શેરબજારે આજે એટલે કે 10 જુલાઈના રોજ સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 80,481ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 24,459ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,550ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 200પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. તે 24,200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. મેટલ, ઓટો અને આઈટી શેરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા ગઈકાલે એટલે કે મંગળવારે પણ બજારે ઓલ ટાઈમ હાઈ પર હતું. આજે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયરનું માર્કેટમાં લિસ્ટિંગએમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. એમક્યોર ફાર્માસ્યુટિકલ્સનો IPO ત્રણ દિવસમાં કુલ 67.87 વખત સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં ઇશ્યૂ 7.36 ગણો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 191.24 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 49.32 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝનો IPO ત્રણ દિવસમાં કુલ 62.76 વખત સબસ્ક્રાઇબ થયો હતો. આ ઈસ્યુ રિટેલ કેટેગરીમાં 14.37 વખત, QIBમાં 153.86 ગણો અને NII કેટેગરીમાં 54.21 વખત સબસ્ક્રાઈબ થયો હતો. બંને કંપનીઓની ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે (IPO) 3 જુલાઈથી 5 જુલાઈ સુધી ઓપન થયો હતો. એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર ગઈ કાલે બજાર ઓલ ટાઈમ હાઈ પર હતુંઅગાઉ ગઈકાલે એટલે કે 9મી જુલાઈએ બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 80,397 અને નિફ્ટીએ 24,443ની હાઈ સપાટી બનાવી હતી. આ પછી નિફ્ટી 112 પોઈન્ટના વધારા સાથે 24,433ના સ્તરે બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળ્યો હતો. 80,351ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં તેજી અને 12 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રમાં મજબૂત ગ્રોથનો ફાયદો ઇક્વિટી માર્કેટને ફળ્યો છે. ભારતીય શેરમાર્કેટમાં મજબૂત તેજીના પગલે કંપનીઓની માર્કેટકેપમાં પણ આકર્ષક વધારો જોવા મળ્યો છે. બીએસઇ ખાતે લિસ્ટેડ 4,700થી વધુ કંપનીઓમાં 100 કંપનીઓ એક ટ્રિલિયન ક્લબમાં સામેલ થઇ છે. 2024માં શેરમાર્કેટમાં સરેરાશ 11 ટકાથી વધુ તેજીના કારણે વધુ 26 કંપનીઓ એક ટ્રિલિયન માર્કેટકેપમાં સમાવેશ થઇ છે. કુલ માર્કેટકેપ 451 લાખ કરોડ પહોંચી છે જેમાં માત્ર 100 કંપનીઓનો હિસ્સો 291 લાખ કરોડથી વધુનો એટલે કે સરેરાશ 65 ટકા રહ્યો છે. કોરોના મહામારી બાદ વિશ્વમાં ભારતીય અર્થતંત્ર ઝડપભેર કટોકટીમાંથી બહાર આવતા એક ટ્રિલિયન ક્લબમાં સરેરાશ 70થી વધુ કંપનીઓ જોડાઇ છે. પીએસયુ કંપનીઓનો દબદબો રહ્યો છે. કુલ 101 કંપનીઓમાંથી એક ચતુર્થાંશ એટલે કે 24 કંપનીઓ પીએસયુ સેગમેન્ટની છે જ્યારે કુલ માર્કેટકેપમાં 58 લાખ કરોડનું યોગદાન પીએસયુ કંપનીઓનું રહેલું છે. સેન્સેક્સ 80,397.17 પોઇન્ટ અને નિફ્ટી 24,443.60 પોઇન્ટની નવી ઊંચાઇએ પહોંચ્યા છે. જાહેર ક્ષેત્રની કંપનીના શેરમાં તેજીથી કંપનીઓ ઝડપી ટ્રિલિયન ક્લબમાં પહોંચી, 100 કંપનીની સરેરાશ વેલ્યૂ 290 લાખ કરોડ રૂપિયાને પાર થઈ એક સમય હતો જ્યારે ટોચની માર્કેટ કેપિટલાઇઝેશનમાં એસબીઆઈ, ઓએનજીસી, આઇઓસી, ભારત ઇલેક્ટ્રિક, એનટીપીસી જેવી ગણીગાંઠી કંપનીઓનો જ ઉલ્લેખ થતો હતો. પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં આ સેગમેન્ટના અનેક શેરોએ હનુમાન કૂદકો મારતા રેલવે, ડિફેન્સ, બેન્કિંગ કંપનીઓ ટ્રિલિયન રૂપિયાની ક્લબમાં પહોંચી છે. એલઆઇસી આઇપીઓ પછી સીધી રૂ.5 લાખ કરોડથી વધુ માર્કેટકેપ ધરાવતી કંપની બની હતી. હાલ રૂ.3 લાખ કરોડથી વધુ માર્કેટકેપ ધરાવતી કંપનીઓની યાદીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ, ઓએનજીસી, એનટીપીસી, કોલ ઇન્ડિયા રહી છે. ટ્રિલિયન કલબમાં સમાવિષ્ટ પીએસયુઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.58 લાખ કરોડ જેવું રહ્યું છે જેનો ટોચની 100 કંપનીઓના માર્કેટકેપમાં 20 ટકા જેવો ગણાય.
ભારતીય શેરબજારમાં મંગળવારે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળી 80397ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ 102 પોઈન્ટ ઉછળી 24510 ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચડાઉન કર્યું છે. સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ 20 ઉછાળા સાથે 52580 બંધ રહયો હતો. લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. ભારતીય શેરબજાર છેલ્લા બે દિવસમાં કોન્સોલિડેટ અર્થાત સંકોચાયા બાદ ફરી તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી પણ સુધારા તરફી આગેકૂચ કરી રહ્યો છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી શેર્સમાં ખરીદીનું પ્રમાણ વધતાં માર્કેટ ઉછળ્યું છે. ઓટો-ફાર્મા શેરોમાં સુધારા તરફી જ્યારે આઈટી, ટેક્નો શેર્સમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. માર્કેટ ખૂલતાંની સાથે એનર્જી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, મીડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. જો કે, બાદમાં એનર્જી શેર્સમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. એચડીએફસી બેન્ક અને મારૂતિ સુઝુકી, અને આઈટીસીના શેર્સમાં વોલ્યૂમના પગલે સેન્સેક્સમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું છે. મંગળવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં કોટક બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,ઝાઈડસ લાઈફ,એસીસી,ઈન્ડીગો,ગોદરેજ પ્રોપર્ટી,ટેક મહિન્દ્રા,ટાટા કેમિકલ,ઇપ્કા લેબ,અદાણી પોર્ટસ,સન ફાર્મા,ગ્રાસીમ, એચડીએફસી બેંક,ઈન્ફોસીસ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ,રિલાયન્સ,વિપ્રો,લ્યુપીન,ટોરન્ટ ફાર્મા, હેવેલ્લ્સ, કોલ ઇન્ડિયા,અંબુજા સિમેન્ટ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બાટા ઇન્ડિયા, લ્યુપીન, સિપ્લા, અશોક લેલેન્ડ, એશિયન પેઇન્ટ્સ,ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન,જીન્દાલ સ્ટીલ,ડાબર ઇન્ડિયા,ગુજરાત ગેસ, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ,જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે.જયારે બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ,ટીવીએસ મોટર,સન ફાર્મા,રેલ વિકાસ નિગમ લિમિટેડ,ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશનના શેર નબળાઈ પર બંધ થયા છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4026 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1922 અને વધનારની સંખ્યા 2011 રહી હતી, 93 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 01 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલનિફ્ટી ફ્યુચર બંધ :- ( 24478 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24606 પોઇન્ટના પ્રથમ અને 24676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24373 પોઇન્ટથી 24303 પોઇન્ટ, 24240 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલબેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52580 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52808 પોઇન્ટના પ્રથમ અને 53008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52474 પોઇન્ટથી 52202 પોઇન્ટ,52008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.53008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ( 865 ) :- પીએસયુ બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.848 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.833 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.878 થી રૂ.883 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.890 ઉપર તેજી તરફી ધ્યાન. હેવેલ્લ્સ ઇન્ડિયા ( 1932 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1888 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1874 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1953 થી રૂ.1960 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. એચસીએલ ટેકનોલોજી ( 1522 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1547 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1497 થી રૂ.1488 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1560 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. બાટા ઇન્ડિયા ( 1517 ):- રૂ.1547 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1555 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1497 થી રૂ.1484 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1560 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા...મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે હવે મંગળવારે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની ટેસ્ટીમની થનાર હોવા પર નજર સાથે ચાઈનાના ફુગાવાના જૂન મહિનાના બુધવારે જાહેર થનારા આંક યુ.કે.ના મે મહિનાના જીડીપી વૃદ્વિના ગુરૂવારે જાહેર થનાર આંક, અમેરિકાના ફુગાવાના આંક સહિતની વૈશ્વિક બજારો પર અસર થશે. વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં અત્યારે નિરંતર વિક્રમી તેજી જોવાઈ રહી છે. ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતમાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે.ચોમાસાની પ્રગતિ સારી રહી હોવા સાથે 23, જુલાઈ 2024ના રજૂ થનારા પૂર્ણ કેન્દ્રિય બજેટમાં વિવિધ વર્ગના લોકો માટે પ્રોત્સાહનો, રાહતોની અપેક્ષા અને વધુને વધુ લોકોને લાંબાગાળાના ઈન્વેસ્ટર બનાવવાની અને એના થકી ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડવાની દિશામાં આ વખતે જોગવાઈ થવાની સંભાવના બતાવાઈ રહી છે. આ સાથે હવે જૂન 2024ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થઈ રહી હોઈ કોર્પોરેટ પરિણામો સ્પેસિફિક તેજી આગળ વધવાની શકયતા રહેશે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
શેરબજાર:સેન્સેક્સ 765 અંક ઘટ્યો, નિફ્ટી 17196 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સના શેર ઘટ્યા
લાર્સન, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCSના શેર વધ્યા
મલ્ટિપ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ પર ગૌતમ દત્તા, સીઈઓ. પીવીઆર મલ્ટિપ્લેક્સનો મત
DAB પાસે 10 અબજની કુલ સંપત્તિ પૈકી 1.3 અબજ ડોલર સોનાનો ભંડાર અને 36.2 કરોડ ડોલરનું વિદેશી હૂંડિયામણ છે
ગોલ્ડ પોલિસી:ગિફ્ટ સિટીમાં આજથી ભારતના પહેલા બુલિયન એક્સચેન્જની પ્રાયોગિક ધોરણે શરૂઆત થશે
ગોલ્ડ એક્સ્ચેન્જ માટેની પોલિસી IIM અમદાવાદમાં તૈયાર થઈ છે
અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે, બજાજ ઓટોના શેર વધ્યા
નવો પડકાર:હોલમાર્કિંગથી તહેવારોની સિઝનમાં સોનાના સપ્લાયને અસર થઇ શકે
ટીસીએસ ફરી એકવાર નંબર વન:TCSનું M-cap 13 લાખ કરોડ પાર, રિલાયન્સથી 58 હજાર કરોડ પાછળ
TCS ટોપ-4 સપ્લાય ચેન સર્વિસ પ્રોવાઈડર્સમાં સામેલ,છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં TCSનો શેર 12% વધ્યો
શેરબજાર:સેન્સેક્સ 210 અંક વધ્યો, નિફ્ટી 16614 પર બંધ; ટેક મહિન્દ્રા, TCSના શેર વધ્યા
કારોબાર દરમિયાન સેન્સેક્સ 55854.88 અને નિફ્ટી 16628.55ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો,ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, લાર્સનના શેર ઘટ્યા
ફુગાવો નરમ:ક્રૂડ-ખાદ્ય પદાર્થોની કિંમત ઘટતા જથ્થાબંધ ફુગાવો ઘટી 11.16%
આઇપીઓ લિસ્ટિંગ:દેવયાની 37%, ક્રશ્ના 4 ટકા અને એક્સારોના આઇપીઓ 10 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ
ગ્લેનમાર્ક પછી વિન્ડલાસ પણ 12 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ
શેરબજાર:સેન્સેક્સ 145 અંક વધ્યો, નિફ્ટી 16563 પર બંધ; ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા
કારોબાર દરમિયાન સેન્સેક્સ 55680.75 અને નિફ્ટી 16585.45ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો,મારૂતિ સુઝુકી, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBIના શેર ઘટ્યા
એસેટ ક્લાસ:મોટી કંપનીઓના અધિકારીઓનું સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ વધ્યું
હોટલ ઓક્યુપન્સીમાં વૃદ્ધિ:પ્રવાસી ધસારો વધતાં ટુરિઝમ અને હોસ્પિટાલિટીમાં વેગ જોવા મળ્યો
લિક્વિડિટીની સ્થિતિ:વર્ષ 2022થી વ્યાજના દરોમાં વધારો થવાની વકી: વિશ્લેષકો
આરબીઆઈ પોલિસી સામાન્ય બનાવવા વધુ પગલાંઓ લેશે
ટોપ ગિયર:ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં યુટિલિટી વાહનોનો વેચાણ હિસ્સો વધી 95 ટકા સુધી પહોંચ્યો
પ્રિ-કોવીડ સ્તર કરતાં પણ યુવીનાં વેચાણો વધ્યાં, ટ્રેન્ડ પોઝિટિવ રહેશે
ટાટા મોટર્સ 36000 વાહનોની ક્ષમતાનું સ્ક્રેપ યાર્ડ બનાવશે,આ પોલિસીથી રાજ્યમાં 5000થી વધુ લોકોને રોજગારી મળશે,એક કંપનીએ આસામ સરકાર સાથે MOU કર્યું
સ્ટોક સ્પ્લિટ:IRCTC એક વર્ષમાં 25 કરોડની ખોટમાંથી 83 કરોડના નફામાં આવી
એક વર્ષમાં આવક 84% વધી, શેરમાં 118.30નો ઉછાળો,IRCTCના રૂ. 10ના શેરનું પાંચ શેરમાં વિભાજન કરાશે
વિક્રમી વૃદ્ધિ:અનાજનું ઉત્પાદન 2020-21માં 30.87 કરોડ ટનના રેકોર્ડ સ્તરે
ગત વર્ષે સારા વરસાદથી ઉત્પાદન-ગુણવત્તામાં વૃદ્ધિ થતાં
સફળ દાવ:ભારતીય મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સે વાર્ષિક 16%ના દરે રિટર્ન આપ્યું
નવી શરૂઆત:રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે હોમ ઇન્ટિરિયર સોલ્યુશન્સ બિઝનેસ LOFY લોંચ કર્યો
પ્રારંભિક તબક્કે અમદાવાદ અને બાદમાં ગુજરાતનાં અન્ય શહેરોમાં વિસ્તરણ કરશે
શેરબજાર:સેન્સેક્સ 318 અંક વધ્યો, નિફ્ટી 16364 પર બંધ; ટેક મહિન્દ્રા, HCL ટેકના શેર વધ્યા
ડો.રેડ્ડી લેબ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, MM, રિલાયન્સના શેર ઘટ્યા
સ્ટાર્ટઅપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરાની ડિઝાઇન તૈયાર કરી,કેમેરા 12 કિમીની રેન્જમાં માણસ અને 30 કિમીમાં આર્મી-વાહનની હિલચાલ પકડે છે
ઝડપી રિકવરી:ઓઈલ કંપનીઓની આવકમાં વૃદ્ધિ થવાનો આશાવાદ: મૂડીઝ
વિશેષ:ઓછી કિંમતમાં કરી શકો છો અમેરિકી શેરબજારમાં રોકાણ, રોકાણકારે ખોલવું પડશે નવું ડીમેટ ખાતું
ગિફ્ટ સિટીમાં પોતાના ડીમેટ ખાતાઓમાં રોકાણકારો ડિપોઝિટરીની રસીદો રાખી શકશે
ઓક્ટોબરથી નિયમનો થશે અમલ, બેંકો બહાના નહીં બતાવી શકે,જૂન 2021ના અંત સુધીમાં દેશની વિવિધ બેન્કોનાં 2,13,766 એટીએમ હતાં
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આપેલા ઈનામ સંપૂર્ણ ટેક્સ ફ્રી હોય છે,50 હજારથી વધુની ગિફ્ટ કે ઈનામ પર ટેક્સ આપવાનો હોય છે
ડેટા એનાલિસિસ:2007માં આવેલા 100 આઈપીઓમાંથી 77માં રોકાણકારોની મૂડીનું ધોવાણ થયું
આઈપીઓમાં જારી આંધળી દોટ વચ્ચે ચોંકાવનારો ડેટા,2008ની શરૂમાં RIL પાવરમાં રોકાણકારોને મૂડી ખોવાનો વારો આવ્યો હતો
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની રેવન્યુમાં 120% વધારો
વોડાફોન આઈડિયાના 27 કરોડ યુઝર્સ પૈકી આશરે 2 કરોડ પોસ્ટપેડ યૂઝર્સ અને આશરે 25 કરોડ પ્રીપેડ યુઝર્સ છે,કંપની દ્વારા બેંકો પાસેથી 23 હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે, આ પૈકી 70 ટકા સરકારી બેંકના છે
શેરબજાર:સેન્સેક્સ 152 અંક વધ્યો, નિફ્ટી 16280 પર બંધ; ભારતી એરટેલ, ટેક મહિન્દ્રાના શેર વધ્યા
કારોબાર દરમિયાન સેન્સેક્સ 54779.66 અને નિફ્ટી 16359.25ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો,ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, NTPC, ITC, બજાજ ઓટોના શેર ઘટ્યા