અમદાવાદના સીજી રોડ અને લો ગાર્ડન આસપાસના વિસ્તારમાં રૂ. 100 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર પ્રિસિકંટ એરિયાના રોડ ડેવલોપમેન્ટમાં રોડ ડિઝાઇનમાં ખામીના પગલે આ વિસ્તારના 6 રોડની કામગીરી બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના જુદા જુદા વિસ્તાર
અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ ફરી એકવાર સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને ખોટી પોલીસ અને ATS અધિકારીની ઓળખ આપી ડરાવવામાં આવ્યા હતા. દિલ્હી બ્લાસ્
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહીલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો. છેલ્લા થોડા સમયથી માનસિક અસ્વસ્થતાથી પીડાતા દિગ્વિજયસિંહે ગઈકાલે સાંજે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતે જ્વલંતશીલ પદાર્થ વડે આત્મદાહ કરનાર ખેડૂતનો આજે સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. જેનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી PSI મોબીન સોદાગરે નકલી સોનું કસ્ટમવિભાગમાંથી છોડાવી આપવાના નામે યુવક પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોબીન સોદાગરે પોતાનું નામ સમીર પઠાણ હોવાનું કહીને ખોટી ઓળખ આપી
હવામાન વિભાગે 23 જાન્યુઆરી, 2026ના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સંભવિત માવઠાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતીના પગલાં લેવા અપીલ કરી છે. કમોસમી વરસાદથ
મોરબી જિલ્લામાં આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 1042 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામકો ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વાર
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સાદરા ગામે બાઇક અકસ્માતમાં એક યુવકના બંને હાથમાં ફ્રેક્ચર થયું છે. ગામમાં કામ અર્થે નીકળેલા મહેશ ચૌહાણને અન્ય બાઇક ચાલકે ટક્કર મારતા આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, સાદરા ગામના રહેવાસી મહેશભાઈ ચૌહાણ પોતાનું બાઇક લઈને ગામમાં જ કોઈ અંગત કામ
ગુજરાત NSUI દ્વારા સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે 'ડ્રગ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે 3:30 થી સાંજે 5:00 દરમિયાન યોજાશે. આ જાગૃતિ કાર્યક્રમ NSUI સુરેન્દ્રનગર અને સી.યુ.
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ આજરોજ ભાવનગર મંડળના મહુવા-ધોળા રેલખંડ અને ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપની મુલાકાત લઈ વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું, આ નિરીક્ષણનો મુખ્ય હેતુ રેલવે સુરક્ષા, મુસાફર સુવિધાઓ અને વિકાસકાર્યોની સમીક્ષા કરવાનો હતો, વા
વિંછીયા તાલુકાના એક ગામમાં સ્કૂલ બસના ડ્રાઈવરે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકીના માતા-પિતાએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના 13 જાન્યુઆરી, 2025 અને 20 જાન્યુઆરી, 2025 એમ બે અલગ-અલગ પ્રસંગે બની હોવાનું ફ
દેવોસ (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાત સરકારે વૈશ્વિક મંચ પર પોતાની શક્તિ અને તૈયારીનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતની ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ત્રણ દિવસ દરમિયાન વૈશ્વિક ચેરમેન, CE
અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વેજલપુર પોલીસે ફતેવાડી વિસ્તારમાં દરોડા પાડીને MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. MD ડ્રગ્સ સાથે માતા અને પુત્રને ઝડપી લેવામાં આવી છે. ટુ-વ્હીલર પર ડ્રગ્સ લઈ જઈ રહ્યા હતા ત્યારે બંનેને રંગેહાથ પકડવા
નિકોલમાં રહેતા એક વ્યક્તિ સાથે વડોદરાના એક બોગસ પત્રકારે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. GST અધિકારીઓ દ્વારા પકડાયેલી જંતુનાશક દવાઓ ભરેલી ટ્રક છોડાવી આપવા માટે વડોદરાના એક પત્રકારનો સંપર્ક કર્યો હતો. જંતુનાશક દવાઓના માલસામાનની ટ્રક છોડાવવા સંપર્ક કરતા ઓળખાણ હોવાન
સુરત વન વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંયુક્ત રીતે ખૈર લાકડાના સ્મગલિંગ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માંડવી દક્ષિણ રેન્જમાં નોંધાયેલા વન ગુનાની ગંભીરતા જોઈને વન વિભાગે આ કેસ EDને સોંપ્યો હતો, જેના પગલે EDએ મુખ્ય આરોપી અરીફ અલી અમજદ અલી મકરાણ
રાજકોટના રૈયાધાર મફતીયાપરા મચ્છુનગર કવાર્ટરની સામે પાણીના ટાંકા પાસે રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતા રીનાબેન ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.35)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોટાવડા ગામે રહેતા કાના મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલા પતિ સાથે માથાકૂટ થતા તે ઘરેથી નીક
ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા અયોધ્યાના શ્રી રામ મંદિરના દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગઢડાના બોટાદ ઝાંપે આવેલા હનુમાનજી મંદિર ખાતે
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને અમરેલીથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ વઢવાણ પોલીસને સોંપવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આનંદ ઉર્ફે ટકો ચતુરભાઈ મકવાણા (રહે. ફિરદોષ સોસાયટી, નવા પાવર હાઉસ આવાસ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કઉ ગ્રામ પંચાયત ખાતે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વહાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓના ફોર્મ સ્થળ પર જ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. વહાલી દીકરી યોજના ઉપરાંત, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ અ
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આ ધાર્મિક ઉત્સવના ભાગરૂપે, 22 જાન્યુઆરી, 2026 ના રોજ ગોધરા સબજેલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા સબજેલના બંદીવાનોએ ભગવાન શ્રીરામની રામધૂન ક
હિંમતનગર નગરપાલિકા દ્વારા ગુરુવારે રૂ. 8 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે કુલ રૂ. 3,44,08,300 ના ખર્ચે તૈયાર થનાર કામોનું ખાતમુહૂર્
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન વાહનચાલકોના લાઈસન્સ, સીટ બેલ્ટ, ફેન્સી નંબર પ્લેટ, નં
અમદાવાદના M ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે કે ગત નવેમ્બર મહિનામાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત કરીને મહિલાનું મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધાયો હતો. નોંધાયેલી ફરિયાદ મુજબ વાસણામાં આવેલ મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે નશો કરીને ટ્રક ચલાવી હતી. જેથી એકટીવા ચાલક મહિલા સા
ગુજરાતમાં વન વિભાગના કેસમાં પહેલી વાર EDએ મોટી કાર્યવાહી કરી છે. સુરત વન વિભાગની માંડવી દક્ષિણ રેંજ હેઠળ 2024માં નોંધાયેલા ખેરના લાકડાની તસ્કરીના ગંભીર ગુનામાં EDએ આ કાર્યવાહી કરી છે. 2055 મેટ્રિક ટન ખેરના લાકડાની તસ્કરીના આ કેસમાં EDએ ત્રણ મુખ્ય આરોપીઓની કુલ રૂ.11.30 કરોડની મિલકત જપ્
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં હિંમતનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કુલ 32 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. લોકશાહીને જીવંત રાખી પ્રજા કલ્યાણ માટે ગુજરાત સરકારનો સ્વાગત ઓન
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે જ રસ્તાની વચ્ચે કાર ઊભી રાખીને દારૂ પીતા વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે સયાજીગંજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને દારૂ પી રહેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છ
સમગ્ર રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડીનો માહોલ જામ્યો છે.ત્યારે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. ભર શિયાળામાં આકાશ વાદળછાયું બનતા અને વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. મહેસાણા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પ
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા પહોંચેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો પોલીસ સાથે ઘર્ષણ થતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા કોંગ્રેસ
રાજકોટમાં રહેતી એક યુવતીને બેંકનું ફોર્મ ભરી દેવાનું કહી એક યુવકે આચરેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. દુષ્કર્મ બાદ યુવતી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. દુષ્કર્મ સહિતની કલમ હેઠળ કુવાડવા પોલીસ સ્ટેશનમા ફર
ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશની વાળી વ્હાઈટ LED લાઇટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. વાહનમાં કંપની ફિટેડ સિવાયની સફેદ LED/HID લાઇટ લગાવેલી હશે તો દંડ, લાઇસન્સ સસ્પેન્ડ સા
એક અરજદારને તેના કેસની દલીલ ગુજરાતી ભાષામાં કરવાની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી કાઢી છે. હાઇકોર્ટે ઠરાવ્યું છે કે મનીષ ગુપ્તા અને અન્ય વિરુદ્ધ સુઓમોટો કેસમાં ડિવિઝન બેન્ચે ઠરાવ્યું છે કે, હાઇકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તેથી કેસની રજૂઆત અંગ્રેજીમાં હોવી જોઈએ. તે અંગ
પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્નમાં પરણેલી એક દીકરીને અકસ્માત વીમા યોજના હેઠળ રૂ. 8,58,000ની સહાય મંજૂર કરવામાં આવી છે. લગ્ન સમયે દીકરીના ભવિષ્યની સુરક્ષા માટે લેવાયેલું આ વીમા કવચ અકસ્માતનો ભોગ બનેલા પરિવાર માટે આશીર્વાદરૂપ બન્
સેક્ટર-6બીમાં ભાડે રહેતા બુટલેગરે પોતાના મકાનને જ દારૂના ગોદામમાં ફેરવી નાખ્યું હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રાટકીને 150 નંગ દારૂ બિયરનો જથ્થો ઝડપી લઇ રૂ.94 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક વોન્ટેડ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીન
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની રાયસીંગપુરા પ્રાથમિક શાળામાં તાજેતરમાં ‘રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત’ વિષય પર એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદર અને રાષ્ટ્રગીત ગાનની સાચી સમજ કેળવવા
જામનગર એરપોર્ટે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા સંચાલિત કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ (CSI) સર્વે - રાઉન્ડ-II 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. એરપોર્ટને 5 માંથી 4.96નો ઉચ્ચ સ્કોર મળ્યો છે, જેના પરિણામે તે દેશભરના 63 AAI એરપોર્ટ્સમાં ચોથા ક્રમે અને ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)નો 45મો દીક્ષાંત સમારોહ યોજાયો. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર ગાંધીનગર કેમ્પસમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઈસરોના ચેરમેન ડૉ.વી નારાયણ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેમનું આવવાનું રદ થતા વ
ગાઝાની સવાર સૂરજના કિરણોથી નહીં, પણ ધૂળની ડમરીઓ અને ભૂખ્યા પેટમાંથી નીકળતા ગુડ-ગુડ અવાજથી પડે છે. જ્યાં ક્યારેક બાળકોનો કલરવ ગુંજતો હતો, ત્યાં આજે માત્ર તૂટેલી ઈમારતોના હાડપિંજર અને કોંક્રિટના કાટમાળ નીચે દબાયેલી ચીસોનું સામ્રાજ્ય છે. આખું શહેર જાણે એક વિશાળ કબરસ્તાનમાં
ગાંધીનગર જિલ્લામાં પ્રજાના પડતર પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા અરજદારોના પ્રશ્નોને સાંભળીને વહીવટી તંત્ર દ્વારા મોટાભાગના પ્ર
ભાવનગર શહેર પોલીસમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસકર્મી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી સિહોરના શખસે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જીગર ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક વર્ષ પહેલા આરોપી અને ભોગ બનનાર સંપર્કમાં આવ્યા
26 જાન્યુઆરી 2026ના પ્રજાસત્તાક દિન નિમિત્તે હોમગાર્ડ–બોર્ડર વિંગ હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામ રક્ષક દળના 43 અધિકારી-સદસ્યોને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હાથે ચંદ્રક એનાયત કરવામાં આવશે. ડાયરેક્ટર જનરલ (સિવિલ ડિફેન્સ) અને હોમગાર્ડ-ગુજરાતના નિયંત્રણ હેઠળ કાર્યરત હોમગા
અમદાવાદમાં આવેલી ચાલીઓમાં હવે સ્ટ્રીટ લાઈટના પોલ નાખવામાં આવશે. આજે 22 જાન્યુઆરીના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 26,949 ચાલીઓમાં સ્ટ્રીટલાઈટના પોલ નાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં જે ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટ ન હોય ત્યાં
સાબરકાંઠા કોંગ્રેસે ગુરુવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને મતદારોના મતાધિકાર છીનવી લેવાના કથિત પ્રયાસો સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે SIRની કામગીરીના ભાગરૂપે દસ લાખથી વધુ ખોટા ફોર્મ ભરીને મતદારોના અધિકારો સમાપ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવેદ
26 મી જાન્યુઆરીના પ્રજાસતાક પર્વની પરેડને અનુલક્ષીને દેશની રાજધાની દિલ્હી ખાતે હવાઈ રિહર્સલનો પ્રારંભ થતા દિલ્હી એરપોર્ટની હવાઈ સેવા સાથે રાજકોટની હવાઈ સેવામા ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટથી દિલ્હીની સવારની 10.10 વાગ્યાની ફ્લાઈટ 26 મી સુધી 11.10ના ઉપડી રહી છે. દેશની રાજધાની દ
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા ઓમનગર 40 ફૂટ રોડ પર પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. કોઈ કારણોસર અચાનક પાઈપલાઈન ફાટવાને કારણે પાણીનો ફુવારો હવામાં ઉછળી રહ્યો હતો અને જોતજોતામાં જ આખા રોડ ઉપર પાણીની રેલમછેલ થઈ ગઈ હત
હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગુરુવારે બપોરે નાગરિક બેંકના સભાખંડમાં ચૂંટાયેલા 13 ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ પદો માટે પસંદગી કરાઈ હતી. બેંકની 13 બેઠકો માટેની ચૂંટણી 11 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી. ત્યા
પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડો. વાગીશકુમાર મહારાજના મંગલમય ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ યુવાન અને યુવતીઓમાં ધર્મનો પ્રચાર - પ્રસાર અને સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વચનામૃત તેમજ વ્યક્તવ્યનું આયોજન કરાયું છે. આ દિવ્ય ત્રિ-દિવસ
ગુજરાત સરકાર દ્વારા ત્રણ IAS અધિકારીઓને ટ્રાન્સફર અને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને વડોદરા ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા છે. જ્યારે તેમની જગ્યાએ અમદાવાદ GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ-Cમાં આજે સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાઈ રહી છે. જેમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ પહેલી ઇનિંગમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જવાબમાં પંજાબ ટીમ પણ ટકી શખી નહોતી અને માત્ર 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ સૌર
સાબરકાંઠા LCBએ હિંમતનગરના ગામડી હાઈવે પરથી બાઈક ચોરી કરતી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹6.60 લાખની કિંમતના 10 ચોરાયેલા બાઈક કબજે કરવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક શખ્સ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલું બાઈક લઈને અન્ય ચાર સાગરીતો સ
બગદાણા ધામના ચકચારી હુમલાની ઘટના શાંત પડવાની જગ્યાએ વધુ ઉગ્ર બની રહી છે. ભોગબનનાર નવનીત બાલધિયાના સમર્થનમાં 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર શહેરના અક્ષરપાર્ક કુંભરવાડા ખાતે મળવા જઇ રહ્યું છે. નવનીત બાલધીયાએ સમાજના તમામ આગેવાનો-લોકોને જોડાવા વીડિયો મારફતે હા
ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2025–26 સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. જીસીટીઆરડી ગાંધીનગરની પ્રેરણાથી અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આયોજન હેઠળ આ બે દિવસીય કાર્યક્રમ 21 અને 22 જાન્યુઆરીના રોજ મોડલ સ્કૂલના પટાં
ચોટીલામાં હાઈકોર્ટના 'યથાવત સ્થિતિ' (Status Quo) જાળવવાના આદેશ છતાં નવગ્રહ મંદિર અને ગૌશાળાની જમીન પર ગેરકાયદેસર કબજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જમીન ચોટીલા ડુંગરની તળેટીમાં આવેલ શ્રી દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટની માલિકીની છે. આ જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિ
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે(21 જાન્યુઆરી) મોડીરાત્રે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન યોજાયું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખ
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવે તરફથી મુસાફરો માટે એક મુસાફરોની વધતી માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં અસ્થાયી રીતે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 22961 અને 22962, એટલે કે મ
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે એલસીબી પોલીસ સતત સક્રિય છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સઘન અભિયાન દરમિયાન એલસીબીએ વધુ એક મોટો ફટકો આપ્યો છે. ગુજરાત–મધ્યપ્રદેશ સરહદે આવેલા ખંગેલા ચેકપોસ્ટેથી એલસીબી પોલીસે ભારતબેન્ઝ ટ્રક અટકાવી તપાસ કરતાં ડાંગર
વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ગત રોજ વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પી આઈ બી.એન. ગોહિલ અને ટીમ દ્વારા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. ટીમને બાતમી મળતા રેડ કરી હતી. આરોપીના કબજામાંથી 775 ગ્
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલા આદિવાસી સાંસ્કૃતિક ભવનમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા ખરીફ સીઝનના પાકોની અંદાજે 12,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ નિર્ણયને ખેડૂતો માટે અત્યંત લાભદાયી ગણાવતા પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના
પત્નીનું મોત થતા પોતે પણ આપઘાત કર્યો કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલના હાથે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલને ગોળી વાગી ગઇ.. જેમાં પત્નીનું મોત થતા આઘાતમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવ
પોરબંદર શહેરની જાણીતી લોર્ડ્સ હોટેલના રૂમમાં બર્થડે પાર્ટીમાં બે લોકો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ગંભીર મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં એક યુવક પર કાચની બોટલ વડે હુમલો કરવામાં આવતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે બે મુખ્ય આરોપીઓ
છોટા ઉદેપુરના ઝોઝ નજીક બપોરના સમયે નશાની હાલતમાં ટ્રેક્ટર ચલાવી રહેલા એક યુવકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. વીજોલ ગામનો આ યુવક પુરઝડપે ટ્રેક્ટર હંકારી રહ્યો હતો ત્યારે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો
લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘LIBF એક્સ્પો 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં વડોદરાથી અંદાજે 20,000 જેટલા લોકો મુલાકાત લેવા જશે તેવો અંદાજ છે. વૈશ્વિક બિઝને
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા સર્કલ પર રાષ્ટ્ર ધ્વજનું અપમાન થયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સર્કલ પર આવેલી પ્રતિમા પર દારૂની લટકતી બોટલો લગાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે જેના ધજાગરા ઉડતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ધોળા દિવસે જા
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગત વર્ષે એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બે આરોપી દર્શન સોલંકી અને દિનેશ સોલંકીની પોલીસે ધરપકડ કરી હતી. લગભગ છેલ્લા 15 થી 20 દિવસથી તેઓ જેલમાં છે. ત્યારે તેઓ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે નકારી નાખી છે. હોમ લો
વડોદરાના શિક્ષિત બેરોજગારો માટે રાજ્ય સરકારના યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન અને ગાઈડન્સ બ્યુરો (UEB) દ્વારા આગામી 23/01/2026 ના રોજ સવારે 10:00 વાગ્યે એક ભવ્ય રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કમાટી બાગ સામે આવેલી 'યુઈબી' ઓફિસ ખાતે યોજા
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રજાના પ્રશ્નોના સ્થાનિક સ્તરે નિકાલ માટે મહેસાણા કલેકટર કચેરી ખાતે ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અરજદારોને પોતાની રજૂઆત માટે ગા
ભાવનગરમાં LCB અને પેરોલ ફર્લો સ્કવોડે પેટ્રોલિંગ દરમિયાન 1115 ઇંગ્લિશ દારૂની બોટલો સાથે યુવતી સહિત 3 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે વિદેશી દારૂ, બે ફોર વ્હીલ વાહનો, 3 મોબાઈલ સહિત કુલ 10.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઘોઘારોડ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો. ઘોઘારોડ પોલીસ મથકમાં 4
ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ (BBBP) યોજના અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 17/01/2026 ના રોજ શ્રી શાહ ખી.લ. બહેરા મુંગા શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને POCSO એક્ટ અને સુરક્ષાના પાઠ ભણ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે મહેતા માર્કેટ વિસ્તારમાં કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન, નીલકંઠ ટ્રેડિંગના ગોડાઉનમાંથી આશરે 900 કિલોગ્રામ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર જ આ મો
સુરતના નાનપુરા વિસ્તારમાં માથાભારે શખસની છાપ ધરાવતા અને કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગ સાથે સંકળાયેલા વલી સૈયદ સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરની ધોતીવાલા બેકરી પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવાયેલી 30 કેબિન અને 9 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. નજીકના કબ્રસ્તાન
ભાવનગર જિલ્લામાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારની ‘વહાલી દીકરી’ યોજના અંતર્ગત ફોર્મ ભરવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દીકરીઓને કુલ 1.10 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. કોણ કરી શકશે અરજી? આ યોજ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 15નો દીક્ષાંત સમારોહ યોજાયો છે. સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા વિજ્ઞાન ભવનમાં 15માં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે દીક્ષાંત સમારોહ સ્વદેશી થીમ પર આધારિત યોજવામાં આવ્યો હતો. બૌદ્ધિક આત્મનિર્ભરતા, સ્વદેશી નવીનતા અને સામ
ગોધરા શહેરના ડબગરવાડ ખાતે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરી, 2026ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતાં ડબગર સમાજ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્ર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હાજીપુર પાસેથી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક કારમાંથી રૂ. 3.19 લાખની કિંમતની 1488 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 11.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કારચાલકને ઝડપી પાડ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 લ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેના વાર્ષિક બજેટ અંગેની મહત્વની બેઠક યોજાઈ હતી, આ બજેટ બેઠક બે દિવસ સુધી ચર્ચા વિચારણા કરવામાં આવશે, કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કુલ રૂ.1700 કરોડનું મુખ્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે બે દિવસીય ચર્ચાના પ્રથમ દિવસે શિક્ષણ, ફાયર સે
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનમાં કોબ્રા સાપ ઘૂસી જતાં કર્મચારીઓ અને અરજદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના આજે બની હતી, જ્યારે ભવનમાં રોજિંદા કામકાજ ચાલી રહ્યા હતા. સાપ આરોગ્ય વિભાગ તરફના પાછળના ભાગેથી અંદર પ્રવેશ્યો હોવા
દાહોદની દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં તેઓએ એક તૃતિયાંશ બહુમતીથી 07 ઓક્ટોબર, 2025ની એજન્ડા નોટિસને પડકાર ફેંક્યો હતો. જેમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. 17 ઓક્ટોબરના રોજ મેમ્બરોની મિંટિંગ
સુરત શહેરમાં લોકોના જીવના જોખમે દોડતી ફાટેલા ટાયર વાળી સિટી બસોનો મામલો 'દિવ્ય ભાસ્કર'ના રિયાલિટી ચેકમાં ઉજાગર થતા જ પાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. ભાસ્કરના અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
બોટાદના મુક્તિધામ ખાતે વી.એમ. સાકરિયા મહિલા કોલેજ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના ઉપક્રમે એક અનોખો સેવા યજ્ઞ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજની ઇન્ટર્નશીપ હડદડ ગ્રુપની વિદ્યાર્થીનીઓ દ્વારા મુક્તિધામ પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાન અંતર્ગત મુક્ત
આજે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા મુલાકાત લીધી હતી. તેઓએ પ્રથમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંચાલિત સરકારી સ્કૂલોની મુલાકાત લીધી હતી. દરમિયાન બાળકો સાથે બેસી મધ્યાહન ભોજન લીધું હતું અને ભોજનની ગુણવત્તા ચકાસી જરૂરી સૂચન કર્યા હતા. આ સાથે સરકારી સ્કૂલોની માળખાક
પોતાની વિવાદિત કાર્યશૈલીને કારણે હંમેશા ચર્ચામાં રહેતા ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી (TDO) જગદીશ સોની ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયા છે. આ વખતે વિવાદ વહીવટી નહીં પણ વ્યક્તિગત છે. જગદીશ સોનીના પત્ની પ્રિયંકા સોનીએ તેમના વિરુદ્ધ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના બારી પોલીસ સ્
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામના પ્રગતિશીલ યુવક વિશાલ પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને લાખોની આવક મેળવવાનો નવો માર્ગ કંડાર્યો છે. રણછોડપુરા ગામમાં આવેલી પોતાની 9 વિઘા જમીનમાં બટાકા, કાચા કેળા અને હળદરની ખેતી કરીને તેઓ દર વર્ષે અંદાજે 5 થી 6 લાખ રૂપિયા
વડોદરા શહેરના નરહરિ હોસ્પિટલ પાસે વિશ્વામિત્રી નદી પર આવેલા બ્રિજ નીચેની ઝાડી-ઝાંખરામાં આજે અજાણ્યા વ્યક્તિનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ અતિ ડીકમ્પોઝ (સડેલી) હાલતમાં હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ હતી અને ઘટનાસ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી. સયાજીગંજ પોલીસે તાત્કાલિ
હિંમતનગર ખાતે યોજાયેલા મનોદિવ્યાંગ બાળકોના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પાટણની ગદોસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સેજલબેન અશ્વિનભાઈ પટણીએ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. બોસી રમતમાં સેજલબેને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યા બાદ રાજ્ય કક્ષાએ આ સિદ્ધિ હાંસલ
રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલા કસરા-દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન-04નું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે દાંતીવાડા ડેમ અને ડેમ આધારિત બી.કે.-
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દાવોસમાં ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવતા એક પછી એક મહત્વપૂર્ણ અને ઉચ્ચ મૂલ્ય ધરાવતી બેઠકો યોજી હતી. આ બેઠકોમાં વિશ્વના અગ્રણી ઉદ્યોગ સમૂહો, ટેકનોલોજી કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વરિષ્
જગદ્ગુરુ શંકરાચાર્ય પર અત્યાચારના વિરોધમાં ઉતરેલા સુરત AAPના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા તમામ નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી. ધર્મ
વડોદરા શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં સત્તાધારી પક્ષ દ્વારા ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ મેદાને આવી છે. આજે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખા

25 C