપતી વખતે પોતાના પાર્ટનરનો હાથ પોતાના હાથમાં થામી લો. આમ કરવાથી તમે બંને તે ક્ષણની ગંભીરતાને અનુભવી શકશો સાથે જ તમારા બંને વચ્ચેનો વિશ્વાસ પણ મજબૂત થશે. 12 ફેબ્રુઆરી :- હગ ડે પ્રૉમિસ ડે પછી આ પ્રેમ અઠવાડિયામાં હગ ડે મનાવવામાં આવે છે. સામાન્ય રીતે લવ બર્ડ્સ જ્યારે પણ મળે છે ત્યારે રે સૌથી પહેલા એકબીજાને હગ કરે છે પરંતુ આ દિવસે એકબીજાને હગ કરવાની વાત જ કંઇક અલગ હોય છે. તેમાં લાગણીઓનો અનુભવ થાય છે. કંઇ પણ કહ્યા વગર, કંઇ પણ સાંભળ્યા વગર તમે એકબીજાના અહેસાસથી જ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકો છો. આનાથી સુંદર અભિવ્યક્તિ શું હોઇ શકે છે. 13 ફેબ્રુઆરી :- કિસ ડે એક લેખકે ખૂબ જ સુંદર વાત કહી છે કે 'કોઇના માથે કિસ કરવી, તેના આત્માને કિસ કરવા સમાન છે.' બસ આ જ કામ તમારે કિસ ડે પર કરવાનું છે. જ્યારે તમે બોલીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી ચુક્યા છો, પોતાના પ્રેમનો ઇઝહાર કરી ચુક્યા છો તો હવે એક કિસથી પોતાનો હાલ-એ-દિલ વ્યક્ત કરી શકો છો. 14 ફેબ્રુઆરી :- વેલેન્ટાઇન ડે અઠવાડિયા દરમિયાન અલગ-અલગ રીતે પ્રેમની અભિવ્યક્તિ કર્યા બાદ 14 ફેબ્રુઆરીનો દિવસ આવી જાય છે જ્યારે લવ બર્ડ્સ સાથે મળીને પ્રેમ દિવસની ઉજવણી કરે છે. આ સુંદર અહેસાસનું સ્વાગત કરે છે અને એકબીજાના અસ્તિત્ત્વ માટે ભગવાનનો આભાર વ્યક્ત કરે છે.

ગુજરાત સમાચાર 5 Feb 2021 11:25 am

બાળકો પર વધારે ગુસ્સો ન કરશો, તેની ખરાબ અસર બાળકની માનસિક અવસ્થા પર પડે છે

નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2021, સોમવાર બાળકો જેમ-જેમ મોટા થવા લાગે છે, તેમની મસ્તી પણ વધતી જાય છે. તેમને ઘણીવાર માતા-પિતા બોલે છે પરંતુ તેઓ તેમનું કહેવું માનતા નથી. એવામાં માતા-પિતાને લાગે છે કે બાળકો પર ગુસ્સો કરવો અને તેમના ઉપર બુમો પાડવા ઉપરાંત કોઇ જ વિકલ્પ બાકી નથી પરંતુ ખૂબ જ નાના બાળકોને જો તમે ખખડાવશો તો કોઇ સમસ્યા નહીં થાય પરંતુ મોટા થતાં બાળકોને ખખડાવવું યોગ્ય નથી કારણ કે તમારો ગુસ્સો તેમની માનસિક અવસ્થાને અસર કરે છે. જાણો, કેવી રીતે તમારા ગુસ્સાની અસર બાળક પર પડે છે. આત્મવિશ્વાસની કમી જો તમે બાળકો પર બૂમો જ પાડતા રહો છો તો ધીમે-ધીમે તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવા લાગે છે. તેઓ ડરી-ડરીને જવાબ આપે છે. શાળામાં પણ શિક્ષક જ્યારે તમને પ્રશ્ન પૂછે છે તો તેઓ જવાબ આપી શકતા નથી જ્યારે જવાબ બાળકને ખબર હોય છે. પરંતુ ખખડાવવાનો ડર બાળકના આત્મવિશ્વાસને દિવસેને દિવસે વીક જ બનાવી દે છે. નકારાત્મક વિચારોનો જન્મ જો તમે બાળકોને વારંવાર ખખડાવતા રહો છો તો તે તમારા વિશે મનને મનમાં નકારાત્મક વાતો વિચારવા લાગે છે. તેમના મનમાં આ પ્રકારની લાગણી જન્મવા લાગે છે કે તમે તેને પ્રેમ જ નથી કરતાં. તે તમારી પર વિશ્વાસ કરી શકતા નથી, તેમના મનમાં તમને લઇને શંકા થવા લાગે છે. ઘણીવાર તો તેઓ પોતાની પરવરિશ પર જ શંકા કરવા લાગે છે. સ્વભાવ આક્રામક થાય છે જો તમે વારંવાર બૂમો પાડશો તો બાળક પણ તે જ શીખશે. તે પોતાના મિત્રો તેમજ અન્ય લોકો સાથે બૂમો પાડીને વાત કરવા લાગશે. શક્ય છે કે થોડાક સમયમાં તે તમારી સાથે પણ ઊંચા અવાજે કે બૂમો પાડીને વાત કરવા લાગે જે જરા પણ યોગ્ય નથી. શાળામાં જો આ પ્રકારનું વર્તન કરશે તો તમારી જ છબિ ખરાબ થશે એટલા માટે પોતે પણ સારું બોલો અને બાળકોને પણ એવુ જ શિક્ષણ આપો. ખોટું બોલવા લાગે છે બાળક બાળકો માટે ખોટુ બોલતાં શીખવાનું ઘણુ સરળ છે. જો તમે બાળકો પર બુમો પાડવાનું શરૂ કરો છો તો બાળક તમારી સામે ખોટુ બોલતા શીખી જાય છે કારણ કે તેને લાગે છે કે ખોટુ બોલવાથી તે તમારા ગુસ્સાથી બચી જશે અને તે વધતી ઉંમરની સાથે ખૂબ જ મોટા-મોટા જુઠાણા બોલવાનું શરૂ કરી દે છે. એટલા માટે પ્રયાસ કરો કે તેના પર ઓછામાં ઓછો ગુસ્સો કરો જેથી તેના મનની લાગણીને જાણી શકો અને સમજી શકો.

ગુજરાત સમાચાર 25 Jan 2021 11:24 am

જાણો, કેવી રીતે દૂર કરશો તમારા પાર્ટનરનું ડિપ્રેશન?

નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી 2021, ગુરુવાર આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં ડિપ્રેશન હોવું સામાન્ય વાત છે. ઘણીવાર ડિપ્રેશન એટલું વધારે વધી જાય છે કે વ્યક્તિ આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. આ મુશ્કેલ સમયમાં લોકોને પોતાના પાર્ટનરના સપોર્ટની સૌથી વધારે જરૂર હોય છે.. ઘણીવાર ડિપ્રેશનનો શિકાર વ્યક્તિના વર્તનના સમજથી બહાર થઇ જાય છે. પાર્ટનરને ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર નિકાળશો? ઘણીવાર તો સમજમાં જ નથી આવતું કે પોતાના પાર્ટનરને આ ખતરનાક બીમારીથી કેવી રીતે દૂર રાખીએ. જાણો, એવી કેટલીય ટિપ્સ વિશે જેનાથી તમે પોતાના પાર્ટનરને ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકશો. પાર્ટનરને જરા પણ એકલા ન છોડશો જો તમારું પાર્ટનર ડિપ્રેશનમાં છે તો તેને જરા પણ એકલા ન રહેવા દેશો. એકલા રહેવાથી તમારા પાર્ટનરનું ડિપ્રેશન વધારે વધી શકે છે. હકીકતમાં વ્યક્તિ એકલામાં વધારે વિચારે છે. જો તમે પોતાના પાર્ટનરની સાથે નથી રહેતા તો ફોનના માધ્યમથી સંપર્ક બનાવીને રાખો અને પૉઝિટિવ વાતો કરો. આમ કરવાથી તમારું પાર્ટનર જલ્દીથી ડિપ્રેશનમાંથી બહાર આવી જશે. પાર્ટનરની વાતોનું ખોટુ ન લગાડશો ડિપ્રેશનમાં જો તમારું પાર્ટનર તમને કંઇક ઊંધુ-સીધું બોલી પણ દે છે તો તેની વાતને સીરિયસલી ન લેશો. તમે આ સ્વીકારીને ચાલો કે ડિપ્રેશનના કારણે પાર્ટનર વાતોને વિચારવા-સમજવાની પરિસ્થિતિમાં નથી. એવામાં પોતાના પાર્ટનરની વાતોને ધ્યાનથી સાંભળો અને તેમને અનુભવ કરાઓ કે બધુ ઠીક છે. કામમાં પાર્ટનરને મદદ કરો ડિપ્રેશનમાં વ્યક્તિના કામ કરવાની શક્તિ ઓછી થઇ જાય છે. આ કારણથી તે કામ કરવામાં વધારે સમય લગાવે છે અને તેનો સ્વભાવ ચિડચિડિયો થઇ જાય છે. એવા સમયમાં પોતાના પાર્ટનરની કામમાં મદદ કરો અને તેને ખુશ રાખવાનો પ્રયાસ કરો. પાર્ટનરમાં જીવવાની આશા જગાવો ડિપ્રેશનનો શિકાર થયા બાદ જીવન જીવવામાંથી મન ઉઠી જાય છે. તે હંમેશા નકારાત્મક વાતો વિચારતા રહે છે. તેમને લાગે છે કે મરવાથી મુશ્કેલીઓથી છૂટકારો મળી જશે. તમે પોતાના પાર્ટનરને પોતાના અમૂલ્ય જીવનનો અનુભવ કરાઓ. આ સાથે જ જણાવો કે આગળ તેમનું જીવન કેટલું સુંદર છે. આ વાતોથી તેમનામાં જીવવાની આશા જાગશે. સારા ડૉક્ટર પાસે સારવાર કરાઓ જો તમને લાગે છે કે પોતાના પાર્ટનરનું ડિપ્રેશન સતત વધતુ જઇ રહ્યુ છે તો તેમને કોઇ સારા ડૉક્ટરની પાસે લઇ જાઓ અને ડૉક્ટરે દર્શાવેલા ઇલાજને ફૉલો કરો.

ગુજરાત સમાચાર 21 Jan 2021 4:42 pm

Relationship Tips : રિલેશનશિપમાં બ્રેક લો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2021, શનિવાર ઘણીવાર એકબીજા વચ્ચે ખૂબ જ પ્રેમ હોવાછતાં રિલેશનશિપમાં એક એવો સમય આવે છે જ્યારે નાની-નાની વાત પર એકબીજા સાથે મતભેદ અને લડાઇ ઝઘડા થવા લાગે છે. ક્યારેક ક્યારેક તો વાત એટલી બધી વધી જાય છે કે કપલ રિલેશનશિપમાં બ્રેક લેવા સુધીનો નિર્ણય કરી લે છે. રિલેશનશિપના વધારે ખરાબ થવા પર બ્રેક લેવો તમારા માટે ફાયદાકારક પણ સાબિત થઇ શકે છે. રિલેશનશિપમાં બ્રેક લેતી વખતે યાદ રાખો આ વાતો બ્રેક બાદ રિલેશનશિપ ફરીથી શરૂ કર્યા બાદ પ્રેમ પહેલાં કરતા પણ વધારે વધી જાય છે. તમે પોતાના પાર્ટનર પાસેથી રિલેશનશિપના શરૂઆતની જેમ પ્રેમ અને કેર કરવા લાગો છો. બ્રેકના કારણે એકબીજાના મહત્ત્વ વિશે પણ અંદાજો લગાવી શકાય છે. જાણો, રિલેશનશિપમાં બ્રેક લેતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ રિલેશનશિપમાં બ્રેક લેવાનો અર્થ બ્રેકઅપ કરવો નથી હોતો. એક્સપર્ટ અનુસાર, ટેમ્પરરી બ્રેકઅપથી અહેસાસ થવા લાગે છે કે તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો અને તેમના વગર કેવું અનુભવી રહ્યા છો. તમે તમારા પાર્ટનરના મહત્ત્વ વિશે જાણી શકો છો. એકલામાં સમય પસાર કરીને પોતાના રિલેશન વિશે વિચારો રિલેશનશિપમાં બ્રેક લીધા બાદ એકલામાં સમય પસાર કરવો ખૂબ જ જરૂરી હોય છે. આમ કરવાથી તમને સમજ આવશે કે તમારા પ્રેમસભર સંબંધમાં એવું શું થયું હતુ જેના કારણે વાત બ્રેક સુધી પહોંચી ગઇ છે. આ દરમિયાન જો તમારી ભૂલ છે તો તેનો પણ અનુભવ થશે. ફીલિંગ્સ પર ધ્યાન આપવું જરૂરી રિલેશનશિપમાંથી બ્રેક લીધા બાદ તમે શું અને કેવુ અનુભવ કરી રહ્યા છો તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે પોતાની ફીલિંગ્સ પર ધ્યાન આપી રહ્યા નથી તો રિલેશનશિપમાંથી બ્રેક લેવાનું બેકાર છે. કોઇ અન્યને ડેટ કરીને પાર્ટનરને ચીટ ન કરશો બ્રેક લેવાનો અર્થ બ્રેકઅપ કરવાનો નથી હોતો. રિલેશનશિપમાં બ્રેકનો અર્થ પોતાના સંબંધની નાની-નાની બાબતોને સમજવા માટેનો સમય લેવાનો હોય છે. આ દરમિયાન કોઇને ડેટ ન કરશો કારણ કે આમ કરવાથી તમારી રિલેશનશિપ ખત્મ થઇ શકે છે. બીજાને પોતાના પાર્ટનરની નિંદા ન કરશો રિલેશનશિપમાંથી બ્રેક લેવા છતાં પોતાના પાર્ટનરની પહેલાની જેમ રિસપેક્ટ કરો. ક્યારેય પોતાના પાર્ટનરની કોઇ નિંદા ન કરશો. આમ કરવાથી તમારા રિલેશનશિપ પહેલાથી વધારે મજબૂત થાય છે.

ગુજરાત સમાચાર 16 Jan 2021 3:45 pm