SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

સેમસંગની ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ આજે:ફ્લેગશિપ ફોલ્ડ અને ફ્લિપ સ્માર્ટફોન લોન્ચ થશે, કંપની ઘણા AI ફીચર્સ પણ લોન્ચ કરી શકે

દક્ષિણ કોરિયન કંપની સેમસંગની ગ્લોબલ 'ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ 2024' આજે (10 જુલાઈ) ભારતીય સમય અનુસાર સાંજે 06:30 વાગ્યે શરૂ થશે. આ લાઈવ ઈવેન્ટમાં કંપની 'સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6' અને 'ગેલેક્સી ઝેડ ફ્લિપ 6' લોન્ચ કરશે. આ સિવાય સેમસંગ ઇવેન્ટમાં આગામી VR હેડસેટને પણ ટીઝ કરવા જઈ રહ્યું છે, જે તે Google સાથે ડેવલપ કરી રહ્યું છે. તેની સાથે કંપની ગેલેક્સી રીંગ અને ઘણા AI ફીચર્સ પણ લોન્ચ કરી શકે છે. આ ઇવેન્ટ પેરિસ ફ્રાન્સમાં યોજાનારી વ્યક્તિગત ઇવેન્ટ છે, પરંતુ YouTube પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે. તેમને કંપનીની ઓફિશિયલવેબસાઇટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ X અને YouTube પર લાઇવ-સ્ટ્રીમ કરી શકે છે. ફોલ્ડિંગ ડિવાઇસ AI ફીચર્સ સાથે આવશેસેમસંગ તેના Galaxy AI સાથે આગામી ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરશે, જેથી યુઝર્સ Samsung Galaxy S24 સિરીઝમાં મળેલા AI ફીચર્સનો ઉપયોગ કરી શકશે. ફોલ્ડેબલ ફોનની આ નવી જનરેશન પહેલાં કરતાં વધુ શક્તિશાળી અને વધુ આધુનિક હશે. Samsung Galaxy Z Fold 6: અંદાજિત કિંમત ₹1,50,000 Samsung Galaxy Z Fold 6 સ્માર્ટફોન કવાલકોમ સ્નેપડ્રેગન 8 ઝેન3 ઓક્ટા-કોર પ્રોસેસર સાથે લોન્ચ થઈ શકે છે. આ સાથે તમે 12GB રેમ અને 1TB સ્ટોરેજ વિકલ્પ મેળવી શકો છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનને ટાઇટેનિયમ ફ્રેમ પર બનાવવામાં આવ્યો છે અને તેની ફોલ્ડ મિકેનિઝમ પહેલા કરતા વધુ સારી હશે. Samsung Galaxy Z Fold 6 માં 7.6-ઇંચની 2x ડાયનેમિક AMOLED મુખ્ય સ્ક્રીન અને 6.3-ઇંચની કવર સ્ક્રીન મળી શકે છે. બંને સ્ક્રીનમાં 120Hz નો રિફ્રેશ રેટ હોઈ શકે છે અને કવર ડિસ્પ્લેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન આપવામાં આવી શકે છે. ફોટોગ્રાફી માટે પાછળની પેનલ પર 50MP OIS + 12MP + 10MP ટ્રિપલ કેમેરા સેટઅપ અને ફ્રન્ટ પેનલ પર 10MP + 4MP સેલ્ફી સેન્સર આપી શકે છે. તેમાં 4,400mAh બેટરી મળી શકે છે. Samsung Galaxy Z Flip 6 સ્માર્ટફોન: અંદાજીત કિંમત ₹90,000 Samsung Galaxy Z Flip 6 5G સ્માર્ટફોનમાં 6.7-ઇંચની મુખ્ય સ્ક્રીન અને 3.9-ઇંચ કવર ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં ડાયનેમિક AMOLED 2X પેનલ પણ હશે અને બંને સ્ક્રીનમાં 120Hz નો રિફ્રેશ રેટ હોઈ શકે છે અને કવર ડિસ્પ્લેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન આપી શકાય છે. પ્રોસેસિંગ માટે આ ફોન Snapdragon 8 Gen 3થી પણ સજ્જ હશે. આ સાથે તમે 8GB રેમ અને 512GB સ્ટોરેજ મેળવી શકો છો. ફોટોગ્રાફી માટે 50MP + 12MP રિયર કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા આપી શકાય છે. પાવર બેકઅપ માટે 4000mAh બેટરી ઉપલબ્ધ હોઈ શકે છે. સેમસંગ નવી વેરેબલ ટેક્નોલોજી પણ રજૂ કરી શકે છેમીડિયા અહેવાલો અનુસાર, સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં વેરેબલ ટેક્નોલોજી રજૂ કરી શકે છે, મોટે ભાગે ગેલેક્સી રિંગની શક્યતા છે. ગેલેક્સી રિંગ દ્વારા યુઝર્સને તેમની ફિટનેસ અને હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર સહિત ઘણા આરોગ્ય મેટ્રિક્સને ટ્રૅક અને મોનિટર કરી શકશે. Galaxy Buds 3 સિરીઝ અને Galaxy Ringની સુધારેલી એક્ટિવ નોઈઝ કેન્સલેશન (ANC) સાથે પણ ઈવેન્ટમાં જાહેરાત થવાની અપેક્ષા છે. આ સાથેઆવતીકાલની ઇવેન્ટમાં Galaxy Watch 7 અને Watch 7 Ultraનું પણ લોન્ચિંગ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ગેલેક્સી AI ફીચર સાથે આ સેમસંગની પ્રથમ સ્માર્ટવોચ હશે.

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 8:56 am

મેનેજમેન્ટ ફંડા by એન રઘુરામન:કારકિર્દીમાં શાર્પ કેવી રીતે બનશો? મોરી મોરકાર્ફના ઉદાહરણથી શીખો

મેનેજમેન્ટ ફંડા by એન રઘુરામનના 163મા એપિસોડમાં આપનું સ્વાગત છે. કારકિર્દીમાં શાર્પ બનવા માટે, મોરી મોરકાર્ફના ઉદાહરણથી સમજો. મોરી મોર્કરાફનું 110 વર્ષની વયે અવસાન થયું અને તેની પત્નીનું અવસાન 103 વર્ષની વયે થયું હતું. તેમના પર રિસર્ચ કરવામાં આવ્યું કે, તેમના લાંબા આયુષ્યનું રહસ્ય શું હતું. સંશોધનમાં જાણવા મળ્યું કે, મોટું ફ્રેન્ડ સર્કલ અને વાંચન એ તેમના લાંબા અને ખુશહાલ જીવનનું કારણ હતું. મોરીના ઉદાહરણથી સમજો કે ઓફિસમાં આ કેવી રાતે કામ લાગી શકે છે. આખો વીડિયો જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 10 Jul 2024 8:00 am

moto g85 સ્માર્ટફોન આવતીકાલે લોન્ચ થશે:તેમાં 6.7 ઇંચ કર્વ્ડ પોલેડ ડિસ્પ્લે, 12GB RAM અને 50MP કેમેરા મળશે ; એક્સ્પેક્ટેડ કિંમત ₹25,000

સ્માર્ટફોન નિર્માતા મોટોરોલા આવતીકાલે (10 જુલાઈ) બજેટ સેગમેન્ટમાં નવો સ્માર્ટફોન 'Moto g85 5G' લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેની ઓફિશિયલ વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના લોન્ચ વિશે જાણકારી આપી દીધી છે. મોટોરોલાએ આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચ 3D પોલેડ કર્વ્ડ ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો Sony LYTIA કેમેરા અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 6s Gen 3 પ્રોસેસર આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્માર્ટફોનની કિંમત 25,000 રૂપિયા હોઈ શકે છે. જોકે કંપનીએ તેની પુષ્ટિ કરી નથી. Moto g85 5G સ્માર્ટફોનના સ્પેસિફિકેશન વિગતોમાં...

દિવ્ય ભાસ્કર 9 Jul 2024 5:42 pm

સરકારની લાલઆંખ:લોકડાઉન બાદ બાળકો 1 દિવસમાં 5 કલાક ઓનલાઈન ગેમ રમવા લાગ્યા, યુવાધન બચાવવા માટે કેન્દ્ર સરકાર તેના પર ટેક્સ લાગુ કરી શકે છે

બિહારના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીએ ઓનલાઈન ગેમિંગ પર ટેક્સની માગ કરી

દિવ્ય ભાસ્કર 3 Dec 2021 6:06 pm

ભાસ્કર એક્સપ્લેનર:રાતોરાત ટ્વિટર પર તમારા ફોલોઅર્સ ઓછા થઈ ગયા હોવા છતાં તમે ફાયદામાં રહેશો, જાણો શા માટે ટ્વિટરે કડકાઈ દર્શાવી

ફેક કન્ટેન્ટનો ફેલાવો રોકવા માટે ટ્વિટરે ઈનએક્ટિવ અકાઉન્ટ ડિલીટ કર્યા,ઢગલો ઈનએક્ટિવ અકાઉન્ટ્સ ડિલીટ થવાથી ફોલોઅર્સની સંખ્યા ઘટી ગઈ

દિવ્ય ભાસ્કર 3 Dec 2021 4:29 pm

અપકમિંગ:2022માં લોન્ચ થશે સૌથી સસ્તો 5G આઈફોન, આ એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે

રિપોર્ટ પ્રમાણે એપલ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં આઈફોન SE લોન્ચ કરી શકે છે

દિવ્ય ભાસ્કર 3 Dec 2021 11:59 am

કામની વાત:બેન્કિંગ ફ્રોડથી બચવા માટે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જરૂરી, SBIએ જણાવી 8 રીતો

બહુ કોમન પાસવર્ડ જેમ કે 12345678 કે abcdefg ના વાપરો,પાસવર્ડમાં તમારું નામ અને જન્મતારીખ ના ઉમેરો

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 5:02 pm

CAT 2021:IIM અમદાવાદે પરીક્ષા માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયામાં ફેરફાર કર્યા, કેન્ડિડેટ્સને મિનિમમ પર્સેન્ટેજ ઓફ માર્ક્સમાં છૂટ આપી

આ વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે કે ફાઈનલ યરના બેચરલ પ્રોગ્રામ ( 2021 અને 2022)માં છે, તે કેન્ડિડેટ્સને જ આ સુવિધા લાગુ પડે છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 3:50 pm

iOS યુઝર્સ આનંદો:આઈફોન અને આઈપેડ યુઝર્સ માટે 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા' ગેમ લોન્ચ થઈ, ઈન્સ્ટોલ કરવા માટે કેટલી સ્પેસ જોઈશે અને કેવી રીતે ડાઉનલોડ કરશો જાણી લો

iOS 9.0/iPadOS 9.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર આ ગેમ સપોર્ટ કરશે,કંપની iOS યુઝર્સને અનેક વેલકેમ રિવોર્ડ્સ પણ આપશે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 3:44 pm

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે:યુવાનોમાં ‘ફોટોગ્રાફી’ ફેવરિટ કરિયર ઓપ્શન બન્યું, શોખ પૂરો કરવાની સાથે સારી કમાણી પણ થશે

ફોટોગ્રાફીને કરિયર તરીકે સિલેક્ટ કરવામાં કોઈ સ્પેશિયલ પ્રકારની લાયકાત જરૂરી નથી,ધોરણ 12 પાસ કર્યા પછી ફોટોગ્રાફી કોર્સમાં એડમિશન લઈને શીખી શકાય છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 1:30 pm

વર્લ્ડ ફોટોગ્રાફી ડે:હવે સ્માર્ટફોનથી જ DSLR જેવી પ્રોફેશનલ ફોટોગ્રાફી કરો; સિમ્પલ શૅરેબલ ગ્રાફિક્સમાં જાણી લો બધી ટિપ્સ અને ટ્રિક્સ

લાઈટ, કલર અને ફોકસ કન્ટ્રોલ કરી શકાય તેવા સ્માર્ટફોનના કેમેરાથી પ્રોફેશનલ ફોટોગ્રાફી કરી શકાય છે,સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતી વખતે ઓટો મોડને બદલે હંમેશાં મેન્યુઅલી ફીચર કન્ટ્રોલ કરવાં જોઈએ,એડિશનલ લેન્સિસ, ગિમ્બલ, રિમોટ શટર કન્ટ્રોલ જેવી એક્સેસરીઝનો ઉપયોગ કરી વધુ સારી ફોટોગ્રાફી કરી શકાય છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 9:49 am

રિયલમી કંપની કેવી રીતે શરુ થઈ?:ભારત મુલાકાતના એક અઠવાડિયાં પછી સ્કાય લીએ કંપની છોડી દીધી હતી, યુથ સાથે જોડાયેલા આઈડિયાથી ‘રિયલમી’ બનાવી, માત્ર 37 મહિનામાં 10 કરોડ ફોન વેચ્યા

ફ્લિપકાર્ટના વાઈસ પ્રેસિડેન્ટ અજય વીરે સ્કાય લીને ભારતમાં સસ્તા અને સારી ક્વોલિટીના સ્માર્ટફોનનું વેચાણ કરવાનું કહ્યું હતું

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 12:24 pm

રસોડાની આગમાં ભડકો:ગેસના બાટલામાં ફરી 25 રૂપિયાનો વધારો થયો, અમદાવાદમાં સબસિડી વિનાના સિલિન્ડર માટે 866.50 રૂપિયા ચૂકવવા પડશે

સબસિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ-સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 10:39 am

જિયોફોન નેક્સ્ટના ફીચર્સ લીક:નવા જિયોફોનમાં 5.5 ઈંચની HD ડિસ્પ્લે મળશે, ગૂગલના એન્ડ્રોઈડ 11 ગો એડિશન પર ચાલશે; જાણો તેની કિંમત કેટલી હશે

જિયોફોન નેક્સ્ટની કિંમત 3,499 રૂપિયા હશે,આ ફોનનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 9:59 am

આઈટેલ A48 લો બજેટ ફોન લોન્ચ:ફોનમાં 2GB રેમ મળશે, 5 મેગાપિક્સલનો ડ્યુઅલ ઓટોફોકસ કેમેરા મળશે, કિંમત 6,399 રૂપિયા

આ ફોન ફેસ અનલોક અને મલ્ટી ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે,ફોનમાં 3000mAhની બેટરી મળે છે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 9:54 am

ડેસ્કટોપ અને વેબ ફોન્ટ્રસની મરોડદાર દુનિયામાં એક ડોકિયું

ફોન્ટ સાથે આપણોરોજબરોજનો પનારો હોવા છતાં આપણે તેના વિશે પ્રમાણમાં ઓછું જાણીએ છીએ. કાગળ પરપ્રિન્ટેડ લખાણમાં કે કમ્પ્યૂટર-ટીવીના સ્ક્રીન પર આપણે જે લખાણ મરોડદાર અક્ષરોનાંલખાણ જોઇએ છે તે વિવિધ ફોન્ટને આભારી હોય છે. ભાષા મુજબ જુદા જુદા ફોન્ટ હોય છે , જે લખાણને આકર્ષકબનાવે છે. ફોન્ટના ઉપયોગ મુજબ , આપણે તેના મુખ્ય બેભાગ પાડી શકીએ - ડેસ્કટોપ ફોન્ટ અને વેબ ફોન્ટ. કેટલાક ફોન્ટ આપણાકમ્પ્યૂટરની ઓપરેટિંગ સિસ્ટમમાં સામેલ હોય છે. કેટલાક ફોન્ટ આપણે કમ્પ્યૂટરમાં જેપ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ તેની સાથે આવે છે. આ બંને સિવાય ઇન્ટરનેટ પરથી ઘણા બધાફોન્ટ આપણે મફતમાં ડાઉનલોડ કરી શકીએ છીએ અથવા ખરીદીને ડાઉનલોડ કરી શકીએ છીએ. આ પ્રકારના બધા ફોન્ટ ડેસ્કટોપ ફોન્ટ કહેવાય છે , જે આપણા કમ્પ્યૂટરમાંલોકલી સ્ટોર થાય છે. ૧૦-૧૫ વર્ષ પહેલાંએથી પણ આગલા સમયમાં એવી સ્થિતિ હતી કે ઇન્ટરનેટ પર મર્યાદિત ફોન્ટથી કામ કરીશકાતું હતું. એ સમયે વેબસાઇટ પર માત્ર એવા જ ફોન્ટમાંનું લખાણ વાંચી શકાતું જેફોન્ટ આપણા કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ્ડ હોય. એ કારણે ગુજરાતી , હિન્દી જેવી ભાષાઓમાંવેબસાઇટ તૈયાર થઈ હોય તો આપણે એ વેબસાઇટ પર પહોંચીએ ત્યારે પહેલાં તો બધુંઅગડમબગડમ જ દેખાય , કશું વાંચી ન શકીએ! ફક્ત ડાઉનલોડ ધીસ ફોન્ટ એવું કંઈક અંગ્રેજીલખેલું એક બટન જ આખા પેજમાં એવું હોય , જેને આપણે બરાબર વાંચી શકીએ! આ બટન ક્લિક કરી આપણેએ ફોન્ટમાં અંગ્રેજી સિવાયની ભાષા માટે વપરાયેલા ફોન્ટ કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરવાપડે , ઇન્સ્ટોલ કરવા પડે અને પછી પેલી સાઇટમાંનું ગુજરાતીકે હિન્દી કે અન્ય ભાષામાંનું લખાણ વાંચી શકાય. એ જમાનામાં અંગ્રેજીવેબસાઇટ માટે પણ વેબડિઝાઇનર્સ એવા જ ફોન્ટનો ઉપયોગ કરતા જે સામાન્ય રીતે બધાકમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ્ડ હોય , અંગ્રેજી માટે આ વાત સહેલી હતી , પણ સ્થાનિક ભાષાઓમાટે મુશ્કેલ. કેમ કે બધાં કમ્પ્યૂટરમાં સ્થાનિક ભાષા માટેના ફોન્ટ જુદા જુદા હોય. ટેક્નોવર્લ્ડ માં અગાઉ આપણે વાતકરી છે તેમ , યુનિકોડ ફોન્ટ આવવાને કારણે આ સ્થિતિ બદલાઈ. એ જ રીતે , વેબફોન્ટના આગમન સાથેઅંગ્રેજીમાં પણ ડિઝાઇનર્સને જાતભાતના મરોડદાર ફોન્ટથી પોતાની સાઇટ્સ કે એપસજાવવાની તક મળી. આખી વાત જ કહો કે બદલાઈ ગઈ. પહેલાં માઇક્રોસોફ્ટકંપનીએ વેબસાઇટ્સ માટેના ફોન્ટ્સ મફત ઉપલબ્ધ કર્યા. એ પછી ૨૦૧૦માં ગૂગલ કંપનીએ ગૂગલ ફોન્ટ્સ ’ લોન્ચ કર્યા. વિવિધ ફોન્ટ ડિઝાઇનર્સ જુદીજુદી ભાષાના અલગ અલગ પ્રકારના ફોન્ટ ડેવલપ કરીને ગૂગલ ફોન્ટ તરીકે સૌને ઉપલબ્ધ કરીશકે છે. અત્યારે ગૂગલ ફોન્ટ્સ સાઇટ પર ૧ , ૦૭૫ પ્રકારના ફોન્ટ્સ ઉપલબ્ધ છે , જેમાં હિન્દી અનેગુજરાતી માટેના યુનિકોડ ફોન્ટ પણ સામેલ છે. દરેક ફોન્ટ માટે રેગ્યુલર , બોલ્ડ , ઇટાલિક્સ , બોલ્ડ ઇટાલિક્સ જેવીઅલગ અલગ સ્ટાઇલ્સ પણ ઉપલબ્ધ હોય. વેબ ફોન્ટ્સનો સૌથીમોટો ફાયદો એ હોય છે કે તે ક્લાઉડના સર્વર્સમાં જ હોસ્ટ થયેલા હોય છે. આપણે કોઈવેબસાઇટની મુલાકાત લઈએ કે એપનો ઉપયોગ કરી એ ત્યારે વેબ/એપ ડિઝાઇનરે જે વેબ ફોન્ટનોઉપયોગ કર્યો હોય તે ફોન્ટની નાનામાં નાની ફાઇલ , શક્ય એટલી વધુ ઝડપેઆપણા બ્રાઉઝરમાં ડાઉનલોડ થાય છે અને એ ફોન્ટ્સ આપણા કમ્પ્યૂટર કે મોબાઇલમાં ન હોયતો પણ આપણે તેમાંનું લખાણ બરાબર વાંચી શકીએ છીએ. ગૂગલ ફોન્ટની મજા એછે કે તે સંપૂર્ણપણે મફત સૌને ઉપલબ્ધ છે. વેબસાઇટ કે એપના ડેવલપર પોતાની સાઇટ કેએપમાં , હજારો ગૂગલ ફોન્ટ્સમાંથી જે જોઈએ તેનો પોતાનીડિઝાઇનમાં ઉપયોગ કરી શકે છે. આ ફોન્ટ્સ મફત હોવાથી , https://fonts.google.com/ સાઇટ પર જઈને જે જોઇએતે ફોન્ટ ડાઉનલોડ કરીને વેબસાઇટ , એપ કે અન્ય પ્રકારના ડિઝાઇન પ્રોજેક્ટ માટે પણ તેનોઉપયોગ કરી શકાય છે આ સિવાય વેબસાઇટ કે એપમાં સેલ્ફ હોસ્ટેડ ફોન્ટ એમ્બેડ કરવાનો(એટલે કે ઉમેરવાનો) પણ વિકલ્પ હોય છે. એડોબ કંપની અને બીજીઘણી કંપનીઓએ પણ વેબ ફોન્ટ્સ લોન્ચ કર્યા છે. હવે પછી જ્યારે પણ કોઈ વેબસાઇટ કે એપમાં મજાનામરોડદાર અક્ષરો તરફ તમારું ધ્યાન ખેંચાય ત્યારે એ વેબફોન્ટની કમાલ છે એ યાદ કરીલેશો અને એ ફોન્ટના ડિઝાઇનરને દાદ આપવાનું ભૂલશો નહીં!

ગુજરાત સમાચાર 18 Aug 2021 4:10 am

ઇન્સ્ટાગ્રામનાં ફીચર્સનો થોડો નજીકનો પરિચય

- VuMkkwfLke{krfeLke RLMxkkk{ khkLkk tkMxMko{kt w Lku w kufr kke Au અગિયાર વર્ષ પહેલાં , ઓક્ટોબર ૨૦૧૦માંઇન્સ્ટાગ્રામ સર્વિસ લોન્ચ થઈ ત્યારે સોશિયલ મીડિયામાં પોતાની અલગ ઇમેજ ઊભી કરવામાટે તેણે ઇમેજ પર જ ફોકસ કર્યું! શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ એટલે ઇમેજથી કમ્યુનિકેશનમાટેની એપ એવી છાપ હતી અને હજી પણ ઇમેજીસ ઇન્સ્ટાનો મોટો પ્લસ પોઇન્ટ રહ્યો છે.છતાં , એક સોશિયલ મીડિયા તરીકે ઇન્સ્ટાનો વ્યાપ ઘણો વધ્યોછે. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ પછી ઇન્સ્ટાગ્રામે એ જ પ્રકારના શોર્ટ વીડિયો માટેપોતાના પ્લેટફોર્મને લોકપ્રિય કરવા પર ફોકસ કર્યું છે. ફેસબુકની કંટાળેલી જનરેશનહવે ઇન્સ્ટાગ્રામ પર વધુ એક્ટિવ રહે છે. તેમ તેમની સાથે તાલ મિલાવવા માગતા લોકો પણઇન્સ્ટા પર ઝંપલાવે છે. ડિજિટલ માર્કેટિંગનીદૃષ્ટિએ ઇન્સ્ટાગ્રામ ખાસ્સી પાવરફુલ સર્વિસ છે. ખાસ કરીને ફેસબુક સાથેના તેનાઇન્ટિગ્રેશનને કારણે બંને સર્વિસ પર ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગનો ટ્રેન્ડ વધુ ચાલેછે. તમારું ફોકસમાર્કેટિંગ ન હોય તો પણ , ઇન્સ્ટાગ્રામની કેટલીક ખૂબીઓ સમજી લો તો તેના પરઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ શોધવું અને માણવું સહેલું બનશે. rVxMkoLkeMxuLk ke fk Au, yk heku... તમે ઇન્સ્ટાગ્રામહેવી યૂઝર હશો તો તમે જાણતા જ હશો કે આ સર્વિસની લોકપ્રિયતાના પાયામાં તેનાંફિલ્ટર્સ છે. ઇન્સ્ટાની ઓળખ ઇમેજ શેરિંગ સર્વિસ તરીકે ઊભી થઈ અને હવે તે બહુવિસ્તરી હોવા છતાં , ઇમેજ હજી પણ તેનું સૌથી મોટું અને શાર્પ ટૂલ છે.તમે ગેલેરીમાંથી કોઈ ઇમેજ પસંદ કરો કે નવો ફોટો લઈ તેને ઇન્સ્ટા પર શેર કરવા આગળવધો ત્યારે તેના પર અલગ અલગ ફિલ્ટર ઉમેરી શકો છો. ફિલ્ટરના ઓપ્શન્સ તોઘણા છે , પણ તમે ઇચ્છો તો પસંદગીના કોઈ ફિલ્ટરનીસ્ટ્રેન્થમાં પણ વધઘટ કરી શકો છો. એ માટે , ઇમેજ માટે કોઈ એક ફિલ્ટર કરી , તે ફિલ્ટરની થમ્બનેઇલફરી ક્લિક કરો. આથી તેની તીવ્રતા એડજસ્ટ કરવાની સગવડ આપતું સ્લાઇડર મળશે. તેનેખસેડીને તમારા ફિલ્ટરને એડજસ્ટ કરો , ઇમેજ સંતોષજનક બની હોવાનું લાગે ત્યારે તેને શેરકરો! kMkuLzTMkLkk ykzuxTMk {uku, yk heku... સ્માર્ટફોનમાંનોટિફિકેશન્સ એક અનએવોઇડેબલ ન્યૂસન્સ છે! કોઈ એપ ઓપન કર્યાવિના , તેમાં આવેલી નવી બાબતો જાણવી એ કામની સગવડ છે , પણ ફોનમાં ઇન્સ્ટોલકરેલી લગભગ બધી જ એપ , તેની સાથે જરા સરખું ઇન્ટરએક્શન કરો એટલે ધડાધડનોટિફિકેશન્સ મોકલવા લાગે છે. ઇન્સ્ટામાં , સદભાગ્યે તમારે માટે ખરેખર મહત્ત્વનીવ્યક્તિ કે એકાઉન્ટ્સનાં જ નોટિફિકેશન મેળવવાનું સેટિંગ કરી શકાય છે. આ સગવડ આપણેજેમને ફોલો કરી રહ્યા હોઈએ એમને જ લાગુ પડશે. ફેસબુકની જેમ અહીં પણ , જે વ્યક્તિનાંનોટિફિકેશન્સ મેળવવા માગતા હોય તેની કોઈ પણ પોસ્ટ સાથેનાં ત્રણ ડોટ પર ક્લિક કરોઅને તેમાં ટર્ન ઓન પોસ્ટ નોટિફિકેશન્સ પસંદ કરી લો. હવે એવ્યક્તિ તરફથી ઇન્સ્ટા પર કોઈ અપડેટ હશે તો એ તમને નોટિફિકેશન દ્વારા જાણવા મળશે. VkuxkuLkktfuLk kLkkku, yk heku... ફેસબુકની જેમઇન્સ્ટાગ્રામમાં પણ પણ ખરેખર ઇન્ટરેસ્ટિંગ એકાઉન્ટ્સને ફોલો કરતા હો તો તમને એવાઘણા ફોટો કે વીડિયો જોવા મળે જે તમને સેવ કરી લેવાનું મન થાય. એ માટે ઇન્સ્ટાગ્રામ બુકમાર્ક ની સગવડ આપે છે. લગભગદરેક ફોટો-વીડિયો નીચે , જમણા ખૂણે અડધી કાપેલી રિબન જેવો બુકમાર્કનો વિકલ્પજોવા મળશે. તેને ક્લિક કરી , જે તે ઇમેજ/વીડિયોને બુકમાર્ક કરી શકાય. ફેસબુકની જેમ જ , અહીં પણ આપણે જુદાંજુદાં કલેક્શન તૈયાર કરી શકીએ છીએ. આ રીતે સેવ કરેલ પોસ્ટ કે કન્ટેન્ટ કે કલેક્શનતમારા સિવાય બીજું કોઈ જોઈ શકશે નહીં , તમે જે એકાઉન્ટમાંથી કન્ટેન્ટ સેવ કર્યું હોય તેનેપણ આ જાણ થતી નથી. સેવ્ડ કન્ટેન્ટ જોવામાટે , તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી , તેમાં ત્રણ આડીલીટીના મેનૂ પર ક્લિક કરતાં , સેવ્ડ ના પેજ પર જવાનો વિકલ્પ મળશે. yuxrxeMxuxMk ykuV fhe fk, yk heku... સોશિયલ મીડિયાએકમેકના લાઇવ કોન્ટેક્ટમાં રહેવા માટે જ છે , પણ એ માટે આપણે થોડી પ્રાઇવસીનો ભોગ આપવોપડે છે. ઇન્સ્ટાગ્રામ પર તમે , જે તે ક્ષણે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ અત્યારેલાઇવ છે તે જોઈ શકો છો. એપમાં ડાઇરેક્ટ મેસેજ મોકલતી વખતે , તમે તમારાકોન્ટેક્ટસના નામ સાથે ગ્રીન ડોટ પરથી , એ અત્યારે લાઇવ હોવાનું જાણી શકો છો. મતલબ કે , બીજા લોકો આવું જતમારા વિશે જાણી શકે છે! અલબત્ત , તમે ઇચ્છો તો ઇન્સ્ટાગ્રામ પર તમે તમારું એક્ટિવિટીસ્ટેટસ ઓફ રાખી શકો છો , શરત એટલી તો તમારે બીજા લોકોનાં એક્ટિવિટી સ્ટેટસજાણવાની ઇચ્છા પણ જતી કરવી પડે (વોટ્સએપના લાસ્ટ સીન ફીચર જેવી જ આ વાત છે). આ સેટિંગ્સ તપાસવા , તમારા પ્રોફાઇલપિક્ચર પર ક્લિક કરી , સેટિંગ્સમાં પ્રાઇવસી અને તેમાં એક્ટિવિટી સ્ટેટસ માં જાઓ. અહીં તમેતેને ઓફ કરી શકશો.

ગુજરાત સમાચાર 18 Aug 2021 4:05 am

ફેસબુકની કેટલીક રસપ્રદ વાતો

- kk 2.85 yks yux qMko Mkkku xku[ kh nkuk Akkt, VuMkkwf{kt yLke qkeykuMkkk W{uhkke hnu Au રોજના ૨૪ કલાકમાંથીહવે આપણો મોટો સમય સ્માર્ટફોનના સ્ક્રીન સામે પસાર થાય છે અને તેમાં પણ ઘણો ખરોસમય યુટ્યૂબ , ફેસબુક કે હજી નવી જનરેશનના હો તો ઇન્સ્ટાગ્રામમાંખર્ચાય છે. આ બધા પ્રોગ્રામ કે એપ એવાં છે જેમાં ફીચર્સનો કોઈ તોટો નથી અને સતતકંઈ ને કંઈ નવું ઉમેરાતું જ જાય છે. આ કારણે , ફેસબુકમાં તમે ફક્ત ક્યારેક ક્યારેકઝંપલાવતા હો (એવી શક્યતા જોકે ઓછી છે!) કે તેનો તમે રોજેરોજ બરાબર કસ કાઢતા હો , ફેસબુકની ઘણી ખાસિયતોતેના પાવર યૂઝર્સથી પણ અજાણી રહી શકે છે. એ ખાસ નોંધવા જેવુંછે કે આ બધા પ્રોગ્રામ આપણે તેના પર વધુ ને વધુ પરોવાયેલા રહીએ એ રીતે ડિઝાઇનથયેલા છે , પરંતુ એ જ કારણે તે આપણને કસ્ટમાઇઝેશનની ઘણી બધીતકો પણ આપે છે. ફેસબુકના મૂળ કન્ટેન્ટ ઉપરાંત , તેના પર જે વિકલ્પોમળે છે એ પાસાં પર થોડી નજર ફેરવતા રહીએ તો તેનો આપણે વધુ સારી રીતે લાભ લઈ શકીએ. અહીં તમામ ઉંમરનાલોકોને ધ્યાનમાં રાખીને , તેમને માટે થોડી અજાણી હોઈ શકે એવી કેટલીક વાત કરીછે , તમારે માટે જાણીતી વાત હોય તો નવાઈ નહીં! kMkku{kt W{uhkkk xuMx rzkRxTMk ફેસબુક પર આપણે કોઈનેશુભેચ્છા આપવા HappyBirthday કે અભિનંદન ’ લખીને મોકલીએ ત્યારેતમે નોંધ્યું હશે કે આ શબ્દો બ્લેકમાંથી બીજા રંગના થઈ જતા હોય છે. તમે બીજાને આવીશુભેચ્છાઓ મોકલતી વખતે કે રીસિવ કરતી વખતે આ અનુભવ કર્યો હશે. કમેન્ટમાં આવેલા આજુદા રંગના શબ્દો ક્લિક કરીએ ત્યારે જાતભાતનાં મજાનાં એનિમેશન્સ જોવા મળશે! ફેસબુકની આવી કરામત ટેક્સ્ટ ડિલાઇટ્સ તરીકે ઓળખાય છે.ફેસબુક કયા શબ્દો માટે ડિલાઇટફુલ એનિમેશનનો અનુભવ આપવો એ પોતાની રીતે નક્કી કરેછે. તમે આવી મજાનો ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યો જ હશે , એટલે એ નવી વાત નથી.નવી વાત એ હોઈ શકે કે ફેસબુક આવા નિશ્ચિત શબ્દો , જેના માટે ટેક્સ્ટડિલાઇટ ફીચર લાગુ થાય એમાં ઉમેરો કરતી જ જાય છે. ક્યારેક ફેસબુક ટેક્સ્ટડિલાઇટ્સ લિસ્ટ સર્ચ કરી જુઓ. ykuAe k{kekkuMxLku Vez{ktke qh fhe fk ફેસબુક પર એક્ટિવહોવાનો આપણો હેતુ એ હોય કે આપણી વાત અન્યો સુધી પહોંચે. તકલીફ એ કે બધાનો હેતુ આ જહોય અને એમના કેટલાક આ હેતુ પૂરો કરવા ખાસ્સી મહેનત કરતા હોય! તમારી ફીડમાં , તમને જેમાં ઓછો રસપડતો હોય એવી પોસ્ટ્સ , ગેમ્સની રિક્વેસ્ટ વગેરેનું પ્રમાણ વધી ગયું હોયએવું લાગે છે ? તમે તેને કંટ્રોલ કરી શકો છો. એ માટે , કાં તો , જે પોસ્ટ તમને ગમેતેવી ન હોય તેની સાથેના ત્રણ ડોટ પર ક્લિક કરો. એવી પોસ્ટ્સનું પ્રમાણ ઘટાડવાના કે૩૦ દિવસ માટે સદંતર બંધ કરવા જેવા વિકલ્પો મળશે (બીજી બાજુ , અહીં તેને મોકલનારનેફેવરિટ તરીકે સેવ કરવાનો વિકલ્પ મળશે , જેથી એમની વધુ પોસ્ટ જોવા મળે). ક્યારેક ફુરસદે , સેટિંગ્સમાં ન્યૂઝ ફીડપ્રેફરન્સીઝ શોધીને તેના વિકલ્પો તપાસી , તમારી ફીડની એક સાથેસાફસૂફી પણ કરી શકાય. kkuMxTMkfuLk{kt Mkk[e fk બાજુના મુદ્દાને તમેઅજમાવી જોશો ત્યારે , ત્રણ ડોટ પર ક્લિક કરતાં જોવા મળતા મેનૂમાં , પહેલો જ વિકલ્પ કદાચતમારું વધુ ધ્યાન ખેંચશે. એ વિકલ્પ જે તેપોસ્ટને સેવ કરી લેવાનો છે! ફેસબુક પર આપણે પોતેઅને આપણા મિત્રો ખાસ્સા એક્ટિવ હોઈએ તો આપણી ન્યૂઝ ફીડમાં સતત પાર વગરની સામગ્રીઉમેરાતી રહે છે. બધા પર એક સાથે નજર ફેરવી શકાય , પણ બધું એક સાથેવાંચી કે જોઈ ન શકાય , તેમ દરેક પર તરત પોતાનો કંઈક વિચાર આપવો પણ શક્ય નહોય. આવે સમયે , જે પોસ્ટ પર પછી ફુરસદે નજર નાખવા જેવી લાગે તેને આરીતે સેવ કરી શકાય. પોસ્ટને સેવ કરતીવખતે તમે જુદાં જુદાં કલેક્શન પણ બનાવી શકો છો. તેમ જ એ લિસ્ટને પ્રાઇવેટ , પબ્લિક કે ફ્રેન્ડ્સપૂરતું લિમિટેડ રાખી શકો છો. સેવ્ડ પોસ્ટનાં કલેક્શન્સ ફેસબુકના મેઇન મેનૂમાં જઈનેશોધી શકાશે. VuMkkwf khfuxkuf Mk{ Au yu kuu તમારો વધુ પડતો સમયફેસબુક પર મિત્રોની પોસ્ટ્સ , વીડિયો જોવામાં કે કમેન્ટ , રિપ્લાય વગેરેમાંવીતી જાય છે એવું તમને લાગે છે ? બિલકુલ નિવૃત્ત થઈ ગયા હો તો જુદી વાત છે , બાકી ફેસબુકનું વ્યસનકોઈને પણ મોંઘું પડી શકે છે. તમે ફેસબુક પર એક્ઝેક્ટલી દિવસનો કેટલોક સમય વીતાવોછો એ જાણવું હોય તો મોબાઇલમાં ફેસબુક એપમાં , ત્રણ આડી લીટી પર ક્લિક કરી , સેટિંગ્સ એન્ડપ્રાઇવસી અને તેમાં યોર ટાઇમ ઓન ફેસબુક નો વિકલ્પ શોધી કાઢો. અહીં તમને તમે જે તેઅઠવાડિયે , દિવસે એપ પર કેટલા એક્ટિવ રહ્યા તે જોઈ શકશો અનેએપમાં કઈ વાતમાં કેટલો સમય પસાર કર્યો તેનો એક્ટિવિટી લોગ પણ તપાસી શકશો. રાત્રેકે દિવસના નિશ્ચિત સમય દરમિયાન કે પરિવાર સાથે ખરેખર સારી રીતે સમય પસાર કરવા ક્વાયેટ મોડ સેટ કરવાની સગવડ પણઅહીં મળશે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 4:00 am

UPSC કમ્બાઈન્ડ જિયો સાયન્ટિસ્ટ 2021:આયોગે કમ્બાઈન્ડ જિયો સાયન્ટિસ્ટ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, 24 ઓગસ્ટથી DAF ફોર્મ ભરી શકાશે

24 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ડિટેઈલ્ડ એપ્લિકેશન ફોર્મ ભરી શકશે,17 અને 18 જુલાઈએ 2 શિફ્ટમાં પરીક્ષા યોજાઈ હતી

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 2:46 pm

સેમસંગના ફોલ્ડેબલ ફોન લોન્ચ:ગેલેક્સી Z ફોલ્ડ 3ની કિંમત 1.49 લાખ રૂપિયા, ગેલેક્સી Z ફ્લિપ 3ની કિંમત 85 હજાર રૂપિયાથી શરૂ; બંને ફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ મળશે

'ગેલેક્સી Z ફોલ્ડ 3 5G'માં ટ્રિપલ અને 'ગેલેક્સી Z ફ્લિપ 3 5G'માં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે,'ગેલેક્સી Z ફોલ્ડ 3 5G' અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 10:41 am

રિયલમીના લેપટોપ અને મોબાઈલની કિંમત જાહેર:રિયલમી સ્લિમ લેપટોપની કિંમત ₹55,000 અને રિયલમી GT ફોનની કિંમત ₹30,000; લોન્ચિંગ પહેલાં જાણો તેનાં સ્પેસિફિકેશન્સ

સિક્યોરિટી માટે લેપટોપમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ મળશે,રિયલમી GT સ્માર્ટફોનમાં ક્લૉલકોમ સ્નેપડ્રેગન 888 5G પ્રોસેસર અને 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 5:10 pm

સરકારી નોકરી:UKMSSBએ લેબ ટેક્નીશિયન સહિત 306 જગ્યા પર ભરતી માટે અરજી માગી, 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અપ્લાય કરો

અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 42 વર્ષ હોવી જોઈએ,સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 29,200 રૂપિયાથી લઈને 1,12,400 રૂપિયાનો પગાર આપવામાં આવશે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 3:59 pm

BHU એન્ટ્રન્સ એક્ઝામ 2021:અલગ-અલગ UG-PG કોર્સમાં એડમિશન માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ, એન્ટ્રન્સ ટેસ્ટ માટે 6 સપ્ટેમ્બર સુધી અપ્લાય કરો

હાલ BHUએ એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ જાહેર કરી નથી,એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા BHUમાં અલગ-અલગ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન આપવામાં આવશે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 2:53 pm

ટેકનોલોજીના ગુલામ બનવાને બદલે તેને ગુલામ બનાવીએ

થોડા સમય પહેલાં , વોટ્સએપ પર એક રમૂજફરતી થયેલી - આવનારી પેઢીમાં મમ્મી બાળકોને કહેશે કે તમને મોટાંકરવા હું ૧૦-૧૦કલાક ઓફલાઇન રહી છું... ’’ મમ્મી હોય કે પપ્પા , દાદા હોય કે દાદી કેપછી કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય , હવે સૌ પોતપોતાના સ્માર્ટફોનમાં પરોવાયેલા રહે છે.કરિયાણાના શોપિંગ મોલમાં જાઓ તો તેમાં પણ શોપિંગની કાર્ટમાં બેસાડેલા ટાબરિયાનાહાથમાં મોબાઇલ પકડાવેલો જોવા મળે છે. ટેકનોલોજી આપણી ગુલામબનવી જોઈએ , એને બદલે થઈ રહ્યંુ છે ઉલટું. વાસ્તવમાં ટેકનોલોજીઆપણે માટે છે , નહીં કે આપણે ટેકનોલોજી માટે! તમેે અડધી રાત્રેબાથરૂમ જવા ઊઠો ત્યારે મોબાઇલમાં મેસેજિસ જોઈ લેવાની તલબ લાગે છે ? રેસ્ટોરાંમાં રીયલફ્રેન્ડ્સ સાથે ડીનર પર ગયા હો ત્યારે એ ફ્રેન્ડ્સને પડતા મૂકી , ફેસબુક કે ઇન્સ્ટાગ્રામપરના ફ્રેન્ડ્સ સાથે ફૂડ ડિશના સ્નેપ્સ શેર કર્યા વિના રહી શકતા નથી ? એ પછી , દરેક કોળિયો મોમાંજાય એ પહેલાં , કેટલી લાઇક્સ મળી એ ચેક કરી લેવાનું મન થાય છે ? યુટ્યૂબ પર કે ઓટીપી પર બિન્જ વોચિંગમાં કેટલા કલાકનીકળી ગયા એ ખબર પણ રહેતી નથી ? તો નક્કી સમજો કે તમે ટેક્નોલોજીના ગુલામ બની ગયાછો! આપણે આ સ્થિતિ ઉલટાવીશકીએ છીએ. ગૂગલ , યુટ્યૂબ , ફેસબુક , ટ્વીટર , પિન્ટરેસ્ટ કે અન્યતમામ પ્રકારની વેબ સર્વિસ આખરે આપણે તેના પર કેટલા એક્ટિવ રહીએ છીએ તેના પર જ નભેછે , છતાં આ બધી કંપનીઓને પણ હવે ટેક્નોલોજીના વધુ પડતાએડિક્શનની આડઅસરો થોડીઘણી સમજાઈ છે. ગૂગલે એન્ડ્રોઇડમાં ડિજિટલ વેલબીઇંગ નામે એક સગવડ આપી છે , જે આપણને બતાવે છે કેઆપણે સ્માર્ટફોનમાં કઈ કઈ બાબત માટે કેટલો સમય વાપરીએ છીએ કે બગાડીએ છીએ. કોરોનાને કારણે તમારેસંતાનોના હાથમાં મોબાઇલ મૂકવા પડ્યા હોય તો તમે આ ડિજિટલ વેલબીઇંગ સેક્શનમાં જઈનેદીકરી કે દીકરો આખા દિવસ દરમિયાન કઈ કઈ એપમાં કેટલો સમય ગાળે છે તે તપાસી શકો છો. આ તો ટેક્નોલોજીનીગુલામીમાંથી આઝાદી મેળવવાની વાત થઈ. એ સિવાય , આપણે આખી સ્થિતિ ઉલટાવી પણ શકીએ. ટેક્નોલોજીકામની તો છે જ , ફક્ત કોણ કોના પર હાવી થઈ શકે છે એ જ મહત્ત્વનુંછે! જેમ કે કમ્પ્યૂટરનીવાત કરીએ તો એમાં ઘણાં બધાં કામકાજ એવાં હોય છે જે મોટા ભાગે આપણે મેન્યુઅલી એટલેકે જાતે કરતા હોઇએ છીએ , પરંતુ એ જ કામ થોડું સ્માર્ટ થિંકિંગ કરીને કરીએ તોએ કામની જવાબદારી આપણે કમ્પ્યૂટરને માથે નાખી શકીએ અને આપણું કામ સહેલું બનાવીશકીએ. અહીંથી આગળ , કમ્પ્યૂટર અનેસ્માર્ટફોનને સંબંધિત કેટલાંક એવાં નાનાં નાનાં ઉદાહરણ આપ્યાં છે , જેમાં જાતે મજૂરીકરવાને બદલે એ કામ સ્માર્ટલી કરીએ તો આપણને જોઇતું કામ ફટાફટ કરીને , વાસ્તવિક જિંદગી માટેપણ થોડો વધુ સમય ફાળવવાની તક મેળવી શકીએ - જો એવી ઇચ્છા હોય તો! અહીં માત્ર ટૂંકમાંવાત કરી છે , આ દરેક બાબત વિશે વધુ જાણવા તમારે તેમાં થોડા ઊંડાઊતરવું પડશે. સાવ સાદી રીતે શરૂઆતકરીએ તો કમ્પ્યૂટરમાં વિન્ડોઝ એક્સપ્લોરરમાં સંખ્યાબંધ ફાઇલ્સને એક જગ્યાએથી બીજીજગ્યાએ મૂવ કરવી હોય તો એક એક ફાઇલ મૂવ કરવાને બદલે બાજુ બાજુમાં બે વિન્ડો ઓપનકરીને એક સાથે સંખ્યાબંધ ફાઇલ્સ (સળંગ ક્રમબદ્ધ ગોઠવાયેલી ફાઇલ્સ અથવા અલગ અલગરહેલી ફાઇલ્સ) સિલેક્ટ કરીને તેને એક સાથે બીજા ફોલ્ડરમાં મૂવ કરતાં આપણને આવડવુંજોઇએ. એ જ રીતે સંખ્યાબંધફાઇલ્સનાં નામ એક સાથે બદલવાની સગવડ પણ વિન્ડોઝ એક્સપ્લોરર આપે છે. ફોટોઝને યોગ્યરીતે સ્ટોર કરવા માટે આ વાત બહુ કામ લાગી શકે. ફોટોશોપ જેવાપ્રોગ્રામમાં તમારે ઢગલાબંધ ફાઇલ્સમાં એક સરખા પ્રકારનું એડિટિંગ કરવાનું હોય તોતેમાં એક ફાઇલ પર લીધેલાં એકશન્સ રેકોર્ડ કરીને , બીજી તમામ ફાઇલ્સ પરફક્ત એક શોર્ટકટ કીની મદદથી એ એકશન્સ રીપીટ કરવાની સગવડ હોય છે. આ શીખી રાખશો તોબહુ સમય બચશે. એક્સેલ અને વર્ડ જેવાપ્રોગ્રામમાં મેક્રોઝ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આપણે એક સરખા પ્રકારનું કોઈકામ વારંવાર કરવાનું થતું હોય તો તેના માટે મેક્રો રેકોર્ડ કરીને આપણી મગજમારીમેક્રોને માથે નાખી શકીએ છીએ. વર્ડમાં લગભગ એકપ્રકારના ડોક્યુમેન્ટ્સ બનાવવાનું થાય છે ? તેમાં ટેમ્પ્લેટ સેટ કરતાં શીખી જાઓ! ઓફિસમાં આપણે વારંવારએક સરખા લેટર અનેક લોકોને મોકલવાના થતા હોય છે. ફક્ત એક વાર થોડો સમય કાઢીનેમેઇલમર્જ કરતાં શીખી જશો તો એક્સેલમાં સેવ કરેલાં એડ્રેસીસ વર્ડમાં લેટરની ફાઇલમાંબોલાવીને એક સાથે અનેક , જુદા જુદા એડ્રેસ ધરાવતા લેટર્સની પ્રિન્ટ તમેમેળવી શકશો. જીમેઇલમાં પણ તમારેએક સરખા પ્રકારના મેઇલ્સ , જુદા જુદા સમયે અનેક લોકોને મોકલવાના થતા હોય તો એકમેઇલનું ટેમ્પલેટ બનાવીને , બીજી વાર કમ્પોઝ બોક્સમાં એ ટેમ્પલેટ કોલ કરીનેફક્ત ઉપરનું એડ્રેસ બદલીને આપણે બહુ ઝડપથી નવી વ્યક્તિને પહેલેથી નિશ્ચિત મેઇલમોકલી શકીએ છીએ. ટેકનોવર્લ્ડ ’ માં અગાઉ આપણે ડિજિટલ ઓટોમેશનની વાત કરી ગયા છીએ. એદિશામાં આગળ જઈ , ફેસબુક , ઇન્સ્ટાગ્રામ વગેરેમાં તમે કોઈ એક એક્શન લો તો તેનાઆધારે , તમે પોતે કરેલા સેટિંગ અનુસાર બીજી કોઈ સર્વિસમાંપણ એક્શન લેવાય એવાં સેટિંગ કરવાની સગવડ આપતી ઘણી સર્વિસ છે. એનો લાભ ન લેતા હો , તો આજના અને આવતીકાલના સમયમાં તે ચાલે નહીં. સોશિયલ મીડિયા પર તમે અમસ્તા જ એક્ટિવ હો તો જુદી વાતછે , બિઝનેસના પ્રમોશન માટે એક્ટિવ હો તો તેનાં સ્માર્ટટૂલ્સ વિશે જાણવું અનિવાર્ય છે. આગળ કહ્યું તેમ આ બધીસગવડ બહુ નાની નાની છે અને સામાન્ય રીતે આપણી નજરમાં આવતી નથી. પરંતુ તેના પર ફોકસકરશો તો તમારે માટે મહત્ત્વની બીજી બાબતો પર ફોકસ કરવા વધુ સમય મળશે! કમ્પ્યૂટરઅને સ્માર્ટફોનમાં આવી બીજી સંખ્યાબંધ બાબતો એવી છે , જે આપણું કામ બહુસહેલું અને ઝડપી બનાવી શકે છે. એટલે જ , આજના દિવસે આ રીતે સ્માર્ટ થિકિંગથી ટેકનોલોજીનેઆપણે ગુલામ બનાવીએ કે ન બનાવીએ , કમ સે કમ એની ગુલામીમાંથી આઝાદ થવાના પ્રયાસનીશરૂઆત તો જરૂર કરીએ.

ગુજરાત સમાચાર 15 Aug 2021 4:05 am

શનિ ગ્રહના ટાઇટન મૂન પર નાસા ડ્રેગનફલાયસ્પેસ અભિયાન હાથ ધરશે

વોશિંગ્ટન,૧૩ ઓગસ્ટ,૨૦૨૧,શુક્રવાર પૃથ્વીને મળતું આવતું વાતાવરણ ધરાવતા શની ગ્રહના મૂન ટાઇટન પર અમેરિકાની સ્પેસ એજ્ન્સી નાસા ડ્રેગન ફલાય નામનું મિશન શરુ કરશે.સૌરમંડળના ગ્રહોમાં શનિ સૌથી વધારે ચંદ્ર એટલે કે મૂન ધરાવે છે. સૌરમંડળના ગ્રહોના મૂનમાં શનિનો ટાઇટન સૌથી જુદો પડે છે. ટાઇટન પર વાયુ મંડળ છે અને સપાટી પર જે તરલતા જોવા મળે છે તેના આધારે જળવાયુ પૃથ્વી જેવું જણાય છે. ટાઇટન પર પાણીના સ્થાને મિથેનનો વરસાદ થાય છે પરંતુ વૈજ્ઞાાનિકો ઘણા સમયથી એવું માને છે કે અહીંયા જીવન હોવાની શકયતા રહેલી છે. ટાઇટન પરના આ અંગે સંશોધન માટે નાસાએ ડ્રેગન ફલાય અભિયાન મોકલવાનું નકકી કર્યુ છે .પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રેગનફલાય અભિયાન વર્ષ ૨૦૩૦ સુધીમાં એક રોટોક્રાફટ મોકલશે જે ટાઇટનની સપાટી પર પહોંચીને અવલોકન કરશે.આ અંગે નાસાના પ્લેન્ટરી સાયન્સ જર્નલમાં સાયન્સ ગોલ્સ એન્ડ ઓબ્જેકિટવ્સ ફોર ડ્રેગનફલાય ટાઇટન રોટોક્રાફટ રીલોકેટેબલ લેંડર નામનું શોધપત્ર પ્રકાશિત થયું છે. ટાઇટન પર અભિયાન હાથ ધરવા માટેના લક્ષ્યાંકોમાં રાસાયણિક જૈવ સંકતોનું સંશોધન, ટાઇટન પર રહેલું મીથેન ચક્ર,વાયુમંડળનું સંશોધન અને જીવનની શરુઆતમાં પર્વનું રાસાયણિક વિજ્ઞાાન વગેરે છે. સ્ટડીના સહ લેખક એલેકસ હેસનું કહેવું હતું કે ટાઇટન પર જે સંશોધન કરવા ઇચ્છીએ છીએ તેનું રિઝલ્ટ શું હશે એ અંગે જરાં પણ અંદાજ લગાવી શકાય તેમ નથી. ૧૩ વર્ષથી કેસિની શનિ ગ્રહને ચક્કર લગાવી રહયું છે પરંતુ ટાઇટનની સપાટી પર મીથેનવાયુ ધરાવતું વાતાવરણ હોવાથી જાણકારી મળી શકતી નથી.કેસિનીના રડારે કેટલીક આકૃતિઓ અને ઇમેજ ઝીલી છે પરંતુ ટાઇટન મૂન કેવી રીતે બન્યો છે તેની રચના અંગે જાણવા મળતું નથી. ટાઇટન પરનું વાયુમંડળનું વાતાવરણ મિથેનનું છે એના માટે પણ પહેલા દ્વીધા હતી. સપાટી પર તરલ મહાસાગર જેવી સ્થિતિ જોવા મળે છે તે મીથેન કે ઇથેન છે કે પછી બરફ જેવા કોઇ કઠણ પદાર્થ છે એવું પણ અનુમાન લગાવવામાં આવતું હતું. વર્ષ ૨૦૦૫માં ટાઇટનની સપાટી પર હ્યયુજન્સ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જે મીથેન કે ઇથેનના મહાસાગરમાં તરી શકે તેમ હતું. ટાઇટનનું વાયુમંડળ જોતા તે સપાટી પર ઉતરી શકશે કે કેમ તેની શંકા હતી પરંતુ ડ્રેગનફલાય મિશન ટાઇટનની સપાટીની અવશ્ય ચકાસણી કરશે. ડ્રેગનફલાય ટાઇટનના કોઇ એક સ્થળે એક દિવસ સુધી રહેશે. ટાઇટનનો એક દિવસ પૃથ્વીના ૧૬ દિવસ બરાબર થાય છે. આ દરમિયાન ટાઇટનની સપાટી પર સંશોધન કરશે.ત્યાર પછી તે ઉડીને નવા સ્થળે પહોંચશે. મંગળગ્રહ પર મોકલવામાં આવેલા રોવર પણ આ રીતે જ કામ કરી રહયા છે.ટાઇટનનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના સાતમા ભાગનું છે પરંતુ વિશાળ વાયુમંડળ ચાર ગણું ઘટ્ટ છે. ટાઇટન પરનું શાંત વાયુમંડળ અને પૃથ્વી કરતા પાતળી હવા ડ્ગનફલાય મિશન માટે અનુકુળ આવે તેમ છે.

ગુજરાત સમાચાર 13 Aug 2021 10:45 pm

પૃથ્વી પરના એલિયન ગણાતા મોલ્ડને વૈજ્ઞાનિકો સ્પેસમાં લઇ જશે

વોશિંગ્ટન,૧૩ ઓગસ્ટ,૨૦૨૧,શુક્રવાર પૃથ્વીની જેમ બીજા ગ્રહ પર જીવ રહે છે એ બાબતે અનેક થિયેરી રજૂ કરવામાં આવે છે પરંતુ હજુ નકકર પુરાવા મળતા નથી પરંતુ પૃથ્વી પરના એલિયન તરીકે ઓળખાતા બ્લોબ નામના જીવને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. મોલ્ડ પૃથ્વી પરનો એક લીવિંગ ઓર્ગેનિઝમ છે. આ એક અનકેટરાઇઝડ એલિમેંટ છે જે માછલી નથી,પક્ષી નથી, કોઇ વનસ્પતિ કે ફંગસ પણ નથી. આ એક પ્રકારનો સ્લાઇમ મોલ્ડ છે જેને લાંબા સમયથી વૈજ્ઞાાનિકોને આકર્ષિત કર્યા છે જે હવે પૃથ્વીથી દૂર અંતરિક્ષમાં થનારા ખાસ પ્રયોગનો ભાગીદાર બન્યો છે. પીળા અને સ્પંજી સ્લાઇમ મોલ્ડને મોં, પગ કે મસ્તિષ્ક હોતું નથી. આ એક એવો એકલ કોષ છે જે વિભાજીત થયા વિના વધતો રહે છે. વૈજ્ઞાાનિકોનો હેતું આ જીવ પર ભાર શુન્યતાની શું અસર થાય છે તે તપાસવાનો છે. માઇક્રો ગ્રેવિટી ધરાવતા વાતાવરણમાં આ જીવ કેવું વર્તન કરશે અને કઇ રીતે આગળ વધશે એ અંગે કોઇ જાણતું નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પરનો આ કોઇ પણ વર્ગીકરણમાં સમાવિષ્ટ ના થતો જીવ ૫૦૦ મિલિયન વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. આ એક કોશિકાથી બનેલો હોય છે જેમાં અનેક નાભિક હોય છે જે પ્રોટોઓઆ પ્રોટિસ્ટ અને કવક બંનેને મળતા આવે છે પરંતુ physarum polycephalum અન્ય જીવોની જેમ વર્તન કરતો નથી. આ જીવ અંધારુ,ઠંડી અને ભેજવાળી પરીસ્થિતિમાં વધારે પેદા થાય છે. કિચડવાળી જગ્યાએ દુનિયામાં ઘણા ઠેકાણે જોવા મળે છે. બેકટેરિયા,યીસ્ટ અને મોલ્ડસ અને કવાક સ્લાઇમ મોલ્ડના પોષણનો મુખ્ય સ્ત્રોત છે. એક બીજાણુંથી મોલ્ડની શરુઆત થાય છે જેનો વ્યાસ ૪ થી ૧૫ માઇક્રોમીટર હોય છે. મોલ્ડના બીજાણું હવા દ્વારા ફેલાય છે અને જીવનચક્ર આગળ વધારે છે.

ગુજરાત સમાચાર 13 Aug 2021 10:30 pm

તબાહી મચાવશે એસ્ટ્રોઈડ Bennu? ધરતી સાથે ટકરાવવાની આશંકા પર વૈજ્ઞાનિકોએ કહી આ વાત

વૉશિંગ્ટન, તા. 13 ઓગસ્ટ 2021 શુક્રવાર અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ એક ખૂબ જ વિશાળ એસ્ટ્રોઈડ ધરતી સાથે ટકરાવાની આશંકા વ્યક્ત કરી છે. આ એસ્ટ્રોઈડનું નામ Bennu છે. જેની સાઈઝ ન્યુયોર્કની Empire State બિલ્ડીંગ જેટલી મોટી જણાવવામાં આવી રહી છે. 2021થી 2300 વચ્ચે ટકરાવવાની આશંકા નાસાએ આ અઠવાડિયાની શરૂઆતમાં એ વાતની પુષ્ટિ કરી હતી કે એસ્ટ્રોઈડ Bennu ના ધરતી સાથે ટકરાવવાની આશંકા છે. વૈજ્ઞાનિકોએ એ પણ સ્પષ્ટ કર્યુ કે હજુ ચિંતાની વાત તે નથી કેમ કે, આમાં હજુ સમય છે. બેન્નુની ધરતીથી વર્ષ 2021થી 2300ની વચ્ચે ટકરાવાની આશંકા 1750માંની એક છે. જોકે આવુ અનુમાન છે કે આનો પ્રભાવ ઘણો ઓછો થશે. એસ્ટ્રોઈડ Bennu પર કરવામાં આવેલી સ્ટડી 'hazard assessment ના લેખક અને વૈજ્ઞાનિક Davide Farnocchiaaએ કહ્યુ કે Bennuના ધરતી સાથે ટકરાવવાની આશંકા 0.037% છે. Davide Farnocchiaaએ કહ્યુ, હુ Bennuને લઈને પહેલાથી વધારે ચિતિંત છુ. જોકે આ પ્રભાવને લઈને એવી સંભાવના છે કે આ વધારે નહીં હોય. OSIRIS-REx ડેટા પર બેસ્ડ સ્ટડી આ સ્ટડીનુ ટાઈટલ છે, 'Ephemeris and hazard assessment for near-Earth asteroid (101955) Bennu' આ અધ્યયન એસ્ટ્રોઈડ્સની ટ્રાજેક્ટરી પર નજર રાખવા માટે કરવામાં આવ્યુ, જે OSIRIS-REx ડેટા પર બેઝ્ડ છે. અમેરિકી સ્પેસ એજન્સી NASA ધરતી સાથે ટકરાવવાની આશંકા રાખનારા એસ્ટ્રોઈડ્સ પર નજર રાખે છે. ટકરાવવાની તારીખ OSIRIS-REx સ્પેસક્રાફ્ટના ડેટામાં જોવા મળ્યુ છે કે વર્ષ 2300 સુધી આને ટકરાવવાની આશંકા કેટલી છે. વૈજ્ઞાનિકો અનુસાર આની સૌથી ચોક્કસ તારીખ 24 સપ્ટેમ્બર 2182 છે. નાસાના ડીપ સ્પેસ નેટવર્ક અને કોમ્પ્યુટર મોડલ્સ દ્વારા વૈજ્ઞાનિક વર્ષ 2135 સુધી આના રસ્તાને જાણી શકે છે.

ગુજરાત સમાચાર 13 Aug 2021 3:49 pm

ફોટોઝમાંની ઇમેજીસ સલામત રીતે શેર કઇ રીતે કરી શકાય

આપણા ડિજિટલ ફોટોઝનાસ્ટોરેજ , મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ફોટોઝ ’ સર્વિસ સૌથી સારી સર્વિસ છે અને તેના ઉપયોગવિશે આપણે ' ટેકનોવર્લ્ડ ’ માં અવારનવાર જાણ્યું છે. આ એપ બધી રીતે મજાની અનેસલામત છે પરંતુ ક્યારેક આપણી નજીવી ભૂલને કારણે આપણા ફોટા ખાનગી રહેવાને બદલે સૌકોઈ માટે ઉપલબ્ધ થઈ જાય એવું બની શકે છે. જો તમે આ સર્વિસનોઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે તેમાં આપણે અમુક આલબમ બનાવીને તેની લિંક અન્યઅન્ય મિત્રો અને સ્વજનો સાથે શેર કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ પ્રસંગ કે ટૂર સાથેમાણ્યા હોય તો એક વ્યક્તિ તેનો આલબમ ક્રિએટ કરે અને અન્ય વ્યક્તિઓને તેમાં સામેલકરે (એટલે કે તેની લિંક શેર કરે) તો એ અન્ય વ્યક્તિઓ પણ તેમાં પોતપોતાના ફોટોઝઉમેરી શકે છે. જે આ લિંક ધરાવતી દરેક વ્યક્તિ જોઈ શકે છે. તકલીફ એ છે કે આપણેશેર કરેલી લિંક ગ્રૂપમાં સામેલ વ્યક્તિ બીજા કોઈ પણ સાથે શેર કરી શકે છે. એટલે કોઈમિત્ર આ આલબમની લિંક પોતાના અન્ય મિત્રને શેર કરે અને એ હજી આગળ શેર કરે તો વખતજતાં આપણો આલબમ ક્યાંક સોશિયલ મીડિયા પર પબ્લિક બની જાય એવું થઈ શકે છે. આવું થતું ટાળવા માટેતમે શેર્ડ આલબમનું આગળનું શેરિંગ અટકાવી શકો છો. એમ કરવા માટે ફોનનીફોટોઝ એપમાં જાઓ. તેમાં નીચેના ચાર મુખ્ય ટેબમાં ત્રીજું ટેબ શેરિંગ નું જોવા મળશે. તેનેક્લિક કરતાં આપણે જેટલા આલબમ અન્યો સાથે શેર કર્યા હશે તે જોવા મળશે. કોઈ પણ આલબમ પર ક્લિકકરીને તેને ઓપન કરો. જો આ આલબમમાં સામેલ લોકો તેને આગળ શેર કરી શકે તેમ હોય તોદરેકના ફોટાની સૌથી આગળ લિંકની નિશાની જોવા મળશે. તેને ક્લિક કરો અને જે વિકલ્પોમળે તેમાં લિંક શેરિંગ બંધ કરી દો. આથી હવે આ આલબમની લિંક શેરેબલ રહેશે નહીં.પરંતુ તેની લિંક પહેલેથી જ જેટલા લોકોને મળી હશે , તેઓ તેમાં ફોટોગ્રાફજોવાનું કે ઉમેરવાનું ચાલુ રાખી શકશે. તમે કોઈ પણ શેર્ડઆલબમ ઓપન કરી , ઉપર જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરી તેના ઓપ્શનમાંજઈ શકશો અને ત્યાંથી પણ તેની લિંક શેરિંગને ઓફ કરવાના વિકલ્પ સુધી પહોંચી શકાશે.

ગુજરાત સમાચાર 11 Aug 2021 4:15 am

બ્રાઉઝરમાં જોઈતાં પેજ દર વખતે ફટાફટ ઓપન કરો

આપણે જ્યારે પણપીસી/લેપટોપ પર દિવસની શરૂઆત કરીએ કે ઓફિસમાં કામની શરૂઆત કરીએ ત્યારે મોટા ભાગેપહેલું કામ ઇન્ટરનેટ સર્ફિંગ માટે બ્રાઉઝર ઓપન કરવાનું કરતા હોઈએ છીએ. બ્રાઉઝરમાંપણ , કેટલીક નિશ્ચિત સાઇટ્સ એવી હોય છે , જેને આપણે સૌથીપહેલાં ઓપન કરીએ છીએ. જેમ કે , જીમેઇલ , ફેસબુક અને વોટ્સએપનું વેબ વર્ઝન (ઓફિસના કામકાજમાટે પણ વોટ્સએપનો ઉપયોગ કરતા હો ત્યારે તો ખાસ!). આ સ્થિતિમાં , રોજેરોજ બ્રાઉઝર ઓપનકર્યા પછી એકની એક સાઇટ્સ અલગ અલગ ટેબ્સમાં ઓપન કરવાનું કામ ખાસ્સું ઝડપી બનાવીશકાય છે. લગભગ દરેક બ્રાઉઝર , આપણે તેને ઓપન કરીએ ત્યારે તે આપોઆપ શું કરે તેનાત્રણ વિકલ્પ આપતું હોય છેઃ ૧. કોરું કટ સ્ટાર્ટપેજ ઓપન કરવું ૨. અગાઉના સેશનમાંઓપન કરી બધી ટેબ્સ ફરી ઓપન કરવી ૩. કોઈ ચોક્કસ પેજ કેપેજીસ ઓપન કરવાં આ વિકલ્પો સુધીપહોંચવા માટે તમારા બ્રાઉઝરના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘On Startup’ શોધો. આ વિભાગમાં ઉપરમુજબના વિકલ્પો મળશે. જો તમે ઉપરના ઉદાહરણમુજબ , બ્રાઉઝર ઓપન કરો ત્યારે જીમેઇલ , ફેસબુક અને વોટ્સએપનાવેબ વર્ઝનનું પેજ હંમેશાં ઓપન થઈ જાય એવું કરવા ઇચ્છતા હો તો બ્રાઉઝરનાસેટિંગ્સમાં... ઓન સ્ટાર્ટઅપ વિભાગમાં , ત્રીજો વિકલ્પ પસંદકરો. હવે બ્રાઉઝરમાં નવીત્રણ ટેબમાં આપણે જરૂરી ત્રણેય પેજ ઓપન કરી લો. હવે ફરી સેટિંગ્સમાં જઈને યૂઝ કરન્ટ પેજીસ નો વિકલ્પ પસંદ કરીલો. એટલું યાદ રાખશો કે જો બ્રાઉઝરમાં પહેલેથી ઘણાં પેજ ઓપન હશે તો આ વિકલ્પ પસંદકરતાં એ બધાં સ્ટાર્ટઅપ પેજ તરીકે ઉમેરાઈ જશે અને તમારે ન જોઈતાં પેજ એક એક કરીનેદૂર કરવાં પડશે! અથવા , એક એક નવી ટેબમાં આત્રણેય પેજ ઓપન કરી , તેનાં યુઆરએલ કોપી કરીને સેટિંગ્સના ઓન સ્ટાર્ટઅપ પેજમાં પેસ્ટ કરીનેપણ આ કામ કરી શકાય. આટલું કરતાં , તમે જ્યારે પણનવેસરથી બ્રાઉઝર ઓપન કરશો , ત્યારે આ તમને જોઈતાં ત્રણેય પેજ ઓપન થઈ જશે!

ગુજરાત સમાચાર 11 Aug 2021 4:10 am

ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ઇન્ડેન્ટની બારીકીઓ સમજીએ

- zo ku{ s zexeke kukk{{kt xuMxLkk Vku{uoxkLke Mkk[e hekkuLkwtkkLk fheyu kku fk{ Mkkt, Mknuwt Lku zke kLke fu જે લોકોને ઓફિસમાંકમ્પ્યૂટર પર કામ કરવાનું હોય છે તેમણે લગભગ અનિવાર્યપણે માઇક્રોસોફ્ટ ઓફિસ કેતેના મફત પર્યાય સમા લિબેરઓફિસ પ્રોગ્રામમાં વર્ડ , એક્સેલ અનેપાવરપોઇન્ટ પ્રકારના સોફ્ટવેરમાં કામ કરવાનું થતું હોય છે. તમે ડોક્ટર હો કે અન્યબાબતોના કન્સલ્ટન્ટ હોય કે એક્ઝિક્યુટિવ હો તો પણ વર્ડ પ્રોસેસરમાં તો અચૂકપણે કામકરવાનું થતંુ હોય. આપણું કામ એકાદ પેજના લેટર ડ્રાફ્ટ કરવા જેટલું સીમિત હોય કેપછી સંખ્યાપંજ પેજના રિપોર્ટ તૈયાર કરવાના હોય , માઇક્રોસોફ્ટ વર્ડ કેલિબેરઓફિસ રાઇટર જેવા પ્રોગારમમાં ટેક્સ્ટ ફોર્મેટિંગના વિકલ્પો બરાબર સમજી લઈએ તોઆપણું કામ ઘણું સરળ અને ખાસ તો , પ્રોફેશનલ પ્રકારનું છે. જ્યારે ટેક્સ્ટનાપેરેગ્રાફ્સ સાથે કામ પાર પાડવાનું હોય ત્યારે તેમાં ઇન્ડેન્ટ મહત્ત્વની બાબત છે.ઇન્ડેન્ટ એટલે કોઈ પેરેગ્રાફને કોઈક રીતે , અન્ય પેરેગ્રાફથી દેખીતો અલગ પાડવાની રીત. આપણેફકરાની પહેલી લીટીને અડધા ઇંચ જેટલા અંદરથી શરૂ કરીએ , કે પહેલી લીટીસિવાયની બાકીની લીટીને અંદર લઈ જઈએ અથવા પેરેગ્રાફની બધી લીટીને અન્ય પેરેગ્રાફકરતાં અંદર લઈ જઈએ તેને ટેક્સ્ટને ઇન્ડેન્ટ આપ્યું કહેવાય. ટેક્સ્ટને ઇન્ડેન્ટનોમુદ્દો વર્ડ પ્રોસેસર ઉપરાંત કોરલ ડ્રો કે ઇનડિઝાઇન જેવાં ડેસ્કટોપ પબ્લિશિંગસોફ્ટવેરને પણ લાગુ પડે છે. આથી એ થોડો વિગતવાર સમજી લઈએ તો આપણાડોક્યુમેન્ટને ચોક્સાઈભર્યું બનાવી શકીએછીએ. ટેક્સ્ટને ઇન્ડેન્ટઆપવાનું કામ જુદી જુદી રીતે સહેલાઈથી કરી શકાય છે. જેમ કે વર્ડડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે પેરેગ્રાફમાં પહેલી લીટીમાં સ્પેસ આપવી હોય ત્યારેમોટા પ્રમાણમાં લોકો સ્પેસ બાર પ્રેસ કરી , ચાર પાંચ વાર સ્પેસ આપીને કામ ચલાવી લેતાહોય છે! નાનો લેટર ડ્રાફ્ટ કરવાનો હોય કે અન્ય પ્રકારનું થોડું લખાણ સેટ કરવાનુંહોય ત્યારે કદાચ આ રીતે કામ ચલાવી લઈ શકાય. પરંતુ પેરેગ્રાફની પહેલી લીટીમાં સ્પેસઆપવાની આ સાચી રીત નથી. ખાસ કરીને જ્યારેઆપણે વર્ડમાં પ્રમાણમાં મોટું ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યા હોઇએ ત્યારેફોર્મેટિંગની સાચી રીતોનો ઉપયોગ કરીએ તો આગળ જતાં આખા ડોક્યુમેન્ટના ફોર્મેટિંગમાંકોઈ ફેરફાર કરવાનો થાય તો કામ ઘણું સહેલું બની જાય. ઉદાહરણ તરીકે આપણેકોઈ મોટા ડોક્યુમેન્ટમાં દરેક પેરેગ્રાફની પહેલી લીટીના પહેલા શબ્દ આગળ પાંચસ્પેસની કોરી જગ્યા છોડી હોય , પરંતુ આગળ જતાં એમ નક્કી થાય કે પેરેગ્રાફની પહેલીલીટીમાં કોઈ સ્પેસ છોડવાની જરૂર નથી , તો ? આ પ્રકારનું ફોર્મેટિંગ બદલવાનો એક સ્માર્ટ રસ્તો એખરો કે આપણે પાંચ સ્પેસને સિલેક્ટ કરી કોપી કરીએ અને પછી ફાઇન્ડ-રિપ્લેસ મેનૂમાંપાંચ સ્પેસને ફાઇન્ડ કરવા કહીને રિપ્લેસમાં કશું ન રાખીએ તો આખા ડોક્યુમેન્ટમાંઆપણે મૂકેલી પાંચ કોરી સ્પેસ ફટાફટ નીકળી જાય. પરંતુ આપણે કોરીસ્પેસ છોડવાનું કામ મેન્યુઅલી કર્યું હોવાથી એવું બની શકે કે કોઈ જગ્યાએ ચાર વારસ્પેસ છોડી હોય અને કોઈ વાર છ વાર! આ સ્થિતિમાં આપણે આખા ડોક્યુમેન્ટમાં દરેકપેરેગ્રાફમાં જઇને પેરેગ્રાફ પહેલાંની સ્પેસ ડીલિટ કરવાની કસરત કરવી પડે. અમુક પ્રોગ્રામમાં , આ રીતે મેન્યુઅલી સ્પેસછોડવાની બીજી તકલીફ એ છે કે આ રીતે ખરેખર કેટલી સ્પેસ છૂટશે તેનો આધાર એ આખીલીટીમાં કેટલા શબ્દો છે અને તેમની વચ્ચે કેટલી જગ્યા છે તેના પર પણ હોય છે. આમઆપણે દરેક પેરેગ્રાફની શરૂઆતમાં પાંચ સ્પેસબારથી સ્પેસ છોડીએ તો પણ દરેક જગ્યાએથોડો તફાવત રહી જાય એવું બની શકે. આનો સહેલો ઉપાય એ છેકે આપણે વર્ડ સિસ્ટમમાં બિલ્ટઇન ઇન્ડેન્ટ ’ સુવિધાનો ઉપયોગ કરીએ. ડોક્યુમેન્ટનાસંદર્ભમાં બે એલિમેન્ટ વચ્ચેની જગ્યાને , ખાસ કરીને ટેક્સ્ટ પેરેગ્રાફ પહેલાંની ખાલી જગાને ઇન્ડેન્ટ કહે છે. વર્ડ ડોક્યુમેન્ટમાં ઉપરની બાજુએ અને ડાબી બાજુએરૂલર (માપપટ્ટી) સેટ કરી શકાય છે અને તેમાંથી ઇન્ડેન્ટ સેટ કરી શકાય છે. આપણીફાઇલના પ્રેફરન્સ મુજબ રૂલરમાં સેન્ટિમીટર અથવા ઇંચમાં માપ જોવા મળે છે. જો તમારાડોક્યુમેન્ટમાં રૂલર જોવા મળતી ન હોય તો મથાળાના રિબનમાં વ્યૂ ટેબમાં તેને ઓપનકરવાનો વિકલ્પ મળશે. જ્યારે આપણે વર્ડડોક્યુમેન્ટના લખાણમાં કર્સર મૂક્યું હોય ત્યારે રૂલરમાં ઇન્ડેન્ટ માર્કર થી ટેકસ્ટનીઇન્ડેન્ટની સ્થિતિ જોવા મળે છે. આ ઇન્ડેન્ટ માર્કરમાં ત્રણ નિશાની હોય છે - બેત્રિકોણ અને એક નાનો લંબચોરસ. આપણે તેમને અલગ અલગ રીતે ખસેડીને ટેક્સ્ટ ઇન્ડેન્ટ નક્કીકરી શકીએ છીએ. આ વાત શરૂઆતમાં તમને કદાચ અટપટી લાગશે અને પેલો મેન્યુઅલી સ્પેસબારઆપીને કોરી સ્પેસ છોડવાનો રસ્તો વધુ સહેલો લાગશે , પરંતુ ફક્ત એક વાર આવાત સમજી લેવાથી હંમેશ માટે વર્ડમાં ઇન્ડેન્ટનું ફોર્મેટિંગ બહુ સહેલું બની જશે! જ્યારેડોક્યુમેન્ટમાં આપણે એ-૪ સાઇઝનું પેજ સિલેક્ટ કર્યું હોય ત્યારે પહેલેથી નક્કીમાર્જિન મુજબ પેજની ચારે બાજુ અમુક નિશ્ચિત કોરી જગ્યા છૂટે છે. આપણે લખેલીટેકસ્ટમાં પેરેગ્રાફમાં પહેલી લીટીમાં પહેલા શબ્દ અગાઉ કોરી સ્પેસ છોડવી હોયત્યારે ત્યાં કર્સર મૂકીને ટેબ પ્રેસ કરવાથી એક નિશ્ચિત કોરી સ્પેસ છૂટશે. સામાન્યરીતે આ સ્પેસ ૦.૫ ઇંચ જેટલી હોય છે. હવે કર્સર ત્યાંનું ત્યાં રહેવા દઇને રૂલરનાઇન્ડેન્ટ માર્કરમાં સૌથી ઉપલા ત્રિકોણને જમણી તરફ ખસેડી જુઓ. આથી પહેલી લીટીનાપહેલા શબ્દની કોરી જગ્યાનું માપ બદલાશે. આપણે તે ઇચ્છીએતેટલું સેટ કરી શકીએ છીએ. એ જ રીતે એક આખો પેરેગ્રાફ અન્ય પેરેગ્રાફ કરતાં નિશ્ચિતમાપે અંદરની બાજુ રહે એવું કરવું હોય તો રૂલરમાં ઇન્ડેન્ટ માર્કરના નીચેનાલંબચોરસને જમણી તરફ ખસેડો. હવે આખો પેરેગ્રાફ જમણી તરફ ખસશે અને પહેલી લીટીપહેલાંની કોરી સ્પેસ યથાવત જળવાઈ રહેશે. જ્યારે આપણે આખાડોક્યુમેન્ટમાં આ રીતે તમામ પેરેગ્રાફની પહેલી લીટી પહેલાં ૦.૫ અથવા એક ઇંચ જેવીનિશ્ચિત કોરી જગ્યા છોડવી હોય ત્યારે તમામ પેરેગ્રાફ સેટ કરીને પછી ઉપલી રૂલરમાંઉપલા ત્રિકોણથી જોઇતી ઇન્ડેન્ટ સ્પેસ સેટ કરી લો. આમ કરવાથી ભવિષ્યમાં આ સ્પેસમાંવધઘટ કરવી હશે તો બધા પેરેગ્રાફ એક સાથે સિલેક્ટ કરી , પેરેગ્રાફફોર્મેટિંગમાં જઈને રૂલરના ઇન્ડેન્ટ માર્કમાં સહેલાઇથી ફેરફાર કરી શકાશે. આ જ રીતે પેજમાં જમણી તરફની કોરી જગ્યા પણ આપણે ધારીએતે રીતે સેટ કરી શકાય છે. આપણે લાંબા ડોક્યુમેન્ટના સંદર્ભમાં આ વાત કરી , પણ ફક્ત એક નાના લેટરનું ફોર્મેટિંગ કરવું હોય તો તેમાં પણ , એડ્રેસને જમણી તરફ ખસેડવું હોય , સંબોધન ડાબી તરફ રાખી , તેમાંપહેલાં કોઈ સ્પેસ છોડવી ન હોય , પછીના લખાણમાં દરેક પેરેગ્રાફમાં આગળ સ્પેસ છોડવી હોય … આ બધું ફોર્મેટિંગ રૂલરમાંના ઇન્ડેન્ટ માર્કરના ઉપયોગથી બહુ સહેલું બનશે! તમે જો વર્ડમાં નિશ્ચિત સ્ટાઇલ સેટ કરતાં શીખીજાઓ તો આખા ડોક્યુમેન્ટનું ફોર્મેટિંગ હજી ઘણું સહેલું બને છે એની વાત ફરી ક્યારેકકરીશું.

ગુજરાત સમાચાર 11 Aug 2021 4:05 am

ઓળખાણો સાચવવાની રામાયણ

- M{kxoVkuLk{ktfkuLxuxTMkLke h{kh k{Lku ksu Au? ykku kuLkwt {uLkus{uLx kkuzwt MknuwtkLkkeyu ઓળખાણ મોટી ખાણ છે -આ વાત સ્માર્ટફોનમાં આપણા કોન્ટેક્ટ લિસ્ટ પર નજર ફેરવીએ ત્યારે ખરેખર સાચી લાગે!તકલીફ માત્ર એટલી કે આ ખાણ જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ તેની સાચવણ મુશ્કેલ બનતીજાય છે. એમાં જો આપણે પોતાનાકોન્ટેક્ટ્સ સાચવવામાં બેધ્યાન રહ્યા હોઈએ તો તેનું લિસ્ટ જબરું મોટું થતું જાય.ક્યારેક નવરાશે ફોનનું કોન્ટેક્ટ્સ તપાસશો તો એમાં એવા કેટલાય નંબર (નામ વિનાના!)અને નામ જોવા મળશે જે કેમ સેવ કર્યા હતા એ તમને હવે યાદ પણ નહીં હોય. આપણે જે જે ઓનલાઇનસર્વિસનો ઉપયોગ કરતા હોઈએ એ બધી આપણા કોન્ટેક્ટ લિસ્ટની એક્સેસ મેળવીને તેમાંનીદરેક વ્યક્તિ સાથે આપણો તાળો મેળવતી હોય છે. વોટ્સએપમાં આપણે બેધ્યાન હોઈએ તોઆપણાં બધાં સ્ટેટસ , જેની સાથે આપણા સંબંધ પૂરા થઈ ગયા હોય , પણ તેનો નંબર આપણીએડ્રેસ બુકમાં પડી રહ્યો હોય એ પણ જોઈ શકે છે. એ કારણે , આપણા ડિજિટલકોન્ટેક્ટ લિસ્ટ તરફ થોડું ધ્યાન આપવું જરૂરી છે. અહીં આવી કેટલીક બાબતો આપી છે , પૂરતી ફુરસદે તેના પરઅમલ કરવા જેવો છે! Vk yufkWzkuTz yuzuMkkwf hkku આપણે સૌ જુદા જુદાહેતુ માટે સહેલાઈથી નવું ઈ-મેઇલ એકાઉન્ટ ખોલી નાખતા હોઈએ છીએ. સામાન્ય રીતે દરેકવ્યક્તિનું એક પર્સનલ અને બીજું પ્રોફેશનલ ઈ-મેઇલ એકાઉન્ટ હોય જ છે. તમે ઇચ્છો તોબંને પ્રકારના કોન્ટેક્ટસ અલગ રાખી શકો અને બંને એકાઉન્ટ સ્માર્ટફોનમાં ઉમેરી શકો. આવી સ્થિતિમાં , તમારા બંનેએકાઉન્ટમાં જેટલા કોન્ટેક્ટ્સ હશે એ બધા જ સ્માર્ટફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં જોવામળશે. જો તમે બંને એકાઉન્ટમાં એક જ વ્યક્તિની વિગતો સેવ કરી હોય તો તે ફોનમાંક્લટર ઊભું કરશે. આથી કોઈ એક જગૂગલ/એપલ એકાઉન્ટમાં તમારા તમામ કોન્ટેક્ટસ સાચવી લો એ સારો રસ્તો છે. એક ગૂગલએકાઉન્ટમાં એક સાથે કુલ ૨૫ , ૦૦૦ કોન્ટેક્ટ્સ સાચવી શકાય છે. કોન્ટેક્ટ્સ એપમાંકે વેબ વર્ઝનમાં આ એકાઉન્ટની સાફસૂફી કરવી પણ સહેલી થશે. kkfkuLxuxTMk yuf yufkWLx{kt s{k fhkuu તમારા કોન્ટેક્ટ્સફોનના સિમકાર્ડ , ફોનની મેમરી , વિવિધ ઈ-મેઇલ એકાઉન્ટ વગેરેમાં વિખરાયેલાહોય તો તેને ફક્ત એક ગૂગલ કે એપલ એકાઉન્ટમાં સાચવી લેવા હિતાવહ છે. આથી , નવો સ્માર્ટફોન લેશોત્યારે બધા જ કોન્ટેક્ટ એક સાથે નવા ફોનમાં આવી જશે. અત્યારે તમારા કોન્ટેક્ટ્સફોનમાં ક્યાં ક્યાં છે એ જાણવા માટે કોન્ટેક્ટ એપ ઓપન કરી , તેના સેટિંગ્સમાંજાઓ. તેમાં કોન્ટેક્ટ ફ્રોમ કે કોન્ટેક્ટ સોર્સ જેવો વિકલ્પ જોવામળશે. તેમાંથી કોઈ એક જ સોર્સના કોન્ટેક્ટ જોઈ શકાશે. તે તમામને સિલેક્ટ કરી , તમારા ગૂગલ કે એપલએકાઉન્ટમાં મૂવ ’ કે એક્સપોર્ટ ’ કરી શકાશે.આથી છેવટે તમારા બધા કોન્ટેક્ટ્સ એક જ એકાઉન્ટમાં આવી જશે. હવે આપણે એ એકજગ્યાએ કોન્ટેક્ટ્સની સફાઈ કરવાની રહેશે. મોબાઇલમાં નવો કોન્ટેક્ટ સેવ કરતી વખતે , આ એક જ એકાઉન્ટમાંસેવ કરવાનું યાદ રાખશો. yuyufkWLx{ktke zwfux fkuLxuxTMk qh fhku જો તમે ગૂગલએકાઉન્ટનો ઉપયોગ કરતા હો , તો તેની કોન્ટેક્ટસ એપ ફોનમાં ઉમેરી શકો છો. એ પછી , તેમાં જે તેએકાઉન્ટમાંના કોન્ટેક્ટ્સ તપાસી શકાશે. આપણે કોઈને ફક્ત ઈ-મેઇલ કરીએ તો એ અલગકોન્ટેક્ટ તરીકે લિસ્ટમાં ઉમેરાય છે અને એ વ્યક્તિનો નંબર સેવ ત્યારે તે ફરી અલગકોન્ટેક્ટ તરીકે ઉમેરાતો હોય છે. કોન્ટેક્ટ એપમાં આવા ડુપ્લિકેટ્સ શોધીને આપણે દૂરકરી શકીએ છીએ. સામાન્ય રીતે સિસ્ટમ આવા કોન્ટેક્ટસ તારવીને આપણને બતાવે છે , આપણે તેને તપાસીનેઇચ્છીએ તો એકમેકમાં મર્જ કરીને એક કોન્ટેક્ટ બનાવી શકીએ છીએ. એ ઉપરાંત , ફોનમાં એકથી વધુએકાઉન્ટ ઉમેર્યા હોય અને એ દરેકમાં આપણે એક જ વ્યક્તિની વિગતો સેવ કરી હોય તો એબધી પણ ફોનમાં અલગ અલગ દેખાતી હોય છે. આવા ડુપ્લિકેટ્સ દૂર કરવા માટે એ બીજાએકાઉન્ટ્સ દૂર કરવા પડે છે. {korkyufkWLxLkk fkuLxuxTMk Mkz hkku આગળ વાત કરી તેમ , સ્માર્ટફોનમાં આપણેજેટલી સર્વિસના એકાઉન્ટ ઉમેરીએ એ બધાના કોન્ટેક્ટ્સ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાંઉમેરાતા હોય છે. જેમ ગૂગલના એકથી વધુ એકાઉન્ટ હોય તો એ તમામના , ફેસબુકના , ટ્વિટર , વોટ્સએપ વગેરેના પણ.આમાંથી જે જે સર્વિસના કોન્ટેક્ટ તમે સ્માર્ટફોનમાં જોવા માગતા હો , માત્ર તેમને જ સિંક્ડરાખી શકાય. એ માટે , ફોનના સેટિંગ્સમાં એકાઉન્ટ્સ ’ માં જાઓ અને જે તે એકાઉન્ટ સિલેક્ટ કરી , તેની કઈ કઈ બાબતોસ્માર્ટફોન સાથે સિંક થઈ રહી છે તે તપાસી જુઓ.જે બિનજરૂરી લાગે તેને માટે સિંક બંધકરી દો. આમ કરવાથી , એ સર્વિસમાંના તમારા એકાઉન્ટમાંથી તમારાકોન્ટેક્ટ્સ દૂર નહીં થાય અને સ્માર્ટફોનમાં પણ દેખાતા જ રહેશે. સ્માર્ટફોનમાંથીતેમને દૂર કરવા , ફોનમાંથી એ એકાઉન્ટ રીમૂવ કરવું પડશે અને પછી ફરીઉમેરીએ ત્યારે કોન્ટેક્ટ્સ માટે સિંકનો વિકલ્પ બંધ રાખવો પડશે!

ગુજરાત સમાચાર 11 Aug 2021 4:00 am

તારાના ઇટેનગ્લેડ ફોટોનનો ઉપયોગ એલિયન સીક્રેટ મેસેજ માટે કરતા હોવાનો દાવો

ન્યૂયોર્ક,૯ ઓગસ્ટ,૨૦૨૧,સોમવાર બ્રહ્માંડના કોઇ ગ્રહ પર એલિયન રહેતા હોવાની કલ્પના અને માન્યતા વર્ષો જુની છે. છેલ્લા કેટલાક દાયકામાં અનેક સંશોધન થિયેરી પણ રજુ થઇ છે. મહાન ફિઝિસિસ્ટ સ્ટીફન હોકિંગ તો એલિયન પૃથ્વીવાસીઓ કરતા પણ એડવાન્સ હોઇ શકે છે એવો મત રજૂ કર્યો હતો. હમણાં થયેલા એક સ્ટડીંમાં પણ અડવાન્સ એલિયન્સની થિએરી રજૂ આપવામાં આવી છે. એ મુજબ એલિયન એક બીજા સાથે વાતો કરવા માટે તારાનો ઉપયોગ કરતા હોય તેવું બની શકે છે.ઇમ્પીરિયલ કોલેજ ઓફ લંડનના કોવોન્ટમ ફિઝિસિસ્ટ ટેરી રુડોલ્ફે આ થિએરી આપી છે કે એલિયન તારાના ઇટેનગ્લેડ ફોટોનનો ઉપયોગ સીક્રેટ મેસેજ આપવા માટે કરી શકે છે. ઇંટેનગ્લેડ ફોટોન કે કવોન્ટમ ઇંટેનગ્લેમેંટ પ્રકાશના લિંકેડ પાર્ટિકલ એક બીજા પ્રભાવ પાડે ત્યારે ઉભા થાય છે આ સમયે ગમે તેટલું અંતર હોય તેનું કોઇ જ મહત્વ રહેતું નથી. આ પ્રકારનું કોમ્યૂનિકેશન જે તેની સાથે જોડાયેલા ના હોય તેમને ધ્યાનમાં આવતું નથી. આથી જ તો આપણે પૃથ્વી ગ્રહ બહારના જીવનને સમજી શકતા નથી. એક માહિતી મુજબ પરગ્રહવાસીઓની માન્યતાને ઘણા વૈજ્ઞાાનિકો નકારે પણ છે પરંતુ પ્રયાસ કરવામાં વિજ્ઞાાન જગત હજુ પણ જોતરાયેલું છે. લાઇવ સાયન્સમાં પ્રગટ માહિતી મુજબ એટેંગલ્ડ લેઝર બીમને પસાર કરવામાં આવે ત્યારે થાય છે તેનાથી ફોટોન વહેંચાઇ જાય છે જે એક બીજાથી દૂર હોય છે છતાં જોડ બનાવે છે. ટેરીએ પોતાના સંશોધન અભ્યાસમાં જણાવ્યું છે કે આ ફોટોન અબજો પ્રકાશવર્ષ સુધી ટ્રાવેલ કરે છે. આ ટ્રાવેલિંગ દરમિયાન એક બીજા પર અસર પેદા કરે છે. આ રીતે એડવાન્સ એલિયન બ્રહ્માંડમાં સંપર્ક રાખતા હોઇ શકે છે. તારામાંથી નિકળતા પ્રકશમાં ફોટોનનો ઉપયોગ હોય છે. કોઇ આ સંકેતોને સમજી ના શકે તે માટે છુપાવી પણ શકાય છે. બહારથી જોનારાને આ સાવ જ સામાન્ય લાગે છે.

ગુજરાત સમાચાર 9 Aug 2021 10:30 pm

ડોક્સમાં સામેલ છે એક સર્ચ એન્જિન

જો તમારા પીસી કેલેપટોપમાં તમે ક્રોમ , ફાયરફોક્સ કે એજ જેવા બ્રાઉઝરનો સરેરાશ કરતાં વધુઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે આ દરેક બ્રાઉઝરમાં આપણે એક્સટેન્શન ’ કે એડ-ઓન તરીકે ઓળખાતા નાના નાના પ્રોગ્રામ ઉમેરીનેબ્રાઉઝરમાં વિવિધ ફીચર્સ ઉમેરી શકીએ છીએ. આ દરેક બ્રાઉઝર આવા એક્સટેન્શન કે એડઓનમાટે મોબાઇલના એપ્સ સ્ટોરની જેમ અલગ સ્ટોર ઓપરેટ કરતા હોય છે. જેમ કે ગૂગલ ક્રોમબ્રાઉઝરમાં આપણે https://chrome.google.com/webstore એડ્રેસ પર જઇને પોતાના બ્રાઉઝરમાં વિવિધએક્સટેન્શન ઉમેરી શકીએ છીએ. જો તમે આવાએક્સટેન્શન્સના પાવર યૂઝર્સ હો તો તમારા બ્રાઉઝરમાં ઘણાં બધાં એક્સટેન્શન ઉમેર્યાંહશે. સામાન્ય રીતે દરેક એક્સટેન્શનનો એક આઇકન બ્રાઉઝરમાં મથાળે એડ્રેસ બારની જમણીબાજુએ ઉમેરાતો હોય છે. જો તમે સંખ્યાબંધ એક્સટેન્શન ઉમેર્યાં હોય તો આ જગ્યામાંમાત્ર અમુક એક્સટેન્શન જોવા મળે છે , બાકીના આપણી નજર સામે રહેતાં નથી. જો તમે ઉમેરેલાંબધાં એક્સટેન્શનમાંથી તમે અમુક એક્સટેન્શનનો વધુ ઉપયોગ કરતા હો તો તેને પિન કરી શકો છો. જેથી તેસતત નજર સામે રહે. એ માટે બ્રાઉઝરમાંએડ્રેસબારની જમણી બાજુ જિગ્સો પઝલના પીસ જેવા દેખાતા આઇકન પર ક્લિક કરો. આથી તમેઉમેરેલા તમામ એક્સટેન્શનનું લિસ્ટ દેખાશે. તેની સાથોસાથ આ લિસ્ટમાં જમણી તરફ જે તેએક્સટેન્શનને પિન કે અનપિન કરવા માટેનો આઇકન દેખાશે. તેનો ઉપયોગ કરીને તમે વધુઉપયોગ કરતા હો તેવા એક્સટેન્શનને પિન કરી શકો છો. અહીંથી જ ત્રણ ડોટ પર ક્લિકકરીને તમે જે તે એક્સટેન્શનને મેનેજ પણ કરી શકો છો. અગાઉ તમે ઉમેર્યું હોય પરંતુહવે જેનો ઉપયોગ ન કરતા હો તેવા એક્સટેન્શનને થોડા થોડા વખતે તપાસીને દૂર કરતારહેશો તો તમારું બ્રાઉઝર પ્રમાણમાં સારું પર્ફોર્મન્સ આપશે.

ગુજરાત સમાચાર 8 Aug 2021 4:25 am

એક હજાર લોકોનું વીડિયો કોલિંગ

મેસેજિંગ એપ તરીકેવોટ્સએપ અને ટેલિગ્રામની લાંબા સમયથી સરખામણી થતી આવી છે. પરંતુ વોટ્સએપનીસરખામણીમાં ટેલિગ્રામ ઘણી બાબતે બહુ ઉદાર છે. વોટ્સએપમાં આપણે ગ્રૂપ બનાવીએ તોતેમાં વધુમાં વધુ ૨૫૬ સભ્યોને ઉમેરી શકીએ છીએ. જ્યારે ટેલિગ્રામમાં ગ્રૂપમાં બેલાખ સભ્યો હોઈ શકે છે! જો ચેનલ બનાવીએ તો તેમાં સભ્યોની કોઈ લિમિટ નથી! શરત માત્રએટલી કે પહેલા ૨૦૦ સભ્યોને આપણે ડાયરેક્ટ ઉમેરી શકીએ અને ત્યાર પછીના સભ્યો પોતાનીમરજી હોય તો આપણી ઇન્વિટેશન લિંકનો ઉપયોગ કરીને એ ચેનલમાં જોડાઈ શકે છે.વોટ્સએપમાં ગ્રૂપમાં જોડાતા નવા સભ્યો અગાઉની ચેટ્સ કે મીડિયા જોઈ શકતા નથી , ટેલિગ્રામમાં જોઈ શકેછે. એવો જ મોટો ફેરફારહવે વીડિયો કોલિંગ બાબતે પણ જોવા મળી રહ્યો છે. વોટ્સએપમાં વધુમાં વધુ ૮ લોકોવચ્ચે ગ્રૂપ વીડિયો કોલ થઈ શકે છે. ટેલિગ્રામ હવે એક સાથે એક હજાર લોકો ગ્રૂપવીડિયો કોલિંગમાં જોડાઈ શકે એવી સુવિધા આપી રહ્યું છે! ટેલિગ્રામમાં હવે ફટાફટવીડિયો મેસેજ મોકલવાની સુવિધા પણ ઉમેરાઈ છે. આવા વીડિયો વધુ એક વીડિયો તરીકે આપણીગેલેરીમાં ગોઠવાઈને સ્પેસ નહીં રોકે , પરંતુ જે રીતે વોટ્સએપમાં ઓડિયો મેસેજ મોકલી શકાયછે એ જ રીતે ટેલિગ્રામમાં ચેટબોક્સમાં રેકોર્ડિંગ બટન પ્રેસ કરીને વીડિયો રેકોર્ડકરીને તેને મેસેજ સ્વરૂપે મોકલી શકાશે.

ગુજરાત સમાચાર 8 Aug 2021 4:20 am

ઇલેક્ટ્રિસિટીથી ઉડતી એર ટેક્સી

અત્યારે ભારતમાં અનેવિશ્વમાં બીજે બધે ઇલેક્ટ્રિસિટીથી ચાલતાં વાહનોનો પ્રસાર ધીમી પણ મક્કમ ગતિએ વધીરહ્યો છે ત્યારે વિમાન ઉદ્યોગમાં પણ ઇલેક્ટ્રિસિટીના ઉપયોગનું ચલણ વધે તેવી શક્યતાછે. જોબી એવિએશન નામની એક કંપનીએ હેલિકોપ્ટર અને ડ્રોનની કક્ષામાં આવે એ પ્રકારનુંએક હવાઈ જહાજ વિકસાવ્યું છે. જેને ઇવીટોલ (ઇલેક્ટ્રિક્લ વ્હિકલ ટેકઓફ એન્ડલેન્ડિંગ) નામ અપાયું છે. આ એરક્રાફ્ટ રન-વે પર દોડ્યા વિના સીધે સીધું ઉડાન ભરીશકે છે. હવામાં તે સ્થિર પણ રહી શકે છે. આ એરક્રાફ્ટની વિશેષતા એ છે કે તે અન્યકોઈ પણ પ્રકારના ઇંધણને બદલે માત્ર ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે. આ પ્રકારનાએરક્રાફ્ટે હમણાં ૧૫૦ માઇલની સિંગલ ફ્લાઇટ કરી બતાવી. આ પ્રકારનાં એરક્રાફ્ટભવિષ્યમાં નાની ઇલેક્ટ્રિક એર ટેકસીનું સ્વરૂપ લે તો નવાઈ નહીં!

ગુજરાત સમાચાર 8 Aug 2021 4:10 am

લોન એપ્સ માટે નવા કડક નિયમો

ભારતમાં કોરોનાનેકારણે આર્થિક ભીંસમાં મુકાયેલા લોકોને ફટાફટ મોબાઇલ પર જ લોન ઓફર કરતી સંખ્યાબંધએપ્સ ફૂટી નીકળી છે. આપણે આ વિશે નવેમ્બર ૨૦૨૦માં વિગતવાર વાત કરી ચૂક્યા છીએ.આમાંની ઘણી એપ્સ ચાઇનીઝ કંપનીઓનાં મૂળ ધરાવતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ વર્ષનીશરૂઆતમાં ગૂગલે પણ ભારતના કાયદાઓ અને નિયંત્રણોનું પાલન ન કરતી હોય તેવી સંખ્યાબંધલોન એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરી હતી. હવે કંપનીએ આવી એપ્સના ડેવલપર માટે નવીગાઇડલાઇન તૈયાર કરી છે અને વધુ કડક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. પર્સનલ લોન આપતીએપ્સે સપ્ટેમ્બર ૧૫ , ૨૦૨૧ સુધીમાં આ નવી ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.તેમ જ એ માટે જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. ભારતમાં લોકો પાસેથી પૂરતાપુરાવા મેળવ્યા વિના ઉતાવળે લોન આપ્યા પછી લોનની વસૂલી માટે અનહદ દબાણ કરાતુંહોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત સમાચાર 8 Aug 2021 4:10 am

કેવી કેવી રીતે બદલાઈ જશે લાઈફ ?

- Wkhskukt {w kukku Wkhktk, ykkk SLkLku Mkoke keS e kkkkku{kt{uxkMkoke yk{q krhkoLkku yku woyxkuLke Lke hekku ગયા વર્ષે , ઇજિપ્ત દેશે તેનીઅમુક ઐતિહાસિક સાઇટ્સની વર્ચ્યુઅલ ટુર્સ લોન્ચ કરી. ગૂગલના અર્થ , સ્ટ્રીટવ્યૂ કે બીજી રીતે દુનિયાભરનાં સ્થળોકે મ્યુઝિયમ્સની ઘેરબેઠાં વિઝિટ્સ કરી શકાય છે. છતાં , આ અનુભવ હજી રૂબરૂ ત્યાં ગયા જેવો નથી.મેટાવર્સમાં ટેલિપ્રેઝન્સથી , મિત્રો સાથે આપણે વિવિધ જગ્યાએ રૂબરૂ ગયા જેવાઅનુભવ સાથે , લાઇવ ટ્રાવેલ કરી શકીશું! જુઓ https://artsandculture.google.com/ ykuLkkRLkkMk kkuhk Lkn kku કોરોનાને પાપેએજ્યુકેશન ધરાર ઓનલાઇન થયું. શિક્ષણનું આ નવું સ્વરૂપ હજી ઘણા ટીચર-સ્ટુડન્ટનેગોઠ્યું નથી , પણ તેનું કારણ ટેક્નોલોજીની હાલની મર્યાદા છે.હાલના ઓનલાઇન ટીચિંગમાં સ્કૂલનો લાઇવ ટચ છૂટી ગયો છે. મેટાવર્સમાં આ અનુભવ જુદો જહશે. શિક્ષણ વધુ જીવંત , વધુ રસપ્રદ , વધુ ઇન્ટરેક્ટિવ બનશે ને ખરા અર્થમાંક્લાસરૂમની બહાર વિસ્તરશે. અન્ય તમામ પ્રકારની ટ્રેનિંગને પણ આ વાત લાગુ થશે. જુઓ https://studio.gometa.io/ ykuxkuRLzMxe {kxu Lkku wk ઓટો ઇન્ડસ્ટ્રીનોઇન્ફર્મેશન ટેક્નોલોજી સાથેનો સંબંધ સતત વધુ ગાઢ બનતો જાય છે. એક તરફ ડ્રાઇવરલેસકારની વાત છે તો બીજી તરફ , કાર મેન્યુફેક્ચરિંગ માટે વર્ચ્યુઅલ કોલાબોરેશનનીવાત છે. મેટાવર્સમાં દુનિયાના અલગ અલગખૂણેથી એન્જિનીયર્સ કાર ડિઝાઇન , મેન્યુફેકચર અને ટેસ્ટ કરી શકશે. ઘણી કાર કંપનીનાએન્જિનીયર્સ હવે વીઆર હેડસેટ પહેરીને કામ કરે છે. આપણે કાર પસંદ કરવા ફેમિલી સાથેવર્ચ્યુઅલ શોરૂમ વિઝિટ કરી શકીશું! heyuMxuxLke Lke rMkf અત્યારે આપણે ઘર કેઓફિસ સ્પેસ ખરીદવી હોય તો હવા-ઉજાસ તપાસવા જાતે સાઇટ પર જવું પડે છે. હવે ઘણાબિલ્ડર્સ સાઇટ પર પાયા ખોદાતા હોય ત્યાં ૩૬૦ ડિગ્રી વીઆર એક્સ્પિરીયન્સ કરાવવાલાગ્યા છે. મેટરપોર્ટ નામની એક મલ્ટિનેશનલ કંપની તેના પ્લેટફોર્મપર વિવિધ ઇન્ડસ્ટ્રીની સાથોસાથ રીયલ એસ્ટેટ સેક્ટર માટે ડિજિટલ ટ્વિન્સ તૈયાર કરે છે! જુઓ https://matterport.com/ heyuMxuxLke Lke rMkf અત્યારે આપણે ઘર કેઓફિસ સ્પેસ ખરીદવી હોય તો હવા-ઉજાસ તપાસવા જાતે સાઇટ પર જવું પડે છે. હવે ઘણાબિલ્ડર્સ સાઇટ પર પાયા ખોદાતા હોય ત્યાં ૩૬૦ ડિગ્રી વીઆર એક્સ્પિરીયન્સ કરાવવાલાગ્યા છે. મેટરપોર્ટ નામની એક મલ્ટિનેશનલ કંપની તેના પ્લેટફોર્મપર વિવિધ ઇન્ડસ્ટ્રીની સાથોસાથ રીયલ એસ્ટેટ સેક્ટર માટે ડિજિટલ ટ્વિન્સ ’ તૈયાર કરે છે! rVxLkuMkfoykWx, woy heku લોકડાઉનથી ઘણીઇન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો પડ્યો છે , તેમાંના એક છે જિમ્સ. કોરોના પહેલાંથી , જેમને પોસાતું હતુંતેઓ હોમ જિમમાં પર્સનલ ટ્રેઇનર્સની મદદ લેતા હતા. હવે મેટાવર્સમાં , આ બધું વર્ચ્યુઅલસ્પેસમાં થવા લાગ્યું. લોકો પોતાના ઘરમાં સ્ક્રીન સામે એક્ચ્યુઅલ વર્કઆઉટ કરે છેઅને ટ્રેઇનર્સ એપ પર તેમને વર્ચ્ચુઅલી ગાઇડ કરે છે! ફ્રેન્ડ્સ સાથે કનેક્ટેડ રહીનેમોટિવેટ થઈ શકાય એ વધારાનો લાભ! જુઓ www.onepeloton.com

ગુજરાત સમાચાર 8 Aug 2021 4:05 am

ઇન્ટરનેટની આવતી કાલ : મેટાવર્સ

- yksLkwtRLxhLkux nu sqLkwt kwt. yLkuf ftkLkeyku ftRf swk s RLxhLkuxLkk MksoLk {kxu{ke hne Au. એકવીસમી સદીનાંપહેલાં એકવીસ વર્ષમાં આપણી દુનિયા બહુ બદલાઈ ગઈ એવું તમને લાગે છે ? એવો અભિપ્રાયબાંધવાની ઉતાવળ કરશો નહીં. બહુ નજીકના ભવિષ્યમાં દુનિયા હજી ઘણી વધુ બદલાવાની છે.એની શરૂઆત થઈ જ ચૂકી છે! સોશિયલ મીડિયા પરહેશટેગ , રીલ્સ , સ્ટોરીઝ , બેટલ રોયાલ ગેમ્સ , ઓનલાઇન શોપિંગ કેપેમેન્ટ વગેરે અત્યારે તમને ગૂંચવતાં હોય તો સાવધાન થઈ જજો. નજીકના ભવિષ્યમાં હજીઘણું વધું શીખવાનું થશે! ફેસબુકના માર્કઝકરબર્ગે , હમણાં સાથીદારો સાથે ને પછી મીડિયા ઇન્ટરવ્યૂમાંફેસબુકના ભાવિ વિશે વાત કરી ત્યારે તેમણે એક શબ્દ ગાજતો કર્યો - મેટાવર્સ! ફેસબુકસહિત અનેક કંપની આ દિશામાં ખાસ્સી આગળ વધી ગઈ છે. પણ આ મેટાવર્સ છે શું ? હજી થોડાં વર્ષ પહેલાં સુધી , બધું કામકાજ આંગળીનાઇશારે , ગમે ત્યારે , ગમે ત્યાંથી કરી શકીશું એવી આપણને કલ્પના પણનહોતી. એવું જ કંઈક મેટાવર્સનું છે. એ હાલની કલ્પનાથી પણ આગળ છે. તેને ઇન્ટરનેટ૩.૦ કહી શકાય. એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી આગળ , ઇન્ટરનેટ ઓફ એવરીથિંગ છે! આવો જરા ઊંડાણથીતપાસીએ. nkLkwtRLxhLkux, yqhe fnkLke ઇન્ટરનેટ પહેલાંરેડિયો , ટીવી , મૂવી વગેરે માધ્યમ બિલકુલ વન-વે રહ્યાં. આપણે ફક્તસાંભળી-જોઈ શકીએ. પછી ઇન્ટરનેટ આવ્યું. શરૂઆતમાં એ પણ તદ્દન મર્યાદિત હતું. આપણેદુનિયાને કંઈ જણાવવું હોય કે પોતે કંઈ જાણવું હોય તો ફક્ત એટલા પૂરતું ઇન્ટરનેટકામનું હતું. પછી આવ્યું ઇન્ટરનેટ ૨.૦. સોશિયલ મીડિયાનો વિસ્તાર થયો. યૂઝર જનરેટેડકન્ટેન્ટ વધતું ગયું. આપણે ઇન્ટરનેટ પર અને ઇન્ટરનેટની મદદથી ઘણું બધું કરવાલાગ્યા. મેસેજિંગ , બ્લોગિંગ , એન્ટરટેઇન્મેન્ટ , જાતભાતનાં બુકિંગ , શોપિંગ , પેમેન્ટ વગેરેઇન્ટરનેટ પર શક્ય બન્યું. આમ છતાં હજી પણ ઇન્ટરનેટ મોટા ભાગે ટેક્સ્ટ , ઇમેજ , ઓડિયો અને વીડિયોપૂરતું સીમિત રહ્યું છે. એથી વિશેષ ખાસ કશું નહીં. ગેમિંગને કારણે આસ્થિતિ બદલાવા લાગી છે. આજના ગેમિંગમાં આપણે બિલકુલ નવા વિશ્વમાં નવા પ્રકારનાઅનુભવ કરી શકીએ છીએ. મેટાવર્સ ગેમિંગના આ અનુભવોને રોજિંદા જીવનમાં ભેળવી દેવાનોપ્રયાસ છે! ન સમજાયું ? આજના સમયની ગેમ્સ રમી જુઓ! {uxkMko,RLxhLkuxLkwt keswt MYk મેટા ’ એટલે વધારાનું , વિશેષ. તેની સાથે યુનિવર્સ ’ શબ્દ જોડીને મેટાવર્સ ’ શબ્દ બન્યો છે , એટલે કે રોજિંદીદુનિયાથી વિશેષ. મેટાવર્સ માટે મેજિકવર્સ ’ , સ્પેશિયલ ( Spatial) ઇન્ટરનેટ ’ , ૩-ડી વર્ચ્યુઅલ વર્લ્ડ ’ વગેરે શબ્દો પણ વપરાય છે. આખરે આ વાસ્તવિકદુનિયા અને વર્ચ્યુઅલ વર્લ્ડની ભેળસેળ કરવાની વાત છે. છતાં તે ઓગ્મેન્ટેડ કેવર્ચ્યુઅલ રિઆલિટી પૂરતી સીમિત નથી. આ દુનિયા એમઝેડ જનરેશન ’ ( એમ , મિલેનિયલ્સ-૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં જન્મેલા , અને ઝેડ , ૧૯૯૦-૨૦૦૦ના દાયકામાંજન્મેલા) લોકોની છે. આ મેટાવર્સમાં આપણે ઇન્ટરનેટના માધ્યમથી એક જ સમયે જુદા જુદાઅનેક અનુભવ કરી શકીશું અને એ મુજબ એકશન પણ લઈ શકીશું. જેમ કે અત્યારે ફેસબુક કેઇન્સ્ટા પર આપણે કોઈ લાઇવસ્ટોરીમાં કનેક્ટ થઈ શકીએ છીએ કે ઓટીટી પ્લેટફોર્મ પરજુદી જુદી જગ્યાએ રહેલા મિત્રો સાથે મળીને વોચપાર્ટી કરી શકીએ છીએ. મેટાવર્સમાં કોઈ ફ્રેન્ડડાન્સ પાર્ટી ગોઠવશે તો આપણે તેમાં વર્ચ્યુઅલી જોડાઈને દોસ્તો સાથે ડાન્સનો અનુભવકરી શકીશું! VuMkkwfLkefkLkkLkwt {uxkMko ગયા મહિને માર્કઝકરબર્ગે મેટાવર્સ ’ શબ્દની ચર્ચા જગાવી.તેમણે કહ્યું કે ફેસબુકનું ભાવિ મેટાવર્સ કંપની બનવામાં છે. મોબાઇલ દુનિયામાંફેસબુકનો પ્રવેશ થોડો મોડો થયો હતો પરંતુ મેસેન્જર , ઇન્સ્ટાગ્રામ અનેવોટ્સએપથી કંપનીએ એ ખોટ સરભર કરી લીધી. હવે માર્ક ઝકરબર્ગ કહે છે કે ભવિષ્યમાંફેસબુક હાલની જેમ ટુડી નહીં રહે. ફેસબુક પર ડાન્સિંગ , ફિટનેસ એક્ટિવિટી કેગેમિંગનો થ્રીડી અનુભવ પણ મળશે. માર્ક માને છે કે આવતાં ફક્ત પાંચ વર્ષમાં આપરિવર્તન આવી જશે. ફેસબુક યૂઝર્સ અને ક્રિએટર્સની આખી એક અલગ દુનિયા ઊભી કરશે.અત્યારે એફબી , ઇન્સ્ટા અને વોટ્સએપ ખાસ્સાં નજીક હોવા છતાં , હજી બધું એક નથી.મેટાવર્સમાં બધું ઇન્ટરઓપરેબલ ’ કે ઇન્ટરકનેક્ટેડ ’ હશે. તેમાં ઓફિસ મીટિંગમાંથી સ્ટેડિયમમાંક્રિકેટ કે ફુટબોલ મેચમાં ઝંપલાવતાં વાર નહીં લાગે (દર્શક તરીકે જ નહીં , પ્લેયર તરીકે પણ!).માર્ક કહે છે કે આ ઇન્ટરનેટ પર વધુ એંગેજ થવાની નહીં , વધુ નેચરલ રીતે એકમેકસાથે એંગેજ થવાની વાત છે (બંને વચ્ચેનો તફાવત બરાબર સમજજો!). {uxkMkoLkeYykk, ku{kke ઇન્ટરનેટની આવતીકાલમેટાવર્સ હોવાનું કહેવામાં આવે છે , વાસ્તવમાં તેની શરૂઆત થઈ જ ચૂકી છે. ફોર્ટનાઇટ , પબજી , રોબલોક્સ , એનિમલ ક્રોસિંગ વગેરેગેમ્સ કે પ્લેટફોર્મ મેટાવર્સની કલ્પનાને અત્યારથી સાકાર કરે છે. આ પ્રકારનીગેમ્સમાં આપણે એક વર્ચ્યુઅલ કેરેકટર તરીકે જોડાઈ શકીએ છીએ અને તેમાં હેકિંગ , ગન ફાઇટિંગ , ભરચક ટ્રાફિકમાંકારચેઝિંગ વગેરે જાતભાતની એક્ટિવિટી કરી શકીએ છીએ. અત્યારે આપણે આ બધું ફક્તમોબાઇલ કે પીસીના સ્ક્રીન પર કરી શકીએ છીએ. થોડા સમય પછી આપણે આભાસી દુનિયામાંટેલિપોર્ટ થઈને તેનો અનુભવ કરી શકીશું. અત્યારે વીડિયો ગેમ્સ , હોલીવૂડની સાઇ-ફાઇમૂવીઝ પ્રકારનો થોડો નબળો અનુભવ આપે છે , પરંતુ અત્યારે આવી મૂવીઝમાં આપણે જે જોઈએ છીએ તેનોજાતઅનુભવ કરી શકીએ એવા દિવસો બહુ દૂર નથી. થોડાં વર્ષો પહેલાં સેકન્ડ લાઇફ ’ નામની એક ગેમે જબરી ચર્ચા જગાવી હતી એ તમનેયાદ છે ? એ રીતસર , વર્ચ્યુઅલ બીજી દુનિયા જ હતી (હજી છે!). મેટાવર્સતેનું જ એક્સટેન્ડેડ વર્ઝન કહી શકાય! {uxkMkoLkkukkku R{ŠMk Rfku{Mko ટેકનોલોજીની અત્યારનીનવી દુનિયા આખરે લાઇક્સ , ક્લિક્સ , એડવર્ટાઇઝિંગ અને ત્યાર પછી શોપિંગ , સબસ્ક્રિપ્શન કેબિઝનેસના આધાર પર ઊભેલી છે. મેટાવર્સ આ આખી બાબતને બિલકુલ નવું સ્વરૂપ આપશે. આપણેસવારમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હોઇએ અને યાદ આવે કે ઘરમાં ચા ખૂટી ગઈ છે , તો અત્યારે ચાની ભૂકીઓનલાઇન ઓર્ડર કરવા મોબાઇલ હાથમાં લેવો પડે છે. ભવિષ્યમાં આપણા વિચારને પગલે રસ્તાપર જ , હવામાં કિઓસ્ક સર્જાય અથવા આપણે પોતે નજીક ’ ના સ્ટોરમાં આંટો મારી તેની છાજલીઓ પરથી આપણીફેવરિટ બ્રાન્ડ્સનું પેક ઉપાડી લઈએ અને પોતે ઘરે પહોંચીએ એ પહેલાં એ પેક ઘરેડિલિવર થઈ જાય એવું કંઈક થશે. અત્યારે એમેઝોન જેવી કંપની ડાયરેક્ટ આપણા કીચન સાથેકનેકટ થઈને તેમાં ખૂટી ગયેલી ચીજવસ્તુનો આપોઆપ ઓર્ડર લેવા લાગી છે. એનાથી આગળવધીને મેટાવર્સ ઇમર્સિવ ઇ-કોમર્સના એક નવા યુગનો પ્રારંભ કરશે. એમાં કપડાં , કોસ્મેટિક્સ વગેરેની લાઇવ ટ્રાયલ્સ શક્ય બનશે.શોપિંગ સાથે ડિજિટલ માર્કેટિંગ પણઇન્ટરેક્ટિવ બનશે! ykurVMk kkLku {uxkMko મળવા આવી જાવ , સાથે ચા પીશું! ’’ આમ કહેતા ક્લાયન્ટછેલ્લા એક દોઢ વર્ષથી વર્ચ્યુઅલ મીટિંગ , વેબિનાર વગેરેથી ટેવાઈ ગયા છે. વિદ્યાર્થીઓ ઓનલાઇનક્લાસથી કંટાળવા છતાં તેનાથી ટેવાવા લાગ્યા છે. અત્યારે વર્ચ્યુઅલ મીટિંગ્સમાંઆપણે પોતાનું બેકગ્રાઉન્ડ બદલી શકીએ છીએ કે ટીચર ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓવાસ્તવિક ક્લાસમાં બેઠા હોય તેવું વાતાવરણ સર્જી શકે છે , પરંતુ આ હજી તદ્દનપ્રાથમિક શરૂઆત છે. મેટાવર્સમાં આપણે ઓફિસ કે અન્ય જગ્યાએ રૂબરૂ હાજર હોઈએ એવાઅનુભવ સાથે કામકાજ કરી શકીશું. અત્યારે ઝૂમ , સ્લેક , ડિસ્કોર્ડ જેવી સર્વિસ કે ટીમ્સ , ગૂગલ વર્કસ્પેસ જેવાંપ્લેટફોર્મ પર કોલાબોરેશન થાય છે , પણ લોકો વચ્ચે વાસ્તવિક અંતરનો અંતરાય તો રહે જ છે.એ ભેદ મેટાવર્સમાં ઘણે અંશે ભૂંસાવા લાગશે. માઇક્રોસોફ્ટ કંપની મેટાવર્સ પર મોટાપાયે કામ કરી રહી છે. તેના એક્ઝિક્યુટિવ્સ પોતે જે ભાષા જાણતા જ ન હોય એ ભાષામાં , પોતે જ્યાં ન હોય એવાબીજા દેશમાં લાઇવ પ્રેઝન્ટેશનના ડેમો આપવા લાગ્યા છે (આ વાક્ય ફરીવાંચો)!

ગુજરાત સમાચાર 8 Aug 2021 4:00 am