ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં 'શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રાતોરાત ઉઠી ગઈ છે. કંપનીના એમડી ઉત્પલ પટેલ એકાએક પરિવાર ભૂગર્ભમાં ઉતરી જતાં ગુજરાત, હરિયાણા અને ગોવા સહિતના સેંકડો રોકાણકારોને ર
સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવગાન કરતી રીલ્સ બનાવનારા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરતનો કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલા (શિવરાજસિંહ ઝાલા) જેલમાંથી બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર 'ભાઈગીરી' બતાવવા જતા ફરી એકવાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના સકંજા
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલ અત્યારે પોતે જ ‘બીમાર’ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. માનવતાને શરમાવે એવી ગંભીર બેદરકારી સામે આવી છે કે છેલ્લા 30 દિવસથી પીએમ રૂમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજ કેબિનેટ્સ મેઈન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં છે. આ સ્થિતિની જાણ થતા જ આર
મોરબી તાલુકા પોલીસે વાંકાનેર હાઈવે રોડ પર આવેલા મકનસર ગામ નજીક પ્રેમજીનગરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક રહેણાંક મકાનમાંથી કુલ 1104 બોટલ દારૂ જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત ₹85,440 આંકવામાં આવી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રેમજીનગરમાં રહેતા ભૂપ
છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરી પોલીસ પ્રશાસન વિરુદ્ધ ભ્રામક પ્રચાર અને વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના આરોપસર આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ પર લગાવ્યા ગં
સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના તબીબોએ એક યુવાનના હાથમાં ઘૂસી ગયેલો કાટવાળો લોખંડનો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. આ જટિલ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી હતી, જેનાથી યુવાનને ગંભીર ચેપ અને કાયમી નુકસાનથી બચાવી શકાયો. હોસ્પિટલ ખાતે એક યુવાન દર્દીની હથેળી અને આંગળીઓના ભાગે
પાલનપુર નજીક કાણોદરના શેરપુરા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શ્વાને 6 માસના બાળક પર હુમલો કરી તેને પેટના ભાગેથી ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પિતાની સમયસૂચકતા અને સાહસને કારણે બાળકનો જીવ બચી ગયો છે. ગંભીર રીતે ઘવાયેલા આ બાળકનું પાલનપુરની બનાસ મેડિકલ કોલ
આધુનિક ટેકનોલોજીને સ્વીકારવામાં હંમેશા અગ્રેસર રહેતું સુરત શહેર હવે એક નવા યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ શહેરની ભૌગોલિક અને પર્યાવરણીય સમસ્યાઓ જેવી કે ખાડી પૂર, હીટવેવ અને પ્રદૂષણને નાથવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સહારો લેવાનો નિર્ણય કર્યો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા જિલ્લાના અણખોલ ગામની સીમમાં નવનિર્મિત સરદારધામના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ પ્રસંગે વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો પણ યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર
અમદાવાદ CBI કોર્ટે 4 આરોપીઓ જતીન જોશી અને ત્રણ ખાનગી વ્યક્તિઓ મધુસૂદન ભાવસાર, ઈલા પટેલ અને વિજય કાયસ્થને છેતરપિંડીથી ફાયર ઈન્સ્યોરન્સ ક્લેઈમ મેળવવાના બે અલગ-અલગ કેસોમાં 3 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 50 હજારના દંડની સજા ફટકારી છે. CBI એ 16 જુલાઈ, 2003ના રોજ ફાયર ઈન્સ્યોરન્સ ક્લેઈમ ફ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કાર્યક્રમના આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે આજે એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સુધીના રૂટ પર 'ફૂલ ડ્રેસ રિહર્સલ' યોજાયું હતું. વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર શહેર ઉ
પાલનપુર તાલુકાના ચડોતર ગામે એક ખેતરના સેઢા પરથી જીવિત નવજાત બાળકી મળી આવી છે. શુક્રવારે સવારે આ બાળકી મળી આવતા તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. એક ખેડૂત પોતાના ખેતરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે અન્ય ખેતરના સેઢા પર તેમણે આ નવજાત શિશુને
કચ્છના મુખ્ય મથક ભુજ અને દેશની આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. સ્ટાર એર દ્વારા આગામી 20મી મેથી ભુજ અને મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી સુવિધાથી કચ્છ અને મુંબઈ વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. ફ
જામનગર રોડ પર નવી કોર્ટ સામે આવેલી સોસાયટીમાં રહેતી 24 વર્ષીય યુવતી ગઈકાલે રાત્રે 1.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે પોતાની જાતે પેટમાં છરી મારી લેતા ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં યુવતીના પિતા હયાત ન હોવાનું અને તે માતા અને ભ
અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ક્ષુલ્લક બાબતે ચાલી આવતા મનદુઃખમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સુરાપુરા દાદાની ખાંભી ઉખેડવાની શંકા રાખીને 10 જેટલા શખસોએ સમાધાનના બહાને યુવકને અવાવરું જગ્યાએ બોલાવી મોતને ઘા
શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત મધરાતે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક યુવતીની છેડતી કરવાના મામલે રોષે ભરાયેલા સ્થાનિક યુવકોએ છેડતીખોરને પકડી પાડી જાહેરમાં જ બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઉત્રાણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધ
એજન્ટના ભરોસે વિદેશ જવા નીકળેલો વધુ એક ગુજરાતી પરિવાર વિદેશમાં ફસાયો છે અને એજન્ટો દ્વારા ખંડણીની માગણી કરવામાં આવી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું દંપતી તેના બે પુત્રો સાથે લંડન જવા નીકળ્યા બાદ દુબઈથી ગુમ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ એજન્ટો તરફ
સુરેન્દ્રનગર SOG એ સાયલા સર્કલ પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી સંજય ઉર્ફે સયલુ કલોત્રા પાસેથી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. આ કાર્યવાહી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના ભાગરૂપે કરવામાં આવી છે. બાતમીના આધારે, સુદામડા, તા. સાયલા નિવાસી સંજ
ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટીમાં આવેલા જુના તવરા અને કરોડ ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો ફરી ગરમાયો છે. રાજ્ય સરકાર દ્વારા 2020માં આ વિસ્તારને રેતી ખનન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, ખનીજ માફિયાઓ દ્વારા દિવસ-રાત નર્મદા નદીમાંથી રેતી ઉલેચવામાં આવી રહ
રાધનપુર ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા 25મા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા આ પ્રસંગે અનેક નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નૂતન જીવનની શરૂઆત કરી હતી. ગણમાન્ય મહાનુભા
સુરત એરપોર્ટ પર આજે વહેલી સવારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુપ્ત માહિતીના આધારે એક મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીથી સુરત આવેલી ફ્લાઈટના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવતા એક શંકાસ્પદ મુસાફર મળી આવ્યો હતો. આ મુસાફરની તપાસ કરતા તેના સામાનમા
આજે 8મી મે એટલે કે 'વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ'. આ અવસરે પક્ષીપ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. માનવીય ખલેલથી મુક્ત એવું કચ્છનું નાનું રણ વિદેશી મહેમાનો માટે સલામત આશ્રયસ્થાન સાબિત થઈ રહ્યું છે. તાજેતરના આંકડાઓ મુજબ, 2023ની ગણતરી કરતાં 3.5 ગણો જંગી વધારો નોંધાયો છે, જે આ વર્ષ
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં માનવતાને લજવતી અને રક્તના સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. પિતાના અવસાન બાદ મકાન પચાવી પાડવાની લાલચમાં એક પુત્ર અને પુત્રવધૂએ પોતાની જન્મદાતા માતાને જ ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તે રઝળતી કરી દીધી છે. આ મામલે વ્ય
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તારોમાં જળ સંકટ ઘેરાયું છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છેવાડાના અને સરહદી ગામ સિંહાદામાં પીવાના પાણીની સ્થિતિ અત્યંત દયનીય બની છે. સરકારની ‘નલ સે જલ’ યોજના કાગળ પર હોય તેમ લાગી રહ્યું
સાસણ ગીરના આંગણે આજે મંત્રીઓ અને બોલિવૂડ સિતારાઓનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં પ્રકૃતિના રક્ષણ માટે હાઈટેક ટેકનોલોજીની જાહેરાત સાથે ગ્લેમર પણ જોવા મળ્યો હતો. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહોના અકસ્માત રોકવા માટે બેઠકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત કમાન્ડ એ
મહીસાગર SOGએ કડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી ભરત રમેશભાઈ વાઘડીયાને સંતરામપુરના જુનાતલાવ ગામેથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી મહીસાગર જિલ્લા પોલીસ વડાના નિર્દેશ બાદ કરવામાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડાને ચોક્કસ બાતમી મળી હતી કે, કડાણા પોલીસ સ્ટેશનમ
ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા પ્રકૃતિના રક્ષણ અને સ્વચ્છતાના સંદેશ સાથે ભાવનગર જિલ્લાના ખડસલીયાના સમુદ્ર તટે ભવ્ય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં જો
બોટાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે બોટાદ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સતત ત્રીજા દિવસે પણ શહેરમાં બેફામ પાર્ક કરાયેલા વાહનો સામે પગલાં લેવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે પાળીયાદ રોડ, ટાવર રોડ, શાકમાર્કેટ અને દિનદયાળના પૂ
સુરતના એરપોર્ટ વિસ્તારમાં પિતા સાથે મજૂરી કામમાં મદદ કરી રહેલી 15 વર્ષીય કિશોરી પાયલ ડામોરને ઝેરી સાપે દંશ માર્યો હતો. મૂળ રાજસ્થાનના બાંસવાડાના વતની અને હાલ એરપોર્ટ પર ઘાસ કાપવાનું કામ કરતા શ્રમિક પરિવારની આ દીકરીને ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
રાજકોટમાં વર્ષ 2024 દરમિયાન સગીરાનું બળજબરી પૂર્વક અપહરણ કરી આરોપી પોતાના ઘરે લઇ જઈ ભોગબનનાર બાળકીના શરીરે હાથ ફેરવી અડપલાં કરવા કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટના જજ ટી એસ બ્રહ્મભટ્ટે આરોપી સમીર સપ્પાને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા તેમજ ભોગબનનાર બાળકીને વિક્ટિમ કમ્પોઝીશનમાંથી
હળવદ: ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીનો વિરોધ હળવદમાં પણ જોવા મળ્યો હતો. ઠાકોર સમાજ અને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન યોજીને વિશ્વકર્માની માફીની માંગ કરી હતી. જો માફી નહીં માંગવામાં આવે તો
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વિદેશી દારૂ ભરેલી એક ઇનોવા કાર ઝડપી પાડી છે. બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 17,96,312નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધાવેલી ઐતિહાસિક જીતનો ઉત્સાહ હવે દેશના ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ આ જીતનો જશ્ન સોની બજાર વિસ્તારમાં ભારે ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને MLA રમેશ ટીલાળા ખાસ હાજર રહ્યા હતા. સાથે જ બંગાળી
નડિયાદની કોર્ટે પૂર્વ IPS રમેશ સવાણીને એક કેસમાં વધારાના આરોપી તરીકે જોડવા માટે આપેલા આદેશ સામે તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. આ ઘટનામાં અરજદાર જ્યારે વર્ષ 1993માં અરજદાર નડિયાદમાં Dy.SP તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમની અને અન્ય ટોળા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અ
મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે રહેતા ખેડૂત કુંવરજીભાઈ ઠાકોર સાથે જમીન અપાવવાના બહાને રૂ.1.44 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગોજારીયાના એક સોની વેપારીએ ખોટા ખેડૂત ઉભા કરી અને બોગસ દસ્તાવેજો બનાવી ખેડૂત પાસેથી કરોડોની રકમ પડાવી લીધી હોવાની ફરિય
નવસારી જિલ્લાના જલાલપોરમાં સસ્તા અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોરોના મહામારી દરમિયાન ગરીબો માટે આવેલા 150 કિલો ઘઉં કાળાબજારમાં વેચી દેવાયા હતા. આ મામલે કોર્ટના આદેશ બાદ દુકાન સંચાલક સહિત બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જલાલપોર તાલુકાના માછીવાડ-દિવાદાંડી ગામમાં
સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા 'ઓપરેશન મુસ્કાન' અંતર્ગત સુરત પોલીસે માનવતાવાદી અભિગમ સાથે અભૂતપૂર્વ કામગીરી કરી છે. છેલ્લા ચાર મહિનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને કુલ 696 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ સફળતાએ સ
મોરવા હડફ તાલુકાના કેલોદ ગામમાં એક દુઃખદ ઘટના બની છે. બે સંતાનની માતા કૈલાશબેન મનોજભાઈ બામણીયાનું પ્રસૂતિ બાદ નિધન થયું છે. આ ઘટનાને કારણે નવજાત શિશુ, 2 વર્ષની દીકરી અને 9 વર્ષના પુત્ર સહિત ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કૈલાશબેનને ગઈકાલે પ્રસ
મહેસાણાના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને મહેસાણા પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વીણાબેન ગોસ્વામી ઓનલાઈન સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. કોઈ પણ પ્રકારનો OTP આપ્યા વગર જ તેમના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ રૂ.2,84,000 ઉપડી જતાં તેમણે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથ
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીંછીપુરા ગામે બપોરના સુમારે આગ લાગી હતી, જેમાં બે કાચા મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુના મકાનને પણ લપેટમાં લીધું હતું. આ ઘટનામાં તડવી સુરેશભાઈ પાંચિયાભાઈ અ
ચાલુ વર્ષે ગીર સોમનાથના વેરાવળ પોલીસ મથકે આરોપી રમેશ વાજા સહિત કુલ 8 વ્યક્તિઓ સામે ગુજસીટોક એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેમા રિમાન્ડ આપવા સ્થાનિક કોર્ટે ઇનકાર કર્યો હતો, પરંતુ સાથે જામીન આપવા પણ ઇન્કાર કર્યો હતો. આરોપીએ એડવોકેટ ડેનિસ માવઢીયા મારફતે ગુજરાત હાઇકોર્ટમા
PM મોદીની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ 11મેની PM મોદીની ગુજરાત મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ ચાલુ છે ... સોમનાથમાં સદભાવના ગ્રાઉન્ડમાં 60 હજાર લોકોની બેઠક વ્યવસ્થા સાથે ડોમ તૈયાર થઇ રહ્યા છે તો વડોદરામાં બંગાળની થીમ પર PMનું સ્વાગત થશેઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આયોજિત ત્રણ દિવસીય અવકાશ વિજ્ઞાન થીમ આધારિત રેસીડેન્સીયલ “સ્પેસ સમર સાયન્સ કેમ્પ” ઉત્સાહભેર સંપન્ન થયો છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત આ સેન્ટરમાં 6 થી 8મે દરમિયાન આ કેમ્પ યોજાયો
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
વાલોડ પોલીસે તાપી જિલ્લાના બુહારી ગામમાંથી ખેતરમાંથી સબમર્સિબલ મોટર ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી મોટર, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ ₹91,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલાયો છે. બુહારી ગામના સીમ વિસ્તારમાં રહેતા સોનિત
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સુરત શહેરમાં ઉનાળાના પ્રખર તાપની સાથે હવે શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક હૃદયદ્રાવક અને શ્વાસ અધ્ધર કરી દે એવી ઘટના આજે સુરતના ગીચ વસ્તી ધરાવતા કતારગામ વિસ્તારમાં બની હતી. કતારગામની લલિતા ચોકડી પાસે આવેલા એક રહેણાંક કોમ્પ્લેક્સમાં મ
નવસારીના બોરિયાચ ટોલનાકે સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલવાના નિર્ણય સામે થયેલા ઉગ્ર વિરોધ બાદ તંત્રએ આખરે નમતું જોખ્યું છે. GJ-21 પાસિંગ ધરાવતા વાહનોને હાલ પૂરતી ટોલમાંથી મુક્તિ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્યો અને સ્થાનિક સંગઠનોની રજૂઆત બાદ કલેક્ટરે તાત્ક
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતા અને ઓઢવ ખાતે ખાનગી નોકરી કરતા 55 વર્ષીય આધેડ ગુરુવાર રાતથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. જેમની લાશ આજે સવારે અડાલજની ઝુંડાલ નર્મદા કેનાલમાંથી મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે અડાલજ પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડે કે
રાજકોટમાં હાલ ઉનાળાની આકરી ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી છે, બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે પાણીના વેડફાટની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામમાં લાખના બંગલાવાળા રોડ ઉપર મુખ્ય પાણીની પાઈપલાઈનમાં અચાનક ભંગા
સુરતના વરાછા વિસ્તારમાં માનવતાને લજવતી એક ભયાનક ઘટના સામે આવી છે. રજીસ્ટ્રેશન વગરની 'મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ'માં કોઈપણ લાયકાત ધરાવતા ડૉક્ટરની ગેરહાજરીમાં ગર્ભવતી મહિલાઓનો ગેરકાયદે ગર્ભપાત કરવામાં આવતો હતો. આ હોસ્પિટલમાં કોઈ સર્જરી નહીં, પરંતુ પ્રતિબંધિત દવાઓ
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
બોટાદના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 09 મે, 2026 (વૈશાખ વદ સાતમ) ના શુભ દિવસે વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજનો 90મો અને શ્રી રાધાકૃષ્ણ દેવનો 30મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. શહેરના નાગલપર દરવાજા પાસે આવેલા મુખ્ય શ્રી સ્વ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે જામનગર આગમન અને રાત્રિ રોકાણને પગલે શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમના પ્રવાસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવાયો છે. રાજકોટ રેન્જના IG
સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતકના પિતાએ તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ
મોડાસા તાલુકાના સાકરીયા ગામમાં એક જ રાતમાં 15થી વધુ ખેતરોમાંથી બોરના કેબલ વાયરની ચોરી થઈ છે. આ ઘટનાથી ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. ચોરો રાત્રિના સમયે ખેતરોમાં ઘૂસી બોરથી ઇલેક્ટ્રિક બોર્ડ સુધીના કેબલ વાયર કાપીને ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે ખેડૂતોએ ખેતરમાં જઈ ત
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ગત 4 મેના રોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તે ડિવાઈડર કૂદીને સામેથી આવતી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે સગા ભાઈના મોત થય
સોમનાથ મંદિર ખાતે નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થતા “સોમનાથ અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સમગ્ર દેવભૂમિ પ્રભાસ તીર્થ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઊર્જાથી ગુંજી ઉઠ્યું છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં આગ
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 4.92 કરોડની મોટી ઠગાઈના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. આરોપી ઈલ્યાસખાન ઉર્ફે રાજવીર સિરાજખાન અજમેરી લાંબા સમયથી નાસતો ફરતો હતો, જેને અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ધરપકડ કરવામાં આવ્યો છે. સોનુ અને લોન
સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં તરખાટ મચાવતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી 6 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી ₹6.70 લાખની સોનાની ચેઈન સહિત કુલ ₹7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર
બનાસકાંઠાના પાલનપુરમાં એક આધેડ કોન્ટ્રાક્ટર હની ટ્રેપનો ભોગ બન્યા છે. તેમને દવા અંગે વાતચીત કરવાના બહાને ચંડીસર ખાતેની એક ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં એક મહિલાએ તેમની સાથે અશ્લીલ વર્તન કરી ફસાવ્યા હતા. બાદમાં અજાણ્યા શખ્સોએ ધમકી આપી કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ લાખ ર
દાદરા નગર હવેલીના અમલીમાં 66 KVA રોડ પર એક સીએનજી પિકઅપ ટેમ્પોમાં આગ લાગી હતી. વાહન રિવર્સ લેતી વખતે હાઈટેન્શન ઇલેક્ટ્રિક લાઇનના સંપર્કમાં આવતા આ ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું વાહન બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, ટેમ્પો ચાલક વાહન રિવર્સ કરી
અમદાવાદમાં ગુનાખોરીની ત્રણ અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. સાયન્સ સિટી રોડ પર BMW કારનો કાચ તોડી અજાણ્યા બાઇક ચાલક 4.59 લાખની રોકડ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. બીજા બનાવમાં, વાસણામાં પાણીનો નળ કાઢી નાખવા જેવી સામાન્ય બાબતમાં પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાઈને દીપક ચા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી ટ્રેન સેવાનો વિધિવત શુભારંભ 11 મે, 2026 સોમવારના રોજ કરવામાં આવશે. ઓખા રેલવે સ્ટેશન પર આયોજિત એક વિશેષ કાર્યક
મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ (H5N1)ના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને જોતા સુરત જિલ્લા વહીવટી તંત્ર સાબદું થયું છે. નવાપુર એ સુરતની સાવ નજીક હોવાથી સંક્રમણ શહેરમાં ન પ્રવેશે તે માટે સુરતના પશુપાલન વિભાગ દ્વારા કિલ્લેબંધી જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતના પૉલ્ટ્રી
જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા એક બુટલેગર દ્વારા અન્ય રાજ્યમાંથી દારૂ લાવી તેનું છૂટક વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો પ્
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ભાયાવદરમાં આવેલી એચ.એલ.પટેલ ગ્રાન્ટેડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતી સેટિંગથી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષા અગાઉ જ જે ઉમેદવાર સિલેક્ટ થયા છે તેવા હર્ષ ભુવાના નામ સ
પંચમહાલ જિલ્લામાં હાલ ચાલી રહેલી લગ્નની સિઝન વચ્ચે જિલ્લા બાળ સુરક્ષા એકમ અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 38 દિવસમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સપાટો બોલાવી 25 થી વધુ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે. આ સપ્તાહમાં ગોધરા અને શહેરા તાલુકામાં રાત્
સુરત શહેરમાં ખાણીપીણીના ઓર્ડર અને સ્વાદ જેવી સામાન્ય બાબતોમાં હિંસક વર્તનના બે કિસ્સા સામે આવ્યા છે. શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં 5 મિનિટ ઓર્ડર મોડો પહોંચતા મર્સિડીઝ કારના માલિકે ડિલિવરી બોયને જાહેરમાં ગાળો આપી માર માર્યો હતો. જ્યારે બીજી ઘટના વેસુ વિસ્તારમાં બની હતી,
સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેરમાં પણ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને આકરો તાપ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આવા અસહ્ય ઉનાળાના સમયમાં માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ, શ્રમિકો અને વાહનચાલકોને શીતળતા તેમજ ગરમીથી થોડી રાહત મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આર્ટ
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વોર્ડ નંબર 3 માંથી રાજકીય કિન્નાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સત્તાના નશામાં ચૂર
હાલમાં એક તરફ કાળઝાડ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. બીજી તરફ સયાજી હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં પંખાની સુવિધા વચ્ચે દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિશેષ કૂલરની વ્યવસ્યથા કરવામાં આવી છે. હાલમાં 50 જેટલા કૂલર ભાડે વિવિધ વોર્ડમાં મુકવામાં આવ્યા છે. હકામાં સયાજી હોસ્પિટલ ભાડ
પાટણ તાલુકાના ચંદ્રુમાણાથી અડિયા રોડ પર આવેલા શ્રી થડિયાવાળી માતા અને ઓગડ મહારાજની ગાદીના સાનિધ્યમાં શ્રી ગીતાબા ગૌ ધામ નવીન ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વૈશાખ વદ સાતમ, 9 મે 2026ના રોજ ઓગડ મહંત બળદેવનાથજી મહારાજ ગુરુ શ્રીવસંતનાથજી મહારાજ દેવ દરબાર જાગીરમઠના
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 મે દરમિયાન જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આ પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના મુખ્ય મા
રાજકોટની સેન્ટ્રલ GST કચેરીમાં GST નંબર ભરવા અને ખોટા બીલો બાબતે થયેલ અરજીની પતાવટ માટે રૂપિયા 25 લાખની માંગણી કરી બાદમાં રૂપિયા 20 લાખમાં સેટલમેન્ટ કરી સુપ્રિટેન્ડન્ટ વતી વકીલ દ્વારા રૂપિયા 20 લાખની લાંચ સ્વીકારવામાં આવી હતી આ કેસમાં આરોપી વકીલ દ્વારા રેગ્યુલર જામીન અરજી કરવામ
તાપી, દાહોદ અને ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત આઉટસોર્સિંગ કર્મચારીઓના લીવ ઓન કેશના નાણાંમાં ગેરરીતિ થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ગુજરાત જનતા જાગૃતિ મંચે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને ‘અલ્ટ્રા મોર્ડન
ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે સૂતરની દોરી બનાવવાના ચોરાયેલા મશીન મામલે નામ આપ્યાની દાઝ રાખી બે શખ્સોએ એક જ પરિવારના ત્રણ સભ્યો પર ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બે આધેડ ભાઈઓ અને એક મહિલાને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડ
અમદાવાદમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કેટલીક શાળાઓ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવામાં આવેલા બાળકો પાસેથી અધર એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા હોવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળી હતી. જેને ધ્યાનમાં રાખીને શહેરની ત
વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોરીના બનાવોમાં સત્તત વધતો જોવા મળી રહ્યો છે. શહેરના પોશ ગણાતા કલાલી વિસ્તારમાં આવેલી વીસેજા મેરી ગોલ્ડ સોસાયટીમાં ગત રાત્રે તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો હતો. જાણે પોલીસની કોઈ બીક ન હોય તેમ ખુલેઆમ સોસાયટીમાં ફરતા સીસીટીવી કેમેરામા
સુરતની જીવાદોરી સમાન તાપી નદીને સ્વચ્છ અને નિર્મળ રાખવા માટે સમયાંતરે અનેક પ્રયાસો થતા રહે છે, પરંતુ જ્યારે ધર્મ અને સેવા એકસાથે મળે છે ત્યારે તેનું પરિણામ અત્યંત પ્રભાવશાળી હોય છે. પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ધામ ખાતે શ્રદ્ધા
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ગોંડલ ખાતેથી હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પાટડી અને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા અને એક વર્ષથી નાસતા ફરતા હતા. પાટડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 42/2020, IPC કલમ 302 મ
દસ વર્ષ જૂના અને 80 લાખ ઉપરાંતની રકમના ચેક રિટર્ન કેસમાં સુરતની કોર્ટે ઉલ્લાસનગરના વેપારી દંપતીની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં પત્નીની સહી પુરવાર ન થતા અને પતિને માલ મળ્યાના કોઈ ઠોસ પુરાવા ન હોવાથી કોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલે ગાંધીનગર એફએસએ
લિવઈનમાં રહેતા મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીને છુટા પડાયા બાદ અંતે હાઈકોર્ટ દ્વારા સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત મંજૂરી અપાતા લગ્ન સંપન્ન થયા છે. નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીને તેના પતિ સાથે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. સાથે જ દંપતીને કોઈ પરેશાન ન કરે તે માટે પોલીસને
પંચમહાલ LCB ટીમે ગોધરા તાલુકાના છબનપુર ગામ નજીક આવેલી રાજસ્થાન હોટલના પાર્કિંગમાંથી એક ટ્રકમાંથી ₹1 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹1 કરોડ 10 લાખ 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે છબનપુર પાસેની રાજસ્થાન હોટલના પાર્કિ
ગોધરા શહેરને પાણી પૂરું પાડતા મોટી કાંટડી અને ભામૈયા ખાતેના પાણીના સંપની APMC ચેરમેન અને ધારાસભ્ય સી.કે. રાહુલજીના પુત્ર માલવદીપસિંહ રાહુલજીએ આકસ્મિક મુલાકાત લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. જેના કારણે શહેરની પાણી વિતરણ વ્યવસ
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા એવરેસ્ટ ઓનિક્સ બિલ્ડિંગમાં આગની ઘટના સામે આવી છે. આ આગ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા સ્પા સેન્ટરમાં લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તુરંત જ વડોદરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હત
પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો કરનાર સાત આરોપીઓને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળે આરોપીઓનું સરઘસ કાઢી ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગુરુવારે, ખાણ ખનિજ વિભાગની ટીમ ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ગો
વડાપ્રધાનની જામનગર મુલાકાતને ધ્યાનમાં રાખીને, શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત પાર્કિંગ અને રૂટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય પ્રાંત અધિકાર
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની વધુ એક ઘટના સામે આવી છે. સવારે દૂધ લઈને ઘરે પરત ફરી રહેલા યુવકના ગળામાંથી બાઈકસવાર બે તસ્કરોએ સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયા છે. આ મામલે સાબરમતી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ચેઇન સ્નેચિંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 2 શખસ
મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં આવેલા સરકારી પશુ આરોગ્ય કેન્દ્રમાં શંકાસ્પદ અને મુદત વીતી ગઈ હોય તેવી દવાઓનો જથ્થો મળી આવતા મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. જીવદયા પ્રેમીઓએ આ અંગે દવાખાનામાં તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અગાઉ પણ દોઢ

29 C