SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

પુણેના ડૉ. પરાગ રબડે વર્ણવે છે આપવિતી:અફઘાની ટેક્સી ડ્રાઈવરે મને હેમખેમ દૂતાવાસ પહોંચાડ્યો, તાલિબાનોએ અમારી કાર રોકી તો મગજ સુન્ન બની ગયું

કાબુલની યુનિવર્સિટીના પ્રોફેસર જીવ બચાવીને ભારત પહોંચ્યા,ડૉ.રબડે કહે છે, તક મળશે ત્યારે ફરી અફઘાનિસ્તાન જઈશ

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 5:54 pm

વધુ એક ઝટકો:IMFએ અફઘાનિસ્તાન પર પોતાના સંશાધનોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો, અફઘાનિસ્તાન પર કબજો છતાં કંગાળ રહેશે તાલિબાન

મંગળવારે અમેરિકાએ 706 અબજ રૂપિયાની સંપત્તિને ફ્રીઝ કરી દીધી હતી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 2:14 pm

તાલિબાનોએ બતાવ્યું 'અસલી રૂપ':તાલિબાનોએ ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડ્યા, આયાત-નિકાસ પર લગાવી દીધો પ્રતિબંધ

તાલિબાનોએ ભારત તરફની તમામ કાર્ગો મૂવમેન્ટ રોકી,અફઘાનિસ્તાનથી ભારતમાં 85 ટકા ડ્રાયફ્રૂટ આયાત થાય છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 12:29 pm

ગની આવ્યા દુનિયાની સામે:UAEમાં શરણ મળ્યા પછી અફઘાનિસ્તાનના 'ભાગેડુ' રાષ્ટ્રપતિએ કહ્યું, હું માત્ર કપડાં લઈને ભાગ્યો છું, મારે મારા દેશમાં પરત ફરવું છે

ગની 15 ઓગસ્ટે કાબુલ છોડીને ભાગી ગયા હતા,UAEએ ત્યાંના તત્કાલીન વડાપ્રધાન યિંગલુક શિનવાત્રાને શરણ આપ્યું હતું

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 10:03 am

અફઘાનિસ્તાન અબ ‘ગનિસ્તાન’:ચીન બેલ્ટ એન્ડ રોડને વધારવા તાલિબાનનું મિત્ર બનવા માગે છે, પાક. નવી ચાલ ચાલવાની ફિરાકમાં

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાનું નીકળવું તથા તાલિબાનની વાપસીથી ભારતીય રોકાણ અને પ્રોજેક્ટ પર ખતરો

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:00 am

ભાસ્કર વિશેષ:ઇરાનને અમેરિકા-બ્રિટનની વેક્સિન પર ભરોસો જ નથી, લોકો બ્લેકમાં 90 હજાર રૂપિયા સુધીની રકમ આપીને રસી લઇ રહ્યા છે

ઇરાન હાલ કોરોનાના સૌથી ખતરનાક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:00 am

વેલકમ ટુ ઇન્ડિયા:તાલિબાનથી બચીને આવ્યા રુબી, બૉબી અને માયા, અનેકવાર ભારતીય દૂતાવાસને વિસ્ફોટોથી બચાવ્યું

150 ભારતીયો સાથે ત્રણેય સ્નિફર ડોગને કરાયા એરલિફ્ટ,ગાઝીયાબાદ એરબેઝ પર લેન્ડ થતાં જ ત્રણેય ગેલમાં આવી ગયા

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 12:05 am

વિશ્વને અફઘાન મહિલાઓની ચિંતા:21 દેશોનું સંયુક્ત નિવેદન-20 વર્ષથી મહિલાઓના અધિકારો સુરક્ષિત રહ્યા, નવી સરકાર પણ તેને આગળ જાળવવાની ખાતરી આપે

નિવેદન આપનાર દેશોમાં અમેરિકા અને બ્રિટન ઉપરાંત અલ્બાનિયા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચિલી, કોલંબિયા અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 12:03 am

વેક્સિન લગાવતા પહેલા તપાસ કરી લેવી:ભારત અને યુગાંડામાં મળી નકલી કોવિશીલ્ડ, 5 અને 2mlની બોટલથી લગાવાયા 10 ડોઝ;WHOએ કહ્યું- આ એક ગંભીરત જોખમ

વેક્સિન પર લખવામાં આવેલી માહિતી પૂરતી નહીં હોવાની બાબત ધ્યાનમાં આવા તે નકલી હોવાનું માલુમ પડ્યું

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 9:49 pm

અફઘાનિસ્તાનનો આ પ્રાંત તાલિબાન મુક્ત:કાબુલથી 150 કિલોમીટર દૂર આવેલું છે પંજશીર, એક પણ વખત તાલિબાન નથી જમાવી શક્યું કબજો; રશિયાને પણ આપી હતી ટક્કર

1980ના દાયકામાં સોવિયત રશિયાએ પંજશીર પ્રાંત પર હુમલો કર્યો હતો,અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી પંજશીર ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલુ છે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 5:42 pm

અફઘાનિસ્તાનમાં મહિલાઓનું પ્રદર્શન:જે તાલિબાનીઓ આગળ 3 લાખ સૈનિક ઝૂકી ગયા, ત્યાં 5 મહિલાઓ અડીખમ; કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શકે

મહિલાઓ કહ્યું 20 વર્ષથી જે અધિકારો અમને મળી રહ્યા હતા તે અધિકારો અમે માગીએ છે,રાજકારણમાં ભાગીદારીએ મહિલાઓનો હક છે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 2:44 pm

તાલિબાની શાસન LIVE:કંદહારમાં અફઘાની સેનાના 4 કમાન્ડરોની ખુલ્લેઆમ હત્યા, તાલિબાને પોતાના લડાકુના નખ ઉખાડી દેનારા પોલીસ ઓફિસરને પણ ઠાર કર્યો

મુલ્લા બરાદર અખુંદ રાષ્ટ્રપતિ બને એવી સંભાવના,તાલિબાનનો દાવો- અફઘાનિસ્તાનની ભૂમિ પરથી કોઈના પર હુમલો નહીં થવા દઈએ,ભારતમાં આવવા માગતા શીખ અને હિન્દુ લઘુમતીઓને પણ આશ્રય આપો- નરેન્દ્ર મોદી

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 8:50 am

મહામારી:ડેલ્ટા વેરિયન્ટ વિશ્વભરમાં મોટો સ્ટ્રેન બની જશે: WHO

વિશ્વમાં મોટા ભાગના કેસ ડેલ્ટા વેરિયન્ટના

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 4:00 am

કટ્ટરતા સામે બળશાળીએ શસ્ત્રો હેઠાં મૂક્યાં:અમેરિકાની 20 વર્ષની મહેનત પર તાલિબાને ફક્ત 10 દિવસમાં પાણી ફેરવ્યું; આ કારણોથી જગત જમાદારની અફઘાન મોરચે થઈ ધોબીપછાડ

નિષ્ણાતોના મતે સેંકડોની સંખ્યામાં ભૂતિયા સૈનિકો ફક્ત કાગળ પર હતા. સૈનિકોની સંખ્યાને લઈ વ્યાપક કૌભાંડ થયેલું,અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં ભૂતિયા સૈનિકો ફક્ત પગાર લેતા પણ ફરજ બજાવતા ન હતા, છૂપી કે પરોક્ષ રીતે તાલિબાન તરફી રહેલા,અમેરિકા અફઘાનિસ્તાનના ઈતિહાસ અને એની સંસ્કૃતિને સમજવામાં થાપ ખાઈ ગયું

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 12:08 am

તાલિબાની શાસન:તાલિબાને કહ્યું- અમે ઈસ્લામી કાયદા પ્રમાણે દેશ ચલાવીશું, અમારી જમીનનો અન્ય દેશો વિરુદ્ધ ઉપયોગ થવા દેવાશે નહીં

ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા, પહેલીવાર દુનિયાની સામે આવ્યા તાલિબાની પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદ

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 10:16 am

કોવિડ: ફ્રાંસમાં આંદોલન, અમેરિકામાં વધતા કેસ

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - બ્રાઝિલના ભ્રષ્ટ પ્રમુખ જૈર બોલ્સોનારોએ ચૂંટણી પ્રક્રિયા વિશે બફાટ કરતા તેમના વિરુદ્ધ તપાસ શરૂ થઈ છે: વુહાનની તમામ જનતાનો ફરીથી કોરોના ટેસ્ટ થશે વિશ્વ બિલકુલ નવા જ પ્રકારની ઘટનાઓની ઘટમાળનો સામનો કરી રહ્યું છે. ક્યાંક આંદોલનો ચાલી રહ્યા છે, તો ક્યાંક આતંક. રાજકીય કાવાદાવા નિમ્નતાની નવી ઊંચાઈ સર કરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન ધનાઢય દેશોને આજીજી કરી રહ્યંું છે કે તમારા દેશના નાગરિકોને રસીનો બુસ્ટર ડોઝ ન આપો જેથી ગરીબ દેશોના લોકોનું રસીકરણ થઈ શકે. આંધળે બહેરું કુટાઈ રહ્યું છે. આવું બીજું કંઈ કેટલુંય બની રહ્યું છે. તાલિબાન આતંકીઓ અફઘાનિસ્તાનના એક પછી એક શહેર કબ્જે કરી રહ્યા છે. અફઘાનિસ્તાનનું ત્રીજું સૌથી મોટું શહેર હેરત, હેલ્મંડ પ્રાંતનું પાટનગર લશ્કરગાહ અને કંદહાર બાનમાં લઈ લીધું છે. તેમણે અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રીના ઘર પર પણ બોમ્બ હુમલો કરાવ્યો હતો. ચીન, રશિયા, અમેરિકા સહિત વિવિધ દેશોએ મળીને તાલિબાન સાથે સમજૂતિ કરી હતી એ સમજૂતિનું શું થયું? વેસ્ટર્ન પાવરની પોલ ખુલ્લી પડી ગઈ છે. અફઘાનિસ્તાનના અને ઈરાનના ઉદાહરણો દર્શાવે છે કે અમેરિકાને ગાંઠવું હવે જરૂરી રહ્યું નથી. યુનાઈટેડ સ્ટેટ્સે આવેશમાં ઠોકી બેસાડેલા યુદ્ધ અને ત્યાર બાદ પૂરતા વિચાર વિના કરેલી પાછીપાનીએ એશિયાના એક દેશને અસ્થિર બનાવી દીધો છે. પાડોશી હોવાના નાતે તેના દૂષ્પરિણામો આપણે ભોગવવાના આવે એ બાબતે ભારત સરકારે અમેરિકા પાસે જવાબ માગવો જોઈએ. મલેશિયાના વડાપ્રધાન મુહ્યીદ્દીન યાસીને સંસદમાં બહુમતી ગુમાવી દીધી છે. અવિશ્વાસ પ્રસ્તાવ દરિમયાન તેઓ ૧૧ મતે હારી ગયા હતા, તેમ છતાં તેઓ ગાદી છોડવા તૈયાર નથી. તેમણે સપ્ટેમ્બર મહિનામાં ફરીથી સંસદ બોલાવવાનો નિર્ણય કર્યો છે. ચીને તેમને ત્યાં ફરીથી માથું ઊંચકનારા કોવિડ-૧૯નું પગેરું શોધી કાઢયું છે. તેમણે દાવો કર્યો છે કે રશિયાથી નાન્ઝીંગ આવેલા વિમાન થકી કોરોનાનું પુનરાગમન થયું છે. બેઈજિંગથી હવાઈ મુસાફરી પ્રતિબંધિત કરવામાં આવી છે. દુનિયામાં કોરોનાનો પહેલવહેલો કેસ જ્યાં મળી આવ્યો હતો તે વુહાનમાં વસતા ૧.૧૦ કરોડ લોકોનું ફરીથી ટેસ્ટિંગ કરવામાં આવશે. ક્લાયમેટ ચેન્જને કારણે કુદરતી આફતો ઝડપથી વધી રહી છે. ચીનના સેન્ટ્રલ હેનાન પ્રાતમાં પૂરને કારણે ૩૦૨ના મોત થયાં હતાં અને બીજા ૫૦ લાપતા બન્યા હતા. જોકે ચીન આ વિશે જરાય જાગૃત નથી. વિકાસની ભૂખમાં તે એટલું મદહોશ છે કે ભયંકર પ્રદૂષણ સર્જી રહ્યું છે. હોંગકોંગના લોકશાહી સમર્થકો સામે ચીન વધુનેવધુ આકરું બનતું જાય છે. ડ્રેગનને ભય છે કે હોંગકોંગવાસીઓની હિંમત અને તેના આંદોલનો ચીનની મુખ્ય ભૂમિની જનતાને જગાડી દેશે અને દેશમાંથી સામ્યવાદી શાસન ખતમ થઈ જશે. તેમણે હોંગકોંગના લોકશાહી સમર્થક પોપસ્ટાર એન્થની વોંગ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી તેને જેલ ભેગો કરી દીધો હતો. તેના રાજકીય ગીતોને ચીનની સ્ટ્રીમીંગ વેબસાઈટ પર બ્લોક કરાવી દીધા હતા. તેના પર મનોરંજન પૂરું પાડવા દરમિયાન લોકોના વોટ બીજી તરફ ડાયવર્ટ કરવાનો હાસ્યાસ્પદ આરોપ મૂકવામાં આવ્યો છે. લોરલ હ્યુબાર્ડ ઓલિમ્પિકમાં ભાગ લેનારી દુનિયાની પહેલી ટ્રાન્સજેન્ડર વ્યક્તિ બની છે. ન્યુઝીલેન્ડની આ ટ્રાન્સજેન્ડરે વેઈટલિફટીંગમાં ભાગ લીધો હતો. ન્યુયોર્કના ગવર્નર એન્ડ્રુ ક્યુમો પર જાતિય ગેરવર્તનનો આરોપ મુકાયો છે. યુરોપ રાજ્યના એટર્ની જનરલે પ્રસિદ્ધ કરેલા રિપોર્ટ પ્રમાણે એન્ડ્રુએ ૧૧ મહિલાઓ સાથે છેડતી કરી હતી. જો બાઈડન સહિતના નેતાઓએ તેમને રાજીનામું આપી દેવા દબાણ કર્યું છે. ઈરાનના કટ્ટરવાદી મૌલવી ઇબ્રાહિમ રઈસીએ ઈરાનના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. હાલ ઇરાન બે આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલાના આક્ષેપનો સામનો કરી રહ્યું છે. ઓમાનના દરિયા પાસે ઈઝરાયલના એક ઓઈલ ટેન્કર પર ડ્રોન દ્વારા વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. જેમાં બેનાં મોત થયાં હતાં. દુબઈના એક જહાજમાં એક હુમલાખોર ચડયો હતો અને તેણે કપ્તાનને બંદૂક બતાવી જહાજને ઈરાન તરફ વાળવા આદેશ કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીએ કટ્ટરપંથી રાજનીતિ આગળ ધપાવવાના હેતુથી કઠપૂતળી ઇબ્રાહિમ રઈસીને ઈરાનના પ્રમુખ બનાવ્યા છે. ઈરાન તાલિબાન પ્રત્યે આક્રમક વલણ અપનાવશે એવી ભારતની આશા ઠગારી નીવડવાની છે. ઝામ્બિયામાં ચૂંટણી પહેલાં ઠેરઠેર સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે. સત્તાધારી પક્ષે ચૂંટણી જીતવા સામ, દામ, દંડની નીતિ અપનાવી છે. જો તટસ્થ ચૂંટણી યોજાય તો વિપક્ષી નેતા હકાઇદે હીચીલેમા વિજેતા બને તેમ છે. ઝામ્બિયાના વર્તમાન શાસકો તેવું ન થવા દે તે સ્વાભાવિક નથી, પણ સ્પષ્ટ છે. દુનિયાભરમાં અત્યારે લોકતાંત્રિક મૂલ્યો નબળાં પડતાં જાય છે. જોર-જુલમથી સત્તા મેળવવા અને ટકાવી રાખવાની પ્રેક્ટીસ વધતી જાય છે. પેરુના નવા ડાબેરી પ્રમુખ પેડ્રોકાસ્ટિલોએ રાજનીતિમાં નવા નિશાળીયા ગાઈડો બેલીડોને વડાપ્રધાન બનાવી દીધા છે. ગાઈડો એક વિવાદાસ્પદ ચરિત્ર છે. સોશિયલ મિડીયામાં સજાતિયો વિરૂદ્ધ અને જાતિય ટીપ્પણી કરવા બદલ તેઓ વિવાદમાં ફસાયા હતા. ડાબેરી અર્થશાસ્ત્રી કેડ્રો ફ્રેન્કને નાણાંપ્રધાન બનાવવામાં આવ્યા છે. બ્રાઝિલના પ્રમુખ જૈર બોલસોનારોને પણ વાદવિવાદ સાથે કાયમનો નાતો થઈ ગયો છે. રસીની ખરીદીમાં લાંચના મામલા પછી હવે તેમના વિરુદ્ધ ૨૦૨૨ની ચૂંટણીને લઈને કરેલા બફાટ વિશે તપાસ શરૂ થઈ છે. કોરોના મહામારીમાં દાખવેલી બેદરકારી અને અવિચારી બયાનબાજીને કારણે અળખામણા બન્યા હોવાથી તેઓ હારી જાય તેમ છે. આથી તેમણે કોઈપણ પ્રકારના આધાર પુરાવા વિના એવું વિધાન કર્યું કે ૨૦૨૨ની ચૂંટણીમાં ઈલેકટ્રોનિક વોટિંગ સીસ્ટમમાં ગેરરીતિ થશે. મેક્સિકોની સરકારે અમેરિકાના ગનમેકર્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે અમેરિકાના ગન ઉત્પાદકો મેક્સિકોમાં ગેરકાયદે રીતે બંદૂક ઘુસાડીરહ્યા છે. બોસ્ટનની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંદૂકો ડ્રગકાર્ટેલ્સના હાથમાં જઈ રહી છે અને તે રોકવા માટે ગનમેકર્સ કંપનીઓ કશું જ કરી રહી નથી. અમેરિકાની શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ અત્યંત પાવરફૂલ છે. તે અમેરિકાની રાજનીતિને કંટ્રોલ કરે છે એટલું જ નહીં સમગ્ર વિશ્વની રાજનીતિ પર પ્રભાવ પાડે છે. યુદ્ધ અને અશાંતિ તેમના બિઝનેસનું બળતણ છે. આ કેસનું ફીંડલું વળી જશે તેમાં કોઈ શંકા નથી. ટોક્યો ઓલિમ્પિકમાં બેલારૂસના એક દોડવિરાંગના અને તેના કોચ વચ્ચે અનબન થઈ ગઈ હતી. તેણે કોચની ટીકા કરતાં તેના પર રમત છોડી વતન પરત ફરી જવા દબાણ કરાયું હતું. જવાબમાં તેણે જાપાનની પોલીસની મદદ લેવી પડી હતી. બેલારુસમાં હાલ ભયંકર રાજકીય દમન ચાલી રહ્યું છે. સરકારના અત્યાચારથી બચાવી લોકોને ભાગવામાં મદદ કરતાં એક્ટિવિસ્ટ વીટેલી સીસૌવની લાશ યુક્રેનના એક પાર્કમાં લટકતી મળી આવી હતી. અન્ય બે એક્ટિવિસ્ટો સામે પણ સરકાર બંધબારણે કેસ ચલાવવાનું નાટક રચી રહી છે. ભૂતકાળ ક્યારેય તમારો કેડો મૂકતો નથી. તમે કરેલા ગુનાઓ સતત તમારો પીછો કરતાં રહે છે. જર્મનીમાં હાલ એક ૧૦૦ વર્ષના વૃદ્ધ પર કેસ ચાલી રહ્યો છે. તેના પર આરોપ છે કે તે નાઝી સેનાનો ગાર્ડ હતો અને તેણે કોન્સન્ટ્રેશન કેમ્પમાં ૩,૫૦૦ લોકોની હત્યા કરેલી. લોકરોષનો ભોગ ન બને એટલા માટે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. ફ્રાન્સમાં નવા પ્રકારના આંદોલનો શરૂ થયા છે. પેરિસ તથા બીજા ફ્રેન્ચ શહેરોમાં ૨,૦૦,૦૦૦થી વધુ લોકો સડક પર ઊતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો વિરોધ ફ્રાન્સની સરકારે લાગુ કરેલા એક નવા કાયદા સામે છે. સરકારે કાયદો લાગુ કર્યો છે કે લોકોએ ટ્રેન, વિમાન, કાફે કે રેસ્ટોરામાં દાખલ થતાં પહેલાં કોવિડ પાસ બતાવવો પડશે. આ પાસ જેને રસીકરણ થઈ ચૂક્યું હોય તેને જ ઈસ્યુ થાય છે. અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાં પણ આવો નિયમ લાગુ કરાયો છે. યુએસમાં કોવિડ કેસોની સંખ્યા બહુ ઝડપથી વધતી જાય છે.

ગુજરાત સમાચાર 13 Aug 2021 5:35 am

ટોક્યો ઑલિમ્પિક: ટ્રેન્ડ, નવીનતા અને વિવાદો

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - 1904માં 85 ટકા મેડલ અમેરિકન ખેલાડી જીત્યા હતા, કારણ કે ત્યારે જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને અમેરિકા જવું મુશ્કેલ હતું રોજ નવી-નવી રમતોના પરિણામ આવી રહ્યા છે. ટોક્યો ઑલિમ્પિક તેના ચરમ તરફ ૂચઢાણ કરી રહી છે. દર્શકો (ટીવી અને ઑનલાઇન દર્શકો)નો ઉત્સાહ નવી સપાટી વટાવી રહ્યો છે. ત્યારે એ જાણવું રસપ્રચૂર બની રહેશે કે કોઈ પણ રમતના પરિણામનો આધાર માત્ર ખેલાડીના પરફોર્મન્સ પર નથી હોતો. તે ઉપરાંતના પરિબળો પણ ભૂમિકા નિભાવતા હોય છે. જેમ કે જે દેશમાં રમત યોજાઈ હોય ત્યાંના ખેલાડીઓનો ઉત્સાહ સર્વાધિક હોય છે એટલે મેડલ ટેલીમાં પણ તેની બઢત જોવા મળે. કોઈ ખેલાડી તેમના દેશની માઇનોરિટીમાંથી આવતો હોય અને તેનું સતત ટ્રોલિંગ થતું હોય તો તેની પણ તેના દેખાવ પર અસર પડે. આ સિવાય પણ બીજી ઘણી બધી બાબતો છે. આવો, જોઈએ. ૧૮૯૬માં એથેેન્સમાં પહેલી મોડર્ન ઑલિમ્પિક રમાઈ. ત્યારે એવું થતુું કે ૯૦ ટકા મેડલ જે દેશમાં ઑલિમ્પિકનું આયોજન થયું હોય તે દેશના ખેલાડીઓ લઈ જતા. ૧૮૯૬થી ૧૯૧૨ સુધી આવું ચાલ્યું. ૧૯૦૪માં અમેરિકાના મિસોરી સ્ટેટમાં સેઇન્ટ લુઈસ ખાતે રમતો યોજાઈ અને ૨૮૦ મેડલ અમેરિકન રમતવીરો જીત્યા. કુલ મેડલ્સના ૮૫ ટકા. શા માટે અમેરિકા આટલા બધા મેડલ જીતી ગયું એ સમયે? બે કારણ છે. ૧) એ સમયે મિડવેસ્ટનો પ્રવાસ અઘરો હતો. ૨) જાપાન અને રશિયા પેસિફિકમાં જંગે ચડયા હતા. એ વર્ષે કુલ જેટલા સ્પર્ધકોએ અમેરિકામાં ભાગ લીધેલો તેમાંથી ૮૦ ટકા તો અમેરિકન જ હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે હંમેશા આંકડા જ અંતિમ સત્ય નથી હોતા. તેની પાછળની સ્ટોરીઓ પણ તપાસવી પડે છે. ૧૯૮૦ની ઑલિમ્પિકમાં મોટા ભાગના મેડલ રશિયન ખેલાડીઓના ગળામાં ટીંગાયા. શા માટે? કારણ કે એ વર્ષે ઑલિમ્પિકનું આયોજન સોવિયેત યુનિયનમાં થયેલું. અમેરિકા સહિત ૬૪ દેશોએ એ વર્ષે ઑલિમ્પિક રમતોનો બહિષ્કાર કરેલો. ૧૯૮૪માં આનાથી ઊલટું થયું. રમતો અમેરિકાના લોસ એન્જલસમાં યોજાઈ અને રશિયા સહિત ૧૪ દેશો ફુઆ રિસાઈને જાનમાં ન આવે એમ રમતોથી અળગા રહ્યા. ૧૯૭૬માં ૨૦ ટકા મેડલ સોવિયેત યુનિયનને ગયેલા. ૧૯૮૦માં તે વધીને ૩૧ ટકા થયા. અમેરિકા ૧૯૭૬માં કુલમાંથી ૧૫ ટકા મેડલ જીત્યું હતું. ૧૯૮૪માં ૨૫ ટકા જીત્યું. હવે સાવ આવું થવું સંભવ નથી. કારણ કે રમતોની સંખ્યા પણ વધી ગઈ છે, રમતો રમનારા દેશોની સંખ્યા પણ વધી છે અને વિશ્વના દેશો વચ્ચે સંવાદિતા પણ વધી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનનું અર્થતંત્ર ઊંચું આવ્યું તેમ ઑલિમ્પિક્સમાં તેના મેડલ વિજેતાઓની સંખ્યા પણ વધી છે. અલબત્ત તે હજી અમેરિકાથી પાછળ છે, પણ હવે બરાબરના શીંગડા ભરાવી રહ્યું છે. ઑલિમ્પિકની રમતોમાં સારો દેખાવ જે-તે દેશનો નેશનલ સ્પિરિટ પ્રસ્તુત કરે છે. આત્મવિશ્વાસ વધે, બેસ્ટ પરફોર્મન્સ આપવાની જીદ વધી જાય ત્યારે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી બને છે અને સારી-સારી ખેલ પ્રતિભાઓ પણ બહાર આવે છે. કેમ અમેરિકાનો આર્થિક વિકાસ થતો ગયો તેમ ત્યાં શ્રેષ્ઠ રમતવીરોની સંખ્યા વધતી ગઈ? કેમ જાપાનમાં પણ એવું? કેમ રશિયામાં પણ એવું? કેમ ચીનમાં પણ એવું? ગણિત બહુ જ સીધું છે. અમેરિકાની સ્પોર્ટ્સ એનાલિટિક્સ કંપની ગ્રેસનોટ અંદાજ બાંધે છે કે યુએસએ આ વખતે ૯૬ મેડલ જીતશે, ચીન ૬૬ અને જાપાન ૬૧. ૨૦૧૬માં જાપાન ૪૧ મેડલ જીત્યું હતું. આ વખતે તેને હોમ ગ્રાઉન્ડનો લાભ મળવાનો અંદાજ છે. ઑલિમ્પિક્સ અને વિવાદોનો સંબંધ બહુ જૂનો છે. આ વખતે ચીનના ખેલાડીની એક તસવીરને લઈને વિવાદ થયો છે. વેઇટ લિફ્ટિંગમાં ૪૯ કિલોની સ્પર્ધામાં મીરાબાઈ ચાનુ સિલ્વર મેડલ વિજેતા બની તેમાં ગોલ્ડ મેડલ ચીનની ૨૪ વર્ષીય હો જીહોએને મળ્યો છે, પણ તેની તસવીર ઉપહાસ પાત્ર બની છે. જ્યારે કોઈ ખેલાડી વજન ઉપાડે ત્યારે તેના ચહેરાના હાવભાવ વિકૃત થઈ જતા હોય છે તે સ્વાભાવિક છે. રોઈટરે આવા વિકૃત હાવભાવ વાળી તસવીર પ્રસિદ્ધ કરી દેતા ચીન ગુસ્સે ભરાયું છે અને આરોપ મૂકી રહ્યું છે કે, રોઇટરે જાણી જોઈને આવી ગંદી તસવીર પસંદ કરી. પશ્ચિમી મીડિયા ટોક્યો ઑલિમ્પિકનું તટસ્થ રીપોર્ટીંગ કરી રહ્યું નથી. જાપાન ભલે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશમાંનો એક હોય, કિન્તુ ભેદભાવના દુર્ગુણથી તેય મુક્ત નથી. ત્યાં પણ મિશ્ર નસલના ખેલાડીઓનું સતત ટ્રોલિંગ થાય છે. આવા બાળકોને સ્કૂલમાં ચીડવવામાં આવે છે. નવી વાત એ છે કે આ વખતે આવા મિક્સ્ડ રેસના જાપાની ખેલાડીઓની સંખ્યા વધારે જોવા મળી રહી છે. જાપાની માતા અને બેનિનિઝ પિતાના સંતાના હાચીમુરા રુઈનું નાનપણથી ટ્રોલિંગ થતું. તું બ્લેક છો. તું જતો રહે, એવું તેને કહેવામાં આવતું. એ જ છોકરાએ જાપાનને બાસ્કેટ બૉલમાં પ્રતિષ્ઠા અપાવી. તેણે આ વખતે ઑપનિંગ સેરેમનીમાં જાપાની ટીમનો ધ્વજ ઉઠાવેલો. ટેનિસ ક્ષેત્રે જાપાનનો ડંકો આખા વિશ્વમાં વગાડનારી નાઓમી ઓસોકા હૈતિઅન-જાપાની છે. સાની બ્રાઉન અબ્દુલ હકીમ ઘાનિઅન-જાપાની છે. ડાર્વિશ યુ ઇરાનિયન-જાપાની છે. જાપાનમાં મિશ્ર નસલના આવા બાળકોને હાફુ કહેવામાં આવે છે. હાફુ શબ્દ હાફ પરથી ઊતરી આવ્યો છે. જાપાનની જનતા એમ માને છે કે અમારી જાતિ શુદ્ધ છે, યુનિક છે. પણ એવું નથી. તેઓ આઇનુ, ઓકિનાવાન્સ અને કોરિયન મૂળવંશમાંથી ઊતરી આવેલી જાતિ છે. અત્યારે જાપાનની બે ટકા વસ્તી વિદેશી અથવા વિદેશી મૂળની છે. ઓછી છે, પરંતુ ભૂતકાળ કરતા વધારે છે. ત્યાંની સૌથી સારી વાત એ છે કે વસ્તી ગણતરીમાં આવી જાતિ આધારિત નોંધો રાખવામાં આવતી નથી. વૈશ્વિક હાઇલાઇટ્સ... - યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું પૂર આવ્યું હતું, જેમાં ૨૦૦ લોકોનાં મોત થયાં હતાં. જર્મનીમાં સર્વાધિક ૩૬નું મૃત્યુ થયું હતું. ચીનના હેનાન પ્રાંતમાં ભારે વરસાદ પડતા બે લાખ લોકોનું સ્થળાંતર કરવું પડયું હતું. પાણીમાં ફસાયેલી ટ્રેનમાં ૧૨નાં મોત થયાં હતાં. હેનાનમાં કુલ ૫૬નાં મૃત્યુ થયાં છે. - ઓસ્ટ્રેલિયાના સૌથી ગીચ ન્યુ સાઉથ વેલ્સ વિસ્તારમાં કોરોનાના કેસ બહુ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૧૫ મહિનાની ટોચ પર છે. ત્યાં રસીકરણ ઓછું થયું હોવાથી ડેલ્ટા વેરિયન્ટ ભુરાયો બન્યો છે. સિડનીમાં રોજના ૧૦૦ નવા કેસ આવી રહ્યા છે. - કેનેડિયન સરકાર યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકો માટે નવમી ઑગસ્ટથી બોર્ડર ખુલ્લી મૂકી દેશે. જોકે તેમને રસીકરણ કરાવેલું હોવું ફરજિયાત છે. બીજા દેશના નાગરિકો માટે કેનેડાની સીમાઓ એક મહિના પછી ખોલવામાં આવશે. - કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે. ખાસ કરીને જે દેશોમાં હજી પૂરતું રસીકરણ નથી થયું ત્યાં ખાસ. ઇન્ડેનેશિયામાં હૉસ્પિટલો છલકાઈ ઊઠી છે. દર ૧૦૦માંથી આઠ દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. - દર વર્ષે અમેરિકામાં લાખો મેક્સિકનો ગેરકાયદે રીતે ઘૂસી જાય છે. જૂન મહિનામાં મેક્સિકન ઘૂસણખોરો અને અમેરિકાના સીમા સુરક્ષા દળ વચ્ચે અથડામણના ૧,૮૯,૦૦૦ કેસ નોંધાયા. કોરોના ફાટી નીકળ્યા બાદ ઘૂસણખોરી વધી છે. જૂન-૨૦૧૯થી અમેરિકન સરકારે મેક્સિકન સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું છે. - ઈરાકની રાજધાની બગદાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ ઇસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો હતો. જાન્યુુઆરી માસ પછીનો બગદાદમાં આ સૌથી મોટો ધમાકો હતો. તેમાં ૩૦નાં મોત થયાં હતાં.

ગુજરાત સમાચાર 30 Jul 2021 5:35 am

ટોક્યો ઑલિમ્પિક્સની થાળીમાં કોરોનાની મેખ

- એરાઉન્ડ ધ વર્લ્ડઃ કુલદિપ કારિયા - જાપાન માટે ૧૯૬૪ની ઑલિમ્પિક્સ પ્રતિષ્ઠાનો જંગ હતી અને આ વખતની પણ પ્રતિષ્ઠાનો જંગ, પરંતુ બંને વખતે પ્રતિષ્ઠા દાવ પર લાગવાના કારણો જુદા-જુદા છે લગ્નનું ઘર સોસાયટીના તમામ ઘરોની વચ્ચે અલગ તરી આવતું હોય છે. તેની રોનક જુદી હોય છે. ત્યાં મોડી રાત સુધી ધમાધમ હોય છે. હાસ્યની છોળો છેક ગલીના નાકા સુધી ઊડતી હોય છે. રોશનીનું અજવાળું અંતરના અજવાળા સાથે હરિફાઈ કરતું હોય છે. એક દેશ માટે ઑલિમ્પિક્સની રમતોનુંય એવું જ છે. જ્યારે કોઈ દેશમાં ઑલિમ્પિક્સ યોજવાની હોય તેના મહિનાઓ પહેલા ત્યાં ઉત્સવનું વાતાવરણ ગોરંભાઈ જાય છે, પરંતુ આ વખતે આપણે ત્યાં લગ્ન પ્રસંગો સાદાઈથી પૂરા થયા તેમ જાપાનમાં ઑલિમ્પિક્સના આયોજનમાં પણ એ ઝાકમઝોળ, એ રોનક ગાયબ છે. ઑલિમ્પિક્સની મશાલ દુનિયાભરમાં ફરીને ટોક્યોના કોમાઝાવા સ્ટેડિયમમાં પહોંચી ત્યારે પરંપરાગત રીલે યોજાવાને બદલે બંધ બારણે નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સ્ટેડિયમની બહાર કેટલાક રમતપ્રેમીઓ એકઠા થયા હતા તો કેટલાક દેખાવકારો. આ સમયે રમતના આયોજનનો વિરોધ કરી રહેલા લોકોના હાથમાં પ્લેકાર્ડ્સ હતા. એકમાં લખ્યું હતું, પ્રોટેક્ટ લાઇવ્ઝ, નોટ ધ ઑલિમ્પિક્સ. બીજામાં લખ્યું હતું, ઑલિમ્પિકની મશાલ ઠારી નાખો. કોઈ એવું કહી રહ્યું હતું કે, આ સમય ઑલિમ્પિક યોજવા માટે યોગ્ય નથી તો કોઈ એવું કોઈ ત્યાં એ આશાએ ઊભું હતું કે મશાલની એક ઝલક જોવા મળી જાય. તેઓ એવું માને છે કે ઑલિમ્પિકની મશાલનું અજવાળું મહામારીના કાળમીઢ અંધકારને ઓછો કરશે. ભેદશે. આઠ વર્ષ પહેલા જ્યારે જાપાનને ઑલિમ્પિક્સ ૨૦૨૦ના રાઇટ્સ મળ્યા ત્યારે જાપાનમાં જબરદસ્ત ઉત્સવ થયેલો. તત્કાલીન વડા પ્રધાન શિન્ઝો આબેએ વિધાન કરેલું, હું વડા પ્રધાન બન્યો ત્યારે જેટલો ખુશ થયેલો તેના કરતા પણ વધારે ખુશ અત્યારે છું. આબેએ આવું શા માટે કહેલું? કારણ કે ઑલિમ્પિક્સ માત્ર રમત નથી. તે પ્રાઇડ છે. અભિમાન છે. તમારે તમારા દેશમાં ઑલિમ્પિક્સ યોજવી હોય તો પહેલા તેના સ્ટાન્ડર્ડ્સને મેચ થવું પડે. જેવા તેવા દેશનું કામ નહીં તે યોજવાનું. તેનું બહુ વિશાળ ઇકોનોમિક્સ પણ છે. આયોજક દેશ, ઇન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી અને સ્પોર્સ્ટ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય બિઝનેસમેનોનું ગણિત બેસે તો જ તો જ અને ત્યાં જ ઑલિમ્પિક્સનું આયોજન થાય છે. ૧૯૪૪માં અણું બોમ્બથી ભાંગી પડેલા જાપાને ૧૯૬૪માં ભવ્ય ઑલિમ્પિક્સ યોજીને દુનિયાને સંદેશ આપી દીધેલો કે અમે વધારે શક્તિથી ઊભા થઈ ગયા છીએ. ૬૦નો દશક જાપાન માટે ગોલ્ડન પીરિયડ હતો. પ્રતિદિન તે વધુને વધુ ધનવાન બનતું જતું હતું. બુલેટ ટ્રેન પણ ત્યારે દોડવા લાગેલી. એ ઉત્સાહ અને એ આનંદ અત્યારે ગાયબ છે. લોકો હતાશ થઈ ચૂક્યા છે. જે સપનાં તેની જનતાએ અને તેમના શાસકોએ સેવ્યા હતા ટોક્યો ઑલિમ્પિક્સ-૨૦૨૦ને લઈને તે તો ક્યારના તૂટી ચૂક્યા છે. કેવી રીતે? સમજીએ. જાપાનનું અર્થતંત્ર છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટેગનેશનનો સામનો કરી રહ્યું છે. વિકસિત દેશોમાં આવી સમસ્યાઓ આવતી હોય છે. ફુગ્ગો જ્યારે ફુલાઈ જાય ત્યારે તેમાં વધુ હવા ભરવી મુશ્કેલ થાય. બીજી બાજુ દેશમાં મંદી ન આવે તે માટે સ્ટેગ્નેશનનો અંત લાવવો જરૂરી હોય છે. જાપાનના શાસકોનું ગણિત એવું હતું કે ઑલિમ્પિક્સના આયોજનોથી દેશનો ઉત્સાહ વધતા નવી ખરીદી નીકળશે, વળી તેઓ ૪ કરોડ વિદેશી મહેમાનોને આવકારવાની ગણતરી રાખતા હતા. આટલા વિદેશી દર્શકો આવે એટલે તેઓ પણ ત્યાં પૈસા ખર્ચે. તેનાથી પણ દેશને જબ્બર કમાણીની અપેક્ષા હતી. કોરોનાએ તેમનું આ ગણિત વીખી નાખ્યું. જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ કોવિડ હોવા છતાં ઑલિમ્પિક્સના આયોજનો પડતા ન મૂકવાનું નક્કી કર્યું. તેનું બે કારણ. ૧) ચીન ૨) આર્થિક સમિકરણ. ચીન ફેબુ્રઆરી-૨૦૨૨માં તેમને ત્યાં વિન્ટર ઑલિમ્પિક્સ યોજવાનું છે. ૨૦૦૮માં તેણે ભવ્ય ઑલિમ્પિક્સ પણ યોજી હતી. ચીને દૃઢતાપૂર્વક જાહેર કરી દીધું છે કે તે વિન્ટર ઑલિમ્પિક્સ રદ કરશે નહીં. જાપાન ઑલિમ્પિક્સ રદ કરે અને ચીન વિન્ટર ઑલિમ્પિક્સ દબદબાભેર યોજે તો આંતરરાષ્ટ્રીય સ્તરે જાપાનની ફજેતી થાય. ચીનની મહત્તા વધી જાય. જાપાન આવું થવા દેવા માગતું નથી. તે એવો મેસેજ આપવા માગે છે કે હજી પણ જાપાન એટલું જ મજબૂત છે. બીજું કારણ આર્થિક છે. હવે જાપાનમાં આંતરરાષ્ટ્રીય દર્શકો તો નહીં હોય એટલે તે આવક તો ગઈ, પણ ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીને રમતોના પ્રસારણમાંથી આવક થતી હોય છે. જાપાનને પણ તેમાં પોતાનો શેર મળે. ઇન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી, સ્પોન્સરો અને જાપાન જે લોકો ટોક્યો ઑલિમ્પિક્સમાં પૈસા રોકીને બેઠા છે તેમના આર્થિક હિતો સાવ ન ધોવાઈ જાય એટલા માટે ઑલિમ્પિક્સ રદ કરવામાં આવી રહી નથી. કોરોનાના કહેર પછી એવું નક્કી થયેલું કે સ્ટેડિયમમાં માત્ર ૧૦,૦૦૦ દર્શકોને જ એન્ટ્રી મળશે. ટોક્યોમાં કોવિડ કેસ વધવા લાગતા ત્યાં ફરીથી હેલ્થ ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે અને હવે એવું નક્કી કરાયું છે કે દર્શકો વિના રમતો યોજાશે. ઑલિમ્પિક્સના સહસ્ત્રાબ્દીઓના ઈતિહાસમાં કદાચ આ પહેલી એવી રમત હશે જે દર્શકગણ વિના રમાશે. ટોક્યો ઑલિમ્પિક્સના આયોજનના ટીકાકારો સિક્કાની બીજી બાજુ બતાડી રહ્યા છે. માની લો કે ઑલિમ્પિક્સ વિલેજમાં કોરોના ફાટી નીકળશે તો? એ ખેલાડીઓ, એ સ્ટાફ જ્યારે તેના દેશમાં જશે ત્યારે? આનાથી ન માત્ર જાપાનમાં, પરંતુ સમસ્ત દુનિયામાં કોરોના ફેલાશે. અત્યાર સુધી કોરોના સામેની લડાઈમાં જાપાનનું પ્રદર્શન સારું રહ્યું છે, પણ તેનાથી એવું થોડું ફાઇનલ છે કે આવતીકાલે કશું નહીં જ થાય. જાપાનમાં અત્યાર સુધી કોરોનાના ઓછા કેસ આવ્યા છે તેમાં સરકારને બદલે જનતાને ક્રેડિટ અપાઈ રહી છે. જાપાનમાં અત્યાર સુધીમાં ૮.૪૨ લાખ કોવિડ કેસ થયા છે અને ૧૪,૯૯૩ લોકોનાં મૃત્યુ થયાં છે. ખરેખર કસોટી રૂપ છે. જાપાન કાં તો આ તરફ કાં તો પેલી તરફ એક મોટું ઉદાહરણ પેશ કરશે. વૈશ્વિક હાઇલાઇટ્સ... - ક્યુબામાં ચીજવસ્તુઓની, દવાની, અનાજની તાતી અછત સર્જાતા હજારો લોકો સડક પર વિરોધ કરવા ઊતરી પડયા છે. છેલ્લા છ દાયકામાં ત્યાં થયેલો આ સૌથી મોટો જનવિરોધ છે. પોલિસ દ્વારા વિરોધનું જબરદસ્ત દમન કરવામાં આવી રહ્યું છે અને લગભગ ૧૫૦ લોકો લાપતા બન્યા છે. ક્યુબામાં અત્યારે વીજળીની પણ ભયંકર અછત છે. જે દેશને અમેરિકા ન તોડી શક્યું તેને કોરોના તોડશે કે શું? - દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમાને ને જેલભેગા કરવામાં આવતા ત્યાં રમખાણ ફાટી નીકળ્યા છે. તેમના સમર્થકોએ અનેકની હત્યા કરી છે તથા ફેક્ટરી, વેરહાઉસ અને દુકાનો સળગાવી નાખ્યા છે. - લેબેનોનમાં પણ આર્થિક તંગીને કારણે બે પાવર પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે. ત્યાં અંધારપટ સર્જાઈ ગયો છે. ઈરાકમાં કોવિડ વોર્ડમાં આગ લાગતા ૯૨ લોકોના મોત થયાં હતાં. છેલ્લા ત્રણ મહિનામાં ત્યાં બીજો આવો બનાવ બન્યો છે. - બ્રિટનમાં કોરોના કેસની સંખ્યા એકાએક ફરીથી વધવા લાગી છે. જોકે ત્યાં રસીકરણ કાર્યક્રમ સફળ રહ્યો હોવાથી આ વખતે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે અને મૃત્યુ પામનારાઓની સંખ્યા તો એનાથી પણ ઓછી.

ગુજરાત સમાચાર 23 Jul 2021 2:30 am

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું પુનરાગમન: કોરોના ફળ્યો?

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - ઇન્ડોનેશિયામાં હાલ કોરોના બોમ્બની જેમ ફાટયો છે, હૉસ્પિટલો છલકાવા લાગી છે, અનેક જગ્યાએ ઑક્સિજનની અછત સર્જાઈ છે અમેરિકા અફઘાનિસ્તાન છોડી રહ્યું છે અને એટલી જ ઝડપથી તાલિબાન અફઘાનિસ્તાનને ફરીથી કબજામાં લઈ રહ્યા છે. અફઘાનિસ્તાનની લોકશાહી મરણશૈયા પર છે. આ ઘટના અફઘાનિસ્તાનમાં દાખલો બેસાડશે. દુનિયાને જાણ થઈ ગઈ છે કે અમેરિકા વિશ્વની સૌથી મોટી મહાસત્તા હોવાની વાત કેટલી પોકળ છે. અમેરિકા જેવી મહાન શક્તિ ૨૦ વર્ષ સુધી લડીને એક સંગઠનને સાફ કરી શકી નથી તો જરૂર કોઈ વાત હોવી જોઈએ. ચીન પણ હવે આંતરરાષ્ટ્રીય રાજનીતિનો બહુ મોટો પ્લેયર થઈ ગયો છે. ભવિષ્યમાં આ રીતે હવે અમેરિકા કે બીજા યુરોપિયન દેશો ફટાક દઈને કોઈ દેશ પર આમ ચઢાઈ કરતા પહેલા ૧૦૦ વખત વિચાર કરશે. પહેલા તાલિબાનને ખસેડયા. ૨૦ વર્ષ સુધી તે ઓલમોસ્ટ અમેરિકન સૈનિકોના કબજામાં રહ્યું. હવે અમેરિકન સૈનિકો જઈ રહ્યા છે અને તાલિબાન આવી રહ્યા છે. આમાં અફઘાનિસ્તાનના સામાન્ય માણસોના જીવનનું શું? માત્ર અંધારુ. અફઘાન સેનાએ તો ઘણી જગ્યાએ તાલિબાન સામે લડયા વિના જ શરણાગતિ સ્વીકારી લીધી. બીજી બાજુ ઘણા બધા વિસ્તારોમાં સ્થાનિક લોકો સંગઠન બનાવીને તાલિબાનોનો સામનો કરી રહ્યા છે. તેમના અંધકારમય ભવિષ્યની જવાબદારી કોની? આ સવાલ પૂછવાવાળું પણ કોઈ નથી અને જવાબ આપનારું પણ કોઈ નથી. કદાચ કોરોનાએ અમેરિકા અને યુરોપિયન દેશોની કમર તોડી નાખી છે. એટલે જ ઈરાન પણ હવે તેમની શરમ ભરતું નથી. ઈરાને ન્યુક્લિઅર વૉચડોગ ઇન્ટરનેશલ એટમિક એનર્જી એજન્સી (આઈએઇએ)ને મોઢામોઢ કહી દીધું છે કે, અમે યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યા છીએ, જેથી તેનો ઉપયોગ વીજળી ઉત્પાદન માટે તથા બોમ્બ બનાવવા માટે થઈ શકે. ૨૦૧૫માં બરાક ઑબામાએ ન્યુક્લિઅર ડીલ કરી તે બહુ સમજી વિચારીને કરી હતી. તેના થકી ઈરાનને નિયંત્રણમાં રાખી શકાત, પરંતુ ટ્રમ્પે બધી બાઝી બગાડી નાખી. ઉપરથી આવ્યો કોવિડ. જો કોવિડ ન આવ્યો હોત તો કદાચ અમેરિકા અને બીજા યુરોપિયન દેશોએ તાલિબાનને રોકવાની હિંમત દાખવી હોત, પણ નહીં. હવે તેઓ બધી જવાબદારી અફઘાની સેના પર નાખી રહ્યા છે. હવે વધુ યુદ્ધ કરવાના પૈસા ન તો યુરોપ પાસે છે ન અમેરિકા પાસે. આ ઘટનાક્રમો સમજાવી રહ્યા છે કે અમેરિકા, યુરોપ સિવાયના પણ સુપર પાવર્સ છે આ દુનિયામાં. એ સુપરપાવર્સ એટલે નિયતી. કુદરત. હવે જો બાઇડન ઈરાનને ફરીથી ન્યુક્લિઅર ડીલના બંધનમાં લાવવા માગે છે, પણ હવે એ સંભવ લાગતું નથી. હૈતીના પ્રમુખ જોવિનલ મોઇસેની હત્યા થઈ ગઈ છે. પોલીસે કહ્યું કે તેણે છ હુમલાખોરોમાંથી ચારને અથડામણ દરમિયાન ઠાર કર્યા છે અને બેને ઝડપી લીધા છે. હજી એ સ્પષ્ટ નથી થયું કે હત્યા કોના ઈશારે કરાઈ છે. હૈતીના વચગાળાના પ્રધાનમંત્રીને આવતા અઠવાડિયે ખુરશી ખાલી કરવાની હતી. તેઓ હવે વચગાળાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળશે. ટૂંકમાં આટલા પરથી સમજી શકાય છે કે હત્યા કોણે કરાવી હશે. બ્રાઝિલમાં રસી કૌભાંડ ગાજી રહ્યું છે. ત્યાંની સર્વોચ્ચ અદાલતે જૈર બોલ્સોનારો સામે તપાસના આદેશ આપી દીધા છે. તેમણે આરોપ છે કે તેમણે ભારત પાસેથી રસી ખરીદવામાં જે સોદો થયો તેમાં ચાલતી અનિયમિતતાની ઉપેક્ષા કરી. એક અધિકારીએ રસીના એક ડોઝ દીઠ એક ડોલરની લાંચ માગી હોવાનો આરોપ છે. આ મામલે સેનેટ તપાસ પણ બેસાડાઈ છે. હજારો બ્રાઝિલિયનો સરકારના વિરોધમાં સડક પર ઊતરી ગયા છે. તેઓ જૈર બોલ્સોનારોના મહાભિયોગની માગણી કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આફ્રિકામાં એસ્વાતિની નામનો દેશ આવેલો છે. આ એક જ દેશ એવો છે જ્યાં હજુ પણ રાજાશાહી ચાલી રહી છે. તેના રાજાનું નામ છે કિંગ મસ્વાતી. તેમની સામે પણ દેખાવો શરૂ થઈ ચૂક્યા છે. પોલીસે કાયદાના એક વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ વિદ્યાર્થીઓ વિફર્યા છે અને સડક પર ઊતરી આવ્યા છે. પોલીસ બચાવ કરે છે, એને અમે નથી માર્યો એ કાર અકસ્માતમાં મરી ગયો. તેમનો આ બચાવ તદ્દન પાંગળો છે. કદાચ આફ્રિકાની છેલ્લી રાજાશાહી પણ જશે. તેમ થવાથી એસ્વાતિનીનો ઉદ્ધાર થઈ જશે એવું માનવું ભૂલ ભરેલું છે. નાઇજિરિયાની શાળામાં ૧૪૦ વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ત્યાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અપહ્યુત થઈ ચૂક્યા છે. ત્યાં બોકોહરામ કરીને એક ત્રાસવાદી સંગઠન છે તે બહુ જ સક્રિય છે. બોકો હરામનો અર્થ થાય છે પશ્ચિમી શિક્ષણનો વિરોધ. તેઓ નાઇજિરિયનોને અજ્ઞાાનના કાળા અંધારામાં જ રાખવા માગે છે. બીજી એક જાણવાજોગ ઘટના ઘટી છે. માર્ચ મહિનામાં એવર ગિવન નામની કંપનીનું એક જહાજ સુએઝ કેનાલમાં ફસાઈ ગયું હતું એ તો યાદ જ હશે. તેનાથી કેનાલને નુકસાન પણ થયું હતું. સુએઝ કેનાલનું ઇન્ટરનેશનલ ટ્રેડમાં ખૂબ મહત્ત્વ છે. એવર ગિવનનું જહાજ ફસાઈ જતા દિવસો સુધી બીજા વ્યાપારી જહાજોની લાંબી લાઈન લાગેલી. ખનીજતેલના ભાવ હલબલી ગયેલા. ઇજિપ્તે તે જહાજ જપ્ત કરી લીધેલું અને એવર ગિવન પાસે ૫૫ કરોડ ડોલરના દંડ કમ વળતરની માગણી કરેલી. એવર ગિવન અને ઇજિપ્ત સરકાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. કેટલા ડોલરમાં થયું તે બેમાંથી એકેય પક્ષકારે બહાર પાડયું નથી. ઇઝરાયલમાં એક હંગામી કાયદો ઘડાયો હતો. જો કોઈ પેલેસ્ટિનિયન કોઈ ઇઝરાયલી સાથે લગ્ન કરે તો તેને ઇઝરાયલની નાગરિકતા નહીં આપવાની. આ કાયદો લંબાવવાની નવી સરકારે ના પાડી દીધી છે. લેબેનોનોન એક સામાજિક વિસ્ફોટની કગાર પર ઊભો છે. તેનું અર્થતંત્ર લાંબા સમયથી ફડચામાં છે. ત્યાં ફુગાવો આસમાને પહોંચી જતા તેના ચલણની કોઈ કિંમત રહી નથી. દેશમાં દવા, ખોરાક સેન્ડબોક્સમાં જ રોકાતા હોવાથી તેમને અલગથી ક્વોરન્ટાઇન થવાની જરૂર નથી. પ્રવાસીને કોરોના હોવાની થાઈલેન્ડને ચિંતા નથી. તેઓ હવે એ પ્રમાણે જ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને તૈયાર કરી રહ્યા છે. ઇન્ડોનેશિયામાં હાલ કોરોના બોમ્બની જેમ ફાટયો છે. હૉસ્પિટલો છલકાવા લાગી છે. અનેક જગ્યાએ ઑક્સિજનની અછત સર્જાઈ છે. બ્રિટનમાં જે ડેવલોપમેન્ટ છે તે જોવા જેવું છે. વડા પ્રધાન બોરિસ જૉનસને ઘોષણા કરી છે કે ૧૯ જુલાઈથી ત્યાં કોરોનાને લગતા તમામ નિયંત્રણો દૂર કરી દેવામાં આવશે. માસ્ક પહેરવાની પણ જરૂર નહીં રહે. બ્રિટનમાં કોવિડ કેસ હાલ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ ઓલમોસ્ટ પબ્લિકે રસી લઈ લીધી હોવાથી હવે લગભગ કોઈને હૉસ્પિટલ જવાની જરૂર પડતી નથી.

ગુજરાત સમાચાર 16 Jul 2021 5:35 am

દુનિયાઃ ગાંજો ઉગાડવાની મંજૂરીથી સામ્યવાદની શતાબ્દી સુધી

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - અમેરિકા અને યુરોપે વિશ્વમાં લોકશાહી મોડેલનો પ્રચાર-પ્રસાર કર્યો એમ શક્તિશાળી બનતું જતું ચીન હવે વિવિધ દેશોમાં તેના વિશિષ્ટ સામ્યવાદી મોડેલની નિકાસ કરશે વિશ્વનું ગત સપ્તાહ સેંકડો ઘટનાઓથી ભરેલું રહ્યું. એક તરફ ચીનના સામ્યવાદી પક્ષે શતાબ્દી જંયતી ઊજવી તો બીજી તરફ ઉત્તર અમેરિકામાં અને કેનેડાના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી નહીં કાતિલ ગરમી પડી. ત્રીજી તરફ સાઇપ્રસના જંગલોમાં આગ લાગી તો ચોથી તરફ સીરિયા અને ઈરાકમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધ્યું. ગત સપ્તાહમાં વિશ્વમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓના તથ્ય અને સત્ય સમજવા જેવા છે. સિએરા-લિઓનની સરકાર સમુદ્ર તટ પર વસેલા બ્લેક જૉનસન ગામમાં માછીમારો માટે બંદરગાહ બનાવવાની છે. અહીંની ખાડીમાં વ્હેલ પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે. બંદર બનાવવા માટે સરકારે દરિયા કિનારાનો ૨૫૨ એકર વિસ્તાર કબજામાં લીધો છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ ચળવળકારો તેનો આકરો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું એમ છે કે જો અહીં બંદરગાહ બની જશે તો વ્હેલને પ્રજનન માટે જગ્યા નહીં મળે. તેની વસ્તી ઘટશે. અહીંનું પાણી દૂષિત થવાથી માછલીઓને અન્યત્ર ખસી જવું પડશે. મક્સિકોની સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે કે જેમને ઘરે પાંદડા ઉગાડીને મેરીજ્યુઆનાનો નશો કરવો હોય તેમણે પરમીટ માટે અરજી કરવાની રહેશે. ગાંજાનું વેચાણ અગાઉની જેમ જ ગેરકાયદે રહેશે. સરકારી પરમીટના આધારે લોકો ઘરે પાંદડા ઉગાડીને નશો કરી શકશે. મેક્સિકોના પ્રમુખ એન્ડ્રીઝ મેન્યુલ લોપેઝ ઓબ્રાડોર બજારમાં ગાંજો વેચવાના વિચારને અનૈતિક ગણાવે છે. સરકારે આ માટે આમ તો કડક કાયદો ઘડયો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં જરાક જગ્યા કરી આપી છે. અમેરિકાએ ઇરાન સમર્થિત સંગઠનો પર ઇરાક અને સિરિયા એરસ્ટ્રાઇક કરી હતી. આ માટે અમેરિકાના સૈન્ય વડામથક પેન્ટાગોને એવું કારણ આગળ ધર્યું કે, પેન્ટાગોને ઇરાકમાં અમેરિકનો પર ડ્રોન હુમલો કર્યો હતો. ઈરાનના પ્રમુખ હસન રુહાની ઈરાક પર પોતાનું વર્ચસ વધારવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. ઈઝરાયલના વિદેશ મંત્રી યેર લેપીડે યુએઈની મુલાકાત લઈ ત્યાં એમ્બેસીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું, અમે અહીં રોકાવા આવ્યા છીએ. ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ આરબ અમિરાત અને ઈઝરાયલે ગયા વર્ષે શાંતિ સમજૂતિ કરી છે. ઇઝરાયલ-યુએઈ વચ્ચે શાંતિ સમજૂતિ પછી યેર લેપિડ સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત લેનારા સર્વપ્રથમ ટોચના નેતા છે. અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન ડોનલ્ડ રમ્સફેલ્ડનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેઓ બે વખત અમેરિકાના સંરક્ષણ પ્રધાન રહ્યા. એક વખત જેરાલ્ડ ફોર્ડના કાળમાં અને બીજી વખત જ્યોર્જ ડબલ્યુ. બુશના સમયમાં. ૨૦૦૩માં ઈરાક યુદ્ધમાં તેમની ભૂમિકા મુખ્ય હતી. ઇરાકમાં કોમી રમખાણ અને બળવાખોરી ફાટી નીકળતા રમ્સફેલ્ડની ટીકા થયેલી. રમ્સફેલ્ડે અમેરિકાની તેલ કંપનીઓને લાભ કરાવવા માટે ઈરાક પર હુમલો કર્યો હોવાનું પણ કહેવાતું રહ્યું છે. અમેરિકાનો ઉત્તર પશ્ચિમ અને કેનેડાનો પશ્ચિમ કાંઠો હીટવેવમાં શેકાઈ ગયો હતો. બ્રિટિશ કોલમ્બિયાના લિટન નામના ગામમાં તો પારો ઠેઠ ૪૯.૫ ડિગ્રીએ પહોંચ્યો. માઇનસ ૧૦થી પ્લસ ૩૦ ડિગ્રી વચ્ચે જીવવા ટેવાયેલા કેનેડામાં પારો ફાટીને ધુમાડે જતા લગભગ ૮૦૦થી વધુનાં મોત થયાં. મૃતકોમાં મોટા ભાગના વૃદ્ધ હતા. ક્લાઇમેટ ગમે તેટલું બદલાય માણસ ચેન્જ થવાનો નથી. તે સ્વાર્થી જ રહેવાનો. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમાને ૧૫ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સમન્સને નકારવાના તથા જજને પડકારવાના ગુનામાં તેમને સજા ફટકારાઈ છે. તેમની સામે મૂળ કેસ ચાલે છે તે તો હજી બાકી જ છે. તેમના પર આરોપ છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે ફ્રાન્સની એક શસ્ત્ર કંપની પાસે લાંચ ખાધી હતી. સુદાનમાં પણ ભૂતપૂર્વ પ્રમુખ ઓમર અલ બશીર સામે કેસ ચાલી રહ્યો છે. ત્યાંની સરકારે કહ્યું છે કે તેની સામે સ્થાનિક કેસ પૂરો થયા પછી તેઓ તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં મોકલશે. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતે તેના પર આરોપ મૂક્યો છે કે તે પ્રમુખ હતા ત્યારે તેમણે નરસંહાર કર્યો હતો. ૨૦૦૩માં ડાર્ફુર પ્રાંતમાં માનવતા સામેના અપરાધને ઉત્તેજન આપ્યું હતું. ફ્રાંસની જમણેરી નેતા મરીન લા પેન તેના રાષ્ટ્રવાદી વિચારો માટે જગખ્યાત છે. તેઓ જર્મનીના વિરોધી રહ્યા છે. તેમનો એવો આક્ષેપ છે કે જર્મનીએ યુરો એવી રીતે ડીઝાઈન કરેલો છે કે જર્મનીના અર્થતંત્રને ફેવર મળે. તેમનો આવો આરોપ હાસ્યાસ્પદ છે. તાજેતરમાં તેમની નેશનલ રેલી પાર્ટી સ્થાનિક ચૂંટણીમાં ભૂંડા હાલે પરાજિત થઈ હતી. બ્રિટનના ઉતર આયર્લેન્ડ પ્રાન્તને યુરોપિયન યુનિયનનો ભાગ રાખવામાં આવ્યું છે. તે ઈયુના સિંગલ માર્કેટનો હિસ્સો હોવાથી બ્રેક્ઝિટ બાદ યુરોપિયન યુનિયન બ્રિટનને ત્યાં માંસના બનેલા બ્રિટનના ઉત્પાદનો વેચવાની મનાઈ ફરમાવી રહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે ચડસા-ચડસી થઈ રહી હતી. અંતે તેનો અંત આવી ગયો છે. ઇયુએ છૂટ આપી દીધી છે. મ્યાંમારની સેનાએ ૨,૩૦૦ પ્રોટેસ્ટર્સને જેલમાંથી મુક્ત કર્યા છે. તેમાં આમ જનતા ઉપરાંત કેટલાક એક્ટિવિસ્ટ્સ અને પત્રકારોનો પણ સમાવેશ થાય છે. તેનો અર્થ એ નથી કે મિલિટરી સરકાર સત્તા છોડી દેશે. મ્યાંમારમાં મિલટરીના બળવા સામે જબરદસ્ત લોકરોષ ફાટી નીકળ્યો છે અને કેમેય કરીને શાંત થતો નથી. જનતાને ગુસ્સો ઠંડો પાડવા આ પગલું લેવાયું છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાએ ૧૦૦ વર્ષ પૂરા કર્યા. તેની ઉજવણી તિયનનમેન સ્ક્વેર ખાતે કરવામાં આવેલી. એ જ જગ્યા જ્યાં એક વખત હજારો વિદ્યાર્થીઓને ગોળીએ દેવાયેલા. ૭૦,૦૦૦ની મેદની ભેગી કરીને શી જિનપિંગે કેવી રીતે સીપીસીએ ચીનને બદલ્યું તેના ગુણગાન ગાયા. ચીનના આ ૧૦૦ આમ જુઓ તો રક્તથી ખરડાયેલા રહ્યા. સાથોસાથ દુનિયાને એક મેસેજ એવો પણ ગયો છે કે સામ્યવાદી શાસન ફેઈલ છે એવા ભ્રમમાંથી તે નીકળી જાય. સામ્યવાદી અર્થનીતિ જરૂર ફેઇલ થઈ ગઈ છે, પણ રાજનીતિ નહીં. હવે ચીન તેના પોલિટિકલ મોડેલની નિકાસ કરવાનું શરૂ કરશે. દુનિયામાં ચીન સ્ટાઇલ સામ્યવાદવાળા દેશોની સંખ્યા વધશે. લોકશાહી તરફી યુરોપ અને અમેરિકા માટે આ ચેતવાની ઘડી છે. ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટા વેરિયન્ટે ફુંફાળો માર્યો છે. સરકારે નવા અંકુશો લાગુ કર્યા છે. પ્રવાસ પ્રતિબંધો ફરીથી અમલી બન્યા છે. ન્યુ ઝીલેન્ડ સાથેનું જે ટ્રાવેલ બબલ હતું, જે અંતર્ગત બંને દેશોના નાગરિકો બેરોકટોક અવરજવર કરી શકતા હતા તે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયામાં હજી કેવળ પાંચ ટકા વસ્તીને જ રસી મળી છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ જણાવ્યું હતું કે, જુદી-જુદી રસીઓનું મિશ્રણ કરવાથી ઇમ્યુનિટીને જબરદસ્ત બુસ્ટ મળશે. એક ડોઝ ફાઇઝર-બાયોનટેકનો તથા બીજો ડોઝ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાનો અથવા પહેલો એસ્ટ્રાઝેનેકાવાળો અને બીજો ફાઇઝરનો ડોઝ લેવાથી શરીરમાં એન્ટિબોડીની સંખ્યામાં જબ્બર ઉછાળો આવે છે. ઉત્તર કોરિયાના ગંડુ રાજા કિમ જોન્ગ ઉને કેટલાક સીનિયર અધિકારીઓને મહામારીને નાથવામાં અક્ષમ અને બેજવાબદાર ગણાવીને તેમને ઘરભેગા કરી દીધા હતા. તોય ધન્ય કહેવાય. અન્યથા આ ભાઈ તો સીધા ફાંસીએ જ લટકાવે એમ છે. તેમણે હૂને જણાવ્યું છે કે, અમારે ત્યાં કોરોનાનો એક પણ કેસ નથી. બોલો. આને કોણ પહોંચે?

ગુજરાત સમાચાર 9 Jul 2021 5:35 am

ઇરાનમાં નવા પ્રમુખ: માત્ર મહોરું બદલાયું

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - અમેરિકામાંથી ટ્રમ્પ જેવા જડ પ્રમુખ ગયા તો ઈરાનમાં રઈસી જેવા જડ આવ્યા, આવામાં નવા પરમાણું કાર્યક્રમની શક્યતા બહુુ ઝાંખી છે: ઈરાન ન્યુક્લિઅર સ્ટેટ બનીને જ રહેશે કોરોના મહામારી આવી પડતા દુનિયાના તમામ દેશોની પોલીસી બદલાશે, માનવતા વધશે, કટ્ટરતા ઘટશે, લોકશાહી બળવાન બનશે, એવું માનનારા ખોટા પડયા છે. તેમની આશાઓએ તેમને છેહ આપ્યો છે. ઊલટું સત્તા કેન્દ્રો વધુ મજબૂત બન્યા છે. રાષ્ટ્રીય શાસકોના હાથ વધારે મજબૂત બન્યા છે. આપદાનો ઉપયોગ તેમણે પોતાની શક્તિ વધારવા માટે કર્યો છે. ઈરાન પણ તેમાંથી બાદ નથી. આપણે જેમ રાષ્ટ્રપતિનું પદ હોય છે તેમ બ્રિટનમાં ક્વીનનું પદ હોય છે અને ઈરાનમાં સુપ્રીમ લીડરનું. ક્વીનનું પદ રાજકીય છે અને સુપ્રીમ લીડરનું પદ છે તે ધાર્મિક છે. અયાતુલ્લા ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા છે. ઈરાનમાં પ્રમુખો બદલાતા રહે છે, પણ સુપ્રીમ લીડર બદલાતા નથી. નજીકના ભૂતકાળમાં ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને તેમાં કટ્ટરપંથી વિચારધારા ધરાવતા ઇબ્રાહિમ રઈસી વિજેતા બન્યા. વાંચો કે વિજેતા બનાવવામાં આવ્યા. ૨૦૧૭માં ઈરાનમાં પ્રમાણિક ચૂંટણી થયેલી અને ૭૩.૩૩ ટકા મતદાન થયું હતું. પ્રમાણમાં ઉદારવાદી વિચારધારાવાળા નેતા હસન રુહાની ઈરાનના પ્રમુખ બનેલા. ત્યાર બાદ ઈરાનમાં મોંઘવારી વધી જતા આંદોલન શરૃ થઈ ગયું. એ આંદોલનને તો બળપૂર્વક કચડી નાખવામાં આવ્યું. અલી ખામેની એ સમયે પોતાની લિમિટેશન્સનો પણ અહેસાસ થઈ આવ્યો. ઈરાન શિયા દેશોનું નેતા છે અને ખામેની તેના સુપ્રીમ લીડર છે, પણ તેઓય પરિવારવાદની મમતથી મુક્ત નથી. તેઓ હવે ૮૨ વર્ષના થયા છે અને ઇચ્છે છે કે તેમના ગયા પછી પણ તેમનો જ પરિવાર ઇરાનમાં સત્તાનું કેન્દ્ર બની રહે. તેમને દેશ કરતા વધારે ચિંતા તેના પુત્ર મોજ્તાબાની કારકિર્દીની છે. ખામેનીને મદદ કરવા માટે ૧૨ સભ્યોની એક બોડી છે, કાઉન્સીલ ઑફ ઇસ્લામિક ગાર્ડિયન્સ. તેની મદદથી એવી ગોઠવણ કરી કે ચૂંટણીમાં કંઈ પણ થાય રઈસી આગળ રહે. આ વાત જાણતી જનતાએ ચૂંટણીમાં ખૂબ ઓછો રસ દાખવ્યો અને માત્ર ૪૮.૮ ટકા મતદાન થયું. ઇબ્રાહિમ રઈસી જાણે છે કે તેઓ લોકપ્રિય નથી અને આ માટે કવાયત કરવાની તેમણે તૈયારી દેખાડી છે. જેટલું મતદાન થયું તેમાંથી ૬૨ ટકા મત રઈસીને મળ્યા છે. લિબરલ મતદારો ચૂંટણીથી દૂર રહ્યા છે. અસલમાં તેઓ પોલિટિકલ લીડર નથી એટલે કેટલા સફળ થશે તે પણ અટકળનો વિષય છે, તેમને સફળ થવાની કોઈ અનિવાર્યતા નથી એ પાછો અલગ વિષય છે. ઇરાનના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. ઈરાની રાજસત્તાને ચેલેન્જ કરનારા કેટલાક નેતાઓને તેમણે ફાંસીએ ચડાવી દીધેલા. આથી જ અમેરિકાએ તેમના પર પ્રતિબંધ લાદેલો છે. વિજય બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, હું એક ઇમાનદાર, મહેનતુ, ક્રાંતિકારી અને ભ્રષ્ટાચાર વિરોધી સરકાર બનાવીશ. (મતલબ હમણાની સરકાર ભ્રષ્ટાચારી હતી. તો તેના માટે અલી ખામેની જવાબદાર શા માટે નહીં? તેઓ અબોવ ધ લો મનાય છે.) રઈસીએ કહ્યું કે, તેઓ જો બાઇડનને મળવાના નથી. ઈરાનનો બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ ધમધોકાર આગળ વધારશે અને વિદેશી સંગઠનોને સમર્થન આપવામાં કોઈ બાંધછોડ કરશે નહીં. હાલ ઇરાન લેબેનોનમાં તથા યમનમાં બળવાખોર સંગઠનોને મદદ કરી રહ્યું છે. પશ્ચિમી દેશો ઈરાક-અફઘાનિસ્તાનમાં પોતાની ઉપસ્થિતિ ઘટાડી રહ્યા છે ત્યારે તે ઇરાકમાં પણ પોતાનું પ્રભૂત્વ વધારવાની મનોકામના ધરાવે છે. ઈરાનમાં તો આમેય ચૂંટણી નામ માત્રની જ યોજાય છે તો ૨૦૧૭ જેવી ચૂંટણીઓને અપવાદ ગણવી રહી, પણ રઈસીના ચૂંટાવાની વિશ્વ રાજનીતિમાં શું અસર થશે તે જોવું રહ્યું. બરાક ઑબામાએ ઇરાન સાથે પરમાણું કરાર કરી તેના પરમાણું કાર્યક્રમને લગામ લગાવી હતી અને બદલામાં તેના પરના આર્થિક પ્રતિબંધો હળવા કર્યા હતા. ડોનલ્ડ ટ્રમ્પે સત્તામાં આવી ઈરાન સાથેના પરમાણું કરાર ફગાવી દઈ તેના પર ફરીથી પ્રતિબંધો મૂકી દીધા. જવાબમાં ઇરાને પણ તેનો પરમાણું કાર્યક્રમ પૂરજોશમાં શરૃ કરી દીધો. હવે તે પરમાણું બોમ્બ વિકાસવવાની કગાર પર પહોંચી ગયું છે. ઇઝરાયલના નવા વડા પ્રધાન નેફ્ટાલી બેનેટ ઇબ્રાહિમ રઈસીને હેન્ગમેન કહે છે. સુન્ની રાષ્ટ્રો પણ તેના ચૂંટાવાથી ખુશ નથી. મતલબ મિડલ ઇસ્ટમાં અશાંતિ વધશે. ઇરાન અને ઈઝરાયલ વચ્ચે પ્રોક્સીવૉર સતત ચાલતું રહે છે. દરિયામાં બંને દેશો એકબીજાના જહાજો પણ ઉડાવતા રહે છે. આવનારા દિવસોમાં તેમાં વધારો થશે તેમાં સંશય નથી. જો બાઇડન ઇરાન સાથે નવો પરમાણું કરાર કરી ઈરાન પર ફરી લગામ લગાવવા ચાહે છે, પણ હવે ઑબામા કરી ગયેલા એવું શક્ય લાગતું નથી. આજે નહીં તો કાલે તે ન્યુક્લિઅર સ્ટેટ બની જ જવાનું. અમેરિકામાંથી ટ્રમ્પ જેવા જડ નેતા ગયા તો હવે ઈરાનમાં રઈસી જેવા જડ નેતા આવી ગયા છે. એટલે હાલ નવા ન્યુક્લિઅર પ્રોગ્રામ માટે વાટાઘાટ ચાલુ હોવા છતાં ગાડી પાટે ચડે એવી શક્યાઓ દેખાતી નથી. ઈરાનની વિવિધ માગણીઓમાંથી એક એવી છે કે અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે જે પરમાણું કરાર થાય તે એવા હોવા જોઈએ કે આવનારા સમયમાં અમેરિકામાં સત્તામાં આવનારો પ્રમુખ તેને ઉથલાવી શકે નહીં. શું થાય છે તે તો આગળ ઉપર જ જોવાનું રહેશે. અમેરિકામાં બાઇડન સત્તામાં હોવાથી અમેરિકાનું ઈરાન પ્રત્યેનું વલણ અગાઉ જેટલું જડ નહીં હોય. ઇરાન પાસેથી ભારતને ખનીજ તેલ સસ્તું પડતું હોવા છતાં ટ્રમ્પ તંત્રે ભારતને ઈરાન પાસેથી ખનીજતેલ ન લેવા ફરજ પાડેલી. બાઇડનને કારણે ઇરાન-ભારતના સંબંધો વધારે સમૃદ્ધ બનશે. હાલ ભારત ચાબહાર બંદર ઓપરેટ કરશે. હવે દ્વિપક્ષીય વ્યાપાર તથા ચાબહાર સીપોર્ટ મારફતે ભારતનો વિશ્વ વ્યાપાર વધશે. ઈરાનને ચીન અને રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો છે. એ ઇક્વેશનમાં ભારત અને ઈરાનના સંબંધો રઈસીના રાજમાં ક્યાં ફિટ બેસે છે તે જોવું રહ્યું. આમ તો ખામેનું જ રાજ. માત્ર મહોરું નવું. વૈશ્વિક હાઇલાઇટ્સ... - ઝામ્બિયાના સ્થાપક પ્રમુખ કેનેથ કોન્ડાનું ૯૭ વર્ષે અવસાન થયું હતું. તેમણે આફ્રિકાને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે જબરદસ્ત આંદોલન ચલાવ્યું હતું. ૧૯૯૧માં પરાજિત થયા બાદ તેમણે સત્તા ત્યાગી હતી. - મોઝામ્બિકમાં જેહાદીઓના ત્રાસથી ૧૦ લાખ લોકો ઘર છોડીને ભાગી ગયા છે. ૧૬ દેશોની બનેલી દક્ષિણ આફ્રિકન ડેવલોપમેન્ટ કમિટીએ તેમને નિયંત્રણમાં લેવા સૈન્ય મોકલવાનો નિર્ણય કર્યો છે. - હોંગકોંગનું સુપ્રસિદ્ધ એપલ ડેઇલી ચીને બંધ કરાવી દીધું છે. તેના એડિટર અને બીજા સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે. તેણે તેમણે અખબારમાં હાંકલ કરી હતી કે ચીની સરકાર પર હોંગકોંગમાં પ્રતિબંધ મૂકવામાં આવે. આ અખબારના છેલ્લા અંકની નકલો ૧૩ ગણી વધારે છાપવામાં આવી હતી અને બધી ચપોચપ વેચાઈ ગઈ છે. - ઓસ્ટ્રેલિયામાં દુનિયાની સૌથી મોટી કોરલ રીફ આવેલી છે, જે ગ્રેટ બેરિયર રીફ તરીકે ઓળખાય છે. સમુદ્રનું તાપમાન વધવાથી તથા સમુદ્રમાં માનવીય પ્રવૃત્તિ વધવાથી તેને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. ધ ગ્રેટ બેરિયર રીફ જગતનું સૌથી મોટું બાંધકામ છે, જે માણસ દ્વારા નહીં, પણ પરવાળા દ્વારા કરવામાં આવેલું છે. યુનેસ્કોએ ગ્રેટ બેરિયર રીફને ભયગ્રસ્ત હેરિટેજ સાઇટની સૂચિમાં મૂકવાનું જાહેર કરતા ઓસ્ટ્રેલિયા ભડકી ગયું છે.

ગુજરાત સમાચાર 6 Jul 2021 5:40 am

ઇરાનમાં નવા પ્રમુખઃ માત્ર મહોરું બદલાયું

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - અમેરિકામાંથી ટ્રમ્પ જેવા જડ પ્રમુખ ગયા તો ઈરાનમાં રઈસી જેવા જડ આવ્યા, આવામાં નવા પરમાણું કાર્યક્રમની શક્યતા બહુુ ઝાંખી છેઃ ઈરાન ન્યુક્લિઅર સ્ટેટ બનીને જ રહેશે કોરોના મહામારી આવી પડતા દુનિયાના તમામ દેશોની પોલીસી બદલાશે, માનવતા વધશે, કટ્ટરતા ઘટશે, લોકશાહી બળવાન બનશે, એવું માનનારા ખોટા પડયા છે. તેમની આશાઓએ તેમને છેહ આપ્યો છે. ઊલટું સત્તા કેન્દ્રો વધુ મજબૂત બન્યા છે. રાષ્ટ્રીય શાસકોના હાથ વધારે મજબૂત બન્યા છે. આપદાનો ઉપયોગ તેમણે પોતાની શક્તિ વધારવા માટે કર્યો છે. ઈરાન પણ તેમાંથી બાદ નથી. આપણે જેમ રાષ્ટ્રપતિનું પદ હોય છે તેમ બ્રિટનમાં ક્વીનનું પદ હોય છે અને ઈરાનમાં સુપ્રીમ લીડરનું. ક્વીનનું પદ રાજકીય છે અને સુપ્રીમ લીડરનું પદ છે તે ધાર્મિક છે. અયાતુલ્લા ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા છે. ઈરાનમાં પ્રમુખો બદલાતા રહે છે, પણ સુપ્રીમ લીડર બદલાતા નથી. નજીકના ભૂતકાળમાં ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને તેમાં કટ્ટરપંથી વિચારધારા ધરાવતા ઇબ્રાહિમ રઈસી વિજેતા બન્યા. વાંચો કે વિજેતા બનાવવામાં આવ્યા. ૨૦૧૭માં ઈરાનમાં પ્રમાણિક ચૂંટણી થયેલી અને ૭૩.૩૩ ટકા મતદાન થયું હતું. પ્રમાણમાં ઉદારવાદી વિચારધારાવાળા નેતા હસન રુહાની ઈરાનના પ્રમુખ બનેલા. ત્યાર બાદ ઈરાનમાં મોંઘવારી વધી જતા આંદોલન શરૂ થઈ ગયું. એ આંદોલનને તો બળપૂર્વક કચડી નાખવામાં આવ્યું. અલી ખામેની એ સમયે પોતાની લિમિટેશન્સનો પણ અહેસાસ થઈ આવ્યો. ઈરાન શિયા દેશોનું નેતા છે અને ખામેની તેના સુપ્રીમ લીડર છે, પણ તેઓય પરિવારવાદની મમતથી મુક્ત નથી. તેઓ હવે ૮૨ વર્ષના થયા છે અને ઇચ્છે છે કે તેમના ગયા પછી પણ તેમનો જ પરિવાર ઇરાનમાં સત્તાનું કેન્દ્ર બની રહે. તેમને દેશ કરતા વધારે ચિંતા તેના પુત્ર મોજ્તાબાની કારકિર્દીની છે. ખામેનીને મદદ કરવા માટે ૧૨ સભ્યોની એક બોડી છે, કાઉન્સીલ ઑફ ઇસ્લામિક ગાર્ડિયન્સ. તેની મદદથી એવી ગોઠવણ કરી કે ચૂંટણીમાં કંઈ પણ થાય રઈસી આગળ રહે. આ વાત જાણતી જનતાએ ચૂંટણીમાં ખૂબ ઓછો રસ દાખવ્યો અને માત્ર ૪૮.૮ ટકા મતદાન થયું. ઇબ્રાહિમ રઈસી જાણે છે કે તેઓ લોકપ્રિય નથી અને આ માટે કવાયત કરવાની તેમણે તૈયારી દેખાડી છે. જેટલું મતદાન થયું તેમાંથી ૬૨ ટકા મત રઈસીને મળ્યા છે. લિબરલ મતદારો ચૂંટણીથી દૂર રહ્યા છે. અસલમાં તેઓ પોલિટિકલ લીડર નથી એટલે કેટલા સફળ થશે તે પણ અટકળનો વિષય છે, તેમને સફળ થવાની કોઈ અનિવાર્યતા નથી એ પાછો અલગ વિષય છે. ઇરાનના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. ઈરાની રાજસત્તાને ચેલેન્જ કરનારા કેટલાક નેતાઓને તેમણે ફાંસીએ ચડાવી દીધેલા. આથી જ અમેરિકાએ તેમના પર પ્રતિબંધ લાદેલો છે. વિજય બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, હું એક ઇમાનદાર, મહેનતુ, ક્રાંતિકારી અને ભ્રષ્ટાચાર વિરોધી સરકાર બનાવીશ. (મતલબ હમણાની સરકાર ભ્રષ્ટાચારી હતી. તો તેના માટે અલી ખામેની જવાબદાર શા માટે નહીં? તેઓ અબોવ ધ લો મનાય છે.) રઈસીએ કહ્યું કે, તેઓ જો બાઇડનને મળવાના નથી. ઈરાનનો બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ ધમધોકાર આગળ વધારશે અને વિદેશી સંગઠનોને સમર્થન આપવામાં કોઈ બાંધછોડ કરશે નહીં. હાલ ઇરાન લેબેનોનમાં તથા યમનમાં બળવાખોર સંગઠનોને મદદ કરી રહ્યું છે. પશ્ચિમી દેશો ઈરાક-અફઘાનિસ્તાનમાં પોતાની ઉપસ્થિતિ ઘટાડી રહ્યા છે ત્યારે તે ઇરાકમાં પણ પોતાનું પ્રભૂત્વ વધારવાની મનોકામના ધરાવે છે. ઈરાનમાં તો આમેય ચૂંટણી નામ માત્રની જ યોજાય છે તો ૨૦૧૭ જેવી ચૂંટણીઓને અપવાદ ગણવી રહી, પણ રઈસીના ચૂંટાવાની વિશ્વ રાજનીતિમાં શું અસર થશે તે જોવું રહ્યું. બરાક ઑબામાએ ઇરાન સાથે પરમાણું કરાર કરી તેના પરમાણું કાર્યક્રમને લગામ લગાવી હતી અને બદલામાં તેના પરના આર્થિક પ્રતિબંધો હળવા કર્યા હતા. ડોનલ્ડ ટ્રમ્પે સત્તામાં આવી ઈરાન સાથેના પરમાણું કરાર ફગાવી દઈ તેના પર ફરીથી પ્રતિબંધો મૂકી દીધા. જવાબમાં ઇરાને પણ તેનો પરમાણું કાર્યક્રમ પૂરજોશમાં શરૂ કરી દીધો. હવે તે પરમાણું બોમ્બ વિકાસવવાની કગાર પર પહોંચી ગયું છે. ઇઝરાયલના નવા વડા પ્રધાન નેફ્ટાલી બેનેટ ઇબ્રાહિમ રઈસીને હેન્ગમેન કહે છે. સુન્ની રાષ્ટ્રો પણ તેના ચૂંટાવાથી ખુશ નથી. મતલબ મિડલ ઇસ્ટમાં અશાંતિ વધશે. ઇરાન અને ઈઝરાયલ વચ્ચે પ્રોક્સીવૉર સતત ચાલતું રહે છે. દરિયામાં બંને દેશો એકબીજાના જહાજો પણ ઉડાવતા રહે છે. આવનારા દિવસોમાં તેમાં વધારો થશે તેમાં સંશય નથી. જો બાઇડન ઇરાન સાથે નવો પરમાણું કરાર કરી ઈરાન પર ફરી લગામ લગાવવા ચાહે છે, પણ હવે ઑબામા કરી ગયેલા એવું શક્ય લાગતું નથી. આજે નહીં તો કાલે તે ન્યુક્લિઅર સ્ટેટ બની જ જવાનું. અમેરિકામાંથી ટ્રમ્પ જેવા જડ નેતા ગયા તો હવે ઈરાનમાં રઈસી જેવા જડ નેતા આવી ગયા છે. એટલે હાલ નવા ન્યુક્લિઅર પ્રોગ્રામ માટે વાટાઘાટ ચાલુ હોવા છતાં ગાડી પાટે ચડે એવી શક્યાઓ દેખાતી નથી. ઈરાનની વિવિધ માગણીઓમાંથી એક એવી છે કે અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે જે પરમાણું કરાર થાય તે એવા હોવા જોઈએ કે આવનારા સમયમાં અમેરિકામાં સત્તામાં આવનારો પ્રમુખ તેને ઉથલાવી શકે નહીં. શું થાય છે તે તો આગળ ઉપર જ જોવાનું રહેશે. અમેરિકામાં બાઇડન સત્તામાં હોવાથી અમેરિકાનું ઈરાન પ્રત્યેનું વલણ અગાઉ જેટલું જડ નહીં હોય. ઇરાન પાસેથી ભારતને ખનીજ તેલ સસ્તું પડતું હોવા છતાં ટ્રમ્પ તંત્રે ભારતને ઈરાન પાસેથી ખનીજતેલ ન લેવા ફરજ પાડેલી. બાઇડનને કારણે ઇરાન-ભારતના સંબંધો વધારે સમૃદ્ધ બનશે. હાલ ભારત ચાબહાર બંદર ઓપરેટ કરશે. હવે દ્વિપક્ષીય વ્યાપાર તથા ચાબહાર સીપોર્ટ મારફતે ભારતનો વિશ્વ વ્યાપાર વધશે. ઈરાનને ચીન અને રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો છે. એ ઇક્વેશનમાં ભારત અને ઈરાનના સંબંધો રઈસીના રાજમાં ક્યાં ફિટ બેસે છે તે જોવું રહ્યું. આમ તો ખામેનું જ રાજ. માત્ર મહોરું નવું. વૈશ્વિક હાઇલાઇટ્સ... - ઝામ્બિયાના સ્થાપક પ્રમુખ કેનેથ કોન્ડાનું ૯૭ વર્ષે અવસાન થયું હતું. તેમણે આફ્રિકાને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે જબરદસ્ત આંદોલન ચલાવ્યું હતું. ૧૯૯૧માં પરાજિત થયા બાદ તેમણે સત્તા ત્યાગી હતી. - મોઝામ્બિકમાં જેહાદીઓના ત્રાસથી ૧૦ લાખ લોકો ઘર છોડીને ભાગી ગયા છે. ૧૬ દેશોની બનેલી દક્ષિણ આફ્રિકન ડેવલોપમેન્ટ કમિટીએ તેમને નિયંત્રણમાં લેવા સૈન્ય મોકલવાનો નિર્ણય કર્યો છે. - હોંગકોંગનું સુપ્રસિદ્ધ એપલ ડેઇલી ચીને બંધ કરાવી દીધું છે. તેના એડિટર અને બીજા સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે. તેણે તેમણે અખબારમાં હાંકલ કરી હતી કે ચીની સરકાર પર હોંગકોંગમાં પ્રતિબંધ મૂકવામાં આવે. આ અખબારના છેલ્લા અંકની નકલો ૧૩ ગણી વધારે છાપવામાં આવી હતી અને બધી ચપોચપ વેચાઈ ગઈ છે. - ઓસ્ટ્રેલિયામાં દુનિયાની સૌથી મોટી કોરલ રીફ આવેલી છે, જે ગ્રેટ બેરિયર રીફ તરીકે ઓળખાય છે. સમુદ્રનું તાપમાન વધવાથી તથા સમુદ્રમાં માનવીય પ્રવૃત્તિ વધવાથી તેને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. ધ ગ્રેટ બેરિયર રીફ જગતનું સૌથી મોટું બાંધકામ છે, જે માણસ દ્વારા નહીં, પણ પરવાળા દ્વારા કરવામાં આવેલું છે. યુનેસ્કોએ ગ્રેટ બેરિયર રીફને ભયગ્રસ્ત હેરિટેજ સાઇટની સૂચિમાં મૂકવાનું જાહેર કરતા ઓસ્ટ્રેલિયા ભડકી ગયું છે.

ગુજરાત સમાચાર 2 Jul 2021 5:35 am

ભારત-પાકઃ બાસમતીની સુગંધમાં વિવાદનો કાંકરો

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - માત્ર ભારતીય કંપનીઓ જ વિદેશની કોપી મારે છે એવું નથી, અમેરિકાની કંપની રાઇસટેકે કાસમતી, ટેક્સમતી અને જસમતી પેટન્ટ કરાવવાની બદમાશી કરેલી ચક્કી ચોખા ખાંડતી હોય, કંકુુ ચોખા હોય કે ચક્કી ચોખાનો દાણો લાવી હોય, આપણો અને ચોખાનો નાતો બહુ પુરાણો છે. ભારતમાં કમસેકમ નવ હજાર વર્ષથી ચોખાની ખેતી થાય છે. ચોખા આમ તો વિશ્વમાં સૌથી વધુ ખવાતું અનાજ છે, પણ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ક્યાંય થતા હોય તો તે ભારતમાં. બાસમતી. બાસમતીનો અર્થ થાય છે બાસ ધરાવતું. સુગંધી. સાલેભાઈની આંબડીને તેના ઘાટા કેસરી રંગ પરથી નામ મળ્યું કેસર કેરી તેમ પંજાબ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઊગતા લાંબા દાણાવાળા સુગંધી ચોખાને તેની સુગંધ પરથી જ નામ મળ્યું બાસમતી. ૧૯૪૭ પહેલા ભારત-પાક એક જ હતા એટલે પાકિસ્તાનનો પણ બાસમતી ચોખાનો ઈતિહાસ આપણી જેમ સૈકાઓ જૂનો છે. કોઈ એમ કહેતું સાંભળવા ન મળે કે મારી પાસે સ્માર્ટફોન છે. કહેશે કે મારી પાસે એપલનો ફોન છે. અમારી ઘરે ડાયરેક્ટ તાલાલાથી કેસર કેરી આવી છે, એવું કહેશે. પાટણના પટોડા, મેકડોનલ્ડનો બર્ગર. ચીજો અથવા ખાણીપીણી સાથે જ્યારે બ્રાન્ડનું નામ અથવા તેની ભૌગોલિક ઓળખ જોડાય ત્યારે આપણે તે ચીજ સાથે વધારે જોડાણ અનુભવવા લાગીએ છીએ. જેમ કે ઢાકાનું મલમલ, લિવાઇઝનું જીન્સ, કોલ્હાપુરી ચપ્પલ, ગોવાના કાજુ, અફઘાનિસ્તાનનો ખજૂર, સ્કોચ વ્હીસ્કી. બ્રાન્ડ તો ખેર એક કૃત્રિમ ચીજ છે, પણ ચીજવસ્તુઓ કે ખાણીપીની ભૌગોલિક ઓળખ સાથે તેની માત્ર ભૂગોળ નહીં, ઈતિહાસ અને સંસ્કૃતિ પણ જોડાયેલા હોય છે. સેમસંગનો ફોન ચીનમાં મેન્યુફ્રેક્ચર થયો છે કે ભારતમાં તે આપણે નથી જોતા, પણ કચ્છ કેસર કહીને વલસાડની કેસર ખવડાવી દેવામાં આવે તો ચીટિંગ ફીલ કરીએ છીએ. જે ચીજવસ્તુઓ, જે-તે જગ્યાએથી ફેમસ બની હોય તે જ જગ્યાએ બનેલી હોય તેનું ખૂબ મહત્ત્વ છે. એટલે જ તેના પૈસા પણ માર્કેટમાં ઊંચા મળે છે. બાસમતી ચોખાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તે પણ આ જ છેને. બાસમતી ચોખાનું ૬૫ ટકા આંતરરાષ્ટ્રીય માર્કેટ ભારત અને ૩૫ ટકા માર્કેટ પાકિસ્તાનના હાથમાં છે. યુરોપના માર્કેટમાં પાકિસ્તાનની પહોંચ આપણા કરતા વધારે છે અને ખાડી દેશોમાં ભારતના બાસમતી ચોખાનો ઓલમોસ્ટ ઇજારો છે. આપણે યુરોપિયન યુનિયનમાં બાસમતી ચોખાનો જીઆઈ ટેગ મેળવવા માટે ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ અરજી કરી હતી. ઇયુની સત્તાવાર જર્નલમાં આપણી અરજી પ્રકાશિત થઈ એટલે પાકિસ્તાને તરત જ વાંધા અરજી કરી. યુરોપિયન યુનિયન જો આપણા બાસમતી ચોખાને જીઆઈ (જિયોગ્રોફિકલ ઇન્ડિકેશન) ટેગ આપી દે તો યુરોપનું માર્કેટ પાકિસ્તાનના હાથમાંથી સરકી જાય. ભૌગોલિક ઓળખ ધરાવતા ઉત્પાદનોની અન્ય પ્રદેશના લોકો કોપી કરી તેનું માર્કેટ ન આંચકી લે તે માટે માન્ય એજન્સીઓ દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવતો હોય છે. ભારતમાં ખાદ્ય પદાર્થોને જીઆઈ ટેગ આપવાનું કામ એગ્રિકલ્ચરલ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી (એપીડીઈએ) કરે છે. ભારતે ૨૦૧૯-૨૦માં ૪૪.૫ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી. તેની કિંમત રૂા.૩૧,૦૦૦ કરોડ થાય છે. યુએનની માહિતી પ્રમાણે એ જ સમયગાળા દરમિયાને પાકિસ્તાને ૨.૨ અબજ ડોલર (૧૬,૦૦૦ કરોડ રૂપિયા)ના ચોખની નિકાસ કરી. ભારતીય સીડ્સ એકટ, ૧૯૬૬માં ૨૯ પ્રકારના બાસમતી ચોખાનો ઉલ્લેખ છે. હાલ ભારતમાં ૩૩ પ્રકારના બાસમતી ઉગાડવામાં આવે છે. એપીડીઈએ દ્વારા જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઉગાડવામાં આવતા બાસમતી ચોખાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. વચમાં એવા સમાચાર ઊડયા હતા કે ભારત અને પાકિસ્તાને બાસમતી ચોખાને લઈને સમાધાન કરી લીધું છે. ઓલ ઇંડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશને તેને રદિયો આપ્યો છે. આ સમાચાર ખુદ પાકિસ્તાને ઉડાડયા હતા.તેને ફળક છે કે જો ભારતને જીઆઈ ટેગ મળી જશે તો તેના હાથમાંથી ઇન્ટરનેશનલ માર્કેટ જશે. મૂળે બાસમતી રાવી અને ચીનાબના પટમાં ઊગતા. આ નદી બંને દેશોમાં વહે છે. એટલે બાસમતીનો દાવો પણ બંને દેશો કરે છે. ભારતે ગત વર્ષે દુનિયાને ૪૯૮ અબજ રૂપિયાના બાસમતી ચોખા નિકાસ કર્યા. જીઆઈ ટેગને લઈને ઝઘડો શામાટે? બ્રાન્ડ. જગતમાં ક્યાંય પણ બાસમતી ચોખા ઊગતા હોય, ચાહે તે ભારતમાં ઊગતા હોય તેના જેવા જ હોય, પણ જીઆઈ ટેગ આપણી પાસે હોય તો આપણા ચોખાને બીજા ચોખા કરતા ઊંચા ભાવ મળે. અર્થાત નામ માટે નફો મળે. ભારતની ભીતર પણ બાસમતીની લડાઈ પૂરી નથી થઈ. મધ્ય પ્રદેશ તેમને ત્યાં ઊગતા બાસમતી ચોખાને જીઆઈ ટેગ મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. એપીડીઈએએ મધ્ય પ્રદેશને જીઆઈ ટેગ આપવાનો ઈનકાર કરતી વખતે જે ટીપ્પણી કરી તે મુદ્દાની છેઃ જો ભારતના બીજા રાજ્યો બાસમતી ચોખા માટે જીઆઈ ટેગની માગણી કરવા લાગે તે કાલે ચીન, પાકિસ્તાન અને બીજા દેશો પણ બાસમતીના નામે ચોખાની નિકાસ કરવા લાગશે. પરિણામ સ્વરૂપ બ્રાન્ડ તરીકે બાસમતીની છબિ ધુમિલ થઈ જશે. બાસમતીના એક્સક્લુઝીવ સ્ટેટસ માટેની ભારતની લડાઈ વર્ષો જૂની છે. ૯૦ના દશકમાં અમેરિકાની રાઇસટેક કંપની સાથે વિવાદ થયેલો. રાઇસેટેકે બાસમતીની કેટલીક હાઇબ્રીડ જાત ઉગાડી તેને કાસમતી, ટેક્સમતી અને જસમતીના નામે પેટન્ટ કરાવવાની બદમાશી કરી. ૧૯૯૭માં તેની પેટન્ટ મંજૂર પણ થઈ ગઈ. ભારતના કિસાનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. ભારત સરકાર પર પણ માછલા ધોયાં. ભારત સરકારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ કર્યો. ભારત સરકાર અને અમેરિકી કંપની વચ્ચે કાનુની લડાઈ થઈ. ૨૦૦૧માં રાઇસટેકને ચોખાની ત્રણ પેટન્ટ સુધી જ સીમિત કરી દેવામાં આવી. તે પછી છેક ૨૦૧૬માં બાસમતી ચોખાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો. ૨૦૧૭ સુધી યુરોપનું બાસમતી બજાર ભારતના હાથમાં હતું. ૨૦૧૫-૧૬માં ભારતે યુરોપિયન સંઘને ૧૯૩૦ કરોડના બાસમતી ચોખા વેચેલા. ૩,૮૦,૦૦૦ ટન. ૨૦૧૮થી તેણે ભારતીય બાસમતી પર પ્રતિબંધ મૂકી દીધો અને પાકિસ્તાનમાં બાસમતીના ઉત્પાદકોના ભાગ્ય ખૂલી ગયા. ભારતીય બાસમતી પર પ્રતિબંધ શા માટે મુકાયો?બિયારણ પીબીવન અને પુસા-૧૪૧૦. આ બંને બિયારણોના જે છોડ થાય તેમાં ફુગ થાય છે. તેનો નાશ કરવા આપણા કિસાનો ફુગ નાશક દવાનો ઉપયોગ કરતા અને એ દવાના રિઝુડયુઅલ યુરોપિયન તપાસ એજન્સીની તપાસમાં એક માત્રા કરતા વધારે મળી આવેલા. યુરોપ તેના સ્ટાન્ડર્ડ્સને લઈને બહુ જ જાગૃત છે. ભારતીય બાસમતી પરના પ્રતિબંધમાં પાકિસ્તાને મોકો જોઈને ત્યાંનું બજાર સર કરી લીધું. હવે ભારત તેની ભૂલ સુધારી ચૂક્યું છે અને પાકિસ્તાને કબજે કરેલું માર્કેટ ફરીથી ટેકઓવર કરવા મહેનત કરી રહ્યું છે. હવે યુરોપમાં શું થશે એ તો આગળ ઉપર ખબર પડશે, પણ જ્યારે અમેરિકી કંપની જસમતી અને ટેક્સમતી કરતી ઘૂસી ગઈ ત્યારે પાકિસ્તાન ક્યાં ઊંઘતું હતું? ત્યારે કાનૂની લડાઈ ભારતે મળેલી તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જીઆઈ ટેગ ભારતને જ મળવો જોઈએ.

ગુજરાત સમાચાર 25 Jun 2021 5:35 am

ઇઝરાયલ: નેતન્યાહુની વિદાય શા માટે થઈ?

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - તેમણે સૌથી લાં...બા સમય, 15 વર્ષ સુધી સત્તા ભોગવી: પોતે વડા પ્રધાન હોય ત્યારે જ તેમની સામે ભ્રષ્ટાચાર મામલે તપાસ થઈ હોય એવા પણ તેઓ પહેલા ઇઝરાયલી નેતા નિવૃત્ત થવું એ પણ એક કળા છે. ચાહે રાજનીતિ હોય કે રમત ક્ષેત્ર કે બીજું કોઈ પણ ફીલ્ડ. સમયસર જેને નિવૃત્ત થતા આવડયું તે હંમેશા માટે મેદાન મારી જાય છે. આ કળા શીખવી બહુ જ અઘરી છે. હજુ થોડુંક પ્રાપ્ત કરી લઉં-ની લાલચ કેડો મૂકતી નથી. ને પછી સ્થિતિ ગાલિબના પેલા શેર જેવી થાય છે. બહોત બેઆબરુ હો કર તેરે કુચે સે હમ નીકલે. બેન્યામિન નેતન્યાહૂ ચાર-ચાર વખત બહુમત હાંસલ ન કરી શક્યા પછી પણ તેઓ એ સ્વીકારવા તૈયાર નહોતા કે ઈઝરાયલની જનતા હવે તેમને સપોર્ટ કરતી નથી. ખુરશી તેમને ચુંબકની જેમ પકડી રાખતી હતી. અંતત: વિશ્વાસ મતમાં તેમની હાર થઈ અને તેમને લગલગાટ ૧૨ વર્ષ સુધી પદ ભોગવ્યા પછી પેવેલિયન તરફ જવું પડયું છે. માણસ માત્ર ગ્રે શેડમાં હોય છે. થોડોક સારો, થોડોક ખરાબ. થોડોક કાળો થોડોક ધોળો. કોઈનામાં બ્લેક શેડ વધારે હોય છે. કોઈનો વાઇટ. નેતાઓ પણ એ જ રીતે ડાર્ક ગ્રે અથવા લાઇટ ગ્રે હોય છે. બિન્યામિન નેતન્યાહૂએ ઈઝરાયલ માટે ઘણા સારા કામ કર્યા છે. એ માટે તેમની સુવાસ કાયમ રહેવાની છે. તેઓ સત્તામાંથી ભલે ગયા, પરંતુ તેમણે સ્થાપેલી નીતિઓ સત્તામાંથી જવાની નથી. સાથોસાથ તેમનામાં બ્લેક શેડ પણ જોવા મળ્યો. ૧) પોતાની નબળાઈને, પોતાની ભૂલોને ઢાંકવા માટે રાષ્ટ્રવાદ અને આંધળી દેશભક્તિનો ઉપયોગ કર્યો. ૨) પોતાનું જ ધાર્યું કર્યું. પોતાના સાથીઓને ક્યારેય સાંભળ્યા નહીં. ઇઝરાયલ એક લોકશાહી દેશ છે, પણ તેમનું વલણ બિનલોકતાંત્રિક રહ્યું. ૩) ભ્રષ્ટાચાર. ૪) બોલીને ફરી જવું. તેમના ભાઈ જોનાથન નેતન્યાહૂ ઈઝરાયલના નેશનલ હીરો તરીકે ઓળખાય છે. તેલ અવીવમાં જન્મેલા બિન્યામિન અમેરિકામાં ભણ્યા છે. તેઓ અમેરિકન એક્સન્ટમાં અંગ્રેજી બોલી શકે છે અને એટલે જ અમેરિકી નેશનલ મીડિયામાં, ટીવી ડીબેટ્સમાં બહુ સારી રીતે ઈઝરાયલનો પક્ષ મૂકી શકે છે. હાલ બિન્યામિનના સ્થાને વડા પ્રધાન બનેલા નેફ્ટાલી બેનેટનો પણ આ સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાજનીતિમાં જોડાયેલા. ૧૯૯૬થી ૧૯૯૯ સુધી વડા પ્રધાન રહ્યા અને ત્યાર બાદ ૨૦૦૯થી સળંગ ૨૦૨૧ સુધી. વખતે-વખતે તેમણે સ્ટેન્ડ પણ બદલ્યું છે. ૨૦૦૯માં તેમણે પેલેસ્ટિનિયનો સાથે શાંતિ વાર્તા યોજવા માટે વેસ્ટ બેંકમાં ઇઝરાયલી વસાહતોનું નિર્માણ રોકી દીધેલું. તેમણે પેલેસ્ટાઇન રાષ્ટ્રનો પણ શરતોને આધીન સ્વીકાર કરેલો. એ મંત્રણા નિષ્ફળ નીવડી. ૨૦૧૫માં તેમણે પલ્ટી મારી. તેમણે નિવેદન આપ્યું, જો હું પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈશ તો પેલેસ્ટાઇન રાષ્ટ્રની સ્થાપના થશે નહીં. પેલેસ્ટાઇનને આખી દુનિયા સ્વીકારી ચૂકી છે. બિન્યામિન મજબૂત નેતા રહી ચૂક્યા છે. તેઓ ચાહત તો આ મુદ્દે નીવેડો લાવી શકત. ૧૫ વર્ષ સુધી વડા પ્રધાન રહ્યા, પણ તેમને કદાચ નીવેડો લાવવા કરતા વીસ્વયંને છવાઈ જવામાં વધારે રસ હતો. બરાક ઑબામા સાથે તેમના સંબંધો તનાવપૂર્ણ રહ્યા. ડોનલ્ડ ટ્રમ્પ સાથે એટલા જ સારા રહ્યા. ટ્રમ્પ સાથેના સંબંધોનો તેમણે લાભ ઉઠાવ્યો. જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા અપાવી. ગોલાન હાઇટ્સ પર ઇઝરાયલના કબજાને માન્યતા અપાવી. ટ્રમ્પ કેટલા મોટા વિભાજનકારી છે તે આખી દુનિયા જાણે છે. બિન્યામિન નેતન્યાહૂ તેમના પ્રખર સમર્થક રહ્યા તેનો અર્થ શું સમજવાનો? અગ્રી કે ઇઝરાયલ બહાદૂર છે. તેના કારનામા રોમાંચક છે, કિન્તુ તેનો અર્થ એ નથી કે તે દરેક બાબતે સાચું જ હોય. શક્તિ જ અંતિમ સત્ય નથી. આધુનિક વિશ્વ માનવતાવાદ અને સત્યની પણ ડીમાન્ડ કરે છે. લાંબા સમયથી તેમની સામે ભ્રષ્ટાચારના પણ આક્ષેપ થાય છે. તેઓ આ આક્ષેપને ડાબેરીઓનું ષડયંત્ર કહીને નકારી કાઢે છે. પોતાના વિરોધીઓને ડાબેરી કહી દેવાની બીમારી તેમને પણ કોઠે પડેલી છે. તેમની સામે તપાસ પણ ચાલી રહી છે. તેઓ ઈઝરાયલના એક માત્ર પ્રધાનમંત્રી છે જેઓ પદ પર હોય અને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે તપાસ ચાલતી હોય. ઇઝરાયલની જનતાને તો ક્યારનોય તેમનાથી મોહભંગ થઈ ગયો છે. પૂરતો બહુમત ન મળતા છેલ્લા બે વર્ષમાં ઈઝરાયલમાં ચાર વખત સામાન્ય ચૂંટણી યોજાઈ ચૂકી છે. દર વખતે નેતન્યાહૂ કોઈ રાષ્ટ્રવાદી મુદ્દો ઉઠાવી પોતાની તરફેમણમાં માહોલ ઊભો કરવાની ટ્રાય કરે છે. દર વખતે નિષ્ફળ ગયા. સારામાં સારી વ્યક્તિના પરફોર્મન્સનો પણ એક એન્ડ હોય છે. તે પછી પણ તમે તખ્તા પરથી ન ખસો તો લોકો હુટિંગ કરીને તમને ખસેડશે. બિન્યામિન નેતન્યાહૂના કેસમાં પણ આખરે એવું થયું. વિપરીત વિચારધારાના પક્ષો એકઠા થયા અને તેમણે સરકાર રચી છે. ઇઝરાયલની રાજનીતિમાં નેતન્યાહૂને જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. સમય બદલાય ત્યારે સારામાં સારા જાદુગરનો પણ જાદુ ઓસરી જાય છે. બિન્યામિન નેતન્યાહૂનો જાદુ શા માટે ન ઓસરે? નેસેટમાં ફ્લોર ટેસ્ટમાં ૬૦ વિ. ૫૯ મત પડતા તેમને પરાજિત થવું પડયું. જોકે ઈઝરાયલની રાજનીતિમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો એવું કહેવું ઉતાવળ ભરેલું ગણાશે. હજી પણ તેઓ લિકુડ પાર્ટીના પ્રમુખ અને નેતા વિપક્ષ છે. તેમણે કહ્યું કે, મેં વાપસ આઉંગા... નેફ્ટાલીના ગઠબંધનને તેમણે ડાબેરીઓનું ષડયંત્ર અને દેશ માટે જોખમી ગણાવ્યું છે. નેફ્ટાલી બેનેટ એક સમયે નેતન્યાહૂના સાથી હતા. તેમણે વડા પ્રધાન બનતા વેત કહ્યું, હું ધુ્રવીકરણની શાસન શૈલીને સમાપ્ત કરીશ. નેફ્ટાલી નેતન્યાહૂ કરતા વધારે કટ્ટર રાષ્ટ્રવાદી મનાય છે. તેઓ આવું કહે છે તેના પરથી સમજી શકાય છે કે ઇઝરાયલ કટ્ટરતાનો કઈ હદે શિકાર બન્યું છે. બિન્યામિન નેતન્યાહૂએ તેને નેફ્ટાલી સાથે વડા પ્રધાન પદ શેર કરવાની તેને ઑફર કરી હતી. એક જ વિચારધારાના નેતા હોવા છતાં નેફ્ટાલીએ તેમની ઑફર ફગાવી દીધી. કેમ? કારણ કે તેઓ આ માણસની આપખુદશાહીથી ત્રસ્ત હતા. તેના બદલે તેમણે જુદી-જુદી વિચારધારાના આઠ રાજકીય પક્ષો સાથે ગઠબંધન રચીને સરકાર બનાવી. આવું કરીને તેમણે ભિન્ન વિચારધારાનું સન્માન કર્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે, તમે જે વિચારધારામાં ન માનતા હો એ વિચારધારાના લોકોને દેશદ્રોહી કહી દેવા એ હવે આજના સમયમાં ચલાવી શકાય એમ નથી. ને બિન્યામિન નેતન્યાહૂ જેવી આત્મમુગ્ધતા પણ ચલાવી શકાય એમ નથી કે જે પોતાને એક ને જ રાષ્ટ્રવાદી માને અને એ સિવાય પોતાના રાષ્ટ્રવાદી સાથીઓને પણ કંઈ ન ગણે. સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી નેફ્ટાલી વડા પ્રધાન રહેશે અને ત્યાર બાદ બે વર્ષ યેર લેપિડ. નેફ્ટાલી યહૂદી રાષ્ટ્રના સમર્થક હોવા છતાં તેમણે આવી ઉદારતા બતાવી છે. આ ગઠબંધનમાં યુનાઇટેડ આરબ પાર્ટી સામેલ છે. જે ઈઝરાયલમાં વસતા અરબીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે પક્ષને અરબી ભાષામાં રા'મ તરીકે ઓળખવામાં આવે છે. ઇઝરાયલમાં વસતા યહુદીઓ અને અરબીઓ વચ્ચે શાંતિ સ્થપાય તથા પેલેસ્ટિનિયનો અને ઇઝરાયલીઓ વચ્ચે પણ સમાધાન થાય તેમાં જ તેમને અને જગતનું હિત રહેલું છે.

ગુજરાત સમાચાર 18 Jun 2021 5:35 am

બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સોનારો ઘરભેગા થશે?

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - બ્રાઝિલમાં હજુ માત્ર 10 ટકા લોકોને જ રસીકરણ થયું છે, એમ રાતોરાત 100 ટકાને રસીકરણ સંભવ પણ નથી: હાલ વિશ્વમાં રસીના રો મટિરિયલની અછત છે છેલ્લા થોડા વર્ષોમાં ભારતે જેમ આર્થિક આશાવાદ ઊભો કર્યો તેમ બ્રાઝિલે પણ કરેલો. બ્રાઝિલની ઇકોનોમી એક લિમિટ સુધી આગળ વધ્યા પછી બેસી ગઈ. ૨૦૦૮ પછી આવેલી વૈશ્વિક મંદી તેને નડી. ૨૦૧૬માં ડિલમા રોસેફ સામે મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી. શા માટે? તેમણે દેશથી બજેટની ખાધ છુપાવી. આજે ૨૦૨૧માં જૈર બોલ્સોનારો સામે મહાભિયોગની કાર્યવાહીની માગ ઊઠી રહી છે. કેમ? તેમણે કોરોનાની સાચી સ્થિતિ દેશવાસીઓથી છુપાવી. પરિણામ દુનિયાની સામે છે. સત્તાવાર રીતે બ્રાઝિલમાં સાડા ચાર લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. બિનસત્તાવાર રીતે તો શું સ્થિતિ છે તેની કલ્પના કરવી રહી. ૨૦૦૩થી ૨૦૧૬ બ્રાઝિલમાં ડાબેરીઓનું શાસન હતું. તેમના શાસનમાં આર્થિક વિકાસ સારો હતો, પણ પાછળથી બે કૌભાંડ બહાર આવ્યા અને વૈશ્વિક મંદી પણ નડી. પરિણામે સત્તા પરિવર્તન થયું અને જમણેરી નેતા જૈર બોલ્સોનારો બ્રાઝિલના પ્રમુખ બન્યા. તેઓ જમણેરી વિચારધારાના છે. બ્રાઝિલના ઇવાન્જેલિકલ ખ્રિસ્તીઓમાં ખૂબ લોકપ્રિય છે. કોરોના આવ્યો ત્યારથી તેઓ આ મહામારીની હાંસી ઉડાવતા રહ્યા હતા. તેઓ કોવિડ ક્યારેક સામાન્ય ફ્લુ કહેતા તો ક્યારેક માનસિક બીમારી કહેતા. તેઓ લોકડાઉનના પણ વિરોધી હતા. વિશ્વ આખું બંધ હતું ત્યારે બ્રાઝિલના બીચ પર મેળવાડા જામતા હતા. પણ આ નરી આંખે ન દેખાતો વાઇરસ એમ કોઈને મૂકતો નથી. બ્રાઝિલમાં કોરોનાની ભયંકર મહામારી ફાટી નીકળી. અને સત્તાવાર રીતે ૪,૬૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા. રસી કંપનીઓ બ્રાઝિલને રસી આપવાની ઘણા સમયથી ઑફર કરી રહી હતી, પણ માથા ફરેલા પ્રમુખ તે સતત ઠુકરાવી રહ્યા હતા. જો ત્યારે તેમણે ઑફર સ્વીકારી લીધી હોત તો બ્રાઝિલ રસીકરણ શરૂ કરનારો દુનિયાનો પહેલો દેશ બનત. આજે યુરોપ અને અમેરિકામાં ધમધામાટ સાથે વેક્સિનેશન ચાલી રહ્યું છે અને બ્રાઝિલમાં રસીની શોર્ટ સપ્લાય છે. હજી સુધી માત્ર ૧૦ ટકા પબ્લિકને જ રસી મળી છે અને બીજી બાજુ કોવિડ પોતાનું રોલર ક્રૂરતાપૂર્વક ફેરવી રહ્યો છે. એવે ટાળે બ્રાઝિલની જનતા તેના મૂર્ખ પ્રમુક જૈર બોલ્સોનારો પર ક્રોધે ભરાઈ છે. ઇવાન્જેલિકલ ખ્રિસ્તીઓમાંથી પણ મોટા ભાગના તેમના વિરોધી બની ગયા છે. બ્રાસિલિયા, રિયો ડિ જાનેરો સહિતના શહેરોમાં લોકો પ્લેકાર્ડ સાથે સડક પર ઊતરી આવ્યા છે અને જૈર બોલ્સોનારોના રાજીનામાની માગણી કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓ, ટ્રેડ યુનિયન અને સામાજિક આંદોલનકારીઓ પણ તેમાં જોડાયા છે. મહામારીમાં મૃત્યુ પામેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ આપવા અનેક પ્રદર્શનકારીઓ હાથમાં ક્રોસ લઈને નીકળ્યા હતા. કેટલાક પ્લેકાર્ડ પર બોલ્સોનારોને હટાવવાની માગણી હતી તો કેટલાક પર દેશને ૧૦૦ ટકા વેક્સિનેટેડ કરવાની માગણી હતી. ૧૦૦ ટકા રસીકરણ હવે એમ સંભવ નથી, કારણ કે દુનિયામાં રસી બનાવતી કંપનીઓ ઓછી છે તથા રસી બનાવવા માટેના રો મટિરિયલની પણ શોર્ટેજ ઊભી થઈ છે. સડક પર ઊતરેલા કેટલાક લોકોના હાથમાં જે પ્લેકાર્ડ્સ હતા તેમાં મૂળ નિવાસી બ્રાઝિલિયનોની રક્ષા તથા એમેઝોનના વૃક્ષો ન કાપવાની માગણી કરવામાં આવી હતી. બ્રાઝિલમાં સંસદીય મોડેલ યુરેપ અને અમેરિકાનું સંયુક્ત છે. પ્રમુખ ઇચ્છે એ પ્રમાણે બજેટ અને કાયદા બનાવી શકે, પણ સંસદમાં બહુમતી વિના તે મંજૂર કરી શકે નહીં. ત્યાં ૩૦ જેવા રાજકીય પક્ષો એવા છે જે સંસદમાં થોડી ઘણી બેઠક મેળવે છે, પણ તેમને કોઈ ખાસ રાજકીય વિચારધારા નથી. કોઈ પણ સરકારને ટેકો આપી દે. બસ તેને પોતાનો લાભ જોઈએ. સત્તા પક્ષ જેટલો નબળો એટલા આ ખાઉધરા પક્ષો વધારે શક્તિશાળી બને છે. તેમને રોડના કોન્ટ્રાક્ટ જોઈએ. ઇમારતોને કલરકામના કોન્ટ્રાક્ટ જોઈએ. એવું બધું. જૈર બોલ્સોનારોને છેલ્લા કેટલાક વખતથી અંદાજ આવી ગયો છે કે તેમના વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી થઈ શકે છે. આથી તેમણે પણ આવા પક્ષોનું સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સમર્થનનો અર્થ અહીં સોદેબાજી સિવાય તો બીજો શું થાય? ત્યાંના ગઠબંધન પક્ષોને સેન્ટ્રીઓ તરીકે ઓળખવામાં આવે છે. જૈર બોલ્સોનારો અને આ સેન્ટ્રિયો પક્ષો મળીને બ્રાઝિલની તિજોરી ઉસેડવા લાગ્યા હોવાના અહેવાલો બ્રાઝિલના લીડીંગ દૈનિક એસ્ટેડો ડી. એસ પાઉલોમાં છપાતા રહે છે. માત્ર ૩૩ ટકા બ્રાઝિલિયનો સુધી જ સરકારી મદદ પહોંચી છે. બોલ્સોનારોનું અપ્રુવલ રેટિંગ ૪૦માંથી ૩૦ ટકા થઈ ગયું છે. મોંઘવારી ફાટીને આસમાને ગઈ છે. ભ્રષ્ટાચાર એ કંઈ નવી વાત નથી. તે ચિંતાનો મુદ્દો જરૂર છે, પણ તેનાથી મોટી ચિંતા બ્રાઝિલિયનો માટે એ હોય કે ત્રીજી લહેર કે ચોથી લહેર આવશે ત્યારે શું? અમેરિકાએ જેમ ડોનલ્ડ ટ્રમ્પને હટાવ્યો તેમ બ્રાઝિલે જૈર બોલ્સોનારોને હટાવી કોઈ સમજદાર નેતાને સત્તા પર લાવવો પડે. બ્રાઝિલની જનતા કેટલુંક જોર બતાવે છે તે આગામી દિવસોમાં જોવા મળશે. વૈશ્વિક હાઇલાઇટ્સ... - બેલારુસે ગ્રીસથી લિથુઆનિયા જઈ રહેલું એક પ્લેન હાઇજેક કરી લીધું હતું. તેમાં ૧,૦૦૦ મુસાફરો સવાર હતા. બેલારુસિયન એરસ્પેસમાંથી આ પ્લેન પસાર થઈ રહ્યું હતું ત્યારે સત્તાધીશોએ આ વિમાનમાં બોમ્બ હોવાનો ધડાકો કરીને તેનું તાકીદે ઉતરાણ કરાવ્યું હતું. બેલારુસના પ્રમુખ લુકાશેન્કો વિરુદ્ધ વિપક્ષને સંગઠિત કરનાર પત્રકાર શ્રીમાન પ્રોટાસેવિચ અને તેમની ગર્લફ્રેન્ડ આ વિમાનમાં સવાર હતા. બંનેની ધરપકડ કરવામાં આવી હતી. - જાપાનમાં કોવિડે ફરીથી ઉછાળો મારતા અમેરિકાએ તેના નાગરિકોને જાપાનની યાત્રા ન કરવા ચેતવણી આપી છે. ૮૦ ટકા જાપાનીઓ માને છે કે જુલાઈમાં શરૂ થનારી ઓલિમ્પિક્સ ફરીથી મુલતવી રાખવી જોઈએ અથવા હંમેશા માટે કેન્સલ કરવી જોઈએ. - ટેક્સાસમાં લાયસન્સ વિના હેન્ડગન રાખવાની છૂટ આપવામાં આવી છે. સાથોસાથ જેમને ગન હેન્ડલ કરતા ન આવડતું હોય તેમના માટે ઑનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ઇરાને ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી સાથે સમજૂતિ કરી છે, જે અંતર્ગત તે વધુ એક મહિના સુધી આંતરરાષ્ટ્રીય સમીક્ષકોને તેના ન્યુક્લિઅર પ્લાન્ટ્સની સમીક્ષા કરવા દેશે. ઇરાને દાવો કર્યો છે કે તે યુરેનિયમનું ૬૦ ટકા સુધી સમૃદ્ધિકરણ કરી રહ્યું છે. આટલું સમૃદ્ધિકરણ એ જ દેશો કરતા હોય જે યુરેનિયમનો ઉપયોગ બોમ્બ માટે કરવાના હોય. - સ્ત્રીઓને ગુલામ બનાવીને રાખતો બોકો હરામનો ત્રાસવાદી અબુબકર શેકોએ વિરોધી જૂથના હાથમાં આવી જવાના ડરથી પોતાને ઉડાવી દીધો હતો. તે અગાઉ પાંચ વખત મૃત જાહેર થઈ ચૂક્યો છે. જોકે આ વખતે સમાચાર સાચા લાગે છે. - માલીમાં સેનાએ ફરીથી બળવો કર્યો છે. કારણ એટલું જ કે રાષ્ટ્રપતિએ આર્મીની પસંદગી પ્રમાણે કેબિનેટ વિસ્તરણ કર્યું નહીં. ગયા સપ્ટેમ્બરમાં પણ આર્મીએ બળવો કર્યો હતો. સેના અને રાજનીતિ અલગ હોવા જોઈએ. એક વખત સેના રાજનીતિનો, સત્તાનો સ્વાદ ચાખી જાય એટલે થઈ ગયું. પાકિસ્તાનનું ઉદાહરણ પણ આપણી નજર સામે જ છેને.

ગુજરાત સમાચાર 4 Jun 2021 5:35 am

કોરોના અને દુનિયા: ક્યાં શું ચાલી રહ્યું છે?

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - અમેરિકામાં વધુમાં વધુ લોકો ઝડપથી વેક્સિન લે તે માટે અવનવા પ્રલોભનો અપાય છે: મફત માછલી, ૧૦૦ ડોલરના બોન્ડ, ફ્રી બિયર અત્યારે વિશ્વના તમામ મનુષ્યોનું કોઈ સહિયારુ સપનું હોય તો તે છે કોરોના મુક્ત દુનિયા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે વિવિધ દેશો કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવી રહ્યા છે. કોરોનાને લીધે સત્તાવાર રીતે ૩૪ લાખ મૃત્યુ થયા છે, પણ હુના એક અધિકારીએ કહ્યું હતું કે કોવિડથી ૬૦ લાખથી ૮૦ લાખ જેટલા લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી સત્તાવાર રીતે બે લાખથી વધારે મોત દર્શાવાયા છે. ધ ઇકોનોમિસ્ટે દાવો કર્યો છે કે ભારતમાં કોરોનાને લીધે ૧૦ લાખ લોકોનું મૃત્યુ થયું છે. વેક્સિન મૈત્રી યોજના અંતર્ગત ભારત સરકાર અનેક દેશોને વેક્સિન આપી રહી હતી. સીરમ ઇન્સ્ટીટયુટે આ જવાબદારી સંભાળી રહી હતી. દરમિયાન ઇંડિયામાં કોવિડની બીજી લહેર ફાટી નીકળતા ભારત સરકારે તે અટકાવવું પડયું. પરિણામે આફ્રિકન દેશોનો રસીકરણ કાર્યક્રમ અટકી પડયો છે. યુરોપિયન યુનિયને પ્રવાસીઓ માટે તેમની બોર્ડરના દરવાજા ખોલી નાખવાનો નિર્ણય કર્યો છે. જ્યાં ઇન્ફેક્શન રેટ ઓછો હોય એવા પ્રવાસીઓ અથવા એવા પ્રવાસીઓ જેમણે વેક્સીન લઈ લીધી હોય. યુરોપમાં વેકેશન ગાળવા માગતા લોકો માટે આ શુભ સમાચાર છે તો યુરોપમાં ટ્રાવેલિંગ અને ટુરિઝમના બિઝનેસ પર આધારિત હોય તેવા વ્યવસાયીઓ માટે પણ. બ્રિટન અને યુરોપિયન યુનિયનના સંબંધો વણસેલા છે એવામાં બ્રિટિશ ટુરિસ્ટ્સનું યુરોપ જવું તેમાં થોડી હળવાશ લાવી શકે છે, મીઠાશ ઉમેરી શકે છે. એશિયામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાંથી નેપાળમાં કોવિડ ફેલાયો છે. તાઇવાન, થાઇલેન્ડ અને મલેશિયામાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. તાઇવાનમાં કોરોનાની નવી લહેરને કારણે લોકોએ પેનિક બાઇંગ શરૂ કર્યું હતું. તાઇવાનના પ્રમુખ ત્સાઈ ઇંગ વેને લોકોને તેમ ન કરવા ઠપકો આપ્યો. ત્યાંની સરકારે કોવિડ અટકાવવા માટે જે રસ્તો અપનાવ્યો તે ખરેખર અનુસરવા જેવો છે. ત્યાંની સરકારે એવો નિયમ કર્યો છે કે દુકાનદારે તેને ત્યાં આવતા કસ્ટમરની કોન્ટેક્ટ ડિટેઇલ ફરજિયાતપણે નોંધવી. આથી જેને કોરોના થાય તેનાથી બીજાને ફેલાતો અટકાવવા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું સરળ બની જાય. ભારતમાં પણ આ નિયમ લાગુ કરી શકાય છે. આપણે ત્યાં ૧૯મી મેએ કોરોનાથી ૪,૫૨૯ મૃત્યુ નોંધાયાં. આ આખા વિશ્વમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મોત હતાં. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે જાહેરાત કરી છે કે, જે લોકો સંપૂર્ણપણે વેક્સિન લઈ લીધી છે તેમણે માસ્ક પહેરવાની જરૂર નથી. કેટલાક આરોગ્ય નિષ્ણાતો સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સીડીસીની ઘોષણાને પગલે મેરિલેન્ડ અને વર્જિનિયા રાજ્યોએ તુરંત માસ્ક પહેરવામાંથી મુક્તિ જાહેર કરી દીધી હતી. કેલિફોર્નિયા અને ન્યુજર્સી હજી માસ્કમુક્ત થવાની તારીખો ઠેલી રહ્યા છે. અમેરિકામાં હજી ૩૮ ટકા વસ્તીને જ વેક્સિનેશન થયું છે. ૭૦ ટકા પબ્લિકને વેક્સિનેશન ન થાય ત્યાં સુધી માસ્ક હર્ડ ઇમ્યુનિટી આવતી નથી. અને ત્યાં સુધી માસ્ક વિના ફરવું અનેક આરોગ્ય નિષ્ણાતોને જોખમી લાગે છે તો બીજા એવી દલીલ કરે છે કે જાહેરમાં માસ્ક ન પહેરવાથી કોરોનાનો ચેપ લાગે એવા કોઈ વૈજ્ઞાાનિક પુરાવા નથી. ફ્રાંસમાં લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે. લોકોને રેસ્ટોરન્ટ્સ અને બારની બહાર જમવાની છૂટ આપવામાં આવી છે. જીવન જરૂરી ચીજોની દુકાનો પણ ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે. ન્યુયોર્ક સિટીમાં પણ સ્થિતિ પૂર્વવત્ થવા લાગી છે. ધંધાઓ ખૂલવા લાગ્યા છે. ઇંગ્લેન્ડમાં રેસ્ટોરેન્ટ્સ અને પબ્સમાં ખાણીપીણીની છૂટ આપ દેવાઈ છે. અમેરિકાના રાજ્યો પબ્લિકને રસીકરણ માટે જાત-જાતના પ્રોત્સાહન આપી રહ્યા છે. સીડીસીએ માસ્ક ન પહેરવા આપેલું પ્રોત્સાહન પણ તેમાંનું જ એક છે. ન્યુ ઓર્લિયેન્સના આરોગ્ય વિભાગે કેજોન સીફૂડ નામની સ્થાનિક સીફુડ માર્કેટ સાથે કરાર કર્યા છે. રસી લેનારને એક પાઉન્ડ બોઇલ્ડ ક્રેફિશ નિ:શૂલ્ક આપવામાં આવે છે. વેસ્ટ વર્જિનિયાના યુવાનો જો વેક્સિન લે તો તેમને ૧૦૦ ડોલરના સેવિંગ્સ બોન્ડ આપવામાં આવે છે. ન્યુયોર્ક સ્ટેટના ઇન બફેલો શહેરમાં રસી લેનારને ફ્રી બિયર આપવામાં આવે છે. અમેરિકામાં રસી લેનારને આ રીતે ફ્રી ગિફ્ટ્સ અપાય છે અને ભારતમાં તો તમામ દેશવાસીઓ માટે રસી ફ્રી માગનારને મફતિયા કહીને ઉતારી પાડવામાં આવે છે. આપણે હજી કોવિડ મહામારીને નિયંત્રણમાં લઈ શક્યા નથી એવા સમયે ચીને આ બાબતે કૂટનીતિ શરૂ કરી દીધી છે. શ્રીલંકામાં કોરોનાના કેસ બહુ ઝડપથી વધી રહ્યા છે. પ્રથમ લહેર ત્યાં કેસ બહુ ઓછા હતા પણ બીજી લહેર ત્યાં પણ ભયાનક નીવડી રહી છે. આરોગ્ય સેવા ખોરવાઈ જવાની દહેશત છે. રોજ ૩,૦૦૦ નવા કેસ બહાર આવી રહ્યા છે. એક મહિનામાં કોવિડ કેસની સંખ્યામાં ૧૦૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. ૨,૧૦,૦૦,૦૦૦ની વસ્તી ધરાવતા શ્રી લંકાની આરોગ્ય સેવાઓ ખૂબ સારી મનાય છે. ત્યાં સારવાર મફત છે, પરંતુ ત્યાં જે રીતે કોરોના રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે તે જોતા તેની હૉસ્પિટલો લથડિયા ખાવા લાગી છે. ભારત શ્રીલંકાને કોવિશિલ્ડ રસી આપી રહ્યું હતું, પરંતુ આપણે ત્યાં કોરોના ફાટી નીકળતા આપણે તેમને રસી આપવાનું બંધ કર્યું. આ તક ચીને ઝડપી લીધી છે. ચીન શ્રીલંકાને કોરોના સામે લડવામાં દરેક રીતે મદદ રૂપ થવા તૈયાર છે. ચીન શ્રીલંકાને વેક્સિન, પીપીઈ કિટ, ફેસ માસ્ક અને ટેસ્ટિંગ કિટ્સ ડોનેટ કરી રહ્યું છે. આ યોજનાને તેણે ફેસ માસ્ક ડિપ્લોમસી નામ આપ્યું છે. વૈશ્વિક હાઇલાઇટ્સ... - ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે. બંને વચ્ચેના યુદ્ધ સંઘર્ષમાં ૨૩૦ લોકોનાં મોત થયાં છે. તેમાંથી મોટા ભાગના પેલેસ્ટિનિયન છે. ઈઝરાયલ કહે છે કે મૃતકોમાંથી ૧૫૦ મિલિટન્ટ્સ હતા. - મોરોક્કો અને સ્પેનની સરહદ પર સ્થિતિ ઠીક નથી. બ્રાહિમ ઘાલી વેસ્ટર્ન સહારાના પ્રદેશની સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. મોરોક્કો તેને પોતાનો પ્રદેશ ગણાવે છે. વેસ્ટર્ન સહારા પ્રદેશમાંથી તાજેતરમાં ૮૦૦૦ શરણાર્થી સ્પેનની સરહદે આવી ગયા હતા. સ્પેને સરહદ પર વધારાના સૈનિકો ગોઠવવા પડયા હતા. - આયર્લેન્ડમાં આરોગ્ય વિભાગની કમ્પ્યુટર સિસ્ટમ્સ પર સાઇબર અટેક થયો હતો. તમામ કમ્પ્યુટર ઠપ થઈ ગયા હતા. ઇસ્ટર્ન યુરોપના હેકર્સે આ કારસ્તાન કર્યું હતું. તેમણે ૨૦ મિલિયન ડોલરની ખંડણી માગી હતી. સરકારે તે માગણી રીજેક્ટ કરી લીધી હતી. - ચીલીમાં નવું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની ચૂંટણી થઈ હતી. ૧૫૫ બેઠક પર ચૂંટણી થઈ હતી. ૫૪ ટકા અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા. મોટા ભાગના ઉમેદવારો લેફ્ટ વિચારધારાના હતા. - અમેરિકામાં એશિયન અમેરિકન્સ પર હુમલા વધી રહ્યા છે ત્યારે આ પ્રકારના ઘૃણા અપરાધો રોકવા માટે અમેરિકન સરકારે સંસદમાં ખરડો પસાર કર્યો હતો. - ચીને મંગળ પર સ્પેસક્રાફ્ટ ઉતાર્યું હતું. મંગળ પર રોવર ઉતારનારો તે વિશ્વનો બીજો દેશ બન્યો છે. ચાઇનીઝ સ્પેસ એજન્સીએ મંગળ પરથી ખેંચેલા ફોટોગ્રાફ્સ પણ રિલીઝ કર્યા હતા.

ગુજરાત સમાચાર 28 May 2021 5:35 am

પેલેસ્ટાઇન-ઇઝરાયલ સંઘર્ષ: ભક્તોની હિટ વિકેટ

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - જેરુસલેમમાં બાબા ફરીદની ગુફા છે, જેનું સંરક્ષણ વર્ષોથી ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે ભારત કોઈ પણ પ્રકારની હિંસાની નિંદા કરે છે અને જે તનાવ પેદા થયો છે તે તાત્કાલિકપણે ખતમ કરવાની અપીલ કરે છે. ભારત પેલેસ્ટાઇનની વાજબી માગણીનું સમર્થન કરે છે. અને દ્વી-રાષ્ટ્રની નીતિ દ્વારા સમાધાન માટે વચનબદ્ધ છે. ભારત ગાઝા પટ્ટી પર થઈ રહેલા રોકેટ હમલાની નિંદા કરે છે. સાથે ઈઝરાયલની બદલાની કાર્યવાહીમાં ઘણા બધા આમ નાગરિક મૃત્યુ પામ્યા છે, જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ છે તે દુ:ખદ છે. હુમલામાં એક ભારતીય મહિલાનું પણ મૃત્યુ થયું છે. અશ્કલોનમાં. તેના મૃત્યુથી ખૂબ દુ:ખ થયું છે. બંને પક્ષે એકતરફી કાર્યવાહી કરીને યથાસ્થિતિ બદલવાની કોશિશ કરવી જોઈએ નહીં. જેરુસલેમમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવો જોઈએ નહીં. જેરુસલેમ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ભારતથી હજારો લોકો જેરુસલેમ જાય છે. ત્યાંની ગુફામાં સંત બાબા ફરીદ ધ્યાન કરતા. ભારતે એ ગુફાનું સંરક્ષણ કર્યું છે. જેરુસલેમમાં ધાર્મિક સ્થળો પર ઐતિહાસિક રૂપે ચાલી આવતી યથાસ્થિતિનો આદર કરવો જોઈએ. તેમાં હરમ શરીફ અને ટેમ્પલ માઉન્ટ પણ સામેલ છે. કોઈ પણ પ્રકારનો સંવાદ ન થવાને કારણે બંને પક્ષો વચ્ચે અવિશ્વાસ વધતો જાય છે, આવું નિવેદન સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં ભારત સરકારના દૂત દ્વારા આપવામાં આવ્યું છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષમાં મોદી સરકારે પેલેસ્ટાઇનનો સાથ આપતા મોદી ભક્તોને ૪૪૦ વોટનો આંચકો લાગ્યો છે. આમ તો એમાં આંચકો લાગવા જેવું કશું હતું નહીં, ભારત આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં એટલો મોટો પ્લેયર નથી કે પોતાના ઓપિનિયનથી સ્થિતિઓ બદલી શકે. (આ કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ. તો જ આવતીકાલે આપણે મોટા પ્લેયર બની શકીશું.) બીજું કે આપણે વર્ષોથી પેલેસ્ટાઇનને જ સમર્થન કરતા રહ્યા છીએ. ત્રીજું આ વખતે પણ પેલેસ્ટાઇનને ટેકો આપવો એ જ આપણા હિતમાં હતું. સરકાર આ બધું વિચારે છે, પણ ભક્તો આટલું વિચારી શકતા નથી. તેઓ પોતાના પક્ષપાત અને લોકોનું ધ્યાન ભટકાવવાના ટૂંકા ગોલ સાથે નીકળી પડે છે અને આ રીતે હિટ વિકેટ થઈ જાય છે. દેશમાં કોરોના મહામારીથી લોકો પીડિત છે અને પૂર્વતૈયારીના અભાવ તથા મિસમેનેજમેન્ટ વિશે લોકો સરકારને દોષ દઈ રહ્યા છે ત્યારે સત્તા પક્ષ અને મોદી ભક્તોએ વાતાવરણને ડાઇવર્ટ કરવાની અનેક પ્રકારે કોશિશ કરી છે. બંગાળમાં કાર્યકરો પર હિંસા થઈ હોય તો તેને હિંદુ નરસંહારનું નામ આપી દે છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સશસ્ત્ર ઘર્ષણ પેદા થાય તો ઇઝરાયલના ગુણગાન ગાઈને પેલેસ્ટેનિયનોને ત્રાસવાદી ઘોષિત કરવા માંડે છે. માત્ર એટલા માટે કે ઈઝરાયલ લડવામાં ઉસ્તાદ છે. માત્ર એટલા માટે કે પેલેસ્ટિનિયનોનો ધર્મ પોતાને જે નેરેટીવ સેટ કરવો છે તેમાં મદદકર્તા બને છે. તેમણે ભારતનો ઈતિહાસ વાંચવો જોઈએ. ભારત પહેલેથી પેલેસ્ટાઇનનું સમર્થક રહ્યું છે. ચાહે તે મહાત્મા ગાંધી હોય કે અટલ બિહારી વાજપેયી. બધા નેતાઓ એકસૂરે પેલેસ્ટાઇનની પડખે ઊભા રહ્યા છે. યહૂદીઓ પર જર્મનીમાં ખૂબ અત્યાચાર થયો તે વાત ૧૦૦ ટકા સાચી, પણ એનો અર્થ એ થોડો છે કે યહૂદીઓને બે હજાર વર્ષ પછી કોઈ જગ્યા પર જઈને વસાવો જ્યાંના તે મૂળ નિવાસી હતા. ભારતમાં કોઈ વ્યક્તિ વર્ષોથી એક મકાનમાં ભાડે રહેતી હોય તો તે પણ કાયદેસર રીતે ખાલી કરાવી શકાતું નથી. તો ૨૦૦૦ વર્ષ પછી ખ્રિસ્તી દેશો યહૂદીઓને ઇઝરાયલ લઈ જાય અને ત્યાં સેંકડો વર્ષોથી રહેતા પેલેસ્ટેનિયનય મુસ્લિમોને તગેડી મૂકે તે કેટલું વાજબી? તોય ઇઝરાયલને દેશ તરીકે સ્વીકારી લેવાયો છે. હવે તેણે પણ પેલેસ્ટાઇનને એક દેશ તરીકે સ્વીકારી લેવો પડેને. ઇઝરાયલને માત્ર પોતાના લડાયક ખમીરના આધાર પર જ આપણે સાચું માનવા લાગીએ તો તો થઈ રહ્યું. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં જેની લાઠી એની ભેંસના સિદ્ધાંત પ્રમાણે ચાલવાનું હોય તો પછી યુએન જેવી સંસ્થાને વિખેરી નાખવી જોઈએ. આપણે ચીનનો વિરોધ શા માટે કરીએ છીએ? કારણ કે તે જેની લાઠી એની ભેંસના સિદ્ધાંત પર ચાલે છે તો એ જ બેસિસ પર આપણે ઇઝરાયલનું સમર્થન કઈ રીતે કરી શકીએ? મોદી સરકારે યુએનમાં પણ પેલેસ્ટાઇનના સમર્થનમાં મત આપેલો. આ વખતે પણ મોદી સરકારે પેલેસ્ટાઇનના સમર્થનમાં ઊભા રહીને યોગ્ય નિર્ણય કર્યો છે. સાઉદી અરબે એ નથી જોયું કે ભારતમાં સંપ્રદાયવાદીઓની સરકાર છે એટલે ઓક્સિજન પ્રોવાઇડ નથી કરવો. એમ આપણે પણ કોણ સાચું, કોણ ખોટું એ જ જોવાનું હોય, કોનો ધર્મ કયો છે એ ન જોવાનું હોય. મોદી સરકારે એવું કર્યું તેની ખુશી છે. ભારતે ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ ઈઝરાયલને માન્યતા આપેલી. ૧૯૯૨માં પી. વી. નરસિંહરાવના કાળમાં બને દેશો વચ્ચે પૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થપાયા. ભારત આમ તો પહેલેથી પેલેસ્ટાઇનનું સમર્થક રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઇઝરાયલ સાથે પણ આપણાં સંબંધો ઘનિષ્ઠ બની રહ્યા છે. ઈઝરાયલે ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં આપણને ઇન્ટેલિજન્સ ઇન્પુટ આપેલી. મોદી ૭૦ વર્ષમાં ઈઝરાયલ જનારા પહેલા વડા પ્રધાન રહ્યા. પણ એનો અર્થ એ નથી કે આપણે પેલેસ્ટાઇન સાથેના સંબંધો ખતમ કરી નાખેલા. વડા પ્રધાન મોદીએ ઈઝરાયલની સાથોસાથ પેલેસ્ટાઇન યાત્રા પણ કરેલી. ત્યાં તેમણે નિવેદન આપેલું, ભારત આશા રાખે છે કે પેલેસ્ટાઇન એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બને. એક એવું રાષ્ટ્ર જે શાંતિના માહોલમાં રહે. ૧૯૭૪માં ભારતે પેલેસ્ટાઇન મુક્તિ સંગઠનને અને ૧૯૯૮માં પેલેસ્ટાઇનને માન્યતા આપેલી. ૨૦૦૩માં અને ૨૦૧૧માં ભારતે યુએનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં મતદાન કરેલું. ત્યાર પછી ૨૦૧૨ હોય કે ૨૦૧૫ ભારત હંમેશા પેલેસ્ટાઇનના ટેકામાં રહ્યું છે. મોદી સરકાર બંને દેશો સાથે સંબંધ રાખે છે. યુએનમાં ભારત હંમેશા પેલેસ્ટાઇનના સમર્થનમાં ઊભું રહે છે. મોદી સરકાર સાત વર્ષથી સત્તામાં છે તોય ૭૦ વર્ષ જૂની આ પરંપરા ફરી નથી. તો પછી મોદી ભક્ત ઇઝરાયલને ટેકો આપવાનો અને પેલેસ્ટાઇનને ત્રાસવાદી તરીકે ભાંડવાનો દંભ શા માટે કરે છે? તેઓ અજ્ઞાાની છે કે પછી ચોક્કસ સમુદાયના લોકોને ધિક્કારવા માગે છે? તેમના અને મોદી સરકારના સ્ટેન્ડ વચ્ચે તફાવત આવી જતા તેઓ ખુલ્લા પડી ગયા છે. આપણે પાકિસ્તાનને ગાળો દઈ શકીએ, ચીનને આપી શકીએ. (સમજ્યા વિના તો એમેય ન કરાય. કારણ કે આપણે આજની તારીખેય ચીનથી ઘણી બધી આયાત કરીએ છીએ.) પણ એ સિવાયની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે પોતાનો ઓપિનિયન ઠોકી બેસાડતા પહેલા થોડોક અભ્યાસ કરવો જરૂરી છે. મોસાદના જાસૂસી મિશનો આપણને વાંચવા ગમે છે. આપણે તેમની શૂરવીરતાના કાયલ છીએ, પણ તેનો અર્થ એવો નથી કે ઈઝરાયલ સાચું છે અને પેલેસ્ટાઇ ખોટું છે. આપણે ન સમજીએ તો કંઈ નહીં, પરંતુ ભારત સરકાર તો આ સત્ય સમજે જ છે અને એટલે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઇનના સમર્થનમાં ઊભી રહે છે.

ગુજરાત સમાચાર 21 May 2021 5:40 am

વિશ્વઃ સોશિયલ મીડિયા લોકશાહી પર ભારે પડશે?

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - સોશિયલ મીડિયા ધંધો કરે તેમાં વાંધો નથી, પણ તે મોનોપોલી સર્જી સત્તાધારીઓના મિત્ર તરીકે કામ કરવા લાગે તેમાં લોકશાહીને નુકસાન છે મનુષ્ય સિવાય વાત કરીએ તો સૌથી મોટો સમાજ કીડીઓમાં, કોરલમાં અને ચિમ્પાન્ઝીઓમાં જોવા મળે છે. પણ આ બધા તેમના નિસર્ગ દત્ત સ્વભાવથી જ કામ કરતા હોય છે. ક્યારેય કોઈ કીડી વિશે એવું નથી જાણ્યું કે તેણે તેના સમાજ સામે બળવો પોકાર્યો. ક્યારેય કોઈ વાંદરાને ભાષણ આપતા જોયો નથી. પરવાળા ક્યારેય પેકેજ ટુર પર દરિયા પાર ફરવા ગયાનું ધ્યાને આવ્યું નથી. આ બધું માણસ જ કરી શકે. કારણ કે તેની પાસે વિચારવાની શક્તિ છે, તેની પાસે બુદ્ધિ છે. પણ સમજો કે માણસની બુદ્ધિ પ્રતિભાને, તેની વિચાર ક્ષમતાને એક વાડામાં બાંધી દેવામાં આવે તો? એવું થઈ શકે છે કે નહીં એ પછીની વાત છે, પણ એવું કરવાના સંનિષ્ઠ પ્રયત્નો થઈ રહ્યા છે. ટેકનોલોજી એમ કરવામાં સહાયક બની રહી છે. સોશિયલ મીડિયાનો વિશ્વમાં જ્યારે ઉભાર થયો ત્યારે તેને એક ડેમોક્રેટિક મીડિયમ માનવામાં આવતું હતું. એટલું ડેમોક્રેટિક કે જનતા પોતે જ તેમાં કલમ ચલાવે. સમાચાર દ્વારા નહીં, પણ સીધી વ્યક્ત થાય. તેને લીધે આરબ સ્પ્રિંગ થઈ, ભારતમાં અણ્ણા આંદોલન થયું. આ આંદોલનોનું પરિણામ શું આવ્યું તે આપણે જોયું. લોકશાહીનું સપનું લઈને નીકળેલા દેશો ડિસ્ટેબિલાઇઝ થઈ ગયા. નવા તાનાશાહોના હાથમાં આવી ગયા. ભારતમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તામાં આવેલા લોકો કોમવાદી રાજનીતિ કરવા લાગ્યા. વાર્તા અહીંથી બદલાય છે. સોશિયલ મીડિયાના માલિકોય કંઈ દાન-ધર્માદો કરવા તો નીકળ્યા નથી. તેમનેય કમાવવું છે. એટલે તેમણે લોકોનો ડેટા વેચવાનું શરૂ કર્યું. તેમણે જાહેરાતો શરૂ કરી. જાહેરાતો દેખાડે ત્યાં સુધી વાંધો નહીં, પણ લોકોની પસંદ-નાપસંદના આધારે તેનો ડેટા તૈયાર કરીને વેચે તે ખતરનાક. સોશિયલ મીડિયા લોકશાહીની મશાલ લઈને નીકળ્યા હતા અને લોકશાહીના જ દુશ્મન કેમ બની ગયા? સૌથી મોટું કારણ અનલિમિટેડ પૈસા અને સત્તાની લાલચ. આના માટે તેઓ અમુક હથકંડા અપનાવે છે. ૧) નાની-નાની સોશિયલ મીડિયા કંપનીઓને ગળી જાય અથવા તેને ખતમ કરી નાખવા માટે કોઈ પણ હદ સુધી જાય. તેના કારણે વિવિધ દેશમાં તેનો ફેલાવો અને વર્ચસ વધે. ૨) એક બાબત તમે માર્ક કરી? સોશિયલ મીડિયા આવ્યું પછી લોકો પોતાના વિચારોને લઈને વધુ કટ્ટર બની ગયા. વધુ આક્રમક બની ગયા. શામાટે? એટલા માટે નહીં કે લોકોને અભિવ્યક્ત થવાની છૂટ મળી. આવું થવામાં સોશિયલ મીડિયાનું જ પાપ છે. એક અભ્યાસ એવું જણાવે છે કે જ્યારે ટેન્સ માહોલ હોય ત્યારે લોકો વધુ આક્રમકતાથી પોતાના વિચારો વ્યક્ત કરે છે અને સોશિયલ મીડિયા પર વધારે સક્રિય રહે છે. આથી સોશિયલ મીડિયા નેગેટિવિટીને, ટેન્સ માહોલને, આક્રમકતાને સતત પ્રોત્સાહિત કરતું રહે છે. કારણ કે એમાં એની દુકાન ધમધોકાર ચાલે છે. ૩) આવું કરવા માટે સોશિયલ મીડિયા અલ્ગોરિધમની મદદ લે છે. આ અલ્ગોરિધમને કહેવામાં આવે છે ફિલ્ટર બબલ. ફિલ્ટર બબલના આધારે સોશિયલ મીડિયા તમને માત્ર એવી જ પોસ્ટ્સ દેખાડે છે જે તમારા વિચારો સાથે મેળ ખાતી હોય. જો તમે જમણેરી હશો તો તમને તમારા ફેસબુક એકાઉન્ટમાં ૧૦માંથી આઠ પોસ્ટ જમણેરી વિચારો વાળી જ દેખાશે. જો તમે ઉદારવાદી હશો તે એ પ્રમાણે. તમને સાચું ચિત્ર દેખાડવામાં આવશે નહીં, ગમતું ચિત્ર દેખાડવામાં આવશે. હવે શું થાય છે? તમે આ ફિલ્ટર બબલથી અજાણ છો. આવી રમતથી અજાણ છો. એટલે તમે એવું માની લો છો કો દુનિયા મારા જેવું જ વિચારે છે. આથી તમે પોતાના ઓપિનિયન્સને લઈને વધારે દૃઢ બનશો. વધારે આક્રમક બનશો. આની નેગેટીવ ઇફેક્ટ એ આવે છે કે બીજી સાઇડ વિચારવાની તમારી શક્તિ સંપૂર્ણપણે ઘસાઈ જાય છે. ૪) સોશિયલ મીડિયા પર આપણે મોજથી આપણો ડેટા મૂકતા હોઈએ છીએ. આપણા ફોટોગ્રાફ્સ, ફેમિલિના પિક્ચર્સ, આપણા વિચારો, આપણી પસંદ-નાપસંદ બધું જ. ઉપરાંત આપણી પોસ્ટ્સ, કોમેન્ટ્સ અને લાઇક્સનું પણ તેઓ એનાલિસિસ કરતા હોય છે. એના આધારે આપણો જે ડેટા તૈયાર થાય છે તેને સાઇકોગ્રાફિક ડેટા કહે છે. આપણા બાપુજી આપણા વિશે જેટલું ન જાણતા હોય તેટલું આ ફેસબુક જાણી લે છે. તેમને આપણા ઝીણામાં ઝીણા બિહેવિયરની ખબર પડી જાય છે. આ ડેટા તેઓ પ્રાઇવેટ કંપનીઓને વેચે છે. પોલિટિકલ પાર્ટીઓને વેચે છે. ૫) રમત અહીંથી શરૂ થાય છે. હવે પોલિટિકલ પાર્ટીઓ અને પ્રાઇવેટ કંપનીઓ પણ આપણી સાયકોલોજી સાથે રમવાનું શરૂ કરે છે. તેમની પાસે આપણો સાઇકોગ્રાફ હોય છે એટલે એ જ પ્રકારનું ભાણું આપણને પીરસે છે. અથવા મેજોરિટીને ધ્યાનમાં લઈને તેઓ ભાણું તૈયાર કરે છે. પ્લસ એક વખત તમારી પાસે કોઈ વ્યક્તિનો સાઇકોગ્રાફિક ડેટા હોય એટલે તમે તે વ્યક્તિની પસંદ-નાપસંદને ધીમે-ધીમે ટ્વિસ્ટ પણ કરી શકો. યુવાલ નોહ હરારીએ આ વિશે વિસ્તારથી લખ્યું છે. ફેસબુક અને બીજી સોશિયલ મીડિયા કંપનીઓ તો વેપારી છે. તેમને ગમે ત્યાં ધંધો કરવો છે. ફેસબુક, ગુગલ, એમેઝોન આવી ચાર-પાંચ કંપનીઓ એવી છે જેણે અડધાથી વધુ વિશ્વમાં મોનોપોલી ઊભી કરી દીધી છે. તેઓ શું કરે? કોઈ પણ દેશમાં શાસક પક્ષ જોડે જ ડીલ કરી લે. સોશિયલ મીડિયા કંપનીઓ સત્તાધારીઓને ગમે એવું કરે, સત્તાધારીઓ સોશિયલ મીડિયા કંપનીને બધી અનુકૂળતા કરી આપે. તેમના આ ગઠબંધન થકી તેઓ જનતાના માનસ પર પોતાની પકડ વધુને વધુ મજબૂત બનાવતા જાય છે. આનું પરિણામ એ આવે છે કે લોકોને ખબર પડ રહેતી નથી કે તેઓ ચોઈસ ગુમાવી ચૂક્યા છે. તેનું નુકસાન એ થાય છે કે લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય, પર્સનલ ચોઈસ આ બધું નામ માત્રનું બની જાય છે. આવું હજી પૂરેપૂરું નથી થયું, ઘણું ખરું થઈ ચૂક્યું છે, પણ હજી જાગી શકાય છે. આને રોકી શકાય છે. આને રોકવા માટે વિશ્વની લોકતાંત્રિક સરકારોએ સોશિયલ મીડિયા સામે એક થવું પડે. યુનાઇટેડ નેશન્સ અને બીજી આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સંસ્થાઓએ જાગવું પડે. મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મોનોપોલી સર્જતા અટકાવવા પડે. નાના-નાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ગળી જતા રોકવા પડે. શું એવું સંભવ છે કે? આમાં એક પ્રશ્ન એ પણ થાય કે સરકાર તો સત્તાપક્ષ ચલાવતો હોય. ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સત્તાપક્ષને ડેેટામાં સહાયક બનતા હોય તો સત્તાપક્ષ તેના પર શા માટે લગામ લગાવે? સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને લોકશાહીની લાઇનમાં લાવે તેવી અપેક્ષા તેની પાસે રાખવી થોડી વધારે છે. હા, સરકાર તો જ કરી શકે જો તેના પર જનતાનું પ્રેશર હોય. પબ્લિક આ વિશે પોતાનો સ્ટ્રોન્ગ મત ધરાવતી થાય તો આવું થઈ શકે. અન્યથા આવનારા વર્ષોમાં દુનિયાના લોકશાહી દેશોનો સંઘર્ષ વધશે. બીજું તો શું? પશ્ચિમી દેશો આ વિશે થોડા-થોડા જાગૃત છે. ભારત અને આફ્રિકન દેશોમાં સાવ અંધારુ છે. ચીન અને રશિયાને તો પોતાની અલગ જ ઇન્ટરનેટ દુનિયા છે. ને તેમને લોકશાહી સાથે નાતોય ક્યાં છે.

ગુજરાત સમાચાર 14 May 2021 5:40 am

કોરોનાઃ ઇટલીમાં હવે ઇકોનોમીની લડાઈ

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - કોવિડ પછી ઓટોમેશન ઓર વધ્યું છે, એવામાં યુનિવર્સ બેઝિક ઇન્કમનો આઇડીયા વધારે પ્રસ્તુત બન્યો છે કોરોના સામેની લડાઈ આખી દુનિયા લડી રહ્યું છે તેનો ફાયદો એ છે કે આપણે બીજા દેશોના અનુભવમાંથી શીખી શકીએ છીએ. શીખવા માગીએ કે ન માગીએ તે આખી વાત અલગ છે. જેમ કે ઇટલીની ઑક્સિજન કટોકટી જોઈને કેરળે સબક મેળવ્યો. એકબીજાના સારામાઠા અનુભવો એકબીજાને કામ લાગી શકે છે. ન શીખવાનું પરિણામ શું આવે છે એનો જાત અનુભવ આપણે કરી રહ્યા છીએ. હાલ વિશ્વમાં નોંધાતા દર ૧૦૦માંથી ૪૦ કેસ ભારતના છે. ને એય કદાચ આંકડા છુપવાઈ રહ્યા છે એટલે. બીજા દેશોમાં અત્યારે કોવિડને લઈને શું ચાલી રહ્યું છે તે જાણવા જોગ છે. સરકારની ફરજ છે કે તે તેના નાગરિકો પ્રત્યે દયાળું બને. કોઈ પાસે ઝાઝું ભેગું થઈ ગયું હોય તો તેની પાસેથી થોડુંક લઈને જેની પાસે નથી તેને આપવાનો પ્રયત્ન કરે. કોરોના જેવી મહામારીએ મિડલ ક્લાસ અને ગરીબ વર્ગને થપાટ મારી હોય ત્યારે તો ખાસ. અમેરિકામાં જો બાઇડનની સરકાર એમ કરવા કટિબદ્ધ છે. જો બાઇડને ૧.૮ ટ્રિલિયન ડોલરનું સોશિયલ પેકેજ બહાર પાડયું છે. ૧૯૬૦ પછીનું આ સૌથી મોટું સોશિયલ પેકેજ છે. તેમાં બાળકોને દવા અને સારવાર ફ્રી, નિઃશૂલ્ક કોમ્યુનિટી કોલેજ, ફેમિલી લીવ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જે માલેતુજાર છે. પ્રતિ વર્ષ ૧ મિલિયન ડોલર કરતા વધુ કમાય છે તેમના પર ૩૯.૬ ટકા ઇન્કમ ટેક્સ લગાવવામાં આવ્યો છે. ટેક્સના આ દર અન્યાયી લાગી શકે, પણ એવું નથી. હવે આવા દર લાગુ કરવા જરૂરી છે. જે ધનપતિ છે તેના પર. કારણ કે ઓટોમેશને અનેક લોકોની નોકરી છીનવી લીધી હોવાથી સસ્તી દવા, સસ્તા મકાન હવે દુનિયાભરની સરકારોની ફરજ બની ગયા છે. યુનિવર્સલ બેઝિક ઇન્કમનો કન્સેપ્ટ હવે લાવવો પડશે. જે લોકો બેરોજગાર છે તેમને સરકાર પૈસા આપે. જે લોકો અતિ ધનવાન છે તેમની પાસેથી ઊંચો ટેક્સ વસૂલે. હવે બધાને નોકરી મળશે એવું સંભવ બનવાનું જ નથી. મહામારી આવી પછી ઓટોમેશન ઓર વધ્યું છે. સિંગાપોરથી ચીન અવર-જવર કરતા મુસાફરોની સંખ્યા ઘણી મોટી છે, કિન્તુ ત્યાંની સરકાર જાગતી હોવાથી તેઓ કોરોનાને અટકાવી શક્યા છે. હાલ ત્યાં સ્થિતિ બિલકુલ નોર્મલ છે. અલબત્ત લોકોની અવર-જવર પર સતત નજર છે. લોકોને બહાર જવું હોય તો પહેલા સરકારી એપ પર અપડેટ કરવું પડે છે. જેનો ત્યાંના લોકો વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ મહામારી છે ત્યાં સુધી તેમણે એ કમને સ્વીકારી પણ લીધું છે. તેમને જાહેર સ્થળો પર જવું હોય તો પણ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. કારણ કે જાહેર સ્થળો પર અમુક હદ કરતા વધુ લોકોની અવર-જવારની મનાઈ છે. સિંગાપોરમાં કામ કરતા વિદેશી કામદારો તો તેમની નોકરી દાતા કંપનીને પૂછ્યા વિના ઘરની બહાર પણ નીકળી શકતા નથી. પાકિસ્તાન કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે. માર્ચમાં ત્યાં કોરોનાના ૧૬,૦૦૦ એક્ટિવ કેસ હતા તે હાલ આઠ ગણા વધી ગયા છે. ગરીબી ત્યાં પણ એટલી છે કે ઇમરાન ખાન ચાહે તો પણ લોકડાઉન લગાવી શકે તેમ નથી. તેની કહાની પણ ભારત જેવી જ છે. કોરોનાની બીજી લહેર ગયા બાદ પાકિસ્તાનીઓ તદ્દન રીલેક્સ થઈ ગયા હતા. માસ્ક પહેરતા નહોતા. સોશિયલ ડિસ્ટન્સિંગ પાળતા નહોતા. ધાર્મક કટ્ટરતાએ આ દેશને બરબાદ કરી નાખ્યો છે. તેમણે આટલી કટ્ટરતા સાયન્સ પ્રત્યે બતાવી હોત તો આજે તે ક્યાં હોત? ઇટલીમાં કોરોનાએ સત્તાપલ્ટો કરી કાઢ્યો છે. નવનિયુક્ત વડા પ્રધાન મારિયો દ્રાઘીએ અર્થતંત્રને બેઠું કરવા ૩૦૦ અબજ ડોલરનું પેકેજ બહાર પાડયું હતું. આ પૈસા યુરોપિયન યુનિયનમાંથી આવવાના છે. તેના માટે તેમણે ઇયુની શરતો માનવી પડશે. અલબત્ત ઇટલીની ઇકોનોમી બેઠી થતી હોય તો તેઓ શા માટે નહીં માને? કોરોના પૂરો થાય પછી પણ અર્થતંત્રને બેઠું કરવાની લડાઈ દુનિયાના બધા દેશો માટે બહુ લાંબા વર્ષો સુધી ચાલવાની છે. ઇઝરાયલમાં કોવિડ બિલકુલ નિયંત્રણમાં છે. ગત અઠવાડિયે ત્યાં કોવિડથી એક પણ દરદીનું મૃત્યુ થયું નહોતું. જાપાનમાં ઇમર્જન્સી ડિક્લેર કરવામાં આવી છે. બાર તથા શોપિંગ મોલ્સ બંધ કરવામાં આવ્યા છે. ચીલીમાં કોરોનાના કેસ ઘટયા પછી પણ તે પોતાની બોર્ડર ખોલવા તૈયાર નથી. અમેરિકામાં સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલે માસ્કના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમણે રસી લઈ લીધી છે તેમણે માસ્ક પહેરવાની જરૂર રહેશે નહીં. હા, ભીડવાળા સ્થળો પર તથા સ્ટેડિયમ પર તેમણે માસ્ક પહેરી રાખવું પડશે. વિવાદમાં સપડાયેલી જ્હોનસન એન્ડ જ્હોનસન રસી અમેરિકન સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. તેનાથી બ્લડ ક્લોટ થાય છે કે નહીં તેની તપાસ હજી ચાલુ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એસ્ટ્રાઝેનેકા રસીન છ કરોડ ડોઝ ગરીબ દેશોને દાનમાં આપશે. આપણે વધેલો નાસ્તો ભિક્ષુકોને આપી દઈએ એના જેવી કંઈક આ વાત છે. અમેરિકામાં આ રસી રીજેક્ટેડ છે એટલે તે ગરીબ દેશોને પધરાવી દેવાનું છે. આપણને પીએલ ૭૭ હેઠળ ચોખાની સહાય કરેલી એ કેમ ભૂલી શકાય? વૈશ્વિક હાઇલાઇટ્સ... - ચાઇનાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું છે. તિન્હાએપ્રોજેક્ટ હેઠળ ત્રણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનવાના છે. તેમાંનું પ્રથમ ૨૦૨૨માં બનશે. તિન્હાએનો અર્થ થાય છે હાર્મની ઑફ હેવન્સ. વર્તમાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કરતા તેની સાઇઝ પાંચમા ભાગની હશે. - ચીનના લીક થયેલા વસ્તી ગણતરી અહેવાલમાં બહાર આવ્યું છે કે ચીનની વસ્તી ઘટતી જાય છે. વસ્તીમાં ઘટાડો કોમ્યુનિસ્ટ શાસકોના અંદાજ કરતા ઘણો વહેલો શરૂ થઈ ગયો છે. - વસ્તી ગણતરીના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે અમેરિકામાં ૪ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૩૩.૧૪ કરોડ જનસંખ્યા નોંધાઈ હતી. છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તીમાં ૭.૪ ટકાનો વધારો થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ધીમો વધારો છે. - યુકેના પ્રાન્ત ઉત્તર આયર્લેન્ડના વડા પ્રધાન એર્લીન ફોસ્ટરે રાજીનામું આપ્યું છે. બ્રેક્ઝિટ પછી માલની અવર-જવાર માટે ઉત્તર આયર્લેન્ડ અને રિપબ્લિક ઑફ આયર્લેન્ડ વચ્ચે બોર્ડર ઊભી કરાતા વિવાદ શરૂ થયો હતો. ઉત્તર આયર્લેન્ડ આમ બ્રિટનનો ભાગ છે, પણ ત્યાંના લોકો એથનિકલી રિપબ્લિક ઑફ આયરલેન્ડ સાથે જોડાયેલા હોય છે. આવી ગંદી રાજનીતિનો કોઈ અંત હોતો નથી. - ઈરાકમાં કોરોનાની સારવાર દરમિયાન એક હૉસ્પિટલમાં ઑક્સિજનનો બાટલો ફાટયો હતો. તેનાથી લાગેલી આગમાં ૮૦ જણાના મોત થયાં હતાં. - સેમસંગના દિવંગત અધ્યક્ષ લી કુન હીનો પરિવાર વારસા વેરા રૂપે ૧૧ અબજ ડોલરનું ચૂકવણું કરશે. માનવ ઈતિહાસનો આ સૌથી મોટો ઇનહેરિટન્સ ટેક્સ હશે. તેમની પાસે રહેલા સાલ્વાડોર ડાલી, ક્લોડ મોનેટ અને પાબ્લો પિકાસોના ચિત્રો કોરિયાના નેશનલ મ્યુઝિયમ અને બીજી સંસ્થાઓને દાનમાં આપવામાં આવશે.

ગુજરાત સમાચાર 7 May 2021 5:40 am

21મી સદીના વિશ્વની વાસ્તવિકતા

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - કેપટાઉન યુનિવર્સિટીના પુસ્તકો સળગી ગયા, અમુક તો 15મી સદીમાં લખાયેલા હતા: આ ઘટના નાલંદા યુનિ.માં લાગેલી આગની યાદ અપાવે છે ૨૧મી સદીનું વિશ્વ આવું હશે, તેવું હશે, કેવું-કેવું હશે... આપણે અજબ-ગજબની કલ્પનાઓ કરી હતી. ૨૧મી સદીના ૨૧મા વર્ષે આ કલ્પનાઓ કોરોનાની કાળઝાળ ગરમીમાં વરાળની જેમ ઊડી ગઈ. મહામારી સામે બચવું એ પહેલી પ્રાયોરિટી બની ચૂકી છે. વૈશ્વિકરણના નામ નીચે રેસ્ટ ઇન પીસ લખાઈ ચૂક્યું છે. દરિયાકાંઠાની ભાષામાં કહીએ તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અમેરિકાએ જે ટ્રાવેલ એડ્વાઇઝ લાગુ કરી છે તે લેવલ ૪ ડુ નોટ ટ્રાવેલ છે. આ અંતર્ગત અત્યારે વિશ્વના ૮૦ ટકા દેશોનું ઇન્ટરનેશનલ ટુરિઝમ બંધ છે. દુનિયામાં ક્યાં શું સ્થિતિ છે તેના પર એક નજર નાખવા જેવી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે ટુરિઝમ ચાલુ કર્યું છે. ત્યાં કોરોના ઘટયો છે એટલે. બંને દેશોએ ટ્રાવેલ બબલનું ઉદ્ઘાટન કર્યું હતું. એ અંતર્ગત ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયાના મુસાફરો એકબીજાના દેશમાં જાય તો તેમને ક્વોરન્ટાઇન થવાની જરૃર નથી. દુનિયા આખી કોરોના સામે લડવામાં રોકાયેલી છે ત્યારે ચીને આ તકનો લાભ ઉઠાવીને હોંગકોંગ પર પકડ મજબૂત બનાવી છે. જિમ્મી લાઇ કરીને ત્યાં એક પ્રકાશક છે. તેઓ પોતે ઉત્તમ લેખક છે અને ચીની સરકારના ટીકાકાર છે. ૨૦૧૯ના પ્રો ડેમોક્રસી પ્રોટેસ્ટમાં ભાગ લેવા બદલ તેમને ૧૪ મહિનાની સજા કરવામાં આવી છે. આ ૧૪ મહિના તો ફક્ત નામના છે. હવે તેઓ ક્યારેય બહાર નહીં નીકળે કદાચ. ચીને આવા કેટલાય ક્રાંતીવીરોને જેલમાં ખતમ કરી નાખ્યા છે. હોંગકોંગ એક સ્વાયત્ત રાજ્ય છે અને ચીન તેની સ્વાયત્તા ખતમ કરી નાખવા માગે છે. ગુજરાત સરકારે ગુજરાત સાહિત્ય અકાદમીની કરી નાખી એવી રીતે. ચીનની દાઢ દક્ષિણ અને પૂર્વ ચીન સમુદ્ર પર પણ વર્ષોથી ડળકેલી છે. તેની રક્ષા કાજે અમેરિકા અને જાપાન એક થયા છે ત્યારે શી જિનપિંગે એવું કીધું, અમારી આંતરિક બાબતોમાં માથુ મારતા અને સાહેબગીરી કરતા દેશોને આડેહાથે લેવામાં આવશે. હમણા અમેરિકા અને ચીનની એક સચિવસ્તરની બેઠક યોજાઈ. તેમાં ચીનના સચિવે એવું કહ્યું, લોકશાહી કોકાકોલા નથી કે આખી દુનિયામાં તેનો સ્વાદ એક જેવો હોય. તેમનું આ લોજિક એવા દેશોના નેતાઓને કોઠે પડી શકે છે જેઓ કોરોના મહામારીના આવરણ હેઠળ લોકશાહી ખતમ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમેરિકા અને બીજા લોકશાહી સમર્થક દેશો માટે અત્યારે એક મોટી ચિંતા લોકશાહી બચાવવાની પણ છે. રશિયા મોકો શોધીને યુક્રેનને ગળી જવા અધીરું બન્યું છે. પુતિને યુક્રેનની સરહદ પર સૈનિકો અને શસ્ત્રોનો ખડકલો કરી દીધો છે. સ્ટેટ ઑફ ધ યુનિયન સ્પીચમાં તેમણે પશ્ચિમી દેશો વિરુદ્ધ ઝેર ઓક્યું. તેમણે કહ્યું, જો પશ્ચિમી દેશો સીમા ઓળંગશે તો ઝડપી અને આકરો પ્રતિભાવ મળશે. આ બાજુ અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડ હત્યા કેસમાં બહુ મોટો ચૂકાદો આવ્યો છે. જ્યોર્જ ફ્લોઇડનું ગળુ દબાવી તેની હત્યા કરનારા પોલીસ કર્મી ડેરેક શોવિનને દોષિત ઠરાવવામાં આવ્યા છે. ગયા વર્ષે જ્યોર્જ ફ્લોઇડની હત્યા બાદ અમેરિકામાં બ્લેક લાઇવ્ઝ મેટર આંદોલન બહુ તેજ બન્યું હતું. તેના પડઘા અમેરિકાની ચૂંટણીમાં પણ પડયા. હમણા પણ એક અશ્વેતની એક પોલીસમેને હત્યા કરી. ત્યારે અમેરિકાની ન્યાયપાલિકાએ જે કરોડરજ્જુ બતાવી છે તે અશ્વેતોની હિંમત વધારનારી ઘટના છે. કેપ્ટાઉન યુનિવર્સિટીમાં હમણા આગ લાગી. એ આગ લાઇબ્રેરીમાં પહોંચતા હજારો પુસ્તકો બળીને રાખ થઈ ગયા. મોટા ભાગના પુસ્તકો આફ્રિકન સ્ટડીઝ પરના હતા. એ આફ્રાકા જ્યાંથી આદિમ માનવ આખા વિશ્વમાં ફેલાયો. ઘણાખરા તો ૧૫મી સદીમાં લખાયેલા હતા. આ આગે તક્ષક્ષીલા અને નાલંદા યુનિવર્સિટીમાં લાગેલી આગની યાદ અપાવી દીધી. યુદ્ધ હોય કે ન હોય, ત્રાસવાદ હોય કે ન હોય સીરિયાની જનતાને લોકશાહીનો સ્વાદ ચાખવા મળવાનો નથી. ૨૬મી મેએ ત્યાં સંસદીય ચૂંટણી છે, પણ આ ચૂંટણી કેવળ નામની છે. પ્રમુખ કમ સરમુખત્યાર બશર અલ અસદે ત્યાં વિપક્ષ ઊભો જ નથી થવા દીધો. સીરિયન યુદ્ધની આખી કથા ત્યાંથી જ શરૃ થાય છેને. આરબ સ્પ્રિંગ અંતર્ગત ત્યાં આંદોલન શરૃ થયેલા અને બશર અલ અસદે સારિન ગેસનો ઉપયોગ કરીને હજારો લોકોને મારી નાખેલા. જરૃરી નથી કે દુનિયામાં બધે લોકશાહી જ હોય. ક્યાંક સરમુખત્યારશાહી પણ સારી નીવડે છે, ક્યાંક રાજાશાહી પણ. શાસક કેવો છે તે પણ જોવાનું રહેને. લી કુઆન યુએ સિંગાપોર પર ૪૦ વર્ષ રાજ કર્યું, પણ તેને સોનાનું બનાવી દીધું. તેની પાસે આલા દરજ્જાની શાસકીય સૂઝ. હાઈ નોલેજ. એવું જ તમે ફિદેલ કાસ્ત્રોનું કહી શકો. કાસ્ત્રોએ એકહથ્થુ રાજ કર્યું, પણ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું. શાસક એવો હોય તો સરમુખત્યારશાહી કે રાજાશાહી પણ ખરાબ નથી, પણ શાસક તો સારો મળવો જોઈએને. અન્યથા હાલત ઇસ્લામિક દેશો જેવી કે ચીન જેવી થાય કે જ્યાં જનતાને ચૂં કે ચાં કરવાનોય અધિકાર નથી. બાય ધ વે પહેલી વખત ક્યુબા પર બિનકાસ્ત્રો પ્રમુખ શાસન કરશે. ફિદેલ કાસ્ત્રો બાદ તેમના નાના ભાઈ રાઉલ કાસ્ત્રોએ સત્તા સંભાળેલી અને હવે તેમની જ પાર્ટીના ડિયાઝ કેનેલ સત્તા સંભાળશે. ક્યુબામા પણ અસંતોષ અને હતાશા વધી રહ્યા છે. એવામાં ત્યાં થોડા ઘણા પરિવર્તનો આવી શકે છે. કેનેડાના ફાઇનાન્સ મિનિસ્ટર ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેનેડાને બેઠું કોવિડમાંથી બેઠું કરવા ૮૧ કરોડ ડોલરનું બજેટ બહાર પાડયું છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસી એક લાખ લોકો લે ત્યારે એક જણાને લોહી ગંઠાવાની સમસ્યા થાય છે. તેમ છતાં યુરોપિયન યુનિયનની મેડિકલ એજન્સીઓએ ભલામણ કરી છે કે રસીની બોટલ પર આ વિશે ચેતવણી લખવામાં આવે. બ્રાઝિલમાં કોવિડ ડેથનો આંકડો ૩,૮૦,૦૦૦ને પાર કરી ગયો છે. ત્યાંની સરકાર કોરોનાની સારવાર બાબતે હવે ઠેઠ જાગૃત બની છે. સ્વીડનમાં કોરોના હળવો પડવાથી પબ્લિક રીલેક્સ ફીલ કરી રહી છે ત્યારે ત્યાંની સરકાર બગડી છે. તેના આરોગ્ય પ્રધાને કહ્યું, કોરોના સમાપ્ત થઈ ગયો હોય એવી રીતે વર્તવાની જરૃર નથી. વધારે કડક નીતિ નિયમો લાવવામાં આવશે. વિશ્વમાં અત્યારે કોરોનાના ૧૪,૭૯,૦૦,૦૦૦ કેસ નોંધાઈ ચૂક્યા છે અને ૩૧,૨૪,૯૬૪ મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોનાએ દુનિયા બદલી નાખી છે. આ મહામારી જશે ત્યાં સુધીમાં વિશ્વ સંપૂર્ણ બદલાઈ ચૂક્યું હશે. ગ્લોબલાઇઝેશન પછી શું હશે? તે ગ્લોબલાઇઝેશન કરતા વધારે રોમાંચક હશે કે નહીં તે અત્યારે તો માત્ર કલ્પના કરવાનો વિષય છે. એવી થીઅરી પણ ચાલે છે કે આ મહામારી એક ષડયંત્ર છે. ચીને કે કોર્પોરેટ્સે આ જાણીજોઈને કર્યું છે. આ બધી થીઅરીઓ છે. ધારણા છે. આપણે ધારણાને બદલે હકીકતનો હાથ પકડીને ચાલશું તો બહેતર વિશ્વ રચી શકીશું.

ગુજરાત સમાચાર 30 Apr 2021 5:35 am

અફઘાનિસ્તાનમાંથી USની એક્ઝિટઃ પરાજય?

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - લોકશાહી ક્યારેય દાનમાં મળી શકે નહીં, અફઘાનિસ્તાનને અમેરિકાએ આપેલી લોકશાહી ટકાવવા માટે અફઘાનીઓએ તાલિબાન સામે લડવું પડશે બીજા વિશ્વયુદ્ધથી લઈને કોરોના સુધીમાં વિશ્વએ ચાર પરિવર્તનો જોયા છે. એક તો બીજું વિશ્વયુદ્ધ પછી આવ્યું, એક કોલ્ડવોરના અંતે આવ્યું, એક કોરોના વખતે આવ્યું અને કોલ્ડવોર તથા કોરોનાની વચ્ચે આપણે જોયો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાસવાદી હુમલો. ૨૦૦૧માં અમેરિકામાં થયેલા આતંકી હુમલાએ દુનિયા બદલી નાખી. હંમેશા માટે. ૨૦૦૧થી લઈને કોરોના આવ્યો ત્યાં સુધીના ૨૦ વર્ષનો તબક્કો જુઓ તો ત્રાસવાદ-ત્રાસવાદ સિવાય કંઈ સંભળાતું નહોતું. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લેવાની ઘોષણા કરતા એક ચક્રનો જાણે અંત આવ્યો છે અથવા નવા ચક્રની શરૂઆત થઈ છે. અફઘાનિસ્તાનના શાસકો એટલે તાલિબાન. તેમણે અલકાયદાને અફઘાનિસ્તાનમાં વિકસવાની સુવિધા આપી. ટ્રેનિંગ આપી. અમેરિકાએ અફઘાનિસ્તાન પર પ્રેશર નાખ્યું કે તે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાખોરોને તેમને સોંપી દે. તાલીબાને મચક ન આપતા આરંભાયું યુદ્ધ. તેમણે સૈન્ય શક્તિના જોરે તાલિબાનને સત્તામાંથી તો હટાવી નાખ્યા, પણ સાફ કરી શક્યા નહીં. કારણ કે તાલિબાનને અફઘાનિસ્તાનમાં ગ્રાસરૂટ સપોર્ટ છે. છેલ્લા ૨૦ વર્ષમાં અમેરિકાના ૨૩૦૦થી વધુ સૈનિકો ત્યાં મૃત્યુ પામ્યા છે. ૨૦,૦૦૦ ઘાયલ થઈ ચૂક્યા છે અને એક ટ્રિલિયન ડોલર ખર્ચાઈ ચૂક્યા છે. હાલ અમેરિકાના ઝાઝા સૈનિકો નથી ત્યાં. માંડ ૧૫૦૦ જેવા છે. તેમને પણ તેણે પાછા બોલાવી લેવાનો નિર્ણય કર્યો છે. વિશ્વ રાજનીતિમાં અને એશિયાની રાજનીતિમાં આ એક મોટો વળાંક છે. અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી બોલાવી લેવા એ જો બાઇડનની ભૂલ તો નહીં પુરવાર થાયને. ડોનલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં વિશ્વ રાજનીતિમાં અમેરિકા જ્યાં-જ્યાં નિષ્ક્રિય થયું ત્યાં-ત્યાં ચીને પગપેસારો કર્યો છે. તો અમેરિકા અફઘાનિસ્તાનમાંથી હટી જશે પછી ચીન ત્યાં નહીં ઘૂસે તેની શું ખાતરી છે? બાઇડન પણ ટ્રમ્પ જેવી જ ભૂલ તો નથી કરી રહ્યા ને? અમેરિકા અફઘાનિસ્તાનમાંથી વિદાય લઈ રહ્યું છે કારણ કે હવે તેને ત્યાંનો ખર્ચ પોસાય તેમ નથી. ૨૦ વર્ષ સુધી તે જે જમીન પર રહ્યું ત્યાં હાર્યું કે જીત્યું? આ સવાલ પણ થાય. કારણ કે આજની તારીખે ૫૦ ટકા તાલિબાન અફઘાનિસ્તાનના હાથમાં છે. વાટાઘાટોમાં તેનો હાથ ઉપર છે. અમેરિકા જતું રહે તે પછી એવું પણ બને કે તે અમેરિકા દ્વારા સ્થાપવામાં આવેલી લોકતાંત્રિક સરકારને ઉખાડી ફેંકશે. જો એવું થશે તો અફઘાનિસ્તાનના લોકશાહી સમર્થકોનું તથા મહિલાઓનું બહુ મોટું નુકસાન થશે. તેઓ ભણવા નહીં જઈ શકે. સંગીત નહીં સાંભળી શકે. મુક્ત રીતે હરીફરી નહીં શકે. લાતિબાન સંકુચિત માનસના છે. અમેરિકા તેના સૈનિકોને બોલાવી લેશે એટલે સ્વાભાવિક છે કે બીજા દેશો પણ બોલાવી લેશે. ત્યાં બ્રિટનના ૭૫૦ સૈનિકો છે. અફઘાનિસ્તાનની સેનામાં એટલી શક્તિ નથી કે તે લોકશાહી ટકાવી શકે. જો અફઘાનિસ્તાનને લોકશાહી જોઈતી હોય તો તે ટકાવી રાખવાની શક્તિ તેમણે પેદા કરવી પડે. તેના માટે લડવું પડે. અફઘાનિસ્તાનના લોકો લોકશાહી માટે કેટલુંક અને કેવુંક લડશે તે હવે પછી જોવા મળશે. અમેરિકા એટલે વિશ્વની સૌથી મોટી સૈન્યશક્તિ તે તાલિબાન સાથે ૨૦ વર્ષ લડયા પછી પણ તેને હરાવી ન શકતી હોય તો શક્તિનો અર્થ શું સમજવાનો? શું એટલે જ રશિયાની હિંમત વધી રહી છે? રશિયા ૨૦૧૪માં ક્રીમિયાને ગળી ગયા પછી હવે યુક્રેનને ચાવી જવા બેબાકળું બન્યું છે. પુતિન હવે વૃદ્ધ થયા છે અને મરતા પહેલા પશ્ચિમી દેશો સાથે આરપારની લડાઈ ઇચ્છે છે. તેઓ કોઈ મોટી સૈન્ય કાર્યવાહી કરે એ પહેલા તેમને ગુંડા કહેનારા બાઈડને તેમને ફોન કરીને મળવાની ઈચ્છા દર્શાવી છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આ બહુ મોટી વાત છે. રશિયાને ખબર છે કે અમેરિકાના ખુદના ઘરમાં અત્યારે હોળી છે. દુનિયાના બીજા દેશો પણ કોરોનામાંથી માથુ ઊંચું કરી શકે એમ ન હોવાથી ઝટ દઈને આંતરરાષ્ટ્રીય મામલામાં પડશે નહીં. એવામાં રશિયા તક ઝડપવા ચાહશે. પુતિન અને બાઇડન વચ્ચેની મુલાકાત કેવી રહે છે ત્યાર પછી ભવિષ્યનો અંદાજ આવી શકે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો જતા રહેશે પછી પાકિસ્તાન તેનો મિસયુઝ કરી શકે. પાકિસ્તાન અત્યારે અફઘાનિસ્તાન-તાલિબાન વાર્તાલાપમાં પણ ભારતને ઇચ્છતું નથી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું જવું એશિયા અને સમસ્ત વિશ્વની રાજનીતિ માટે મોટી ઘટના લેખાશે. ત્યાં ફરીથી ત્રાસવાદ પાંગરે તેવું પણ બની શકે છે. જો એવું થશે તો ફરીથી અમેરિકા અફઘાનિસ્તાનમાં ઘૂસશે? કે તેની નિસબત તો માત્ર ૨૦૦૧નો બદલો લેવા પૂરતી હતી? ૨૦૦૧માં ચીન એટલો મોટો પ્લેયર નહોતો. અત્યારે છે. વળી, કોરોનામાં બધા સહુ સહુમાં પડયા હોવાથી ઝટ દઈને કોઈ આંતરરાષ્ટ્રીય ઝઘડામાં કૂદવા તૈયાર નથી. એવામાં અફઘાનિસ્તાનમાં સ્થાપિત હિતોને મોકળું મેદાન મળી શકે છે. જો બાઇડન આ બધું કઈ રીતે હેન્ડલ કરશે તેના પરથી નક્કી થશે કે તેમની વિદેશ નીતિ ફેઇલ હશે કે સક્સેસ, તેના પરથી ખબર પડશે કે આગામી ચાર વર્ષ દરમિયાન અમેરિકાની વિદેશ નીતિ કેવી હશે. વર્તમાન અકલ્પનીય વળાંકો લઈ રહ્યો છે. વૈશ્વિક હાઇલાઇટ્સ... - જર્મનીની રાજનીતિમાંથી અન્ગેલા મેર્કેલ હવે વિદાય લઈ રહ્યા છે ત્યારે શાસક ગઠબંધન ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સમાં વિવાદ શરૂ થયો છે. ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયનના નેતા અર્મિન લાશેટને સંયુક્ત ઉમેદવાર ઘોષિત કરવા કે બવારિયા સ્થિત ક્રિશ્ચિયન સોશિયલ યુનિયનના નેતાને. જર્મનીની રાજનીતિ ત્રિભેટ આવીને ઊભી છે. - બોરિસ જ્હોનસને તેના પુરોગામી ડેવિડ કેમેરુન સામે તપાસના આદેશ આપ્યા છે. તેમના પર ગ્રીનસિલ ફાઇનાન્સ કંપની વતી લોબિંગ કરવાનો આરોપ છે. વધુ એક અશ્વેતની શ્વેત પોલીસ અધિકારી દ્વારા હત્યા બાદ મિનિયાપોલિસમાં આંદોલન ફાટી નીકળ્યા હતા. તેમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. - અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં અશ્વેતો માટે મતદાન કરવું વધારે કપરું બનાવી દેવામાં આવ્યું છે. અમેરિકાની સેલિબ્રિટીઓ, ત્યાંની કંપનીઓ તેના વડાઓએ આવા વોટિંગ બંધનોની ટીકા કરતા સ્ટેટમેન્ટ પર સહી કરી છે. - ગ્વિલર્મો લાસો ઇક્વેડોરના નવા પ્રમુખ બન્યા છે. તેમણે સ્ત્રી અને પુરુષ વચ્ચે આવકની અસમાનતા ઘટાડવાનું, કુપોષિત બાળકોને પોષણ આપવાનું તથા પબ્લિક હેલ્થ સિસ્ટમ સુધારવાનું વચન આપ્યું છે. આને કહેવાય મૂળ મુદ્દા. આપણે ત્યાં ચૂંટણી મૂળમુદ્દા પર લડાતી જ નથી. એટલે લોકો વધારે હેરાન થાય છે. - બ્રાઝિલની સંસદે કોરોનાને નાથવામાં નિષ્ફળ ગયેલા પ્રમુક જૈર બોલ્સોનારો સામે તપાસ બેસાડી છે. કોવિડને કારણે અત્યાર સુધીમાં ૩,૫૦,૦૦૦ બ્રાઝિલિયનોના મોત થઈ ચૂક્યાં છે. તપાસ સમિતિ ફાઇનલ રીપોર્ટ ફેડરલ પ્રોસીક્યુટર્સ ઑફિસને સોંપશે. - ૨૭ વર્ષ સુધી બુર્કીના ફાસો પર શાસન કરનારા બ્લેઇઝ કોમ્પાઓર સામે તેના પુરોગામીની હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેણે પોતાના પુરોગામી થોમસ સંકરાને ૧૯૮૭માં હત્યા કરીને ઉથલાવી દીધો હતો. ૨૦૧૪માં બુર્કિના ફાસોમાં વિદ્રોહ થયેલો ત્યારથી બ્લેઇઝ પણ આઇવરી કોસ્ટમાં દેશવટો ભોગવી રહ્યો છે. બધું અહીંનું અહીં છે.

ગુજરાત સમાચાર 23 Apr 2021 5:35 am

કોરોનાઃ ઇયુ પછી હવે દક્ષિણ એશિયા એપિસેન્ટર

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા - ન દેખાતો વાઇરસ કેવી રીતે આપણી દુનિયા બદલી રહ્યો છેઃ આવનારા સમયમાં દરેક વ્યક્તિને વેક્સિન પાસપોર્ટની જરૂર પડશે સમગ્ર દુનિયામાં ૧૩,૬૭,૪૨,૪૦૫ કોવિડ કેસ છે. તેમાંથી ૨૯,૫૭,૪૨૭ના મૃત્યુ થઈ ચૂક્યા છે. ૧૦,૯૯,૭૪,૩૪૯ લોકો રીકવર થયા છે. ૨,૩૭,૧૩,૨૧૪ લોકોની આરોગ્ય સ્થિર છે. ૧,૦૩,૪૧૫ દરદીઓ સિરિયસ છે. ૧૦,૯૯,૭૪,૩૪૯ લોકો સાજા થઈ ગયા છે. આ આર્ટિકલ છપાશે ત્યાં સુધીમાં આંકડા ઘણા બધા બદલી ગયા હશે, પણ અહીં એક ઓવરવ્યૂ મેળવવા માટે લખ્યા છે. વિશ્વમાં કોવિડનો શિકાર બનતા દર ૧૦૦માંથી ૯૭ લોકો સાજા થઈ જાય છે. ત્રણ જણા મૃત્યુ પામે છે. કોરોનાથી મૃત્યુ દર હાલ ત્રણ ટકા છે. હાલ કોવિડનું નવું મોજું સૌથી તીવ્ર રીતે ભારતમાં ફુંકાઈ રહ્યું છે. ભારતમાં અત્યારે રોજના દોઢથી પોણા બે લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે, જે અમેરિકા કરતા પણ વધારે છે. ટૂંક સમયમાં ભારતની સ્થિતિ અમેરિકા કરતા પણ ખરાબ થઈ જશે એવો નિષ્ણાતોનો મત છે. ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ કોરોના બ્લાસ્ટ થઈ ગયો છે. ભારતમાં રોજ દોઢ લાખ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હજારોની સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. અત્યારે કોવિડથી સૌથી વધુ પ્રભાવિત કોઈ ખંડ હોય તો તે યુરોપિયન યુનિયન માનવામાં આવે છે, પરંતુ થોડા જ સમયમાં દક્ષિણ એશિયા તેને પાછળ છોડી દેશે. દક્ષિણ એશિયા એટલે ભારત, પાકિસ્તાન, મ્યાંમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને બીજા દેશો. વિશ્વની ચોથા ભાગની વસ્તી દક્ષિણ એશિયામાં વસે છે. વળી, આ પ્રદેશ યુરોપ અને એશિયાની તુલનાએ બહુ જ ઓછો સમૃદ્ધ છે. દક્ષિણ એશિયામાં રસીકરણ થઈ રહ્યું છે, પણ વસ્તીની તુલનાએ રસીકરણની સ્પીડ બહુ જ ઓછી છે. સ્થિતિ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે. યુરોપિયન દેશો બીજી વખતને ત્રીજી વખત લોકડાઉન નાખી રહ્યા છે. કારણ કે ત્યાંની સરકારો પૈસાદર છે. તેઓ નાગરિકોને ઊંચી રાહતો અને ભથ્થા આપી શકે છે. દક્ષિણ એશિયાના દેશોમાં એવું નથી. દક્ષિણ એશિયન દેશોની કંગાળ સરકાર પાસે એવી કોઈ ફેસિલિટી નથી. કોવિડને ન સ્વીકારનારા અને તેનો જ શિકાર બની જનારા તાન્ઝાનિયાના મરહૂમ પ્રમુખ જ્હોન મગુફુલીના સ્થાને સામિયા સુલુહુ હસન નવા પ્રમુખ બન્યા છે. તેઓય મગુફુલીથી કંઈ ઓછા ઊતરે એમ નથી. તેમણે કોરોનાને નાથવા માસ્કનો સહારો લેવાનો ઇનકાર કરી દીધો છે. સાઇન્ટિફિકલી પ્રૂવ થઈ ચૂક્યું છે કે માસ્ક કોરોનાને રોકવામાં બહુ મદદરૂપ થાય છે તોય તાન્ઝાનિયાના લોકો કોઈ બીજી દુનિયામાં જ જીવે છે. જેવી રીતે યુરોપિયન યુનિનયનના દેશો વચ્ચે બોર્ડર નથી, તેવું જ ઓસનિયામાં છે. ઓસનિયા એટલે ઓસ્ટ્રેલિયા અને તેની આસપાસના દેશો. કોરોનાને કારણે ત્યાં પણ બોર્ડર સીલ થઈ ગયેલી. હવે તે ખોલવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડના લોકો હવે રોકટોક વિના એકબીજાના દેશમાં જઈ શકશે અને આ માટે કોઈ વેક્સિનની પણ જરૂર નહીં રહે. ફ્રાંસમાં ત્રીજી વખત રાષ્ટ્રવ્યાપી લોકડાઉન થયું છે. ત્યાં પણ હૉસ્પિટલ્સ ઉભરાવા લાગી છે. શાળાઓ અને જીવન જરૂરી ન હોય તેવી ચીજવસ્તુઓની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. નાજી, સાંજનો કર્ફ્યુ એ ભારતના વિજ્ઞાાનીઓની શોધ નથી. ભારતમાં પણ તે અમલી છે. ફ્રાંસમાં સાંજે સાતથી સવારે છ વાગ્યા લગી કર્ફ્યુ લાગી કરી દેવાય છે. બ્રિટનમાં એસ્ટ્રોજેનેકાનો વિવાદ ઊભો રહેવાનું નામ લેતો નથી. આ રસી લોહીના ગંઠોડા કરતી હોવાનું વધારે દૃઢ રીતે પુરવાર થઈ ચૂક્યું છે. બ્રિટનના મેડિકલ રેગ્યુલેટરે કહ્યું છે કે ૩૦થી નાની વયના યુવાનોને અન્ય રસી આપો. તેનાથી મોટાઓને એસ્ટ્રોઝેનેકાની રસી લેવામાં વાંધો નથી. તેઓને બ્લડ ક્લોટિંગની સમસ્યા ભાગ્યે જ થાય છે અને રસીના ફાયદા રસી કરતા અનેક ગણા વધારે છે. બ્રાઝિલની હાલત અત્યારે વિશ્વમાં સૌથી દયનીય છે. ત્યાં રોજના ૪,૦૦૦ લોકો મરી રહ્યા છે તોય તેના પ્રમુખ જૈર બોલ્સોનારો સમજવા તૈયાર નથી. તેઓ લોકડાઉન લાદવા તૈયાર નથી. તેમનો રસીકરણ કાર્યક્રમ પણ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના નવા કેસ ઘટાડવા માટે રસીકરણ કાર્યક્રમની ગતિ અત્યારે જેટલી છે એના કરતા ત્રણથી પાંચ ગણી વધારવાની આવશ્યકતા છે. કોવિડ મહામારીના પ્રતિધ્વનિ રૂપે હમણા એક નવો શબ્દ ગૂંજતો થયો છે વેક્સિન પાસપોર્ટ. વેક્સિન પાસપોર્ટ એટલે સરકાર તરફથી મળેલું એવું સર્ટિફિકેટ જેમાં લખેલું હોય કે આ વ્યક્તિએ રસીના તમામ ડોઝ લઈ લીધા છે. આ વેક્સિન પાસપોર્ટ જીમ, સ્ટેડિયમ, રેસ્ટોરાં અથવા ભીડભાડવાળી કોઈ પણ જગ્યાએ ચાલે. તે આંતરરાષ્ટ્રીય ટુરિઝમમાં પણ ચાલે. ઇઝરાયલ વેક્સિન પાસપોર્ટને માન્ય કરનારો દુનિયાનો પહેલો દેશ બની ગોય છે. યુરોપિયન યુનિયન અને બ્રિટન પણ તેને લાગુ કરવાની તૈયારીમાં છે. અમેરિકા વેક્સિન પાસપોર્ટનો વિરોધ એવું કહીને કરી રહ્યું છે કે આનાથી રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થશે. કેલિફોર્નિયા સરકારે કોરોના સંદર્ભે લાગુ કરેલા પ્રતિબંધો ૧૫મી જૂન સુધીમાં હળવા કરી દેવાનો નિર્ણય કર્યો છે. ઇટાલીએ દરેક હેલ્થ વર્કર્સ અને ફાર્માસિસ્ટ્સ માટે રસીકરણ ફરજિયાત બનાવી દીધું છે. જો તેઓ રસીકરણ નહીં કરાવે તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આવો નિયમ લાગુ કરનારો તે દુનિયાનો પહેલો દેશ બન્યો છે. નરી આંખે ન દેખાતો વાયરસ માણસ જાતની દુનિયા બદલી રહ્યો છે. ને આપણને ઘમંડ છે કે આપણે આ દુનિયા પર રાજ કરીએ છીએ. માણસ જો પૃથ્વી પર રાજ કરવાનું મૂકી તેના જીવનતંત્રનું એક અંગ બની જાય એમાં જ આ અને આવનારી તમામ મહામારીઓનો કાયમી ઈલાજ દેખાઈ રહ્યો છે. એક સમયે અમેરિકા કોરોનાનું એપિસેન્ટર હતું, બાદમાં યુરોપિયન યુનિયન બન્યું અને હવે દક્ષિણ એશિયા છે. કમનસીબે ભારત દક્ષિણ એશિયામાં જ આવેલું છે. વૈશ્વિક હાઇલાઇટ્સ... - જોર્ડનમાં રાજકીય કાવાદાવા આસમાને છે. કિંગ અબ્દુલ્લાના ઓરમાન ભાઈ પ્રિન્સ અબ્દુલ્લા પર શાસન ઉથલાવવાના ષડયંત્રનો આરોપ મૂકી તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તેમના ૨૦ સાથીઓને પણ ગિરફ્તાર કરવામાં આવ્યા છે. - યમનના દરમિયામાં તરી રહેલા ઇરાનના એક વહાણમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. તેના કારણે તેને ઘણું નુકસાન પહોંચ્યું છે. ઇરાન કહે છે કે આ કાર્ગોશિપ હતું, જ્યારે વાવડ એવા છે કે તે જાસૂસી જહાજ હતું. ઈઝરાયલે તે ઉડાવી દીધું. ઈરાને તેનો બદલો લેવાની ધમકી આપી છે. - ચીની સરકારના દબાણને પગલે બીબીસીના પત્રકાર જ્હોન સડવર્થને તાઇવાન ભાગી જવું પડયું હતું. જોકે આ તેમના માટે પ્રાઉડ મોમેન્ટ હતી. તેમણે શિનજિયાંગ પ્રાન્તમાં ઉઇગર મુસ્લિમોના દમન વિશે તથા ચીનમાં કોવિડ-૧૯ના આઉટબ્રેક વિશે જે સ્ટોરીઝ કરી તેની દુનિયાભરમાં વાહવાહ થઈ રહી છે. - ચીન અત્યારે હોંગકોંગના લોકશાહી સમર્થકોનું સખત દમન કરી રહ્યું છે. તાઇવાનમાં ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ૫૦નાં મોત થયાં હતાં.

ગુજરાત સમાચાર 16 Apr 2021 5:35 am